Home Blog Page 19

2 દિવસ ના હાઈ એલર્ટ પછી ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને થઈ શકે છે રાહત? ઓગસ્ટના વરસાદ ને લઈને પણ IMDનું અનુમાન

વરસાદે ગુજરાતમાં હજુ વિરામ લીધો નથી. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા મેઘરાજા વચ્ચે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર હવામાન સિસ્ટમના પ્રભાવ હેઠળ રાજ્યમાં એલર્ટ યથાવત છે, પરંતુ હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ ટૂંક સમયમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે. તેથી આગામી દિવસોનું હવામાન જાણવું દરેક માટે મહત્વપૂર્ણ બની ગયું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ ચાર હવામાન સિસ્ટમ સક્રિય છે. આ તમામ પ્રણાલીઓના સંયુક્ત પ્રભાવથી રાજ્યમાં વ્યાપક વરસાદી માહોલ સર્જાયો છે. અગાઉનું ડીપ ડિપ્રેશન હવે નબળું પડી વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તેની અસર હજુ ગુજરાતમાં યથાવત હોવાથી ભારે વરસાદ ચાલુ છે.

આજે અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ 2 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. જોકે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટા ચાલુ રહી શકે છે. આગામી પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે, પરંતુ હાલ જેવો રાજ્યવ્યાપી અતિભારે વરસાદ રહેવાની સંભાવના ઓછી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ઊંચા મોજાંની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના બંદરો પર ચેતવણીના સિગ્નલ યથાવત રાખવામાં આવ્યા છે અને સ્થાનિક તંત્રને પણ જરૂરી સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.

આગામી ઓગસ્ટ મહિના અંગે પણ ભારતીય હવામાન વિભાગે મહત્વપૂર્ણ અનુમાન જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા મુજબ દેશભરમાં ઓગસ્ટ દરમિયાન સરેરાશ કરતાં થોડો ઓછો વરસાદ નોંધાઈ શકે છે. તેમ છતાં, ચોમાસાની સક્રિય પ્રણાલીઓ અને સ્થાનિક હવામાન પરિસ્થિતિઓના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે ભારે વરસાદના નવા રાઉન્ડ આવી શકે છે. તેથી આગામી દિવસોમાં હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે

દેશની અગ્રણી કે‌મિકલ ઉત્પાદક સુરતની ‘એથર’ કંપની અને ડાઉઇ‌‌ન્ડિયા ‌સિ‌લિકોન્સ માટે સયુંક્ત ‌રિસર્ચ કરશે

ભારતની અગ્રણી સ્પેશિયાલ્ટી કેમિકલ ઉત્પાદક અને CRAMS (કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ) પ્રોવાઈડર એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NSE: AETHER, BSE: 543534) અને ડાઉ કેમિકલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ (ડાઉ ઈન્ડિયા) દ્વારા આજે સિલિકોન્સ માટે નવી મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી વિકસાવવાના હેતુથી એક સંયુક્ત રિસર્ચ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સિલિકોન્સ એ અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો પદાર્થ છે, જેનો ઉપયોગ કન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટેશન, ઈલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર અને પર્સનલ કેર જેવા અનેક ક્ષેત્રોમાં થાય છે. આ પ્રોગ્રામ દ્વારા દેશમાં જ સિલિકોન્સ ટેકનોલોજીના વિકાસ અને ઉત્પાદન માટે એક મોટી તક ઊભી થશે. આ રિસર્ચ પ્રોગ્રામ બંને કંપનીઓ સંયુક્ત રીતે ચલાવશે, અને તેનું તમામ સંશોધન તથા પાઈલટ- સ્કેલ ડેવલપમેન્ટ સુરત (ગુજરાત) ખાતે આવેલી એથરની R&D અને પાઈલટ ફેસિલિટીમાં કરવામાં આવશે.

ભારતમાં સિલિકોન્સ માટે નવી ઉત્પાદન ટેકનોલોજી વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતો આ એક વિશિષ્ટ રિસર્ચ પ્રોગ્રામ છે, જે દેશમાં જ ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વનું પગલું છે. આ કરાર ભવિષ્યમાં વિકસાવવામાં આવનારી ટેકનોલોજીના વ્યાવસાયિક સ્તરે ઉપયોગ (કમર્શિયલાઈઝેશન) અને ઔધોગિક ઉત્પાદન સહિત લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી માટેનો માર્ગ પણ મોકળો કરે છે.

આ ભાગીદારી અંગે વાત કરતા એથર ઈન્ડસ્ટ્રીઝના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર (રિસર્ચ એન્ડ ઓપરેશન્સ) ડૉ. અમન દેસાઈએ જણાવ્યું હતું કે, “ડાઉ જેવી વૈશ્વિક કંપનીએ આ મહત્વકાંક્ષી પ્રોગ્રામ માટે એથરને પોતાના એક્સક્લુઝિવ રિસર્ચ પાર્ટનર તરીકે પસંદ કરી છે તેનો અમને આનંદ છે. આ સહયોગથી એથરની કેમિસ્ટ્રી તથા ટેકનોલોજી ક્ષમતાઓ અને સિલિકોન ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી કંપની ડાઉનો અનુભવ એકસાથે આવશે. આ ભાગીદારી નવીન ઉત્પાદન ટેકનોલોજી વિકસાવવાની સાથે ભારતમાં ઝડપથી વધી રહેલા સિલિકોન માર્કેટની જરૂરિયાતો પૂરી કરવા માટે એક લાંબા ગાળાનું પ્લેટફોર્મ પૂરું પાડશે.”
ડાઉ પર્ફોર્મન્સ મટીરિયલ્સ એન્ડ કોટિંગ્સના પ્રેસિડેન્ટ બ્રેન્ડી લેંગના જણાવ્યા અનુસાર, “આ સહયોગથી ડાઉ માટે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને વધતા માર્કેટની નજીક જઈને મટીરિયલ્સ સાયન્સમાં ઇનોવેશન કરવાનું સરળ બનશે. બંને કંપનીઓની શક્તિઓ ભેગી થવાથી ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે ગ્રાહકો માટે અધતન સિલિકોન સોલ્યુશન્સ ઝડપથી તૈયાર કરી શકાશે.”

ડાઉ પર્ફોર્મન્સ મટીરિયલ્સ એન્ડ કોટિંગ્સના બિઝનેસ વાઈસ પ્રેસિડેન્ટ (R&D) ડૉ. મુકુંદ પાર્થસારથીએ ઉમેર્યું કે, “સંશોધન કે ઇનોવેશન ત્યારે જ સાર્થક નીવડે છે જ્યારે તે ભવિષ્યના વિકાસમાં ઉપયોગી બને. આ સંયુક્ત પ્રયાસથી વિજ્ઞાનને ઝડપથી વ્યવહારિક ટેકનોલોજીમાં બદલી શકાશે, જેનાથી બજારની માંગ પૂરી કરવાની સાથે સિલિકોન્સ ક્ષેત્રે કારોબારની નવી તકો પણ ખુલ્લી થશે.”

ડાઉ ઈન્ડિયાના કંટ્રી પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ ઘોષાલના જણાવ્યા મુજબ, ભારતમાં અધતન મટીરિયલ્સની વધતી માંગને કારણે અહીં જ નવી ટેકનોલોજી વિકસાવવાની મોટી તકો રહેલી છે. આ પ્રોગ્રામ બંને કંપનીઓની ક્ષમતાઓને એકસાથે લાવીને ગ્રાહકો માટે મૂલ્ય ઊભું કરશે, સ્થાનિક ઇનોવેશનને બળ આપશે અને વિવિધ ઉધોગો સુધી ઉત્તમોત્તમ સિલિકોન સોલ્યુશન્સની પહોંચ સરળ બનાવશે.

મુશ્કેલીમાં આસામને મળ્યો મોટો સહારો, ગૌતમ અદાણીએ આપ્યું આટલાં કરોડનું દાન

0

આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ રાહત અને પુનર્વસન કામગીરી માટે ₹11 કરોડનું દાન આપ્યું છે. આ રકમ આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે આપવામાં આવી હોવાનું વિવિધ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

મળતી માહિતી અનુસાર, આ સહાય માત્ર આર્થિક દાન પૂરતી મર્યાદિત નથી. અદાણી ગ્રુપ દ્વારા અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી રાહત સામગ્રી, આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય સંસાધનો પહોંચાડવા માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પૂરથી પ્રભાવિત હજારો પરિવારોને ઝડપથી મદદ મળી રહે તે માટે ગ્રુપ વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

આસામ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં ઘરો પાણીમાં ગરકાવ થયા છે, ખેતીને મોટું નુકસાન થયું છે અને લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે. રાહત શિબિરોમાં હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, જ્યારે રાજ્ય સરકાર, એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય બચાવ દળો સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા છે.

આ દરમિયાન દેશભરના ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ અને જાણીતી હસ્તીઓ પણ આસામના પૂરગ્રસ્તોની મદદ માટે આગળ આવી રહ્યા છે.

CNG વાહનચાલકોને મોટો ફટકો : અદાણી ગેસ દ્વારા CNG ના ભાવમાં સીધો આટલા રૂપિયાનો વધારો

CNG પર ચાલતા લાખો વાહનચાલકો માટે ફરી એકવાર ખિસ્સા પર ભાર વધારતા સમાચાર આવ્યા છે. અદાણી CNG દ્વારા ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹4નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર મુજબ હવે CNG માટે ₹94.02 પ્રતિ કિલો ચૂકવવા પડશે, જ્યારે અગાઉનો ભાવ ₹90.02 પ્રતિ કિલો હતો. આ વધારાની સીધી અસર રોજિંદા મુસાફરી કરતા લોકો, ઓટો-રિક્ષા ચાલકો અને નાના વ્યાવસાયિક વાહનચાલકોના માસિક ખર્ચ પર પડશે.

CNGને અત્યાર સુધી સસ્તું અને પર્યાવરણમિત્ર ઇંધણ માનવામાં આવતું હતું, પરંતુ વારંવારના ભાવવધારાથી તેનો આર્થિક લાભ ઘટતો જઈ રહ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે CNGના વધેલા દરની અસર માત્ર વ્યક્તિગત વાહનચાલકો પૂરતી સીમિત નહીં રહે. નાના કોમર્શિયલ વાહનો અને માલસામાનના પરિવહન ખર્ચમાં વધારો થવાથી દૈનિક ઉપયોગની કેટલીક ચીજવસ્તુઓના ભાવ પર પણ પરોક્ષ અસર થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક ઊર્જા બજારમાં આવેલા ફેરફારો અને કુદરતી ગેસના ખર્ચમાં વધારાની અસર ખાનગી સિટી ગેસ વિતરક કંપનીઓના દર પર જોવા મળી રહી છે.

મંત્રીની હાજરીમાં જ ભ્રષ્ટાચારનો થયો ખુલાસો, ‘₹50 હજાર આપો તો જ થશે કામ’નો આક્ષેપ

0

ભ્રષ્ટાચાર સામે સરકારના દાવાઓ વચ્ચે બિહારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. SC-ST કલ્યાણ વિભાગની અનુદાન યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર પાસેથી ₹50 હજારની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ સીધો રાજ્યના મંત્રી સમક્ષ જ સામે આવ્યો. સૌથી ચોંકાવનારી ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે મંત્રીના કહેવા પર ફરિયાદીએ સ્થળ પર જ સંબંધિત ડેટા એન્ટ્રી ઓપરેટરને ફોન કર્યો અને ફોન પર કથિત રીતે ફરી લાંચની માંગણી થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો.

મળતી માહિતી મુજબ, એક અરજદાર પોતાની ફરિયાદ લઈને રાજ્યના મંત્રી લખેન્દ્ર કુમાર રોશન પાસે પહોંચ્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે SC-ST વિભાગની અનુદાન યોજનાનો લાભ અપાવવા માટે સંબંધિત ડેટા એન્ટ્રી ઓપરેટર તેની પાસેથી ₹50 હજારની માંગ કરી રહ્યો છે. ફરિયાદ સાંભળ્યા બાદ મંત્રીએ તરત જ હકીકત જાણવા ફરિયાદીને કર્મચારીને ફોન કરવા કહ્યું.

મંત્રીની હાજરીમાં થયેલી ફોન પરની વાતચીત દરમિયાન ડેટા એન્ટ્રી ઓપરેટરે કથિત રીતે ફરીથી રૂપિયા માંગ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું. આ ઘટના બાદ ત્યાં હાજર અધિકારીઓ અને અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. જોકે, આ આરોપોની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.

મામલાની ગંભીરતા જોતા મંત્રીએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો તપાસમાં લાંચ માંગવાનો આરોપ સાચો સાબિત થશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ફરિયાદીને યોજનાનો લાભ નિયમો મુજબ મળે તેની પણ ખાતરી આપવામાં આવી છે.

હાલ વિભાગીય તપાસ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ, આરોપોનો સામનો કરી રહેલા ડેટા એન્ટ્રી ઓપરેટરની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેથી સમગ્ર ઘટનાની વાસ્તવિક સ્થિતિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ત્યાં સુધી આ મામલો બિહારમાં સરકારી યોજનાઓમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

પેટ્રોલ ₹125 કેમ ન થયું? સરકારનો ખુલાસો : એથેનોલ બ્લેન્ડિંગથી આ રીતે મોટો ભાવ વધારો ટળ્યો ⛽

0

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યા છતાં ભારતમાં પેટ્રોલના ભાવ પર નિયંત્રણ કેવી રીતે રહ્યું? પેટ્રોલિયમ મંત્રાલયના જવાબ અનુસાર , પેટ્રોલમાં 20 ટકા એથેનોલ મિશ્રણ (E20) કરવાના કારણે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળી છે અને જો એથેનોલ બ્લેન્ડિંગ ન હોત તો પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોત.

પેટ્રોલિયમ મંત્રાલયના દાવા અનુસાર, જો પેટ્રોલમાં એથેનોલ મિશ્રણ કરવામાં આવ્યું ન હોત અને કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 135 ડોલર સુધી પહોંચી ગયા હોત, તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ ₹125 પ્રતિ લીટર સુધી પહોંચી શક્યો હોત. એથેનોલ બ્લેન્ડિંગના કારણે ગ્રાહકોને પ્રતિ લીટર આશરે ₹30 સુધીની બચત થઈ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સ્તરે નિર્ધારિત કિંમતે ખરીદવામાં આવેલા એથેનોલે પેટ્રોલના ભાવને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દિલ્હીમાં E20 પેટ્રોલનો ભાવ ₹94.77 પ્રતિ લીટર રહ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતા એથેનોલ વગર આ ભાવ ઘણો વધારે હોઈ શક્યો હોત.

પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા બાદ લગભગ 75 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. બાદમાં મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹7.5નો વધારો કરવામાં આવ્યો હતો.

સરકારે એથેનોલ બ્લેન્ડિંગને લઈને ચાલી રહેલા વિવાદો પર સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે કહ્યું કે ગરીબો માટેના અનાજ કે FCIના સબસિડીવાળા ચોખાનો ઉપયોગ એથેનોલ ઉત્પાદન માટે કરવામાં આવતો નથી. સરકારના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ માટે અલગ સ્ત્રોતોમાંથી કાચો માલ મેળવવામાં આવે છે.

ગુજરાતમાં પૂરનો ખતરો વધ્યો? 24 કલાકના વરસાદ બાદ આશરે આટલા ડેમ હાઇ એલર્ટ પર

0

રાજ્યમાં મેઘરાજાએ છેલ્લા 24 કલાક દરમિયાન એવો કહેર વરસાવ્યો છે કે અનેક શહેરો અને ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને નદીઓ-ડેમોમાં જળસ્તર ઝડપથી વધતાં વહીવટી તંત્ર સતત સતર્ક બન્યું છે. વરસાદની આ સ્થિતિ વચ્ચે રાજ્યના અનેક ડેમો ભરાવાની સપાટીએ પહોંચી ગયા હોવાથી પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં આશરે 24 ઇંચ નોંધાયો છે. ઉપરાંત ડોલવણમાં 16.23 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, વાંસદામાં 16.26 ઇંચ અને ઉમરપાડામાં 14.69 ઇંચ વરસાદ વરસ્યો છે. નડિયાદ અને નેત્રંગમાં 13.43 ઇંચ, ધરમપુરમાં 11 ઇંચ તેમજ વઘઈમાં 10.94 ઇંચ વરસાદ નોંધાયો છે. પેટલાદ, સોજીત્રા અને બોરસદમાં 9 ઇંચથી વધુ જ્યારે ઓલપાડ, તારાપુર અને નવસારીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ હવે અંદાજે 61.50 ટકા સુધી પહોંચી ગયો છે.

ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ જળસંગ્રહ આશરે 74 ટકા સુધી પહોંચ્યો છે. રાજ્યના 14 ડેમ સંપૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયા છે, જ્યારે 22 ડેમ ‘હાઇ એલર્ટ’ અને 6 ડેમ ‘એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે. સતત વરસાદને ધ્યાનમાં રાખીને કેટલાક ડેમોમાંથી નિયંત્રિત રીતે પાણી છોડવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

તાજેતરના હવામાન બુલેટિન મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્રે લોકોને નદી-નાળા, કાંઠાવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીએ મોટુ મન રાખીને સોશ્યલ મીડિયામાં બીભત્સ ભાષાનો શબ્દ પ્રયોગ કરનાર યુવાઓને માફ કરી દીધા

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો સંદેશ શેર કરીને દેશભરમાં નવી ચર્ચા જગાવી છે. વિરોધ દરમિયાન તેમની અને તેમના સ્વર્ગસ્થ માતા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરનાર યુવાનોને નિશાન બનાવવાના બદલે તેમણે તેમને માફ કરવાની વાત કહી. સાથે જ સમાજને અપીલ કરી કે આવા યુવાનોને સજા આપવાના બદલે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.

શુક્રવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જંતર-મંતર પર જે બન્યું તે સમગ્ર દેશ અને દુનિયાએ જોયું. કેટલાક યુવાનોએ એવી ભાષાનો ઉપયોગ કર્યો જે કોઈ પણ સંસ્કારી સમાજને શોભે તેવી નથી. તેમણે કહ્યું કે તેમની વ્યક્તિગત રીતે ટીકા થઈ અને તેમના સ્વર્ગસ્થ માતાનું પણ અપમાન કરવામાં આવ્યું, છતાં તેઓ આ ઘટનાને બદલો લેવાની દૃષ્ટિએ નથી જોતા.

મોદીએ કહ્યું કે યુવાની એ શીખવાની અને પોતાની ભૂલો સુધારવાની વય છે. યુવાનો ભૂલ કરે તો સમાજે તેમને દૂર ધકેલવાના બદલે સાચા માર્ગે દોરવાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોર્ટના કેસો, સજા અથવા સામાજિક બહિષ્કારથી સમસ્યાનો ઉકેલ આવતો નથી.

તેમણે એક ઉદાહરણ આપતાં કહ્યું કે જેમ જીભ દાંત વચ્ચે આવી જાય ત્યારે કોઈ પોતાના દાંત તોડી નાખતું નથી, કારણ કે બંને શરીરના જ અંગો છે. તેવી જ રીતે દેશના યુવાનો પણ આપણા પોતાના છે અને તેમને પ્રેમ, સમજણ અને માર્ગદર્શનની જરૂર છે.

અંતમાં પ્રધાનમંત્રીએ યુવાનોને દેશના વિકાસમાં ભાગીદાર બનવા, પોતાની ભૂલોમાંથી શીખવા અને પોતાના સપનાઓ સાકાર કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે તેમનું સમગ્ર જીવન દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત છે અને ગાળો કે દ્વેષથી નહીં, પરંતુ સંવાદ અને સકારાત્મક વિચારોથી જ દેશ આગળ વધી શકે છે.

ચીન-પાકિસ્તાનની મુશ્કેલી વધારશે ભારતનું આ ભારતની આ ઘાતક ટેક્નોલોજી, જાણો કેમ છે ખાસ

0

આવનારા યુદ્ધોમાં માત્ર લડાકુ વિમાનો કે મિસાઇલો જ નહીં, પરંતુ ડ્રોન ટેક્નોલોજી પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ બદલાતી યુદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) હવે અદ્યતન ‘ડ્રોન સ્વોર્મ’ ટેક્નોલોજી વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ભારતીય સશસ્ત્ર દળોને એવી સ્વદેશી ક્ષમતા મળશે, જે દુશ્મનના ઇલેક્ટ્રોનિક જામિંગ વચ્ચે પણ અસરકારક રીતે કાર્ય કરી શકશે.

DRDOએ તેની ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સ અને MSME કંપનીઓને ‘Development of Close Formation Flying of Multiple Drones’ પ્રોજેક્ટ માટે પ્રસ્તાવો આમંત્રિત કર્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો અને ખાનગી ક્ષેત્રને અદ્યતન ડ્રોન વિકાસમાં જોડવાનો છે.

આ પ્રોજેક્ટ હેઠળ 50 ડ્રોનનું સ્વોર્મ તૈયાર કરવામાં આવશે. તેમાં એક ‘માસ્ટર ડ્રોન’ બાકીના 49 ડ્રોનનું સંચાલન કરશે. તમામ ડ્રોન માત્ર 50 સેન્ટીમીટર જેટલા અંતરે અત્યંત ચોકસાઈથી ઉડાન ભરશે અને પોતાની સ્થિતિમાં મહત્તમ 5 સેન્ટીમીટરની જ ભૂલ રહેશે. સાથે જ તેમાં એન્ટી-ઇલેક્ટ્રોનિક જામિંગ કમ્યુનિકેશન સિસ્ટમ હશે, જેથી દુશ્મન માટે તેને નિષ્ક્રિય બનાવવું મુશ્કેલ બનશે.

આ ડ્રોન 5,000 મીટરની ઊંચાઈ સુધીના પર્વતીય વિસ્તારોમાં કાર્ય કરી શકશે અને 20 મીટર પ્રતિ સેકન્ડની તેજ હવામાં પણ સ્થિર રહેશે. દરેક ડ્રોન લગભગ 2 કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ શકશે, જેમાં કેમેરા, સેન્સર અથવા ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનો સામેલ થઈ શકે છે. સિસ્ટમને માત્ર પાંચ મિનિટમાં કાર્યરત કરી શકાય તેવી અને બેટરીને આશરે 30 મિનિટની ફ્લાઇટ તથા ઝડપી રિચાર્જિંગ ક્ષમતા ધરાવતી બનાવવાનો લક્ષ્ય છે.

DRDOએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર સિસ્ટમમાં ઓછામાં ઓછા 70 ટકા સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. પસંદ થયેલી કંપનીએ 12 મહિનામાં પ્રોટોટાઇપ તૈયાર કરવાનો રહેશે, ત્યારબાદ તેના પરીક્ષણો હાથ ધરાશે. આ પહેલ માત્ર ભારતીય સેનાની આગામી પેઢીની ડ્રોન ક્ષમતા મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગને પણ નવી ગતિ આપશે.

દિલ્હી રમખાણ કેસમાં પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5ને આજીવન કેદ, IB અધિકારી હત્યા કેસમાં દોષિત

0

દિલ્હીમાં 2020 દરમિયાન થયેલા રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કોર્ટે પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તમામ આરોપીઓને અગાઉ હત્યા, ગુનાહિત ષડયંત્ર અને રમખાણો સંબંધિત વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

અંકિત શર્માનો મૃતદેહ ઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાંથી મળ્યો હતો. આ કેસ દિલ્હી રમખાણોના સૌથી ચર્ચિત કેસોમાંનો એક માનવામાં આવે છે. કોર્ટના આ ચુકાદાને રમખાણ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.