Sunday, Jul 20, 2025

મુંબઇમાં બે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

1 Min Read

મહારાષ્ટ્રના મુંબઇમાં બે પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. સ્કૂલ પ્રસાસનને સોમવારે ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો હતો. જે બાદ પોલીસને તેની સૂચના આપતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પૂછપરછ અને તપાસ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નહી.

મુંબઇના દેવનાર સ્થિતિ કનાકિયા ઇન્ટરનેશનલ સ્કૂલ અને કાંદિવલીથી સમતાનગર સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો હતો. પોલીસે મામલો ગંભીર જણાતા દેવનાર અને સમતાનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે હવે ઇમેઇલ મોકલનારની તપાસમાં વ્યસ્ત બની છે.

નવા ઇમેલથી પ્રશાસનની ચિંતા વધી
આ પ્રકારની ધમકી પહેલા પણ મળી હતી. બીકેસી સ્થિતિ અમેરિકી વાણિજ્ય દૂતાવાસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમળી હતી. હવે સ્કૂલોને મળેલા આ નવા ઇમેલથી પ્રશાસનની ચિંતા વધી છે. બાળકોને સુરક્ષાને લઇને માતા પિતાએ સ્કૂલોનો સંપર્ક કર્યો અને આશ્વાસન માંગવામાં આવ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ કોઇ પણ પ્રકારની ઢિલાશ ન દાખવે. આ ઉપરાંત મીરા ભાયંદર વિસ્તારમાં પણ બે ઇન્ટરનેશનલ સ્કૂલોને ધમકી ભર્યા ઇમેઇલ મળ્યા છે. જો કે કંઇ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી નથી.

Share This Article