Home Blog Page 406

ઇઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે મોસાદના મુખ્યાલય પર મિસાઇલ હુમલો?

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. થોડા કલાકો પહેલા ઇઝરાયલી સેનાએ ઈરાનના સેના પ્રમુખને માર્યાનો દાવો કર્યા બાદ હવે ઈરાન દ્વારા પણ એક ખૂબ જ સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. ઈરાન ઓબ્ઝર્વરના મતે, ઈરાનની સેનાએ ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલય પર હુમલો કર્યો છે. આ હુમલાનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. ઈરાન ઓબ્ઝર્વરે તેને પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઇઝરાયલની ગુપ્તચર એજન્સી પર સ્પષ્ટ હુમલાનો વીડિયો છે. આમાં, હુમલા પછી બે, ત્રણ ઇમારતોમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે, જે મોસાદનું મુખ્યાલય હોવાનું કહેવાય છે.

કોચીથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં તકલીફ, નાગપુરમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

0

ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગના સમાચારો વચ્ચે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે એટલે કે મંગળવારે કોચીથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીથી ગભરાટ ફેલાયો હતો. સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે વિમાનને નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને વિમાનની તપાસ કરવામાં આવી.

વિમાનમાં સવાર બધા મુસાફરો સુરક્ષિત છે
જણાવવામાં આવી રહ્યું છે કે આજે સવારે 9:20 વાગ્યે, કોચીથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E 2706 ને બોમ્બની ધમકી મળી હતી અને તેને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ઇન્ડિગો ફ્લાઇટ 6E 2706 સવારે 9.20 વાગ્યે કેરળના કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે રવાના થઈ હતી અને મધ્ય હવામાં તેને બોમ્બની ધમકી મળી હતી અને તેને નાગપુર એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.

સુરક્ષા એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે
શરૂઆતના અહેવાલો અનુસાર, એરલાઇન અધિકારીઓને માહિતી મળી હતી કે વિમાનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. સુરક્ષા પ્રોટોકોલ મુજબ, ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને નાગપુરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તાત્કાલિક પહોંચીને વિમાનની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાનને તપાસ માટે એક અલગ સ્થળે લઈ જવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને સ્થાનિક પોલીસ ધમકીના સ્ત્રોતની સક્રિય તપાસ કરી રહી છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી
અગાઉ, સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ વાયા કોલકાતા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુસાફરોને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વિમાનમાંથી નીચે ઉતરવાની ફરજ પડી હતી. સોમવારે સાંજે દિલ્હી જતી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ ટેકઓફ કર્યાના લગભગ 90 મિનિટ પછી હોંગકોંગ પાછી ફરી હતી, કારણ કે વિમાનમાં શંકાસ્પદ ટેકનિકલ ખામી જોવા મળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 315 સોમવારે સવારે હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી.

અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-159 કેન્સલ કરાઈ

આજે અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-159 કેન્સલ કરી દેવાઈ છે. એર ઈન્ડિયાએ ટેકનિકલ ફોલ્ટ જણાતાં સત્વરે ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. ફ્લાઈટ કેન્સલ થતા યાત્રાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લંડન જઈ રહેલા પેસેન્જર્સ એરપોર્ટ પર અટવાઈ ગયા છે. જો કે સમયસર ટેકનિકલ ફોલ્ટ ધ્યાને આવતા ફરીથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

ટેકનિકલ ફોલ્ટને લીધે ફ્લાઈટ કેન્સલ
12મી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ બાદ ગણતરીની સેકન્ડ્સમાં જ ધડાકાભેર સાથે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ઘટના બાદ એર ઈન્ડિયા હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવા લાગ્યું છે. આજે 17મી જૂને ફરીથી અમદાવાદથી લંડન જતી ફલાઈટ AI-159 માં ટેકનિકલ ફોલ્ટ જણાતા ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી છે. ટેકઓફના ગણતરીના કલાકો અગાઉ જ આ ટેકનિકલ ફોલ્ટ ધ્યાને આવતા આખી ફ્લાઈટ જ કેન્સલ કરી દેવાઈ છે. સમયસર લીધેલા નિર્ણયને લીધે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અનેક નિર્દોષોનો જીવ બચ્યો છે.

મેઘરાજાનું તાંડવ: ગઢડામાં 14 ઇંચથી વધુ વરસાદ, સૌરાષ્ટ્ર પાણીમાં ગરકાવ

રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, ભાવનગર જિલ્લાના પાલીતાણા અને શિહોર 12-12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 8 ઇંચ તેમજ બોટાદ જિલ્લામાં એક જ દિવસમાં સરેરાશ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ભાવનગર, અમરેલીમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ
તાલુકાની વાત કરીએ તો, ગત 24 કલાકમાં ભાવનગરના જેસર અને ઉમરાળા, અમરેલીના સાવર કુંડલા તેમજ બોટાદ તાલુકામાં 10 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવા તાલુકામાં પણ 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલીના રાજુલા, અમરેલી અને લીલીયા, ભાવનગરના વલ્લભીપુર અને તળાજા તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં પણ 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે વરસાદ
વધુમાં, ભાવનગરના ગારીયાધાર, રાજકોટના વિંછીયા, ભરૂચના હાંસોટ, અમરેલીના બાબરા અને ખાંભા તેમજ મોરબી તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, મોરબીના ટંકારા અને હળવદ, રાજકોટના જસદણ અને જેતપુર, સુરેન્દ્રનગરના ચુડા, સાયલા, થાનગઢ અને મુળી, ભરૂચના વાગરા અને અંકલેશ્વર, સુરતના ઓલપાડ, અમરેલીના લાઠી, કચ્છના માંડવી, ભાવનગર ઉપરાંત જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

25 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ
આ ઉપરાંત રાજ્યના 25 તાલુકામાં બે ઇંચથી વધુ, 66 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 93 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 33 જિલ્લાના કુલ 221 તાલુકામાં સરેરાશ 1.5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સુરતના શાહ દંપતિના નશ્વરદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના ડી.એન.એ. સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે.

રાજય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુકત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા. પ્રત્યેક મૃતદેહને લાવવા માટે એમ્બ્યુલન્સ, પોલીસની ગાડી તેમજ મૃતકના સ્વજનો માટે અલાયદી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ દુર્ધટનામાં મૃત્યુ પામેલા સુરત શહેરના અડાજણ ખાતે રહેતા શાહ દંપતિ ડો.અમિતા શાહ અને ડો.હિતેશ શાહના DNA સેમ્પલીંગ મેચ થતા અમદાવાદ સિવિલ થી એમ્બ્યુલન્સ મારફતે તેમના પાર્થિવ દેહને સાંજે 5.00 વાગે સુરત તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા. ડી.એન.એ. સેમ્પલ મેચીંગ થી લઈને અંતિમ સંસ્કાર સુધીની પ્રક્રિયામાં જિલ્લા વહીવટીતંત્ર અને રાજય સરકારના અધિકારીઓ મૃતકોના પરિજનો સાથે સહાનુભૂતિપૂર્વક ખડેપગે રહ્યા હતા.

ગુજરાતમાં વરસાદી સિઝનની શરૂઆત: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે હાઈ એલર્ટ

હવામાન વિભાગે આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એને લઇને આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યા છે. એને લઇને અનેક નદીઓ બે કાંઠે થઇ છે, તો ક્યાંક નદીઓનાં પાણી ગામમાં ઘૂસી ગયાં છે.

મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જાણે કે કલાકોમાં જ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હોય એમ અનેક કોઝ-વે ધોવાઇ ગયા છે, તો ઘણા રસ્તા બંધ કરવા પડ્યા છે. બીજી તરફ અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાં છે, અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે અનેક જગ્યાએ વીજળી ડૂલ થઇ ગઇ છે, જોકે રાહતની વાત એ છે કે અંગ દઝાડતી ગરમી અને અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે.

આજે 5 જિલ્લામાં રૅડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 16 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદને લઈને રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

17 જૂનની આગાહી
રાજ્યમાં 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

મુંબઇમાં બે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

0

મહારાષ્ટ્રના મુંબઇમાં બે પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. સ્કૂલ પ્રસાસનને સોમવારે ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો હતો. જે બાદ પોલીસને તેની સૂચના આપતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પૂછપરછ અને તપાસ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહી.

મુંબઇના દેવનાર સ્થિતિ કનાકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ અને કાંદિવલીથી સમતાનગર સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો હતો. પોલીસે મામલો ગંભીર જણાતા દેવનાર અને સમતાનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે હવે ઇમેઇલ મોકલનારની તપાસમાં વ્યસ્ત બની છે.

નવા ઇમેલથી પ્રશાસનની ચિંતા વધી
આ પ્રકારની ધમકી પહેલા પણ મળી હતી. બીકેસી સ્થિતિ અમેરિકી વાણિજ્ય દૂતાવાસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમળી હતી. હવે સ્કૂલોને મળેલા આ નવા ઇમેલથી પ્રશાસનની ચિંતા વધી છે. બાળકોને સુરક્ષાને લઇને માતા પિતાએ સ્કૂલોનો સંપર્ક કર્યો અને આશ્વાસન માંગવામાં આવ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ કોઇ પણ પ્રકારની ઢિલાશ ન દાખવે. આ ઉપરાંત મીરા ભાયંદર વિસ્તારમાં પણ બે ઇન્ટરનેશનલ સ્કૂલોને ધમકી ભર્યા ઇમેઇલ મળ્યા છે. જો કે કંઇ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી નથી.

યુપીમાં વીજળીના કહેરથી 24 કલાકમાં 29 લોકોના મોત, હવામાન વિભાગે ચેતવણી આપી

0

ઉત્તર પ્રદેશમાં ચોમાસાના આગમન પહેલા જ હળવા વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાનો સિલસિલો ચાલુ છે. આ દરમિયાન ઘણી જગ્યાએ વીજળી પડવાના બનાવો પણ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મોત વીજળી પડવાને કારણે થયા છે. વીજળી પડવાથી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગના એક વૈજ્ઞાનિકે ભયાનક વાત કહી છે.

IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક મોહમ્મદ દાનિશ કહે છે કે આગામી સાત દિવસમાં યુપીમાં વીજળી પડવાની વધુ ઘટનાઓ બનશે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. હવામાન ખરાબ હોય ત્યારે ઝાડ નીચે કે ખુલ્લામાં ન રહેવું જોઈએ.

વીજળી પડવાના બનાવો કેમ વધ્યા?
IMD વૈજ્ઞાનિકના મતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થયો છે. 18 જૂન સુધીમાં યુપીમાં ચોમાસુ આવવાની ધારણા છે. આવી સ્થિતિમાં, આગામી અઠવાડિયા સુધીમાં અહીં વરસાદ, ગાજવીજ, વીજળી અને જોરદાર પવન જેવી ઘટનાઓમાં વધારો થશે. આ કારણોસર, IMD એ લોકોને ચેતવણી આપી છે કે હવામાન ખરાબ હોય ત્યારે બિનજરૂરી રીતે બહાર ન ફરો. જો તમે બહાર હોવ તો મોટા ઝાડ નીચે ઊભા ન રહો.

આકાશમાંથી વીજળી પડી બિલ્ડિંગ સાથે ટકરાઇ, જુઓ ચોંકાવનારા દ્રશ્યો

સુરતના સરથાણામાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રાજહંસ હાઈરાઈઝ ઈમારત પર વીજળી પડવાના દ્રશ્યો સ્થાનિકોના મોબાઈલમાં કેદ થયા હતા.વીજળી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.મોબાઇલમાં કેદ થયેલા વીડિયોમાં રાજહંસ હાઈરાઈઝ ઈમારત પર કઇ રીતે વીજળી ત્રાટકે છે તે જોઇ શકાય છે.

વીજળી ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવુ જોઈએ. સાથે જ કોઈ પણ એવી વસ્તુઓ પાસે ન જવું જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય. ધાતુના પાઈપ, નળ, ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ. જો તમે ઘરથી બહાર છો તો ક્યારેય પણ વીજળી ચમકતી હોય તેવી સ્થિતિમાં ઝાડની નીચે ન ઉભા રહો. બાઈક, વિજળી અથવા ટેલિફોનના થાંભલાઓ અથવા મશીનની આસપાસ ન ઉભા રહો.

વરસાદની મજા સજામાં ત્યારે ફેરવાઈ જાય છે જ્યારે વીજળી પડવાથી જાન માલને નુકસાન પહોંચે છે. જ્યારે વાવાઝોડા સાથે વરસાદ આવતો હોય અને વીજળી ચમકતી હોય ત્યારે તેનાથી બચવા માટે ક્યારેય ઝાડ, ખેતર, તણાવ વગેરેની પાસે ન ઉભા રહેવું જોઈએ. કારણ કે તેમની આસપાસ વીજળીની ઝપેટમાં આવવાની શક્યતાઓ વધુ હોય છે. જ્યારે બહાર વીજળી ચમકતી હોય તો ઘરની અંદરના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરી દેવા જોઈએ. સાથે જ તાર વાળા ટેલિફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. ઘરના દરવાજા અને બારી બંધ રાખવા જોઈએ.

રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેઓએ જણાવ્યું છે કે અરબ સાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે ચેતવણી આપવામાં આવી છે. ભરૂચ, સુરત, નવસારી અને વાપી જેવા શહેરોમાં વરસાદની શકયતા છે, જ્યારે ડાંગ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે તંત્રએ સાવચેતી રાખવા સૂચના આપી છે.

પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટ્યો, 4 લોકોના મોત, 51ને બચાવવામાં આવ્યા

0

મહારાષ્ટ્રના પુણે નજીક પુલ દુર્ઘટનામાં થોડા સમય બાદ બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. NDRFનું કહેવું છે કે ગઈકાલે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી અને પુલનો કાટમાળ દૂર કરીને શોધખોળ કરવામાં આવી હતી. હાલમાં, વહીવટીતંત્રને કોઈ ગુમ થયાની ફરિયાદ નથી. રવિવારે પુણેથી 30 કિમી દૂર કુંડમાલા નજીક સપ્તાહના અંતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. લોકો ઇન્દ્રાયણી નદીના ઝડપી પ્રવાહને જોવા માટે પુલ પર ચઢી ગયા હતા.

આ દરમિયાન, ઘણા બાઇકર્સ પણ પુલ પર આવ્યા હતા જ્યાં ભીડના દબાણને કારણે પુલ નદીમાં પડી ગયો હતો જેમાં ઘણા લોકો તણાઈ ગયા હતા. રવિવારે મોડી સાંજ સુધી ચાલુ રહેલા બચાવ કામગીરીમાં બચાવાયેલા 38 લોકોની સારવાર ચાલુ છે, જ્યારે અકસ્માતમાં માર્યા ગયેલા 4 લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પુણે નજીક માવલની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. વિદેશ પ્રવાસ પર રહેલા પીએમ મોદીએ સાયપ્રસથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે અને ઘટનાની માહિતી મેળવી છે.

મહારાષ્ટ્રના પુણે નજીક થયેલા પુલ અકસ્માતમાં બચાવ કામગીરી હવે બંધ કરી દેવામાં આવી છે. NDRFનું કહેવું છે કે ગઈકાલે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી અને પુલનો કાટમાળ દૂર કરીને શોધખોળ કરવામાં આવી હતી. હાલમાં, વહીવટીતંત્રને કોઈ ગુમ થયાની કોઈ ફરિયાદ મળી નથી. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર આજે સ્થાનિક બચાવ જૂથની મદદ લેશે અને જરૂર પડ્યે NDRFને બોલાવવામાં આવશે. આજે, અકસ્માત વિસ્તારમાં અને તેની ઉપર લોનાવલા તરફ ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ઇન્દ્રાયણી નદીમાં પ્રવાહ પણ ઝડપી છે.