Home Blog Page 1333

ગુજરાતી સિંગરના મોત મામલે થયાં મોટો ખુલાસો, પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી

0

A big revelation was made

  • વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે પાર નદીના કિનારે મળેલી મહિલા સિંગરની લાશ મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના (Valsad District) પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224 માં વલસાડની મહિલાની લાશ મળી હતી. ત્યારે આ અંગે પારડી પોલીસ દ્વારા તપાસ કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા (Vaishali Balsara) હોવાનું જાણવા મળ્યું હતું. પાર નદીના કિનારે મળેલી સિંગરની લાશ (Singer’s corpse) મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224 માં વલસાડની મહિલાની લાશ મળી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી.

પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે પાર નદીના કિનારે મળેલી મહિલા સિંગરની લાશ મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે. મહિલા સિંગરના મોત મામલે ડેથ રિપોર્ટમાં ગળે ટૂંપો દઈ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા LCB, SOG, પારડી પોલીસ અને સિટી પોલીસ સહિત અન્ય એક ટેક્નિકલ ટિમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. મૃતક મહિલા વૈશાલી બલસારા તેણીની મિત્ર બબીતા પાસે પૈસા લેવા ગઈ હતી. ત્યારબાદ વૈશાલીનો નંબર બંધ આવતો હતો.

વૈશાલીની બીજા દિવસે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા અજણાયા ઈસમોએ કરી હોવાને લઇ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. બબીતાને આપેલ પૈસા પરત લીધા બાદ સમગ્ર ઘટનાને અંજામ અપાયો છે. વૈશાલીના મોતને લઈ પોલીસે અલગ-અલગ ટેક્નિકલ તેમજ સીસીટીવી તેમજ મોબાઈલ ટેક્નિક તેમજ બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

31 ઓગસ્ટ બુધવારનું રાશિફળ – આ રાશિના જાતકોને થઇ શકે છે ધનલાભ, બસ આ વાતનું રાખજો ધ્યાન

August 31 Wednesday Horoscope  Gujarat Guardian

મેષઃ
માનસિક સ્વસ્થતા જળવાશે, પરંતુ આવકની પરિસ્થિતિ ગઈકાલ જેવી જ રહેશે. એમાં કોઈ સુધારો જણાતો નથી. તબિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે, શરદી, ખાંસી, થાક લાગવાની સમસ્યા યથાવત રહેશે. ધંધામાં પ્રગતિ જણાય.

વૃષભઃ
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. બપોર બાદ આવકમાં ઘટાડો થતો જણાય તથા બપોર બાદ થોડી તબિયત કથળતી જણાય. પાણીથી થતા રોગોનો ઉપદ્રવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. ધંધાકીય સફળતા મળે.

મિથુનઃ
નાણાંકીય વ્યવહારોથી ફાયદો થતો જણાય. નવી આવક મેળવવાના સ્ત્રોત ખુલતા જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. વાહનસુખ, મિલક્ત સુખમાં વધારો થતો જણાય. સંતાનની સફળતા જોઈને આનંદ થાય. આરોગ્ય જળવાશે.

કર્કઃ
કરેલા કાર્યો સફળ થતા જણાય. પરિણામે આનંદમાં વૃ‌દ્ધિ થાય. મિત્ર વર્તુળમાં વધારો, નવી ઓળખાણ થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. યાત્રા-પ્રવાસના યોગ બને છે. આરોગ્ય કથળતું જણાય.

સિંહઃ
દિવસની શરૂઆતમાં આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર પછી સામાન્ય. પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ જળવાશે. બપોર બાદ કાર્ય સફળતામાં વૃદ્ધિ થતી જણાય. સંતાન સાથેના સંબંધોમાં અસંતોષ વધતો જણાય.

કન્યાઃ
આપના માટે ઉત્તમ દિવસ. માનસિક આનંદ બરકરાર રહે. છતાં વિઘ્‍નસંતોષીઓનો સામનો કરવો પડે. પ્રિન્ટીંગ પ્રેસ, કોમ્પ્યુટરને લગતા ધંધામાં લાભ થતો જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ-ઉત્સાહનો સંચાર થતો જણાય.

તુલાઃ
આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ મિશ્રફળ આપતો જણાશે. બપોર સુધી આવક ઓછી જણાશે. બપોર બાદ આવકમાં વધારો. પરિવારમાં આનંદ તથા જીવનસાથી સાથે પ્રેમ જળવાશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃશ્ચિકઃ
ગઈકાલનો આનંદ આજે બપોર સુધી જળવાશે. ત્યારબાદ આવકમાં ઘટાડો થતો જણાય. બપોર પછી અગત્યના રોકાણો ટાળવા. જોકે સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી. સ્નાયુ સંબંધી તકલીફ જણાય.

ધનઃ
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરવાની વ્યવસ્થા સરળ બને. આર્થિક રીતે આવક વધતી જણાય. મિત્રોથી લાભ મળતો જણાય. છતાં પણ માનસિક રીતે અજંપો રહેતો જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી-કફનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક રીતે મજબૂતીનો અનુભવ થશે. નાણાંકીય ક્ષેત્રે સફળતા. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થશે. ભાગ્ય બળવાન છે. નસીબથી આવક વધતી જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી કે ધંધો શક્ય બને.

કુંભઃ
બપોર સુધી માનસિક પરિતાપ રહે. કાર્યમાં અસફળતા મળતી જણાય. પરંતુ બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો અનુભવાય. નસીબનો સાથ મળતાં આવક વધતી જણાય. પરિવારમાં વાતાવરણ સુધરે. આરોગ્યમાં સુધારો થતો જણાય.

મીનઃ
બપોર સુધી દિવસ સારો છે. આવકમાં વધારો. પરિવારમાં શાંતિ. સંતાનોથી પ્રેમ જળવાય. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જણાય. બપોર પછી આવક ઘટતી જણાય. તબિયતમાં અસ્વસ્થતા અનુભવાય. બપોર પછી અગત્યના નિર્ણયો ટાળવા.

આ પણ વાંચો :-

ગુલામ નબી આઝાદ બાદ કોંગ્રેસ પાર્ટીને જોરદાર ઝટકો : પૂર્વ DyCM સહિત ધડાધડ 60થી વધુ નેતાઓના રાજીનામાં 

0

Big blow to Congress party after Ghulam

  • જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત.

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azade) ‘કોંગ્રેસ’નું સમર્થન છોડી દીધું હતું. હવે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો આપતા જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પૂર્વ ઉપમુખ્યમંત્રી તારા ચંદ સહિત 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના સમર્થનમાં પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

જમ્મુ કાશ્મીરના તારા ચંદ ઉપરાંત ભૂતપૂર્વ પ્રધાન માજિદ વાની, ડૉ. મનોહર લાલ શર્મા, ચૌધરી ઘરુ રામ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર બલવાન સિંહ, ભૂતપૂર્વ મહાસચિવ વિનોદ મિશ્રા કૉંગ્રેસ છોડનારા કેટલાક હાઈપ્રોફાઈલ નામ છે.

અહેવાલો અનુસાર કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા આ તમામ 64 નેતાઓએ ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ તમામે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સંયુક્ત રાજીનામું સોંપ્યું છે.

શું કહ્યું ગુલામ નબી આઝાદે ? 

જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપમુખ્યમંત્રી તારાચંદ સહિત ઘણા મોટા નેતાઓના રાજીનામા પર ગુલામ નબી આઝાદની પ્રતિક્રિયા આવી છે. આઝાદે કહ્યું, “દરેક વ્યક્તિએ મારા માટે રાજીનામું આપ્યું છે. દરેક મારી સાથે છે. કોંગ્રેસને વધુ આંચકાઓનો સામનો કરવો પડશે.”

Gurgaon : લિફ્ટમાંથી બહાર નીકળતાની સાથે જ તેણે ગાર્ડને મારવાનું શરૂ કરી દીધું જુઓ વાયરલ વિડિયો | Gujarat Guardian

ગુલામ નબી આઝાદે શુક્રવારે જ આપ્યું હતું રાજીનામું :

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, 73 વર્ષીય ગુલામ નબી આઝાદે શુક્રવારે કોંગ્રેસ સાથેના તેમના પાંચ દાયકાના જોડાણને સમાપ્ત કર્યું. તેમણે પાર્ટીને “મોટા પ્રમાણમાં નાશ પામેલ” ગણાવી અને તેના સમગ્ર સલાહકાર ઉપકરણને “વિખેરી નાખવા” માટે રાહુલ ગાંધીની ટીકા કરી.

તેઓ ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી શરૂ કરશે. ઘણા ભૂતપૂર્વ પ્રધાનો અને ધારાસભ્યો સહિત એક ડઝનથી વધુ અગ્રણી કોંગ્રેસી નેતાઓ ઉપરાંત સેંકડો પંચાયતી રાજ સંસ્થા (પીઆરઆઈ) સભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેટરો અને જિલ્લા અને બ્લોક સ્તરના નેતાઓ આઝાદની પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસ છોડી ચૂક્યા છે.

આ પણ વાંચો :-

આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી

0

This year, Meghraja will break

  • નવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એટલે કે આ વખતે ફરીથી નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે.

મહત્વનું છે કે કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વર્ષે ફરીથી ગુજરાતમાં નવરાત્રી (Navratri) યોજાવા જઇ રહી છે. ત્યારે આ વખતે નવરાત્રિના ઉત્સાહમાં કોરોના નહીં પરંતુ વરસાદ હવે વિલન બની શકે છે. કારણ કે, હવામાન નિષ્ણાંતે આ વર્ષે છઠ્ઠા નોરતાથી છેક દશેરા (Dussehra) સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર) થી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઇને ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

અત્યારથી જ લોકોએ ગરબા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઇને કરેલી આગાહી મુજબ શક્ય છે કે કદાચ મેઘરાજા આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઇ નહીં.

ગુજરાતમાં ફરી આગામી 4 દિવસ વરસાદ પડવાની સંભાવના :

અત્રે તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં એકવાર ફરી આગામી 4 દિવસ સારો એવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે સારો એવો વરસાદ :

રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.

ગઇકાલે લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ કરી હતી પધરામણી :

ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયાના વિરામ બાદ ગઇકાલે રાજ્યમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. ગઇકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ગઇકાલે ડોદરામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.

શહેરના કારેલીબાગ, સમાં, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ વરસાદનું આગમન થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.

આ પણ વાંચો :-

અંબાણી પરિવારે દુબઈનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યુ, આલિશાન મહેલ જેવા ઘરની તસવીર 

The Ambani family bought Dubai’s

  • દુબઈમાં સૌથી મોંઘું ઘર કોને કહેવું ? તો હવે તેમાં અંબાણી પરિવારનું નામ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ નાના પુત્ર અનંત અંબાણી માટે આ ઘર ખરીદ્યું છે. સમુદ્રની વચ્ચોવચ બનેલા આ વિલામાં તમામ લક્ઝરી સુવિધાઓ છે.

દુબઈમાં (Dubai) સૌથી મોંઘું ઘર કોને કહેવું ? તો હવે તેમાં અંબાણી પરિવારનું નામ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ (Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) માટે આ ઘર ખરીદ્યું છે.

સમુદ્રની વચ્ચોવચ બનેલા આ વિલામાં તમામ લક્ઝરી સુવિધાઓ છે. આ આલીશાન ઘરની સામે તો કોઈ લક્ઝરી હોટલ પણ પાણી ભરે. દુબઈના આ વિલામાં 10 બેડરૂમ અને બીચ વ્યૂ સાથે ઘણું બધું છે જેનાથી પરથી તમારી નજર જ ન હટે.

મળતી માહિતી મુજબ દુબઈનું આ ઘર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવ્યું છે. ડીલ સંલગ્ન જોડાયેલા લોકો સમુદ્ર કિનારે બનેલા આ આલીશાન મહેલ જેવા ઘરને દુબઈનું સૌથી મોંઘુ ઘર ગણાવી રહ્યા છે. જો કે આ ઘરની ડીલ કેટલામાં થઈ  તે હજુ ખુલાસો થયો નથી. દુબઈમાં બનેલું આ વિલા ખુબ જ સુંદર છે.

પામ જૂમેરાહ પર બન્યું છે ઘર :

અંબાણી પરિવારનું આ નવું ઘર દુબઈના પામ જૂમેરાહ બીચ પર બનેલુ છે. જેમાં તમામ સુખ સુવિધાઓ છે. આ આલિશાન ઘરમાં 10 બેડરૂમ છે. આ ઉપરાંત મહેમાનો માટે સારી વ્યવસ્થા પણ છે. તથા આઉટડોર અને ઈનડોર બંને સ્વિમિંગ પૂલ છે. સ્પોર્ટ્સ માટે પણ ખુબ સ્પેસ છે. અહીં પ્રાઈવેટ જમ અને થિયેટર પણ છે. :

અત્રે જણાવવાનું કે દુબઈ મોંઘી લાઈફસ્ટાઈલ માટે દુનિયા ભરના લોકોમાં મશહૂર છે. દુબઈ સરકાર પણ સતત તેનું પ્રમોશન કરી રહી છે. દુનિયાભરના અમીર લોકોને આકર્ષવા માટે યુએઈ સરકાર પણ લાંબા ગાળાના વિઝા આપીને અહીં રહેવા માટે લોકોને પ્રેરિત કરી રહી છે.

એવું કહેવાય છે કે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને બ્રિટનના ફૂટબોલર ડેવિડ બેકહમ પણ અહીં આલિશાન મહેલ ખરીદી ચૂક્યા છે.

દુબઈનો જૂમેરાહ બીચ ખુબ ખાસ છે. અહીં ફારસની ખાડી અને લક્ઝી ઘરો શાનદાર લાગે છે. દુબઈમાં પામ જૂમેરાહ બીચનું નિર્માણ 2011માં શરૂ થયું હતું. પામ જૂમેરાહ બીચ પર સ્પા, આલીશાન ક્લબ, રેસ્ટોરન્ટ અને સ્પા ઉપરાંત લક્ઝરી અપાર્ટમેન્ટ  ટાવર પણ છે.

મુકેશ અંબાણીએ દુબઈના સૌથી મોંઘા ગણાતા  ઘરને ઘરીદ્યુ છે. હાલ આ ઘરની કિંમત 80 મિલિયન ડોલર એટલે કે 639 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ, સુપ્રીમ કોર્ટે કહ્યું – હવે સુનાવણી…..

0

All cases related to Gujarat

  • સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ વિરૂદ્ધ તિરસ્કારની અવગણનાની કાર્યવાહીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બંનેએ આ મામલે માફી માંગી લીધી છે.

સુપ્રીમ કોર્ટે મોટો (Supreme Court) નિર્ણય લેતાં બાબરી મસ્જિદ વિધ્વંસ (Babri Masjid demolition) અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને (Gujarat riots) લઇને દાખલ કરવામાં આવેલી અરજીઓનો હવે કોઇ અર્થ નથી.

એવામાં તેમના પર કાર્યવાહીને બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9 માંથી 8 કેસમાં ટ્રાયલ પુરી થઇ ગઇ છે. આ ઉપરાંત કોર્ટે બાબરી વિધ્વંસ સાથે જોડાયેલા તિરસ્કારના કેસોને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

જોકે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરૂણ તેજપાલ વિરૂદ્ધ તિરસ્કારની અવગણનાની કાર્યવાહીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. બંનેએ આ મામલે માફી માંગી લીધી છે. જોકે પ્રશાંત ભૂષણે 2009 માં એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ અને હાલના જજો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા.

આ કેસની પેરવી કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે પ્રશાંત ભૂષણ અને તરૂણ તેજપાલે માફી માંગી લીધી છે. એટલા માટે બંને વિરૂદ્ધ કેસને બંધ કરવામાં આવે છે. તેમની આ માંગને જસ્ટિસ ઇન્દીરા બેનર્જી, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની બેંચએ સ્વિકાર કરી લીધો છે.

પ્રશાંત ભૂષણ અને તરૂણ તેજપાલને નવેમ્બર 2009 માં નોટીસ જાહેર કરવામં આવી હતી. પ્રશાંત ભૂષણે તેના પર સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે ‘મે તહેલકાને 2009 માં જે ઇન્ટરવ્યું આપ્યો હતો, તેમાં કરપ્શન શબ્દ કોઇ વિશેષ વસ્તુ માટે કરવામાં આવ્યો ન હતો.

આ વાત મે વ્યાપક સંદર્ભમાં કહી હતી. તેનો સંબંધ નાણાકીય ભ્રષ્ટાચાર સાથે નથી. જો કોઇ જજ અથવા પછી તેમના પરિવારને તેનાથી દુખ પહોંચ્યું હોય તો માફી માંગુ છું. ‘પ્રશાંત ભૂષણે ઓગસ્ટ 2020 માં પોતાના નિવેદન પર માફી માંગી હતી.

આ પણ વાંચો :-

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં શશિ થરૂર દાવેદારી કરશે ? ટૂંક સમયમાં થશે નિર્ણય

0

Will Shashi Tharoor contest

  •  થરૂરે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે એક લેખ પણ લખ્યો છે જેમાં તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની વાત કરી હતી.

કોંગ્રેસ પાર્ટીના (Congress Party) આગામી અધ્યક્ષ કોણ હશે? તે અંગે હજુ સવાલ ઉભો છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે, નવા અધ્યક્ષ માટે 17 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે અને 19 ઓક્ટોબરે મતગણતરી થશે.

આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર (Shashi Tharoor) કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે. જોકે તેમણે અત્યાર સુધી આ અંગે નિર્ણય લીધો નથી પરંતુ શશિ થરૂરે ચૂંટણીમાં ભાગ લેશે કે કેમ તે અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું આહવાન :

થરૂરે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે એક લેખ પણ લખ્યો છે જેમાં તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની વાત કરી હતી. આ લેખમાં તેમણે કહ્યું કે, પાર્ટીએ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક ડઝન સીટો માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ.

આ લેખમાં થરૂરે લખ્યું છે કે, તેમણે કહ્યું છે કે પાર્ટીએ આદર્શ રીતે CWC સભ્ય પદ માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈતી હતી. થરૂરે કહ્યું કે AICC અને PCCના સભ્યોને પાર્ટીમાં આ મુખ્ય હોદ્દાઓનું નેતૃત્વ કોણ કરશે તે પસંદ કરવાની મંજૂરી આપવી જોઈએ. થરૂર કોંગ્રેસના G-23 નેતાઓમાંના એક છે જે સતત પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, શશિ થરૂરને વર્ષ 2020માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનાત્મક સુધારાની માગણી કરનારા 23 નેતાઓના સમૂહમાં સામેલ કરવામાં આવ્યા છે.

શશિ થરૂર રાહુલ ગાંધી સામે લડશે ચૂંટણી ?

થરૂરે કહ્યું હતું કે, પાર્ટીને સંપૂર્ણપણે પુનર્જીવિત કરવાની જરૂર છે પરંતુ નેતૃત્વની સ્થિતિ પદને તાત્કાલિક ભરવાની જરૂર છે તે સ્વાભાવિક રીતે કોંગ્રેસ અધ્યક્ષનું પદ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લેતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચો :-

રક્ષામંત્રી રાજનાથ સિંહે PM મોદીની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી : કહ્યું- આજના સમયમાં મોદી જેવા…

0

Defense Minister Rajnath Singh

  • લગભગ દરેક ભાજપના નેતાઓ ખાસ કરીને દિગ્ગજ નેતાઓ કોઈ પણ રેલી હોય કે સમારંભ પીએમ મોદીના વખાણ કરવાનું ચુકતા નથી, ત્યારે હવે ફરી એક વાર રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમના ખૂબ વખાણ કર્યા છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું કે, મહાત્મા ગાંધી બાદ પ્રધાનમંત્રી મોદી (Prime Minister Modi) એકમાત્ર એવા નેતા છે, જેમણે ભારતની ભાવનાઓને સમજી છે. તેઓ એવા નેતા છે, જે લોકો સાથે જોડાય છે અને લોકો તેમના પર વિશ્વાસ કરે છે.  આ વાત રક્ષામંત્રીએ સોમવારે અજય સિંહની બુક ‘દ આર્કિટેક્ટ ઓફ ન્યૂ બીજેપી’ ના વિમોચન અવસરે કહી હતી.

પુસ્તક ‘દ આર્કિટેક્ટ ઓફ ન્યૂ બીજેપી’ ના વિમોચન અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના નેતૃત્વના ખોબલેને ધોબલે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, અજય સિંહ દ્વારા લખવામાં આવેલી આ બુક પીએમ મોદીના જીવનને નહીં પણ લોકો સાથે જોડવાની ઉત્તમ ક્ષમતા પર લખેલી છે.

તેમણે કહ્યું કે, પીએમ મોદીની વિચારધારાથી સમાધાન કર્યા વગર પોતાના નવાચારથી ભાજપને ચૂંટણી જીતવાનું મશીન બનાવી દીધું.

ભાજપની વિચારધારા અને રાજકીય ઘટનાઓની પાછલા આઠ વર્ષમાં પાર્ટીની અજેય યાત્રામાં યોગદાન આપ્યું છે. પણ આ કોન્સેપ્ટને લોકો સુધી લઈ જવામાં અને તેમા વિશ્વાસ અપાવવામાં મોદીની રણનીતિનો કોઈ તોડ નથી.

રક્ષામંત્રીએ કહ્યું કે, આરએસએસ અને ભાજપ દ્વારા તેમને જે પણ કામ સોંપવામાં આવ્યા, તેમણે શાનદાર રીતે પુરા કર્યા. તેઓ દરેક જવાબદારી પર ખરા ઉતર્યા છે. પીએમ મોદીના વખાણ કરતા રાજનાથ સિંહે કહ્યું કે, હાલમાં સ્વતંત્ર ભારતમાં તેમના જેવો કોઈ બીજો નેતા નથી. તેમણે કહ્યું કે, આવું દુર્લભ વ્યક્તિત્વ અને સંગઠનાત્મક કૌશલ દૈવીય ક્ષમતા વિના સંભવ નથી.

આ પણ વાંચો :-

આજથી જગવિખ્યાત ભાતીગળ તરણેતરના મેળાનો થશે પ્રારંભ, આવો એક સફર કરીએ 

0

The world famous Bhatigaal

  • તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. 1 સપ્ટેમ્બરે ગ્રામીણ ઓલમ્પિકના શુભારંભમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

સુરેન્દ્રનગરના (Surendranagar) થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની (Bhadrava month) ત્રીજ,ચોથ,પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. કેબિનેટ મંત્રી કિરીટ સિંહ રાણા (Kirit Singh Rana) અને દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં આજે મેળો ખુલ્લો મુકવામાં આવશે. જોકે આ વખતે લંમ્પી વાઇરસના લીધે પશુ મેળા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કોરોનાકાળ બાદ 2 વર્ષ પછી આ ભાતીગત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રભરના 10 ડી.વાય.એસ.પી, 30 પીઆઇ, 80 પી.એસ.આઈ, 2000 પોલીસ કર્મચારી અને હોમગાડ-જવાનોનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. 4 દિવસના આ મેળા દરમિયાન 1 લી સપ્ટેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ મેળામાં હાજરી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. 1 સપ્ટેમ્બરે ગ્રામીણ ઓલમ્પિકના શુભારંભમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટેટુંકી દોડ, લાંબીદોડ (4X100 મીટર રીલે દોડ), લાંબી દોડ 3000 મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી, ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે.

જ્યારે બહેનો માટે ટુંકીદોડ, લાંબી દોડ, (4X100 મીટર રીલે દોડ), 3000 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલીબોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.

આ પણ વાંચો :-

મેહુલ બોઘરાને હાઇકોર્ટથી મળી રાહત : સુરતમાં થયેલા હુમલાના કેસમાં પોલીસને આપ્યા મોટા આદેશ

0

Mehul Boghra got relief from the High Court :

  • સુરતના સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલા મામલે મેહુલ બોઘરા પર કાર્યવાહી કરવા સામે હાઇકોર્ટે સ્ટે મૂક્યો છે.

હાઇકોર્ટે સરથાણા પોલીસ (Sarthana Police) પાસે કાર્યવાહી બાબતે જવાબ માંગ્યો છે. મહત્વનું છે કે, મેહુલ બોઘરા સામે ખંડણી અને એટ્રોસિટીનો (Extortion and Atrocity) ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આથી આ મામલે હાઇકોર્ટે (High Court) નોંધ્યું છે કે, ‘મેહુલ પર થયેલી ફરિયાદ ખોટી છે. આ મામલે 13 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.’

પોલીસે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો નોંધ્યો હતો :

અત્રે વધુમાં તમને જણાવી દઇએ કે, સુરતમાં તારીખ 18 ઓગસ્ટના રોજ સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર TRBનો હપ્તાખોરીનો લાઇવ વીડિયો બનાવતી વખતે TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો નોંધ્યો હતો.

તાજેતરમાં જ આ કેસમાં 37 TRB જવાનોને ડિસમીસ કરી દેવાયા હતા :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ મામલે મોડી ફરિયાદ લેનાર સરથાણાના PI એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવાઇ હતી. PI એમ કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા હતા. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા હતા અને સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી છે. તેમજ સુરત પોલીસ દ્વારા એક ઝાટકે 37 TRB જવાનોને પણ ડિસમીસ કરી દેવાયા હતા.

જાણો શું હતી સમગ્ર ઘટના?

તમને જણાવી દઇએ કે, થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-