પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં ભાગ લે તેવી શક્યતા છે.
દેશના અલગ-અલગ ખૂણેથી પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે શ્રદ્ધાળુઓની ભીડ અયોધ્યા તરફ પણ વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભક્તોની આ વધતી ભીડને ધ્યાનમાં રાખીને ખાસ અપીલ કરી છે.
ચંપત રાયે એક પત્ર જારી કરીને કહ્યું કે, ‘પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે ‘મુખ્ય સ્નાન’ (મુખ્ય સ્નાન અનુષ્ઠાન) 29 જાન્યુઆરીના રોજ થશે.’ આ શુભ દિવસે પ્રયાગરાજમાં લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવશે એવો અંદાજ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી અયોધ્યા ટ્રેન અને રોડ માર્ગે પણ મુસાફરી કરી રહ્યા છે.’
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે આગળ કહ્યું કે, ‘છેલ્લા 3 દિવસમાં અયોધ્યા આવતા ભક્તોની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે. અયોધ્યા ધામની વસ્તી અને કદને ધ્યાનમાં લેતા એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ભક્તોને ભગવાન શ્રી રામલલાના દર્શન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે. લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે વ્યવસ્થામાં જરૂરી ગોઠવણો કરવામાં આવી રહી છે. ભક્તોને લાંબા અંતર સુધી ચાલવાની પણ જરૂર પડી રહી છે.
ટ્રસ્ટના મહામંત્રીએ કહ્યું, છેલ્લા ત્રણ દિવસથી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં રામલલાના દર્શન કરી શકે તે ખૂબ મુશ્કેલ છે. તેથી ભક્તોને પરેશાની થઈ શકે છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના રોકવી જરૂરી છે. શ્રદ્ધાળુઓ પગપાળા આ રહ્યા છે. અડોશ-પડોશમાં રહેતા શ્રદ્ધાળુઓ 20 દિવસ બાદ અયોધ્યામાં દર્શન માટે પધારે તેવી અમારી વિનંતી છે. વસંત પંચમી બાદ ફેબ્રુઆરી મહિનામાં રાહત રહેશે તથા હવામાન પણ સ્વચ્છ રહેશે.
આ પણ વાંચો :-