Home Blog Page 1191

Budget 2023 : શું-શું થશે સસ્તું-મોંઘુ ? 35 વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી

0

What will happen cheap-expensive?

  • એક ફેબ્રુઆરી 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સવારે બજેટ રજૂ કરશે. એવી શક્યતા છે કે અલગ અલગ સેક્ટર્સમાં કેટલીક આઈટમ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે. જે અનિવાર્ય જરૂરિયાતોના સામાનની શ્રેણીમાં આવતા નથી.

આત્મનિર્ભર ભારતની (Self-Reliant India) મુહિમને મજબૂત અને તેજ કરવા માટે આ વખતના બજેટમાં આયાત કરવામાં આવતી અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી (Customs Duty) વધારવાની જાહેરાત થઈ શકે છે. આ પગલાંથી સરકારની મેક ઈન ઈન્ડિયા મુહિમને મદદ મળશે અને ઘરેલુ મેન્યુફેક્ચરીંગને (Domestic manufacturing) પ્રોત્સાહન મળશે.

આયાત ઓછી કરીને ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર 35 જેટલી વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની તૈયારી કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક આઈટમ, પ્લાસ્ટિકના સામાન, જ્વેલરી, હાઈ ગ્લોસ પેપર, અને વિટામિન જેવી વસ્તુઓ સામેલ છે.

મંત્રાલયોની ભલામણ બાદ બની યાદી ?

સરકારની જે વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની યોજના છે તેમની યાદી અલગ અલગ મંત્રાલયો પાસેથી મળી છે. આ યાદીની સમીક્ષા બાદ માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં સરકારે 35 એવી વસ્તુઓ છે જેના પર કસ્ટમ ડ્યૂટી વધારવાનું મન બનાવી લીધુ છે. જેવું એક કારણ એ છે કે આ સામાનના ભારતમાં નિર્માણને પ્રોત્સાહન આપવા માટે તેની આયાતને મોંઘી કરવામાં આવી રહી છે. ડિસેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે અનેક મંત્રાલયોને એવા આયાત થતા બિન જરૂરી સામાનનું લિસ્ટ બનાવવાનું કહ્યું હતું જેના પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે.

આયાત મોંઘી કરવાથી ઓછી થશે ખાધ ?

સરકાર ચાલુ વર્ષની ખાધને લઈને પણ આયાતને ઓછી કરવાની કોશિશોમાં લાગી છે. વાત જાણે એમ છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ચાલુ વર્ષની  ખાધ 9 મહિનાના ઉચ્ચ સ્તરે 4.4 ટકા પર પહોંચી ગઈ. ડેલોયટે હાલમાં જ એક રિપોર્ટ બહાર પાડ્યો તેમાં કહ્યું હતું કે ચાલુ ખાતાની ખાધમાં વધારાની આશંકા યથાવત છે.

વધતા ઈમ્પોર્ટ બિલના જોખમ ઉપરાંત એક્સપોર્ટ ઉપર પણ 2023-24માં મોઘવારીનો ભાર પડવાની આશંકા છે. લોકલ ડિમાન્ડે જે પ્રકારે એક્સપોર્ટ ગ્રોથને પછાડ્યો છે તેનાથી અનુમાન છે કે મર્ચેન્ડાઈઝ ટ્રેન્ડ ડેફિસિટ 25 અબજ ડોલર પ્રતિ મહિનો રહી શકે છે. આ આંકડો ચાલુ ખાતાની ખાધને GDP ના 3.2 થી 3.4 ટકા બરોબર રાખવામાં સફળ થઈ શકે છે.

આયાત ઘટાડવાની નવી યોજના !

અલગ અલગ સેક્ટર્સમાં એવી આઈટમ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે જે અનિવાર્ય જરૂરી સામાનોની શ્રેણીમાં આવતી નથી. આ ઉપરાંત સરકારે લો ક્વોલિટી પ્રોડક્ટ્સના ઈમ્પોર્ટને ઘટાડવા માટે અનેક સેક્ટર્સમાં માપદંડો નક્કી કર્યા છે.

જેમાં સ્પોર્ટ ગુડ્સથી લઈને વુડન ફર્નીચર અને પોટેબલ પાણીની બોટલો સામેલ છે. આ ઘરેલુ અને ઈન્ટરનેશનલ બંને પ્રકારના મેન્યુફેક્ચર્સ માટે સમાન છે. આ સ્ટાન્ડર્ડના કારણે ચીનથી આવતા અનેક સસ્તા સામાનની આયાત ઘટી શકે છે. જે થોડા સમય માટે મોંઘો બની શકે છે.

મેક ઈન ઈન્ડિયા માટે વધશે આયાત ડ્યૂટી !

2014માં લોન્ચ કરાયેલા મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને વધુ મજબૂત કરવા માટે સરકાર આયાત ડ્યૂટી વધારવાનો નિર્ણય લઈ શકે છે. ગત બજેટમાં પણ નાણામંત્રીએ નકલી જ્વેલરી, છત્રીઓ અને ઈયરફોન જેવા અનેક સામાન પર આયાત ડ્યૂટી વધારીને તેમના ઘરેલુ મેન્યુફેક્ચરીંગને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આવામાં આ વર્ષે પણ અનેક અન્ય સામાન પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધવું નક્કી છે અને પછી તેનો મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સને ફાયદો મળી શકે છે.

રત્ન અને આભૂષણ સસ્તા થઈ શકે :

મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રત્ન અને આભૂષણ સેક્ટર માટે ગોલ્ડ અને કેટલાક બીજા સામાન પર આયાત ડ્યૂટી ઘટાડવાનું સૂચન આપ્યું છે. જેનાથી દેશના જ્વેલરી અને બીજા ફિનિશ પ્રોડક્ટની એક્સપોર્ટને વધારવામાં પ્રોત્સાહન મળશે. ગત વર્ષ બજેટમાં સરકારે સોના પર આયાત ડ્યૂટીને 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. સરકારે એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સેક્ટરમાં કસ્ટમ ડ્યૂટીને ખતમ કરી હતી.

આ વખતે બજેટમાં દેશની ઘરેલુ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને સરકાર અનેક મોરચા પર રાહત આપી શકે છે. જેમાં કાચા માલની આયાતથી લઈને તૈયાર માલના એક્સપોર્ટ સુધીમાં જ્વેલરી ઈન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે છે. જો વાત કરીએ ઈન્ડસ્ટ્રીની ડિમાન્ડ્સની તો જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ્સની ડિમાન્ડ છે કે બજેટમાં લેબ ડાયમન્ડ્સના કાચા માલ પર આયાત ડ્યૂટીને લગભગ ખતમ કરવામાં આવે.

આ સાથે જ જ્વેલરી રિપેર પોલીસીની જાહેરાતની પણ માંગણી કરાઈ છે. આ ઉપરાંત સરકારે સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં હીરાના વેચાણ પર અંદાજિત ટેક્સ લગાવવાનું સૂચન આપ્યું છે અને SEZ માટે લાવવામાં આવી રહેલી નવા દેશ વિધેયકને લાગૂ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીએ બજેટમાં ડાયમન્ડ પેકેજની જાહેરાતની પણ ભલામણ કરી છે.

આ પણ વાંચો :-

Budget 2023 : બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે ? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા ?

0

Budget 2023

  • ભારત સરકારની બજેટ રજૂ થયું હોય તે પહેલાં એક મહત્ત્વની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. બજેટ રજૂ કરતા પહેલાં દરવખતે હલવો બનાવવામાં આવે છે. નાણાંમંત્રી પોતે બજેટની કામગીરી સાથે સંકળાયેલાં સ્ટાફને હલવો ખવડાવે છે.

બજેટનું પ્રિન્ટિંગ દર વર્ષે નોર્થ બ્લોકમાં હલવા સિરેમની (Halwa Ceremony) સાથે શરૂ થાય છે. નાણાં મંત્રી પોતે આ કાર્યક્રમની આગેવાની કરે છે. બજેટ (Budget 2023 ) આવે ત્યારે દરવખતે હલવો બનાવવામાં આવે છે. તેથી તે પ્રથાનું નામ હલવા સેરેમની પડી ગયું છે. શું છે બજેટ અને હલવા વચ્ચેનું કનેશક્શન જાણો.

શું છે હલવા સિરેમની?

બજેટનું પ્રિન્ટિંગ દર વર્ષે નોર્થ બ્લોકમાં હલવા સિરેમની સાથે શરૂ થાય છે. નાણાં મંત્રી પોતે  આ કાર્યક્રમની આગેવાની કરે છે. તે ઉપરાંત નાણા મંત્રાલયના અન્ય અધિકારી પણ આ રિવાજમાં જોડાય છે. હલવા સિરેમની પછી બજેટના પ્રિન્ટિંગ સાથે જોડાયેલ મંત્રાલયના લગભગ 100 કર્મચારી નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં બનેલ પ્રિન્ટિંગ પ્રેસમાં આગામી દિવસોમાં થોડા દિવસ રહે છે.

ગયા વર્ષે પણ હલવા સિરેમની થઈ હતી. પરંતુ તેમાં જોડાયેલા અધિકારીઓની સંખ્યા ઓછી હતી. બજેટને ખાનગી રાખવા માટે દર વર્ષે બજેટ બનાવવામાં જોડાયેલા અધિકારીઓને લોક-ઈન કરી દેવામાં આવે છે. આ અધિકારી નોર્થ બ્લોકની અંદર બજેટ પ્રેસમાં કેન્દ્રીય બજેટની પ્રસ્તુતિ સુધી બંધ રહે છે. કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ કર્યા પછી જ આ કર્મચારી અને અધિકારી પોતાના પ્રિયજનોના સંપર્કમાં આવે છે.

મોબાઈલ એપ અપાયું હતું પેપરલેસ બજેટ :

એક ઐતિહાસિક પગલાં તરીકે 2021-22નું કેન્દ્રીય બજેટ પેપરલેસ રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. સાંસદો અને સામાન્ય જનતા દ્વારા બજેટ દસ્તાવેજોની માથાકૂટમાંથી મુક્ત થવા માટે કેન્દ્રીય બજેટ મોબાઈલ  એપ લોન્ચ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરી 2022ના રોજ સંસદમાં બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂરી થયા પછી કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ રજૂ કરાયું હતું.

મોબાઈલ એપ દ્વારા બજેટ ભાષણ, વાર્ષિક નાણાંકીય વિવરણ, અનુદાનની માગણી, નાણાં બિલ સહિત 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજ એક્સેસ કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ હતી. મોબાઈલ એપ અંગ્રેજી અને હિંદીમાં ઉપલબ્ધ કરાયું હતું.

2022માં કેમ તૂટી હતી હલવા સેરેમનીની વર્ષો જૂની પરંપરા?

બજેટ છાપતાં પહેલાં શરૂ થનારી હલવા સિરેમનીનું આયોજન થતું હોય છે. પણ કોવિડ-19 મહામારીની સ્થિતિને કારણે વર્ષ 2022માં હલવા સેરેમની પણ મોકૂફ રખાઈ હતી. હલવા સિરેમનીની જગ્યાએ કોર સ્ટાફને તેમના કાર્યસ્થળો પર લોક-ઈનના કારણે મિઠાઈ વહેંચવામાં આવી હતી.

તેની પાછળનું કારણ હાલની મહામારીની સ્થિતિ અને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની જરૂરિયાત છે. તે સમયે નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કર્યું હતું. કોરોનાના કારણે 2021 અને 2022 બન્ને વર્ષોમાં બજેટ પેપરલેસ રહ્યું હતું.

આ પણ વાંચો :-

પતિ અને બોયફ્રેન્ડની સાથે રહે છે આ મહિલા, અનોખી રિલેશનશિપથી લોકોએ કહ્યું કે..

This woman lives with her husband and boyfriend

  • સ્ત્રી તેના બોયફ્રેન્ડ અને પતિ સાથે રહે છે. આ ત્રણેયના અનોખા સંબંધોએ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. આ કારણે મહિલાઓને રોજ ટ્રોલ થવું પડે છે.

એક મહિલા તેના અનોખા સંબંધના કારણે ચર્ચામાં રહે છે. આ મહિલા તેના બોયફ્રેન્ડ (Boyfriend) અને પતિ એમ બન્ને સાથે રહે છે. આ ટ્રિપલ રિલેશનશિપને (Relationship) કારણે મહિલાને ટ્રોલ પણ થવું પડયું છે. મહિલાએ તેના ખુલ્લા સંબંધો વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી.

સારાહ નામની આ મહિલા સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. સારાએ ટિકટોક અને ઈન્સ્ટા વીડિયોમાં આ ઓપન રિલેશનશિપને લઈને ઘણા વીડિયો શેર કર્યા છે. બીજી તરફ સારાએ તેને ટ્રોલ કરતા જોવા મળતા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

સારાએ ગયા અઠવાડિયે જ ટ્રિપલ રિલેશનશિપ વિશેનો એક ટિકટોક વીડિયો અપલોડ કર્યો હતો. જ્યાં તેને આ સંબંધને લઈને ઘણા લોકોની ટીકા સાંભળવી પડી હતી. સારાહના આ વીડિયોને 1,71,400 વ્યૂઝ મળ્યા છે.

તે જ સમયે, અન્ય ટિકટોક વીડિયોમાં તે તેના પતિ રેયાન અને બોયફ્રેન્ડ રોની સાથે જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે કહી રહી છે કે લોકો મને કહે છે કે કાં તો હું મારા પતિને છોડી દઉં અથવા મારા બોયફ્રેન્ડને. લોકો ઈચ્છે છે કે હું મારા બહુમુખી સંબંધોનો અંત આણું.

અન્ય એક વીડિયોમાં સારાહે એ પણ જણાવ્યું કે ત્રણેય લોકો કેવી રીતે સૂઈ છે? સારાહને મોટાભાગે તેના વીડિયો પર નકારાત્મક ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. જોકે, ઘણા ઈન્ટરનેટ યુઝર્સ પણ આવા હોય છે. જેઓ ટ્રિપલ રિલેશનશિપમાં રહેતા આ લોકોને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું કે- તું નસીબદાર છોકરી છે. અન્ય યુઝરે લખ્યું- તમે શાનદાર જીવન જીવી રહ્યા છો.

નકારાત્મક ટિપ્પણી કરનાર વ્યક્તિએ લખ્યું કે- કેટલી પાપી દુનિયામાં રહેવું પડે છે. અન્ય એક યુઝરે લખ્યું કે- કેટલાક યુવકો બંને (પતિ અને બોયફ્રેન્ડ) માટે દુઃખી મહેસુસ કરી રહ્યા છે. ત્રીજા યુઝરે લખ્યું કે- જો હું સારાહના બોયફ્રેન્ડ અને પતિની જગ્યાએ હોત તો હું એકલો હોત.

woman lives with husband and boyfriend u (1)

તાજેતરમાં સારાએ ટિકટોક પર વધુ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોનું કેપ્શન હતું કે- હું લકી ગર્લ છું. આ વીડિયોમાં તેણે તેના બોયફ્રેન્ડ અને પતિ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, બંને લોકોને એકબીજા વિશે શું ગમે છે? આ વીડિયોમાં સારાહના પતિ રિયાને કહ્યું કે તેને રોનીની રસોઈ કરવાની સ્ટાઈલ પસંદ છે. તે જ સમયે, રોનીએ રેયાનના વખાણ કરતા કહ્યું કે – જે રીતે તે સારાહને પ્રેમ અને સન્માન કરે છે. આ બાબત જોવા જેવી છે.

બહુવિવાહી (Polyamory) અથવા ટ્રિપલ રિલેશનશિપ (ત્રણ લોકોનું એકસાથે રહેવું) એ હવે અસામાન્ય બાબત નથી. 2021 માં મનોવિજ્ઞાનમાં ફ્રન્ટિયર્સે એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં સામેલ 6 માંથી 1 લોકોએ દાવો કર્યો હતો કે, તેઓ બહુમુખી સંબંધ અજમાવવા માગે છે.

આ પણ વાંચો :-

Weight Gain : લગ્ન બાદ કેમ અચાનક વધી જાય છે યુવતીઓનું વજન ? આ 6 કારણ ખાસ જાણો

Weight Gain

  • લગ્ન કોઈના પણ જીવનનો એક મહત્વનો પડાવ હોય છે. ખાસ કરીને યુવતીઓ નવા સંબંધમાં સામેલ થતા પહેલા અનેક તૈયારીઓ પણ કરે છે. જેમાં વજન ઓછું કરવું પણ સામેલ છે.

લગ્ન (Marriage) કોઈના પણ જીવનનો એક મહત્વનો પડાવ હોય છે. ખાસ કરીને યુવતીઓ નવા સંબંધમાં સામેલ થતા પહેલા અનેક તૈયારીઓ પણ કરે છે જેમાં વજન (Weight) ઓછું કરવું પણ સામેલ છે. અનેક મહિલાઓ ઈચ્છે છે કે તેઓ પોતાના મેરેજ ડે પર સ્લિમ દેખાય.

પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે લગ્ન બાદ યુવતીઓનું વજન અચાનક વધવા લાગે છે. અનેક યુવતીઓમાં તો આ મોટાપો લગ્ન પછી પહેલા મહિનામાં જ જોવા મળતો હોય છે. શું ક્યારેય વિચાર્યું છે કે આની પાછળ શું કારણ હોઈ શકે?

લગ્ન બાદ કેમ વધે છે મહિલાઓનું વજન?

1. એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે છોકરીઓ લગ્ન પહેલા તો ડાયેટ અને કસરત અંગે ખુબ જ સભાન હોય છે જેથી કરીને તેમને પરફેક્ટ પાર્ટનર મળી શકે પરંતુ લગ્ન બાદ તરત તેઓ કા તો પોતાનું ડાયેટ રૂટિન ફોલો નથી કરી શકતીઅથવા તો તેને લઈને બેદરકાર કે રિલેક્સ થઈ જાય છે. જો તમે એકાએક હેલ્ધી પ્રેક્ટીસ છોડી દો તો તેની અસર શરીર પર જોવા મળતી હોય છે.

2. લગ્ન બાદ મોટાભાગે મહિલાઓ ઘરના કામમાં વધુ વ્યસ્ત થઈ જાય છે. અથવા તો સંબંધીઓને એટેન્ડ કરવા કે ટાઈમ આપવાના કારણે તેઓ કસરત કે ફિઝિકલ એક્ટિવિટિઝ પર ધ્યાન આપી શકતી નથી જેના કારણે પેટ અને કમર પાસે ચરબી જમા થવા લાગે છે.

3. વેડિંગ ડેથી માંડીને અનેક દિવસો સુધી પાર્ટીઓ કે રિતી રિવાજોનો દોર ચાલે છે. આ દરમિયાન મહેમાનોની અવરજવર રહે છે. આવા પ્રસંગે દુલ્હનને ઓઈલી અને અનહેલ્ધી ડાયેટ ખાવો પડે છે. અનેકવાર ઓવરઈટિંગના કારણે વજન કંટ્રોલ થઈ શકતું નથી.

4. લગ્ન બાદ તરત પરિવારનો ખ્યાલ રાખવાના કારણે મહિલાઓ ઘણી વ્યસ્ત થઈ જાય છે. જેના કારણે તેઓ રોજ સાતથી આઠ કલાકની ઊંઘ લઈ શકતી નથી. ઓછું સૂવાના કારણે પણ વજન ઝડપથી વધી શકે છે.

5. લગ્ન બાદ મહિલાઓ તેમના પતિ સાથે અનેકવાર ફિઝિકલ રિલેશન બનાવે છે. જેના કારણે તેમની અંદર હોર્મોનલ ચેન્જિસ આવે છે. આ ફેરફાર પણ વજન વધવા માટે જવાબદાર બની શકે છે.

6. લગ્ન બાદ જો યુવતીઓની ઓફિસ લાઈફ ચાલુ રહે તો ડબલ જવાબદારીઓના કારણે તણાવ પણ વધે છે. અનેક રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે કે ટેન્શનના કારણે વજનમાં વધારો થઈ શકે છે.

આ પણ વાંચો :-

હવામાન વિભાગે કરી મોટી આગાહી ! ફરી કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર 

0

The weather department made a big prediction

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડયો હતો. આ વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે. તો હવે રાજ્યના હવામાન વિભાગે (Meteorological department) મહત્વની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નથી. રાજ્યમાં આ દરમિયાન વાતાવરણ સૂકું (Climate Dry) રહેશે. રાજ્યમાં અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પડયો હતો. જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

હવામાન વિભાગની આગાહી :

રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો ઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આવતીકાલથી બે દિવસ પવન ફુંકાવાને કારણે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે કહ્યું કે, હાલમાં વરસાદ પડશે નહીં. રાજ્યમાં ઉત્તરીય પવનની લહેરને કારણે આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાશે.

ખેડૂતો માટે રાહતના સમાચાર :

રાજ્યમાં માવઠાને કારણે વરસાદ આવ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતોએ હવે માવઠાનો સામનો કરવો પડશે નહીં. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની શક્યતા નથી. જેના કારણે ખેડૂતોને રાહત મળી શકે છે.

રાજ્યમાં ફરી ઠંડી જોવા મળશે :

રાજ્યમાં પડેલા માવઠાને કારણે ઠંડી પર અસર જોવા મળી હતી. કેટલીક જગ્યાએ ઠંડી ઓછી થઈ ગઈ હતી. તો ધૂમ્મસને કારણે વહેલી સવારે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો. પરંતુ હવે વરસાદની શક્યતા નથી. એટલે કે રાજ્યમાં ફરી તાપમાન ઘટશે અને લોકોને ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે એટલે કે લોકોએ ફરી ઠંડીનો સામનો કરવો પડશે.

તાપમાનમાં થશે ઘટાડો :

રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 48 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. એટલે કે ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યારબાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો થવાને કારણે લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. એટલે કે રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે.

આ પણ વાંચો :-

31 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : ગણેશજીની અસીમ કૃપાથી આ 7 રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

31 January 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃધ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી. નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી. સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડીચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિધ્ધાંતવાદી વલણ રહે. ભાઇ બહેન પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ
દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું, અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળુ રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠી વાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ
નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

સંજય દત્ત, અને સૈફ સાથે કામ કરનાર હીરોઈન આજે છે Google માં હેડ ! જાણો કોણ છે આ હિરોઈન

The heroine who worked with Sanjay Dutt and Saif

  • મયુરી કાંગોએ 2003માં NRI આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન કર્યા અને તે અમેરિકા જતી રહી. તેણે ન્યૂયોર્કની ઝિક્લિન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું.
  • અભ્યાસ પૂર્ણ કર્યા પછી મયુરીએ ડિજિટલ મીડિયા એજન્સી પર્ફોર્મિક્સમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું. તે 2004 થી 2012 સુધી અમેરિકામાં રહી હતી.

ભણતર અને નોકરી છોડીને તમે ઘણા લોકોને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ (Mumbai) પહોંચ્યા હોવાના તો અનેકવાર સમાચારો વાંચ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની એક અભિનેત્રીએ પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું.

મહેશ ભટ્ટ, સંજય દત્ત, કરીના કપૂર (Sanjay Dutt, Kareena Kapoor) અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકેલી મયૂરી કાંગોએ (Mayuri Congo) પણ આવું જ કર્યું છે. અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી શરૂ કરનાર મયુરી હવે ગૂગલ ઈન્ડિયામાં ઈન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહી છે.

મયુરી કાંગોએ 90ના દાયકામાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 1995માં તે પહેલીવાર સઈદ મિર્ઝાની ‘નસીબ’માં સ્ક્રીન પર જોવા મળી હતી. મયુરીને મહેશ ભટ્ટની ફિલ્મ ‘પાપા કહેતે હૈં‘થી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મનું ગીત ‘ઘર સે નિકલતે હી, કુછ દૂર ચલતે હી’ સુપરહિટ બન્યું હતું.

આ ફિલ્મમાં મયુરી સાથે જુગલ હંસરાજ હતો. બોબી દેઓલ અને રાની મુખર્જી સાથે ‘બાદલ’, સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથે ‘કુર્બાન’ અને સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ સાથે ‘જંગ’. તે છેલ્લે 2001માં ફિલ્મ ‘જીતેંગે હમ’માં જોવા મળી હતી.

અમેરિકાથી MBA :

મયુરી કાંગોએ 2003માં NRI આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન કર્યા અને તે અમેરિકા જતી રહી. તેણે ન્યૂયોર્કની ઝિક્લિન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી મયુરીએ ડિજિટલ મીડિયા એજન્સી પર્ફોર્મિક્સમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું. તે 2004 થી 2012 સુધી અમેરિકામાં રહી હતી.

બાળકો માટે ભારત આવી :

મયુરી કોંગો 2012માં ભારત પરત ફરી હતી. તે કહે છે કે બાળકો થયા પછી તેને લાગ્યું કે તેને બાળકોના ઉછેર માટે અને તેની કારકિર્દીના વિકાસ માટે પરિવારના સમર્થનની જરૂર છે. તેથી જ તેણે ભારતમાં રહીને તેની કારકિર્દીમાં આગળ વધવાનું નક્કી કર્યું. આજે મયુરી ગૂગલમાં ઈન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહી છે.

મયુરી કહે છે કે તેણે ક્યારેય અભ્યાસ છોડ્યો નથી. આ જ કારણ છે કે તેઓ આજે આ તબક્કે છે. તે કહે છે કે લોકોએ પહેલાં પોતાનો અભ્યાસ પૂરો કરવો જોઈએ અને પછી ફિલ્મોમાં કરિયર બનાવવાનું વિચારવું જોઈએ. બોલિવૂડમાં કોઈ હિરોઈનની કારકિર્દી ભાગ્યે જ 10 વર્ષની હોય છે. એટલા માટે બેકઅપ પ્લાન હોવો જરૂરી છે.

આ પણ વાંચો :-

 વસતી નિયંત્રણ કાયદો ન લવાયો તો. હિંદુ નેતા પ્રવિણ તોગડિયાએ શું કહ્યું જાણો

0

If population control law is not introduced

  • વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ એવું જણાવ્યું કે રામમંદિરને સુરક્ષિત રાખવા વસતી નિયંત્રણ કાયદો લાવવો જરુરી છે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંયોજક પ્રવિણ તોગડિયાએ (Pravin Togadia) જનસંખ્યા નિયંત્રણ કાયદો (Population Control Act) બનાવવાની માંગ કરી છે. પ્રવીણ તોગડિયાએ વસ્તી નિયંત્રણ અને વસ્તીમાં અસંતુલન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઘણા પ્રયત્નો બાદ રામ મંદિર (Ram temple) બની રહ્યું છે અને જો જનસંખ્યા નિયંત્રણ કાયદો નહીં લાવવામાં આવે તો 50 વર્ષ પછી રામ મંદિર સુરક્ષિત નહીં રહે.

હિંદુઓએ મોટું કામ કર્યું :

પ્રવીણ તોગડિયાએ કહ્યું કે હિન્દુઓએ ભેગા થઈને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું અને રામ મંદિર નિર્માણ માટે આંદોલન શરૂ કર્યું. તેમણે કહ્યું કે હિન્દુઓએ ગામડે-ગામડે જઈને લોકોનો સહયોગ મેળવ્યો અને રામ મંદિર નિર્માણ માટે દાન એકઠું કર્યું. તેમણે પોતાના અભિયાનને દેશમાં હિન્દુઓને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવાની પહેલ ગણાવી હતી.

હિન્દુઓની આસ્થા ક્યારેક ઓછી ન થઈ શકે :

હિન્દુઓની આસ્થા અને સનાતન ધર્મ વિશે કરવામાં આવેલા નિવેદનો પર પ્રવીણ તોગડિયાએ કહ્યું કે કરોડો હિંદુઓની આસ્થા તેમના દિલમાં વસે છે અને કોઈનું પણ નિવેદન ક્યારેય આ વિશ્વાસને ખતમ કે ઘટાડી શકશે નહીં. તેમણે કહ્યું કે આવી વાતો કરનારાઓને નજરઅંદાજ કરો. લોકપ્રિયતા મેળવવા માટે તેઓ આવા કામ કરી રહ્યા છે. આવા લોકોને મહત્વ ન આપવું જોઈએ.

મિસાઈલો અને તલવારો પણ શાંતિના પ્રતીક :

મીડિયા સાથે વાત કરતા પ્રવીણ તોગડિયાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના “બુલડોઝર શાંતિ અને વિકાસનું પ્રતીક બની શકે છે” માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તલવારો અને મિસાઈલો પણ શાંતિનું પ્રતીક છે.

આ પણ વાંચો :-

Pathaan Box Office Collection Day 5 : ‘પઠાણ’ નો બોક્સ ઓફિસ પર જલવો, રવિવારે રેકોર્ડતોડ કમાણી કરી, જાણો કેટલા કરોડ કમાઈ ફિલ્મ

Pathaan Box Office Collection Day 5

  • હાલ દરેક સિનેમાપ્રેમીની જુબાન પર એક જ નામ છે ‘પઠાણ’.

દેશના ફેવરિટ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ ‘પઠાણ‘ (Pathan) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 25મી જાન્યુઆરીના રોજ રિલીઝ (Release) થયેલી ફિલ્મે પ્રથમ ચાર દિવસમાં જોરદાર કમાણી કરી છે. હવે રવિવારના આંકડા સામે આવી રહ્યા છે. ફિલ્મે રવિવારે પણ કમાણીના મામલે ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે.

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પઠાણ‘ એ તેના પહેલા રવિવારે લગભગ 62 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 282 કરોડ રૂપિયા થઈ ગયું છે. ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મ ‘પઠાણ’ એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.

આ ફિલ્મ વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિલીઝ થઈ હતી. દર્શકો પહેલા દિવસથી જ કિંગ ખાનની ફિલ્મને ઘણો પ્રેમ આપી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટની ભૂમિકામાં છે. તે દેશને બચાવવા માટે દુશ્મનો સાથે લડતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

જો તમે સ્પાના શોખીનો ચેતજો ! હવે સંચાલકોએ પોલીસને આપવો પડશે ડેટા, વિદેશી યુવતીઓ….

0

If you are a spa lover

  • સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. વિદેશી યુવતીના કામ કરવા પર મુક્યો પ્રતિબંધ.

સુરત (Surat) શહેરમાં સ્પાને લઈ પોલીસ એક્શનમાં મોડમાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે હવે સુરત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હવે સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે (Spa manager) સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું પણ જણાવાયું છે.

છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સુરતનું નામ મોખરે થઇ રહ્યુ છે. હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બાદ હવે દેહવ્યાપારના ધંધા ચાલી રહ્યા હોવાનું પોલીસ પોલીસને કાને વાત પડી હતી. જેને લઈ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓ પર રેડ કરી કાર્યવાહી કરેલ છે.

સુરત પોલીસની મોટી કવાયત :

સુરત પોલીસ દ્વારા હવે એક મોટી કવાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે, સુરતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ હવેથી સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું જણાવાયું છે.

હુકમનો ભંગ થશે તો કાર્યવાહી :

સુરત પોલીસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં ગોરખધંધા બંધ કરાવવા અનેક હુકમો કરાયા છે. જે મુજબ સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ અને સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પોલીસને આપવી સહિતના હુકમો સામે છે.

આ પણ વાંચો :-