સંજય દત્ત, અને સૈફ સાથે કામ કરનાર હીરોઈન આજે છે Google માં હેડ ! જાણો કોણ છે આ હિરોઈન

Share this story

The heroine who worked with Sanjay Dutt and Saif

  • મયુરી કાંગોએ 2003માં NRI આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન કર્યા અને તે અમેરિકા જતી રહી. તેણે ન્યૂયોર્કની ઝિક્લિન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું.
  • અભ્યાસ પૂર્ણ કર્યા પછી મયુરીએ ડિજિટલ મીડિયા એજન્સી પર્ફોર્મિક્સમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું. તે 2004 થી 2012 સુધી અમેરિકામાં રહી હતી.

ભણતર અને નોકરી છોડીને તમે ઘણા લોકોને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ (Mumbai) પહોંચ્યા હોવાના તો અનેકવાર સમાચારો વાંચ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની એક અભિનેત્રીએ પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું.

મહેશ ભટ્ટ, સંજય દત્ત, કરીના કપૂર (Sanjay Dutt, Kareena Kapoor) અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકેલી મયૂરી કાંગોએ (Mayuri Congo) પણ આવું જ કર્યું છે. અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી શરૂ કરનાર મયુરી હવે ગૂગલ ઈન્ડિયામાં ઈન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહી છે.

મયુરી કાંગોએ 90ના દાયકામાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 1995માં તે પહેલીવાર સઈદ મિર્ઝાની ‘નસીબ’માં સ્ક્રીન પર જોવા મળી હતી. મયુરીને મહેશ ભટ્ટની ફિલ્મ ‘પાપા કહેતે હૈં‘થી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મનું ગીત ‘ઘર સે નિકલતે હી, કુછ દૂર ચલતે હી’ સુપરહિટ બન્યું હતું.

આ ફિલ્મમાં મયુરી સાથે જુગલ હંસરાજ હતો. બોબી દેઓલ અને રાની મુખર્જી સાથે ‘બાદલ’, સૈફ અલી ખાન અને કરીના કપૂર સાથે ‘કુર્બાન’ અને સંજય દત્ત, શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ સાથે ‘જંગ’. તે છેલ્લે 2001માં ફિલ્મ ‘જીતેંગે હમ’માં જોવા મળી હતી.

અમેરિકાથી MBA :

મયુરી કાંગોએ 2003માં NRI આદિત્ય ધિલ્લોન સાથે લગ્ન કર્યા અને તે અમેરિકા જતી રહી. તેણે ન્યૂયોર્કની ઝિક્લિન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી મયુરીએ ડિજિટલ મીડિયા એજન્સી પર્ફોર્મિક્સમાં મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળ્યું. તે 2004 થી 2012 સુધી અમેરિકામાં રહી હતી.

બાળકો માટે ભારત આવી :

મયુરી કોંગો 2012માં ભારત પરત ફરી હતી. તે કહે છે કે બાળકો થયા પછી તેને લાગ્યું કે તેને બાળકોના ઉછેર માટે અને તેની કારકિર્દીના વિકાસ માટે પરિવારના સમર્થનની જરૂર છે. તેથી જ તેણે ભારતમાં રહીને તેની કારકિર્દીમાં આગળ વધવાનું નક્કી કર્યું. આજે મયુરી ગૂગલમાં ઈન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહી છે.

મયુરી કહે છે કે તેણે ક્યારેય અભ્યાસ છોડ્યો નથી. આ જ કારણ છે કે તેઓ આજે આ તબક્કે છે. તે કહે છે કે લોકોએ પહેલાં પોતાનો અભ્યાસ પૂરો કરવો જોઈએ અને પછી ફિલ્મોમાં કરિયર બનાવવાનું વિચારવું જોઈએ. બોલિવૂડમાં કોઈ હિરોઈનની કારકિર્દી ભાગ્યે જ 10 વર્ષની હોય છે. એટલા માટે બેકઅપ પ્લાન હોવો જરૂરી છે.

આ પણ વાંચો :-