Friday, Apr 25, 2025

બિહારમાં 3 દિવસ પહેલા જ ઉદ્ઘાટન કરાયેલા 3831 કરોડના ખર્ચે બનેલા પુલમાં તિરાડો

2 Min Read

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનામાં જેપી ગંગા પથ – જેપી સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ ત્રણ દિવસમાં જ આ પુલમાં મોટી તિરાડો દેખાઈ છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પુલ ઉપરની તિરાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. પટનાનો જેપી ગંગા પથ 3831 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે ત્રણ દિવસ પહેલા જ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. દિદારગંજ નજીક પુલના થાંભલા નંબર A-3 પાસે આ તિરાડો દેખાઈ છે. પુલની બંને લેનમાં આ તિરાડો દેખાતા ફરી એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થવા લાગ્યા છે

9 એપ્રિલે મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પટનાના કંગન ઘાટથી દિદારગંજ સુધી બનેલા આ ગંગા પથનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, બિહારના બંને નાયબ મુખ્યપ્રધાનો, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા, માર્ગ બાંધકામ પ્રધાન નીતિન નવીન, વિધાનસભા અધ્યક્ષ નંદ કિશોર યાદવ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ મંચ પર હાજર હતા.

નિષ્ણાતો અને સામાન્ય લોકો માને છે કે, આ તિરાડો એ વાતનો સંકેત છે કે બાંધકામની ગુણવત્તા સાથે ક્યાંક ચેડા થયા છે. એવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં આ પુલનું ઉદ્ઘાટન કરી દીધું છ? જેના કારણે તેમાં તિરાડો દેખાઈ રહી છે. ભારે તોફાન અને વરસાદ વચ્ચે ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું આગમન અને તે જ પુલ પર તિરાડો દેખાવાથી ખ્યાલ આવે છે કે ઉદ્ઘાટન પહેલાં ટેકનિકલ પરીક્ષણો અને સલામતી તપાસ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી.

Share This Article