Wednesday, Mar 19, 2025

સુરતમાં આદિવાસી શિષ્યવૃત્તિ મુદ્દે ગુજરાતમાં ABVPનો ઉગ્ર વિરોધ

2 Min Read

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય અને લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે વિદ્યાર્થી નેતાઓની ટીંગાટોળી કરી હતી.

શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા જનજાતી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી છે. LLBના વિદ્યાર્થીઓના એડમિશનો ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં બંધ કરવામાં આવ્યા છે. તો આ એડમીશન આ સત્રથી ચાલુ કરવામાં આવે છે. આ માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા 28 ઓક્ટોબર 2024 ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનયરીંગ, નર્સિંગ જેવી કૉલેજ મા સ્કૉલરશિપ સહાયથી એડમિશન લઇ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી.

ગુજરાતના સુરત, વડોદરા, ગોધરા, વલસાડ અને તાપી શહેરોમાં ABVP દ્વારા રાજ્ય સરકારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ ચક્કાજામ અને પરિપત્રની હોળી કરવામાં આવી હતી, જ્યારે વડોદરા અને ગોધરામાં પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ SC/ST શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની માંગ પર મક્કમ છે.

Share This Article