Home Blog Page 466

૨૫ એપ્રિલ, ૨૦૨૫ : શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આધાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણા. ભાગ્ય સારૂં છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતો થી લાભ મળશે.

વૃષભઃ

કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વઘશે. સ્ત્રી તથા સંતાન તરફતી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શકયતા છે.

મિથુનઃ ‌

દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય. ભાગ્યનો આધારે સફળ થતા જણાય. જીવનસાથી ની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ

માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રો થી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિધાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ

ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભુુુતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણો માંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફતી ચિંતા. નોકરી માં બઠતી ના સંજોગો શકય બને.

કન્યાઃ

વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃસંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકુળતા જણાય. ધાર્મિક આયોજનો માં સમય પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ

નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઇ બહેન ની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારો થી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાયો થી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા વાગવા- અગ્નિ થી સાચવવું. તમામ બાબતોમાં જીવનસાથી નો સહકાર મળે.

મકરઃ

દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થાય. માન સન્માન માં વૃ‌્ધ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યો ની જવાબદારી ઉઢાવવી પડે. આરોગ્ય ની કાળજી રાખવી.

કુંભઃ

ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઇ બહેનને વાઇરલ ઇન્ફેકશન થી સાચવવું. દેવું કરવાથી દૂર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશ ના સબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ

જુના ગુરૂ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આધા‌ત્મિક પ્રગતિ થાય. સંતાન થી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ. અને વયુના રોગોથી પરેશાની વધે.

સુરતમાં 15 વર્ષીય કિશોરના અંગદાનથી જીવ્યું 5 લોકોને નવી જિંદગી

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૫મું સફળ અંગદાન થયું છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ સંજાણ ગામના રાજપૂત પરિવારના બ્રેઈનડેડ કિશોરના હૃદય, સ્વાદુપિંડ, બે કિડની અને એક લીવર દાન થતા ચાર જરૂરિયાતમંદ બાળકોને નવજીવન મળશે. ખાસ કરીને તરૂણના સ્વાદુપિંડના દાનથી ટાઇપ 1 ડાયાબિટીસના દર્દીને નવું જીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ- બુનતપાડા ખાતે રહેતા સંજયભાઈ રાજપૂતનો 15 વર્ષીય પુત્ર રોહિત ગત તા.૨૦મી એપ્રિલના રોજ મુંબઈના દહાણુંથી ઘેર પરત ફરતા તેની બાઇક સ્લીપ થઇ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા રોહિતને 108 એમ્બ્યુલન્સમાં ગાંધીવાડી સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ રિફર કરાયો હતો. હાલત વધુ ગંભીર જણાતા તબીબોએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ જવા સૂચવ્યું હતું. જેથી તા. 21મીએ બપોરે 12.29 વાગે સુરત સિવિલમાં દાખલ કર્યો હતો. ત્રણ દિવસની સઘન સારવાર બાદ તા.24મીએ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો. હેમલ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

રાજપૂત પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. માતા મંજુબેન અને પિતા સંજયભાઈએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વ.રોહિતભાઈને એક બહેન અને બે ભાઈઓ છે.

આજે બ્રેઈનડેડ સ્વ.રોહિતભાઈના સ્વાદુપિંડ, લીવર અને બે કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલ તેમજ હૃદય સુરતની બી.ડી.મહેતા મહાવીર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.

દેશમાં સ્વાદુપિંડનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ જૂજ સંખ્યામાં થાય છે. સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટએ એક જટિલ શસ્ત્રક્રિયા છે જેમાં રોગગ્રસ્ત સ્વાદુપિંડને હટાવીને સ્વસ્થ દાતા પાસેથી મળેલું સ્વાદુપિંડ શરીરમાં સ્થાપિત કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ટ્રાન્સપ્લાન્ટ ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે થાય છે જેમને તેમની ઇન્સ્યુલિન ઉત્પાદિત કરવાની ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી હોય છે.

પહેલગામ હુમલાની ખોટી અફવા ફેલાવનારો ઝડપાયો, દિલ્હીની પોલીસની તાત્કાલિક કાર્યવાહી

0

દિલ્હી પોલીસે ગુરુવારે જણાવ્યું કે તેણે એક સાધ વ્યકિતને હિરાસતમાં લીધો છે, જેણે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા વિશે પહેલેથી જાણકારી હોવાનો દાવો કર્યો હતો, જે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કર્યા પછી “સંપૂર્ણપણે તથ્યવિહિન” સાબિત થયો।

પોલીસ અનુસાર, સુબોધ ત્યાગી નામના આ વ્યક્તિએ બુધવારે અર્ધરાતે દિલ્હીના શકરપુર વિસ્તારથી ફોન કરીને હુમલા વિશે પહેલેથી જાણ હોવાનો દાવો કર્યો હતો।

પેશાએ ડ્રાઇવર ત્યાગીએ પોલીસે ચેતવણી આપી, ત્યારબાદ દિલ્હીની પોલીસે તરત જ કાર્યવાહી કરી અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) સહિત અનેક સુરક્ષા એજન્સીઓ સાથે મળીને તપાસ શરૂ કરી। ઘણા કલાકોની પૂછપરછ પછી સુરક્ષા એજન્સીઓએ દાવાનું નિરીક્ષણ કર્યું અને છેલ્લે નિષ્કર્ષ આપ્યો કે પહેલગામ હુમલા અંગેની જાણકારી “સંપૂર્ણ રીતે બિનમૂળભૂત” હતી।

પોલીસ અનુસાર, આ વ્યક્તિએ નશાની સ્થિતિમાં આ દાવો કર્યો હતો, જેના કારણે ઘણી કાનૂની એજન્સીઓનો કિંમતી સમય અને સ્રોત બરબાદ થયો। પોલીસે જણાવ્યું કે 51 વર્ષના આ વ્યક્તિના રક્તમાં 237/100 મિલીલીટર સુધીના એલ્કોહોલ લેવલની પૃષ્ઠિ થઈ હતી। પહેલગામના બૈસારન ઘાસના મેદાનમાં આતંકીઓ દ્વારા કરાયેલો આ હુમલો 2019ના પુલવામા હુમલા પછી ખીણમાં થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંનો એક છે, જેમાં 40 CRPF જવાન શહીદ થયા હતા। 2019માં કલમ 370 રદ થયા બાદ આ ક્ષેત્રમાં થયેલા સૌથી મોટા આતંકી હુમલાઓમાં આ એક છે।

જવાબી પગલાં તરીકે ભારતે બુધવારે સરહદ પાર આતંકવાદને ટેકો આપવા બદલ પાકિસ્તાનને કડક સંદેશ આપવા માટે અનેક પગલાંઓની જાહેરાત કરી હતી, જેમાં 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો નિર્ણય અને અટારી ખાતેની એકીકૃત ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ સુરક્ષા પરની મંત્રીમંડળ સમિતિની બેઠક પછી એક વિશેષ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરીને જણાવ્યું કે પાકિસ્તાની નાગરિકોને હવે સાર્ક વિઝા છૂટ યોજના હેઠળ ભારતની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં નહીં આવે।

બે કલાકથી વધુ ચાલેલી આ બેઠકનું અધ્યક્ષસ્થાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું। બુધવારે થયેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠકમાં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં 25 ભારતીય અને એક નેપાળી નાગરિકના મૃત્યુ થયા હતા। સમિતિએ હુમલાની કડક નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડા શોક વ્યક્ત કર્યો હતો તથા ઘાયલોને વહેલી સાજા મળે તેવી આશા વ્યક્ત કરી હતી। બેઠક દરમિયાન આતંકી હુમલાની સરહદ પાર જોડાણોની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી। પહેલગામ હુમલાના પીડિતોના પરિવારજનોએ પોતાના સ્નેહજનોના ગુમાવવાનો શોક વ્યક્ત કર્યો અને સરકારને આ જઘન્ય ગુનાના દોષીઓને કડક સજા આપવાની અપીલ કરી।

INS સુરતના સફળ પરીક્ષણ સાથે ભારતે બતાવ્યું શૌર્ય, હવે શત્રુએ બચવું મુશ્કેલ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા વચ્ચે ભારતે દરિયાઈ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય નૌસેનાનું નવીનતમ સ્વદેશી માર્ગદર્શન ક્ષમતા ધરાવતું મિસાઇલ વિધ્વંસક જહાજ, INS સુરતે સમુદ્રમાં લક્ષ્ય પર સફળતાપૂર્વક પ્રહાર કર્યો છે.

આ નૌસેનાની રક્ષણાત્મક ક્ષમતા મજબૂત કરવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. આ સિદ્ધિ ભારતની સ્વદેશી યુદ્ધજહાજ ડિઝાઇન, વિકાસ અને સંચાલન ક્ષમતા વધતી જતી હોવાનો પરિચય છે તેમજ રક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

INS સુરત મિસાઇલ હુમલાની સ્થિતિમાં દુશ્મનની મિસાઇલોને ઓળખી શકે છે અને તેને હવામાં કે પાણીમાં જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આથી ભારતની દરિયાઈ સીમા વધુ મજબૂત બને છે. ભારતની સીમાનો મોટો હિસ્સો દરિયા સાથે સંકળાયેલો છે, જેને ધ્યાનમાં લેતાં આ સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની જાય છે.

ભારતીય નૌસેનાએ INS સુરતના સફળ પરીક્ષણનો વીડિયો શેર કરતાં લખ્યું કે, આ માઈલસ્ટોન દેશના દરિયાઈ હિતોની રક્ષા માટે ભારતીય નૌસેનાની અવિચલ પ્રતિબદ્ધતા અને આત્મનિર્ભર ભારત પ્રત્યે સમર્પણનો પુરાવો છે. ભારતીય સેનાનું નવીનતમ સ્વદેશી માર્ગદર્શન મિસાઇલ વિધ્વંસક INS સુરતે સમુદ્રમાં લક્ષ્ય પર સચોટ રીતે સફળતાપૂર્વક પ્રહાર કર્યો, જે આપણા રક્ષણ ક્ષમતા મજબૂત બનાવવા માટે એક વધુ પગથિયો સાબિત થયો.

પાકિસ્તાન પણ મિસાઇલ પરીક્ષણ કરી રહ્યો છે

‘પાકિસ્તાને 24-25 એપ્રિલના રોજ પોતાના વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરાચી કાંઠે જમીનથી જમીન પર માર કરનારી મિસાઇલનું પરીક્ષણ કરવા માટે સૂચના જાહેર કરી છે.’ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, ‘ભારતીય એજન્સીઓ તમામ ઘટનાઓ પર કડક નજર રાખી રહી છે.’

ભારતે પાકિસ્તાન પર પ્રતિબંધો લાગૂ કર્યા

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓ સામેલ હોવાને કારણે ભારતે પાકિસ્તાન સામે પાંચ મોટા નિર્ણયો લીધા છે. ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. સાથે જ અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી છે અને સિંધુ જળ કરાર રદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન નાગરિકોના વિઝા બંધ કરી દેવામાં આવ્યા છે અને હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા 55માંથી ઘટાડીને 30 કરવામાં આવી છે. સાત દિવસની અંદર વધારાના અધિકારીઓએ ભારત છોડવું પડશે.

ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરના નામે મળી જાનથી મારી નાખવાની ધમકી

0

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી પછી ગંભીરે દિલ્હી પોલીસમાં ફરરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના SHO અને સેન્ટ્રલ દિલ્હીના DCP ના જણાવ્યા અનુસાર ગંભીરે ઔપચારિક રીતે FIR નોંધવાની વિનંતી કરી હતી.

ગંભીરે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી ગંભીરે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને તેનો યોગ્ય જવાબ આપવાની માંગ કરી. મંગળવારે પહેલગામના બૈસરન ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 26 પ્રવાસીઓના મોત થયાં હતાં.

ગંભીરે પોસ્ટ પર લખ્યું હતું કે મૃતકોના પરિવારો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LET) ની વિંગ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી.

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આ હુમલામાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે આતંકવાદીઓએ બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો 2019 ના પુલવામા હુમલા પછીનો સૌથી ભયાનક માનવામાં આવી રહ્યો છે.

એક એક આતંકવાદીને શોધી કાઢી તોડી નાંખશું: PM મોદીનો કડક સંદેશ

0

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. બાદમાં બિહારમાં વિકાસ કામગીરી અંગે માહિતી આપી હતી. પહલગામ હુમલા બાદ પીએમ મોદીનું આ પહેલું જાહેર ભાષણ છે. આ કાર્યક્રમમાં તેઓ બિહારવાસીઓને અનેક ભેટ આપી હતી. ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે, કોઈએ પોતાનો જીવન સાથી ગુમાવ્યો છે. તેમાંના કેટલાક બંગાળી બોલતા, કેટલાક કન્નડ બોલતા, કેટલાક મરાઠી, કેટલાક ઉડિયા, કેટલાક ગુજરાતી, કેટલાક બિહારના હતા. આજે કારગિલથી લઈને કન્યાકુમારી સુધી એ તમામ લોકોના મૃત્યુનું અમારું દુઃખ એક સરખું છે. આપણો ગુસ્સો એવો જ છે. આ હુમલો માત્ર નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર જ નથી થયો પરંતુ દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે, જે આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો અને જેમણે આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું, તેઓને કલ્પના કરતા પણ મોટી સજા મળશે. સજા મળીને જ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે, ‘હુમલામાં આપણે આપણા સ્વજનો ગુમાવ્યા, આખો દેશ પીડિતોની સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરીએ છીએ. દુશ્મનોએ આ હુમલો માત્ર નિર્દોષ પર્યટકો પર નહીં, પરંતુ ભારતના આત્મા પર હુમલો કર્યો છે. દોષિત આતંકીઓ, ષડયંત્રકારીઓને તેમની કલ્પના કરતાં પણ આકરી સજા મળશે. હું આખા વિશ્વને કહેવા માગુ છુ કે, ભારત પ્રત્યેક આતંકવાદીને શોધી શોધીને મારશે. અમે આ હુમલાના ન્યાય માટે દરેક પ્રયાસો કરીશું. આતંકીઓને આકરીથી આકરી સજા આપીશુું.’

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર, એક જવાન શહીદ

0

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આજે (24મી એપ્રિલ) સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે ઉધમપુરના બસંતગઢમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે.

આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને હીરાનગર સેક્ટરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. સાનિયાલ ગામ પાસેના ડોલકા જંગલમાં એક દંપતીની સતર્કતાને કારણે આ જૂથ પહેલીવાર 23 માર્ચે જોવા મળ્યું હતું. આ પછી 27 માર્ચે કઠુઆ જિલ્લાના જાખોલે ગામ પાસે સુફાન જંગલોમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એ જ રીતે, 11-12 એપ્રિલના રોજ, કિશ્તવાડ જિલ્લાના ચત્રુ વિસ્તારના નદગામ જંગલોમાં સેનાના વિશેષ ઓપરેશનમાં ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા.

મંગળવારે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ પર હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને સમગ્ર વિશ્વમાં તેની સખત નિંદા કરવામાં આવી હતી. હવે ઉધમપુરમાં આતંકવાદીઓની હાજરી અને એન્કાઉન્ટરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઘૂસણખોરી અને આતંકવાદી ગતિવિધિઓ ઝડપથી વધી રહી છે અને તેનો વ્યાપ પણ વધી શકે છે.

હાલમાં ડુડુ-બસંતગઢ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને દરેક સ્તરે કડક તકેદારી રાખવામાં આવી રહી છે. સરકાર અને સુરક્ષા દળોની યોજનાઓ હવે આતંકવાદીઓના સમગ્ર નેટવર્કને ખતમ કરવા પર કેન્દ્રિત છે.

સુરતના યુવકના મૃત્યુ પર પત્નીનું આક્રંદ, CR પાટીલને કહ્યું: “માર્યા પછી આતંકી હસતો હતો”

0

ગત મંગળવારે આતંકી સંગઠન TRFના આતંકીઓએ ધર્મના આધારે 28 હિન્દુ પુરુષોની હત્યા કરી હતી. જેમાં સુરતના SBIના મેનેજર શૈલેષ કળથિયાનું પણ મોત થયું છે. આજે તેમની અંતિમ યાત્રા વખતે તેમના પત્નીએ વિલાપ કર્યો હતો અને સરકાર અને સુરક્ષા સામે સવાલ કર્યા હતા. આ ઉપરાંત ત્યાં હાજર સાંસદ C R પાટીલને કહ્યું હતું કે, મારા ઘરનો આધાર સ્તંભ વયો ગ્યો છે તમે મને પાછો આપો. મારે બીજું કંશુ જોતું નથી. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ ના આપતા. જો પોતાની ગવર્મેન્ટ પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે અધિકારીઓ હોય છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી?. આ છોકરાઓનું શું?

પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામનારા શૈલેષ કળથિયાના પત્નીએ વિલાપ કરતાં C R પાટીલને કહ્યું કે, કાશ્મીર ખરાબ નથી ત્યાંની સિક્યોરિટી સારી નથી. ત્યાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું, જો ત્યાં કોઈ હોત તો આ નો થાત. કોઈ સિક્યોરિટી નહીં. આ બધુ બની ગયું છે છતા નીચે જે મિલિટ્રી હતી એને ખબર જ નહોતી કે ઉપર શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરી પોલીસને, એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટ્રીવાળાને ખબર પડી કે ઉપર કંઈક થયું છે. પાછા એવું કહેતા હતા મિલિટ્રીવાળા કે અહીં ફરવા શું કામ આવ્યા? લોકોના ઘર બરબાદ કરી દીધા.

તેમણે વધુમાં કહ્યું કે, અમે ત્યાં ફરવા ગયા ત્યારે જ્યાં જોઈએ ત્યાં મિલિટ્રી તો અમને એમ કે આ એક સારામાં સારી જગ્યા છે. સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને ડસતો હતો ઈ. જ્યાં સુધી જીવ નો ગ્યો ત્યાં સુધી ઊભો રહ્યો. હિન્દુ અને મુસલમાનને અલગ કર્યા મુસલમાનને કાંઈનો કર્યું હિન્દુને ગોળી મારી દીધી અને બધાને નાના નાના છોકરાઓ હતા. ઊભો-ઊભો હસતો હતો જ્યાં સુધી જીવ નો ગ્યો ત્યાં સુધી હસતો હતો. આ કેવી સરકાર છે આપણી?

કશ્મીરનું નામ બદનામ કરો છો, કશ્મીરમાં કંઈ વાંધો નથી. વાંધો આપણી સરકારની સિક્યોરિટીમાં છે. આટલા ટૂરિઝમ ત્યાં હતા ઉપર એક મિલિટ્રી મેન નહીં. કોઈ પોલીસમેન નહીં અને કોઈ ફેસિલિટી પણ નહીં. કોઈ મેડિકલ કેમ્પ નહીં. રસ્તાની સુવિધા નહીં.

તેમણે વધુમાં કહ્યું કે, મારા ઘરનો આધાર સ્તંભ વયો ગ્યો છે તમે મને પાછો આપો. મારે બીજું કંશુ જોતું નથી. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ ના આપતા. જો પોતાની ગવર્મેન્ટ પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે અધિકારીઓ હોય છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી?. આ છોકરાઓનું શું? આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવવી છે અને આને એન્જિનિયર બનાવવો છે હવે હું કઈ રીતે બનાવીશ? મને ન્યાય જોઈએ મારા છોકરાનું ભવિષ્ય ખરાબ નો થાવું જોઈએ.આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા અને બધાને નાના બાળકો હતા.

આર્સેલર મિત્તલ લેશે મોટો નિર્ણય, 600 કર્મચારીઓની થશે છટણી

0

વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ આશરે 600 જેટલા કર્મચારીઓની છટણી કરવાનું વિચાર્યુ છે. યુરોપીય સ્ટીલ ક્ષેત્રે આવેલા સંકટને કારણે કંપની આ વખતે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

એએફપીના રિપોર્ટ અનુસાર લેઓફથી ઉત્તર ફ્રાંસમાં આર્સેલર મિત્તલ કંપનીની સાત સાઇટને અસર થઇ શકે છે, જેમાં આશરે 7,100 લોકો કામ કરે છે. હકાકતમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે લગાવવામાં આવેલા ટેરિફને કારણે યુરોપીય સ્ટીલ ઉદ્યોગ હાલમાં ઘણા દબાણ હેઠળ છે. તેની પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવી છે. આ જ કારણ છે કે ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે અને આર્સેલર મિત્તલની કંપનીમાં રોજગારી ઓછી કરવાનો વિચાર કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, ભારતીય મૂળના લક્ષ્મી મિત્તલ અને તેમના પરિવાર આ કંપનીમાં 39.87 ટકા માલિકી ધરાવે છે. જ્યારે 56.20 ટકા હિસ્સો જાહેર શેરધારકો પાસે છે. આર્સેલરમિત્તલ એસ.એ. લક્ઝમબર્ગ સ્થિત એક યુરોપિયન બહુરાષ્ટ્રીય કંપની છે. લક્ષ્મી મિત્તલ આ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. આર્સેલરમિત્તલની રચના વર્ષ 2007 માં થઈ હતી. જેમાં આર્સેલરને લગભગ 33 અબજ ડોલરમાં હસ્તગત કરવામાં આવી હતી.

આર્સેલર કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ડિસેમ્બર 2024 સુધી, આ કંપનીમાં 1,25,416 કર્મચારીઓ હતા અને 2024 માં કંપનીની આવક 62.24 અબજ ડોલરની હતી. નોંધનીય છે કે અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ગૂગલ પણ છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં વિવિધ એકમોમાંથી લોકોને દૂર કરવાની યોજનાના સમાચાર હતા. જોકે, ગૂગલે ભારતમાં કોઈપણ છટણી અંગે સત્તાવાર નિવેદન આપ્યુ નથી.

૨૪ એપ્રિલ, ૨૦૨૫ / ગુરુવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શકય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી ધંધામાં લાભ. ઝેરી જીવ. જંતુ કરડવાની શકયતા છે.

વૃષભઃ

આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા નોકરી ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી લાભ. માન સ‌‌ન્માનમાં વધારો થાય.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા વાર્તય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારૂં ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ

મન ડામોડળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શકય બને. મિત્રો થી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણો માંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી ખાંસી રહે.

સિંહઃ

સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભુ‌િત થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિ થી આનંદ, સ્થાવર જંગમ મિલકત થી ફાયદો. સંતાનો તરફથી અસંતોષ પાણીના રોગો થી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.

કન્યાઃ

સરળ નિખાલસ સ્વાભાવ રહેશે. આર્થિક દષ્ટિઅે ફાયદો કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ ,નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આધા‌ત્મિ ઉન્નતિ અનુભવાય.

તુલાઃ

આળસ આવે. કામ કરાવાની ઇરછા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષ ની ભાવના પેદા થાય. હદયમાં થોડો અજંપો રહે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના માં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ

સ્વાભાવમાં ઉગ્રતા જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરીય પરિવારમાં આનંદ. કાર્ય માં સફળતા કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદ ની શકયતા.

ધનઃ

માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદ ની શકયતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષ ની ભાવના રહે. નોકરી ધંધામાં સામાન્ય.

મકરઃ

આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યમાં અસફળતા. અગત્યના કાર્યો ટળવા. કરેલા રોકાણો માંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ

જરૂરી વસ્તુ ખોવાઇ જાય. હુડ પોઇઝનીંગ ની શકયતા. આવકમાં વધારો. નોકરી ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વ‌ૃધ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ

ઉદાર દીલ રહે. નવી વિધા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનોને ગભાશય, સંબંધી રોગો થી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી ધંધામાં સમાન્ય. મિત્રોથી લાભ.