Home Blog Page 533

મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનીને કિન્નર અખાડામાં પરત ફર્યા, રાજીનામું નામંજૂર થયું

0

જ્યારથી બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી ભારત પરત ફરી છે, ત્યારથી તે લોકોમાં ચચર્નોિ વિષય બની ગઇ છે. મહાકુંભમાં મહામંડલેશ્વરનું પદ મળ્યા પછી તે લોકોની સામે ચચર્માિં આવી. જોકે, એ પછી દરેક જગ્યાએ આ બાબતનો ઘણો વિરોધ થયો. એટલે થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, હવે તેમને ફરીથી મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે.

મમતા કુલકર્ણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ રાજીનામું પાછું ખેંચવાની વાત કહેતા જોવા મળે છે. મમતા કહે છે કે નમસ્તે હું શ્રી યમાઇ મમતા નંદ ગિરી છું. બે દિવસ પહેલા કેટલાક લોકોએ મારા ગુરુ ડૉ. આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર ખોટા આરોપો લગાવ્યા હતા. તેના જવાબમાં ભાવનાની ક્ષણમાં મેં રાજીનામું આપી દીધું હતું. જોકે, મારા ગુરુએ તેને સ્વીકાર્યું નહોતું. મહામંડલેશ્વર બન્યા બાદ મેં જે લાકડી, શાહી છત્ર, પ્રસાદ વગેરે જે વસ્તુઓ અર્પણ કરી હતી તે અખાડાને જ સમર્પિત જ રહેશે.

મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ ભારત પરત ફર્યા બાદ પ્રયાગરાજ મહાકુંભમાં સન્યાસ લીધો હતો. પિંડદાન બાદ તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ આપવામાં આવ્યું હતું. કિન્નર અખાડામાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ આપવાનો ઘણો વિરોધ થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે જણાવ્યું હતું કે કોઇ પણ મહિલાને કિન્નર અખાડાનો મહામંડલેશ્વર બનાવવો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે. વિવાદ વધતા મમતાએ 10 ફેબ્રુઆરીના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને જણાવ્યું હતું કે હું 25 વર્ષથી સાધ્વી છું અને સાધ્વી રહીશ.

જાણીતા રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, FIR સામે વહેલી સુનાવણીની માંગણી ફગાવી

0

બીયરબાઇસેપ્સના નામે જાણીતા યુટ્યુબર રણવીર અલાહબાદિયા હાલમાં સમય રૈનાના ‘ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ’ શો પર તેમની વિવાદીત મજાક બાદ કાનૂની દાવપેચમાં ફસાયા છે. માતા-પિતા પર અશ્લીલ ટિપ્પણી કરવી તેમને ભારે પડી છે. તેમની સામે દેશભરમાં એફઆઇઆર નોંધાઇ છે.

દેશભરમાં થયેલી એફઆઇઆર બાદ ધરપકડ થવાના ડરે રણવીર અલાહબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં’ ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ શોમાં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ ઉપર તેમની સામે નોંધાયેલી એફઆઇઆરને એક સાથે જોડવાની માગણી કરવામાં આવી છે. આ સાથે તેમણે આગોતરા જામીનની પણ વિનંતી કરી છે. દરમિયાન સમય રૈનાએ youtube ચેનલ પરથી ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના બધા જ એપિસોડ દૂર કર્યા છે.

રણવીરે પોતાની અશ્લીલ ટિપ્પણીઓના વિવાદ બાદ કાનૂની મુશ્કેલીમાં ફસાયાના બે દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તાજેતરમાં આસામ, મુંબઈ અને દેશના અન્ય સ્થળોએ રણવીર અલાહબાદિયા, સમય રૈના, અપૂર્વ મખીજા અને ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટના આયોજકો સામે FIR દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર મહિલા આયોગ અને મહારાષ્ટ્ર સાયબર સેલે પણ આ લોકો વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે. દરમિયાન, સાયબર સેલે શોના આયોજકોને નોટિસ મોકલીને આ મામલે પોતાનું નિવેદન આપવા કહ્યું છે. અત્યાર સુધી આશિષ ચંચલાની, અપૂર્વ મખીજા અને રઘુ રામના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

આસામ પોલીસ પણ રણવીર, સમય રૈના અને અન્ય આરોપીઓને સમન્સ બજાવવા માટે મુંબઈ આવી છે. આસામ પોલીસે સમય રૈનાને 17 ફેબ્રુઆરી સુધીમાં હાજર થવા કહ્યું છે. દરમિયાન ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજક સમય રૈના હાલમાં વિદેશમાં છે. તેમના વકીલે કહ્યું છે કે તેઓ અમેરિકામાં છે અને 17 માર્ચ સુધીમાં ભારત પાછા ફરશે.

ઉલ્લેખનીય છે કે રણવીર અલાહબાદિયાએ સમય રૈનાના રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં એક સ્પર્ધકને તેના માતાપિતાના શારીરિક સંબંધ અંગે વિવાદાસ્પદ પ્રશ્ન પૂછ્યો હતો, જેના પછી દેશભરમાં તેના નિવેદનની ટીકા થઈ રહી છે. લોકોનો ગુસ્સો સોશિયલ મીડિયાથી લઈને શેરીઓ સુધી ફેલાઈ ગયો છે. આ વિવાદ પછી અલાહબાદિયાએ સોશિયલ મીડિયા પર માફી પણ માંગી છે.

સુરતમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો

0

સુરતના પુણા વિસ્તારમાં પતિને બંધક બનાવીને પરિણીતા પર બે શખ્શોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ચપ્પુની અણીએ લૂંટ પણ ચલાવી હતી. આ ચકચારી બનાવમાં પોલીસે એક આરોપીને ભાવનગરથી ઝડપી પાડ્યો છે.

સુરતના પુણા ગામ વિસ્તારમાં રાત્રિના સમયે આ ઘટના બની હતી. બે શખ્શોએ ઘરનો દરવાજો ખટકાવ્યો હતો અને દરવાજો ખોલતા જ બે શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુની અણીએ ધમકાવી પતિને બંધક બનાવ્યો હતો જે બાદ મહિલાને અગાસી પર લઈ જઈ વારાફરતી બંને શખ્શોએ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ચપ્પુની અણીએ રોકડા રૂપિયા 30 હજાર અને બ્રેસલેટની લૂંટ પણ ચલાવી હતી. ચકચારી આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ મામલે પોલીસે આરોપીઓની ઓળખ કરી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. દરમ્યાન પોલીસે ભાવનગરથી એક આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે નિકુંજ ઉર્ફે ડથ્થર ઉર્ફે બુલેટ ભિગરાડીયાને ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

‘અમારી મીટિંગનો અર્થ છે એક ઔર એક 11…’

પ્રધાનમંત્રી મોદી શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે. તેમણે વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર કહ્યા. પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પીએમ મોદી સાથેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું કે, આગળ મોટા વેપાર સોદા થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન વેપાર કરારની અપેક્ષા છે. “અમે ભારત અને અમેરિકા માટે કેટલાક મોટા વેપાર સોદા કરવા જઈ રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી માનવતાને લાભ આપશે’ જેમ ટ્રમ્પ આપણને અમેરિકાને ફરીથી મહાન બનાવવાની યાદ અપાવે છે, તેવી જ રીતે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ 1.4 અબજ ભારતીયોની આકાંક્ષા અને સંકલ્પ છે. આપણી મુલાકાતનો અર્થ એ છે કે એક અને એક મળીને 11 બને છે જે માનવતા માટે સાથે મળીને કામ કરશે. ટ્રમ્પે કહ્યું કે, વડા પ્રધાન મોદી ખૂબ સારું કામ કરી રહ્યા છે, તેઓ એક મહાન નેતા છે. ભારત અને અમેરિકા હંમેશા મિત્રો રહેશે.

પીએમ મોદીએ કહ્યું, ‘હું ભારતના લોકો વતી તમારો આભાર માનું છું. મને ત્રીજી વખત ભારતમાં સરકાર ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આપણે સમાન ઉર્જા અને ઉત્સાહ સાથે સાથે કામ કરીશું’. ટ્રમ્પે પીએમ મોદીને પોતાના ‘મિત્ર’ કહ્યા. તેમણે કહ્યું, ‘ભારત તેલ અને ગેસ ખરીદશે.’ આપણે વ્યવસાયની ચર્ચા કરીશું. ‘તમને વ્હાઇટ હાઉસમાં પાછા જોઈને આનંદ થયો’ પીએમ મોદીએ કહ્યું, ‘ટ્રમ્પે મારું જૂના મિત્રની જેમ સ્વાગત કર્યું’ તેમણે મને નમસ્તે ટ્રમ્પ અને હાઉડી મોદીની યાદ અપાવી છે.

બનાસકાંઠામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા

બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર દુર નોંધાયું હતું. આ ભૂકંપની અસર રાજસ્થાનના કેટલાક વિસ્તારો સુધી અનુભવાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયું છે. 3.3 કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.

ભૂકંપના આંચકાને કારણે આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જેના કારણે લોકો ઘર અને ઈમારતોની બહાર દોડી આવ્યા હતા. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયાનો કોઈ અહેવાલ નોંધાયા નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદીની મુલાકાત ‘મિસ્ટર પ્રધાનમંત્રી તમે ગ્રેટ છો’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ ભેટ આપી છે. તેમણે પીએમ મોદીને કોફી ટેબલ બુક ‘અવર જર્ની ટુગેધર’ ભેટ આપી હતી. તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તાક્ષર છે અને સંદેશ લખ્યો છે, ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, તમે મહાન છો.’ આ 320 પાનાનું પુસ્તક છે જેમાં ‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમોની હાઇલાઇટ્સ સામેલ છે. આ દરમિયાન બંને નેતાઓ ખુલ્લેઆમ એકબીજાને ટેકો આપતા જોવા મળ્યા હતા. વર્ષ 2019માં હ્યુસ્ટનના ફૂટબોલ સ્ટેડિયમમાં ‘હાઉડી મોદી’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 હજારથી વધુ ભારતીય-અમેરિકનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ બંનેએ ભાષણ આપ્યું હતું.

અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેબ્રુઆરી 2020માં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત-અમેરિકાના સંબંધોને નવી તાકાત મળી હતી. રિપોર્ટ અનુસાર, આ પુસ્તક એમેઝોન અને ફ્લિપકાર્ટ ઈન્ડિયાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જેની કિંમત 6000 રૂપિયા છે. ટ્રમ્પ સ્ટોર પર તેની કિંમત $100 રાખવામાં આવી છે. ‘અવર જર્ની ટુગેધર’ ટ્રમ્પના પ્રમુખપદની યાદગાર પળોને દર્શાવે છે. તેમાં કિમ જોંગ-ઉન, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન જેવા વૈશ્વિક નેતાઓ સાથેની બેઠકોનો પણ ઉલ્લેખ છે. આ પુસ્તકમાં 2020ની યાદગાર ક્ષણોની તસવીરો છે જ્યારે તેમણે તાજમહેલની મુલાકાત લીધી હતી.

પીએમએ કહ્યું કે અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૂત્ર, ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ એટલે કે ‘MAGA’ થી પરિચિત છે. ભારતના લોકો પણ 2047 માં વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે વારસા અને વિકાસના માર્ગ પર વિકાસ તરફ ખૂબ જ ગતિ અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે. અમેરિકન ભાષામાં, વિકસિત ભારતનો અર્થ થાય છે ભારતને ફરીથી મહાન બનાવો, એટલે કે ‘MIGA’. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, એટલે કે ‘MAGA’ અને ‘MIGA’, ત્યારે તે બને છે – ‘સમૃદ્ધિ માટે MEGA ભાગીદારી’. અને આ મહાશક્તિ આપણા લક્ષ્યોને નવો વ્યાપ અને અવકાશ આપે છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી શુક્રવારે તેમનો અમેરિકા પ્રવાસ પૂરો કરીને ભારત આવવા રવાના થયા હતા. મુલાકાત દરમિયાન, તેમણે પ્રમુખ ટ્રમ્પ સાથે વેપાર અને ટેક્નોલોજી, સંરક્ષણ અને સુરક્ષા, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાતચીત કરી હતી. મોદી બુધવારે ફ્રાન્સથી અમેરિકા પહોંચ્યા હતા. રિપબ્લિકન નેતાએ ગયા મહિને બીજી મુદત માટે યુએસ પ્રમુખનું પદ સંભાળ્યા પછી પ્રથમ દ્વિપક્ષીય વાટાઘાટોનું આયોજન કર્યું હતું. વાટાઘાટો દરમિયાન, ભારત અને યુએસએ સંરક્ષણ, ઉર્જા અને નિર્ણાયક તકનીક સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તેમના વ્યૂહાત્મક સંબંધોને વિસ્તૃત કરવા માટે એક મોટી છલાંગ લેવાનું નક્કી કર્યું. બંને પક્ષોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

ભારત અને અમેરિકાની મિત્રતા પર ભાર મૂકતા ટ્રમ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. ત્યારે આજે (14 ફેબ્રુઆરી) તેમણે વૉશિંગ્ટન ડીસી ખાતે વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. બંને ગ્લોબલ લીડર વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સાથે ડિનર પણ કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારત અને અમેરિકાની ભાગીદારીથી માનવતાને લાભ થશે. ટ્રમ્પ અમને અમેરિકા ગ્રેટ અગેઈનની યાદ અપાવે છે, એ જ રીતે 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવો 1.4 અરબ ભારતીયોની આશા અને સંકલ્પ છે. અમારા મળવાનો મતલબ એક ઓર એક 11 છે. જે માનવતા માટે મળીને કામ કરશે.

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે ભારત અને અમેરિકાએ 2023 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, બંન્ને દેશોની ટીમે ઝડપથી એક આંતરિક લાભકારી વ્યાપાર સમજુતીને અંતિમ સ્વરૂપ આપશે. આ દરમિયાન બંન્ને નેતાઓએ ગળે મળીને એક બીજાનું અભિવાદન કર્યું.

ટેરિફ એ એક દેશ દ્વારા બીજા દેશમાંથી આયાત કરાયેલા માલ પર લાદવામાં આવતો ટેક્સ છે. જ્યારે રેસિપ્રોકલ ટેરિફનો અર્થ એ છે કે, કોઈ દેશ અમેરિકન માલ-સામાન પર ગમે તેટલો ટેરિફ લાદે, અમેરિકા પણ તે દેશના માલ પર એટલો જ ટેરિફ લાદશે. ચૂંટણી પ્રચાર દરમિયાન, ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનો ઉલ્લેખ કર્યો હતો. ‘ટિટ ફોર ટેટ, એક ટેરિફ સામે બીજો ટેરિફ, એટલી જ એમાઉન્ટ. ઉદાહરણ તરીકે, જો કોઈ દેશ અમેરિકન ઉત્પાદનો પર 10 ટકા આયાત ડ્યુટી લાદે છે, તો અમેરિકા પણ તે દેશમાંથી આવતા માલ પર 10 ટકા ટેરિફ લાદશે.

વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ટેરિફ વિશે કહ્યું હતું કે , ‘પરંપરાગત રીતે અમેરિકા પર ટેરિફ લાદનારા દેશોની યાદીમાં ભારત ટોચ પર છે. કેટલાક નાના દેશો એવા છે જે ખરેખર ઊંચા ટેરિફ વસૂલ કરે છે પરંતુ ભારત ભારે ટેરિફ વસૂલ કરે છે. હાર્લિ ડેવિડસનનું ઉદાહરણ આપતા ટ્રમ્પે કહ્યું, ‘ભારતમાં કર અને ટેરિફ એટલા ઊંચા હતા કે હાર્લિ ડેવિડસન તેની બાઈક પણ વેચી ન શકી.’ તેનાથી બચવા માટે, કંપનીએ ભારતમાં એક ફેક્ટરી સ્થાપવી પડી. ભારતના કયા ઉદ્યોગોને અસર થશે

પીએમ મોદી અને ઈલોન મસ્ક વચ્ચેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું, ‘મને લાગે છે કે મસ્ક ભારતમાં વેપાર કરવા માંગે છે, પરંતુ ભારતમાં વેપાર કરવો ખૂબ મુશ્કેલ છે કારણ કે ત્યાં ટેરિફ ખૂબ ઊંચા છે.’ ટ્રમ્પે સંકેત આપ્યો કે ઈલોન મસ્ક ભારતમાં તેમના વ્યાપારિક હિતોને આગળ વધારવા માટે પીએમ મોદીને મળ્યા હશે. ટ્રમ્પના પારસ્પરિક ટેરિફની અસર ભારત પર પણ જોવા મળશે. ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે આનો સામનો કરવો ખૂબ જ પડકારજનક રહેશે. ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં ટેરિફ દર ખૂબ ઊંચા છે અને તેથી તે પારસ્પરિક ટેરિફ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અમેરિકાની નવી કર નીતિ ભારતના ઓટોમોબાઈલ, કાપડ અને અન્ય ઉદ્યોગોને અસર કરી શકે છે. જો ભારત ટેરિફ દર ઘટાડશે, તો તેની સીધી અસર તેની આવક પર પડશે, જે ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ હશે.

૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫: શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ

આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ

સ્વભાવમાં જીદ્દી પણું વધતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આનંદ-ઉત્સાહ-ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે.પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ

પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથેસાથે રંગીનતત્ત્વ અને શારિરીક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ

વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ

પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ

દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પ‌િત્ન સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂ રહે.

ધનઃ

આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.

મકરઃ

આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ

આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ

સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ-જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

મુખ્યમંત્રી પદથી રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ

0

મણિપુરમાં બિરેન સિંહના મુખ્યમંત્રી પદથી રાજીનામા બાદ હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. મણિપુરમાં મેઇતી અને કુકી સમુદાય વચ્ચેની હિંસાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બની રહી છે. ગયા રવિવારે બિરેન સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળીને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવવા માટે ભાજપના નેતાઓની બેઠક શરૂ થઈ હતી. મણિપુરના પ્રભારી સંબિત પાત્રા ભાજપના પ્રભુત્વ ધરાવતા નેતાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. જોકે, હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.

ITLFએ કહ્યું- અમારી માગ અલગ વહીવટનીકુકી સમુદાયના ITLF સંગઠનના પ્રવક્તા ગિન્જા વૂલજોંગે જણાવ્યું હતું કે, બિરેન સિંહે મણિપુર વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવમાં હારના ડરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં તેમની એક ઓડિયો ટેપ લીક થઈ હતી, જેની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. આવી સ્થિતિમાં, ભાજપ માટે પણ તેમને બચાવવા મુશ્કેલ લાગે છે.બિરેન સિંહ મુખ્યમંત્રી રહે કે ન રહે, અમારી માગ અલગ વહીવટની છે. મૈતેઈ સમુદાયે અમને અલગ કરી દીધા છે. હવે આપણે પીછેહઠ કરી શકીએ નહીં. ઘણું લોહી વહી ગયું છે. ફક્ત રાજકીય ઉકેલ જ આપણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. કુકી સમુદાય હજુ પણ અલગ વહીવટની માગ પર અડગ છે.

રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાનો પ્રભાવ

કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં, રાજ્યની શાસકીય વ્યવસ્થા પર અનેક ફેરફારો થાય છે. રાજ્યનું સંચાલન રાષ્ટ્રપતિના નિયંત્રણ હેઠળ આવી જાય છે. રાષ્ટ્રપતિ તેમના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલને રાજ્યની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપે છે, અને રાજ્યપાલ કેન્દ્ર સરકારના નિર્દેશો પ્રમાણે શાસન ચલાવે છે.

રાજ્યના કાયદાઓ પર શું અસર પડે છે?

સામાન્ય રીતે, રાજ્યોની વિધાનસભા કાયદા બનાવે છે. પરંતુ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી, રાજ્ય માટે કાયદા સંસદ બનાવે છે. જો સંસદનું સત્ર ન ચાલી રહ્યું હોય, તો રાષ્ટ્રપતિ ઓર્ડિનન્સ (અધ્યાદેશ) બહાર પાડી શકે છે. રાષ્ટ્રપતિ શાસન મહત્તમ 6 મહિના માટે લાગુ કરવામાં આવે છે, પરંતુ સંસદની મંજૂરીથી તેને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે.

કઈ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે?

કોઈપણ રાજ્યમાં ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકાર બંધારણની જોગવાઈઓનું પાલન કરવામાં અસમર્થ રહે. કાયદો અને વ્યવસ્થા ધ્વસ્ત થવાથી પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. તે ઉપરાંત, જો સરકાર બહુમત ગુમાવે અથવા સ્થિર સરકાર ન બની શકે, તો પણ રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. ભ્રષ્ટાચાર, બળવો, આપત્તિ કે અન્ય કોઈ પણ કારણસર સરકાર નિષ્ફળ જાય, ત્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય છે.

સુરતમાં આદિવાસી શિષ્યવૃત્તિ મુદ્દે ગુજરાતમાં ABVPનો ઉગ્ર વિરોધ

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે વિદ્યાર્થી નેતાઓની ટીંગાટોળી કરી હતી.

શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા જનજાતી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી છે. LLBના વિદ્યાર્થીઓના એડમિશનો ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં બંધ કરવામાં આવ્યા છે. તો આ એડમીશન આ સત્રથી ચાલુ કરવામાં આવે છે. આ માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા 28 ઓક્ટોબર 2024 ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનયરીંગ, નર્સિંગ જેવી કૉલેજ મા સ્કૉલરશિપ સહાયથી એડમિશન લઇ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી.

ગુજરાતના સુરત, વડોદરા, ગોધરા, વલસાડ અને તાપી શહેરોમાં ABVP દ્વારા રાજ્ય સરકારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ ચક્કાજામ અને પરિપત્રની હોળી કરવામાં આવી હતી, જ્યારે વડોદરા અને ગોધરામાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ SC/ST શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની માંગ પર મક્કમ છે.