Home Blog Page 454

જૂનાગઢમાં ગેસ લાઇનમાં ભયંકર આગ, મા-દીકરી સહિત ત્રણના મોત

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકર આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. મૃતકમાં માતા-પુત્રીનો સમાવશે થાય છે, જ્યારે પિતા સારવાર હેઠળ છે. જેમને ત્યા લગ્નના 18 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો.

આ દુર્ઘટનાની અંગે મળતી માહિતી મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર કોઈપણ અધિકૃત મંજૂરી વિના JCB દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે JCB ગેસ લાઈનને અડતાં અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઇને આગ લાગી હતી. આ ઘટનામાં હજુ સુધી ત્રણ લોકોના મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સ્થળ નજીક ખાણીપીણીની દુકાનો, ફાસ્ટફૂડ સેન્ટર અને પાનના ગલ્લાઓ આવેલી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. લોકોને સમયસર બહાર કાઢવા માટે ફાયર વિભાગે જહેમતભર્યા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી અનેક દુકાનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા મોટેપાયે કામગીરી શરૂ કરી હતી.

મૃતકના નામ

રુપીબેન સોલંકી (માતા, ઉ.વ. 39)
ભક્તિબેન સોલંકી (પુત્રી, ઉવ. 03)
હરેશભાઈ રાબડીયા

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના શેરબજારમાં હાહાકાર

ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકીઓ સામે ચલાવેલા ઓપરેશન સિન્દૂરનો સીધો અસર શેરબજાર પર પડ્યો છે. આ કાર્યવાહીથી પાકિસ્તાનના શેરબજારમાં હાહાકાર મચી ગયો છે અને કરાચી સ્ટોક ઈન્ડેક્સમાં આશરે 6 ટકા જેટલી ગિરાવટ જોવા મળી છે.

KSE-100 ઇન્ડેક્સે નોંધપાત્ર ઘટો નોંધાવ્યો છે – 6,272 પોઈન્ટ્સ એટલે કે 4.62% ની તીવ્ર ઘટાડા સાથે સૂચકાંક 107,296 પર સ્થિર રહ્યો. 23 એપ્રિલથી અત્યારસુધીમાં આ ઇન્ડેક્સે કુલ 9,930 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો છે, જે પાકિસ્તાનની આર્થિક અને ભૂ-રાજનૈતિક અસ્વસ્થતાને દર્શાવે છે.

આ તરફ, ભારતીય શેરબજારોએ અનિશ્ચિતતા વચ્ચે પણ સ્થિરતા દર્શાવી છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા “ઓપરેશન સિંદૂર” બાદ શરૂઆતમાં સંકોચ જોવા મળ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ બજાર પોઝિટિવ ઝોનમાં પાછું ફરી ગયું અને મજબૂત સ્થિરતા દર્શાવી.

વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)ની સતત ખરીદી ભારતીય શેરબજારના લવચીક પ્રદર્શનનું મુખ્ય કારણ રહી છે. જિયોજીત ફાઇનાન્સિયલના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર ડૉ. વી.કે. વિજયકુમારના જણાવ્યા મુજબ, “છેલ્લા 14 સત્રોમાં FII દ્વારા રોકડ બજારમાં ₹43,940 કરોડની ખરીદી કરવામાં આવી છે, જે બજારના મજબૂત ટેકા પાછળનું મોટું કારણ છે.” તેમણે ઉમેર્યું કે અનુકૂળ વૈશ્વિક પરિબળો જેમ કે ડોલરની કમજોરી, અમેરિકા અને ચીનમાં નમ્ર વૃદ્ધિ અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો પણ ભારતીય બજારના હકારાત્મક રુઝાનમાં યોગદાન આપી રહ્યા છે.

ડૉ. વિજયકુમારનું માનવું છે કે ઓપરેશન સિંદૂરના સચોટ અને અપ્રચારિત સ્વરૂપને કારણે બજાર પર તેના કોઈ ગંભીર અસર જોવા મળ્યા નથી. “આમ તો વિરોધી તરફથી જવાબી હુમલાની સંભાવના હતી અને બજાર એ માટે તૈયાર હતું.”

હાલત છતાં અણધાર્યો પડછાયો છે. મેહતા ઇક્વિટીઝ લિમિટેડના વરિષ્ઠ ઉપાધ્યક્ષ (શોધ) પ્રશાંત તાપસે કહે છે, “પાકિસ્તાને આ હુમલાઓને ‘યુદ્ધની કાર્યવાહી’ ગણાવી છે અને જવાબી પગલાં લેવાની ચેતવણી આપી છે.” બજાર હવે ત્રણ મુખ્ય ઘટનાઓ પર નિર્ભર છે: 7 મેના રોજ ફેડરલ રિઝર્વનું નીતિગત નિર્ણય, ભવિષ્યમાં થનારા કોઈ પણ લશ્કરી પગલાં અને વૈશ્વિક ટ્રેડ ટેરિફ ચર્ચાઓ. “નિફ્ટી માટે મુખ્ય ટેકો 24,171 પર છે અને અસ્થિરતા હજુ યથાવત છે,” તેઓએ ચેતવણી આપી.

ગત 14 ટ્રેડિંગ સત્રો દરમિયાન વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં 43,940 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ભૂ-રાજકીય તણાવ છતાં તેઓએ ભારતીય બજાર પર પૂરો વિશ્વાસ દાખવ્યો છે. આ ઉપરાંત ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને ચીન તથા અમેરિકાની નબળી અર્થવ્યવસ્થાએ પણ ભારતીય બજારના પક્ષમાં કામ કર્યું છે. વિદેશી રોકાણકારોએ ભારતીય બજારની સ્થિરતા અને મજબૂત થતી કરન્સી પર વિશ્વાસ મૂક્યો છે.

Operation Sindoor: કોણ છે કર્નલ સોફિયા કુરેશી, જેમણે દુનિયા સમક્ષ ખોલી નાખી પાકિસ્તાનની પોલ

0

પહેલગામમાં થયેલા નરસંહાર બાદ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યો. આ એર સ્ટ્રાઈકને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું. જે બાદ 7 મેના બુધવારે સવારે ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં એરસ્ટ્રાઇક વિશે માહિતી આપી હતી.

કર્નલ સોફિયા કુરેશી ગુજરાતની રહેવાસી છે. તેણે પુનામાં બહુરાષ્ટ્રીય સેના અભ્યાસ એક્સરસાઈઝ ફોર્સ 18માં ભારતીય સેનાની ટુકડીની કમાન સંભાળી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. ગુજરાતની રહેવાસી 36 વર્ષિય કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે અને તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા, જેઓ આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવતા હતા. બંનેને નવ વર્ષનો દીકરો પણ છે.

સૈનિક તેરીકેની તેમણી કારકિર્દી 1999માં શરૂ થઈ હતી. જ્યારે તેઓ 17 વર્ષની ઉંમરના હતા, ત્યારે તેઓ શોર્ટ સર્વિસ કમીશનમાંથી સેનામાં સામેલ થયા હતા. કર્નલ સોફિયા કુરેશી 2016માં એક્સરસાઈઝ ફોર્સ 18 મિલિટ્રી ડ્રિલનો ભાગ રહી ચૂક્યા છે. તેમણે બાયોકેમેસ્ટ્રીની ડિગ્રી મેળવી છે. લગભગ 6 વર્ષથી, તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારજનોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વ્યસ્થિત નિર્માણ કરવામાં આવ્યું હતું, જે પાકિસ્તાન અને પીઓકે બંને વિસ્તારોમાં ફેલાયેલું છે. ઉત્તર તરફ સવાઈ નાલા અને દક્ષિણ તરફ બહાવલપુરમાં આવેલા પ્રખ્યાત તાલીમ કેમ્પોને પણ નિશાન બનાવવામાં આવ્યા.

‘દેશ માટે ગર્વની ક્ષણ’, ઓપરેશન સિન્દૂર પર પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા

0

પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સેનાએ ઉત્કૃષ્ટ રીતે કામગીરી નિભાવી છે, આ આખા દેશ માટે ગર્વની પળ છે. ભારતીય સેનાએ ગત મોડી રાત્રે 25 મિનિટમાં જ પાકિસ્તાન અને POKમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં ઉડાડી દીધા હતાં. જેમાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે.

આ ઓપરેશનમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મસૂદ અઝહરના આખા પરિવારનો સફાયો થયો છે. તેના પરિવારના કુલ 14 લોકો માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર બાદ કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યુ હતું. તેમણે ભારતીય સેનાની ત્રણેય પાંખોને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, તમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, આખા દેશને તમારા પર ગર્વ છે.

ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને POKમાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે. આ ઠેકાણાં પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના 900 આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.

ઓપરેશન સિન્દૂર : 25 મિનિટમાં પાકિસ્તાનમાં 9 આતંકસ્થળોનો સફાયો, કર્નલ સોફિયા કુરેશીએ શું કહ્યું ?

0

ભારત પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેનો નામ “ઓપરેશન સિન્દૂર” આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પ્રતિસાદરૂપે કરવામાં આવી છે. આ ઠેકાણાં લશ્કર-એ-તૈયબા, જયેશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીન જેવાં આતંકવાદી સંગઠનોના હતા અને આશરે 900 આતંકવાદીઓને નિશાન બનાવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સોફિયા કુરેશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિશ્વસનીય માહિતીને આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2008ના મુંબઈના આતંકવાદી હુમલાનું કાવતરું પણ આ વિસ્તારમાં જ રચાયું હતું. કર્નલ સોફિયાએ જણાવ્યું કે સામાન્ય નાગરિકોને કોઈ હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને ફક્ત આતંકવાદી તત્ત્વોને જ નિશાન બનાવવામાં આવ્યાં હતા.

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે વિગતો આપી. તેમણે જણાવ્યું હતું કે 6-7 મેની રાત્રે 1:05 થી1:30 સુધી ચાલેલા ઓપરેશનમાં કુલ નવ આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જડબાતોબ જવાબ આપવામાં આવશે. ભારત સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યાં છે જ્યાંથી ભારત પર હુમલાની યોજના ઘડવામાં આવતી હતી. બીજી તરફ, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ એરસ્ટ્રાઈકને “કાયરતાપૂર્ણ” કહ્યો છે.

કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારજનોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વ્યસ્થિત નિર્માણ કરવામાં આવ્યું હતું, જે પાકિસ્તાન અને પીઓકે બંને વિસ્તારોમાં ફેલાયેલું છે. ઉત્તર તરફ સવાઈ નાલા અને દક્ષિણ તરફ બહાવલપુરમાં આવેલા પ્રખ્યાત તાલીમ કેમ્પોને પણ નિશાન બનાવવામાં આવ્યા.

છત્તીસગઢમાં નક્સલીઓ સાથે અથડામણ, 15 નક્સલવાદી ઠાર

0

પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં 15 નક્સલીઓના ઢીમ ઢાળી દેવાયા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 15 થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી છે.

ભારતીય હવાઈ હુમલા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ

ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લઈ લીધો છે. ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરતી મંગળવાર રાત્રે દેરથી હવાઈ હુમલો કર્યો. આ હુમલાથી પાકિસ્તાનમાં ભારે તબાહી સર્જાઈ છે. ભારતીય સેનાએ POKના ધમોલ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં પણ મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.

આ હુમલા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર આપાતકાલીન સ્થિતિ જાહેર કરીને તેને 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સિયાલકોટ એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ત્યાંના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પહલગામ હુમલાના જવાબમાં ભારત દ્વારા પાકિસ્તાનમાં 9 જગ્યાએ એર સ્ટ્રાઈક, ‘ઓપરેશન સિન્દૂર’ શરૂ

ભારત પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (પી.ઓ.કે.)માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેનો નામ “ઓપરેશન સિન્દૂર” આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પ્રતિસાદરૂપે કરવામાં આવી છે.

હુમલામાં કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા, જ્યાંથી આતંકવાદી હુમલાઓની યોજના બનાવવામાં આવી રહી હતી અને તેમને નિર્દેશ આપવામાં આવી રહ્યા હતા.

ભારત સરકારે કહ્યું, “અમારી કાર્યવાહી કેન્દ્રિત, ચોકસાઇભરી અને ઉશ્કેરણી વગરની રહી છે. કોઈ પણ પાકિસ્તાની સૈનિક સ્થાપનાને નિશાન બનાવવામાં આવ્યું નથી. ભારતે લક્ષ્યોના પસંદગી અને અમલમાં ખૂબ સાવચેતાઈ દર્શાવી છે.”આ હુમલો જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે બે અઠવાડિયા પહેલાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાની આતંકીઓએ પ્રવાસન સ્થળ પર 26 નાગરિકોને ગોળી મારીને મારી નાખ્યા હતા.

ભારત દ્વારા આ હુમલાની જાહેરાત થતા જ થોડા જ મિનિટોમાં ભારતીય સેના દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી: “ન્યાય મળ્યો. જય હિન્દ.

”એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પાકિસ્તાની સેનાએ બુધવારે પુષ્ટિ કરી કે ભારતીય મિસાઇલ હુમલાઓએ પાકિસ્તાનના અંદર ત્રણ સ્થળો – મુઝફ્ફરાબાદ, કોટેલી અને બહાવલપુરના અહમદ ઈસ્ટ વિસ્તારને નિશાન બનાવ્યા.

ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (ડીજી આઈએસપીઆર)ના મહાનિદેશક લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીના જણાવ્યા મુજબ, આ હુમલામાં એક બાળકનું મૃત્યુ થયું છે, જ્યારે એક પુરુષ અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે. મોડી રાત્રે થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ડીજી આઈએસપીઆરએ જણાવ્યું: “થોડી જ વારમાં ભારતે બહાવલપુરના અહમદ ઈસ્ટ વિસ્તારમાં સુભાનુલ્લાહ મસ્જિદ, કોટેલી અને મુઝફ્ફરાબાદમાં ત્રણ સ્થળોએ હવાઈ હુમલા કર્યા.”

આવતીકાલે 244 નહીં, 295 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે, જુઓ લિસ્ટ

0

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સાથે વધતા તણાવને કારણે ઉદ્ભવતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આવતીકાલે, બુધવારે દેશના ઘણા શહેરોમાં મોક ડ્રીલ કરી રહ્યું છે. પહેલા આ સંખ્યા 244 હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે 295 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાશે.

આ સંખ્યામાં પણ વધારો થયો કારણ કે ઘણા જિલ્લાઓનું વિભાજન થયું હતું અને તેમની સંખ્યા 2 કે તેથી વધુ કરવામાં આવી હતી, જેના કારણે હવે તેમની સંખ્યા વધી ગઈ છે. નાગરિક સંરક્ષણ માટે જવાબદાર સંસ્થાઓ દ્વારા સમયાંતરે આવી મોક ડ્રીલ યોજવામાં આવે છે.

પરંતુ 5 દાયકાથી વધુ સમય પછી, આ પહેલી વાર છે જ્યારે દેશમાં નાગરિક સંરક્ષણ કર્મચારીઓ દ્વારા આટલા મોટા પાયે મોક ડ્રીલ યોજાઈ રહી છે. આ પહેલા ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન જ આટલા મોટા પાયે મોકડ્રીલ યોજાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે યોજાનારી મોકડ્રીલ યુદ્ધ પહેલાની અત્યાર સુધીની સૌથી મોટી મોકડ્રીલ હશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 295 જિલ્લાઓમાં આ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે તે ઉપરાંત, ઘણી સંસ્થાઓ અને સ્વ-સહાય જૂથો પણ આવતીકાલે, બુધવારે પોતાના સ્તરે મોક ડ્રીલમાં ભાગ લઈ રહ્યા છે, જેના માટે તેમણે સ્થાનિક અને રાજ્ય સ્તરે સંબંધિત અધિકારીઓને જાણ કરી છે.

અમેરિકાઃ સેન ડિયાગોમાં દરિયા કાંઠે બોટ પલટી જતા 3 ભારતીયોના મોત

અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. સોમવારે સવારે કેલિફોર્નિયાના સેન્ડિયાગો પાસે યાત્રી જે બોટમાં યાત્રા કરી રહ્યા હતાં તે પલટી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ડૂબી ગયા હતાં. જોકે, બાળકોના માતા-પિતા ભાગ્યશાળી હતા તેથી તે બચી ગયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ તેમના બે બાળકો ગુમ છે. આ બાળકો સહિત કુલ 9 લોકો ગુમ થયા છે. જ્યારે 4 લોકોના મોત થયા છે.

સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, આજે સવારે કેલિફોર્નિયાના સેન ડિએગો નજીકના દરિયા કિનારે બોટ પલટી જવાની દુ:ખદ ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને નવ ગુમ થયા છે તેમજ ચાર ઈજાગ્રસ્ત થયા છે.

આ દુર્ઘટનામાં એક ભારતીય પરિવાર પણ હતો. જેમના બે બાળકો ગુમ થઈ ગયા છે અને તેમના માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્ત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.’