ટેકનોલોજીની દુનિયામાં વધુ એક મોટી ક્રાંતિ સર્જાઈ છે. હવે કોમ્પ્યુટર અને રોબોટ ફક્ત ફેક્ટરી ચલાવવા માટે નથી, પણ બાળક પેદા કરવામાં પણ મદદરૂપ બન્યા છે. તાજેતરમાં દુનિયાનો પ્રથમ AI-સહાયિત IVF બાળક જન્મ્યો છે, જે સમગ્ર પ્રજનન દવા જગતમાં એક મોટું માઇલસ્ટોન છે. આ સફળતા એવા યુગલ માટે આશાની નવી લાઈટ છે, જે લાંબા સમયથી સંતાનની ઈચ્છા ધરાવે છે પણ કોઈ કારણસર માતા-પિતા બની શક્યા નથી.
AI-થી બાળકનો જન્મ કેવી રીતે થયો?
આ બાળકની જન્મપ્રક્રિયામાં, માનવ ડૉક્ટરની પરંપરાગત પદ્ધતિને બદલે એક AI-નિયંત્રિત રોબોટિક સિસ્ટમ નો ઉપયોગ થયો. સામાન્ય રીતે IVF પ્રક્રિયામાં ડૉક્ટર શુક્રાણુ પસંદ કરે છે અને તે ઇંડામાં ઇન્જેક્ટ કરે છે. પરંતુ આ નવા મોડેલમાં, AI અલ્ગોરિધમ 23 અલગ-અલગ પગલાં ઉપર કાર્ય કરે છે. IVF માં ઘણા બધા ગર્ભ બનાવવામાં આવે છે, પરંતુ કયો ગર્ભ સૌથી સ્વસ્થ અને સફળ ગર્ભાવસ્થા તરફ દોરી જશે તે પસંદ કરવું ખૂબ જ મુશ્કેલ છે. AI અલ્ગોરિધમે સૂક્ષ્મ ઈમેજનું એનાલિસિસ કરીને સૌથી યોગ્ય ગર્ભ પસંદ કર્યો, જે ડૉક્ટર માટે તેમની આંખોથી જોવા મુશ્કેલ હતા.
શુક્રાણુ માઇક્રો ઈમેજનું વિશ્લેષણ કરે છે
શ્રેષ્ઠ અને સૌથી હેલ્ધી શુક્રાણુ પસંદ કરે છે
લેસરની મદદથી તેને સ્થિર કરે છેઅને અંતે રોબોટિક રીતે તેને ઇંડામાં ઇન્જેક્ટ કરે છે
આ સમગ્ર પ્રક્રિયા મનુષ્યના સ્પર્શ વગર, ફક્ત ટેક્નોલોજીની મદદથી થાય છે – ઝડપી, ચોકસાઈભર્યુ અને ન્યાયસંગત.
40 વર્ષીય મહિલાના સપનાને મળ્યું સ્વરૂપ
અહેવાલ અનુસાર, આ નવી પદ્ધતિનો ઉપયોગ કરીને 40 વર્ષની એક મહિલા માતા બની છે, જેને અગાઉના તમામ પરંપરાગત પ્રયાસોમાં નિષ્ફળતા મળી હતી. AI દ્વારા પસંદ કરાયેલા શુક્રાણુ અને દાતા ઇંડા દ્વારા તૈયાર થયેલ બ્લાસ્ટોસિસ્ટ સફળતાપૂર્વક ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું અને અંતે સ્વસ્થ બાળકનો જન્મ થયો.
AI-સહાયિત IVF પદ્ધતિના ફાયદા સ્પષ્ટ છે:
પ્રક્રિયાની ચોકસાઈ અને સફળતા દર વધે છે
માનવીય ભૂલની શક્યતા ઘટે છેસમય અને ખર્ચમાં બચત થાય છે
રિમોટ ક્ષેત્રો માટે આ સારવાર સુલભ બની શકે છે
જોકે, તબીબો અને નિષ્ણાતો માને છે કે આ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પહેલા વધુ રિસર્ચ અને ક્લિનિકલ પરીક્ષણો જરૂરી છે.
ભવિષ્યની શક્યતાઓઆ સફળતા માત્ર એક બાળકના જન્મથી વધારે છે – તે એક નવી દિશા દર્શાવે છે. ટેકનોલોજી હવે માતૃત્વના સપનાને સાકાર કરવા માટે પણ સાથે ઉભી રહી છે. નજીકના ભવિષ્યમાં, આવી પદ્ધતિઓ ઘણા નિસંતાન યુગલો માટે આશાનું નવું કિરણ બની શકે છે.