Home Blog Page 120

સુરત NH-48 પર ભયાનક ટ્રિપલ અકસ્માત: કન્ટેનર ડિવાઈડર પાર કરી સામે ઘૂસ્યું, ડ્રાઈવરનું મોત

સુરત નેશનલ હાઈવે 48 પર સાવા બ્રિજ પાસે આજે એક હૃદયદ્રાવક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક કન્ટેનર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી જતાં સામેથી આવતા ટેલર અને લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં ટેલર ચાલકનું કરૂણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નેશનલ હાઈવે 48 પર સાવા બ્રિજ પરથી પસાર થયેલા એક કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી ગયું હતું. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટેલર સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેલરની પાછળ આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસ પણ આ વાહનો સાથે અથડાઈ હતી.

આ ટ્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેલરના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કેબિનમાં ફસાયેલા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, ખાનગી લક્ઝરી બસમાં સવાર મુસાફરોમાં પણ ચીસાચીસ મચી ગઈ હતી. કેટલાક મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી, અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

હાઈવે પર વાહનોની લાંબી કતારો, પોલીસ કાફલો ઘટનાસ્થળે

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો : હવે 60% DA મળશે

0

આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કેન્દ્રના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરાયો છે. જાન્યુ-જૂન-2026ના છ માસના ગાળા માટે હવે 60% મોંઘવારી ભથ્થુ મળશે.

એક તરફ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી છે જેનો અમલ 1 જાન્યુ. 2026થી જ થનાર છે પણ પંચનો અહેવાલ આવે અને તેના પર આખરી નિર્ણય લેવાય ત્યાં સુધી સાતમા પગારપંચની જે જોગવાઈઓ છે તે લાગુ રહેશે. જે મુજબ વર્ષમાં બે વખત કેન્દ્રના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થામાં ફેરફાર થાય છે.

જે હવે બેઝીક પગારના 58% મળતુ હતું તે વધીને 60% થઈ જશે. આગામી માસના પગારમાં તેની અસર અપાશે અને ત્રણ માસનું એરિયર્સ પણ ચુકવાય તેવી ધારણા છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટે રૂા.13000 કરોડના મેરીટાઈમ સોવેર્જીયન ફંડને પણ મંજુરી આપી છે.

જેનો ઉપયોગ યુદ્ધ સહિતની કટોકટીના સમયમાં ભારતીય વ્યાપારી જહાજોને વધતા વિમા પ્રિમીયમમાં રાહત કરવામાં ખર્ચ કરાશે. જયારે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનામાં રૂા.3000 કરોડનું વધારાનું ભંડોળ આપવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા

0

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કાશ્મીર ઘાટીના અનેક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે આશરે 8:24 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના બદખ્શાન ક્ષેત્રના ઝાયબક પાસે જમીનથી 190 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.

રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આંચકા અનુભવાયા બાદ લોકો લાંબા સમય સુધી ઘરની બહાર ઉભા રહ્યા હતા અને સ્થિતિ સામાન્ય જણાયા બાદ જ ફરી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

વડાપ્રધાન મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

0

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધન કરશે. આ સંબોધનમાં તેઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરશે તેવી સંભાવના છે, જેમાં મહિલાઓના આરક્ષણ જેવા મહત્વના વિષયનો પણ સમાવેશ થઈ શકે છે. સમગ્ર દેશની નજર આ સંબોધન પર કેન્દ્રિત છે.

સુરતના લીંબાયતમાં કોંગ્રેસની સભામાં ભાજપ કાર્યકર્તાનો હોબાળો, ‘જય શ્રી રામ’ના નારાથી વાતાવરણ ઉગ્ર બન્યું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન એક હાઈવોલ્ટેજ વિવાદ સામે આવ્યો છે, જેને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બનાવી દીધો છે.

માહિતી મુજબ, મદનપુરા વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શેરી મીટિંગ યોજાઈ હતી, જેમાં ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા.આ દરમિયાન અચાનક ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ત્યાં પહોંચ્યો અને મહિલા ઉમેદવારને પ્રશ્ન કર્યો કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેઓ ક્યાં હતા. આ સવાલને પગલે મીટિંગમાં તંગદિલી સર્જાઈ અને બંને પક્ષ વચ્ચે શાબ્દિક અથડામણ શરૂ થઈ ગઈ.

પરિસ્થિતિ ત્યારે વધુ ગરમાઈ ગઈ જ્યારે ભાજપના કાર્યકર્તાએ ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનું શરૂ કર્યું. અન્ય કાર્યકર્તાઓ પણ તેમાં જોડાતા સમગ્ર વાતાવરણ ઉગ્ર બન્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. ભાજપે કોંગ્રેસ પર ચૂંટણી સમયે જ સક્રિય થવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે કોંગ્રેસે ભાજપ પર પ્રચારમાં ખલેલ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે.

લિંબાયત ઉપરાંત વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં પણ રાજકીય સ્પર્ધા તેજ બની રહી છે. આ ઘટનાને પગલે પોલીસ અને ચૂંટણી તંત્ર સતર્ક બન્યું છે. સ્થાનિક સ્તરે લોકોમાં પણ મતભેદ જોવા મળી રહ્યા છે-કેટલાક લોકો ભાજપના કાર્યકર્તાના સવાલને યોગ્ય ગણાવે છે, જ્યારે કેટલાક લોકો પ્રચારમાં વિક્ષેપને અયોગ્ય માને છે.

આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી માત્ર મુદ્દાઓની લડાઈ નથી રહી, પરંતુ ભાવનાત્મક અને રાજકીય ધ્રુવીકરણ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ મતદાન પર કેવી અસર કરે છે.

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, દેશભરમાં હીટવેવનો એલર્ટ

હવામાન વિભાગે દેશમાં અસહ્ય ગરમી અને લૂની ચેતવણી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના દિવસોને બાદ કરતાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડી રહી છે. મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં એકાએક તાપમાન વધી જતાં એલર્ટ આપવામાં આવ્યું છે. વિદર્ભનું અકોલા શહેર 44 ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું હતું. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સપ્તાહે ફરી વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી હતી.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતના પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા 7 દિવસની કરવામાં આવેલી આગાહી મુજબ, આજે રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદનું જોર સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 7 દિવસની આગાહી કરવામાં આવી છે તેમાં રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદનું જોર સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

21 તારીખે તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે, જેમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટીની સામાન્ય શક્યતાઓ જોવાઈ રહી છે. 22 તારીખે એટલે કે મંગળવારે ભરૂચ અને સુરતની સાથે અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. વરસાદની સાથે રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે 25થી 29 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવા અને 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 11થી 20 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળનું પ્રમાણ વધશે. કાચા મકાનોના પતરા ઊડી જાય તેવો પવન ફૂંકાવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 30 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉપરાંત વીજળીના કડાકા ભડાકા પણ થશે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં આગમી 5 દિવસ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલીક જગ્યાએ કરાનું એલર્ટ છે. હરિયાણા, પંજાબ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં પણ હવામાન વિભાગે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 17 થી 21 એપ્રિલ વચ્ચે લૂ નું એલર્ટ અપાયું છે. હાલ અહીં અનેક વિસ્તારોમાં તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચુક્યું છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને બફારો લોકોને પરેશાન કરી શકે છે. રાતના સમયે પણ ગરમીથી રાહતની શક્યતા ઓછી છે.

પશ્ચિમ રાજસ્થાનમાં ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. હવામાન વિભાગે લૂ નું એલર્ટ જાહેર કર્યું છે. જેસલમેર, બીકાનેર અને આસપાસના વિસ્તારમાં તાપમાન સામાન્યથી વધારે છે. આજે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે આંધીનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશમાં 18 અને 19 એપ્રિલના રોજ ગાજવીજ સાતે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં કરા પડી શકે છે.

ખેડામાં સગીરાનું ત્રણ વર્ષ સુધી શોષણ, 9 આરોપીઓ સામે કડક કાર્યવાહી

0

ખેડામાં લવજેહાદની જાળમાં ફસાવી સગીરા પર 3 વર્ષ સુધી નવ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, આ આખી ઘટના પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે પરવેઝ પઠાણનું નામ સામે આવ્યું છે, જેણે આશરે બે વર્ષ પૂર્વે સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ કપટપૂર્વક સગીરા સાથેના અંગત પળોના વીડિયો અને તસવીરો રેકોર્ડ કરી લીધા હતા. આ વાંધાજનક સામગ્રીને જ હથિયાર બનાવીને તેણે સગીરાને માનસિક અને શારીરિક રીતે લાચાર કરી દીધી હતી.

સામૂહિક દુષ્કર્મ અને ધમકીઓનો આતંક

પરવેઝે માત્ર પોતે જ સગીરાનું શોષણ નહોતું કર્યું, પરંતુ તેણે આ વીડિયો પોતાના મિત્રોને પણ બતાવ્યા હતા. ત્યારબાદ, અન્ય 8 નરાધમોએ પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. આ શખ્સો સગીરાને એવી ધમકી આપતા હતા કે જો તે મચક નહીં આપે, તો તેના વીડિયો સોશિયલ મીડિયા પર સાર્વજનિક કરી દેવામાં આવશે અને તેના પરિવારને જીવતા મારી નાખવામાં આવશે.

સમાજમાં બદનામી અને પરિવાર પર તોળાઈ રહેલા જોખમને કારણે સગીરા સતત ભયના ઓથાર હેઠળ રહી હતી. વર્ષ 2023 થી શરૂ થયેલો આ અત્યાચારનો સિલસિલો વર્ષ 2025 ના રમઝાન માસ સુધી અવિરત ચાલતો રહ્યો હતો. સગીરાએ આ ત્રણ વર્ષો દરમિયાન જે યાતના ભોગવી છે, તેણે સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસ હાલ આ મામલે કડક તપાસ કરી રહી છે જેથી બાકી રહેલા આરોપીને પણ ઝડપી પાડી શકાય.મૌન તોડ્યું અને ન્યાય માટેની લડત શરૂ થઈલાંબા સમય સુધી નરક જેવી યાતનાઓ અને સતત બ્લેકમેલિંગ સહન કર્યા બાદ, આખરે સગીરાએ હિંમત એકઠી કરી પોતાની આપવીતી પરિવાર સમક્ષ રજૂ કરી હતી. દીકરી પર થયેલા આ ભયાનક અત્યાચારની જાણ થતાં જ પરિવારે હિન્દુ સંગઠનોની મદદ લીધી હતી. તેમના સક્રિય સહયોગથી ખેડા ટાઉન પોલીસ મથકે નરાધમો વિરુદ્ધ વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેનાથી આ આખા પાશવી કાંડનો પર્દાફાશ થયો છે.

પોલીસની કડક કાર્યવાહી: 8 નરાધમો જેલના સળિયા પાછળ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ખેડા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત માહિર, ફૈઝાન, તૌફીક અને સાહીલ જેવા 9 શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઓપરેશન હાથ ધરીને પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે એક ફરાર શખ્સને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

સુનિયોજિત ષડયંત્ર અને ન્યાયિક પ્રક્રિયા

પોલીસના પ્રાથમિક નિવેદન અનુસાર, આ સમગ્ર કૃત્ય એક સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે, જેમાં સગીરાને લાચાર બનાવી તેનું શોષણ કરવામાં આવ્યું હતું. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવીને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે આ કેસમાં એવી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે જેથી તમામ નરાધમોને કડકમાં કડક અને દાખલારૂપ સજા મળે.

સાઠંબામાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, મુખ્યમંત્રીનો રોડ માર્ગે સુરક્ષિત પ્રવાસ

અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં બાયડ હેલિપેડ ખાતે અચાનક યાંત્રિક ખામી સર્જાતા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. પાયલોટની સતર્કતાને કારણે ઉડાન પહેલાં જ ખામી પકડાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી વિગતો મુજબ, મુખ્યમંત્રી સાઠંબામાં ચૂંટણી સભા પૂર્ણ કરીને બાયડ હેલિપેડ પરથી પોતાના આગામી નિર્ધારિત પ્રવાસ માટે રવાના થવાના હતા. જોકે, હેલિકોપ્ટર ટેક-ઓફ્ફ કરે તે પૂર્વે જ પાયલોટને તેમાં કોઈ ગંભીર ટેકનિકલ ક્ષતિ હોવાનું જણાયું હતું. સુરક્ષાના પ્રોટોકોલને પ્રાધાન્ય આપી પાયલોટે તુરંત જ ઉડાન ભરવાનો ઇનકાર કરી દીધો હતો અને હેલિકોપ્ટરને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી. તે પછી મુખ્યમંત્રીનો કાફલો સાઠંબાથી સડક માર્ગે સાબરકાંઠા જવા રવાના થયો હતો.

હેલિકોપ્ટરમાં સર્જાયેલી આ ખામીને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એન્જિનિયરોની ટીમ દ્વારા હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી જાણી શકાય કે આ ખામી કયા કારણોસર સર્જાઈ હતી.

ટ્રમ્પના પ્રતિબંધોની પરવા નહીં: રશિયા પાસેથી તેલ ખરીદી ચાલુ રાખશે ભારત

ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની સમસ્યા વચ્ચે ભારત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપૂર્વના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ભારતને ચેતવણી આપી હતી. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને ચોક્કસ સમય આપ્યો હતો, તેની અવધી હવે પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પણ ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પણ ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ નહીં કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભારત હવે અમેરિકાની ધમકીઓ પર એટલું ધ્યાન આપી રહ્યું નથી. અમેરિકાએ આ પહેલા પણ રશિયા પાસેથી તેલની ખરીદી કરવા પર ભારત પર 25 ટકા વધારે ટેરિફ લગાવ્યો હતો. તે વખતે પણ ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીને સંપૂર્ણ રીતે બંધ તો નહોતી જ કરી, પરંતુ હા થોડી ઓછી કરી હોવાનું જાણવા ળ્યું હતું. અમેરિકા ધમકી આપે છે, પરંતુ ભારત પોતાના દેશમાં ઊર્જાશક્તિનું ખપતને પૂર્ણ કરવા માટે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અમેરિકા શું કરે છે અથવા શું કહે છે, તેના પર ભારત વધારે ધ્યાન આપતું નથી. કારણ કે, મહત્વપૂર્ણ બાબત એ છે કે, પેટ્રોલ- ડીઝલ અને ગેસની અછત ના સર્જાય તેના પર ધ્યાન આપવામાં આવે!

ભારતે અમેરિકાને કેવી સલાહ આપી?
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારતે અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, રશિયા પાસેથી તેલની ખરીદી 140 કરોડ લોકોની ભલાઈ માટે કરવામાં આવી રહી છે. વૈશ્વિક બજાર અને સ્થિતિઓને ધ્યાને રાખતા રશિયા પાસેથી તેલની ખરીદી કરવામાં આવે છે અને આવતી પણ રહેશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ પણ ટેરિફ મામલે ટ્રમ્પને ફટકાર લગાવી ચૂકી છે, એટલે અમેરિકાની ધમકીઓ પર ભારત પણ ખાસ ધ્યાન આપતું નથી. રશિયા સાથે આ વેપાર ચાલુ રહેશે, અમેરિકાને કોઈ સમસ્યા હોય તો તેને જાતે તેનો ઉકેલ શોધી લે તેવી સલાહ પણ આપવામાં આવી છે.

રશિયા પાસેથી ભારતે કેટલું તેલ ખરીદ્યું?
આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, 2025માં ભારતે રશિયા પાસેથી દરરોજ સરેરાશ 26 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી કરી હતી. જોકે, ફેબ્રુઆરી 2025માં, ક્રૂડ ઓઇલ ખરીદી ઘટીને ૧૦ લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ હતી. માર્ચમાં, આ વોલ્યુમ વધારીને 15 લાખ બેરલ પ્રતિદિન કરવામાં આવ્યું હતું. વર્તમાનની વાત કરવામાં આવે તો, એપ્રિલમાં પ્રતિદિન 20 લાખ બેરલના દરે ખરીદી કરવામાં આવી રહી છે. જેનો અર્થ એ થયો કે ભારત તેના ક્રૂડ ઓઇલનો 38 ટકા હિસ્સો રશિયા પાસેથી ખરીદી રહ્યું છે.

તમિલનાડુમાં ભયાનક અકસ્માતમાં 10 પ્રવાસીઓના મોત, અનેક ઘાયલ

0

તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી ખીણમાં ખાબકતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કેરળની એક શાળાના શિક્ષકો, અન્ય સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો મળીને કુલ 16 લોકો વેકેશન મનાવવા તમિલનાડુના પ્રવાસે આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ અતિરાપલ્લી વોટરફોલ જોઈને વાલપરાઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચાલકે વાન પરથી કાબૂ ગુમાવતા વાન સીધી ઉંડી ખીણમાં ખાબકી હતી.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ખીણમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. કેરળ પોલીસ આ મામલે તમિલનાડુ પોલીસના સતત સંપર્કમાં છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ શાળાના વાલીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં શાળાએ ઉમટી પડ્યા હતા, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી છે અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.