Home Blog Page 478

નાપાસથી ડેપ્યુટી કલેક્ટર સુધીનો સફર: ખેડૂતની દીકરીએ પરિવારનું નામ રોશન કર્યું

0

સોશિયલ મીડિયામાં ઘણા લોકોની સફળતાની કહાનીઓ વાયરલ થતી હોય છે, ઘણા લોકોએ ગરીબી અને કપરી પરિસ્થિતિમાં તૈયારીઓ કરી હોય છે અને મહેનત કરીને તેઓ સફળતાનાં શિખરે પણ પહોંચતા હોય છે. કેટલાક લોકો પોતાના સપના પૂરા કરવા માટે અથાક મહેનત કરે છે અને તમામ પ્રતિકૂળતાઓ છતાં અડગ રહે છે. આવી જ એક પ્રેરણાદાયી કહાની પ્રિયલ યાદવની છે, તે એક ખેડૂતની દીકરી છે, જે એક સમયે 11મા ધોરણમાં નાપાસ થઈ હતી પરંતુ હાલ તે મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPSC)ની પરીક્ષામાં છઠ્ઠો રેન્ક મેળવીને ડેપ્યુટી કલેક્ટર બની છે.

પ્રિયલના પિતા ખેડૂત છે, અને માતા ગૃહિણી છે. તે ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે જ્યાં છોકરીઓના લગ્ન નાની ઉંમરે થઈ જાય છે, પરંતુ તેના માતા-પિતાએ તેના પર લગ્ન માટે દબાણ કર્યું ન હતું અને તેણીને કારકિર્દી બનાવવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રિયલ MPPSC પરીક્ષા 2021માં ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ કરાયેલા ટોપ 10 ઉમેદવારોમાંની એક હતી.

તે હવે IAS ઓફિસર બનવાની ઈચ્છા ધરાવે છે. તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરતી વખતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષાઓની તૈયારી કરવાનો છે. પ્રિયલે 2019 માં રાજ્ય સેવાની પરીક્ષા આપી, જેમાં તેણીએ 19મો રેન્ક મેળવ્યો અને જિલ્લા રજીસ્ટ્રાર બની. તે આનાથી ખુશ ન હતી અને ફરીથી તૈયારી કરવા લાગી.

બીજા જ વર્ષે, તેણીએ રાજ્ય સિવિલ સેવા પરીક્ષા 2020 માં 34મો રેન્ક મેળવ્યો. આ વખતે તેમની પસંદગી સહકારી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનરના પદ માટે થઈ હતી. પ્રિયલ અહીં જ ન અટકી, તેણે 2021માં ફરી પરીક્ષા આપી અને ડેપ્યુટી કલેક્ટર બની.

આ એ જ પ્રિયલ છે જે 11માં એક વખત નાપાસ થઈ હતી. પ્રિયલ તેના વર્ગમાં 10મા સુધી ટોપ કરતી હતી, પરંતુ તેણે 11મા ધોરણમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષય પસંદ કર્યા હતા. પ્રિયલને આ વિષયોમાં કોઈ રસ નહોતો, જેના કારણે તે 11મામાં ભૌતિકશાસ્ત્રમાં નાપાસ થઈ ગઈ. 11માં નાપાસ થવાની આ ઘટનાએ પ્રિયલને આંચકો આપ્યો હતો.

૧૫ એપ્રિલ, ૨૦૨૫ / મંગળવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ:

આવક ઓછી થવાના કરાણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી, થાક લાગવાની તરલીફો સહન કરવી પડે. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માન વધારો થાય.

વૃષભ:

આધાત્મિકતા માં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાળવાનો યોગ બને છે. ભાગ્ય સારૂ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મેળવી જણાય.

મિથુન:

વાહન સુખ મકાન મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શકય બને. માતાની તબિયત માં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્ક:

આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શગુ ઓથી સાવઘ રહેવું.

સિંહ:

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાં ની ખરીદી શકય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યા:

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો ‍વધારો તાય. ઉખ્ણવાત ની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો માઇગ્રેન થી પરેશાની વધે. માતાની તબિયત ની કાળજી રાખવી અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલા;

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણયા. માતૃપક્ષ તરફી ‌ચિંતા રહે. પ‌રિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થય અંગેની સુખાકારી જળવાય.

વૃ‌શ્ચિક;

આજે આપના ‌‌મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. ‌મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પ‌રિવારમાં સુખ-શાં‌તિ સમૃ‌ધ્ધિ જળવાય. સ્થાવર જંગમ ‌મિલકત થી લાભ મેળવી શકાય.

ધન:

નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર:

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. પ‌રિવાર માં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પ‌રિણામે નાણામાં વૃ‌ધ્ધિ થાય.

કુંભ‌‌:

દિવસ દરમ્યાન માન‌સિક પ‌રિતાપ રહે. નકારાત્મક ‌વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પ‌‌રિણામે ‌‌જેવા ‌વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક ‌વિચારો કરવાની સલાહ છે. નોકરી ધંધામાં ‌દિવસ શાં‌તિથી પસાર કરી દેવો.

મીન:

શંખચલ્લી જેવા ‌વિચારો ટાળવા. મીઠાઇ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વા‌ણિજય, દુરસંચાર જળ આધા‌‌રિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી રબ્બરના વેપાળ વાળાને લાભ, પ‌ત્નિ સાથે પ્રેમ જળવાળે. આરોગ્ય સારૂં રહેશે. આંખની કાળજી રાખવી.

બિહારમાં 3 દિવસ પહેલા જ ઉદ્ઘાટન કરાયેલા 3831 કરોડના ખર્ચે બનેલા પુલમાં તિરાડો

0

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનામાં જેપી ગંગા પથ – જેપી સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ ત્રણ દિવસમાં જ આ પુલમાં મોટી તિરાડો દેખાઈ છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પુલ ઉપરની તિરાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. પટનાનો જેપી ગંગા પથ 3831 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે ત્રણ દિવસ પહેલા જ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. દિદારગંજ નજીક પુલના થાંભલા નંબર A-3 પાસે આ તિરાડો દેખાઈ છે. પુલની બંને લેનમાં આ તિરાડો દેખાતા ફરી એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થવા લાગ્યા છે

9 એપ્રિલે મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પટનાના કંગન ઘાટથી દિદારગંજ સુધી બનેલા આ ગંગા પથનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, બિહારના બંને નાયબ મુખ્યપ્રધાનો, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, માર્ગ બાંધકામ પ્રધાન નીતિન નવીન, વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ મંચ પર હાજર હતા.

નિષ્ણાતો અને સામાન્ય લોકો માને છે કે, આ તિરાડો એ વાતનો સંકેત છે કે બાંધકામની ગુણવત્તા સાથે ક્યાંક ચેડા થયા છે. એવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ પુલનું ઉદ્ઘાટન કરી દીધું છ? જેના કારણે તેમાં તિરાડો દેખાઈ રહી છે. ભારે તોફાન અને વરસાદ વચ્ચે ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું આગમન અને તે જ પુલ પર તિરાડો દેખાવાથી ખ્યાલ આવે છે કે ઉદ્ઘાટન પહેલાં ટેકનિકલ પરીક્ષણો અને સલામતી તપાસ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી.

ગુજરાતમાં કોંગ્રેસ માટે રાહુલ ગાંધીનું મેદાનમાં અવતરણ, અરવલ્લીથી વિશાળ અભિયાનનો પ્રારંભ

0

ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે એક મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી છે. આ અભિયાનની શરૂઆત અરવલ્લી જિલ્લાથી થશે અને ખુદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આ અભિયાનનો પ્રારંભ કરાવશે.

મળતી માહિતી મુજબ, દેશભરમાં શરૂ થનારા સંગઠન સર્જનના પાયલોટ પ્રોજેક્ટ માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ અરવલ્લી જિલ્લાથી આ અભિયાનની શરૂઆત થશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના સક્ષમ અને કાર્યક્ષમ પ્રમુખોની પસંદગી કરવાનો છે, જેથી પાર્ટીને વધુ મજબૂતી મળી શકે.

રાહુલ ગાંધીના આગમનની તૈયારીઓના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ એક પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું, જેમાં તેમણે રાહુલ ગાંધીના કાર્યક્રમની માહિતી આપી હતી. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને પ્રદેશ કોંગ્રેસમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ આ અભિયાન દ્વારા ગુજરાતમાં ફરીથી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું હતું કે ‘તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઈએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.

ઉલ્લેખનીય છે કે આગામી 2027માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને માત આપવાનો કોંગ્રેસે પડકાર ફેંક્યો છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ જે ઠરાવો કરવામાં આવ્યા છે તેના પર અમલ લાગૂ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે તાજેતરમાં ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. 41 પ્રમુખો નક્કી કરવા માટે AICCના 50 અને PCCના 183 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ઓલપાડના સેનાખાડી પર રૂ.5.80 કરોડના ખર્ચે બનેલ ફોરલેન બાયપાસ રોડનું ઉદ્ઘાટન

ઓલપાડના સેનાખાડી પર રૂ.5.80 કરોડના ખર્ચે નવનિર્મિત ફોરલેન બાયપાસ રોડનું લોકાર્પણ વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઓલપાડ બજારના ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓલપાડ ટાઉનમાંથી બાયપાસ સાહોલ-કિમને સુરત સાથે જોડતા પુલનું સેના ખાડી પર નિર્માણ થતા મુખ્ય બજારમાં થતા ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બનશે.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, નવો ઓલપાડ બાયપાસ બનવાથી ઓલપાડ શહેરમાંથી પસાર થતો હજીરા ઔદ્યોગિક વિસ્તારનો મોટા ભાગનો ટ્રાફિક આ બાયપાસ પરથી પસાર થશે. જેના લીધે ઓલપાડ ગામતળના બજાર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે તથા ગામતળ વિસ્તાર થતા અકસ્માતો ઘટશે. રોજિંદી અવર જવર કરતાં રાહદારીઓ તેમજ સ્થાનિક નગરજનોના સમય અને ઈંધણનો બચાવ થશે.

મંત્રીશ્રીએ બાયપાસ નિર્માણ માટે આવેલી અડચણોનું નિરાકરણ લાવી બાયપાસ પૂર્ણ કરાયો છે એમ જણાવી ઉમેર્યું કે, કેટલાક કાયદાકીય પ્રક્રિયા, પાણીની લાઈન, ઈલેક્ટ્રિક લાઈન તેમજ ગેસ લાઈન શિફટીંગ જેવી સમસ્યાઓનું નિવારણ કરી કામ આગળ વધારવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગોના સંકલન અને સામૂહિક પ્રયાસોથી આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળતા મળી હતી.

મંત્રીશ્રીએ કહ્યું કે, આગામી દિવસોમાં ઓલપાડમાં ૧૦૦ બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે, જેના કારણે આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધશે. હજીરાથી દહેજ સુધી રૂ.૩૫૬ કરોડના ખર્ચે કોસ્ટલ હાઈવે રાજ્ય સરકાર દ્વારા ઝડપભેર નિર્માણ પામશે. કુદિયાણાથી ઓલપાડ સુધી ફોરલેન રોડ બનશે. સાયણના વિકાસ માટે રાજ્ય સરકારે રૂ.22 કરોડ ફાળવ્યા છે.

ઓલપાડ તાલુકામાં જળસંચય માટે 15,000 વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર બનાવવાનું આયોજન કર્યું છે. સ્ટ્રકચર દીઠ 10 થી 15 લાખ લીટર પાણીની બચત થશે એમ જણાવી મંત્રીશ્રીએ આ સંદર્ભે સાંસદ મુકેશભાઈ દલાલે સાંસદ તરીકેની ગ્રાન્ટમાંથી રૂ.બે કરોડ જળસંચય માટે ફાળવ્યા છે એ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીએ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે પોતે રૂ.૧.૩૦ કરોડની ગ્રાન્ટ જળસંચયના સ્ટ્રકચરો બનાવવા માટે ફાળવી હોવાનું જણાવ્યું હતું.

ઓલપાડ તાલુકાના 108 ગામોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા પ્રત્યેક ગામોમાં ઇકોફ્રેન્ડલી બેગ વેન્ડિંગ મશીનો મૂકવામાં આવશે. પ્રત્યેક મશીનોમાં 100 બેગ ઉપલબ્ધ બનશે અને રૂ.૫ નો સિક્કો નાંખીને કાપડની બેગ મેળવી શકાશે એમ પણ મંત્રીશ્રીએ કહ્યું હતું.

વનમંત્રીશ્રીએ કહ્યું કે, ઓલપાડ તાલુકામાં વસતા હળપતિ ભાઈઓનું મકાન કાચું ન રહે અને પી.એમ.આવાસ તેમજ હળપતિ આવાસ યોજના હેઠળ તેમના પાકા આવાસો બને એ જનપ્રતિનિધિ તરીકે પોતાની જવાબદારી છે અને આવનારા દિવસોમાં આ જવાબદારી 100 ટકા નિભાવવાનો પોતાનો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું. ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિના અવસરે બાયપાસ ખૂલ્લો મૂકાયો હોવાથી મંત્રીશ્રીએ આ બાયપાસને ‘બાબાસાહેબ આંબેડકર બાયપાસ’ નામ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

સાંસદ મુકેશભાઈ દલાલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી ઓલપાડ તાલુકો સર્વાંગી વિકાસની રાહ પર આગળ વધી રહ્યો છે. તાલુકામાં રોડ, આરોગ્ય, પાણી, સિંચાઈ, શિક્ષણ સહિત જરૂરી તમામ સુખસુવિધાઓ ઊભી થઇ છે એમ જણાવ્યું હતું. આ વેળાએ ONGCના સી.એસ.આર. ફંડમાંથી માળીફળિયા અસ્નાબાદ આંગણવાડીના રિનોવેશન માટે ONGCના પ્રતિનિધિઓએ મંત્રીશ્રીને રિનોવેશન ફંડ અર્પણ કર્યું હતું.

500 ફિલ્મોમાં કરનાર અભિનેતા બેંક જનાર્દનનું નિધન, 76 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારે તાજેતરમાં આ દુનિયાને અલવિદા કહ્યું. મનોજ કુમારનું નિધન માત્ર હિન્દી સિનેમા માટે જ નહીં પરંતુ દક્ષિણ સિનેમા અને તમામ સિનેમા પ્રેમીઓ માટે પણ એક મોટી ખોટ છે. આ પીઢ અભિનેતાના નિધનના શોકમાંથી હજી ચાહકો બહાર આવ્યા ન હતા ત્યાં વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત કન્નડ સિનેમા અભિનેતા અને હાસ્ય કલાકાર બેંક જનાર્દનનું નિધન થયું છે. રવિવારે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા.

બેંક જનાર્દનનનું 77 વર્ષની વયે અવસાન
દાયકાઓથી પોતાના અભિનય અને હાસ્યથી દર્શકોનું મનોરંજન કરતા કન્નડ અભિનેતા બેંક જનાર્દનનું રવિવારે 77 વર્ષની વયે બેંગલુરુમાં અવસાન થયું. બેંક જનાર્દન ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેમને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓ, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને અન્ય ઘણા લોકોએ બેંક જનાર્દનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

2023 માં હાર્ટ એટેક આવ્યો
બેંક જનાર્દનને 2023 માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગી. તે સમયે અભિનેતા સ્વસ્થ થઈ ગયા, પરંતુ પછી ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

500થી વધુ ફિલ્મોમાં કર્યું કામ અભિનેતાએ તેમની ચાર દાયકાથી વધુના કારકિર્દીમાં 500થી વધુ ફિલ્મો અને શોમાં અભિનય કર્યો. તેમને તેમના કૉમિક રોલ માટે ઓળખવામાં આવતા હતા. અભિનેતાએ તેમની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી. તેમને ‘બેંક જનાર્દન’નો ઉપનામ પણ મળ્યો, કારણ કે તેમણે થોડા સમય માટે બેંકમાં પણ કામ કર્યું હતું. જનાર્દનની કેટલીક સૌથી શાનદાર ફિલ્મોમાં શાહ, તરલે નાન મગા, બેલિયપ્પા બંગરપ્પા, જી બૂમ્બા, ગણેશ સુબ્રમણ્ય અને કૌરવ સામેલ છે. તેમણે જોકલી, રોબો ફેમિલી, પાપા પાંડુ અને મંગલ્યા સહિત અનેક ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે.

ફિજી ટાપુઓની દક્ષિણે 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો

સોમવારે ફિજી ટાપુઓના દક્ષિણમાં રિક્ટર સ્કેલ પર 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના એક નિવેદનમાં જણાવાયું છે. NCS મુજબ, ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે તે આફ્ટરશોક્સ માટે સંવેદનશીલ બન્યો હતો.

X પરની એક પોસ્ટમાં, NCS એ જણાવ્યું હતું કે, “EQ of M: 6.3, તારીખ: 14/04/2025 01:32:52 IST, અક્ષાંશ: 25.87 S, લાંબો: 178.18 W, ઊંડાઈ: 10 Km, સ્થાન: ફિજી ટાપુઓની દક્ષિણ.” છીછરા ભૂકંપ ઊંડા ભૂકંપો કરતાં વધુ ખતરનાક હોય છે કારણ કે તેમની ઊર્જા પૃથ્વીની સપાટીની નજીક વધુ નજીક હોય છે, જેના કારણે જમીન પર વધુ ધ્રુજારી આવે છે અને માળખાં અને જાનહાનિમાં વધારો થાય છે, ઊંડા ભૂકંપો સપાટી પર મુસાફરી કરતી વખતે ઊર્જા ગુમાવે છે. ફિજી ટાપુઓનો દક્ષિણ ભાગ ભૂકંપ-સંભવિત માનવામાં આવે છે, જે તાજેતરની ભૂકંપ પ્રવૃત્તિ અને ઐતિહાસિક રેકોર્ડ દ્વારા પુરાવા મળે છે.

આ પ્રદેશ ફીજી સિસ્મિક ઝોનમાં આવેલો છે, જે વારંવાર ભૂકંપ માટે જાણીતો વિસ્તાર છે.
ફીજી સર્કમ-પેસિફિક સિસ્મિક બેલ્ટમાં આવેલું છે, જેને સામાન્ય રીતે “રિંગ ઓફ ફાયર” તરીકે ઓળખવામાં આવે છે જે ઉચ્ચ ભૂકંપ પ્રવૃત્તિનો પ્રદેશ છે. આ ઝોનમાં અસંખ્ય ભૂકંપ આવે છે, જેમાં કેટલાક નોંધપાત્ર તીવ્રતાના ભૂકંપનો પણ સમાવેશ થાય છે. આ પટ્ટો ટેક્ટોનિક પ્લેટોની સીમાઓ સાથે અસ્તિત્વ ધરાવે છે, જ્યાં મોટાભાગે દરિયાઈ પોપડાની પ્લેટો બીજી પ્લેટની નીચે ડૂબી જાય છે (અથવા સબડક્ટિંગ). આ સબડક્શન ઝોનમાં ભૂકંપ પ્લેટો વચ્ચે સરકી જવાથી અને પ્લેટોમાં ભંગાણને કારણે થાય છે.

ફીજીમાં ભૂકંપનો ઇતિહાસ છે, જેમાં કેટલાક નોંધપાત્ર નુકસાન અને વિક્ષેપનું કારણ બને છે. ફીજીના ખનિજ સંસાધન વિભાગ (MRD) વિવિધ ભૂકંપો અને તેમની અસરોનું દસ્તાવેજીકરણ કરે છે, જે આ પ્રદેશમાં ચાલી રહેલા ભૂકંપના જોખમને પ્રકાશિત કરે છે.

ફીજી પ્રજાસત્તાક અને ખાસ કરીને, તેની રાજધાની સુવાને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ખરેખર, તાજેતરનો ઇતિહાસ આ વાતની સાક્ષી આપે છે, 14 સપ્ટેમ્બર, 1953 ના સુવા ભૂકંપ (રિક્ટર મેગ્નિટ્યુડ ML 6.5) અને તેની સાથે સંકળાયેલ સુનામીની યાદ સાથે.

MSUમાં ‘Aeronautical Engineering’નો ડિગ્રી કોર્સ શરૂ થશે, AICTEની મંજૂરી

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગના અભ્યાસક્રમને AICTE(ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન) દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આમ નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીમાં નવો અને મહત્વપૂર્ણ કોર્સ શરૂ કરવા માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.

યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ધનેશ પટેલે કહ્યું હતું કે, કોઈ પણ એન્જિનિયરિંગ કોર્સ શરૂ કરવા માટે એઆઈસીટીઈની મંજૂરી જરૂરી હોય છે. આગામી વર્ષથી 30 બેઠકો સાથે એરોસ્પેસ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ શરૂ કરવામાં આવશે. એક તરફ મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામના ભાગરૂપે ભારતમાં જ એરક્રાફ્ટ બનાવવા માટે સરકારની નીતિ છે ત્યારે આ કોર્સ શરૂ કરવાથી વિદ્યાર્થીઓને નવી તકો મળશે. નવો કોર્સ સેલ્ફ ફાઈનાન્સ ધોરણે ચાલશે.

વિદ્યાર્થીઓ માટે જરુરી માળખાકીય સુવિધાઓ પણ વહેલી તકે ઉભી કરવામાં આવશે. સાથે-સાથે બીઈ મિકેનિકલના કોર્સમાં પણ સેલ્ફ ફાઈનાન્સ ધોરણે વધારાની 60 બેઠકોને એઆઈસીટીઈ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આમ મિકેનિકલ વિભાગમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી વધુ 60 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર સમક્ષ એરોનોટિકલ એન્જિનિયરિંગના કોર્સ માટે યુનિવર્સિટી સત્તાધીશોએ ગ્રાન્ટ માગી હતી પરંતુ સરકારે નાણાકીય સહાય મંજૂર નહીં કરતા આ કોર્સ સેલ્ફ ફાઈનાન્સ ધોરણે ચલાવવો પડશે.

અંકલેશ્વરની પાનોલી GIDCની જલ એક્વા કંપનીમાં લાગી ભીષણ આગ

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી જલ એકવા કંપનીમાં અચાનક આગ લાગતા દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા હતા,આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે,ફેકટરી બળીને ખાખ થઈ ગઈ છે, ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 ફાયરના વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અંકલેશ્વરની પાનોલીની જલ એકવા કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે,આગને લઈ મેજર કોલ જાહેર કરાયો છે, તો આદ હજી પણ બેકાબુ છે અને ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટે આવી ગયો હતો,અને આ ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી અને કોઈ ઈજાગ્રસ્ત પણ થયું નથી,ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે છે,આગ કેમ લાગી તેનું કારણ અકબંધ છે.

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ જલ એકવા કંપનીમાં અચાનક આગ લાગતા દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા હતા, આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે, કંપની બળીને ખાખ થઈ ગઈ છે, સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. રાહતની વાત એ છે કે, આગ લાગતાની સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. પોલીસે પણ ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે.

“કોંગ્રેસના શાસનના દિવસો ભૂલવા ન જોઈએ”: હરિયાણા મુલાકાત દરમિયાન પીએમ મોદી

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકોને “કોંગ્રેસના શાસનના દિવસો ભૂલી જવા” સામે ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે 2014 પહેલા, દેશભરમાં વીજળી ગુલ થવી એક સામાન્ય ઘટના હતી અને જો આજે કોંગ્રેસ સત્તામાં હોત તો પણ તે સામાન્ય હોત. હરિયાણાના યમુનાનગરમાં આ વિસ્તારમાં પાવર પ્લાન્ટની ક્ષમતા વધારવાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતી વખતે પીએમએ આ ટિપ્પણી કરી હતી.

“આપણે કોંગ્રેસના શાસનના દિવસો ભૂલવા ન જોઈએ – 2014 પહેલા, જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે આપણે એવા દિવસો જોયા છે જ્યારે આખો દેશ વીજળી ગુલ થવો જોઈતો હતો. જો આજે કોંગ્રેસની સરકાર હોત, તો આપણે હજુ પણ વીજળી ગુલ થવી જોઈતી હોત,” પીએમ મોદીએ જાહેર સભા દરમિયાન કહ્યું. વિકસિત ભારત સુનિશ્ચિત કરવા માટે વીજળીના મહત્વ પર ભાર મૂકતા, પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે સૌર, કોલસો અને પરમાણુ જેવા વિવિધ વીજ ક્ષેત્રોનો ઉપયોગ વીજળી ઉત્પાદનને સરળ બનાવવા માટે કેવી રીતે કરવામાં આવશે.

“વિકસિત ભારતના નિર્માણમાં વીજળી ખૂબ મોટી ભૂમિકા ભજવશે. એટલા માટે અમારી સરકાર વીજળીની ઉપલબ્ધતા વધારવા માટે તમામ દિશામાં કામ કરી રહી છે. પછી ભલે તે વન નેશન-વન ગ્રીડ હોય, નવા કોલસા પાવર પ્લાન્ટ હોય, સૌર ઉર્જા હોય, પરમાણુ ક્ષેત્રનો વિસ્તરણ હોય… અમારો પ્રયાસ દેશમાં વીજળી ઉત્પાદન વધારવાનો છે… વીજળીનો અભાવ રાષ્ટ્ર નિર્માણમાં અવરોધ ન બનવો જોઈએ,” પ્રધાનમંત્રીએ કહ્યું.

તેમણે આંબેડકર જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી.
“આજે બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ પણ છે. હું બધા દેશવાસીઓને આંબેડકર જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બાબા સાહેબનું વિઝન અને પ્રેરણા આપણને વિકસિત ભારત તરફની સફરની દિશા સતત બતાવે છે. યમુના નગર માત્ર એક શહેર નથી, તે ભારતના ઔદ્યોગિક નકશાનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. પ્લાયવુડથી લઈને પિત્તળ, સ્ટીલ સુધી, આ સમગ્ર ક્ષેત્ર ભારતના અર્થતંત્રને મજબૂત બનાવે છે,” તેમણે કહ્યું.

“હરિયાણા સતત ત્રીજી વખત ડબલ એન્જિન સરકારના વિકાસની બમણી ગતિ જોઈ રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત હરિયાણા. આ અમારો સંકલ્પ છે. આજે અહીં શરૂ થયેલા વિકાસ પ્રોજેક્ટ્સ તેનું જીવંત ઉદાહરણ છે. હું હરિયાણાના લોકોને આ વિકાસ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપું છું,” તેમણે ઉમેર્યું.

સરકાર બાબાસાહેબના આદર્શોને કેવી રીતે આગળ ધપાવવા માંગે છે તે વિશે વાત કરતા, પીએમ મોદીએ આગળ કહ્યું, “મને ગર્વ છે કે અમારી સરકાર બાબાસાહેબના વિચારોને આગળ ધપાવી રહી છે. બાબા સાહેબ આંબેડકરે ઉદ્યોગોના વિકાસને સામાજિક ન્યાયનો માર્ગ ગણાવ્યો હતો. બાબા સાહેબે ભારતમાં નાના હોલ્ડિંગ્સની સમસ્યાને ઓળખી હતી.”