Home Blog Page 407

યુપીમાં વીજળીના કહેરથી 24 કલાકમાં 29 લોકોના મોત, હવામાન વિભાગે ચેતવણી આપી

0

ઉત્તર પ્રદેશમાં ચોમાસાના આગમન પહેલા જ હળવા વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાનો સિલસિલો ચાલુ છે. આ દરમિયાન ઘણી જગ્યાએ વીજળી પડવાના બનાવો પણ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં કુદરતી આફતોને કારણે 35 લોકોના મોત થયા છે. જોકે, મોટાભાગના મોત વીજળી પડવાને કારણે થયા છે. વીજળી પડવાથી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગના એક વૈજ્ઞાનિકે ભયાનક વાત કહી છે.

IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક મોહમ્મદ દાનિશ કહે છે કે આગામી સાત દિવસમાં યુપીમાં વીજળી પડવાની વધુ ઘટનાઓ બનશે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. હવામાન ખરાબ હોય ત્યારે ઝાડ નીચે કે ખુલ્લામાં ન રહેવું જોઈએ.

વીજળી પડવાના બનાવો કેમ વધ્યા?
IMD વૈજ્ઞાનિકના મતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થયો છે. 18 જૂન સુધીમાં યુપીમાં ચોમાસુ આવવાની ધારણા છે. આવી સ્થિતિમાં, આગામી અઠવાડિયા સુધીમાં અહીં વરસાદ, ગાજવીજ, વીજળી અને જોરદાર પવન જેવી ઘટનાઓમાં વધારો થશે. આ કારણોસર, IMD એ લોકોને ચેતવણી આપી છે કે હવામાન ખરાબ હોય ત્યારે બિનજરૂરી રીતે બહાર ન ફરો. જો તમે બહાર હોવ તો મોટા ઝાડ નીચે ઊભા ન રહો.

આકાશમાંથી વીજળી પડી બિલ્ડિંગ સાથે ટકરાઇ, જુઓ ચોંકાવનારા દ્રશ્યો

સુરતના સરથાણામાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રાજહંસ હાઈરાઈઝ ઈમારત પર વીજળી પડવાના દ્રશ્યો સ્થાનિકોના મોબાઈલમાં કેદ થયા હતા.વીજળી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.મોબાઇલમાં કેદ થયેલા વીડિયોમાં રાજહંસ હાઈરાઈઝ ઈમારત પર કઇ રીતે વીજળી ત્રાટકે છે તે જોઇ શકાય છે.

વીજળી ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવુ જોઈએ. સાથે જ કોઈ પણ એવી વસ્તુઓ પાસે ન જવું જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય. ધાતુના પાઈપ, નળ, ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ. જો તમે ઘરથી બહાર છો તો ક્યારેય પણ વીજળી ચમકતી હોય તેવી સ્થિતિમાં ઝાડની નીચે ન ઉભા રહો. બાઈક, વિજળી અથવા ટેલિફોનના થાંભલાઓ અથવા મશીનની આસપાસ ન ઉભા રહો.

વરસાદની મજા સજામાં ત્યારે ફેરવાઈ જાય છે જ્યારે વીજળી પડવાથી જાન માલને નુકસાન પહોંચે છે. જ્યારે વાવાઝોડા સાથે વરસાદ આવતો હોય અને વીજળી ચમકતી હોય ત્યારે તેનાથી બચવા માટે ક્યારેય ઝાડ, ખેતર, તણાવ વગેરેની પાસે ન ઉભા રહેવું જોઈએ. કારણ કે તેમની આસપાસ વીજળીની ઝપેટમાં આવવાની શક્યતાઓ વધુ હોય છે. જ્યારે બહાર વીજળી ચમકતી હોય તો ઘરની અંદરના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરી દેવા જોઈએ. સાથે જ તાર વાળા ટેલિફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. ઘરના દરવાજા અને બારી બંધ રાખવા જોઈએ.

રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેઓએ જણાવ્યું છે કે અરબ સાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે ચેતવણી આપવામાં આવી છે. ભરૂચ, સુરત, નવસારી અને વાપી જેવા શહેરોમાં વરસાદની શકયતા છે, જ્યારે ડાંગ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે તંત્રએ સાવચેતી રાખવા સૂચના આપી છે.

પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટ્યો, 4 લોકોના મોત, 51ને બચાવવામાં આવ્યા

0

મહારાષ્ટ્રના પુણે નજીક પુલ દુર્ઘટનામાં થોડા સમય બાદ બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. NDRFનું કહેવું છે કે ગઈકાલે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી અને પુલનો કાટમાળ દૂર કરીને શોધખોળ કરવામાં આવી હતી. હાલમાં, વહીવટીતંત્રને કોઈ ગુમ થયાની ફરિયાદ નથી. રવિવારે પુણેથી 30 કિમી દૂર કુંડમાલા નજીક સપ્તાહના અંતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. લોકો ઇન્દ્રાયણી નદીના ઝડપી પ્રવાહને જોવા માટે પુલ પર ચઢી ગયા હતા.

આ દરમિયાન, ઘણા બાઇકર્સ પણ પુલ પર આવ્યા હતા જ્યાં ભીડના દબાણને કારણે પુલ નદીમાં પડી ગયો હતો જેમાં ઘણા લોકો તણાઈ ગયા હતા. રવિવારે મોડી સાંજ સુધી ચાલુ રહેલા બચાવ કામગીરીમાં બચાવાયેલા 38 લોકોની સારવાર ચાલુ છે, જ્યારે અકસ્માતમાં માર્યા ગયેલા 4 લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પુણે નજીક માવલની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. વિદેશ પ્રવાસ પર રહેલા પીએમ મોદીએ સાયપ્રસથી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે અને ઘટનાની માહિતી મેળવી છે.

મહારાષ્ટ્રના પુણે નજીક થયેલા પુલ અકસ્માતમાં બચાવ કામગીરી હવે બંધ કરી દેવામાં આવી છે. NDRFનું કહેવું છે કે ગઈકાલે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી અને પુલનો કાટમાળ દૂર કરીને શોધખોળ કરવામાં આવી હતી. હાલમાં, વહીવટીતંત્રને કોઈ ગુમ થયાની કોઈ ફરિયાદ મળી નથી. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર આજે સ્થાનિક બચાવ જૂથની મદદ લેશે અને જરૂર પડ્યે NDRFને બોલાવવામાં આવશે. આજે, અકસ્માત વિસ્તારમાં અને તેની ઉપર લોનાવલા તરફ ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ઇન્દ્રાયણી નદીમાં પ્રવાહ પણ ઝડપી છે.

સાઇપ્રસમાં પીએમ મોદીને મળ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

સાઇપ્રસની ધરતી પરથી પીએમ મોદીએ ફરી વિશ્વને ભારતની વધી રહેલી શક્તિનો અનુભવ કરાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાઇપ્રસના લિમાસોલ શહેરમાં યોજાયેલા એક વ્યાવસાયિક ગોળમેજ સંમેલનમાં જણાવ્યું હતું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટા અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સંમેલન સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલાઈડિસની હાજરીમાં યોજાયું હતું. આ દરમિયાન સાઇપ્રસના રાષ્ટ્રપતિએ PM મોદીને “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ ત્રીજા” જેવો દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું હતું.

પીએમ મોદીને અત્યાર સુધી મળ્યા 23 આંતરરાષ્ટ્રીય સન્માન
2014 પછી વડા પ્રધાન બન્યા પછીથી નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં કુલ 23 દેશોના સર્વોચ્ચ સન્માન મળ્યા છે. આ સન્માન તેમના નેતૃત્વ, વૈશ્વિક કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં આપેલા યોગદાનની ઓળખ આપે છે. આ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને મોદીની વિદેશ નીતિના પ્રભાવનું પ્રમાણ છે.

મોદીને મળેલા કેટલાક મુખ્ય સન્માનોની યાદી:

  • સાઇપ્રસ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ III (2025)
  • શ્રીલંકા – મિત્ર ભૂષણ (2025)
  • કુવૈત – ઓર્ડર ઓફ મુબારક અલ કબીર (2024)
  • મોરિશિયસ – ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન (2025)
  • ડોમિનિકા – ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર (2024)
  • બાર્બાડોસ – ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ (2025)
  • નાઈજિરિયા – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર (2024)
  • માલદીવ – ઓર્ડર ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન (2019)
  • ભૂતાન – ઓર્ડર ઓફ ધ દ્રુક ગ્યાલ્પો (2021)
  • અમેરિકા – લીજન ઓફ મેરિટ (2020)
  • ફ્રાન્સ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર (2023)
  • યુએઈ – ઓર્ડર ઓફ ઝાયેદ (2019)
  • યૂએન – ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ (2018) વગેરે.

સ્વ. વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા

ગુરુવારની ગોજારી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયામાં વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. અને આજે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે રાજકોટમાં સાંજે તેમની અંતિમ યાત્રા નીકળશે. આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચતત્વોમાં વીલિન થશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આજે રાજ્ય સરકારે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરાઈ છે. આજે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. દુર્ઘટનાના પાંચ દિવસ બાદ ઘરના મોભીના દર્શન થતાં પરિવારના સભ્યો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા હતા.

આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે આજે સવારે 9.30 કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 92 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે અને 47 મૃતદેહ પરિવારજનોને સોંપવામાંઆવ્યા છે.

મીડિયા બ્રીફિંગમાં તેમણે વધુમાં વધુમાં જણાવાયું હતું કે અન્ય 08 પરિજનોને આગામી બે કલાકમાં તેમના સ્વજનના નશ્વર દેહને સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ 13ના પરિજનો હાજર છે, જેઓને તેમના સંબંધીઓના પાર્થિવ દેહ સન્માનભેર આપવામાં આવશે. વધુ 87 પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધથી પાકિસ્તાન બેહાલઃ બલૂચિસ્તાનમાં 70 ટકા પેટ્રોલ પંપ બંધ

ઇઝરાયેલના હુમલાથી શરૂ થયેલા ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર પાકિસ્તાનમાં ઘેરી અવળી જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં ઈંધણ સંકટની સ્થિતિ સર્જાઈ છે અને ત્યાંની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા પડ્યા છે. ડોન અખબારના અહેવાલ અનુસાર પાકિસ્તાની સરકારે પેટ્રોલના ભાવમાં 4.80 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.95 રૂપિયાનો વધારો કર્યો છે.

આ અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં હાઈ સ્પીડ ડીઝલ (HSD), જે પહેલાં 254.64 રૂપિયા પ્રતિ લિટર મળતું હતું, હવે 262.59 રૂપિયા પ્રતિ લિટરે મળશે. એ જ રીતે પેટ્રોલ જેની કિંમત અગાઉ 253.63 રૂપિયા હતી, હવે 258.43 રૂપિયા પ્રતિ લિટરે મળશે.

બલૂચિસ્તાનમાં ઈંધણ સંકટ
અહેવાલ મુજબ ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષને કારણે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈંધણ સંકટ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઈરાનના સરહદી વિસ્તારોમાંથી જે તેલની સપ્લાય થતી હતી, તે ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. આથી ઘણા પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે.

મકરાન, રખશાન અને ચગાઈ વિસ્તારોમાંથી ઈરાનમાંથી ઓઇલ સપ્લાય બંધ થઈ જવાથી લગભગ 60થી 70 ટકા પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે. તસ્કરી દ્વારા લાવેલા ઈરાની પેટ્રોલ અને ડીઝલ વેચતા પેટ્રોલ પંપોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગયા અઠવાડિયે પહેલેથી જ બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે ક્વેટા અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં, ક્વેટા અને બંદર શહેર વચ્ચેના અનેક પોઈન્ટ્સ પર રોડ બ્લોક થવાને કારણે કરાંચીથી પેટ્રોલ સપ્લાય પણ પ્રભાવિત થઈ છે.

બનાસકાંઠાના જસરા ગામે ડબલ મર્ડર, પીઆઈના માતા-પિતાનું ભયાનક હત્યાકાંડ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ-ઇન્સ્પેક્ટરનાં વૃદ્ધ માતા-પિતાની ગત રાત્રે લૂંટારાઓ દ્વારા નિર્મમ હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. લૂંટારાઓ એટલા ક્રૂર હતા કે બંનેના ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યાં હતાં તેમજ વૃદ્ઘાએ પગમાં કડલાં પહેર્યાં હતાં. કડલાં લૂંટવા માટે પગમાંથી બહાર કાઢવાને બદલે તેમના પગ જ કાપી નાખ્યા હતા અને એ લઇ ફરાર થઇ ગયા હતા.

દંપતીની હત્યાને લઈને જસરા ગામના લોકોમાં ભારે રોષ
વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલને ખેતરમાં રાત્રિના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. હત્યાની ઘટનાને પગલે આગથળા પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી દીધી છે. દંપતીની હત્યાને લઈને જસરા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આખરે શા માટે પીઆઈના માતા-પિતાની હત્યા કરવામાં આવી? કોણ હતા એ હત્યારા? આ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.

અત્યારે હત્યાના બનાવ સ્થળ પર આગથળા પોલીસ સાથે સાથે જિલ્લા પોલીસ પણ પહોંચી ગઈ છે. પીઆઈના માતા-પિતાની હત્યા થઈ હોવાથી પોલીસ દ્વારા વધારે ઝડપી કામ કરવામાં આવી શકે છે. પીઆઇ એ.વી પટેલના માતા-પિતા ખેતરમાં તેમના ઘરે સૂઈ રહ્યાં હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હત્યા કરી લૂંટ કરતી ગેંગ સામેલ હોઈ શકે
એસ.પી. અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું માની શકાય કે જે ઈસમો આવેલા હતા તેમને ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે. અમે આ મામલે અલગ અલગ મોડસ ઓપેરન્ડીથી કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે. એવી કોઈ ગેંગ છે, જે કોઈ વિસ્તારમાંથી આવીને અંજામ આપતી હોય છે. એના પર કામ કરી રહ્યા છીએ. એફએસએલ અને ડોગ-સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે.

પૂર્વ મુખ્યમંત્રીના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકની લહેર, રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ લહેરાવ્યો

અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે વિજય રૂપાણીની અંતિમવિધિ હાથ ધરવામાં આવનાર છે. આજના દિવસે રાજ્ય સરકાર દ્વારા એક દિવસીય રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકારી કચેરીઓમાં અડધી કાંઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. રાજકોટમાં આજે સ્વ. વિજય રૂપાણીની અંતિમવિધિ હાથ ધરવામાં આવશે.

241 મુસાફરોના મોત નિપજ્યા
આજે વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી અને સુરતમાં રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો છે. આજે રાજ્યભરની કચેરીઓમાં સરકારી આદેશ અનુસાર શોક પાળવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરોના મોત નિપજ્યા હતા. આજે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ હાથ ધરવામાં આવનાર છે. તે પહેલા રાજ્ય સરકાર દ્વારા એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.

માત્ર વડોદરા જ નહીં રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેમની અંતિમ યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓ-આગેવાનો જોડાનાર છે. રાજ્ય સરકાર દ્વારા ગતરોજ એક દિવસના શોકની જાહેરાત કરી હતી.

લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, અચાનક વિમાનના ટાયરમાંથી નીકળ્યા ધુમાડા

0

લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Amausi) ખાતે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે સાઉદી અરેબિયા એરલાઇન્સના વિમાનના વ્હીલમાંથી ધુમાડો અને તણખા નીકળવા લાગ્યા. આ વિમાન 242 હજ યાત્રીઓને લઈને જેદ્દાહથી લખનઉ આવ્યું હતું. લેન્ડિંગ બાદ ટેક્સી-વે પર જતી વખતે આ ઘટના બની, જેના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે, ફાયર સેફ્ટી ટીમની ત્વરિત કાર્યવાહીથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો, અને તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે ઉતારી લેવાયા.

ઘટનાની વિગતો
સાઉદી અરેબિયા એરલાઇન્સની ફ્લાઇટ SV 3112 શનિવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે જેદ્દાહ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને રવિવારે સવારે 6:30 વાગ્યે લખનઉના અમૌસી એરપોર્ટ પર ઉતરી હતી. આ વિમાનમાં 242 હજ યાત્રીઓ હતા, જેઓ હજ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. લેન્ડિંગ પછી, જ્યારે વિમાન ટેક્સી-વે પર આગળ વધી રહ્યું હતું, ત્યારે તેના ડાબા વ્હીલમાંથી અચાનક ગાઢ ધુમાડો અને તણખા નીકળવા લાગ્યા. આ જોઈને પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી, જેના પછી એરપોર્ટની ફાયર સેફ્ટી ટીમ ઘટનાસ્થળે પહોંચી. ટીમે ફીણ અને પાણીનો ઉપયોગ કરીને પરિસ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લીધી.

એરપોર્ટની ત્વરિત કાર્યવાહી
અમૌસી એરપોર્ટની ફાયર સેફ્ટી ટીમની ઝડપી કાર્યવાહીએ એક મોટી દુર્ઘટનાને અટકાવી. એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે, આવી ઘટનાઓને હેન્ડલ કરવા માટે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ઘટનાએ એરપોર્ટની સલામતી વ્યવસ્થાની કાર્યક્ષમતાને પ્રકાશિત કરી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહીં. આ વિમાનમાં સવાર મોટાભાગના યાત્રીઓ હજ પૂર્ણ કરીને પરત ફરી રહેલા હજ યાત્રીઓ હતા. સાઉદી અરેબિયા એરલાઇન્સ નિયમિતપણે હજ યાત્રીઓને લઈને જેદ્દાહ અને ભારતના વિવિધ શહેરો વચ્ચે ફ્લાઇટ્સ ચલાવે છે. આ ઘટના બાદ યાત્રીઓને એરપોર્ટ ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સુરક્ષા અને સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું.

ભારતમાં હવે બે તબક્કામાં થશે જનગણના, કેન્દ્ર સરકારે જાહેર કરી અધિકૃત સૂચના

0

ભારતમાં વર્ષ 2027 માં વસ્તી ગણતરી યોજાશે. આ અંગે એક સૂચના જારી કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતની વસ્તી ગણતરી વર્ષ 2027 દરમિયાન કરવામાં આવશે, એક ગેઝેટ સૂચના જારી કરવામાં આવી હતી.

વસ્તી ગણતરી વિશે બધું 10 પોઈન્ટમાં જાણો

  • આ વખતે વસ્તી ગણતરી પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવશે, જેનો પહેલો તબક્કો 1 ઓક્ટોબર, 2026 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે બીજો અને અંતિમ તબક્કો 1 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ થશે અને 1 માર્ચ, 2027 ને સંદર્ભ તારીખ તરીકે ગણવામાં આવશે, એટલે કે, તે સમયે દેશની વસ્તી અને સામાજિક સ્થિતિનો ડેટા જે પણ હશે, તે જ રેકોર્ડ કરવામાં આવશે અને પછી આ આંકડાઓ જાહેર કરવામાં આવશે, જે તમે પણ જાણી શકશો.
  • જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં, વસ્તી ગણતરી પ્રક્રિયા અન્ય રાજ્યો કરતા પહેલા ઓક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેનું કારણ અહીંનું હવામાન અને ઠંડી છે, 1 ઓક્ટોબર, 2026 ને આ રાજ્યો માટે સંદર્ભ તારીખ તરીકે ગણવામાં આવશે.
  • સમગ્ર વસ્તી ગણતરી પ્રક્રિયા 1 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ થશે, એટલે કે, સમગ્ર પ્રક્રિયા લગભગ 21 મહિનામાં પૂર્ણ થશે.
  • આ પછી, વસ્તી ગણતરીનો પ્રાથમિક ડેટા માર્ચ 2027 માં જાહેર કરવામાં આવશે, જ્યારે વિગતવાર ડેટા જાહેર થવામાં ડિસેમ્બર 2027 સુધીનો સમય લાગશે.
  • આ પછી, 2028 સુધીમાં લોકસભા અને વિધાનસભા બેઠકોનું વ્યવસ્થિત સીમાંકન શરૂ થશે, જે દરમિયાન મહિલાઓ માટે 33 ટકા અનામત પણ લાગુ કરી શકાય છે. એટલે કે, 2029 ની લોકસભા ચૂંટણી પહેલા મહિલાઓ માટે અનામતનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.
  • હવે તમે વિચારતા હશો કે વસ્તી ગણતરી કેવી રીતે હાથ ધરવામાં આવે છે, તેથી વસ્તી ગણતરી પહેલાં એક પ્રોફોર્મા તૈયાર કરવામાં આવે છે, જેમાં આવાસ વસ્તી ગણતરી અને વસ્તી ગણતરી માટે પ્રશ્નાવલિ હોય છે.
  • આ વસ્તી ગણતરીમાં જાતિ અને ધર્મ સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ કરી શકાય છે. આ વસ્તી ગણતરીમાં લગભગ 34 લાખ કર્મચારીઓ ભાગ લેશે, જેમને તાલીમ આપવામાં આવશે.
  • ડિજિટલ ગણતરી માટેના સોફ્ટવેરમાં જાતિ, પેટાજાતિ અને OBC માટે નવા કોલમ અને મેનુનો સમાવેશ કરવામાં આવશે.
  • આવાસ ગણતરી પ્રક્રિયા દરમિયાન, ઘરોની યાદી તૈયાર કરવામાં આવે છે અને રહેઠાણની સ્થિતિ, સુવિધાઓ અને સંપત્તિ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, સુપરવાઇઝર ઘરે ઘરે જઈને પ્રશ્નો પૂછે છે.
  • આ વખતે વસ્તી ગણતરીમાં 30 પ્રશ્નો પૂછી શકાય છે, જેમાં નામ, ઉંમર, લિંગ, જન્મ તારીખ, વૈવાહિક સ્થિતિ, શિક્ષણ, રોજગાર, ધર્મ, જાતિ અને પેટા-સંપ્રદાય, પરિવારના વડા સાથેનો સંબંધ, રહેણાંક સ્થિતિ અને સ્થળાંતર સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થશે.