Home Blog Page 480

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા

0

શનિવાર બપોરે 1 વાગ્યાના અરસામાં પાકિસ્તાનમાં 5.8 તીવ્રતાનો નાપાસો તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના ઝટકા જમ્મુ-કાશ્મીર સહિત અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 10 કિલોમીટર ઊંડાણે હતું, જેની ભૂમધ્ય રેખા ઉપર સ્થાનાક 33.63 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 72.46 ડિગ્રી પૂર્વ રેખાંશ નોંધાયું હતું.

પાકિસ્તાન યુરેશિયન અને ઇન્ડિયન ટેક્ટોનિક પ્લેટના સીમાડે આવેલો દેશ છે અને એટલે કરીને આ પ્રદેશ ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. બાલોચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાયબલ એરિયાઝ અને ગિલગિત-બાલ્તિસ્તાન યુરેશિયન પ્લેટના દક્ષિણ ભાગે આવેલ છે, જ્યારે સિંધ, પંજાબ અને પાકિસ્તાની કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર ઇન્ડિયન પ્લેટના ઉત્તર-પશ્ચિમ ભાગે આવેલ છે. આ પ્લેટો વચ્ચેની ટક્કર હોવાને કારણે પાકિસ્તાનમાં વારંવાર ધૃજનક ભૂકંપ આવતા રહે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

બિન હથિયારી PSIની 472 જગ્યા માટે આવતી કાલે તા. 13મી એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે

0

સુરત ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦ર૫ દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 13 મી ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.13 મી સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર હશે.આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવશે.

અમદાવાદ શહેર, સુરત શહેર તથા વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરશ્રીઓના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ IGP / DIGP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે. તા. 13 મી ના રોજ યોજાનાર આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં ગેરરિતી કરનાર કે ગેરરિતીમાં મદદ કરનાર વિરૂધ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આજ રોજ શનિવારના પાવન દિવસે હનુમાન જયંતી નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ કુલસચિવશ્રી ડૉ. આર.સી. ગઢવી તથા યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગના ઓ.એસ.ડી. ડૉ. યોગેશ વાંસિયાની ઉપસ્થિતિમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

યુનિવર્સિટી દ્વારા હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય તે સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું મહત્વ દર્શાવતું એક મહત્વપૂર્ણ અંશ બની શકે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ દ્વારા હનુમાનજીની પૂજા, મહિમા, આદર-ભક્તિ અને એકતા સાથે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હનુમાન ચાલીસા અને હનુમાનજીના ભજનોથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

આ કાર્યક્રમ સ્પોર્ટ્સ વિભાગમાં એટલા માટે કરવામાં આવ્યો હતો કેમ કે, હનુમાનજીની તાકાત માનવ શરીરની સાક્ષાત્કાર કરાવે છે, જે રમતગમત અને વ્યાયામના ક્ષેત્રે મહત્વપૂર્ણ અસ્તિત્વ છે. હનુમાનજી એક વીર અને ઉત્કૃષ્ટ યોદ્ધાઓનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેની મહાનતા અને સાહસની ઘટનાઓ રમતવીરોને પ્રેરણા આપે છે તથા યોગા, પ્રાણાયામ, રાજયોગ અને અન્ય શારીરિક અભ્યાસો સાથે સંમન્વય ધરાવે છે, જે રમતના ક્ષેત્રે ઉચ્ચ પરિણામો મેળવવામાં મદદ કરે છે એટલે જ જયારે રમતવીરો કોઈ પણ રમતની શરૂઆત કરે તો તેઓ સૌપ્રથમ હનુમાનજીને યાદ કરીને પોતાની રમતની શરૂઆત કરતા હોય છે.

દેશભરમાં UPI સેવાઓ ઠપ થતાં કરોડો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયાં

0

ભારતના દિલ્હી-એનસીઆર સહિત ઘણા શહેરોમાં આજે બપોરે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) સેવાઓ અચાનક બંધ થઈ જતાં લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. આ સમય દરમિયાન ઘણા લોકો UPI દ્વારા ચુકવણી કરી શક્યા નહોતા. ડાઉનડિટેક્ટર નામની એક વેબસાઇટે આ આઉટેજને ટ્રેક ક્યો હતો અને પછી તેના વિશે જાણકારી આપી હતી.

ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ની સેવાખો ખોરવાતા લાખો યુઝર્સને UPI એપ્સથી પેમેન્ટ કરવામાં મુશ્કેલી થઈ હતી. શનિવારે બપોરે પેમેન્ટ ફેલની ફરિયાદોમાં તીવ્ર વધારો થયો હતો. 12:30 વાગ્યા પછી 23,000થી વધુ ફરિયાદો આવી હતી. માહિતી અનુસાર યુપીઆઈ સિસ્ટમ ઠપ થવાને કારણે Google Pay, Paytm અને વિવિધ બેંકિંગ એપ્લિકેશનો સહિત મુખ્ય પેમેન્ટ પ્લેટફોર્મ્સની સેવાઓ ખોરવાતા યુઝર્સ તેમના ટ્રાન્ઝેક્શન્સ પૂર્ણ કરી શક્યા નહીં.

આ દરમિયાન યુપીઆઈ ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ પેમેન્ટની પ્રોસેસિંગનો મેસેજ આવતો હતો પણ 5 મિનિટ બાદ પણ પેમેન્ટ કમ્પલીટ થતું નહોતું. જોકે હજુ સુધી આ આઉટેજની સમસ્યા સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેમને યુપીઆઈથી પેમેન્ટ કરવાની ટેવ છે તેઓ સામે ફસાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ચૂકવણીમાં તકલીફ વર્તાઈ રહી છે. લાખો લોકોને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

કાશ્મીરમાં બરફીલા કિલ્લામાં તોફાની ઓપરેશન, કમાન્ડર સહિત ત્રણ આતંકી માર્યા ગયા

0

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. સેનાની કાર્યવાહીમા અત્યાર સુધીમાં કુલ ત્રણ આતંકવાદીઓ ઠાર કરી દીધા છે. ચાતરીના નૈદગામના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશના કમાન્ડર સૈફુલ્લાહ, ફરમાન અને બાશા ઠાર મરાયા હતા. આ ત્રણેય પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઓપરેશનમાં સેનાના 2,5 અને 9 પેરા કમાન્ડો, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સયુંકત કાર્યવાહી કરી હતી. ગાઢ જંગલોનો લાભ લઈને આતંકવાદીઓ ઘણીવાર ઘૂસણખોરી અને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તેથી આ ઓપરેશન ફક્ત ગાઢ જંગલોમાં જ હાથ ધરવામાં આવી હતી. આતંકવાદીઓને શોધવા માટે સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કર્યા હતા.

અહેવાલો અનુસાર કિશ્તવાડ વિસ્તારમાં સુરક્ષા દળોનું આ એક મોટું ઓપરેશન છે. 10 એપ્રિલના રોજ આતંકવાદીઓએ સુરક્ષા દળોનો સામનો થયો હતો અને એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. બીજા દિવસે 11 એપ્રિલની સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

વિજ્ઞાનની ક્રાંતિ: AI ટેક્નોલોજીથી સંભવ બન્યો માતાપિતાપણોનો સપનો, જાણો

ટેકનોલોજીની દુનિયામાં વધુ એક મોટી ક્રાંતિ સર્જાઈ છે. હવે કોમ્પ્યુટર અને રોબોટ ફક્ત ફેક્ટરી ચલાવવા માટે નથી, પણ બાળક પેદા કરવામાં પણ મદદરૂપ બન્યા છે. તાજેતરમાં દુનિયાનો પ્રથમ AI-સહાયિત IVF બાળક જન્મ્યો છે, જે સમગ્ર પ્રજનન દવા જગતમાં એક મોટું માઇલસ્ટોન છે. આ સફળતા એવા યુગલ માટે આશાની નવી લાઈટ છે, જે લાંબા સમયથી સંતાનની ઈચ્છા ધરાવે છે પણ કોઈ કારણસર માતા-પિતા બની શક્યા નથી.

AI-થી બાળકનો જન્મ કેવી રીતે થયો?

આ બાળકની જન્મપ્રક્રિયામાં, માનવ ડૉક્ટરની પરંપરાગત પદ્ધતિને બદલે એક AI-નિયંત્રિત રોબોટિક સિસ્ટમ નો ઉપયોગ થયો. સામાન્ય રીતે IVF પ્રક્રિયામાં ડૉક્ટર શુક્રાણુ પસંદ કરે છે અને તે ઇંડામાં ઇન્જેક્ટ કરે છે. પરંતુ આ નવા મોડેલમાં, AI અલ્ગોરિધમ 23 અલગ-અલગ પગલાં ઉપર કાર્ય કરે છે. IVF માં ઘણા બધા ગર્ભ બનાવવામાં આવે છે, પરંતુ કયો ગર્ભ સૌથી સ્વસ્થ અને સફળ ગર્ભાવસ્થા તરફ દોરી જશે તે પસંદ કરવું ખૂબ જ મુશ્કેલ છે. AI અલ્ગોરિધમે સૂક્ષ્‍મ ઈમેજનું એનાલિસિસ કરીને સૌથી યોગ્ય ગર્ભ પસંદ કર્યો, જે ડૉક્ટર માટે તેમની આંખોથી જોવા મુશ્કેલ હતા.

શુક્રાણુ માઇક્રો ઈમેજનું વિશ્લેષણ કરે છે

શ્રેષ્ઠ અને સૌથી હેલ્ધી શુક્રાણુ પસંદ કરે છે

લેસરની મદદથી તેને સ્થિર કરે છેઅને અંતે રોબોટિક રીતે તેને ઇંડામાં ઇન્જેક્ટ કરે છે

આ સમગ્ર પ્રક્રિયા મનુષ્યના સ્પર્શ વગર, ફક્ત ટેક્નોલોજીની મદદથી થાય છે – ઝડપી, ચોકસાઈભર્યુ અને ન્યાયસંગત.

40 વર્ષીય મહિલાના સપનાને મળ્યું સ્વરૂપ

અહેવાલ અનુસાર, આ નવી પદ્ધતિનો ઉપયોગ કરીને 40 વર્ષની એક મહિલા માતા બની છે, જેને અગાઉના તમામ પરંપરાગત પ્રયાસોમાં નિષ્ફળતા મળી હતી. AI દ્વારા પસંદ કરાયેલા શુક્રાણુ અને દાતા ઇંડા દ્વારા તૈયાર થયેલ બ્લાસ્ટોસિસ્ટ સફળતાપૂર્વક ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું અને અંતે સ્વસ્થ બાળકનો જન્મ થયો.

AI-સહાયિત IVF પદ્ધતિના ફાયદા સ્પષ્ટ છે:

પ્રક્રિયાની ચોકસાઈ અને સફળતા દર વધે છે

માનવીય ભૂલની શક્યતા ઘટે છેસમય અને ખર્ચમાં બચત થાય છે

રિમોટ ક્ષેત્રો માટે આ સારવાર સુલભ બની શકે છે

જોકે, તબીબો અને નિષ્ણાતો માને છે કે આ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પહેલા વધુ રિસર્ચ અને ક્લિનિકલ પરીક્ષણો જરૂરી છે.

ભવિષ્યની શક્યતાઓઆ સફળતા માત્ર એક બાળકના જન્મથી વધારે છે – તે એક નવી દિશા દર્શાવે છે. ટેકનોલોજી હવે માતૃત્વના સપનાને સાકાર કરવા માટે પણ સાથે ઉભી રહી છે. નજીકના ભવિષ્યમાં, આવી પદ્ધતિઓ ઘણા નિસંતાન યુગલો માટે આશાનું નવું કિરણ બની શકે છે.

સુરત ડિ‌િસ્ટ્રકટ ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં કનૈયાલાલ કોન્ટ્રાકટર પોતાના જ પગમાં કેમ કુહાડો મારવા નીકળ્યા?

ભાઈ સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની દીકરીઓને સાથ આપવાને બદલે હેમંતભાઈના વિરોધીઓની સાથે હાથ મિલાવીને ચૂંટણી લડવાથી પોતાની જ આબરૂનું લીલામ થશે

લગભગ ૮૩ વર્ષની ઉંમરે પહોંચેલા કનૈયાલાલની કોઈક આર્થિક મુશ્કેલીઓ હોઇ શકે, પરંતુ તેથી પારિવા‌િરક અને નૈતિક મૂલ્યોને કઈરીતે બાજુ ઉપર મૂકી શકાય?

સમૃદ્ધિના શિખરો સર કરવામાં આખી જિંદગી નીકળી જાય પરંતુ પતન માટે થોડી ‘કુબુદ્ધિ’ પૂરતી છે. અનેક સલતનતો સાફ થઈ ગઈ, પતન એક એવો ઇતિહાસ છે કે છેલ્લે ખુશામતખોરો પણ કાંધ મારવા આવતા નથી

પિતાએ દાનમાં આપેલી જમીન ઉપર સાકાર કરાયેલ લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનું સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરનું સપનું હતું. આ સપનાને ચરિતાર્થ કરવા પ્રેરણારૂપ બનવાને બદલે કનૈયાલાલ ઢળતી ઉંમરે પોતીકા પરિવાર સામે જ ચૂંટણી લડવા નીકળ્યા!

સુરતની પ્રતિ‌િષ્‍ઠત સંસ્થા સુરત ડિ‌િસ્ટ્રકટ ક્રિકેટ એસો‌િસએશનની ચૂંટણી પ્રતિષ્‍ઠાના જંગને બદલે પારિવા‌િરક જંગ બનીને સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની છે. સુરત સ્થિત લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમને આધુનિક અને સાધન-સુવિધાસજ્જ બનાવનાર સ્વ. હેમંતભાઇ કોન્ટ્રાક્ટરના નિધન બાદ કેટલાક તકસાધુ તત્ત્વો આજકાલ સ્ટેડિયમ ઉપર કબજો જમાવવા હાવી બની ગયા છે અને સ્ટેડિયમનો કારભાર હાથ લઈને પોતાની ખરડાયેલી બાજુને ઊજળી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની હયાતીમાં સ્ટેડિયમના પડછાયાથી પણ દૂર ભાગતા લોકોને હેમંતભાઈના નિધન બાદ સ્ટેડિયમના કારભારમાં કબજો જમાવવા માટેનો માર્ગ મોકળો દેખાઈ રહ્યો છે.

ખુદ હેમંત કોન્ટ્રાકટરે સ્ટેડિયમના વહીવટમાંથી તગેડી મૂકેલા લોકો ઓફિસ રેકોર્ડ સાથે ચેડા કરીને ફરી મેદાનમાં ઊભરી આવ્યા છે અને કોન્ટ્રાકટર પરિવારના જ વયોવૃદ્ધ અગ્રણીને મહોરું બનાવીને ચૂંટણીમાં જાણે પોતે જ સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવાનું સ્થાપિત કરવાના દાવપેચ રમી રહ્યા છે. પરંતુ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો પ્રત્યેક સભાસદ કોઠાકબાડાથી વાકેફ છે. એક વાત ચોક્કસ છે. ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં સ્વ. હેમંત કોન્ટ્રાક્ટરની વિચારધારા અને ક્રિકેટની દુનિયામાં સુરતને સ્થાન અપાવનારની જીત નિશ્ચિત થશે.પિતાનાં અધુરાં કાર્યો અને અધૂરા સપનાને પૂરા કરવા સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરની બે દીકરીઓ ‘યેશા’ અને ‘અક્ષરા’ કમર કસીને મેદાનમાં આવી છે. આ બન્ને બહેનોએ હરીફ પક્ષના ટોળા સાથે બાથ ભીડવાની દાખવેલી હિંમતને ક્રિકેટપ્રેમી લોકો તરફથી સહાનુભૂતિ અને સપોર્ટ બન્ને મળી રહ્યા છે. વળી તેમની પેનલમાં એક એક સભ્ય ઊજળી પ્રતિભા ધરાવતા પરિવારો અને ઉદ્યોગસાહસિકોમાંથી આવે છે.

યેશા અને અક્ષરાએ પિતાના નામથી બનાવેલી હેમંત કોન્ટ્રાક્ટરની પેનલના ઉમેદવારો તરફ નજર કરવામાં આવે તો કોઈને પણ આખી પેનલને ‌િજતાડવાનું ચોક્કસ મન થઇ આવે.

ઉમેદવારોની ચર્ચા કરતાં પહેલાં લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. સુરતના પ્રતિષ્ઠિત કોન્ટ્રાકટર પરિવારે આ જમીન દાનમાં આપી હતી. આજે શહેરની વચ્ચોવચ્ચ ગણાતું ક્રિકેટ સ્ટેડિયમ એ સમયે સુરત શહેરની હદની બહાર ગણાતું હતું. ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે દિવસો સુધી ટી.વી. સામે ગોઠવાઈ જઈને ભ‌િજયા, ભુસા ખાતા-ખાતા ઉજાણી કરવામાં માનતા સુરતમાં ક્રિકેટના ખેલાડીઓ પેદા થયા છે. પરંતુ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં નામ રોશન કર્યું હોય એવો એક પણ ખેલાડી પાક્યો નથી. તેમ છતાં સુરતીઓનો રમતગમત પ્રત્યેનો પ્રેમ જરા પણ ઓછો નથી અને એટલે જ કોન્ટ્રાક્ટર પરિવારે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે ડુમસ જતા મુખ્યમાર્ગ ઉપર પીપલોદ ગામને અડીને ૧.૧૦ લાખ ચો.મીટર જગ્યા દાનમાં આપી હતી અને પિતા લાલભાઈ કોન્ટ્રાક્ટરના નામથી સ્ટેડિયમ સાકાર કરવામાં આવ્યું હતું.ક્રિકેટ સ્ટેડિયમથી સમાંતર સુરતના રમતગમત પ્રેમી સ્વ.નરેન્દ્ર ગાંધી, અજય ચોકસી જેવા ઉત્સાહી કોર્પોરેટરોના કારણે દિલ્હી પછી સુરતમાં એક અત્યાધુનિક ઇન્ડોરગેમ સ્ટેડિયમ સાકાર કરી શકાયું હતું, જેના કારણે આજે સુરતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇન્ડોરગેમ રમાડવા ઉપરાંત સ્ટેડિયમમાં અનેકવિ‌ધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ખેર,‌ ક્રિકેટના વધતા જતા ક્રેઝ વચ્ચે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમના મહત્ત્વમાં પણ વધારો થતો ગયો અને સ્ટેડિયમનો વહીવટ હાથમાં લેવા કેટલાક લોકો યેનકેન પ્રકારે ગોઠવાઈ ગયા હતા. હાલમાં સ્ટેડિયમના લગભગ ૫૩૦૦ જેટલા સભાસદો છે. આ પૈકીના મોટાભાગના શિ‌િક્ષત અને ખરેખર રમતપ્રેમી લોકો છે. રમતગમત એ શારીરિક કસરત અને આનંદપ્રમોદ માટેની એક પ્રવ‌ૃત્તિ છે. પરંતુ કેટલાક લોકોને આ પ્રવૃત્તિમાં કમાણી સાથે પ્રતિષ્‍ઠા દેખાવા માંડતા સ્ટેડિયમના વહિવટમાં ગોઠવાઈ જવાની ઘેલછા જાગી હતી અને ઘણા ગોઠવાઈ પણ ગયા પરંતુ જ્યાં સુધી બધું સમુસુતરુ ચાલતુ હતું ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ વહીવટમાં ગોબાચારીની ગંધ આવવા માંડતા વિવાદ શરૂ થયા હતા. સ્વ.હેમંત કોન્ટ્રાકટર કોઈપણ ભોગે સુરતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તખ્તે લઈ જવા માંગતા હતા અને એટલે જ તેમના કાર્યકાળમાં સુરતનું લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં આવ્યું હતું અને સુરતમાં મહિલા ક્રિકેટ મેચ, જાણીતી ટીમની નાઇટ ટુર્નામેન્ટ સહિતની અનેક મેચો સુરતમાં યોજાઈ ગઈ. સ્વ. હેમંત કોન્ટ્રાકટરનો ‘ગોલ’ ક્રમશઃ સાકાર થઈ રહ્યો હતો. તેમણે સ્ટેડિયમના વિકાસમાં અવરોધરૂપ બનતા કેટલાક લોકોને વહીવટમાંથી તગેડી પણ મૂક્યા હતા. ઉદાહરણ તરીકે ડૉ. નમેષ દેસાઇ અને મયંક દેસાઇને વહીવટમાંથી ટર્મિનેટ પણ કરી દીધા હતા.પરંતુ કમનસીબે હેમંત કોન્ટ્રાકટરના આકસ્મિક અવસાન બાદ સ્ટેડિયમના વહીવટી કામકાજમાં ગોબાચારી કરીને ટર્મિનેશન લેટર દબાવી દેવાયા હતા. હેમંત કોન્ટ્રાકટર હયાત નહીં હોવાથી વળતો પ્રત્યુત્તર આપવા નહીં આવે પરંતુ સ્ટેડિયમના દસ્તાવેજોમાં હેમંત કોન્ટ્રાકટરે લખેલા પત્રોના ઈન્વર્ડ નંબર આજે પણ હયાત હશે.ખરેખર તો ડૉ. નમેષ દેસાઇ અને મયંક દેસાઇએ સ્વ.હેમંત કોન્ટ્રાકટરની વિકાસની લડાઇ આગળ ધપાવી રહેલી દીકરીઓ એશા અને અક્ષરાને સાથ આપવાની જરૂર હતી. પરંતુ આશ્ચર્ય વચ્ચે આ બન્નેએ સ્વ.હેમંત કોન્ટ્રાકટરના કામને આગળ ધપાવી રહેલી દીકરીઓને સાથ આપવાને બદલે હરીફ પેનલમાં જોડાઇને સ્વ.હેમંત કોન્ટ્રાકટરની ઉજ્જવળ કામગીરીને ભૂંસવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડૉ. નમેષ દેસાઇ પોતે મૈત્રી નામથી ક્રિકેટ એકડેમી ચલાવતા હોવાથી સ્વભાવિક છે કે તેમને ક્રિકેટ સ્ટેડિયમના કારભારમાં હસ્તક્ષેપ કરવાની અદમય ઇચ્છા હોય.

ગુજરાત ક્રિકેટ એકેડેમી તરફથી દર વર્ષે સ્કૂલ અને કોલેજ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે અને આ માટે લાખો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવે છે, પરંતુ આજ પર્યન્ત એક પણ ટુર્નામેન્ટનું આયોજન કરાયું નથી.એવા પણ આક્ષેપ થઇ રહ્યા છે કે સુરત ક્રિકેટ લીગમાં ટીમના સ્પોન્સર પાસેથી છ લાખ રૂપિયા લેવામાં આવે છે, પરંતુ એક લાખનો ચેક અને પાંચ લાખ કેશમાં શા માટે? આ સવાલનો પણ ખુલાસો કરાતો નથી. લાલભાઇ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમ એક સેવાભાવી અને પારદર્શી સંસ્થા છે તો બ્લેક અને વ્હાઇટનો વહેવાર શા માટે? એવું કહેવાય છે કે રૂપિયા ૧૭ લાખના રોકડ વહેવાર કરવામાં આવ્યા હતા. અને આ વાતનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.

સ્ટેડિયમના અધ્યક્ષ એવા સ્વ.હેમંત કોન્ટ્રાક્ટરે પોતે ઉચ્ચ શિ‌િક્ષત અને યુ.કે.થી MBA કર્યું હતું. તેઓ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બાંધકામની સાથે હિસાબી કામકાજમાં પણ માહિર હતા અને એટલે જ તેમણે ગેરરીતિઓ પકડી ડૉ.નમેષ દેસાઇ અને મયંક દેસાઇને ટર્મિનેટ કરવાના પત્રો લખ્યા હતા.પરંતુ કરેલી ભૂલ માટે પ્રાયશ્ચિત કરવાને બદલે સ્વ. હેમંત કોન્ટ્રાકટરની દીકરીઓ સહિત આખી પેનલ સામે મેદાને પડેલા લોકોએ એવી વ્યક્તિનો સાથ લીધો છે કે જેના ખુદના ઠેકાણા નથી.સ્ટેડિયમ પેનલની નેતાગીરી લઇને ફરતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ખરેખર તો સ્વ.હેમંત કોન્ટ્રાકટરનું સપનુ સાકાર કરવા તેમની દીકરીઓની પડખે ઊભા રહેવાને બદલે પોતાના જ પરિવારની દીકરીઓને હરાવવા વિરોધીઓને સાથ આપીને પા‌રિવા‌િરક પાપ કરી રહ્યા છે કારણ કનૈયાલાલ કોન્ટ્રાકટર અને સ્વ. હેમંત કોન્ટ્રાકટર બન્‍ને એક જ પરિવારના ફરજંદ છે અને લાલભાઇ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમ તેમના જ પરિવારની દેન છે. વળી સ્વ.હેમંત કોન્ટ્રાકટરની ગેરહાજરીમાં પરિવારના મોભી તરીકેની ભૂમિકા ભજવવાને બદલે કનૈયાલાલ કોન્ટ્રાક્ટર પોતાના પરિવારે જ ઊભી કરેલી સંસ્થા પોતીકા પરિવારના કબજામાં રાખવાને બદલે સામે ચાલીને બહાર લોકોના શરણે ધરી રહ્યા છે. કદાચ આમ કરવા પાછળ કનૈયાલાલ કોન્ટ્રાકટરની કોઇક મજબૂરી હશે, પરંતુ ‌િશ‌િક્ષત અને વયોવૃદ્ધ અનુભવીના નાતે કનૈયાલાલ કોન્ટ્રાકટરનું પરિવારના વિવાદને શેરીઓમાં લઈ જવાનું કૃત્ય ચોક્કસ વખોડવાને પાત્ર ગણી શકાય.જાણવા મળ્યા મુજબ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર પરિવાર હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે કોર્ટ કેસોનો પણ સામનો કરી રહ્યું છે. કેટલાક કેસમાં સજા પણ કરવામાં આવી છે. આવા સંજોગોમાં પરિવારની ઇજ્જત બંધ મુઠ્ઠીમાં રાખીને કોન્ટ્રાકટર પરિવારના વરિષ્ઠ વડીલ હોવાના નાતે પણ સ્ટેડિયમની ચૂંટણીના નામે કોન્ટ્રાકટર પરિવારની આબરૂ સામે ઉછ‍ળી રહેલા કીચડને રોકવાની તેમની નૈતિક ફરજ છે.

બાકી કોઇપણ ચૂંટણી હોય એટલે સ્વાર્થી તત્ત્વો પડખે આવીને બેસી જવાના જ. લાલભાઇ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમ આવનારા દિવસોમાં એક વટવૃક્ષ જેવી સંસ્થા બનવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ જ્યારે પોતીકા લોકો ઘોર ખોદવા બેસે છે ત્યારે ભલભલી ‘સલ્તનતો’ ના નામ નિશાન મટી ગયા છે. કોન્ટ્રાકટર ફેમિલીની એક સમયે સુરતમાં આકાશે આંબતી આબરૂ હતી પરંતુ આજે એ આબરૂમાં જરૂર ઓટ આવી છે. આ વાત બીજું કોઇ નહી, પરંતુ કનૈયાલાલ ચોક્કસ સમજી શકતા હશે કારણ જીવનના ૮ દાયકા પસાર કરીને ૮૩મા વર્ષમાં પસાર થઇ રહેલા કનૈયાલાલને સમાજ, પરિવારની ‘શાખ’ના બોધપાઠ જણાવવા પડે એવું જરૂરી નથી.કનૈયાલાલે એ વાત સમજી લેવાની જરૂર છે કે વૃક્ષને પાણી પાનારા કરતા ફળ ખાનારા લાલચુઓની સંખ્યા વધુ હોય છે. લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમને વટવૃક્ષ બનાવવા માટે જાત ઘસીને પરસેવો પાડનારાઓને વિસારે પાડી દેવામાં આવશે તો કદાચ સમાજ માફ કરી દેશે, પરંતુ કુદરત અને અંતરાત્મા માફ નહીં કરે.

ખેર, ચૂંટણી છે એટલે વ્યક્તિગત કીચડ ઊડવાનો જ, પરંતુ આ કીચડના ડાઘ ધોવાતા વર્ષો નીકળી જતા હોય છે અને વેરની આગ કાયમ સળગતી રહે છે. લાલભાઇ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીમાં કમનસીબે એક પરિવારના લોકો સામસામે તલવારો કાઢીને ઊભા છે ત્યારે ત્રાહિત વ્યક્તિઓ ચોક્કસ ગેરલાભ ઉઠાવી જશે.કનૈયાલાલ કોન્ટ્રાકટરે એ પણ મથંન કરવાની જરૂર છે કે તેમના પરિવાર અને પિતાના નામથી સાકાર કરાયેલા સ્ટેડિયમ દ્વારા પાછલા ૧૩ વર્ષમાં સુરતનો એક પણ ખેલાડીનું સર્જન કરી શકાયુ નથી. એમ્પાયર અને સિલેકટરની નિયુ‌િક્તમાં પણ મોટાપાયે ગોબાચારી કરાતી હોવાના અવારનવાર આક્ષેપો થઇ રહ્યા છે. હાર્દિક પંડ્યા જેવા સુરતના ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા વાયા વડોદરાનો માર્ગ પસંદ કરવાે પડ્યો હતો.કનૈયાલાલ કોન્ટ્રાકટરની પેનલમાં હિતુ ભરથાણા હોવાનું જાણવા મળ્યું છે. હિતુ ભરથાણાએ મીડિયા પેવેલિયન બનાવવા માટે ૨.૫૦ કરોડના દાનની જાહેરાત કરી હતી. પરંતુ કેટલા ચૂકવ્યા હતા તેની કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા ચહેરાઓ લાલભાઇ સ્ટેડિયમનો વિકાસ કરવા સક્ષમ

યેશા અને અક્ષરા કોન્ટ્રાકટરની પેનલના ઉમેદવારો ઉપર નજર કરવામાં આવે તો એક-એક કરતા ચઢિયાતા ઉમેદવારો છે. એકની પણ સામે આંગળી ચીંધી શકાય તેમ નથી. જીવરાજ ચા વાળા પરિવારના પારસ શાહ, યુવા ઉદ્યોગ અગ્રણી મયૂર ગોળવાળા, જેનીથ મિલવાળા, પરેશ જરીવાળા, સ્વ.કોર્પોરેટર નરેન્દ્ર ગાંધીના પુત્ર મયંક ગાંધી, સી.એ. નિરંજન દેસાઇ, ડી.પી.એસ સ્કૂલના રા‌િશ ઝુનઝુનવાલા, કોળી સમાજના યુવા અગ્રણી અને ક્રિકેટ એકેડમી ચલાવતા કેતન પટેલ, પંજાબી સમાજના મૂકેશ ખુરાના, મોઢવણિક યુવા આગેવાન સૌરભ દારૂવાળા, જૈન અગ્રણી રૂષિ મહેતા, ઇન્વેસ્ટર ગ્રુપના દેવેન્દ્ર ગરુડી, પ્રતીક પટેલ, વિનય અગ્રવાલ, હીરોઇઝ રૂસ્તમ ગાંધી, યશેષ સ્વામી, વિપુલ દેસાઇ, સંકેત દેસાઇ જેવા ઉમેદવારો હોવાથી સરવાળે સ્વ.હેમંત કોન્ટ્રાકટરનું સપનું સાકાર થવાની આશા બંધાઇ છે.આ ઉપરાંત ટેક્સ કન્સલટન્ટ રોહન દેસાઇ, જીગ્નેશ કોન્ટ્રાકટર જેવા અનેક લોકો સ્વ.હેમંત કોન્ટ્રાકટરની દિકરીઓ યેશા અને અક્ષરાને સાથ આપી રહ્યા છે.આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પણ યેશા અને અક્ષરાને આશીર્વાદ આપ્યા હતા.

૧૨ એપ્રિલ, ૨૦૨૫ / હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને શનિવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

શારિરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ધટે. નોકરી ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠા માં વધારો થાય. શરદી ખાંસી લાગવાની સમસ્યા રહે. માશીનરી સફેદ વસ્તુની ધંધામાં લાભ.

વૃષભઃ

મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિધાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યાનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીકસના ધંધામાં લાભ.

મિથુનઃ

વાહન સુખમાં વૃધ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શકય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી ધંધામાં પરિસ્થિતિ સુધરતા. આવક વધતી જણાય. આરોગ્ય સારૂ રહેશે.

કર્કઃ

પરિવારમાં સુખ શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શકય બને. સ્વાસ્થય ની કાળજી રાખવી. વિશ્વાસધાતના ભોગ ન બનાય. અેનુ ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી ધંધામાં પ્રગતિ. નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ પ્રેમી પાત્રનું મિલન શકય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગેન ની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ

કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવક નું પ્રમાણ ધટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ વિવાદ ટાળવો આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ

મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતા જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. ભાગ્ય સારૂ છે. ક્ષાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ

ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉધરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભઃ

નકારાત્મક વિચારો રહે. માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શકિત ધટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ

આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

સુરતમાં ૧૧૮ રત્ન કલાકારોને મારી નાંખવાના પ્રયાસમાં આરોપીની ધરપકડ, જાણો

સુરતમાં ૧૧૮ રત્ન કલાકારો દ્વારા ઝેરી પાણી પીવાની ઘટનામાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી નિકુંજ નામના વ્યક્તિની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે, જે કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિકુંજે પોતાના એક મિત્ર પાસેથી ₹૮,૦૦,૦૦૦ ગીરે લીધા હતા. આ લોનની રકમ ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નિકુંજે સવારે દુકાનમાંથી ઝેરી દવા લાવી હતી અને ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અંતિમ સમયે તેની હિંમત ન થતાં તે ત્યાં જ ઊભો રહી ગયો હતો. લોકોની અવરજવર જોઈને તે ભયભીત થઈ ગયો હતો અને કોઈને ખબર ન પડે તે માટે તેણે ઝેરનો પાઉચ ફિલ્ટરમાં નાખી દીધો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે નિકુંજ લેવીસ લાઈફ જીવી રહ્યો હતો, જેના કારણે તેણે ઉધારમાં આઠ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તે આ રકમ ચૂકવી શકે તેમ નહોતો. આરોપી નિકુંજના મામા પણ આ જ ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને તેઓ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. હાલ કાપોદ્રા પોલીસ નિકુંજે આપેલી માહિતી સાચી છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.

સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડ નામની હીરા કંપનીમાં રત્નકલાકારોની સામૂહિક હત્યાના ષડયંત્રના મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા હીરાના કારખાનાનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ રત્નકલાકારોની યાદી બનાવીને પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સેલ્ફોસ (એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ) નામની ઝેરી દવાનું પાઉચ ભેળવી દેવામાં આવ્યું હતું. આ ઝેરી પાણી પીધા બાદ કારખાનાના ૧૧૮ રત્નકલાકારોને સેલ્ફોસની અસર થઈ હતી. જેમાંથી ૧૦૪ રત્નકલાકારોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, જ્યારે હજુ પણ ૪ રત્નકલાકારો આઈસીયુમાં અને ૧૨ રત્નકલાકારો ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યા હતા. પોલીસે આ ઘટનાને રત્નકલાકારોની સામૂહિક હત્યાના પ્રયાસ તરીકે ગણીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Hanuman Jayanti : 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિ, જાણો પૂજા-વિધિનો મુહૂર્ત સમય

0

હિંદુ કેલેન્ડર મુજબ હનુમાનજી ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે પ્રગટ થયા હતા. તે જ સમયે, કેટલાક લોકો માને છે કે હનુમાનજીનો અવતાર છોટી દિવાળી પર થયો હતો. હનુમાન જયંતિ પર હનુમાનજીની વિશેષ પૂજા કરવાની જોગવાઈ છે, આમ કરવાથી આપણે આપણા જીવનમાં આવતા તમામ અવરોધોને દૂર કરી શકીએ છીએ. આ દિવસે આપણે ખાસ પ્રયોગો દ્વારા ગ્રહોને પણ શાંત કરી શકીએ છીએ. આ દિવસ શિક્ષણ, લગ્ન અને દેવાથી મુક્તિમાં સફળતા માટે ખૂબ જ ખાસ છે. આ વખતે હનુમાન જયંતિ 12 એપ્રિલ, શનિવારે ઉજવવામાં આવશે.

હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે હનુમાનજીના નામથી જ દરેક પ્રકારનું સંકટ અને ભય દૂર થઈ જાય છે. સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મના લોકો આ દિવસને ખૂબ જ ભક્તિભાવથી ઉજવે છે. તો ચાલો જાણીએ તારીખ, શુભ સમય, પૂજા પદ્ધતિ અને મહત્વ.

હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને પછી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ હનુમાનજીની પૂજાની તૈયારી કરો. જો તમે ઈચ્છો તો, તમે ઘરે મંદિરમાં બજરંગબલીની પૂજા કરી શકો છો અથવા મંદિરમાં પણ જઈ શકો છો. આ દિવસે જે કોઈ સાચા મનથી હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરે છે, તેની બધી ઈચ્છાઓ હનુમાનજી પોતે પૂર્ણ કરે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, હનુમાન ચાલીસાના પાઠથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. હનુમાન જન્મોત્સવના દિવસે એક કરતા વધુ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પ્રયાસ કરો. હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીના વિશેષ આશીર્વાદ મળે છે.

સુંદરકાંડનો પાઠ કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળે છે. હનુમાન જયંતીના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે સુંદરકાંડનો પાઠ કરવો જરૂરી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તેમણે દરરોજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.