Home Blog Page 539

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સાંસદ શત્રુધ્ન સિંહા કેજરીવાલ માટે કરશે પ્રચાર

0

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ નજીક આવતી જાય છે તેમ દરેક પક્ષ લોકોને રિઝવવામાં કોઇ કસર છોડવા નથી માગતો. એવામાં આપ પાર્ટીને સમર્થન પણ વધી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પ. બંગાળના તૃણમુલ કૉંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીએ પણ આપ પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે.

એમ જાણવા મળ્યું છે કે સમાજવાદી પાર્ટી તેના કેટલાક સાંસદો અથવા નેતાઓને આપ માટે પ્રચાર કરવા મોકલી શકે છે. TMC અને SP ઉપરાંત મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP (SP) એ પણ આપને ટેકો આપ્યો છે. તેઓ બધા માને છે કે કેજરીવાલની આપ પાર્ટી કોંગ્રેસ કરતાં દિલ્હીમાં ભાજપને હરાવવા માટે ઘણી સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દિલ્હીમાં AAP માટે પ્રચાર કરવા માટે સાંસદ અને અભિનેતા શત્રુધ્ન સિંહાને ઉતારવાનો નિર્ણય લીધો છે. તૃણમુલ કૉંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીના રોજ નિર્ધારીત વિધાનસભાની ચૂંટણી માટે આસનસોલથી ટીએમસીના સાંસદ શત્રુધ્ન સિંહા પ્રચાર કરશે. શત્રુધ્ન સિંહા પહેલી અને બીજી ફેબ્રુઆરીના રોજ ત્રણ મતવિસ્તારોમાં AAP માટે પ્રચાર કરશે.

TMCના સાંસદ શત્રુધ્ન સિંહા જે ત્રણ મતવિસ્તારોમાં પ્રચાર કરશે તેમાં અરવિંદ કેજરીવાલની નવી દિલ્હીની બેઠક, મુખ્ય પ્રધાન આતિશીની કાલકાજી બેઠક અને મનીષ સિસોદિયાની જંગપુરા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

મહાકુંભ બાદ હવે અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ, રામ મંદિર ટ્રસ્ટે કરવી પડી આ ખાસ અપીલ

0

પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં ભાગ લે તેવી શક્યતા છે.

દેશના અલગ-અલગ ખૂણેથી પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે શ્રદ્ધાળુઓની ભીડ અયોધ્યા તરફ પણ વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભક્તોની આ વધતી ભીડને ધ્યાનમાં રાખીને ખાસ અપીલ કરી છે.

ચંપત રાયે એક પત્ર જારી કરીને કહ્યું કે, ‘પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે ‘મુખ્ય સ્નાન’ (મુખ્ય સ્નાન અનુષ્ઠાન) 29 જાન્યુઆરીના રોજ થશે.’ આ શુભ દિવસે પ્રયાગરાજમાં લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવશે એવો અંદાજ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી અયોધ્યા ટ્રેન અને રોડ માર્ગે પણ મુસાફરી કરી રહ્યા છે.’

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે આગળ કહ્યું કે, ‘છેલ્લા 3 દિવસમાં અયોધ્યા આવતા ભક્તોની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે. અયોધ્યા ધામની વસ્તી અને કદને ધ્યાનમાં લેતા એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ભક્તોને ભગવાન શ્રી રામલલાના દર્શન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે. લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે વ્યવસ્થામાં જરૂરી ગોઠવણો કરવામાં આવી રહી છે. ભક્તોને લાંબા અંતર સુધી ચાલવાની પણ જરૂર પડી રહી છે.

ટ્રસ્ટના મહામંત્રીએ કહ્યું, છેલ્લા ત્રણ દિવસથી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં રામલલાના દર્શન કરી શકે તે ખૂબ મુશ્કેલ છે. તેથી ભક્તોને પરેશાની થઈ શકે છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના રોકવી જરૂરી છે. શ્રદ્ધાળુઓ પગપાળા આ રહ્યા છે. અડોશ-પડોશમાં રહેતા શ્રદ્ધાળુઓ 20 દિવસ બાદ અયોધ્યામાં દર્શન માટે પધારે તેવી અમારી વિનંતી છે. વસંત પંચમી બાદ ફેબ્રુઆરી મહિનામાં રાહત રહેશે તથા હવામાન પણ સ્વચ્છ રહેશે.

આ પણ વાંચો :-

ચીનના AI મોડેલે દુનિયાભરમાં મચાવી હલચલ, જાણો ‘DeepSeek V3’ની ખાસિયતો

ચીનના AI મોડેલે દુનિયાભરમાં ધમાકો મચાવ્યો છે. જાન્યુઆરી 2025માં ચીનની ડીપસીક એઆઈ લેબે તેનો નવો AI મોડેલ DeepSeek-V3 લોન્ચ કર્યો છે. નવા ડીપસીક-વી3એ પોતાના લોન્ચ સાથે જ વૈશ્વિક ટેક્નોલોજી જગતને હચમચાવી દીધું છે. ચીનના ‘ChatGPT’ મોડેલે અમેરિકાની IT દિગ્ગજ કંપનીઓને મુશ્કેલીમાં મૂકી દીધી છે, કારણ કે આ મોડેલે કૃત્રિમ બુદ્ધિમત્તામાં અમેરિકાને પાછળ મૂકીને નંબર 1નો ખિતાબ મેળવી લીધો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, OpenAI, Meta અને Google જેવી કંપનીઓ અમેરિકામાં AI વિકાસમાં આગળ રહી છે. પરંતુ હવે ચીને DeepSeek-V3ને લઈને મોટું દાવ રમ્યું છે. DeepSeek-V3 એ એવો મોડેલ છે જે દુનિયાના શ્રેષ્ઠ AI સિસ્ટમ્સને ટક્કર આપે છે અને તે પણ ઘણી ઓછી બજેટમાં.

રોચક વાત એ છે કે, ચીનના DeepSeek-V3 મોડેલનું લોન્ચ surprisesથી ભરેલું છે, કારણ કે અમેરિકા એ ચીનના વિકાસને ધીમું કરવા માટે NVIDIAના શક્તિશાળી ચિપસેટ જેવા મુખ્ય AI હાર્ડવેરનો ઉપયોગ કરવાની પરવાનગી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પડકારો છતાં, ડીપસીકે સાબિત કરી બતાવ્યું છે કે નવીનતા કોઈ પણ પરિસ્થિતિમાં શક્ય છે.

DeepSeek-V3 વિશિષ્ટ છે કારણ કે તે અન્ય AI મોડલ જેવું જ પ્રદર્શન આપે છે, પરંતુ તે બનાવવામાં ખૂબ ઓછો ખર્ચ થાય છે. આ ચીનના અદ્યતન હાર્ડવેર પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં મહત્ત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, સ્પર્ધાત્મક AI સિસ્ટમ બનાવવા માટે અબજ ડોલર જરૂર પડે છે, અને ડીપસીકની સફળતા એ દર્શાવે છે કે મર્યાદિત બજેટ સાથે પણ સશક્ત AI મોડલ વિકસાવવું શક્ય છે. સૌથી મોટી વાત એ છે કે DeepSeek-V3 ઓપન-સોર્સ છે, જેનો અર્થ એ છે કે વિશ્વભરના ડેવલપર તેને ઉપયોગમાં લઈ શકે છે, ખાસ કરીને તે સ્થળોએ જ્યાં મોંઘા AI ટૂલ્સમાં રોકાણ કરવું મુશ્કેલ છે.

DeepSeek-V3નું લોન્ચિંગ અત્યંત મહત્વપૂર્ણ છે. અમેરિકાએ ચીનને પ્રભાવશાળી AI ચિપ્સની ઉપલબ્ધતા અટકાવવા માટે લાંબા સમયથી પ્રતિબંધ મૂક્યા હતા, પરંતુ DeepSeek-V3ની સફળતાએ દર્શાવ્યું કે આ પ્રતિબંધોથી તે પરિણામ મળ્યું નહીં જેની અમેરિકાને અપેક્ષા હતી. ડીપસીકના ઈજનેરો મહંગા હાર્ડવેર પર આધાર રાખવાના બદલે, મોજૂદ ટેક્નોલોજીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નવી રીતો શોધી.

DeepSeek-V3 એ દુનિયામાં ચાલી રહેલી AI દોડમાં બદલાવ લાવવાનો સંકેત છે. જ્યારે અમેરિકાની કંપનીઓ AI વિકસાવવાનું કામ ચાલુ રાખશે, ત્યારે ડીપસીકની સફળતા એ દર્શાવે છે કે કઠોર નિયમો વચ્ચે પણ નવીનતા શક્ય છે. નવા મોડેલ સાથે, હવે અમેરિકાએ AIમાં સતત રોકાણ કરવાની જરૂર છે અને સમયમર્યાદામાં નવી સૃષ્ટિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ચિંતિત થવું પડશે.

આ પણ વાંચો :-

ઝાંસીથી પ્રયાગરાજ જતી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર કરાયો પથ્થરમારો

0

મધ્યપ્રદેશના છત્તરપુર રેલવે સ્ટેશન પર હંગામો થયો. મહાકુંભ જનારી ટ્રેન પર પથ્થર મારો કરાયો. ટ્રેનના તમામ બારી-બારણાં બંધ હોવાથી નારાજ થયેલા મુસાફરોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો. આ ટ્રેન મહાકુંભ માટે જઈ રહી હતી. આવતીકાલે મૌની અમાવસ્યાના કારણે, વિવિધ સ્થળોએથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે લગભગ 1 વાગ્યે ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. અહીં ટોળાએ અચાનક ટ્રેન પર હુમલો કર્યો. જેના કારણે ટ્રેનની અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા. હુમલાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડમાંથી લોકો ટ્રેનની બોગી પર પથ્થરમારો કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ ટ્રેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે લોકો અંદર પ્રવેશી શક્યા નહીં, ત્યારે તેઓએ દરવાજા અને બારીઓ તોડી નાખી.

આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રેલવે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ઘણી ટ્રેનો મોડી પડી હતી. છતરપુર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વાલ્મિક ચૌબેએ જણાવ્યું હતું કે, છતરપુર રેલ્વે સ્ટેશન પર ફાટક ન ખોલવાને કારણે રાત્રે લગભગ 1 વાગ્યે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને તોડફોડ કરી.

આ પણ વાંચો :-

યુપીના બાગપતમાં નિર્વાણ મહોત્સવ દરમિયાન સ્ટેજ ધરાશાયી, 5ના મોત, 30થી વધુ ઘાયલ

0

ઉત્તર પ્રદેશના બગવતમાં નિર્વાણ મહોત્સવમાં સ્ટેજ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે 30થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક લોકોના મોત પણ થયા છે, પરંતુ પ્રશાસને હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

બગવતના બારૌતમાં જૈન નિર્વાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ભારે ભીડ આવી હતી, પરંતુ કાર્યક્રમમાં રાજ્ય ભંગાણના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાઓ, પુરૂષો અને બાળકો તમામ ઘાયલ થયા છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત બાદ એમ્બ્યુલન્સ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઈજાગ્રસ્તોને ઈ-રિક્ષા મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા.

મૃતકોની ઓળખ તરસ પાલ જૈન (75) અમિત (40), ઉષા (65) અને અરુણ તરીકે થઈ છે. હાલમાં ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ છે, તેથી મૃત્યુ આંક વધવાની શક્યતા વહીવટી તંત્રએ વ્યક્ત કરી છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને રાહત કાર્ય ઝડપી બનાવવાની સૂચના આપી છે તેમજ ઘાયલોની યોગ્ય સારવાર માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે ઘાયલોના જલ્દી સાજા થવાની પણ કામના કરી હતી.

આ પણ વાંચો :-

ગુરમીત રામ રહીમ ફરી પેરોલ પર જેલ બહાર આવ્યો, ભક્તોને આપ્યો ખાસ સંદેશ

0

બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર આવ્યો છે, કોર્ટે ફરી તેને પેરોલ પર છોડ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે મંગળવારે સવારે જેલમાંથી બહાર આવ્યો.

2017 માં સજા ફટકાર્યા પછી અને રોહતકની સુનારિયા જેલમાં ગયા પછી, ગુરમીત રામ રહીમ 11 વખત જેલમાંથી બહાર આવ્યો, પરંતુ 8 વર્ષમાં તે સિરસા ડેરામાં આવી શક્યો નહીં. કારણ કે તેને આ ડેરામાં જવાની પરવાનગી મળી ન હતી, પરંતુ હવે 12મી વખત પેરોલ મળ્યા બાદ ગુરમીત રામ રહીમને સિરસા ડેરામાં રહેવાની પરવાનગી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરમીત રામ રહીમને સિરસા ડેરામાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, શરત એ હતી કે તેઓ કોઈ ધાર્મિક વિધિ કરશે નહીં અને ભક્તો સાથે સંપર્ક કરશે નહીં. તેથી, શિબિર પહોંચતાની સાથે જ તેણે ભક્તો માટે એક વીડિયો મેસેજ બહાર પાડ્યો.

જેલમાંથી બહાર આવ્યા બાદ, ગુરમીત રામ રહીમે યુટ્યુબ ચેનલ અનુયાયીઓ માટે વિડીયો સંદેશ શેર કર્યો છે. તેણે જણાવ્યું છે કે આ વખતે જેલમાંથી બહાર આવ્યા પછી તે સિરસા આશ્રમમાં રહેશે. ગુરમીત રામ રહીમે તેમના અનુયાયીઓને સિરસા ન આવવા અને ડેરાના સેવાદારો દ્વારા તેમને જે સુચના આપવામાં આવે છે તેનું પાલન કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો :-

કચ્છમાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત

0

કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. રહેણાક મકાનમાં લગાવેલા એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા-પુત્રી ઉંઘમાં જ બળીને ભડથું થઇ ગયા છે, જ્યારે માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેમની હાલત નાજૂક હોવાનું જણાઇ આવ્યું છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર ભયંકર આગ ઉઠી હતી. રહેણાંક મકાન અંદર લાગેલા એસીના કમ્પ્રેશરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રૂપથી દાઝી ગયા હતા. જેમાં પિતા પુત્રીના કરુણ મોત નિપજયા છે, જ્યારે 30 વર્ષીય માતાને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે મુન્દ્રા પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગ લાગવાની ઘટના આજે પરોઢે 5 વાગ્યાના અરસામાં બની હતી. રહેણાંક વિસ્તાતમાં આગ લાગતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત ખાનગી કંપનીના ફાયર ફાયટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી.

૨૮ જાન્યુઆરી, ૨૦૨૫ / મંગળવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસની શરૂઆતમાં અજંપો પાછળથી દુર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ, સુખ-શાંતિ રહે. સ્વાસ્થય સારૂં રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માન વધે. સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

વૃષભઃ

બપોર પછી આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

મિથુનઃ

બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવારમાં શાંતિ રહે. પૈસાની આવક રહેતા હળ‍વાશનો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડપ્રેશરના દર્દીઓ એ વિશેષ સાવધાની રાખવી.

કર્કઃ

આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ, ઉપર અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન-સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂં રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

સિંહઃ

સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્નતા અનુભવાય. પરિવારમાં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રાપ્તિ સહજ બને. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. સંતાનની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી-ખાંસી કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળથા મળતી જણાય. સ્તાવર જંગમ‌ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો, માઇગ્રેઇનની સમસ્યા સતાવે.

તુલાઃ

કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવ ‍ભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકારક પુરવાર થતા જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃશ્ચિકઃ

થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના ભાઇ-બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થય સારૂં રહેશે.

ધનઃ

માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિત જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃધ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનોએ સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકરઃ

આવક વધતી જણાય. છતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચ ન થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભઃ

આત્મબળમાં વૃધ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય. શેર બજાર, તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લ્ક્ષમીની વખતસર હેરફેર થાય. મિત્રવર્તુળમાં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે.

મધ્યપ્રદેશના જબલપુરમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત

0

મધ્યપ્રદેશના જબલપુરના તિમરી ગામમાં સોમવારે બે પરિવારો વચ્ચે ખૂની સંઘર્ષ થયો હતો જેમાં 4 લોકોની હત્યા કરી નાખવામાં આવી અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 9.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે સાહુ પરિવારના સભ્યોએ લાંબા સમયથી ચાલતી અદાવતમાં પાઠક અને દુબે પરિવારો પર તલવારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

ASP (ગ્રામીણ) સૂર્યકાંત શર્માના જણાવ્યા અનુસાર, ત્રણ પીડિતોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચોથાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મૃતકોની ઓળખ પાઠક પરિવારના સતીશ અને મનીષ પાઠક અને દુબે પરિવારના અનિકેત અને સમીર દુબે તરીકે થઈ છે. અન્ય બે વિપિન અને મુકેશ દુબેને ઈજાઓ પહોંચી છે અને તેઓ સારવાર લઈ રહ્યા છે.

મૃતક પાઠક ભાઈઓના પિતા ગણેશ પાઠકે જણાવ્યું હતું કે બન્ને પરિવારો વચ્ચે પત્ત રમવા બાબતે થયેલા ઝગડા બાદ સ્થિતિ હિંસક બની હતી અને સાહુ પરિવારના સભ્યોએ પાઠક અને દુબે પરિવારોના સભ્યો પર લાકડીઓ અને બીજા સાધનો વડે હુમલો કર્યો હતો જેમાં 4 લોકોના મોત થયાં હતા તથા ઘણા ઘાયલ થયાં હતા. કથિત રીતે કાલુ તરીકે ઓળખાતા એક યુવકે નશો કરેલી હાલતમાં ઝગડો કરતાં હિંસા વધી હતી. પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને પૂછપરછ માટે કેટલાક લોકોની અટકાયત કરી છે.

આ પણ વાંચો :-

સ્પેસ સ્ટેશનથી મહાકુંભ કેવો દેખાય છે?, NASAના એસ્ટ્રોનોટે શેર કર્યા ફોટા

0

વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં ભાગ લેવા માટે ત્રિવેણી સંગમ પર લાખો શ્રદ્ધાળુઓ રોજ આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશ સૂચના વિભાગ અનુસાર 26 જાન્યુઆરી 2025 રવિવાર એટલે કે ગઇકાલ સુધીમાં 13.21 કરોડથી પણ વધારે ભક્તો પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે, આ આંકડા રોજ વધી રહ્યા છે તે વચ્ચે નાસાના અંતરીક્ષ યાત્રી ડૉન પેટિટે અવકાશમાંથી ખૂબ જ અદ્ભૂત પ્રયાગરાજની તસવીરો શેર કરી છે.

આ આંકડો સતત ઝડપથી વધી રહ્યો છે. આ દરમિયાન નાસા (NASA)ના અંતરિક્ષ યાત્રી ડોન પેટિટ (Don Pettit)એ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS)માંથી મહાકુંભના ફોટા એક્સ પર શેર કર્યા છે. પેટિટ દ્વારા લેવામાં આવેલી તસવીરમાં સંગમ નગરી પ્રયાગરાજ પ્રકાશથી ઝગમગતી દેખાય છે।

ઉત્તર પ્રદેશ માહિતી વિભાગના જણાવ્યા મુજબ, 26 જાન્યુઆરી 2025 સુધીમાં 13.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં ભાગ લેવા માટે ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાળુઓનું આવતા રહેવું ચાલુ છે।

દિવ્ય અને ભવ્ય મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટશે. આ માટે સુરક્ષાનું મહાપ્લાન બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ અને સ્નાનાર્થીઓની દેખરેખ જલ, થલ અને આકાશમાંથી રાખવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય સ્થિતિ ન ઉદ્દભવે.

સંગમ તટને નોન-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. જો કોઈ ડ્રોન ઉડશે, તો તેને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે. સાથે જ ટિથર ડ્રોનની મદદથી સુરક્ષા, ટ્રાફિક અને ભીડનું મેનેજમેન્ટ વધુ સારું બનાવવામાં આવશે।

આ પણ વાંચો :-