Home Blog Page 455

ઈન્ડોનેશિયામાં ખીચોખીચ ભરેલી બસ પલટી, 12 મુસાફરોના મોત, 23ને ઈજા

ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં બસનો ભયાનક અકસ્માત થયો છે, જેમાં 12 મુસાફરોના મોત અને 23 લોકોને ઈજા તઈ છે. મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ અક્સમાત સર્જાયો હોવાનું કહેવાય છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

દર્દનાક અકસ્માતમાં કેટલાક મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કેટલાકનું હોસ્પિટલ લઈ જઈ વખતે મોત થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો સામેલ છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ પૂરઝડપે દોડી રહી હતી. આ દરમિયાન બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું કહેવાય છે. એક વળાંકમાં બસની બ્રેક ન વાગતા અનિયંત્રિત થઈને પલટી ગઈ હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત કયા કારણોસર થયો, તેની તપાસ કરી રહી છે.

રાજકોટના ધોરાજી પાસે INNOVA કાર પલટાતા 4નાં દુકાળ મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

રાજકોટ જિલ્લાના ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણસર પલટી જતાં અકસ્માત સર્જાયો. ઘટનામાં કારમાં સવાર 6માંથી 4નાં મોત નીપજ્યાં છે, જ્યારે બે 2 ઇજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે, જ્યારે ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતા. જેમાં ચાર વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે ઓવર સ્પીડના કારણે કારને અકસ્માત નડ્યો હતો. કારની ઝાડ સાથે ટક્કર થયા બાદ રોડની સાઈડ પર પડી હતી. કારમાં સવાર લોકોના મૃતદેહ આસપાસ પડ્યા હતા.

મૃતકોનાં નામ

  • વલ્લભભાઈ રૂઘાણી
  • કિશોરભાઈ હિરાણી
  • આશીફ ભાઈ
  • આફતાબ ભાઈ

ઈજાગ્રસ્ત નાં નામ

  • રશ્મિન ગાંધી
  • ગૌરાંગ રૂઘાણી

‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો’ ખડગેનો દાવો

0

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે આ એક ઈન્ટેલિજન્સ નિષ્ફળતા છે. સરકારે તેને સ્વીકારી લીધું છે અને હવે તેઓ તેમાં સુધારો કરશે. જો સરકારને આ વાતની ખબર હતી તો તેમણે કંઈ કેમ ન કર્યું? મને ખબર પડી કે હુમલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. મેં પણ આ સમાચારપત્રમાં વાંચ્યું છે.

પહેલગામ હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ ઉપરાંત હુમલામાં 17 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારત સરકારે આતંકી સંગઠનોને આશ્રય આપતા પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાન સાથે વિઝા સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરવાના સહિતના નિર્ણય લીધા છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.

સુરત: પુણા વિસ્તારમાં નકલી ડોક્ટરોનો પર્દાફાશ, 10 વર્ષથી કરતાતા છેકાયતી ઠગાઈ

સુરત શહેરના પુણા વિસ્તારમાંથી નકલી ડોક્ટરો દ્વારા ચલાવાતી ફેક ક્લિનિકનો ભંડાફોડ થયો છે. ઝોન-1 LCB સ્કોડે મળેલી ચોક્કસ માહિતીના આધારે રેડ કરતાં પ્રસાંત માલાકર અને તેજ બહાદુર નિસાદ નામના બે ઈસમોને ઝડપી પાડ્યા છે. બંનેએ કોઈ માન્ય ડોક્ટરેટ ક્વોલિફિકેશન લીધું નથી, છતાં છેલ્લા 10 વર્ષથી તેઓ ડોક્ટર તરીકેની ઓળખ સાથે દર્દીઓને સારવાર આપી રહ્યા હતા.

ઝડપાયેલા ઇસમોમાંથી એક ધોરણ 10 અને બીજો ધોરણ 12 પાસ છે. ભારતમાં જ્યાં માત્ર નોંધાયેલ અને લાઈસન્સ ધરાવતા તબીબોને જ દર્દીઓનું સારવાર કરવાનો કાનૂની અધિકાર હોય છે, ત્યાં આવા નકલી તબીબો ન માત્ર કાયદાનું ઉલ્લંઘન કરે છે, પરંતુ દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ખીલવાડ પણ કરે છે. પુણા વિસ્તારમાંથી પોલીસે તેમની ક્લિનિક પરથી મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો પણ કબ્જે કર્યો છે, જે સામાન્ય જનતાની સુરક્ષા માટે ચિંતા જનક બાબત છે.

આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્યારથી પોલીસ આ લોકોના સંપર્કમાં રહેલા અન્ય કોઈ નકલી ડોક્ટર તો નથી ને તે દિશામાં તપાસ ચલાવી રહી છે. તેમજ તેઓ દવાઓ ક્યાંથી મેળવતા હતા તેનું પણ પતાવું કરવામાં આવશે. સુરત પોલીસની આ કાર્યવાહી લોકોને નકલી તબીબો સામે જાગૃત કરતી હોવાથી પ્રશંસનીય માનવામાં આવી રહી છે. લોકો માટે જરૂર બની જાય છે કે તેઓ કોઈપણ તબીબ પાસે સારવાર લેતાં પહેલાં તેમની લાયકાત અને પ્રમાણિત લાઈસન્સ હોવાની ખાતરી કરો.

સુરતની ભાવિકા ખત્રી બની મિસ ઈન્ડિયા મિલેનિયમ યુનિવર્સ

રાજસ્થાનના મૂળની અને હાલ સુરતમાં રહેતી 25 વર્ષીય ભાવિકા ખત્રીએ ગત 30 એપ્રિલના રોજ ઉદયપુર શહેરમાં યોજાયેલી “મિસ ઈન્ડિયા મિલેનિયમ યુનિવર્સ” સ્પર્ધામાં વિજય મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. દેશભરના 50થી વધુ સ્પર્ધકો વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવતી ભાવિકા ટોપ 12 ફાઈનલિસ્ટ સુધી પહોંચી અને અંતે વિજેતાનું તાજ જીત્યું. રેમ્પ પર તેમની આત્મવિશ્વાસભર્યું ચરણ, વ્યક્તિત્વ અને વાતચીતના ઔજસ સાથે જ્યુરીને પણ પ્રભાવિત કર્યું. આ નેશનલ લેવલની જીત પછી હવે ભાવિકા પેરિસમાં યોજાનારી ઇન્ટરનેશનલ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જેનો સમગ્ર દેશને ગૌરવ છે.

મેડિકલ સ્ટુડન્ટ હોવા છતાં ભાવિકા ખત્રીએ કરિયર માટે ફિલ્મ જગતને પસંદ કર્યું છે. માત્ર 21 વર્ષની ઉંમરે તેણે એક્ટિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને હવે સુધી 12થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તાજેતરમાં તેણે “છૂટાછેડા” નામની ગુજરાતી ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, જે દર્શકોમાં ખૂબ લોકપ્રિય બની. ભાવિકાનું લક્ષ્યાંક હંમેશા કલા ક્ષેત્રે કંઈક અનોખું કરવાનું રહ્યું છે. એક્ટિંગ ઉપરાંત તેણે મોડેલિંગ, થિએટર તથા નૃત્ય ક્ષેત્રે પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે તેની પ્રસ્તુતિ વધુ સશક્ત બને છે.

ટેલિવિઝન ક્ષેત્રમાં પણ ભાવિકાએ પોતાનું સ્થાન બનાવ્યું છે. DD નેશનલ પર આવનારી ધારાવાહિક “કાકભૂષુંડી રામાયણ”માં તે મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. સાથે સાથે તે મ્યુઝિક આલ્બમ્સ અને ક્રાઈમ શો એક્સપોઝ પણ કરી રહી છે. ભાવિકા ખત્રીની સફળતા એ બતાવે છે કે અભ્યાસ અને કળાને એકસાથે આગળ લઈ જવાથી અઢળક સંભાવનાઓ ખૂલે છે. આજે ભાવિકા માત્ર એક મોડેલ કે અભિનેત્રી નથી, પણ નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની ચૂકી છે.

ગુજરાતમાં ભારે પવન અને વરસાદનો કહેર, 14 લોકોના મોત, જુઓ લિસ્ટ

ગુજરાતમાં ઉનાળા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સોમવારે રાત્રે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં કેટલીક જગ્યાએ કરા પડ્યા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદે ગુજરાતમાં ઠેકઠેકાણે તારાજી સર્જી હતી. જેના પગલે જાનમાલનું મોટું નુકસાન પણ થવા પામ્યું છે. અત્યારે સુધીમાં ગુજરાતમાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે.

ગુજરાતમાં સોમવારે સોમવારે સવારે 6 વાગ્યાથી આજે મંગળવાર સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં એક મિમિથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા.તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી મૃતકોની યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધુ મોત ખેડા જિલ્લામાં થયા છે.

કમોસમી વરસાદને પગલે 26 પશુઓના પણ મોત થયા છે, સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે.. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને પગલે 9 લોકોના મોત થયા છે તો મહેસાણામાં 7 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થયા છે.. વીજપોલ ધ્વસ્ત થઇ ગયા છે અને હોર્ડિંગ્સ તૂટવાની ઘટના પણ સામે આવી છે.

કમોસમી વરસાદે રાજયમાં 14 લોકોના મોત નિપજ્યા

તાલુકોમૃતકનું નામમોતનું કારણ
વિરમગામઠાકરો મંગાજીભાઈ કમશીભાઈવીજળી પડવાથી
આણંદકાળીબેન બીલ્લો વસાવાદિવાલ પડવાથી
ઠાસરાકપિલાબેન કેસરીસિંહ ચાવડાઝાડ પડવાથી
દેવગઢબારિયાપટેલ શંકરભાઈ શનાભાઈઝાડ પડવાથી
નડિયાદસોઢા મહેસભાઈ જુવાનસિંહઝાડ પડવાથી
મહેમદાવાદબારૌયા રણજીતસિંહ બુધાભાઈમકાન પડવાથી
દસક્રોઈહિંમાશું કુમાર ઉર્ફે ચકો રાજેન્દ્રભાઈ પરમારહોર્ડિંગ પડવાથી
ભીલોડાડામોર વિશાલકુમાર દિપકભાઈવીજળી પડવાથી
મેઘરજલાલજીભાઈ શંકરભાઈ ગેલોતવીજળીપડવાથી
દેબવઢબારિયાલબડા મંગીબેન કુવાબારીઝાડપડવાથી
મહેમદાવાદવાલીબેન મોહનભાઈ ભરવાડછત પડવાથી
વડોદરા શહેરજયેશભાઈ મોરેકરંટ લાગવાથી
વડોદરા શહેરવર્ત ડાંગરકરંટ લાગવાથી
વડોદરા શહેરગીરીશ ચૌરેહોર્ડિંગ પડવાથી

આવતીકાલે સુરત, અમદાવાદ સહિત 15 જિલ્લામાં યોજાશે મોકડ્રીલ, જુઓ લિસ્ટ

પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોક ડ્રિલ કરવા જઈ રહી છે. સાત મેના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોક ડ્રીલનું આયોજન કરાશે. જેના માટે ત્રણ કેટેગરીમાં 259 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે.

ગુજરાતના 15 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. તે સિવાય દેશના 224 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરાશે. કેન્દ્રીય ગૃહ સચિવની આજે તમામ રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ બેઠકમાં સામેલ થશે.

ગુજરાતમાં કુલ 19 સ્થળે આ મોક ડ્રીલ યોજાશે. જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લો સમાવિષ્ટ છે.

ગૃહ મંત્રાલયે રાજ્યોને હવાઈ હુમલાના ચેતવણીના સાયરન લગાવવા માટે પણ સૂચના આપી છે. નાગરિક સંરક્ષણ વિભાગને એવી તાલીમ આપવા માટે જણાવાયું છે કે હવાઈ હુમલાના સાયરન વાગવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે અને સુરક્ષિત સ્થળે આશ્રય લઈ શકે છે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને કોઈપણ પ્રકારનો હુમલો થાય તો પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે. ‘બ્લેકઆઉટ’ની વ્યવસ્થા કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જરૂર પડે ત્યારે વીજળી બંધ કરવી જોઈએ જેથી દુશ્મન કોઈ લક્ષ્ય જોઈ ન શકે.

જમ્મુ-કાશ્મીરમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઘાયલ

0

મ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે અને 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, બસ મેંઢર તરફ જઈ રહી હતી ત્યારે ખોડ ધારા નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસ, સેના અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

ચોથી મેના રોજ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં ખબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના નિધન થયા હતા. મૃતકોની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ હતી. સેનાનું વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતું. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન ખીણમાં ખબક્યું હતું.

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે UNSC બેઠક યોજાઈ, પાકને લાગ્યો મોટો ઝટકો

0

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની તાત્કાલિક બંધ બારણે બેઠક બોલાવવાની માંગ કરી હતી.જો કે આ બેઠકમાં પાકિસ્તાનને નિરાશા હાથ લાગી તેમજ કોઇ ઔપચારિક ઠરાવ પસાર થયો ન હતો.

આ બેઠક પછી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું કે બેઠકમાં જમ્મુ કાશ્મીર મુદ્દાના ઉકેલ પર ચર્ચા કરવામાં આવી હતી. કાઉન્સિલના ઘણા સભ્યોએ પુનરોચ્ચાર કર્યો કે આ વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર શાંતિપૂર્ણ રીતે આવવો જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ બેઠકમાં ઘણા સભ્યોએ રાજદ્વારી ઉકેલની માંગ કરી હતી. આસીમ ઇફ્તિખારે દાવો કર્યો હતો કે બેઠક દરમિયાન એ વાત સ્વીકારવામાં આવી હતી કે પ્રાદેશિક સ્થિરતા ફક્ત લશ્કરી શક્તિ દ્વારા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંવાદ દ્વારા પણ શક્ય છે.આ બેઠકનો હેતુ દક્ષિણ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવને ઘટાડવા માટે રાજદ્વારી માર્ગ શોધવાનો હતો.

પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ પર્દાફાશ, NIAએ ઓળખ્યા આતંકી સુત્રધાર

0

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ આ કેસની તપાસ એનઆઈએ કરી રહી છે. આ દરમિયાન એનઆઈએ એક મહત્વની કડી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પહલગામ હુમલામાં અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ ઝરગરની ભૂમિકા પ્રકાશમાં આવી છે. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે તેના સમર્થકોએ પહેલગામ હુમલાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સને મદદ કરી હતી.

મુશ્તાક અહેમદ ઝરગર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર છે અને વર્ષ 2019ના પુલવામા હુમલાનો આરોપી પણ છે. મુશ્તાક ઝરગરને કંધાર હાઇજેકિંગ ઘટનામાં મૌલાના મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો અને હાલમાં તે પાકિસ્તાનમાં રહે છે. અલગ અલગ કેસોમાં ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કામદારોની પૂછપરછ દરમિયાન આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.

વર્ષ ૧૯૯૯માં નેપાળથી ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ તેને કાઠમંડુથી અમૃતસર અને લાહોર અને પછી અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા હતા. આ વિમાનમાં 178 મુસાફરો સવાર હતા. આ મુસાફરોના બદલામાં આતંકવાદીઓએ મૌલાના મસૂદ અઝહર સહિત 3 આતંકવાદીઓને છોડવાની શરત રાખી હતી. આતંકવાદીઓએ એક અઠવાડિયા સુધી વિમાનનું અપહરણ કર્યું.