Home Blog Page 405

આંતરડામાંથી 8 સે.મી.ની ચમચી કાઢી, ડૉક્ટરોએ માત્ર 30 મિનિટમાં કર્યું સફળ ઓપરેશન

0

ઉત્તર દિલ્હીમાં એક મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પ્રારભિક તપાસ પછી દર્દીને ફોર્ટિસ શાલીમાર બાગ ઇમરજન્સી વિભાગમાં રીફર કરવામાં આવ્યો. દર્દીના પેટમાં ભારે દુ:ખાવો થતો હતો અને ખાવાનું ન પચવાની ફરિયાદ હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડૉકટરોએ તરત જ એક્સ-રે અને ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ કરી. તેમા ખબર પડી કે દર્દીના પેટમાં નાના આંતરડાના ઉપરના ભાગમાં 8 સેન્ટિમીટરની ધાતુની ચમચી ફસાઈ હતી.

ડોક્ટરોએ સુઝબુઝથી 30 વર્ષના યુવકના આંતરડામાં ફસાયેલી 8 સેન્ટીમીટરની ધાતુની ચમચી ફક્ત 30 મિનિટની એન્ડોસ્કોપીની પ્રોસેસથી કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો. આ મામલો મેડિકલ ઇમરજન્સીનું બેસ્ટ એક્ઝામ્પલ છે, તેમા ડૉક્ટરોની કુશળતાએ દર્દીને નવજીવન આપ્યું.

ફોર્ટિસ હોસ્પિટલમાં ગેસ્ટ્રોલોજીના એચઓડી તેમજ સીનિયર ડાયરેક્ટર ડો. રમેશ ગર્ગે જણાવ્યું હતું કે આ એક અસામાન્ય અને પડકારજનક કેસ હતો. ચમચી જેવી ધાતુવાળી વસ્તુ આંતરડામાં ફસાય તે ખતરનાક છે. તે આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે અથવા ગંભીર ઇન્ફેકશનનું કારણ બની શકે છે. આ પ્રક્રિયા પછી દર્દીને 24 કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો. તેની હાલત સ્થિર છે. હાલ તેને ડિસ્ચાર્જ કરી દેવાયો છે.

આ પ્રક્રિયામાં એક એન્ડોસ્કોપના ઉપયોગથી કેમેરા અને લાઇટ લગાવાયા હતા. સર્જિકલ ટીમે ફોરસેપની મદદથી સાવધાનીપૂર્વક આંતરડામાંથી ચમચી કાઢી હતી. આ દરમિયાન દર્દીના કોઈપણ આંતરિક હિસ્સાને નુકસાન થયું ન હતું. ફક્ત 30 જ મિનિટમાં આ ઓપરેશન પૂરુ કરી દેવાયું.

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટ, 4 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક ઘાયલ

પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ જોરદાર વિસ્ફોટ બાદ પાટા પરથી ઉતરી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે જેકોબાદમાં પાટા પર જોરદાર વિસ્ફોટ બાદ તેના 4 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન પેશાવરથી કોટા જઈ રહી હતી. પરંતુ જોરદાર વિસ્ફોટ બાદ મંગળવારે જેકોબાદ નજીક જાફર એક્સપ્રેસના 4 કોચ પાટા પરથી ઉતરી ગયા. રેલ્વે અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.

બધા મુસાફરો સુરક્ષિત
આ અકસ્માતમાં કોઈ મુસાફરના મૃત્યુ કે ગંભીર ઈજાના કોઈ અહેવાલ નથી. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમને તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવી રહ્યા છે. વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક સૂત્રોએ શંકા વ્યક્ત કરી છે કે તે કાવતરું અથવા તોડફોડ હોઈ શકે છે, જોકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સુરક્ષા એજન્સીઓ તપાસમાં રોકાયેલી
આ ઘટના બાદ, રેલવે ટ્રેકનું સમારકામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે અને અન્ય ટ્રેનોની અવરજવરને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલી રહી છે. રેલવે વહીવટીતંત્રે મુસાફરોને ધીરજ રાખવા અને સત્તાવાર માહિતીનું પાલન કરવાની અપીલ કરી છે.

જાફર એક્સપ્રેસ સામે હિંસાનો ઇતિહાસ
આ પહેલી વાર નથી જ્યારે જાફર એક્સપ્રેસ પર હુમલો થયો હોય. આ વર્ષે માર્ચમાં, બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા ટ્રેનનું અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં આશરે 350 મુસાફરો સવાર હતા. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ મેળવવા માટે એક પડકારજનક કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે BLA એ દાવો કર્યો હતો કે તેણે ગતિરોધ દરમિયાન 100 થી વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા, ત્યારે પાકિસ્તાની સેનાએ અહેવાલ આપ્યો હતો કે 35 બંધકો માર્યા ગયા હતા.

સુરત એરપોર્ટ માટે માત્ર હાઇરાઇઝડ ‌‌બિ‌લ્ડિંગો જ અવરોધરૂપ છે? કોઇ વિકલ્પ નથી?

  • દેશના મુંબઇ, દિલ્હી, કલકત્તા, ‌બેંગ્લોર, ચેન્નાઇ સહિત અન્ય મેટ્રો ‌િસટીમાં પણ હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગો વચ્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધમધમી રહ્યાં છે
  • સુરતમા ઊભેલા મોટાભાગના હાઇરાઇઝડ ‌‌બિ‌લ્ડિંગો નાગરિક ઉડ્ડયન મંત્રાલય એટલે કે સિવિલ એલીએશન ઓથો‌િરટીના NOC પછી બાંધવામાં આવ્યા હતા
  • પ્રાથમિક સર્વેમાં ૧૨૧ બિ‌િલ્ડંગો અવરોધ જણાતા આપવામાં આવેલી નો‌િટસો સામે બિલ્ડર્સ અને રહીશો હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ લઇ આવ્યા હતા, પરંતુ ઓથોરીટી તરફથી હાઇકોર્ટમાં કોઇ મજબૂત કારણો રજૂ કર્યા હોવાનું જાણમાં નથી
  • દેશના પાટનગર દિલ્હી એરપોર્ટના સુચારૂ સંચાલન માટે ‘થ્રેશહોલ્ડ’ પોઇન્ટ એટલે કે રન-વેલંબાવીને કાયમી ધોરણે ૬૭૦ મીટર દૂર લઇ જવાયો હતો જો દિલ્હી એરપોર્ટ ઉપર ‘થ્રેશહોલ્ડ’ પોઇન્ટ ખસેડી શકાતો હોય તો સુરતમાં કેમ નહીં?
  • ૮૫ લાખનું સુરત આવનાર વર્ષોમાં એક કરોડની વસ્તીનો આંક વટાવી જશે. ઉદ્યોગોનું પણ દિવસ-રાત વિસ્તરણ થઇ રહ્યું છે. ઉપરાંત, અમદાવાદ-મુંબઇથી નજીકના અંતરે સુરત એરપોર્ટ ભવિષ્યમાં વિકલ્પ બનવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે હાઇરાઇઝ્ડ બિલ્ડિંગના વિવાદને મુદ્દે વળગી રહીશું અને વિકાસના મુદ્દે નહીં વિચારશું તો સુરતનો વિકાસ અટકી જશે
  • સુરતના સ્થાનિક ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પણ એરપોર્ટના મુદ્દે ગંભીર હોવાનું જણાતા નથી બધાને વિમાન સેવા જોઇએ છે, પણ એરપોર્ટના વિકાસ માટે સ‌િક્રય હોય એમ લાગતું નથી

અમદાવાદની વિમાની દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ નજીકના હાઇરાઇઝ્ડ બિલ્ડીંગોના મુદ્દે પાછલા કેટલાક દિવસોથી સવાલોનો મારો ચાલી રહ્યો છે. સુરત એરપોર્ટ ઓથો‌રિટી કે સ્થાનિક મહાપાલિકા અથવા તો કલેક્ટરનું તંત્ર ચૂપ છે અને હાઇકોર્ટના મનાઇ હુકમનું કારણ સામે ધરવામાં આવી રહ્યું છે. અલબત્ત અમદાવાદની વિમાન દુર્ઘટના બનવા પામી ન હોત તો કદાચ સુરતના હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગનો પ્રશ્ન ફાઇલોમાં જ પડી રહ્યો હોત. વળી સુરત એરપોર્ટ ઓથો‌રિટીએ ક્યારેય પણ હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગોના મુદ્દે શું નિવેડો આવ્યો એ જાણવાની ‌તસ્દી લીધી નથી.આ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે સુરત એરપોર્ટ કાર્યરત થયાના દિવસથી આજપર્યન્ત હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગોને કારણે વિમાનના લે‌િન્ડંગ કે ટેઇક ઓફની એકપણ દુર્ઘટના બનવા પામી નથી અને હવે તો ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પણ સુરત એરપોર્ટ ઉપર આવા-ગમન કરે છે. તો પછી હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગનો મુદ્દો શા માટે ખૂબ જ જોરશોરથી ઉડાવવામાં આવી રહ્યો હશે.

સુરતમાં એરપોર્ટ ઓથો‌રિટી પૂર્ણકક્ષાએ અસ્તિત્વમાં આવ્યા બાદ સુરત એરપોર્ટની ત્રિજ્યિામાં આવતા હાઇરાઇઝ્ડ બાંધકામને મંજૂરી આપતા પહેલા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ફરજિયાત મંજૂરી એટલે NOC મેળવ્યા પછી જ બાંધકામને મંંજૂરી આપવામાં આવે છે. મતલબ કેન્દ્ર સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય સુરત એરપોર્ટની જરૂરિયાત અને અવરોધ બંને વિશે ચોક્કસ માહિતગાર હશે જ. વળી નવા બાંધકામો અંગે આજે પણ NOC આપવામાં આવી રહ્યા છે. મતલબ કેન્દ્રીય મંત્રાલય અને સ્થાનિક એરપોર્ટ ઓથો‌રિટી હાઇરાઇઝ્ડ બાંધકામને લઇને ગંભીર નથી અથવા તો અવરોધક નથી.સુરત એરપોર્ટ અને હાઇરાઇઝ્ડ બાંધકામના મુદ્દે જે રીતે કાગારોળ થઇ રહી છે. આ બાબતને મુંબઇ એરપોર્ટ સાથે સાંકળવામાં આવે તો મુંબઇ એરપોર્ટ નજીક સુરત કરતા વધુ ગગનચુંબી હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગોની હારમાળા છે અને રોજેરોજ નવા ‌‌બિ‌લ્ડિંગો બની રહ્યા છે પરંતુ મુંબઇ એરપોર્ટે હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગના મુદ્દે ક્યારેય પણ ઊહાપોહ મચાવ્યો હોવાનું ધ્યાનમાં નથી. મુંબઇ એરપોર્ટ સામે સુરત એરપોર્ટ રેલ્વેના ફલેગ સ્ટેશન જેવું કહી શકાય.

વળી સુરત એરપોર્ટ માટે અગાઉ સરવે કરાયા મુજબના ૧૨૧ ‌‌બિ‌લ્ડિંગોની ઊંચાઇ અવરોધરૂપ માનવામાં આવતી હતી પરંતુ એક પણ ‌‌બિ‌લ્ડિંગ સામે અસરકારક પગલાં ભરાયા નથી, વહીવટીતંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે. બિલ્ડરો અને રહેવાસીઓ હાઇકોર્ટમાં ગયા હોવાથી હાઇકોર્ટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.હાઇકોર્ટના મનાઇ હુકમની અવગણના થઇ શકે નહીં પરંતુ એરપોર્ટ ઓથો‌રિટી ખરેખર સક્રિય હોય તો હાઇકોર્ટ સમક્ષ વાસ્તવિકતા અને તર્કબદ્ધ રજૂઆત કરવામાં આવે તો ચોક્કસ હાઇકોર્ટ પણ સમગ્ર પ્રકરણ અરજન્ટ હાથમાં લઇને નિકાલ લાવે જ કારણ કે જ્યા સેંકડો લોકોની સલામતીનો પ્રશ્ન હોય ત્યાં હાઇકોર્ટ પણ કેસની અવગણના કરી શકે નહીં. સુરત એરપોર્ટ આજકાલનું નથી અને હવે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે અને વિદેશની ફલાઇટસ પણ આવાગમન કરે છે. આવા સંજોગોમાં હાઇકોર્ટના મનાઇ હુકમને વચ્ચે લાવીને સમગ્ર પ્રકરણને અભરાઇ ઉપર મૂકી રાખવા ઉપરાંત હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગોમાં રહેતા અસંખ્ય પરિવારોને દ્વિધામાં રાખવામાં આવી રહ્યા છે.વળી એવી પણ ફરિયાદ છે એરપોર્ટ ઓથો‌રિટીનું NOC મેળવવા રજૂ કરવામાં આવતી ફાઇલોનો નિકાલ કરવામાં ખૂબ લાંબો સમય કાઢી નાંખવામાં આવે છે. આ તરફ એરપોર્ટ ઓથો‌રિટીનું NOC મળે નહીં ત્યાં સુધી સ્થાનિક ઓથો‌રિટી એટલે કે મહાપાલિકા તરફથી બાંધકામના નકશા મંજૂર કરવામાં આવતા નથી. પરંતુ મોટાભાગના લોકો બિલ્ડર્સને શંકાની નજરે જોતા હોવાથી વિલંબ કરવા પાછળ ચોક્કસ આશય હશે એવી શંકા કરવાને કારણ મળી શકે.

દિલ્હી, કલકતા, મુંબઈ, વડોદરા તથા અમદાવાદ સહિતના લગભગ મોટાભાગના એરપોર્ટને નડતરરૂપ ‌‌બિ‌લ્ડિંગો હોવા છતાં રન-વેના થ્રેશહોલ્ડ પોઇન્ટને (ટચ ડાઉન પોઇન્ટ) જરૂરિયાત મુજબ ખસેડી એરપોર્ટનું સુરક્ષા સાથે સંચાલન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે સુરત એરપોર્ટ માટે DGCAદ્વારા સુરતમાં પણ રન-વેના થ્રેશ હોલ્ડ પોઇન્ટ ને ખસેડી સુરત એરપોર્ટનું સુરક્ષા સાથે સંચાલન કરવામાં આવી રહ્યું છે કે નહિ? તે બાબતે સૂત્રો પાસેથી માહિતી મળ્યા મુજબ, સુરત એરપોર્ટ ખાતે પણ રન-વેના થ્રેશ હોલ્ડ પોઇન્ટને (ટચ ડાઉન પોઇન્ટ) 615 મીટર ‌િશફ્ટ કરી સુરત એરપોર્ટનું સુરક્ષા સાથે સંચાલન કરવામાં આવી રહ્યું છે. વિશેષમાં ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે DGCA દ્વારા એફિડેવિટ કરવામાં આવી છે જેમાં આ ઓબસ્ટેકલ ઉદ્‍ભવવાના કારણો બાબતે તેમજ એરપોર્ટની સુરક્ષા માટે લીધેલ પગલાં બાબતે ઉલ્લેખ કરેલ છે. ઉપરાંત DGCAની એફિડેવિટ મુજબ તમામ બિલ્ડરોએ જે તે સમયે NOC મેળવી NOCમાં મળેલ ઊંચાઈ મુજબનું બાંધકામ કરેલ છે છતાં ઓબ્સ્ટકલ ઉત્પન્ન થવા બાબતે અન્ય ટેક્નિકલ ખામીઓ જવાબદાર હોવા અંગેનો પણ ઉલ્લેખ કરેલ છે. આમ જે. તે બાંધકામ કરનારા આ અંગે જવાબદાર નહીં હોવાનો પણ ઉલ્લેખ કરાયો છેવિષેશમાં ડુમસ તરફથી પસાર થતી ONGCની પાઈપલાઈન ઉપર નાળુ બનાવી રન-વે લંબાવી શકાય તેમ છે. દિલ્હી એરપોર્ટના બે રન-વેના થ્રેશહોલ્ડને કાયમી ધોરણે ખસેડાયા છે, તે જ રીતે સુરતના એરપોર્ટ રન-વેના થ્રેશ્હોલ્ડને કાયમી ધોરણે ખસેડી ઓબ્સ્ટેકલનું કાયમી ધોરણે નિવારણ લાવીશકાય તેમ છે. એવું એરપોર્ટના સંચાલન વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવતા લોકો માનવું છે.હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગો ખરેખર નડતરરૂપ હોય તો ઓથો‌રિટીએ તત્કાળ એક્શનમાં આવીને તોડી પાડવા જોઇએ જ? પણ ખૂબ મોટા વર્ગને અસર પહોચતી હોય ત્યારે ટેક્નિકલ વિકલ્પ તરફ પણ વિચારવું જોઇએ માત્ર જડતાથી નિર્ણયને વળગી રહેવાથી સમસ્યાનો કદા‌િપ ઉકેલ નહીં આવે, દુનિયાભરના વિમાનમથકોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુચારુ સંચાલન કરવામાં આવે છે. વળી ખરેખર સુરત એરપોર્ટનો વિકાસ કરવો જ હોય તો એરપોર્ટ ફરતેના વિસ્તારમાં હજુ ઘણી જગ્યાઓ ખુલ્લી પડી છે. પરંતુ સવાલ ઓથો‌રિટીની દાનતનો છે. સાથે જ સ્થાનિક ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ સમસ્યાનો ઉકેલ લાવવા કેટલું મંથન કરે છે એ પણ મહત્ત્વનું છે.

જાણવા મળ્યા મુજબ એરપોર્ટના વિસ્તરણ માટે જરૂરી જમીન સંપાદન કરવાની એરપોર્ટ ઓથો‌રિટીએ સામે ચાલીને ના પાડી દીધી હતી! એરપોર્ટ ઓથો‌રિટીના આ નિર્ણય સામે પણ અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે. કારણ કે સુરત એક વિકસતું શહેર છે. હાલમાં સુરતની વસ્તી ૮૫ લાખની છે અને નજીકના વર્ષોમાં એક કરોડને વળોટી જવાનો અંદાજ છે! વળી ઉદ્યોગોનો પણ જબરદસ્ત ગ્રોથ અને વિસ્તરણ થઇ રહ્યું છે. આવા સંજોગોમાં કદાચ સુરતને બીજા એરપોર્ટની જરૂર પડશે. વળી અમદાવાદ અને મુંબઇની નજીક એકમાત્ર સુરત એરપોર્ટ કટોકટીના સમયે વિકલ્પ બની શકે એવી સ્થિતિમાં હોવાથી સુરત એરપોર્ટ વધુ સગવડતાભર્યું અને આધુનિક બનાવવામાં આવશે તો માત્ર સુરત નહીં સમગ્ર ગુજરાત માટે વિમાની અને કાર્ગો સુવિધાને અદ્યતન બનાવી શકાશે. માત્ર હાઇરાઇઝ્ડ ‌‌બિ‌લ્ડિંગના વિવાદને વળગી રહેશે તો સુરત એરપોર્ટના બીજા વિકલ્પ વિચારવાની તક ચુકી જવાશે નહીં. અને બની શકે સુરત એરપોર્ટનો પણ વધુ વિકાસ શક્ય નહીં બને. સુરત એરપોર્ટ તરીકે ઓળખાતા સુરત એરસ્ટ્રીપનું ૧૯૭૦મા મગદલ્લા ગામમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૦૩મા સુરત એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટીને સુપ્રત કરવામાં આવ્યું હતું. ૬મે ૨૦૦૭ના રોજ રન-વે ૧૪૦૦ મીટરથી વધારીને ૨૨૫૦ મીટર કરાયો હતો અને ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલના હસ્તે ફ્લેગ ઓફ કરાયું હતું. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરાયુ હતું. ત્યાર બાદ ૧૭-૦૨-૨૦૨૩ના રોજ વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું. ૧૫-૧૨-૨૦૨૩ના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો હતો.

₹27,000 કરોડના સટ્ટાકાંડમાં ભૂચાળ! ત્રણ પૂર્વ ક્રિકેટર અને બે બોલિવૂડ સેલિબ્રિટી ઈડીના રડારમાં

0

ઓનલાઇન બેટિંગ કેસમાં અનેક મોટા સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. EDના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના સાથે ઈડીએ પૂછપરછ કરી હતી. આ સાથે જ બોલિવૂડ કલાકાર સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા સાથે પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. ED દ્વારા હાલ આ સેલેબ્સની પૂછપરછનું કારણ એ છે કે, જે એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેનો પ્રચાર-પ્રસાર કેમ કરવામાં આવી રહ્યો છે? આ એપ્લિકેશનમાં વન બેટ, ફેયર પ્લે અને મહાદેવ ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

યુવરાજ, હરભજન, રૈનાની પૂછપરછ શા માટે કરવામાં આવી?
અહેવાલ મુજબ, 1xBet જેવા પ્રતિબંધિત પ્લેટફોર્મના પ્રમોશનમાં તેમની સંડોવણી બદલ ચાલુ તપાસના ભાગ રૂપે આ અને અન્ય સેલિબ્રિટીઓની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ‘1xbet’ જેવા ‘પ્રતિનિધિ નામો’નો ઉપયોગ કરી રહ્યા હતા, જેમાં વેબ લિંક્સ (ઓનલાઇન સામગ્રી માટે) અને QR કોડનો સમાવેશ થતો હતો, જે વપરાશકર્તાઓને ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ પર રીડાયરેક્ટ કરતા હતા, અને આ હાલના કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

EDએ જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ્સ કૌશલ્ય-આધારિત રમતો હોસ્ટ કરવાનો દાવો કરતા હતા, પરંતુ તેઓએ રિગ્ડ અલ્ગોરિધમ્સનો ઉપયોગ કર્યો હતો, જે હાલના ભારતીય કાયદા હેઠળ જુગાર છે. ‘1xbet’ પ્લેટફોર્મની જાહેરાત યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના દ્વારા પણ કરવામાં આવી છે, ત્યારબાદ આ ત્રણ દિગ્ગજોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ સકંજામાં
નોંધનીય છે કે, એપ્રિલ મહિનામાં પણ મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી હતી. ત્યારે ઈડીએ આ મામલે વિવિધ ઠેકાણે દરોડા પાડી 573 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 16 એપ્રિલ 2025ના દિવસે દિલ્હી, મુંબઈ, ઈન્દોર, અમદાવાદ, ચંડીગઢ, ચેન્નઈ અને સંબલપુર (ઓડિશા)માં અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન EDએ 3.29 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ સાથે જ 573 કરોડ રૂપિયાથી વધુની સિક્યોરિટીઝ, બોન્ડ અને ડિમેટ એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક્સ પુરાવા પણ મેળવ્યા હતા.

કોલસા મંત્રાલયે આપી 200મી બ્લોકની ઐતિહાસિક ફાળવણી, ઉદ્યોગ માટે મોટો માઈલસ્ટોન

0

કોલ 200મી કોલસા ખાણની ફાળવણી સાથે કોલસા મંત્રાલયે એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિદ્ધિ સાથે, મંત્રાલય વધુ સ્થિતિસ્થાપક, પારદર્શક અને ભવિષ્ય માટે તૈયાર કોલસા ઇકોસિસ્ટમ માટે માર્ગ મોકળો રહેશે.

કોલસા બ્લોકના ઝડપી સંચાલન માટે પ્રતિબદ્ધતા
સત્તાવાળાએ ઉદ્યોગના હિસ્સેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જેમની સતત સહયોગ અને વિશ્વાસે આ સીમાચિહ્ન હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા, પ્રક્રિયાગત અવરોધો ઘટાડવા અને દેશભરમાં કોલસા બ્લોકના ઝડપી સંચાલનને સક્ષમ બનાવવા માટે મંત્રાલયની દ્રઢ પ્રતિબદ્ધતાનની પુનઃપુષ્ટિ કરી છે.

આર્થિક વૃદ્ધિ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા બંનેમાં વધારો
આ સીમાચિહ્નરૂપ ફક્ત સ્થાનિક કોલસા ઉત્પાદનમાં વધારો કરવાનો જ નહીં પરંતુ આયાત પર નિર્ભરતા ઘટાડીને અને લાંબા ગાળાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવીને રાષ્ટ્રીય ઊર્જા મેટ્રિક્સને ફરીથી સંતુલિત કરવાનો પણ પ્રયાસ કરે છે. આવી પહેલોની સંચિત અસર આર્થિક વૃદ્ધિ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા બંનેમાં વધારો કરે છે.

સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ ઉપયોગી
છેલ્લા ઘણા વર્ષોમાં, મંત્રાલયે વાણિજ્યિક કોલસા ખાણકામના આગમન અને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમની રજૂઆતથી લઈને ડિજિટલ મોનિટરિંગ અને ગવર્નન્સ ટૂલ્સ અપનાવવા સુધીના અનેક પરિવર્તનશીલ સુધારાઓ હાથ ધર્યા છે. આ પગલાંએ કોલસા ક્ષેત્રના કાર્યકારી લેન્ડસ્કેપને સામૂહિક રીતે ફરીથી વ્યાખ્યાયિત કર્યા છે, ખાનગી સાહસો માટે નવી તકો ખોલી છે અને સંસાધન વિકાસ માટે વધુ પારદર્શક, જવાબદાર અને ભવિષ્ય માટે તૈયાર માળખું સુનિશ્ચિત કર્યું છે.

ટેકઓફ બાદ ગોવા-લખનૌ ફ્લાઈટમાં આકસ્મિક ઝટકો, મુસાફરોમાં ભયનો માહોલ

0

એર ઈન્ડિયા પછી, હવે ઈન્ડિગોની ફ્લાઈટના મુસાફરોએ પણ હવામાં આંચકાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ, ગોવાથી લખનૌ આવી રહેલી ફ્લાઈટમાં ટેકઓફ પછી ભારે ઉથલપાથલનો અનુભવ થયો હતો, જેના કારણે હવામાં અનેક આંચકા અનુભવાયા હતા. એક મુસાફરના જણાવ્યા અનુસાર, ઉથલપાથલને કારણે ફ્લાઈટમાં બેઠેલા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ગોવાથી લખનૌ આવી રહેલા આ પ્લેનમાં લગભગ 172 મુસાફરો બેઠા હતા. પ્લેનમાં સવાર મુસાફરે જણાવ્યું હતું કે ઉથલપાથલ પછી તેમને અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ડર લાગ્યો હતો. હાલમાં, પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું છે.

ઉડાન પછી હવામાં આંચકા
વાસ્તવમાં, આ ઇન્ડિગો વિમાન ગોવાથી લખનૌ જઈ રહ્યું હતું. આ દરમિયાન મંગળવારે ખરાબ હવામાનને કારણે ઇન્ડિગો વિમાનમાં વાતાવરણીય ઉથલપાથલનો સામનો કરવો પડ્યો. જોકે, પાઇલટે વિમાનને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાન પર પહોંચાડ્યું. આ કિસ્સામાં, એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ નંબર 6E 6811 લખનૌમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું.

એરલાઈને કારણ આપ્યું
એરલાઇને જણાવ્યું હતું કે, “૧૬ જૂનના રોજ, ઉત્તર ગોવાથી લખનૌ જતી ઇન્ડિગો ફ્લાઇટ નંબર ૬ઈ ૬૮૧૧ પશ્ચિમ ભારતમાં સક્રિય ચોમાસાને કારણે થોડા સમય માટે વાતાવરણીય ગરબડનો સામનો કરવો પડ્યો હતો.” એરલાઇને જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તાલીમ પામેલા વિમાનના પાઇલટ અને ક્રૂ સભ્યોએ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે “સ્થાપિત પ્રોટોકોલ”નું પાલન કર્યું હતું. વિમાનને લખનૌમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું છે.

હિમાચલમાં ભયાનક દુર્ઘટના: બસ ઊંડી ખીણમાં ખાબકી, 2લોકોના મોત, 24 ઘાયલ

0

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરકાઘાટ ઉપમંડળના પત્રીઘાટ વિસ્તારમાં મંગળવારે સવારે થયેલા આ અકસ્માતમાં એક ખાનગી બસ, જે બલદ્વાડાથી મંડી તરફ જઈ રહી હતી, બેલેન્સ ગુમાવીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. આ ઘટનામાં બે લોકોના અવસાન થયા છે, જ્યારે 20 થી 24 લોકો ઘાયલ થયા છે.

ભારે વરસાદને કારણે રસ્તાઓ પર લપસણો હોવાનું કહેવાય છે, જેના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું માનવામાં આવે છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને નજીકના હોસ્પિટલો, જેમ કે નેરચોક મેડિકલ કોલેજ અને રિવાલસર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. કેટલાક ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે.

બસમાં લગભગ 25થી વધુ મુસાફરો હોવાનું કહેવાય છે, અને એક વ્યક્તિ અને ડ્રાઈવર બસની નીચે ફસાયેલા હોવાની આશંકા છે, જેમને બચાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને મૃતકોના પરિવારોને સહાય આપવાનું વચન આપ્યું છે.આ દુર્ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે

અમદાવાદ વિમાન દુર્ઘટના પછી હોસ્ટેલમાં ધુમાડો, બાલ્કનીમાંથી વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ

અમદાવાદ પ્લેન ક્રેશનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જ્યારે એર ઇન્ડિયાનું વિમાન મેડિકલ હોસ્ટેલ સાથે અથડાયું ત્યારે પ્લેન અને હોસ્ટેલ પરિસરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આનાથી બચવા માટે, વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદતા જોવા મળ્યા હતા. બિલ્ડિંગ પરથી કૂદતા વિદ્યાર્થીઓનો એક નવો વીડિયો સામે આવ્યો છે.

ધુમાડા વચ્ચે વિદ્યાર્થીઓએ ઇમારત પરથી કૂદી પડ્યા
આ વીડિયોમાં, વિદ્યાર્થીઓ એકબીજાને ઇમારત પરથી કૂદવામાં મદદ કરી રહ્યા છે. તેઓ કપડાંની મદદથી ઇમારત પરથી કૂદી રહ્યા છે. આ દરમિયાન, નજીકમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા પછી ધુમાડાના ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.

કેટલાક લોકો ઝાડ પર ચઢતા જોવા મળ્યા
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અકસ્માત સમયે કેટલાક લોકો ઝાડ પર ચઢી રહ્યા છે. તેઓ ત્યાંથી વિમાનને સળગતું જોઈ રહ્યા છે. વિમાન દુર્ઘટના પછી ખૂબ ચીસો અને બૂમો પડી રહી છે. થોડી જ વારમાં આસપાસનો આખો વિસ્તાર કાળા ધુમાડામાં લપેટાઈ ગયો. અકસ્માતની પહેલી થોડી સેકન્ડોમાં, કોઈ પણ પ્રત્યક્ષદર્શી સમજી શક્યું નહીં કે શું થયું.

વિશ્વાસ કુમાર રમેશનું બચવું કોઈ ચમત્કારથી ઓછું નથી
આ અકસ્માતમાં વિશ્વાસ કુમારનો બચી જવો એ એક ચમત્કારથી ઓછું માનવામાં આવી રહ્યું છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. તેમાંથી 241 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં, ફક્ત વિશ્વાસ કુમાર રમેશ, જે વિમાનની સીટ 11-A પર બેઠેલા હતા, તે બચી ગયા હતા.

ઇઝરાયલનો તેહરાનમાં ઘાતક બંકર બોમ્બ હુમલો, આર્મી ચીફ અલી શાદમાનીનું મોત

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. જેમાં ઇરાને ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ ઈઝરાયેલ ઈરાનના તહેરાનના લશ્કરી મથક પર હુમલો કર્યો છે. તેમજ ઈઝરાયેલ બંકર બોમ્બ ફેંકીને ભારે તબાહી સર્જી છે. આ દરમિયાન તેહરાનમાં ઇઝરાયલી હુમલામાં યુદ્ધ ચીફ ઓફ સ્ટાફ અને સૌથી વરિષ્ઠ લશ્કરી કમાન્ડર અલી શાદમાની માર્યો ગયો છે. તે ઈરાની નેતા અલી ખામેનીના સૌથી નજીકનો વ્યક્તિ હતો.

ઇઝરાયલના તેલ અવીવ અને જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટો
આ ઉપરાંત મંગળવારે ઇરાને પણ ઇઝરાયલ પર હુમલા કર્યા હતા. જેના પગલે તેલ અવીવ અને જેરુસલેમમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઇઝરાયલના ઘણા ભાગોમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા બાદ આ વિસ્ફોટો થયા હતા.

અલી શાદમાની કોણ હતા?
ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઇરાનના ટોચના લશ્કરી કમાન્ડર અલી શાદમાનીને મારી નાખ્યો છે. શાદમાન ‘ખાતમ-અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર’ના વડા હતા. ઇઝરાયલી લશ્કરી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શાદમાન ઈરાનના “સૌથી વરિષ્ઠ લશ્કરી કમાન્ડર” હતા અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીની ખૂબ નજીક હતા. નોંધનીય છે કે શુક્રવારે જ્યારે ઇઝરાયલે આ જ પદ પર રહેલા ભૂતપૂર્વ કમાન્ડર ગુલામ અલી રાશિદની હત્યા કરી ત્યારે અલી શાદમાનીને તાજેતરમાં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ દાવા પર હજુ સુધી ઈરાન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

શક્તિશાળી વિસ્ફોટોથી તેહરાન હચમચી ગયું, ઈરાને પણ વળતો જવાબ આપ્યો
તેહરાન શહેર જોરદાર વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું છે. આ દરમિયાન, ઈરાન પણ ઈઝરાયલ સામે બદલો લઈ રહ્યું છે. આ કારણે, તેલ અવીવમાં હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા છે. આ દરમિયાન, ઈરાને બીજી જાહેરાત કરી છે કે તે ઈઝરાયલની ધરતી પર અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી તીવ્ર મિસાઈલ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાનની મિસાઈલ હુમલાની ચેતવણીના થોડા સમય પછી, તેલ અવીવ અને પશ્ચિમ જેરુસલેમ પર જોરદાર વિસ્ફોટો સંભળાયા.

મુંબઈમાં અંતિમ સંસ્કાર દરમિયાન કેપ્ટન સુમિતના પિતાએ પાઇલટ-પુત્રને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી

0

12 જૂનના રોજ અમદાવાદમાં એક ભયંકર પ્લેન ક્રેશની ઘટના બની હતી. એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં પાઇલટ સુમિત સભરવાલ સહિત 241 મુસાફરોનું મૃત્યુ નીપજ્યા હતા. કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ આજે તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજે મુંબઈના પવઈમાં તેમના ઘરની બહાર તેમના પુત્રને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી.

આજે મુંબઈના પવઈમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ A-171 ના પાયલોટ સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મૃતકના પિતા પુષ્કરરાજે હાથ જોડીને પુત્રને અંતિમ વિદાય પાઠવી હતી. પુષ્કરરાજે પુત્રને જે રીતે વિદાય આપી તે જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. પુષ્કરરાજ 88 વર્ષના છે. તેમના પુત્ર સુમિત સભરવાલની ઈચ્છા તેમના પિતાની સેવા કરવાની હતી. 88 વર્ષની જેફ વયે પુષ્કરરાજે તેમના જીવનનો સહારો ખોઈ બેસતો તેઓ રીતસરના ભાંગી પડ્યા હતા કારણ કે, સુમિત ઘણી વાર કહેતા હતા કે, હવે તેણે નિવૃત્તિ લઈને પિતાની સંભાળ રાખશે.

8,200 કલાકથી વધુ ફ્લાઈટ અવર્સનો અનુભવ
12મી જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ A-171 ધડાકાભેર તૂટી પડી હતી. જેના પાયલોટ હતા સુમિત સભરવાલ. સુમિત સભરવાલ એક અત્યંત અનુભવી પાયલોટ હતા. તેમને 8,200 કલાકથી વધુ ફલાઈટ અવર્સનો અનુભવ હતો. એર ઈન્ડિયાનું વિમાન ટેક-ઓફ થયાના માત્ર 50 સેકન્ડ પછી આગનો ગોળો બની ગયું હતું. અંતિમ ક્ષણોમાં પાયલોટ સભરવાલે એટીસીને છેલ્લો સંદેશ મોકલ્યો હતો કે, મેડે, મેડે, મેડે… અમારુ વિમાન નીચે તરફ ધકેલાઈ રહ્યું છે. ત્યારબાદ વિમાનનો સંપર્ક તૂટી ગયો અને ડોક્ટર્સ હોસ્ટેલ સાથે અથડાતા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.