Home Blog Page 540

પ્રયાગરાજ મહાકુંભમાં ફરી લાગી આગ , 2 ગાડીઓ બળીને ખાખ

0

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં શનિવારે વહેલી સવારે 7 વાગે ફરીથી આગ લાગવાની ઘટના બની છે. મેળામાં સેક્ટર 2 પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો છે, જોકે સદનસીબે મોટો અકસ્માત થતાં બચી ગયો હતો. એક ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ છે, જ્યારે બીજી ગાડી અડધી બળી ગઇ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, શનિવારે મહાકુંભ નગરમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અહીં પાર્ક કરેલી એક કારમાં આગ લાગી હતી, જેની માહિતી તાત્કાલિક વહીવટીતંત્રને આપવામાં આવી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એક કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી જ્યારે બીજી અડધું બળી ગઇ હતી.

આ ઘટના અંગે ફાયર ઓફિસર વિશાલ યાદવે જણાવ્યું કે અમને અનુરાગ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. એક કારમાં આગ લાગી છે. તેની બાજુમાં ઉભેલું બીજું વાહન પણ અડધું બળી ગયું હતું. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે બધા સુરક્ષિત છે. આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી.

આ પણ વાંચો :-

મોકામા ફાયરિંગ કેસમાં બાહુબલી અનંત સિંહ અને ગેંગસ્ટર સોનુંનું સરેન્ડર

0

મોકામાં ગેંગવોર કેસમાં બાહુબલી અને ભૂતપૂર્વ સાંસદ અનંત સિંહે પણ સરેન્ડર કર્યું છે. હવે સરેન્ડર પછી તેમણે બેઉર જેલમાં મોકલવામાં આવશે. ત્યારે આજે ફાયરિંગ મામલામાં સોનુ સિંહે પણ સરેન્ડર કર્યું હતું.

બાહુબલી અનંત સિંહે પટના જિલ્લાની બાઢ કોર્ટમાં સરેન્ડર કર્યું છે તેઓ પોતાના સમર્થકો સાથે કોર્ટ પહોંચ્યા હતા. આ મામલામાં સાંસદ પપ્પુ યાદવે નિવેદન આપ્યું છે. પપ્પુ યાદવે કહ્યું છે કે, ” પહેલા ગોળીઓ ચલાવાઈ અને હવે બંને અપરાધીઓ મીડિયામાં ઇંટરવ્યૂ આપી રહ્યા છે. પોલીસ શું કરી રહી છે? સરકાર નામની વસ્તુ બિહારમાં છે કે નહીં? પોલીસો પણ મજા લઈ રહ્યા છે.”

આ પહેલા બુધવારે નૌરંગા ગામમાં મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર હુમલો થયો હતો. વિરોધીઓએ તેમના અને તેમના સમર્થકો પર ગોળીબાર કર્યો. અનંત સિંહના સમર્થકોએ પણ ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી. લગભગ 60-70 રાઉન્ડ ગોળીબાર થયો, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફાયરિંગ AK-47 થી કરવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ મામલાનું મૂળ પંચાયત વિવાદ હોવાનું કહેવાય છે, જેમાં અનંત સિંહ ઈંટ ભઠ્ઠા ચલાવનારા સોનુ-મોનુના ઘરે ગયા હતા.

ભૂતપુરબ બાહુબલી સાંસદ અનંત સિંહ અને કુખ્યાત સોનુ-મોનુ વચ્ચે થયેલા ગેંગવોરમાં અનંત સિંહ પર કેસ થયો હતો. ફાયરિંગને લઈને પંચમહાલ પોલીસ સ્ટેશનમાં 3 અલગ -અલગ કેસ દાખલ થયા છે. એસ.પી. વિક્રમ સીહાગે જણાવ્યું કે આ ફાયરિંગ મામલામાં 3 કેસ દાખલ થયા છે.

આ પણ વાંચો :-

દુનિયાનું સૌથી મોટું AI ડેટા સેન્ટર બનાવશે મુકેશ અંબાણી, ખાસ જાણો ?

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ માહિતી બ્લૂમબર્ગના એક અહેવાલમાંથી પ્રાપ્ત થઈ છે. આ સુવિધાની કુલ ક્ષમતા ૩ ગીગાવોટ હોવાની અપેક્ષા છે. જે ભારતના ટેક લેન્ડસ્કેપમાં એક મોટું પગલું હશે. આ વર્તમાન વૈશ્વિક માપદંડો કરતાં ઘણું આગળ નીકળી જશે. તુલનાત્મક રીતે કહીએ તો, આજે મોટાભાગના સૌથી મોટા ઓપરેશનલ ડેટા સેન્ટર યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત છે અને તેમનું કદ એક ગીગાવોટ કરતા ઓછું છે.

મુકેશ અંબાણીના આ પગલાનો સમય કોઈ સંયોગ નથી. વૈશ્વિક સ્તરે, માઈક્રોસોફ્ટ, એમેઝોન અને ગુગલ જેવી ટેક જાયન્ટ્સ AI સેવાઓની ઊંચી માંગને પહોંચી વળવા ડેટા સેન્ટરની ક્ષમતા વધારવા માટે અબજો ડોલર ખર્ચ કરી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, OpenAI, સોફ્ટબેંક અને ઓરેકલના જૂથે સ્ટારગેટ નામના પ્રોજેક્ટ હેઠળ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં $500 બિલિયન સુધીનું રોકાણ કરવાની યોજનાની જાહેરાત કરી હતી.

સપ્ટેમ્બર 2024 ની શરૂઆતમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને NVIDIA એ ભારતમાં AI સુપરકોમ્પ્યુટર વિકસાવવા અને દેશની વિવિધ ભાષાઓ પર તાલીમ પામેલા મોટા ભાષા મોડેલો બનાવવા માટે પાર્ટનરશીપની જાહેરાત કરી હતી. આ પછી, NVIDIA એ પણ ટાટા ગ્રુપ સાથે આવી જ પાર્ટનરશિપ કરી. આ ભારતની AI મહત્વાકાંક્ષાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગત વર્ષ મુકેશ અંબાણીએ આરઆઈએલની 47મી એજીએમમાં કહ્યું હતું કે રિલાયન્સ પોતાને એક ડીપ ટેક કંપનીમાં ફેરવી રહી છે. તેમણે એઆઈને માનવજાતિના વિકાસમાં એક પરિવર્તનકારી ઘટના ગણવ્યું હતું. જે માનવજાતિ સામે આવનારી જટિલ સમસ્યાઓને હલ કરવાના રસ્તા ખોલી રહ્યું છે. અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સનું જે ટેક્નોલોજી સંચાલિત પરિવર્તન ચાલી રહ્યું છે તે કંપનીને હાઈપર ગ્રોથની એક નવી કક્ષામાં લઈ જશે અને આવનારા વર્ષોમાં તેનું મૂલ્ય અનેકગણું વધી જશે.

આ પણ વાંચો :-

અમૂલ દૂધ સહિત ત્રણ પ્રોડક્ટસના ભાવમાં કરાયો ઘટાડો, જાણો કેટલો

0

અમૂલ દૂધના ભાવને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમૂલ દૂધે ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 હતો. જોકે હવે અમૂલે આ ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરતાં હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 થયો છે. આ સાથે અમૂલ ટી સ્પેશિયલ 1 લીટરનો ભાવ 61 રૂપિયા થયો છે.

ઉલ્લેખનીય છે કે, 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તેના ત્રણ દિવસ પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 રૂપિયા વધાર્યા હતા. જ્યારે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

દૂધનો નવો ભાવ
દૂધ કેટલું જુના ભાવ નવા ભાવ
અમૂલ ટી સ્પેશિયલ 1 લિટર :-62- 61
અમૂલ ગોલ્ડ 1 લિટર :-66- 65
અમૂલ તાજા 1 લિટર :-54- 53

આ પણ વાંચો :-

ગોડાદરા વિસ્તારમાં ડૉક્ટર પર એસિડ એટેક, CCTVમાં કેદ

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ડૉક્ટર ઉપર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTV વિડીયો પણ સામે આવ્યો છે. આ તરફ એક અજાણ્યા યુવકે ડૉક્ટર પર શા માટે કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કર્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

સુરતના ગોડાદરામાં ડૉક્ટર ઉપર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલાની ઘટનાને લઈ હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ એક યુવક ડૉક્ટરને મળવા માટે આવે છે ત્યારે તે પ્લાસ્ટિકનો નાનો કેરબો લઈ આવે છે. જે બાદમાં થોડીક જ વારમાં તે યુવકને ડોક્ટરે ધક્કો મારી બહાર નીકાળી દેતાં લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં સામે આવ્યું કે આ ઇસમે ડૉક્ટર પર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કર્યો હતો.

આ સમગ્ર ઘટના સ્થાનિક CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. ડૉક્ટર પર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કર્યા બાદ ઇસમ ભાગતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ તરફ ડૉક્ટરને ગંભીર હાલતમાં સારવાર માટે એડમીટ કરવામાં આવ્યા છે અને આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા પંકજ જોશી

0

પંકજ જોશી ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા છે. પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ 31મી જાન્યુઆરીએ સંભાળશે. પંકજ જોશી અગાઉ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે. હાલના ચીફ સેક્રેટરી (CS) રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત થશે. પંકજ જોશી હાલ એડિશનલ ચીફ સેક્રેટરી પદે કાર્યરત છે.

ગુજરાતમાં મંત્રીમંડળના રાજીનામાં બાદ ગેસ કેડર અને અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી હતી. એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

પંકજ જોશીની વાત કરવામાં આવો તો, હાલ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય ACS તરીકે ફરજ બજાવે છે. પંકજ જોશી ગુજરાત કેડર ના 1989 બેન્ચના IAS અધિકારી છે. હવે તેમની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ક્યાકથી કાર્યભાળ સંભાળશે તેની વિગતો હજી સામે આવી નથી. જો કે, રાજકુમાર આ મહિનાના અંતે સેવા નિવૃત થતા હોથી તેમની નિમણૂક મખ્ય સચિવ તરીકે કરવામાં આવી છે.

IAS અધિકારી પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT, નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમ.ફીલ સાથે ઉત્તીર્ણ થયા છે. પંકજ જોશીને ગુજરાત IAS અધિકારીઓમાં સૌથી શિક્ષિત અને ટેક્નોક્રેટ અધિકારી ગણવામાં આવે છે.

આ પણ વાંચો :-

વડોદરાની નવરચના સ્કૂલમાં બોમથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

0

વડોદરા શહેરની નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને એક ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો છે. જેમાં શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ક્રાઈમ બ્રાન્ચ પીસીબી એસઓજી સ્થાનિક પોલીસ સહિતનો સ્ટાફ નવ રચનાની તમામ બ્રાન્ચ અને યુનિવર્સિટીમાં દોડી ગઈ હતી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે અંતે એવી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નહીં આવતા શાળા સંચાલકો અને પોલીસ તંત્ર રાહતનો દમ લીધો છે.

નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને આજે નવરચના યુનિવર્સિટી અને શાળાઓને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ઈમેઇલમાં પાઈપલાઈનમાં બોંબ મુક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, આ અંગેની પોલીસને જાણ કરાતા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. ધમકીને પગલે BDSની ટીમની સ્કૂલ, યુનિવર્સિટીમાં તપાસ કરવા પહોંચી છે. યુનિવર્સિટી અને શાળાઓમાં બોંબ સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ, PCB પોલીસની ટીમ પણ સ્કૂલ અને યુનિવર્સિટી પર દોડી આવી હતી.

ઘટના અંગે વધુ મળતી માહિતી પ્રમાણે નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં બોમ્બની ધમકી મળી ન હોવાથી ખાલી કરાવવામાં આવ્યું નથી. હાલ ત્રણેય સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાયો નથી. જોકે, તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના બેગ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું નથી. યુનિવર્સિટી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ-પ્રોફેસરો જઈ રહ્યા છે. માત્ર સ્કૂલ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

આ પણ વાંચો :-

અમેરિકી રાષ્ટ્રપતિને મોટો ઝટકો, જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાનો આદેશ પર કોર્ટનો સ્ટે

અમેરિકાની ફે઼ડરલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતાનો અધિકાર સમાપ્ત કરવાના કાર્યકારી ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આવતા મહિના સુધીમાં, એવા લોકોને અમેરિકન નાગરિકતા ગુમાવવાનો ભય હતો જેમના માતાપિતા અમેરિકન ન હોવા છતાં જન્મથી અમેરિકન નાગરિકતા ધરાવે છે. જોકે, કોર્ટે સ્પષ્ટપણે ટ્રમ્પના આદેશને ‘ગેરબંધારણીય’ જાહેર કર્યો હતો.

જન્મજાત નાગરિકતા અંગે ટ્રમ્પના નિર્ણય સામે ડેમોક્રેટના નેતૃત્વ હેઠળના ચાર રાજ્યોએ કોર્ટમાં અરજી કરી હતી. કેસની સુનાવણી બાદ, યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન કોફનરે ટ્રમ્પને આ આદેશ લાગુ કરવાથી રોક્યા. એક આદેશમાં, કોર્ટે ટ્રમ્પના આદેશ પર અસ્થાયી રૂપે સ્ટે મૂક્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો આ આદેશ 20 ફેબ્રુઆરીથી અમલમાં આવવાનો હતો. તેમના આદેશથી એવા લોકોને અસર થઇ હોત જેમની પાસે ‘ગેરકાયદેસર’ અમેરિકન નાગરિકતા હતી. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પડકારતી ડેમોક્રેટિક નેતૃત્વવાળા રાજ્યો અને નાગરિક અધિકાર જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ફેડરલ ન્યાયાધીશે આ ચુકાદો આપ્યો હતો. સોમવારે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન એજન્સીઓને આદેશ આપ્યો હતો કે જે બાળકોના માતા કે પિતા અમેરિકન નાગરિક નથી તેમની નાગરિકતા સ્વીકારવામાં ન આવે.

અમેરિકાના વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન જેવા ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ કહ્યું કે ટ્રમ્પનો આદેશ યુએસ બંધારણના 14મા સુધારાના નાગરિકત્વ કલમમાં સમાવિષ્ટ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અમેરિકામાં જન્મેલી કોઈપણ વ્યક્તિ દેશની નાગરિક હોય તેવી જોગવાઈ છે. “આ મારા મનને ધ્રુજાવી દે છે. આ સ્પષ્ટપણે એક ગેરબંધારણીય આદેશ છે,” તેમણે કહ્યું.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, આઠ લોકોના મોત, અનેક ઘાયલ

0

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના જવાહરનગરમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં આઠ લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે. આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. આ અકસ્માત આજે સવારે 11 વાગ્યે થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ ફેક્ટરીમાં લાગેલી આગને ઓલવવામાં વ્યસ્ત છે.

આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો ફેક્ટરી તરફ દોડી આવ્યા હતા. ફેક્ટરીમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી.

જાણકારી અનુસાર, આ વિસ્ફોટ જવાહરનગર સ્થિત ફેક્ટરીના C સેક્શન 23 બિલ્ડિંગમાં થયો હતો. પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ ફેક્ટરીના આર.કે.બ્રાન્ચ સેક્શનમાં થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીની છત ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં લગભગ 14થી વધુ દટાઈ ગયા છે. ઘટનાસ્થળેથી 5 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. અન્ય બે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર છે.

ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ઓર્ડનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં છત ધરાશાયી થઈ હતી. જેમાં 13થી 14 કામદારો દટાયા છે. પ્રારંભિક માહિતીના આધારે એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે પાંચને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને પોલીસે ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગુજરાત ATSએ ખંભાતમાંથી 100 કરોડના ડ્રગ્સનું રો-મટિરિયલ સાથે 6ની ઘરપકડ

0

ગુજરાત ATS અને SOGએ ખંભાતની સોખડા જીઆઈડીસીમાં આવેલી એક કંપની જેનું નામ ગ્રીનલાઈક કંપનીમાં રેડ પાડી હતી. જેમાં અનેક પ્રકારની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રમાં ડ્રગ્સનો સામાન મળી આવ્યો હતો. મુખ્ય વાત એ છે કે, ગ્રીનલાઈફ કંપની એ દવા બનાવતી કંપની છે. પરંતુ ડ્રસનો સામાન મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ અહીં રૂપિયા 100 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ સાથે 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ખંભાતમાં દવા બનાવતી ફેક્ટરીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની માહિતી ગુજરાત એટીએસને મળતા એટીએસની ટીમ દ્વારા ફેક્ટરી પર દરોડો પાડી ફેક્ટરી માલિક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ફેક્ટરીમાં તપાસ હાથ ધરતા ફેક્ટરીમાંથી ઘેનની ગોળી બનાવવાનું રો.મટીરીયલની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા જ ઝડપી પાડતા ડ્રગ્સ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા હતા. તેમજ આ ડ્રગ્સ સપ્લાયનાં તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે. ત્યારે ગુજરાત ATS એ ઉત્તર ભારતમાં પણ ડ્રગ્સ માફીયાઓને પડકવા તપાસ શરૂ કરી છે. અગાઉ ગુજરાત ATS એ દક્ષિણ ગુજરાતની ફેક્ટરીમાંથી ડ્રગ્સ ઝડપ્યું હતું.

ગુજરાત એટીએસ દ્વારા ખંભાતમાં દવા બનાવતી ફેક્ટરીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે. તેમજ ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાનો પર્દાફાશ થયો હતો. ગુજરાત એટીએસની ટીમ દ્વારા આ સમગ્ર મામલે વિદેશ બેઠેલા ડ્રગ્સ માફીયાઓ સામે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-