Home Blog Page 538

મહાકુંભમાં નાસભાગને કારણે થયેલા મોત પર રડી પડ્યા મહામંડલેશ્વર, જાણો શું કહ્યું ?

0

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં બુધવારે સવારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 20 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ આ ઘટના બાદ કહ્યું કે, જેટલી ભીડ હતી, તેને પોલીસ સંભાળી શકી નથી. આ પોલીસનું કામ નથી, કે સંભાળી શકે. સેનાને હવાલે મહાકુંભ કરી દેવો જોઈએ. તેમણે કહ્યું કે, સંતોએ શરુઆતથી જ આ મેળાને સેનાના હવાલે કરવાની માગ કરી હતી.

નાસભાગની વાત કરતા પંચાયતી અખાડાના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી મહારાજ અચાનક રડવા લાગ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે પહેલા જ કહ્યું હતું કે અમે પહેલા પણ કહ્યું હતું કે કુંભની સુરક્ષાને સેનાના હવાલે કરી દેવામાં આવે પણ કોઈએ અમારી વાત માની નહીં. આટલી જનતા આવ્યા બાદ પોલીસ આ ભીડ સંભાળી શકે તે ગજું નથી. મેં અખાડામાં પોતાના સાથીઓને કહીને આવ્યો છે કે, તમે લોકો અહીંથી એવી જાહેરાત ન કરતા કે આ બધું થયું છે. તમે ધીમે ધીમે ભક્તોને પોતાના કેમ્પ તરફ પાછા વળવાનું કહી દો. કારણ કે તેનાથી ત્યાં ભાગદોડ મચવાની આશંકા છે. જો કુંભ મેળો સેનાના હવાલે કર્યો હોત મને નથી લાગતું કે આટલી મોટી દુર્ઘટના થાત.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પૂરીએ જણાવ્યું હતું કે આ ઘટનાથી અમને પણ ઘણો આઘાત લાગ્યો છે. અમારી સાથે હજારો ભક્તો હતા. અમે જનહિતમાં એવો નિર્ણય લીધો છે કે આજે અખાડાઓ સ્નાનમાં ભાગ લેશે નહીં. હું લોકોને અપીલ કરું છું કે તેઓ આના બદલે વસંત પંચમી પર સ્નાન કરવા આવે. કરોડો લોકોને હેન્ડલ કરવા સરળ નથી સહુએ અધિકારીઓને સહકાર આપવો જોઈએ.

માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, ‘મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઈ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઈ રહ્યું છે.’

આ પણ વાંચો :-

મહાકુંભમાં નાસભાગની ઘટના અંગે વિપક્ષે યોગી સરકારનો ઘેરાવ કર્યો

0

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ સર્જાય હતી. આ નાસભાગમાં 20થી વધુના મોત થયા હોવાની આશંકા સેવાય રહી છે. ત્યારે આ હવે મહાકુંભને લઈ રાજનીતિમાં ગરમાય છે. મહાકુંભ બનેલી ઘટનાને લઈ તમામ નેતા ઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ ઉપરાંત સુરક્ષા બંદોબસ્તમાં વધારી દેવામાં આવ્યો છે. અને અફવા પર ધ્યાન ન આપવા અપિલ પણ કરવામાં આવી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુગાંધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી સરકાર પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘X’ પર લખ્યું કે, ‘હાલમાં મહાકુંભને ઘણો સમય બાકી છે અને હજુ ઘણાં મહાસ્નાન થવાના છે. આજ જેવી દુઃખદ ભવિષ્યમાં ન બને તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. વીઆઈપી કલ્ચર પર સકંજો કસવામાં આવે અને સરકાર સામાન્ય શ્રદ્ધાળુઓની જરૂરિયાતનો પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરે. કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓને મારી અપીલ છે કે તેઓ પીડિત પરિવારોની મદદ કરે.’

બસપા સુપ્રીમો માયાવતીએ એક્સ પર કહ્યું કે, પ્રયાગરાજની સંગમ સ્થળી પર, મહાકુંભમાં થયેલી ભાગદોડમાં જે પણ શ્રદ્ધાળુઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તથા ઘાયલ થયા છે, આ ઘટના અતિ દુ:ખદ તથા ચિંતનીય છે. આવા સમયે કુદરત પીડિતોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે, પાર્ટીની આ જ કામના.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું કે, મહાકુંભમાં મૌની અમાવસ્યાના સ્નાનના દિવસે ભાગદોડ થવાથી કેટલાય લોકોના મૃત્યુ અને ઘાયલ થવાના સમાચાર પીડાદાયક છે. આ દુ:ખદ ઘટના આ મેળાની અવ્યવસ્થા અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરે છે. યોગી સરકારે બધા પૈસા પોતાની બ્રાંડિંગ અને માર્કેટિંગ પર ખર્ચ કર્યા, મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓની વ્યવસ્થા પર નહીં, આ સરકારની અસંવેદનશીલતા પ્રદર્શિત કરે છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે- રાત્રે 1 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે અખાડા માર્ગ પર બેરિકેડ તોડીને આવવામાં કેટલાક શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમના માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. સતત સ્થાનિક તંત્ર સ્નાનની વ્યવસ્થા કરી રહ્યું છે. પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરો, અમૃત સ્નાન માટે દેશભરથી આવેલા લોકોની વ્યવસ્થા માટે પીએમ મોદીએ ચાર વખત સ્થિતિની સમીક્ષા કરી છે. યોગી આદિત્યનાથે આ સાથે જ કહ્યું હતું કે, મહાકુંભમાં અત્યારે સ્થિતિ અંડરકંટ્રોલ છે, કોઇ અફવા ના ફેલાવો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઇ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઇ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઇ રહ્યું છે.’

આ પણ વાંચો :-

મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત

0

પ્રયાગરાજમાં મૌની અમાસ પર મહાકુંભમાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સર્જાયેલી નાસભાગમાં 20થી વધુ લોકોના મૃત્યુ થયાની આશંકા છે. તંત્ર દ્વારા હજુ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે.

મહાકુંભમાં મૌની અમાવસ્યા પર તાાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી ગઈ. મંગળવાર-બુધવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે જ્યારે મૌની અમાવસ્થા પર તાાન કરવા માટે અચાનક ભીડ વધવા લાગી. લોકો મુખ્ય સંગમ પર જ તાાન કરવાનો આગ્રહ રાખવા લાગ્યા. પછી અચાનક વધતી ભીડના દબાણને કારણે મેળામાં નાસભાગ મચી ગઈ. ચારે બાજુ ચીસો પડી રહી હતી. નાસભાગ મચી ગઈ. આમાં 20 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. 52થી વધુ ઘાયલ થયા છે. સ્વરૂપ રાની હોસ્પિટલમાં હાજર રિપોર્ટરના જણાવ્યા અનુસાર 20 મળતદેહો પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. જોકે, વહીવટીતંત્રે મળત્યુ કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી ન હતી.

મહાકુંભમાં, મૌની અમાસ પર તાાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આના કારણે દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા હતા. રાત્રે 1 વાગ્યાની આસપાસ સંગમની આસપાસ અચાનક ભીડ વધી ગઈ હતી. મહાકુંભમાં તાાન માટે 45 ઘાટ બનાવવામાં આવ્યા છે. પરંતુ લોકો મુખ્ય સંગમ પર જ તાાન કરવાનો આગ્રહ રાખવા લાગ્યા. જેના કારણે ભીડ એકબીજાને ધક્કો મારતા આગળ વધવા લાગી. જેના કારણે ભીડને કાબૂમાં લેવા માટે મૂકવામાં આવેલા બેરિકેડ તૂટવા લાગ્યા. થોડી વારમાં જ કેટલીકસ્ત્રીઓનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તેઓ નીચે પડવા લાગી.

માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે રાતે 1:30 વાગ્યે શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઈ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. તેમણે કહ્યું કે ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ

0

મહાકુંભ 2025માં આજે અમૃત સ્નાન થવાનું હતું, પરંતુ વધતી ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી જેમાં 10થી વધુ લોકોના મોત થયા છે. બાદ અખાડા પરિષદે નિર્ણય લીધો છે કે, મૌની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન નહીં થાય. આ માહિતી અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ આપી હતી. તેમણે કહ્યું કે, આજે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ અખાડાએ મૌની અમાવસ્યા પર અમૃત સ્નાનનો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરી દીધો છે.

હવે આજે કોઈ અમૃતમાં સ્નાન નહીં કરે. અખાડાએ પણ તેના સરઘસોને છાવણીઓમાં પાછા બોલાવ્યા છે. અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ વાતચીતમાં આ માહિતી આપી હતી.

મહાકુંભમાં નાસભાગના સમાચાર પર, સ્પેશિયલ ડ્યુટી ઓફિસર આકાંક્ષા રાણાએ કહ્યુ કે, “સંગમ માર્ગો પરના કેટલાક અવરોધો તોડવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેઓની સારવાર ચાલી રહી છે. કોઇને ગંભીર ઇજા નથી થઇ. ”

ઉલ્લેખનિય છે કે, મેળા વિસ્તારમાં નાસભાગના કારણે કેટલાક વૃદ્ધો અને મહિલાઓ ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા. આ પછી અફવા ફેલાઈ ગઈ અને 20 થી 25 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અફવાના કારણે મેળા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

29 જાન્યુઆરી, 2025 / બુધવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષ

આત્મ‌‌વિશ્વાસમાં વધારો થતાં યોગ્ય ‌નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પ‌રિવારમાં પરસ્પર મન દુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગ‌તિ થતી જણાય. ‌મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતા મળે. પ‌રિણામે માન‌સિક આનંદનો અનુભવ થાય. ધા‌ર્મિક કાર્યનું આયોજન સક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-‌પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થય સારૂં રહેતું અનુભવાય.

‌‌મિથુન

‌દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના-ભાઇ બહેનની ત‌બિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક

‌નિરાશાવાદી ‌વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન ‌સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસા‌રિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

‌સિંહ

‌દિવસ દરમ્યાન નકારાત્મક ‌વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પ‌રિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. ત‌બિયતનું ધ્યન રાખવું ‌હિતાવહ છે.

કન્યા

પુત્ર-પૌત્રી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. ‌મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા

આનંદ-ઉત્સાહમાં વૃ‌ધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સા‌‌બિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્ર‌ગ‌તિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાતે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃ‌ધ્ધિ થાય.

વૃ‌‌શ્ચિક

મોજ-શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની ‌ત‌બિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાં‌તિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધન

આવક વધતા મા‌ન‌સિક ‌ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પ‌રિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. ‌પિતા તરફથી આ‌‌‌ર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ‌ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર

ગુરૂ ચન્દ્રના સુભંગ સમન્વયને કારણે આનંદમાં વધારો થાય. આ‌‌ર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પ‌રિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, માછીમારી જેવા ધંધામા વદુ પ્રગ‌તિ થતી જણાય.

કુંભ

મન અશાંત રહે એવી પ‌રિ‌સ્થિ‌તિનું ‌નિર્માણ થાય. આ‍વક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન

‌મિત્રો થતી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પ‌રિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન-મકાન, દલાલીના ધંધામાં ‌વિશેષ લાભ. સંતાનની પ્રગ‌તિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

સુરતમાં એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે 32 વર્ષીય યુવકનું મોત

સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે જ યુવકનું મોત થયું હોવાનું પરિવારનું અનુમાન છે.યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે.

મળતી માહિતી મુજબ, સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થઇ ગયું છે. પરિવારનું અનુમાન છે કે, MD ડ્રગ્સના ઓવરડોઝને કારણે જ યુવકનું મોત થયું છે. મૃતકના ભાઈએ કહ્યું કે, મારા ભાઈનું મોત MD ડ્રગ્સના ઓવરડોઝને કારણે જ થયું છે. ઉન પાટિયાથી લઈને ધંધા ચોકડી સુધી આ ધંધો ચાલી રહ્યો છે. પોલીસને મારી એટલી જ વિનંતી છે કે, આ બધુ બંધ કરાવીને યુવાનોને બચાવવામાં આવે. આ ધંધા ઉપર કાર્યવાહી કરો. મારા ભાઈને 3 દીકરીઓ છે અને ઘરમાં કમાવાળો તે એક જ હતો. મારા ભાઈને ન્યાય મળવો જોઈએ.

ઉન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીના નવાઝખાન પઠાણ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નવાઝ ખા સમયે-સમયે દારૂ પણ પીતો હતો. થોડા દિવસથી તે મિત્રો સાથે MD ડ્રગ્સનો નશો કરતો પણ થઈ ગયો હતો. 20 જાન્યુઆરીની રાત્રે 11:00 વાગ્યાના સમયગાળામાં નવાઝે પોતાના ઘર પર કોઈ નશાકારક દ્રવ્યનું ઈન્જેકશન લીધું હતું. ત્યારબાદ સવારે તેને ખેંચ આવી ગઈ હતી અને બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ લગભગ 3 ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. જો કે, કોઈ રિકવરી ન આવી અને સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. જોકે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ તેના મોતનું સાચું કારણ સામે આવશે. હાલમાં આ મામલે ભેસ્તાન પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો :-

દુષ્કર્મ કેસમાં જામીન બાદ 12 વર્ષે આસારામ અમદાવાદમાં, પોલીસ એલર્ટ બની

0

સગીરા પર દુષ્કર્મ કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં રહેલ આસારામની તબીયત સારી ન રહેતી હોઈ તેઓને સારવાર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા તા. 31 મી જાન્યુઆરી સુધી વચગાળાના શરતી જામીન આપ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષથી સજા ભોગવી રહેલ આસારામને શરતી જામીન મળતા તે આજે અમદાવાદ ખાતે મોટેરા આશ્રમ પહોંચ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા આપવામાં આવેલ શરતી જામીનમાં આસારામ અનુયાયીઓને મળી શકશે નહી તેવી શરત હોવા છતાં આસારામને મળવા માટે અનુયાયીઓ આશ્રમ ખાતે પહોંચતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, આસારામને જ્યારે જામીન મળ્યા ત્યારે તેના અમદાવાદ આવવાની અટકળો વધી ગઇ હતી. તેમાં પણ ખાસ કરીને આસારામ આશ્રમમાં અગાઉ અનેક વિવાદ જેમ કે, દીપેશ-અભિષેકના અપમૃત્યુ કેસ, ત્યારબાદ દુષ્કર્મ જેવા બનાવોની ફરિયાદ અને ત્યારબાદ આસારામ આશ્રમ તેના સાધકોના કારણે વિવાદમાં રહી ચૂક્યો છે. વચગાળાના મળેલા જામીન દરમિયાન આસારામ કોઈ નવો વિવાદ ન ઉભો કરે તે માટે થઈને ચાંદખેડા પોલીસની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે.

રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તાજેતરમાં બીમાર આસારામ બાપુને પણ સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન માંદગીના કારણે સુરતની લાજપોર જેલમાં બંધ તેમના પુત્રને ગુજરાત હાઈકોર્ટે મળવાની પરવાનગી આપી હતી. હવે સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને સ્વાસ્થ્યના કારણોસર વચગાળાના જામીન મંજૂર કર્યા છે, જોકે આ સમયગાળા દરમિયાન કડક શરતો પણ લાગુ થશે. વચગાળાના જામીનના સમયગાળા દરમિયાન આસારામ બાપુ તેમના અનુયાયીઓ અને અનુયાયીઓને મળી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. આસારામ બાપુ 17 દિવસની પેરોલ પૂરી થયા બાદ છ દિવસ પહેલા રાજસ્થાનની જોધપુર જેલમાં પરત ફર્યા હતા.

આ પણ વાંચો :-

શ્રીલંકા નૌકાદળના 13 ભારતીય માછીમારો પર ગોળીબાર, 5 ઘાયલ

શ્રીલંકાની નૌસેનાએ ડેલ્ફ્ટ દ્વિપ નજીક ભારતીય માછીમારો પર ગોળીબાર કરતાં પાંચ ઘવાયા છે. જેમાં બે ગંભીરરૂપે ઈજાગ્રસ્ત છે. ભારતીય વિદેશ બાબતોના મંત્રાલયે શ્રીલંકાની નૌસેનાની આ કાર્યવાહીની આકરી નિંદા કરી છે. કોલંબોમાં પણ ભારતના હાઇકમિશને શ્રીલંકાના વિદેશ બાબતોના મંત્રાલય સાથે આ મુદ્દે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

આજે મંગળવારે વહેલી સવારે ડેલ્ફટ દ્વિપ પર શ્રીલંકાની નૌસેનાએ 13 માછીમારોની ધરપકડ કરવાના હેતુ સાથે ગોળીબાર કર્યો હતો. જેમાં તમિલનાડુના બે માછીમારોને ગંભીર ઈજા થઈ હતી. તેઓ હાલ જાફના ટિચિંગ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય ત્રણ માછીમારોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ સિવાય અન્ય તમામ માછીમારોની શ્રીલંકન સેનાએ અટકાયત કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીની આકરી ટીકા કરતાં નવી દિલ્હી ખાતે શ્રીલંકાના એક્ટિંગ હાઇ કમિશ્નરને આ મામલે પૂછપરછ કરવા બોલાવ્યા હતા. વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, ‘અમે આ મામલે આકરી ટીકા કરીએ છીએ. આ બાબતો ચલાવી લેવામાં આવશે નહીં. અમે કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમજ જાફના હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત માછીમારોની ઇન્ડિયન કોન્સ્યુલેટે મુલાકાત લીધી હતી. તેમને જરૂરી સારવાર અને વળતર આપવાની પણ માગ કરી છે.’

આ પણ વાંચો :-

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સાંસદ શત્રુધ્ન સિંહા કેજરીવાલ માટે કરશે પ્રચાર

0

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ નજીક આવતી જાય છે તેમ દરેક પક્ષ લોકોને રિઝવવામાં કોઇ કસર છોડવા નથી માગતો. એવામાં આપ પાર્ટીને સમર્થન પણ વધી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પ. બંગાળના તૃણમુલ કૉંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીએ પણ આપ પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે.

એમ જાણવા મળ્યું છે કે સમાજવાદી પાર્ટી તેના કેટલાક સાંસદો અથવા નેતાઓને આપ માટે પ્રચાર કરવા મોકલી શકે છે. TMC અને SP ઉપરાંત મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP (SP) એ પણ આપને ટેકો આપ્યો છે. તેઓ બધા માને છે કે કેજરીવાલની આપ પાર્ટી કોંગ્રેસ કરતાં દિલ્હીમાં ભાજપને હરાવવા માટે ઘણી સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દિલ્હીમાં AAP માટે પ્રચાર કરવા માટે સાંસદ અને અભિનેતા શત્રુધ્ન સિંહાને ઉતારવાનો નિર્ણય લીધો છે. તૃણમુલ કૉંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીના રોજ નિર્ધારીત વિધાનસભાની ચૂંટણી માટે આસનસોલથી ટીએમસીના સાંસદ શત્રુધ્ન સિંહા પ્રચાર કરશે. શત્રુધ્ન સિંહા પહેલી અને બીજી ફેબ્રુઆરીના રોજ ત્રણ મતવિસ્તારોમાં AAP માટે પ્રચાર કરશે.

TMCના સાંસદ શત્રુધ્ન સિંહા જે ત્રણ મતવિસ્તારોમાં પ્રચાર કરશે તેમાં અરવિંદ કેજરીવાલની નવી દિલ્હીની બેઠક, મુખ્ય પ્રધાન આતિશીની કાલકાજી બેઠક અને મનીષ સિસોદિયાની જંગપુરા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

મહાકુંભ બાદ હવે અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ, રામ મંદિર ટ્રસ્ટે કરવી પડી આ ખાસ અપીલ

0

પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં ભાગ લે તેવી શક્યતા છે.

દેશના અલગ-અલગ ખૂણેથી પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માટે શ્રદ્ધાળુઓની ભીડ અયોધ્યા તરફ પણ વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભક્તોની આ વધતી ભીડને ધ્યાનમાં રાખીને ખાસ અપીલ કરી છે.

ચંપત રાયે એક પત્ર જારી કરીને કહ્યું કે, ‘પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે ‘મુખ્ય સ્નાન’ (મુખ્ય સ્નાન અનુષ્ઠાન) 29 જાન્યુઆરીના રોજ થશે.’ આ શુભ દિવસે પ્રયાગરાજમાં લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવશે એવો અંદાજ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી અયોધ્યા ટ્રેન અને રોડ માર્ગે પણ મુસાફરી કરી રહ્યા છે.’

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે આગળ કહ્યું કે, ‘છેલ્લા 3 દિવસમાં અયોધ્યા આવતા ભક્તોની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે. અયોધ્યા ધામની વસ્તી અને કદને ધ્યાનમાં લેતા એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ભક્તોને ભગવાન શ્રી રામલલાના દર્શન કરાવવું મુશ્કેલ બની રહ્યું છે. લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે વ્યવસ્થામાં જરૂરી ગોઠવણો કરવામાં આવી રહી છે. ભક્તોને લાંબા અંતર સુધી ચાલવાની પણ જરૂર પડી રહી છે.

ટ્રસ્ટના મહામંત્રીએ કહ્યું, છેલ્લા ત્રણ દિવસથી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં રામલલાના દર્શન કરી શકે તે ખૂબ મુશ્કેલ છે. તેથી ભક્તોને પરેશાની થઈ શકે છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના રોકવી જરૂરી છે. શ્રદ્ધાળુઓ પગપાળા આ રહ્યા છે. અડોશ-પડોશમાં રહેતા શ્રદ્ધાળુઓ 20 દિવસ બાદ અયોધ્યામાં દર્શન માટે પધારે તેવી અમારી વિનંતી છે. વસંત પંચમી બાદ ફેબ્રુઆરી મહિનામાં રાહત રહેશે તથા હવામાન પણ સ્વચ્છ રહેશે.

આ પણ વાંચો :-