Home Blog Page 1197

Income Tax ભરનારાઓને થઈ જશે બલ્લે બલ્લે !, આવતા મહિને મળશે 3 મોટા ખુશખબર 

0

Those who pay Income Tax

  • જો તમે પણ આવકવેરો ભરતા હોવ તો તમને આ વખતે બજેટમાં મોટી ખુશખબરી મળવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે બજેટમાં તમને એક કે બે નહીં પરંતુ ૦૩ ખુશખબર મળવાના છે. બેઝિક ટેક્સ લિમિટ વધારવા ઉપરાંત નાણામંત્રી બીજા પણ અનેક મોટા એલાન કરી શકે છે.

જો તમે પણ આવકવેરો (Income tax) ભરતા હોવ તો તમને આ વખતે બજેટમાં મોટી ખુશખબરી મળવાની છે. ખાસ વાત એ છે કે આ વખતે બજેટમાં તમને એક કે બે નહીં પરંતુ 3 ખુશખબર મળવાના છે. બેઝિક ટેક્સ લિમિટ વધારવા ઉપરાંત નાણામંત્રી (Finance Minister) બીજા પણ અનેક મોટા એલાન કરી શકે છે. બજેટમાં હવે માત્ર 21 દિવસ જેટલો સમય રહી ગયો છે. આ વખતે કયા કયા મોરચે રાહત મળી શકે છે તે વિશે ખાસ જાણો.

9 વર્ષ બાદ વધી શકે છે ટેક્સ લિમિટ :

અત્રે જણાવવાનું કે 9 વર્ષથી ટેક્સ લિમિટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી તો આ વખતે સરકાર આ લિમિટમાં મોટી રાહત આપી શકે છે. આ સાથે જ નોકરીયાતોને 80 સી હેઠળ મોટો ફાયદો મળી શકે છે.

વધી શકે છે 80સીની લિમિટ :

આ ઉપરાંત સરકાર ટેક્સમાં 80 સી હેઠળ મળનારી છૂટનો દાયરો પણ વધારી શકે છે. હાલ આવક પર સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટનો ફાયદો મળે છે. તેમાં સરકારી યોજના જેમ કે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપરાંત લાઈફ ઈન્શ્યુરન્સ સહિત અનેક યોજનાઓ સામેલ છે. 80સીની લિમિટ વધારવાથી નોકરીયાતોને મોટી રાહત મળશે.

વધી શકે છે આવકવેરાની બેઝિક લિમિટ :

વિશેષજ્ઞોનું માનવું છે કે આ વખતે સરકાર બેઝિક લિમિટને 2.50 લાખ રૂપિયાથી વધારીને 3.50 લાખ રૂપિયા કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ લિમિટમાં છેલ્લીવાર વધારો વર્ષ 2014માં થયો હતો. તે પહેલા લિમિટ 2 લાખની હતી તે સમયે 50,000 રૂપિયાનો વધારો કરીને 2.5 લાખ કરી દેવાયો. છેલ્લા 9 વર્ષથી આ લિમિટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે નાણામંત્રી આ લિમિટને વધારીને રાહત આપી શકે છે.

3 વર્ષ સુધી એફડી પર મળી શકે છે ટેક્સ છૂટ :

આ સાથે જ નાણામંત્રી 3 વર્ષ સુધીની ટેક્સ ડિપોઝિટને પણ ટેક્સ ફ્રી કરી શકે છે. આ વખતે બજેટથી સામાન્ય માણસથી લઈને મિડલ ક્લાસ સુધીના તમામને ખુબ આશાઓ છે. અત્રે જણાવવાનું કે હાલ 5 વર્ષ સુધીની એફડી પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે જેને ઘટાડીને 3 વર્ષ સુધીનો કરી શકે છે. આમ કરવાથી રોકાણ માટે વધુ ઓપ્શન મળી શકે છે.

આ પણ વાંચો :-

વેપાર, ઉદ્યોગક્ષેત્રે આર્થિક સુધાર નહીં થાય તો અનેકની હાલત સંજય મોવાલિયા જેવી થશે

  • ઘણાંની મુઠ્ઠી ખુલી ગઈ છે તો ઘણાંની બંધ છે,  પરંતુ આર્થિક કટોકટીનાં ભરડામાંથી કોઈ બહાર નથી.
  • અનેક બિલ્ડર્સ પાસે કરોડોની મિલક્તો ઊભી છે, પરંતુ ખરીદનાર કોઈ નથી, બેંકોનાં ચક્કરમાં ફસાયેલા લોકો પાસે હાથ અધ્ધર કરવા સિવાય કોઈ જ રસ્તો નથી.
  • સમાજમાં વકરી રહેલી ગુનાખોરી પાછળ પણ આર્થિક બેહાલી, મંદી જવાબદાર; કોઈને મફતનું જોઈતુ નથી પરંતુ પરિવાર ભૂખે મરતો હોય ત્યારે ‘મજબૂરી’ નહીં કરવાનાં કામો કરાવતી હોય છે.
  • ખુદ સરકાર પાછલાં ચાર વર્ષથી ૮૦ કરોડ લોકોને સાવ મફતમાં અનાજ પહોંચાડે છે, પરંતુ આ મફતનું ક્યાં સુધી આપી શકાશે, આવી સ્થિતિ કાયમ રહી તો દેવાળિયા જેવી સ્થિતિનું ‌સર્જન થઈ શકે.

સુરત શહેર અને સમગ્ર ગુજરાતમાં બેંકનાં લેણાં માટે ચર્ચાનો વિષય બનેલા રાજગ્રીન ગ્રુપનાં મુખ્ય ડિરેક્ટર સંજય મોવાલિયા સહિત સાથી ડિરેક્ટર્સે યુનિયન બેંકની ૧૭૦ કરોડ જેવી માતબર રકમ ચૂકવીને માર્કેટમાં પોતાની શાખ જાળવી રાખવા સાથે આર્થિક કટોકટીનાં સમયમાં નવો દાખલો બેસાડ્યો હતો. સંજય મોવાલિયા અને સાથી ડિરેક્ટર્સે યુનિયન બેંકમાંથી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, કલબ અને અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા રાજહંસ સિનેમા ગૃહ ઉપર ધિરાણ મેળવ્યું હતું. પરંતુ સમયસર નાણાં નહીં ચૂકવી શકતા બેંકે ડિફોલ્ટર જાહેર કરવા સાથે કલેક્ટર મારફતે મિલકતો જપ્‍ત કરવાનાં હુકમ કર્યાં હતાં.

સંજય મોવાલિયા હજુ અન્ય ધિરાણનાં કેસમાં બેંકોએ કરેલી સીબીઆઇ તપાસની કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે તથા બાકીનાં કેસમાં પણ ઝડપથી બહાર આવવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ એક કેસનો નિકાલ આવી જવાથી તેમની સામાજિક અને વ્યાપારિક પ્રતિષ્‍ઠા પુનઃ સ્થાપિત થવાની આશા બંધાઈ રહી છે.

‌બિલ્ડીંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં મગોબ-ડુંભાલ વિસ્તારમાં સાકાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં અમેઝિયા વોટર પાર્ક અને કલબનું વડાપ્રધાન મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઉદ્‍ઘાટન કર્યું હતું. આ ઉપરાંત હાલમાં સુરતમાં ઉચ્ચ શિખરે વેપારી અને સામાજિક શાખ ધરાવતા જયેશ દેસાઈ (રાજહંસ દેસાઈ જૈન ગ્રુપ) એ સમયે સંજય મોવાલિયાની સાથે હતા. પરંતુ સમય જતાં બંનેએ અલગ અલગ પેઢીઓ શરૂ કરી હતી. જયેશ દેસાઈનાં છુટા પડ્યા બાદ સુરતનાં યુવાન અને હોનહાર બિલ્ડર્સ ‘ગ્રીન ગ્રુપ’વાળા અલ્પેશ કોટડિયા અને સંજય મોવાલિયાએ સાથે મળીને ‘રાજગ્રીન’ ગ્રુપ નામની નવી પેઢી બનાવીને એમ્યુઝમેન્ટ પાર્ક, કલબ, થિયેટર્સ અને બાંધકામ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. કદાચ જયેશ દેસાઈ અને સંજય મોવાલિયા છુટા પડ્યા નહીં હોત તો આજે સ્થિતિ જુદી હોત.

પરંતુ સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયાની પેઢી ‘રાજગ્રીન’ ગ્રુપને નસીબે સાથ આપ્યો નહોતો. ઉપરાંત વૈશ્વિક આર્થિક મંદીમાં ‘રાજગ્રીન’ ગ્રુપ બેંકોના હપ્‍તા નહીં ભરી શકતા બેંકોનાં કાયદાનાં ચક્કરમાં ફસાયું હતું અને બનતું આવ્યું છે તેમ બેંકોએ વસૂલાતની કાર્યવાહી હાથ ધરીને મિલકતો જપ્‍ત કરવા સુધીની કાર્યવાહી કરતાં ‘રાજગ્રીન’ ગ્રુપની શાખને મોટો ધક્કો પહોંચ્યો હતો. ઉપરાંત ચારેતરફનાં આર્થિક વહેવારો બંધ થઈ ગયા હતા. મિલકતો હતી પરંતુ ખરીદદાર કોઈ જ નહોતું. માત્ર ‘રાજગ્રીન’ ગ્રુપ જ નહીં શહેરનાં, રાજ્યનાં અને દેશનાં એક નહીં અનેક બિલ્ડર્સ કંપનીઓ બેંકો સહિતનાં આર્થિક વહેવારોની કટોકટી અને બેંકોની વસૂલાતનો સામનો કરી રહ્યાં છે. કેટલાંકની મુઠ્ઠી બંધ છે તો કેટલાંકની મુઠ્ઠીઓ ખુલી ગઈ હોવાથી વેપારી શાખ ગુમાવી બેઠા છે. કરોડોની મિલકતો છે, પરંતુ રૂપિયા નથી.

સુરતમાં સંજય મોવાલિયા જેવા ઘણાં ઉદ્યોગકારો, બિલ્ડર્સ છે, જેની હાલત આર્થિક રીતે ઘેરાઈ ગયેલા જેવી છે. બની શકે કે, માર્કેટનાં પ્રવાહને ઓળખવામાં આ લોકો કાચા પડ્યાં હશે અથવા તો વધારે પડતુ આર્થિક જોખમ લઈ બેઠા હશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, એકસોમાંથી નેવું ટકા ઉદ્યોગકારોની હાલત સંજય મોવાલિયા કરતાં વિશેષ સારી નથી. આર્થિક વહેવાર જળવાઈ રહ્યાં હોવાથી બધા તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યાં છે.

આ વાત બેંકો અને સરકાર પણ જાણે છે, પરંતુ કોરોનાની મહામારી અને આર્થિક મંદીએ બધાને ‘સંવેદનહીન’ બનાવી દીધા છે. કોઈ કોઈને મદદ કરવા રાજી નથી અને મદદ કરવાની ઈચ્છા હોય તો પણ કરી શકે તેમ નથી.

નોટબંધી પહેલાં જ્યાં માંગો ત્યાં રૂપિયા ભરેલા થેલા મળી જતાં હતાં. આંગડિયાની પેઢીઓ રૂપિયા ભરેલા થેલાથી ઉભરાતી હતી. ઘણાં લોકો તો પડોશીને ત્યાં થેલા મુકી આવતાં હતાં, પરંતુ હવે થેલાની વાત છોડો ખાલી થેલી લેવાનાં પણ લોકો પાસે રૂપિયા નથી!

એક વાત ચોક્કસ છે કે, બદલાયેલી સ્થિતિમાં કેટલાંક મુઠ્ઠીભર લોકો વધુ માલદાર બન્યા છે.

આ મુઠ્ઠીભર લોકો આજે પણ રૂપિયાની પથારીમાં આળોટી રહ્યાં હશે, પરંતુ બીજી તરફ ખુબ મોટા વર્ગ માટે ઘરમાં અનાજ-પાણી ભરાવવાની પણ ચિંતા કોરી ખાય છે અને એટલે જ રોજેરાજ આપઘાતનાં બનાવો વધી રહ્યાં છે. ગરીબો અને મજબૂર લોકો પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈને ગુનાખોરી તરફ ધસી રહ્યાં છે. સજજન સમાજનાં લોકોને ગુનાખોરી કરવી નથી. શ્રમજીવી સમાજને મહેનતનું મળતુ હોય તો મફતનું જોઈતું નથી. પરંતુ દિવસે દિવસે પરિસ્થિતિ એટલી હદે વણસી રહી છે કે, ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો પણ ગુનાખોરી તરફ વળી રહ્યાં છે. અનેક યુવાનો વિદેશમાં જવા ઈચ્છે, પરંતુ રૂપિયા નથી.

કેન્દ્ર સરકાર પાછલાં ચાર વર્ષથી દેશનાં ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડી રહી છે. સદ્નસીબે કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયથી કરોડો લોકોનાં પેટની આગ શાંત થવા સાથે જીવી ગયા હશે. પરંતુ આવી સ્થિતિ ક્યાં સુધી ચાલશે? સરકાર ક્યાં સુધી મફત અનાજ આપશે? દેશનાં વેપાર, ઉદ્યોગ, રોજગાર, ખેતીવાડી સહિત આર્થિક મોરચે સાર્વત્રિક સુધારો નહીં થાય ત્યાં સુધી સંજય મોવાલિયા જેવા અનેક ઉદ્યોગપતિઓ બેંકનાં ડિફોલ્ટર બનતા રહેશે અને એક દિવસ સમાજનો ખુબ મોટો વર્ગ આર્થિક મોરચે ડિફોલ્ટર હશે.

 

શું તમે જાણો છો કે મહિને કેટલો હોય છે તમારા જિલ્લાના કલેક્ટરનો પગાર, શું મળે છે એમને સુવિધાઓ

0

Do you know how much is the monthly salary of your district collector

  • સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે. આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે. 7મા પગાર પંચ મુજબ IAS અધિકારીઓને 56,100 રૂપિયા બેઝિક સેલરી તરીકે મળે છે.

તમે આ વાત જાણો છો કે જિલ્લામાં કલેક્ટરનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ શું તમે એ જાણો છો કે DMનો માસિક પગાર કેટલો હોય છે? સરકાર દ્વારા તેમને કઈ સુવિધાઓ આપવામાં આવે છે? વાસ્તવમાં કલેક્ટર IAS અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે.

આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે. 7મા પગાર પંચ મુજબ IAS અધિકારીઓને 56,100 રૂપિયા બેઝિક સેલરી તરીકે મળે છે. આ સિવાય તેમને TA, DA અને HRA પણ આપવામાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર જો તમામ ભથ્થાં એકસાથે લેવામાં આવે તો એક IAS અધિકારીને શરૂઆતમાં 1 લાખ રૂપિયાથી વધુનો માસિક પગાર આપવામાં આવે છે.

કલેક્ટરનો કેટલો હોય છે માસિક પગાર :

7મા પગાર પંચ મુજબ જિલ્લાના કલેક્ટરને દર મહિને લગભગ 80 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જો કે કેબિનેટ સેક્રેટરીના પદ પર પહોંચતા સુધીમાં તેમનો પગાર 2 લાખ 50 હજાર રૂપિયા થઈ જાય છે.

કલેક્ટરનું શું કામ છે :

જિલ્લાના કલેક્ટરને રેવન્યુ કોર્ટની જવાબદારી સોંપવામાં આવે છે.
રાહત અને પુનર્વસનની કામગીરી પણ જુએ છે.
જિલ્લા બેંકર સંકલન સમિતિની અધ્યક્ષતા કરે છે.
જિલ્લા આયોજન કેન્દ્રની અધ્યક્ષતાની જવાબદારી પણ કલેક્ટર પાસે છે.
જમીન સંપાદન અને જમીન મહેસૂલની વસૂલાતમાં મધ્યસ્થીની ભૂમિકા કલેકટરની પરંપરાગત મુખ્ય જવાબદારી રહી છે.

કલેક્ટરને આટલી બધી સુવિધાઓ મળે છે :

કલેક્ટર બનેલા IAS અધિકારીને સરકાર દ્વારા બંગલો આપવામાં આવે છે.
સરકારી વાહન પણ આપવામાં આવે છે.
કાર, ડ્રાઈવર અને નોકર ઘરના કામ માટે આપવામાં આવે છે.
આ ઉપરાંત સરકારી બંગલામાં પટાવાળા, માળી, રસોઈયા અને અન્ય કામો માટે સહાયકોની સુવિધા આપવામાં આવે છે.

જિલ્લા કલેક્ટર કેવી રીતે બની શકાય?

જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ કલેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટર બનવા માટે UPSC પરીક્ષા પાસ કરવી પડે છે.

આ પણ વાંચો :-

 

JIO ના એક રિચાર્જમાં ચાલશે ચાર લોકોના ફોન, પાછું Amazon-Netflix તો ફ્રી

Phones of four people

  • જીયોના પોર્ટફોલિયોમાં તમને ઘણા રિચાર્જ પ્લાન્સ મળે છે. કંપનીના પોર્ટફોલિયોમાં અમુક ખૂબ જ ખાસ રિચાર્જ પ્લાન્સ છે. આ પ્લાન્સમાં યુઝર્સને ફક્ત એક રિચાર્જમાં ચાર સિમ યુઝ કરવા મળી શકે છે.

Jioના પોર્ટફોલિયોમાં (portfolio) તમને ઘણા પ્લાન્સના ઓપ્શન મળે છે. કંપની સસ્તા અને મોંઘા બન્ને પ્રકારના રિચાર્જ પ્લાન્સ ઓફર (Recharge plans offered) કરે છે. જો તમારી ફેમિલીમાં ચાર લોકો છે તો કંપનીની પાસે એક ખૂબ જ ખાસ પ્લાન છે. આ પ્લાન હેઠળ દરેક યુઝર્સ માટે તમે ફક્ત એક જ રિચાર્જ જ ખરીદી શકો છો.

એટલે કે જીયોની પાસે એક એવો ફેમિલી પ્લાન છે જેમાં ચાર લોકોના ફોન ચાલી શકે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કોલિંગ, ડેટા, SMSની સાથે OTT બેનિફિટ્સ પણ મળે છે. આવો જાણીએ જીયોના આ રિચાર્જ પ્લાન્સની ડિટેલ્સ.

JIOના ફેમિલી રિચાર્જ પ્લાન :

જો તમે ચાર લોકો માટે એક રિચાર્જ પ્લાન મેળવવા માંગો છો તો આને ટ્રાય કરી શકો છો. JIOના આ પ્લાન પોસ્ટપેડ પોર્ટફોલિયોનો ભાગ છે. તેના માટે યુઝર્સને 999 રૂપિયા બિલિંગ સાયકલિંગમાં ખર્ચ કરવાના રહેશે. આ રિચાર્જ પ્લાનની સાથે યુઝર્સને 200GB ડેટા મળે છે.

બીજા મહિને પણ યુઝ કરી શકાય છે ડેટા :

ડેટા લિમિટ પુરી થયા બાદ યુઝર્સને 10 રૂપિયા પ્રતિ GBના રેટથી ડેટા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને 500GB સુધી ડેટા રોલ ઓવરની પણ સુવિધા મળે છે. એટલે કે યુઝર્સ પોતાના બાકીના ડેટાને આવતા મહિને પણ યુઝ કરી શકે છે.

ચાર સીમ ચાલી શકશે :

આ પ્લાનમાં મેઈન યુઝર ઉપરાંત ત્રણ અન્ય કનેક્શન પણ યુઝ કરવામાં આવી શકે છે. કન્ઝ્યુમર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 SMS ડેટા મળે છે. પ્લાનને ખરીદનાર જીયો યુઝર્સ કંપનીની 5G સર્વિસ માટે એલિજીબલ હશે.

એક્સ્ટ્રા બેનિફિટ્સ :

JIOના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને Netflixનું સબ્સક્રિપ્શન મળે છે. આ ઉપરાંત યુઝર્સ એમેઝોન પ્લાઈમનું પણ સબ્સક્રિપ્શન મેળવી શકે છે. પ્લાનમાં યુઝર્સને એક વર્ષ માટે પ્રાઈમ વીડિયોનું પણ એક્સેસ મળે છે.

આ પણ વાંચો :-

BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો

Before this plan of BSNL

  • આ રિચાર્જ પ્લાનમાં તમે એક કે બે નહીં પરંતુ પુરા 3 મહિના માટે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો છો અને તેથી જ ગ્રાહકોને આ પ્લાન ઘણો પસંદ આવે છે.

સૌથી સસ્તો રિચાર્જ પ્લાન : Jio to Vi અને Airtel જેવી કંપનીઓ પણ રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે, પરંતુ જ્યારે ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને રિચાર્જ પ્લાનની વાત આવે છે. ત્યારે માત્ર થોડી કંપનીઓ જ આ કેટેગરીમાં ટકી શકે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે લાંબી વેલિડિટી પ્લાનની કિંમત ક્યારેક થોડી વધારે હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે BSNLનો એક એવો દમદાર રિચાર્જ પ્લાન લાવ્યા છીએ. જે ન માત્ર ખિસ્સાને અસર છે. પરંતુ તેની વેલિડિટી વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

જાણી લો કયો છે રિચાર્જ પ્લાન  :

BSNL રિચાર્જ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં તમને 1GB ડેટા આપવામાં આવે છે. જેના કારણે તમે તમારી ઈન્ટરનેટ જરૂરિયાતો પૂરી કરી શકો છો. એટલું જ નહીં આ પ્લાનમાં તમને 24 દિવસ માટે અમર્યાદિત વોઇસ કોલિંગની ઓફર પણ આપવામાં આવે છે. આ બધું તમે માત્ર રૂ.107 ખર્ચીને મેળવો છો. અમને લાગે છે કે આ પ્લાન સસ્તો છે પરંતુ તમારા માટે શ્રેષ્ઠ પ્લાન પણ સાબિત થઈ શકે છે. જો તમને લાગે છે કે આ પ્લાનની ઓફર્સ હવે પૂરી થઈ ગઈ છે. તો એવું નથી કારણ કે આ પ્લાનમાં કેટલીક અન્ય ઓફર્સ છે. જેના વિશે અમે તમને હવે જણાવીશું.

આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ઉપલબ્ધ લાંબી વેલિડિટી છે. આ વેલિડિટી આખા 84 દિવસ એટલે કે લગભગ 3 મહિના માટે છે. આ માન્યતાનો લાભ લઈને તમે તમારા ફોનને રિચાર્જ કર્યા વિના સરળતાથી 3 મહિના સુધી સક્રિય રાખી શકો છો. આ પ્લાનની આ તમામ વિશેષતાઓને કારણે તે સૌથી દમદાર છે.

આ પણ વાંચો :-

11 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : લક્ષ્મીજીની કૃપાથી આ રાશિઓનું બદલાશે ભાગ્ય અને તંગીમાંથી મળશે રાહત

11 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ :
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઈ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ, સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાય.

વૃષભ :
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુન :
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારું રહેશે.

કર્ક :
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહ :
પૂર્વજન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વામાની, અધિકારીની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીનતત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્સચેન્જ તથા કેમિસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યા :
વિદેશથી સારા સમાચાર મળે. એક્સપોર્ટ, ઈમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલા :
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણીશીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિક :
દામ્પત્યસુખમાં ઉણપ આવે. પત્ની સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિથી થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જૂના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધન :
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકર :
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભ :
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારું રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીન :
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટર જાતે જ કંટ્રોલ થશે, હવે ટેન્શન લેવાની જરૂર નહીં..!!!

Self balancing scooter will control itself

  • વર્ષ 2019માં મુંબઇ સ્થિત લાઈગર મોબિલિટીએ સેલ્ફ બેલેન્સિંગ અને સેલ્ફ પાર્કિંગ ટેકનોલોજીથી સજ્જ સ્કૂટર રજૂ કર્યું હતું. હવે કંપનીએ પુષ્ટિ કરી છે કે આ પ્રોડક્શન રેડી ઈલેક્ટ્રિક સ્કૂટર 2023માં ઓટો એક્સ્પોમાં ગ્લોબલ ડેબ્યૂ કરશે.

વર્ષ 2019માં મુંબઈ (Mumbai) સ્થિત લાઈગર મોબિલિટીએ સેલ્ફ બેલેન્સિંગ અને સેલ્ફ પાર્કિંગ ટેકનોલોજીથી સજ્જ સ્કૂટર રજૂ કર્યું હતું. હવે કંપનીએ પુષ્ટિ કરી છે કે આ પ્રોડક્શન રેડી ઈલેક્ટ્રિક સ્કૂટર (production ready electric scooter) 2023માં ઓટો એક્સ્પોમાં ગ્લોબલ ડેબ્યૂ કરશે.

સેલ્ફ બેલેન્સિંગ ટેકનોલોજીથી સજ્જ સ્કૂટર.
સ્કૂટર ચાલકને મળી રહેશે સુરક્ષા.
લાઇગર મોબિલિટી કંપનીની આગવી પહેલ.

લાઈગર મોબિલિટી કંપનીએ બેલેન્સિંગ ટેકનોલોજીને ઈન હાઉસ ડેવલપ કરી છે. આ ટેકનોલોજી સ્કૂટરનું ઓટોમેટિક બેલેન્સ કરશે. જેના કારણે ચાલકને સુરક્ષા મળી રહેશે. કંપનનીનો દાવો છે કે ઓટો બેલેન્સિંગ ટેકનોલોજીથી રાઇડિંગનો અદ્દભૂત આનંદ મળશે.

રેટ્રો સ્ટાઈલમાં જોવા મળતું આ સ્કૂટર આધુનિક ફિચર્સથી સજ્જ છે. સ્કૂટરનું ફ્રન્ટ એપ્રન પર ડેલ્ટા શેપ એલઈડી હેડલેમ્પ છે. જેના ફ્રન્ટમાં ટોપ ફેયરિંગ અને હોરિઝન્ટલ એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ આપવામાં આવી છે.

સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટરના ફીચર્સની વાત કરીએ તો આ ઈલેક્ટ્રિક સ્કૂટર ઓલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ, એલઈડી ટેલ-લાઈટ, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેંશનસ અને એલોય વ્હિલ્સ જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ થશે. બ્રેક માટે સ્કૂટરના ફ્રંટમાં ડિસ્ક બ્રેક અને બેક સાઈડમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

આ વર્ષે આ IPO કરાવશે તગડી કમાણી ! ચૂકશો તો ફરી નહીં મળે મોકો

0

This year this IPO will make heavy earnings

  • જ્યારે શેરબજારમાં કોઈ કંપનીનો IPO આવે છે ત્યારે તે પોતાની સાથે પૈસા કમાવવાની તક પણ લઈને આવે છે. વર્ષ 2023 ની શરૂઆત સાથે રોકાણકારોની નજર આ વર્ષે કમાણીની આગામી તકો પર રહેશે.

છેલ્લા કેટલાક મહિનાઓથી IPOમાં રોકાણ કરવું રોકાણકારો માટે ફાયદાકારક સોદો નથી રહ્યો. ઉદાહરણ તરીકે LIC અને Paytmનો IPO ખરીદનારા રોકાણકારોને (Investors) ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. જો તમે આ વર્ષે પ્રારંભિક પબ્લિક ઓફર એટલે કે IPOમાં નાણાંનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો. તો આ વર્ષ 2023 તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે.

તમને IPO માર્કેટમાં પૈસા કમાવવાની મોટી તકો મળવાની છે. અને તેમના આગમનથી બજારમાં ધૂમ મચાવવાની ખાતરી છે. તેમાં Tata Technologies & Tata Play, Oyo Rooms, Ola, Swiggy, Byju’s, Boat, Mobikwik, Mamaearth, Ixigo, Go first જેવી ફ્લિપકાર્ટ કંપનીઓનો સમાવેશ થાય છે.

તગડી કમાણીની તક :

જ્યારે શેરબજારમાં કોઈ કંપનીનો IPO આવે છે ત્યારે તે પોતાની સાથે પૈસા કમાવવાની તક પણ લઈને આવે છે. વર્ષ 2023 ની શરૂઆત સાથે રોકાણકારોની નજર આ વર્ષે કમાણીની આગામી તકો પર રહેશે. સારા આઈપીઓ રોકાણકારો માટે એક મહાન સોદો સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી IPOમાં રોકાણ કરવું રોકાણકારો માટે ફાયદાકારક સોદો નથી રહ્યો.

ઉદાહરણ તરીકે LIC અને Paytmનો IPO ખરીદનારા રોકાણકારોને ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. કેટલીક કંપનીઓ એવી પણ હતી જેમના IPOથી તેમના રોકાણકારોના ખિસ્સા ભરાયા હતા. આવો જાણીએ તે 11 કંપનીઓના IPO વિશે જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફ્લિપકાર્ટ  :

સૌથી મોટા IPOમાંથી એક, ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટનું નામ સામે આવી રહ્યું છે. ભારતીય ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટે આંતરિક રીતે તેના એપ્રિલ 2022 IPO વેલ્યુએશનનું લક્ષ્ય $50 બિલિયન નક્કી કર્યું હતું. આ કંપની આ વર્ષે પોતાનો IPO લાવી શકે છે.

Swiggy  :

ફૂડ ડિલિવરી એપ Swiggy પણ Zomatoની જેમ આ વર્ષે તેનો IPO લાવી શકે છે. કંપનીનો બિઝનેસ દેશના 500થી વધુ શહેરોમાં છે. સ્વિગી સાથે 1.50 લાખ રેસ્ટોરાં સંકળાયેલા છે. કંપની દેશમાં સારો બિઝનેસ કરી રહી છે.

Ola  :

અન્ય IPO કે જે 2022 ના પ્રથમ છ મહિનામાં લોન્ચ થવાની ધારણા હતી પરંતુ થઈ શક્યું નથી તે છે રાઈડ-હેલિંગ એગ્રીગેટર Ola Cabs. ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે આ પહેલા પણ ઘણી વખત આઈપીઓ લાવવાની વાત કરી છે. ઓલાનો આઈપીઓ આ વર્ષે માર્કેટમાં આવી શકે છે.

આ પણ વાંચો :-

SBI-PNB વેચાવાને આરે? આશ્ચર્યચકિત ગ્રાહકો, સરકારના આ ટ્વિટથી વાસ્તવિકતા બહાર આવી

0

SBI-PNB on the verge of sale

  • ઓગસ્ટ 2019 માં સરકારે ઘણી બેંકોનું મર્જર કર્યું. આ પછી દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટીને 12 થઈ ગઈ.

સરકાર દ્વારા IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન કેટલાક મીડિયા ગૃહોએ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો SBI અને PNB અને બેંક ઓફ બરોડાના ખાનગીકરણનો (Privatization) દાવો કરવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાતાની સાથે જ આ બેંકોના કરોડો ગ્રાહકો ચોંકી ગયા હતા. પરંતુ હવે સરકારના સત્તાવાર ફેક્ટ ચેકર ‘PIB ફેક્ટ ચેક‘એ આ સમાચારનો પર્દાફાશ કર્યો છે.

વાયરલ પોસ્ટમાં શું હતી માહિતી ?

PIB દ્વારા કહેવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘણા મીડિયા અહેવાલો અને અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નીતિ આયોગે ત્રણ બેંકો SBI અને PNB અને બેંક ઓફ બરોડાના ખાનગીકરણને મંજૂરી આપી છે. યાદી શેર કરવામાં આવી છે. આ સમાચાર બેંક ગ્રાહકોમાં ઝડપથી ફેલાઈ ગયા. હવે PIB ફેક્ટ ચેક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. નીતિ આયોગ દ્વારા આવી કોઈ યાદી જારી કરવામાં આવી નથી.

ઓગસ્ટ 2019માં સરકારે બેંકોનું મર્જર કર્યું હતું :

હકીકતમાં આ સમાચારને લોકોએ સાચા તરીકે પણ સ્વીકાર્યા કારણ કે ઓગસ્ટ 2019માં સરકારે ઘણી બેંકોને મર્જ કરી દીધી હતી. આ પછી દેશમાં જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટીને 12 થઈ ગઈ. જો કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની યોજના બનાવવામાં આવી રહી છે.

કેન્દ્રના સત્તાવાર ફેક્ટ ચેકર ‘PIB ફેક્ટ ચેક‘એ લોકોને આવા ભ્રામક સંદેશાઓ ફોરવર્ડ કરવા સામે ચેતવણી આપી છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા જારી કરવામાં આવેલા ટ્વીટમાં સરકારે જણાવ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આવા ભ્રામક મેસેજ ફોરવર્ડ ન કરો.

આ પણ વાંચો :-

પહેલીવાર ડાકોરમાં LED ધજાના દર્શન : ભરવાડ પરિવારે બે જ દિવસમાં કરાવી તૈયાર, જુઓ તસ્વીરો

0

LED Dhajan Darshan for the first time in Dakor

  • ડાકોરના ઠાકોરના દરવાજા જ્યારે બંધ હોય છે ત્યારે ભક્તો મંદિરની ધજાના દર્શન કરીને દર્શન કરવાનો લાભ લેતા હોય છે. ત્યારે હવે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં આધુનિક રોશનીથી ઝળહળતી ધજા જોવા મળી રહી છે. જે જોઈને ભક્તોમાં આનંદ છવાઈ ગયો છે.

તાજેતરમાં દ્વારકા (Dwarka) મંદિરમાં એક ભક્ત દ્વારા એક ડિજિટલ ધજા (Digital Dhaja) આરોહણ કરવામાં આવી હતી. આ જોઈને ડાકોરના લાલજીભાઈ અને તેમના પિતા નાગજીભાઈ ભરવાડે ડાકોરના ઠાકોર રણછોડજીને પણ એક આધુનિક રોશનીથી ઝળહળતી ધજા આપવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે ડાકોરમાં (Dakor) ધજા બનાવવાનું કામ કરતા મિત્રને તાત્કાલિક ધજા બનાવવા કહ્યું હતું. જેથી માત્રે 2 દિવસમાં આ ધજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ભક્તો અને યાત્રીઓમાં પણ ખુશી છવાઈ :

જેમાં ઝળહળતી લાઈટ સીરીઝ અને રણછોડજીની છબી બનાવી ગતરોજ પરંપરાગત રીતિ મુજબ આ ભરવાડ પરિવાર દ્વારા તેનું પૂજન કરવામાં આવ્યુ હતું. જે બાદ આ ધજાને ડાકોર મંદિરને અર્પણ કરવામાં આવી હતી. જોકે, સંધ્યા સમય થયો હોવાથી આ સમયે ધજા આરોહણ કરી શકાયું નહોતું. ત્યારે આજે આ ધજા આરોહણ કરવામાં આવી છે. ત્યારે આ વિશેષ ધજાને લઇ ભક્તો અને યાત્રીઓમાં પણ ખુશી છવાઈ ગઈ હતી.

રણછોડરાયજી મંદિરમાં ધજા ચઢાવવાનું વિશેષ મહત્વ : 

ડાકોર મંદિરના પુજારી દુશ્યતભાઈ સેવકે કહ્યું કે જે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોય તેઓ ધજા લઈને મંદિરે આવે છે. કોઈ બાવન ગજની ધજા લઈને આવે છે. તો કોઈ ભક્ત સાદી ધજા લાવે છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકા મંદિર પર LED ધજા ચઢાવવામાં આવી હતી. તે જોઈને ડાકોરના રહેવાસી લાલાભાઈને પણ ડાકોર મંદિર પર આવી ધજા ચઢાવવાની ઈચ્છા થઈ તેથી તેમણે LED ધજાની વ્યવસ્થા કરી.

આ પણ વાંચો :-