Home Blog Page 539

મધ્યપ્રદેશના જબલપુરમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત

0

મધ્યપ્રદેશના જબલપુરના તિમરી ગામમાં સોમવારે બે પરિવારો વચ્ચે ખૂની સંઘર્ષ થયો હતો જેમાં 4 લોકોની હત્યા કરી નાખવામાં આવી અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 9.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે સાહુ પરિવારના સભ્યોએ લાંબા સમયથી ચાલતી અદાવતમાં પાઠક અને દુબે પરિવારો પર તલવારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

ASP (ગ્રામીણ) સૂર્યકાંત શર્માના જણાવ્યા અનુસાર, ત્રણ પીડિતોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચોથાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મૃતકોની ઓળખ પાઠક પરિવારના સતીશ અને મનીષ પાઠક અને દુબે પરિવારના અનિકેત અને સમીર દુબે તરીકે થઈ છે. અન્ય બે વિપિન અને મુકેશ દુબેને ઈજાઓ પહોંચી છે અને તેઓ સારવાર લઈ રહ્યા છે.

મૃતક પાઠક ભાઈઓના પિતા ગણેશ પાઠકે જણાવ્યું હતું કે બન્ને પરિવારો વચ્ચે પત્ત રમવા બાબતે થયેલા ઝગડા બાદ સ્થિતિ હિંસક બની હતી અને સાહુ પરિવારના સભ્યોએ પાઠક અને દુબે પરિવારોના સભ્યો પર લાકડીઓ અને બીજા સાધનો વડે હુમલો કર્યો હતો જેમાં 4 લોકોના મોત થયાં હતા તથા ઘણા ઘાયલ થયાં હતા. કથિત રીતે કાલુ તરીકે ઓળખાતા એક યુવકે નશો કરેલી હાલતમાં ઝગડો કરતાં હિંસા વધી હતી. પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને પૂછપરછ માટે કેટલાક લોકોની અટકાયત કરી છે.

આ પણ વાંચો :-

સ્પેસ સ્ટેશનથી મહાકુંભ કેવો દેખાય છે?, NASAના એસ્ટ્રોનોટે શેર કર્યા ફોટા

0

વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં ભાગ લેવા માટે ત્રિવેણી સંગમ પર લાખો શ્રદ્ધાળુઓ રોજ આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશ સૂચના વિભાગ અનુસાર 26 જાન્યુઆરી 2025 રવિવાર એટલે કે ગઇકાલ સુધીમાં 13.21 કરોડથી પણ વધારે ભક્તો પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે, આ આંકડા રોજ વધી રહ્યા છે તે વચ્ચે નાસાના અંતરીક્ષ યાત્રી ડૉન પેટિટે અવકાશમાંથી ખૂબ જ અદ્ભૂત પ્રયાગરાજની તસવીરો શેર કરી છે.

આ આંકડો સતત ઝડપથી વધી રહ્યો છે. આ દરમિયાન નાસા (NASA)ના અંતરિક્ષ યાત્રી ડોન પેટિટ (Don Pettit)એ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS)માંથી મહાકુંભના ફોટા એક્સ પર શેર કર્યા છે. પેટિટ દ્વારા લેવામાં આવેલી તસવીરમાં સંગમ નગરી પ્રયાગરાજ પ્રકાશથી ઝગમગતી દેખાય છે।

ઉત્તર પ્રદેશ માહિતી વિભાગના જણાવ્યા મુજબ, 26 જાન્યુઆરી 2025 સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં ભાગ લેવા માટે ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાળુઓનું આવતા રહેવું ચાલુ છે।

દિવ્ય અને ભવ્ય મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટશે. આ માટે સુરક્ષાનું મહાપ્લાન બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ અને સ્નાનાર્થીઓની દેખરેખ જલ, થલ અને આકાશમાંથી રાખવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય સ્થિતિ ન ઉદ્દભવે.

સંગમ તટને નોન-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. જો કોઈ ડ્રોન ઉડશે, તો તેને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે. સાથે જ ટિથર ડ્રોનની મદદથી સુરક્ષા, ટ્રાફિક અને ભીડનું મેનેજમેન્ટ વધુ સારું બનાવવામાં આવશે।

આ પણ વાંચો :-

સુરતની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં DEO શાળાને ફટકારી નોટિસ

સુરતના ગોડાદરામાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. આપઘાતને અઠવાડિયું થઈ ગયું છે. તેમ છતાં તપાસના નામે DEO અને સ્થાનિક પોલીસ માત્ર તપાસના નામે દેખાવ કરી રહી છે. તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે આજે રાજસ્થાન પરિવારના લોકો પોલીસ કમિશનરને રજૂવાત કરવા પહોંચ્યા છે. જ્યાં તેમણે શાળાને કેમ છાવરવામાં આવી રહી છે તેવા આક્ષેપો કર્યા છે.

આ સમગ્ર મામલે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને નોટીસ ફટકારી છે. તેમજ શાળા પાસે પોતાનું મેદાન પણ નથી. તેમજ ગંભીર બાબતને લઈ જીલ્લા શિક્ષણ વિભાગે શાળાને નોટિસ ફટકારી છે. તેમજ ગંભીર ભૂલ બદલ શાળાની માન્યતા કેમ રદ્દ ન કરવી તેનો ખુલાસો માંગ્યો છે.

સુરતના ગોડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં તપાસ DEOએ 5 સભ્યોની સમિતિ બનાવી હતી. જેમાં સમિતિ પોતાનો રિપોર્ટ આપશે પછી કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે સુરત DEOએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીએ અગાઉ દોઢ વર્ષ સુધી અભ્યાસ છોડ્યો હતો. વિદ્યાર્થિનીનું આદર્શ પબ્લિક સ્કૂલમાં પહેલું વર્ષ હતું. વિદ્યાર્થિની અને તેની બહેન બંનેની ફી બાકી હતી એ હકીકત છે. ત્યારે વિદ્યાર્થિની 11 જાન્યુઆરીથી સતત ગેરહાજર રહેતી હતી. ત્યારે DEO અને પોલીસની ટીમની સતત તપાસ ચાલી રહી હોવાનો દાવો કર્યો છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે (21 જાન્યુઆરી) આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચું કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

ઉત્તરાખંડમાં UCC લાગુ, દેશનું પ્રથમ રાજ્ય બન્યું: CM પુષ્કર સિંહે કરી જાહેરાત

0

ઉત્તરાખંડ સ્વતંત્ર ભારતનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવી છે. UCC અથવા યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ સાથે, રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, લિવ-ઇન રિલેશનશિપથી લઈને વારસા સુધી ઘણું બધું બદલાઈ ગયું છે. હવે ઉત્તરાખંડમાં દરેક ધર્મના નાગરિકો માટે સમાન કાયદા લાગુ થશે. અત્યાર સુધી, લગ્ન, છૂટાછેડા અને વસિયતનામા જેવા મામલાઓમાં અલગ અલગ પર્સનલ લો નિયમો લાગુ પડતા હતા.

હવે ઉત્તરાખંડમાં, લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો જેવા મામલાઓ UCC દ્વારા નિયમિત કરવામાં આવશે. યુસીસીએ ઇસ્લામમાં પ્રચલિત હલાલા પર રોક લગાવી છે, હવે બહુવિધ લગ્નો પણ ગેરકાયદેસર છે. લગ્નની ઉંમર સમાન હશે અને છૂટાછેડા માટેના આધાર અને પ્રક્રિયા બધા ધર્મોના લોકો માટે સમાન હશે.

ઉત્તરાખંડમાં UCC અમલીથી શું ફેરફારો થશે તે પણ જાણો…

  • હવે તમામ ધાર્મિક સમુદાયોમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને વારસા માટે સમાન કાયદો હશે. લગ્નનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત રહેશે.
  • લગ્નના છ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. 26 માર્ચ, 2010 પહેલાના લગ્નોનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નહીં રહે.
  • રજિસ્ટ્રેશન ન કરવા બદલ વધુમાં વધુ પચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જો તમે રજિસ્ટ્રેશન નહીં કરો તો તમને સરકારી સુવિધાઓનો લાભ નહીં મળે.
  • મહિલાઓને પણ પુરુષોની જેમ છૂટાછેડા લેવાનો અધિકાર હશે. પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર હશે અને કાયદેસર અને ગેરકાયદેસર બાળકોમાં કોઈ મતભેદ રહેશે નહીં.
  • કોઈપણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાયના લોકોને છૂટાછેડાનો એક સમાન કાયદો લાગુ પડશે. હાલમાં દેશમાં દરેક ધર્મ અનુસાર આ કેસોનો નિકાલ થાય છે.
  • હવેથી ઉત્તરાખંડમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાગશે. છોકરીઓના લગ્નની ઉંમર જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે. લગ્ન કરવા માટે છોકરીઓની ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે.
  • UCC લાગુ થવાથી ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ થવા જઈ રહી છે. વળી, હવેથી વારસામાં છોકરીઓને પણ છોકરાઓની સમકક્ષ ગણવામાં આવશે.
  • કપલ માટે તેમના લિવ-ઈન રિલેશનશિપની રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જો કોઈ દંપતીની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોય, તો તેઓએ રજિસ્ટ્રેશન દરમિયાન તેમના માતાપિતા પાસેથી સંમતિ પત્ર પણ આપવો પડશે.
  • અનુસૂચિત જનજાતિને UCCના નિયમો અને કાયદામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે. આ સિવાય ટ્રાન્સજેન્ડર અને ધાર્મિક બાબતો જેમ કે પૂજાના નિયમો અને પરંપરાઓ સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યા નથી.

ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં UCC લાગુ કરવાનું વચન આપ્યું હતું. ચૂંટણીમાં વિજય પછી, 22 માર્ચ 2022 ના રોજ પ્રથમ કેબિનેટ બેઠકમાં, UCC પર નિષ્ણાત પેનલના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. 27 મે, 2022 ના રોજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળ એક પેનલની રચના કરવામાં આવી હતી, અને તેમને UCCનો મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ઉત્તરાખંડમાં સમાજના વિવિધ વર્ગો સાથે ચર્ચા કર્યા પછી, દેસાઈ સમિતિએ દોઢ વર્ષમાં ચાર ખંડોમાં એક ડ્રાફ્ટ તૈયાર કર્યો. તેને 2 ફેબ્રુઆરી 2024 ના રોજ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યું હતું. આ પછી તેને ઉત્તરાખંડ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું. માર્ચ 2024 માં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને મંજૂરી આપી.

ભૂતપૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંહાના નેતૃત્વમાં બીજી નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિને કાયદાના નિયમો નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સિંહા સમિતિએ ગયા વર્ષના અંતમાં સરકારને આ અહેવાલ સુપરત કર્યો હતો. રાજ્ય મંત્રીમંડળે મુખ્યમંત્રીને યુસીસીના અમલીકરણ માટે તારીખ નક્કી કરવા માટે અધિકૃત કર્યા. સીએમ પુષ્કર સિંહ ધામીએ 27 જાન્યુઆરી 2025 થી તેનો અમલ કરવાની જાહેરાત કરી.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે?

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો તેનો અમલ થશે તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ-ઇન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. લગ્નની સાથે સાથે લિવ-ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

આ પણ વાંચો :-

સંગમમાં ગૃહમંત્રી અમિત શાહે લગાવી શ્રદ્ધાની ડૂબકી

0

ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભ પહોંચ્યા બાદ સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી અને બાબા રામદેવે પણ ગૃહમંત્રીની સાથે ડૂબકી લગાવી હતી. આ દરમિયાન ત્યાં હાજર સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું.

મહાકુંભમાં પહોંચતા પહેલા શાહે લખ્યું- હું સંગમમાં સ્નાન કરવા આતુર છું. શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ તમામ ઘાટ પર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.

મહાકુંભમાં આજે ધર્મ સંસદ બોલાવવામાં આવી છે. જેમાં સનાતન બોર્ડની રચનાની જાહેરાત કરવામાં આવશે. ચાર શંકરાચાર્ય, 13 અખાડા અને હજારો ઋષિ-મુનિઓ આ નિર્ણયને મંજૂરી આપશે. સનાતન બોર્ડમાં દેશભરના 200 મુખ્ય મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માર્ગદર્શક મંડળના પ્રમુખ મહામંત્રી સહિત તમામ અધિકારીઓ પસંદ કરી લેવામાં આવ્યા છે.

હવે સ્ટીમર દ્વારા સંગમ જવાના છે. તેણે સાઇબેરીયન પક્ષીઓને અનાજ ખવડાવ્યું. જુના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ સહિત અન્ય ઘણા સંતોની મુલાકાત કરી હતી. ઉલ્લેખનિય છે કે તેઓ ડૂબકી લગાવ્યાં બાદ સ્નાન કર્યા પછી, સ્ટીમર દ્વારા કિલા ઘાટ પર જશે, અક્ષય વટના દર્શન કરશે. બપોરે 1.45 કલાકે જુના અખાડા પહોંચશે. ઋષિ-મુનિઓ સાથે મુલાકાત અને ભોજન કરશે. જુના અખાડામાં દોઢ કલાક એટલે કે બપોરે 3.15 વાગ્યા સુધી રહેશે. આ પછી તેઓ દિલ્લી રવાના થશે.

મહાકુંભમાં પહોંચતા પહેલા શાહે લખ્યું- “હું સંગમમાં સ્નાન કરવા આતુર છું”. શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ તમામ ઘાટ પર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજ પહોંચી ગયા છે. તેઓ સીએમ યોગી સાથે મહાકુંભમાં ડૂબકી લગાવશે. જુના અખાડામાં સંતો-મુનિઓ સાથે ભોજન કરશે. શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે.

આ પણ વાંચો :-

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી

0

શેરબજારમાં મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટી પણ 23000નું લેવલ તોડી 257.35 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો, અમેરિકાની નીતિ અંગે અનિશ્ચિતતાઓ, એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત પ્રોફિટ બુકિંગના બજેટ પહેલાં સાવચેતી સહિતના કારણોસર સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે ખૂલ્યા બાદ 10.39 વાગ્યે 842.46 પોઈન્ટ તૂટી 75348.06ના તળિયે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ 22826ની લો સપાટીએ પહોંચ્યો હતો.

આ ઘટાડો ભારતીય બજારમાં સાવધાનીનો સંકેત છે, રોકાણકારો બજેટ 2025ને લઈને સાવધાન જણાય છે, જેના કારણે બજારમાં દબાણ અને નબળાઈ જોવા મળી રહી છે. મહત્વનું છે કે, ગયા સપ્તાહે બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ 329 પોઈન્ટ ઘટીને 76,190 પર બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 113 પોઈન્ટ ઘટીને 23,092 પર બંધ થયો હતો.

સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં રોકાણકારો આજે ધોવાયા છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 4 ટકા અર્થાત 2047 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડેક્સમાં સામેલ 924 શેર કડડભૂસ થયા હતા. માત્ર 13 શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ પણ 1085.25 પોઈન્ટ તૂટ્યો હતો.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમા GBS વાઇરસના 102 નવા કેસો, એકનું મોત

0

મહારાષ્ટ્રમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) ના કારણે પ્રથમ મોત નોંધાયું છે. આ ઘટના સોલાપુરમાં બની છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના કુલ 101 કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના કેસ પુણે અને પિંપરી-ચિંચવાડમાંથી છે. પુણે આ વાયરસનું કેન્દ્ર બન્યું છે.

સોલાપુરમાં ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ગુઇલેન-બેરે સિન્ડ્રોમથી પીડિત શંકાસ્પદ વ્યક્તિનું મૃત્યુ થયું, એમ એક આરોગ્ય અધિકારીએ સોમવારે (27 જાન્યુઆરી) જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના 101 કેસ નોંધાયા છે. આમાંથી 81 દર્દીઓ પુણેના, 14 દર્દીઓ પિંપરી ચિંચવાડ એમસીના અને 6 દર્દીઓ અન્ય જિલ્લાના છે. પુણે આ વાયરસનું કેન્દ્ર છે. એક અધિકારીએ વિગતો આપ્યા વિના કહ્યું કે સોલાપુરનો રહેવાસી આ વ્યક્તિ પુણે આવ્યો હતો. એવી શંકા છે કે તેને પુણેમાં ચેપ લાગ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમનું મૃત્યુ સોલાપુરમાં થયું. રિપોર્ટ મુજબ, પુણેમાં 16 GBS દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે.

“રવિવારે પુણેમાં GBS ના કુલ કેસોની સંખ્યા વધીને 101 થઈ ગઈ. ચેપગ્રસ્ત લોકોમાં 68 પુરુષો અને 33 મહિલાઓનો સમાવેશ થાય છે. આમાંથી 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે. સોલાપુરમાં એક વ્યક્તિનું મોત થયું,” રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું.

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ અસરગ્રસ્ત સિંહગઢ રોડ વિસ્તારોમાં ચેપના કેસોનું નિરીક્ષણ કરી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 25,578 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. આમાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા 15,761 ઘરો, ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા 3719 ઘરો અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવતા 6098 ઘરોનો સમાવેશ થાય છે.

“નોરોવાયરસ GBS ને ઉત્તેજિત કરી શકે છે. આ વાયરસ ગેસ્ટ્રોએન્ટેરિટિસ (પેટ ખરાબ થવા) ના કેસોનું મુખ્ય કારણ છે. તે કોઈપણ ઉંમરના લોકોને અસર કરી શકે છે અને તે જીવનભર ટકી શકે છે,” તે બાળક માટે ખતરનાક બની શકે છે. GBS નો કોઈ કાયમી ઈલાજ નથી. તેના લક્ષણો જેમ કે નબળાઈ, કળતર અથવા પગમાં નિષ્ક્રિયતા આવે છે તે હાથમાં ફેલાઈ શકે છે. લક્ષણો અઠવાડિયા સુધી રહી શકે છે, પરંતુ મોટાભાગના દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં લાંબા ગાળાની અસરો થઈ શકે છે.”

આ પણ વાંચો :-

ગુજરાતમાં હથિયાર સપ્લાય કરનાર વોન્ટેડ શખ્સ પકડાયો, 10 વર્ષથી હતો વોન્ટેડ

0

રાજકોટમાં 10 વર્ષ પૂર્વે થયેલી ચકચારી રિપલ ચનિયારા કત્યાકેસમાં કથિયાર સપ્લાય કરનાર અને છેલ્લા 10 વર્ષથી ગુજરાત ભરમાં કથિયાર પુરા પાડનાર મધ્ય પ્રદેશના રાખ્સને કાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. પકડાયેલો આ શખ્સ રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને એટીએસના ચોપડે છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ હતો. જેની ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશથી ધરપડ કરી છે.

મળતી વિગતો મુજબ, રાજકોટ સહિત ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે હથિયાર સપ્લાય કરનાર અને ઍટીએસ તેમજ જૂનાગઢ અને રાજકોટ પોલીસ ચોપડે છેલ્લા 10 વર્ષથી ફરાર મધ્યપ્રદેશના ખંડવાની જિલ્લાના પાનસેમલ તાલુકાના ઑસવાડા ગામના પ્રિતમસીંગ નીમસીંગ ભાટિયા ઉ.વ. 54 મધ્યપ્રદેશના એક વિસ્તારમાં કોવાની ચોક્કસ બાતમીના આધારે કાઈમ બ્રાંચના PSI એએન પરમાર અને એમ.કે. મોવલિયાની ટીમે આ શખ્સને પકડવા માટે ગુપ્ત ઓપરેશન પાર પાડી તેની ધરપકડ કરી હતી.

રાજકોટમાં વર્ષ 2015માં થયેલી ચકચારી રિપલ ચનિયારા મર્ડર કેસમાં ડથિયાર પ્રિતમસિંગે આપ્યા હતાં. વાવડીમાં દુકાન ધરાવતા વેપારી રિપલ બાબુ ચનિયારાની કણકોટ રોડ પર ફાયરીંગ કરીને કત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં તેની પત્ની અને સોપારી આપનાર શખ્સ વચ્ચેના આડા સબંધ કારણભૂત હોવાનું જે તે વખતે બકાર આવ્યું હતું.

રિપલની ભાડુતી મારાઓ પાસે હત્યા કરાવ્યા બાદ પોતે પકડાઈ જશે તેવા કરથી અનિલ માકડિયાએ પણ જાતે ફાયરીંગ કરી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં રિપલની પત્ની હર્ષિદા અને રિપલને મોતને ઘાટ ઉતારવા માટે 20 લાખની સોપારી આપનાર દર્શક અનિલમ કાકડિયા વચ્ચે સબંધ હતાં. રિપલની હત્યા બાદ ડર્ષિદા સાથે લગ્ન કરવા તે ઈચ્છતો હતો જેથી આ કાંડને અંજામ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

સુરતમાં વિદ્યાર્થિની આપઘાતના મામલે ABVPનો વિરોધ પ્રદર્શન

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થિનીના આપઘાત બાદ આજે (25 જાન્યુઆરી) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીના પરિવારના આક્ષેપ મુજબ, સ્કૂલ સંચાલકો દ્વારા ફી ભરવાના દબાણને કારણે વિદ્યાર્થીની આઘાતજનક પગલું ભરવા મજબૂર થઈ હતી.

ધોરણ 8ની વિદ્યાર્થિની આપઘાત મામલે AVBP દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્કૂલ ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 14 વર્ષીય કિશોરીને પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હતી. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. હાલ શાળા બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ શાળા બહાર પહોંચી ગયા છે.

માહિતી અનુસાર, આદર્શ શાળાનાં ટ્રસ્ટીએ કહ્યું હતું કે, વિદ્યાર્થિનીને કોઈ તકલીફ થઈ હતી એટલે બેસાડી હતી. વિદ્યાર્થિનીને પેટમાં દુ:ખાવો થતાં તેણીને બેસાડી રાખવામાં આવી હતી. ફી મુદ્દે વાલી સાથે વાત કરી હતી, વિદ્યાર્થિનીને હેરાન નહોતી કરી. જ્યારે શાળાનાં આચાર્યે કહ્યું કે, ફી બાકી હતી એટલે નીચે ઓફિસમાં બોલાવી હતી. ત્યારબાદ ફી મુદ્દે વિદ્યાર્થિનીનાં વાલી સાથે વાત કરી હતી. જો કે, આ મામલે તટસ્થ તપાસ થાય તો મસમોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ 21 જાન્યુઆરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચું કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

રાષ્ટ્રપતિ દ્વારા પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી કરાશે સન્માનિત

0

પ્રજાસત્તાક દિવસ 2025ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને વિરતા/સેવા(શૌર્ય) પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરાઈ છે. આમાં 95 સૈનિકોને શૌર્ય ચંદ્રક, 101 ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક, 746 ને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્વારા 942 સૈનિકોનું સન્માન કરવામાં આવશે. આમાંથી 95 સૈનિકોને શૌર્ય પુરસ્કાર, 101 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 સૈનિકોને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવામાં આવશે. બહાદુરી પુરસ્કાર મેળવનારા 95 સૈનિકોમાં 78 પોલીસકર્મી અને 17 ફાયર વિભાગના કર્મચારીઓ છે. 101 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. આમાં 85 પોલીસ સેવા, 05 ફાયર સેવા, 07 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ અને 04 કરેક્શનલ સર્વિસ કર્મચારીઓના નામ શામેલ છે.

શૌર્ય ચંદ્રક (GM) ને અનુક્રમે જીવન અને મિલકત બચાવવા અથવા ગુના અટકાવવા અથવા ગુનેગારોની ધરપકડ કરવામાં, સંબંધિત અધિકારીની જવાબદારીઓ અને ફરજોને ધ્યાનમાં રાખીને થતા જોખમનો અંદાજ લગાવવામાં આવતા, રેર કોન્સ્પિક્યુસ એક્ટ ઓફ ગેલેન્ટ્રી અને કોન્સ્પિક્યુસ એક્ટ ઓફ ગેલેન્ટ્રીના આધારે એનાયત કરવામાં આવે છે. 95 શૌર્ય પુરસ્કારોમાંથી મોટાભાગના, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોના 28 કર્મચારીઓ, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના 28 કર્મચારીઓ, ઉત્તર-પૂર્વના 03 કર્મચારીઓ અને અન્ય પ્રદેશોના 36 કર્મચારીઓને તેમની બહાદુરીભરી કામગીરી માટે એનાયત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-