Thursday, Jun 19, 2025

કચ્છમાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત

1 Min Read

કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. રહેણાક મકાનમાં લગાવેલા એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા-પુત્રી ઉંઘમાં જ બળીને ભડથું થઇ ગયા છે, જ્યારે માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેમની હાલત નાજૂક હોવાનું જણાઇ આવ્યું છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર ભયંકર આગ ઉઠી હતી. રહેણાંક મકાન અંદર લાગેલા એસીના કમ્પ્રેશરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રૂપથી દાઝી ગયા હતા. જેમાં પિતા પુત્રીના કરુણ મોત નિપજયા છે, જ્યારે 30 વર્ષીય માતાને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે મુન્દ્રા પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગ લાગવાની ઘટના આજે પરોઢે 5 વાગ્યાના અરસામાં બની હતી. રહેણાંક વિસ્તાતમાં આગ લાગતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત ખાનગી કંપનીના ફાયર ફાયટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી.

Share This Article