Home Blog Page 541

મહાકુંભમાં ગુજરાતથી વિશેષ એસટી વોલ્વો બસ દોડશે: ગૃહમંત્રી હર્ષ સંઘવી

0

રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભ માટે એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે. હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે.

પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંયુકત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપાડવાનો નિર્ણય લઇ શ્રધ્ધાળુને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યુ છે.

8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમણે ઓનલાઇન માહિતી મેળવી, ધ્યાન રાખીને ટિકીટ બુક કરાવવાની રહેશે. આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે. હાલ પૂરતી બસ વ્યવસ્થા અમદાવાદ પૂરતી રહેશે.

પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: 25/01/2025 થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.

આ પણ વાંચો :-

સુરતએ પશ્વિમ ભારતનું આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂા.250 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી કુલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કરાયું હતું.

મહાવીર કેન્સર હોસ્પિટલમાં 13 માળ સાથે 2.75 લાખ સ્કે.ફુટમાં ૧૧૦ બેડ અને ૩૬ રૂમ સાથેનું સેનેટોરિયમ, એમ.આર.આઈ., પેટસીટી સ્કેન, ઈમ્યુનોથેરાપી સાથેની અનેકવિધ સારવાર ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, મહાવીર હોસ્પિટલમાં એક જ છત નીચે કેન્સરની સારવાર માટેની અનેકવિધ સાધનોથી સજ્જ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે સરકારની આયુષ્યમાન યોજના હેઠળ કેન્સરની વિનામૂલ્યે સારવાર મળી શકશે.

તેમણે કહ્યું કે, સુરતએ પશ્વિમ ભારતનું ઔદ્યોગિક અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે. જેના પરિણામે વસ્તીમાં પણ વધારો થયો છે તેમ છતા સુરતે છેલ્લા વર્ષોમાં સ્વચ્છતાક્ષેત્રે સમગ્ર ભારતમાં અગ્રીમ રહ્યું છે. હવે આરોગ્ય ક્ષેત્રે પણ સુરત પ્રગતિના પથ પર છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે. વૃદ્ધો અને ગરીબો માટે આરોગ્ય સેવા સુલભ બની છે. 12 કરોડ પરિવારોના 60 કરોડ લોકોને આરોગ્ય કવચ પુરૂ પાડયું છે. છેલ્લા આઠ વર્ષમાં 317 કરોડ દર્દીઓએ PMJAY યોજનાનો લાભ લીધો હોવાનું જણાવ્યું હતું.

ગૃહમંત્રીએ ઉમેર્યું કે, દેશભરમાં 71 કરોડ આભાકાર્ડ બનાવવામાં આવ્યા છે.. ૧૦,૦૦૦થી વધુ જનઆરોગ્ય કેન્દ્રોથી 10 ટકાથી લઈને 50 ટકા સુધીની રાહતદરે દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષમાં 766 નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. આગાઉ ૫૧ હજાર એમ.બી.બી.એસ. ડોકટરો બહાર પડતા હતા, હવે દર વર્ષે 1.15 લાખ જેટલા નવા ડોકટરો બની રહ્યા છે. જે પ્રધાનમંત્રીના આગવા વિઝનના કારણે શકય બન્યું છે. સ્વચ્છ ભારત મિશન, પોષણ મિશન, ઈન્દ્ર ધનુષ્ય, જલ જીવન મિશન જેવા અનેક અભિયાનોના પરિણામે આરોગ્યક્ષેત્રે આમુલ પરિવર્તન આવ્યું છે.

આ પ્રસંગે રાજયના ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 1978થી શરૂ થયેલી મહાવીર હોસ્પિટલ દરેક નાગરિકોને રાહતદરે સેવા પૂરી પાડી રહી છે. ટ્રસ્ટ દ્વારા સમયાંતરે જુદી જુદી સારવાર સેવાઓનો ઉમેરો થયો છે. આ તકે મંત્રીશ્રીએ પૂર અને પ્લેગ જેવા સમયે પણ મહાવીર હોસ્પિટલે નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરીને યાદ કરી હતી. મહાવીર હોસ્પિટલ હાર્ટની પ્રથમ હોસ્પિટલ તરીકે ઓળખાય છે, જ્યાં હજારો હ્રદયરોગીઓના જીવ બચાવાયા છે. હવે મહાવીર હોસ્પિટલ દ્વારા કેન્સર હોસ્પિટલ શરૂ કરવાનું મહત્વનું કાર્ય થયું છે. કેન્સર સારવાર માટે હવે મુંબઇ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નથી, કારણ કે તમામ સુવિધાઓ હવે સુરતમાં જ ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે મહાવીર કેન્સર હોસ્પિટલના અધ્યક્ષ રૂપાબેન મહેતાએ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓની વિગતો આપીને ફુલચંદ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી, કીમોથેરાપી, કેન્સર સર્જરી માટેનું હાઈ-ટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, ન્યુક્લિયર મેડિસિન, કેન્સર રિહેબિલિટેશન, ડાયટ અને ન્યુટ્રીશન, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ અને પ્રિસિજન થેરાપી જેવી આધુનિક સુવિધાઓની વિગતો આપી હતી.

આ પણ વાંચો :-

પાટણમાં સુથારીકામ કરતાં યુવકને GSTની 1.96 કરોડની નોટિસ મળતાં ખળભળાટ

0

પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે યુવકના નામે દેશનાં વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે.

યુવક અને તેનાં પરિવારજનોએ આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી છેતરપિંડી આચરી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સુનીલ સથવારા તેનાં પરિવારજનો સાથે પાટણ એસ.પી. કચેરી પહોંચ્યા હતા.

યુવકે ગૃહ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે. તેણે માંગ કરી છે કે આ પ્રકારની ઓળખ ચોરી અને છેતરપિંડીને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ ન બને. આ કેસ દર્શાવે છે કે કેવી રીતે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને મોટી આર્થિક ગેરરીતિ આચરી શકે છે.

આ અંગે ભોગ બનનારા યુવકે જણાવ્યું હતું કે મારા ગામડે ટપાલ દ્વારા બેંગલુરુથી નોટિસ આવી છે. મેં નોટિસ ખોલી તો એ ઇન્કમટેક્સ વિભાગની હતી. એમાં 1 કરોડ 96 લાખનો મારે ટેક્સ ભરવાનો હોવાનું જણાવાયું છે. મારા નામની વિવિધ જગ્યાએ 11 પેઢી ચાલુ કરવામાં આવી છે. અમે વકીલની સલાહ લઇને સાયબર વિભાગમાં ફરિયાદ કરી છે.

આ અંગે ભોગ બનનારા યુવકના સગાએ જણાવ્યું હતું કે, સુનીલ મારે ભત્રીજો થાય છે, જે અમદાવાદમાં સુથારી કામ કરીને જીવન જીવે છે. અમે નાના માણસો છીએ. આટલા રૂપિયા અમે જોયા પણ નથી, અમે તો મજૂરી કામ કરીને જીવીએ છીએ. એના કાગળોનો દુરુપયોગ કરીને કોઇએ આ ફ્રોડ કર્યું છે. અમે વકીલની સલાહ લઇને ગૃહ વિભાગ અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે, જ્યાંથી અમને આશ્વાસન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના તબીબ જય પટેલનો ઘરકંકાસથી કંટાળી આપઘાત

0

રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટે આત્મહત્યા કરી છે. કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલા સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા જય પટેલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસથી કંટાળી તબીબે આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે.

ડોક્ટર જય પટેલનાં માતા-પિતા તીર્થયાત્રામાં ગયાં છે અને ડો.જય પટેલ આજે સવારથી ઘરે હતા. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આ બનાવની પહેલી જાણ માતા-પિતાને નહીં, પણ જીજાજીને કરજો. હાલ પોલીસે સુસાઇડ નોટ કબેજ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આજે સવારથી ડોક્ટર જય પટેલ પ્લાન્ડ સર્જરીમાં એનેસ્થેસિયા જરૂરી હોવાથી હાજર ન રહેતાં સિનર્જી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફોન કરી હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા, જોકે તેમનો ફોન રિસીવ થતો નહોતો. થોડીવાર બાદ કંઈક અજુગતું લાગતાં સ્ટાફ દ્વારા અન્ય મુખ્ય ડોક્ટરને જાણ કરવામાં આવી હતી, જેથી તેમણે સ્ટાફને ઘરે જોવા જવા જાણ કરી હતી. ત્યારબાદ સ્ટાફ જય પટેલના ઘરે પહોંચતાં ડોક્ટર જય પટેલે એનેસ્થેસિયાનો ઓવર ડોઝ લઇ આપઘાત કરી લીધો હોવાનું માલૂમ થયું હતું.

આ પણ વાંચો :-

ગુજરાતમાં પહેલીવાર રાજકોટમાં બુલેટના સાયલન્સર ઉપર રોડરોલર ફેરવવામાં આવ્યું

0

પોલીસે 10 દિવસમાં 350 બુલેટ ડિટેઈન કરી હતી, મોડિફાઇડ સાયલન્સરનો કચ્ચરઘાણ કાઢવામાં આવ્યો, વધુ કાર્યવાહીની પોલીસની ચીમકી

ગુજરાતમાં દારૂ બાદ પ્રથમ વખત મોડીફાઇલ્ડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફરતું જોવા મળ્યું છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાયલેન્સર વાળા 350 બુલેટ ડિટેઇન કરી તેમાંથી સાયલેન્સર કાઢી આજે (23 જાન્યુઆરી) તમામ સાયલેન્સરનો નાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા વાહનો ડિટેઇન કરી RTOનો મેમો આપવામાં આવતા RTO દ્વારા લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક જગ્યાએ શો-રૂમની અંદર આ પ્રકારે મોડીફાઈડ સાયલેન્સર ફિટ કરવામાં આવતા હોવાની ફરિયાદ છે, જેની સામે RTO દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે. જો આ મુજબ ચેકિંગ થાય અને મોડીફાઈડ સાયલેન્સર વેચાણ થતા હોવાનું મળી આવે તો તેમના વિરુદ્ધ RTO કાર્યવાહી કરી તેમનું TC સસ્પેન્ડ કરી શકે છે.

રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચના મુજબ રાજકોટમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન છેલ્લા 10 દિવસથી ખાસ વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાયલેન્સર વાળા વાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી. પોલીએ દ્વારા આવા બુલેટ તેમજ બાઈક ડિટેઇન કરી મેમો આપી તેમના મોડીફાઈડ સાયલેન્સર નિકાળી દેવામાં આવ્યા છે. 10 દિવસમાં 350 જેટલા મોડીફાઈડ સાયલેન્સર મળી આવતા RTO અને શોરૂમના સર્ટીફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર સાથે આજરોજ પોલીસ દ્વારા આ તમામ મોડીફાઈડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં 10 દિવસમાં કરેલી આ ડ્રાઇવ આગળ પણ ચાલુ રહેશે અને જે કાર્યવાહી કરવામાં આવી છે તે આખા દેશમાં થઇ રહી છે. મોટર વેહિકલ એક્ટ 52 અને 190 મુજબ મોડીફાઈડ સાયલેન્સર ઉપયોગ કરી શકાય નહિ તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે, જે અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરી બાદમાં મોડીફાઈડ સાયલેન્સર અંગે સર્ટિફિકેટ મેળવી બાદમાં તેને નીકાળી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. લોકોને પણ આવા ઇનલિગલ મોડીફાઈડ સાયલેન્સર ઉપયોગ ન કરે પોલીસનો મોટીવ નિયમનું પાલન થાય તે અને વાયુ પ્રદુષણ અટકાવવાનો છે, દંડ લેવાનો નથી. પોલીસ વાહન ડિટેઇન કરી રહી છે અને દંડ RTO વસુલ કરી રહી છે.

રાજકોટ RTO અધિકારી કેતન ખપેડએ જણાવ્યું હતું કે, રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઈડ સાયલેન્સર વિરુદ્ધ ડ્રાઇવ કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં આવા 350થી વધુ વાહન ડિટેઇન કરવામાં આવતા RTO દ્વારા આવા વાહનચાલકો પાસેથી નિયમ ભંગ કરવા બદલ લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જો કોઈ શો રૂમની અંદર મોડીફાઈડ સાયલેન્સર, ફિટિંગ કે વેચાણ થતું હોય તો તેમના વિરુદ્ધ RTO કાર્યવાહી કરી તેમનું TC સસ્પેન્ડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક જગ્યાએ શો-રૂમની અંદર આ પ્રકારે મોડીફાઈડ સાયલેન્સર ફિટ કરવામાં આવતા હોવાની ફરિયાદ છે, જેની સામે RTO દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે.

આ પણ વાંચો :-

GPSC અધ્યક્ષ હસમુખ પટેલની મોટી જાહેરાત, પરીક્ષાની તારીખ બદલાશે

0

GPSC અધ્યક્ષ હસમુખ પટેલે પોતાના X હેન્ડલ પર એક ટ્વીટ કરી 16 ફેબ્રુઆરી 2025માં રોજ લેવાનારી જીપીએસસી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને હવે આ તારીખને લઈને GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે.

GPSC પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને હવે આ તારીખને લઈને GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે એક મોટી જાહેરાત કરી છે.

રાજ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ, આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે, અને પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. હાલમાં, જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે 4,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

રામ ગોપાલ વર્માને સાત વર્ષ જૂના કેસમાં ત્રણ મહિનાની સજા, જામીનપાત્ર વૉરંટ

0

રામ ગોપાલ વર્મા નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમણે તાજેતરના સમયમાં કોઈ ફિલ્મ બનાવી નથી અને તેમની અગાઉની ફિલ્મો પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સારી કામગીરી કરી નથી.

બૉલિવૂડના દિગ્ગજ અને વિવાદાસ્પદ ફિલ્મ મેકર રામ ગોપાલ વર્મા તાજેતરમાં જ તેમની ફિલ્મ સત્યાની પુનઃપ્રદર્શનની ઉજવણી કરી રહ્યા છે. થોડા સમય પછી તેઓ મુંબઈમાં જોવા મળ્યા હતા. વિવાદાસ્પદ નિવેદનો માટે મોટાભાગે સમાચારમાં રહેનારા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

મીડિયા અહેવાલ મુજબ, મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે હવે આ વર્માને ચેક બાઉન્ડ કેસમાં ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. દિગ્દર્શકને મંગળવાર, 21 જાન્યુઆરીએ કોર્ટમાં સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા. આમ, કોર્ટે તેમના પર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ આરોપ મૂક્યો હતો. કોર્ટે ફરિયાદીને વળતર તરીકે 3.72 લાખ રૂપિયા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ કાયદો અપૂરતા ભંડોળ અથવા સંમત ચુકવણી રકમ કરતાં વધુ હોવાને કારણે ચેકના અનાદર સાથે સંબંધિત છે. વધુમાં, તેમની ધરપકડ માટે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

2018માં ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માની કંપની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રામ ગોપાલ વર્મા કેટલાક વર્ષોથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, કારણ કે તેમની ફિલ્મો પણ સારું પ્રદર્શન કરી રહી ન હતી. આ ઉપરાંત, તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન તેમની ઓફિસ પણ વેચવી પડી હતી. આ કિસ્સામાં ફિલ્મ નિર્માતાને વ્યક્તિગત ઓળખ બોન્ડ ભરીને અને 5,000 રૂપિયાની રોકડ જામીનની રકમ ચૂકવ્યા પછી જૂન 2022માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. રામ ગોપાલ વર્મા સત્યા, રંગીલા, સરકાર અને કંપની જેવી સફળ ફિલ્મો માટે જાણીતા છે.

આ પણ વાંચો :-

ગણતંત્ર દિવસ પરેડમાં જોવા મળશે INS સુરત, નિલગિરી અને વાઘશીરની ઝલક

0

ભારતીય નૌકાદળમાં તાજેતરમાં સામેલ કરાયેલા બે નવા યુદ્ધજહાજો– INS સુરત અને INS નિલગિરી તથા પંદુબ્બી INS વાઘશીરની ઝલક, કર્તવ્યપથ પર ગણતંત્ર દિવસની 76મી પરેડમાં સામેલ ઝાંખીઓમાં જોવા મળશે.

ઝાંખીમાં મુંબઈમાં એક અઠવાડિયા પહેલા જ લોન્ચ થયેલાં ત્રણેય યુદ્ધજહાજોને પ્રદર્શિત કરાશે અને આ ભારતીય નૌકાદળની શક્તિ તેમજ આત્મનિર્ભરતાની ભાવનાને ઉજાગર કરશે. અધિકારીઓએ જણાવ્યું કે નૌકાદળની મિશ્ર પેરેડ ટુકડી અને એક બેન્ડ પણ પરેડમાં ભાગ લેશે.

INS નિલગિરી પ્રોજેક્ટ 17એ સ્ટીલ્થ ફ્રિગેટ શ્રેણીનું મુખ્ય જહાજ છે, જે શિવાલિક શ્રેણીના યુદ્ધજહાજોમાં મહત્ત્વપૂર્ણ સુધારાને દર્શાવે છે. ભારતીય નૌકાદળના વોર્શિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલા અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવેલા INS નિલગિરીમાં આધુનિક સુવિધાઓ છે. તે MH-60R જેવા વિવિધ પ્રકારના હેલિકોપ્ટર્સના સંચાલન માટે સજ્જ છે.

પ્રોજેક્ટ 15બી સ્ટીલ્થ ડેસ્ટ્રોયર શ્રેણીનું ચોથું અને અંતિમ યુદ્ધજહાજ INS સુરત, કોલકાતા શ્રેણીના ડેસ્ટ્રોયર જહાજોની નવી પેઢીનો ભાગ છે. તેના ડિઝાઇન અને ક્ષમતામાં સુધારા કરવામાં આવ્યા છે અને તે નૌકાદળના સપાટી પર રહેનારા બેડાનો મહત્વપૂર્ણ ભાગ છે. INS નિલગિરીની જેમ જ આ જહાજ પણ વોર્શિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને MDLમાં તેનું નિર્માણ થયું છે.

INS વાઘશીર સ્કૉર્પિન શ્રેણીની પ્રોજેક્ટ 75 હેઠળ છઠ્ઠું અને અંતિમ યુદ્ધજહાજ છે. તે બહુહેતુક ડીઝલ-વિદ્યુત સંચાલિત જહાજ છે. આ ત્રણેય યુદ્ધજહાજોનું ડિઝાઇન અને નિર્માણ સંપૂર્ણપણે ભારતમાં કરવામાં આવ્યું છે, જે દેશના રક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં વધતી ક્ષમતાને રેખાંકિત કરે છે.

આ પણ વાંચો :-

૨૪ જાન્યુઆરી ૨૦૨૫ / શુક્રવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-
ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યનાં નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.
વૃષભઃ-
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.
‌મિથુનઃ-
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્યક્ષેત્રે આનંદ.
કર્કઃ-
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાની સાચવવું.
‌સિંહઃ-
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.
કન્યાઃ-
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.
તુલાઃ-
માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.
વૃ‌શ્ચિકઃ-
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.
ધનઃ-
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.
મકરઃ-
મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભફળદાયી નીવડે લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.
કુંભઃ-
નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.
મીનઃ-
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત લાવવાની તૈયારી

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે વોશિંગ્ટન ડીસીમાં તેમની પ્રથમ બેઠક દરમિયાન નવનિયુક્ત યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરી હતી. એસ જયશંકરે માર્કો રુબિયો દ્વારા ઉઠાવવામાં આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો અમેરિકા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોની ઓળખ કરે છે, તો ભારત હંમેશા તેમને પાછા લેવા માટે તૈયાર છે.

અમેરિકાએ પોતાના દેશમાં ગેરકાયદે રહેતા ૧૮ હજારથી વધુ ભારતીયોની સામે કાર્યવાહીની તૈયારી શરૂ કરી દીધી છે. આ તમામ લોકોને ભારત પરત લાવવા માટે અમેરિકા હાલ ભારત સાથે ચર્ચા કરી રહ્યું છે. જેમાં અમેરિકાએ ભારતની પણ મદદ માગી છે. આ સાથે જ અમેરિકાએ બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધને મજબૂત કરવા માટે પણ ચર્ચા કરી હતી.આ દિશા તરફ ટ્રમ્પ પણ વિચારી રહ્યા હોવાનો દાવો અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં કરવામાં આવ્યો હતો.

એસ જયશંકરે સ્પષ્ટતા કરી કે આ મુદ્દા પર ભારતનું વલણ “સુસંગત” અને “સિદ્ધાંતિક” રહ્યું છે. તેમણે આ વાત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને પણ સ્પષ્ટપણે કહી. જયશંકરે કહ્યું કે તેમને લાગે છે કે હાલમાં ચોક્કસ ચર્ચા ચાલી રહી છે અને પરિણામે સંવેદનશીલતા છે. પરંતુ ભારત સંસંગત રહ્યું છે. અમે આ અંગે સિદ્ધાંતવાદી રહ્યા છીએ. મેં આ વાત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને સ્પષ્ટ રીતે કહી દીધી છે.

વિદેશ મંત્રી જયશંકરે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવા માટે સહિયારી પ્રતિબદ્ધતા પર સંમતિ વ્યક્ત કરી. તેમણે પ્રાદેશિક મુદ્દાઓ અને યુએસ-ભારત સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની ચર્ચા કરી, ખાસ કરીને મહત્વપૂર્ણ અને આધુનિક ટેકનોલોજીઓ, સંરક્ષણ સહયોગ, ઊર્જા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને આગળ વધારવાની વાત કરી છે. સેક્રેટરી રુબિયોએ ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત સાથે આર્થિક સંબંધોને આગળ વધારવા અને અનિયમિત ઇમિગ્રેશન સંબંધિત ચિંતાઓને દૂર કરવાની ઇચ્છા પર જણાવી છે.

આ પણ વાંચો :-