Home Blog Page 453

તેલંગાણામાં નક્સલીઓ સાથે અથડામણ, ત્રણ પોલીસકર્મી શહીદ

0

તેલંગાણાના મુલુગુ જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. છત્તીસગઢના સુકમા બોર્ડર નજીક આવેલા વિસ્તારમાં IED વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ પોલીસને ટાર્ગેટ બનાવી આ હુમલો કર્યો હતો.

નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED હુમલામાં તેલંગાણાના ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. પોલીસ રૂટિન કોમ્બિંગ કરી રહી હતી. તે દરમિયાન નક્સલવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. અગાઉ 7 મેના રોજ છત્તીસગઢ-તેલંગાણા સરહદના બીજાપુર જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 22થી વધુ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા.

ઉત્તરકાશીના ગંગનાણીમાં હેલિકોપ્ટર ક્રેશ થતાં 6 લોકોના મોત, દહેરાદૂનથી ભરી હતી ઉડાન

0

ઉત્તરકાશી જિલ્લાના ગંગનાણી વિસ્તારમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. દહેરાદૂનના સહસ્ત્રધારા હેલિપેડથી ઉડાન ભરેલું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં 5થી 6 લોકો સવાર હતા. બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

આજ સવારે ગંગનાણી નજીક એ એરોટ્રાન્સ કંપનીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જ્યારે તે ખરસાલીથી હર્ષિલ તરફ જઈ રહ્યું હતું. શરૂઆતમાં મળેલી જાણકારી મુજબ હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. જેમાંથી 6 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર વિશે વધુ વિગતો હજુ સામે આવી રહી છે.હેલિકોપ્ટરે દહેરાદૂનના સહસ્ત્રધારા હેલિપેડથી ચાર્ધામ યાત્રા માટે યમુનોત્રી જવાના યાત્રીઓને લઇ ઉડાન ભરેલી. ખરસાલી હેલિપેડ પછી તે ગંગોત્રીના હર્ષિલ હેલિપેડ જવાનું હતું, પરંતુ ગંગનાણી નજીક પહોંચી તદ્દન અચાનક ક્રેશ થઇ ગયું.

ગઢવાલ વિભાગના કમિશ્નર વિજય શંકર પાંડે એ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે દુર્ઘટનામાં 6 યાત્રીઓના મોત થયા છે અને 1 ગંભીર રીતે ઘાયલ થયો છે. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે હાજર છે. ઘાયલ યાત્રીને એરલિફ્ટ કરીને ઐમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

૮ મે, ૨૦૨૫/ શત્રુપક્ષથી રાખવી સાવધાન, ખોટા ખર્ચા ઉપર રાખવો કાબૂ, આ જાતકોને ગુરુવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ

આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ

સ્વભાવમાં જીદ્દી પણું વધતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરી ના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્દભવે. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ

પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્ત્વ અને શારિરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ

વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ

પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ

દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂ રહે.

ધનઃ

આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.

મકરઃ

આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ

આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેર બજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમી નો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ

સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સરસ દિવસ-જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

Operation Sindoor: ભારતની એયર સ્ટ્રાઈકમાં અત્યાર સુધી 90 આતંકવાદી ઠાર

0

ભારત સરકારે પહલગામ સહિતના તમામ આતંકી હુમલાનો બદલો લેતાં ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને પાક-ok કબ્જાવાળા કાશ્મીરમાં એરસ્ટ્રાઈક કરી છે. એકસાથે 9 આતંકી ઠેકાણાઓ પર થયેલી આ કારવાઈમાં અંદાજે 80 થી 90 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે.

22 એપ્રિલના દિવસે આતંકીઓએ જેણે ‘સિંદૂર’નો લોહીથી અપમાન કર્યું હતું, તેનો બદલો ભારતે 15 દિવસમાં જ લઈ લીધો છે. વાયુસેનાએ જે 9 સ્થળોને નિશાન બનાવ્યાં તેમાં સામેલ છે: બહાવલપુર, મુદિરકે, ગુલપુર, ભિંબર, ચાક અમરૂ, બાગ, કોટેલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદ.

આ સ્ટ્રાઈકની ખાસ બાબત એ હતી કે આ ત્રણેય સેના (વાયુસેના, નૌસેના અને સ્થલસેના)નું સંયુક્ત ઓપરેશન હતું. ‘ઓપરેશન સિંદૂર’ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત નજર રાખી. સેના દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન તથા પાક-ok કબ્જાવાળા કાશ્મીરમાં આવેલા આતંકવાદી ઢાંંચાઓને નિશાન બનાવાયા હતા — જ્યાંથી ભારત વિરુદ્ધના આતંકી હુમલાઓની યોજના બનાવી અને અમલમાં મૂકવામાં આવતો હતો.

Class 10 Board Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, આ રીતે ચેક કરો

0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) આગામી દિવસોમાં ધોરણ 10 (SSC) ના લાખો વિદ્યાર્થીઓનું રીઝલ્ટ જારી કરી શકે છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો ધોરણ 10 (SSC) નું રીઝલ્ટ ચેક કરવાની ઓનલાઈન પ્રોસેસ તેમજ વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવાની સંપૂર્ણ રીત.

GSEB ધોરણ 10 (SSC) રીઝલ્ટ 2025

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રીઝલ્ટ 2025 મે 2025 માં જાહેર થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ ધોરણ 10 નું રીઝલ્ટ 2025 સત્તાવાર વેબસાઇટ – gseb.org પર જોઈ શકે છે. ઉમેદવારો તેમના સંદર્ભ માટે રીઝલ્ટ માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે અને શાળા દ્વારા મંજૂર કરાયેલ ભૌતિક રીઝલ્ટ કાર્ડ એકત્રિત કરવું આવશ્યક છે. શાળા દ્વારા આપવામાં આવેલ દસ્તાવેજ એ સત્તાવાર દસ્તાવેજ છે.

GSEB ધોરણ 10 (SSC) રીઝલ્ટ 2025 ચેક કરવાના સ્ટેપ્સ
ગુજરાત બોર્ડના SSC રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. ગુજરાત ધોરણ 10 રીઝલ્ટ ડાઉનલોડ કરવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી અને GSEB રોલ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માર્કશીટ 2025 ડાઉનલોડ કરવા માટે અહીં આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: GSEB ની ઑફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
સ્ટેપ 2: ગુજરાત SSC રીઝલ્ટ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: રીઝલ્ટ લિંકમાં રોલ નંબર એન્ટર કરો.
સ્ટેપ 4: GSEB માર્કશીટ જોવા મળશે.
સ્ટેપ 5: ભવિષ્યના સંદર્ભ માટે ગુજરાત ધોરણ 10ની માર્કશીટ ડાઉનલોડ કરો.

આપત્તિ વ્યવસ્થાપન માટે સુરતના બિઝનેસ હબમાં પ્રથમ મોકડ્રીલ યોજાઈ

સુરતમાં સૌપ્રથમવાર વિશાળ પાયે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આ મોકડ્રીલ ઉધના વિસ્તારમાં આવેલી ઈન્ટરનેશનલ બિઝનેસ હબ બિલ્ડિંગમાં યોજાઈ, જેમાં ફાયર બ્રિગેડ, NDRF, પોલીસ, મેડિકલ ટીમ અને સ્થાનિક પ્રશાસનની સક્રિય ભાગીદારી રહી.

મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ આપત્તિજનક સ્થિતિમાં, જેમ કે આગ, ગેસ લીક કે ભૂકંપ દરમિયાન તાત્કાલિક પ્રતિસાદ અને બચાવ કામગીરીની તૈયારીને તપાસવાનો હતો. મોકડ્રીલ દરમિયાન આગ લાગવાની કાલ્પનિક ઘટના ઘડવામાં આવી હતી, જેમાં ઇમારતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રાથમિક સારવાર અને તાત્કાલિક સેવાઓના સંચાલનનો અભ્યાસ પણ કરાયો.

બચાવ ટીમોએ સંપૂર્ણ સતર્કતા અને કાર્યકુશળતા સાથે કામગીરી કરી બતાવ્યું કે જો કોઈ વાસ્તવિક ઘટના બને, તો તેઓ કેવી ઝડપ અને કાર્યક્ષમતા સાથે પ્રતિસાદ આપી શકે.

સ્થાનિક નાગરિકો અને ઓફિસ સ્ટાફે પણ ગંભીરતા સાથે મોકડ્રીલમાં ભાગ લીધો અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવામાં સહકાર આપ્યો. પ્રશાસન દ્વારા આવી મોકડ્રીલને ભવિષ્યમાં નિયમિત રૂપે યોજવાની યોજના ઘડી છે.

કેશ કાંડમાં જસ્ટિસ યશવંત વર્મા દોષિત જાહેર! રાજીનામું કે મહાભિયોગ? સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી

0

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ ત્રણ સભ્યોની ઇન-હાઉસ તપાસ સમિતિએ ન્યાયમૂર્તિ યશવંત વર્માને તેમના નિવાસસ્થાને મળી આવેલ બેહિસાબ રોકડના મામલામાં દોષિત જાહેર કર્યો છે. તપાસ રિપોર્ટ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાને સોંપવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, હવે ન્યાયમૂર્તિ વર્મા પાસે બે વિકલ્પ છે -તેઓ તાત્કાલિક રાજીનામું આપે અથવા તેમના વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવશે.

સૂત્રો અનુસાર, “રિપોર્ટમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નિયમિત પ્રક્રિયા પ્રમાણે મુખ્ય ન્યાયાધીશે તેમને હાજર થવા માટે બોલાવ્યા છે. પ્રથમ વિકલ્પ રૂપે રાજીનામું આપવાનો સૂચન કર્યો છે. જો તેઓ રાજીનામું નહીં આપે, તો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલાશે અને મહાભિયોગની ભલામણ કરાશે.” ન્યાયમૂર્તિ વર્માને જવાબ આપવા માટે 9 મે (શુક્રવાર) સુધીનો સમય આપવામાં આવ્યો છે.

તપાસ સમિતિ અને રિપોર્ટ
આ સમિતિની રચના CJI સંજીવ ખન્નાએ 22 માર્ચે કરી હતી, જેમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગૂ, હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જી.એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટની ન્યાયમૂર્તિ અનુ શિવરામન સામેલ હતા. સમિતિએ 25 માર્ચથી તપાસ શરૂ કરી હતી અને 4 મેના રોજ પોતાની રિપોર્ટ CJIને સોંપી હતી.

આગ અને રોકડની હકિકત
14 માર્ચની સાંજે ન્યાયમૂર્તિ વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવતી વખતે ત્યાંથી ભારે માત્રામાં જળેલી રોકડ મળી આવી હતી. ઘટના સમયે ન્યાયમૂર્તિ વર્મા અને તેમની પત્ની દિલ્હીથી બહાર, મધ્યપ્રદેશની મુસાફરી પર હતા. ઘરમાં તેમની પુત્રી અને વૃદ્ધ માતા હાજર હતાં.

આ ઘટનાને પગલે એક વીડિયો સામે આવ્યો જેમાં નોટોના બંડલ આગમાં બળતાં જોવા મળ્યાં. આ વીડિયો દિલ્હી પોલીસ કમિશનરે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપ્યો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. સાથે સાથે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની પ્રાથમિક રિપોર્ટ અને ન્યાયમૂર્તિ વર્માનું જવાબ પણ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

ભારતીય હુમલા બાદ પાકિસ્તાનમાં ઘબરાટ, પંજાબમાં જાહેર કરી કટોકટી

0

નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીના ઠેકાણાનું નામોનિશાન મીટાવી દીધું હતું. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું અને પંજાબમાં કટોકટી જાહેર કરી હતી.

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે વિગતો આપી. તેમણે જણાવ્યું હતું કે 6-7 મેની રાત્રે 1:05 થી1:30 સુધી ચાલેલા ઓપરેશનમાં કુલ નવ આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જડબાતોબ જવાબ આપવામાં આવશે. ભારત સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યાં છે જ્યાંથી ભારત પર હુમલાની યોજના ઘડવામાં આવતી હતી. બીજી તરફ, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ એરસ્ટ્રાઈકને “કાયરતાપૂર્ણ” કહ્યો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એલર્ટ પર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટથી ઉડાવવાની ધમકી સાથે એક ઈ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. જાણવા મળ્યા મુજબ, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ને પાકિસ્તાનના નામે મોકલાયેલ ઈ-મેઇલમાં સ્ટેડિયમ પર હુમલો કરવાની ચેતવણી આપી છે. ઈ-મેઇલમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે “We Will Blast Your Studium”, જેને ગંભીરતાથી લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ ઈ-મેઇલ મળ્યા બાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતાં સ્ટેડિયમ ખાતે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) દ્વારા સ્ટેડિયમની અંદર અને બહાર વિસ્તૃત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ પોલીસ એ એન્થ્રેક્સ લેવલનું એલર્ટ જારી રાખ્યું છે. IPLની આગામી મેચના કારણે સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકોના આવી જવાનો અંદાજ છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બન્યા છે.

આ અંગે સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઈ-મેઇલ પાકિસ્તાન જે કેના નામનો મળ્યો છે અને એક લાઇનમાં ‘We Will Blast Your Studium’ લખ્યું છે. આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે અને આ ઈ-મેઇલને સહેજ પણ સરળતાથી ન લેવાની જગ્યાએ હાલ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જૂનાગઢમાં ગેસ લાઇનમાં ભયંકર આગ, મા-દીકરી સહિત ત્રણના મોત

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકર આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. મૃતકમાં માતા-પુત્રીનો સમાવશે થાય છે, જ્યારે પિતા સારવાર હેઠળ છે. જેમને ત્યા લગ્નના 18 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો.

આ દુર્ઘટનાની અંગે મળતી માહિતી મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર કોઈપણ અધિકૃત મંજૂરી વિના JCB દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે JCB ગેસ લાઈનને અડતાં અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઇને આગ લાગી હતી. આ ઘટનામાં હજુ સુધી ત્રણ લોકોના મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સ્થળ નજીક ખાણીપીણીની દુકાનો, ફાસ્ટફૂડ સેન્ટર અને પાનના ગલ્લાઓ આવેલી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. લોકોને સમયસર બહાર કાઢવા માટે ફાયર વિભાગે જહેમતભર્યા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી અનેક દુકાનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા મોટેપાયે કામગીરી શરૂ કરી હતી.

મૃતકના નામ

રુપીબેન સોલંકી (માતા, ઉ.વ. 39)
ભક્તિબેન સોલંકી (પુત્રી, ઉવ. 03)
હરેશભાઈ રાબડીયા