Home Blog Page 119

તમિલનાડુમાં ભયાનક અકસ્માતમાં 10 પ્રવાસીઓના મોત, અનેક ઘાયલ

0

તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી ખીણમાં ખાબકતા 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કેરળની એક શાળાના શિક્ષકો, અન્ય સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો મળીને કુલ 16 લોકો વેકેશન મનાવવા તમિલનાડુના પ્રવાસે આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ અતિરાપલ્લી વોટરફોલ જોઈને વાલપરાઈ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચાલકે વાન પરથી કાબૂ ગુમાવતા વાન સીધી ઉંડી ખીણમાં ખાબકી હતી.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ખીણમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. કેરળ પોલીસ આ મામલે તમિલનાડુ પોલીસના સતત સંપર્કમાં છે. દુર્ઘટનાના સમાચાર મળતા જ શાળાના વાલીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં શાળાએ ઉમટી પડ્યા હતા, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી છે અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

સુરતના ડૉ.પારૂલ, ડૉ.મેહુલ ભાવસારની દીકરી બંસરીએ ‘આરંગેત્રમ્’ રજૂ કરી સુરતના સંગીતપ્રેમને ફરી ઉજાગર કર્યો

  • પરિવારનું એકનું એક સંતાન અને નાનીવયની ચીલબુલી જેવી બંસરીને નૃત્યાંગનાની વેશભુષામાં જોઈને લોકો દંગ થઈ ગયા; બંસરી તેની વાસ્તવિક ઉંમર કરતાં મોટી-શાંત અને ઠરેલ લાગતી હતી; બંસરીએ રજુ કરેલા એક એક નૃત્યમાં ભાવ, તાલ અને લયનો અદ્‍ભુત સુમેળ તરી આવતો હતો
  • પ્રસંગોપાત કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન મોદીએ ગાંધીનગર િસ્થત પોતાની માિલકીના ચાર પ્લોટ સંગીત અકાદમી માટે ફાળવી આપ્યા હોવાની વાત કરીને વડાપ્રધાન મોદીના ભારતીય સંગીત પરંપરા પ્રત્યેના પ્રેમને ઉજાગર કર્યો હતો
  • સુરતીઓના હૃદયમાં પણ સંગીત વહે છે એ વાત બંસરીએ ફરી પુરવાર કરી બંસરીના આરંગેત્રમના સાક્ષી બનવા લગભગ બે હજાર જેટલા લોકો ઉમટી પડ્યાં હતા
  • સુરતના તત્કાલિન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પણ સુરતીઓને સંગીત પ્રત્યેનો ગજબનો નશો કરાવ્યો હતો; અસ્થાનાએ સુરતીઓને શનિ-રવિની રજામાં સ્ટ્રીટ પ્લે અને સાંજના સંગીતના સથવારે પારિવારીક તાંતણે બાંધી દીધા હતા

લગભગ પાંચ હજાર વર્ષ પુરાણી ભારતીય નૃત્યકલા પૈકી ‘આરંગેત્રમ’ નૃત્યને શ્રેષ્‍ઠ માનવામાં આવે છે. ભગવાન શિવ, કૃષ્ણ અને રામને સાંકળી લેતી આ નૃત્યકલા અત્યંત કઠિન તપશ્ચર્યા છે. ભારતના દ‌િક્ષણના રાજ્યમાં પ્રચલિત કલા ‘આરંગેત્રમ’માં નિપુણ થવું એ એક શિક્ષણની સર્વોત્તમ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્‍ત કરવા બરાબર છે. લગભગ સાત વર્ષની સતત તપશ્ચર્યાને અંતે ‘આરંગેત્રમ’માં નિપુણતા હાંસલ કરી શકાય છે.

દ‌િક્ષણ ભારતમાં અત્યંત પ્ર‌ચલિત આરંગેત્રમ પાછલા દાયકાઓથી દેશભરના રાજ્યોમાં પ્રતિષ્‍ઠાનું સ્થાન લઇ ચૂકી છે. ઘર, પરિવારની દીકરી, પુત્રવધુ ‘આરંગેત્રમ’માં નિપુણ હોય તો પરિવાર માટે ગૌરવ ગણાય છે. એવું કહેવાય છે કે હિંદુ પરંપરામાં ‘આરંગેત્રમ’ પણ એક સંસ્કાર છે.

એક વાત ચોક્કસ છે. નૃત્યના અનેક પ્રકાર છે પરંતુ ‘આરંગેત્રમ’માં વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલી ઊઠવા સાથે સુખદ ચારિત્ર્યનું નિર્માણ થાય છે. ‘આરંગેત્રમ’માં નિપુણ થયેલી વ્યક્તિના વાણી, વહેવાર અને સમર્પણભાવ નિખરી ઊઠે છે અને એટલે જ સુખી, સંપન્‍ન અને સંસ્કારી પરિવારોમાં દીકરીઓને ‘આરંગેત્રમ’ તરફ વાળવાના આગ્રહમાં વધારો થઇ રહ્યો છે. જાણે સમય પાછો ફરી રહ્યો છે. પશ્ચિમના સંગીતથી ઉબકાઈ ગયેલા, થાકી ગયેલા લોકોને હવે ભારતીય સંગીત પરંપરામાં સુખ અને શાંતિની અનૂભુતિ થઇ રહી છે. કારણ ભારતીય સંગીત પરંપરા દેવોને ઇશ્વરને સમર્પિત છે. આખી દુનિયામાં ભારતીય સંગીત પરંપરામાં મનને શાંતિ મ‍ળે છે, એ કદાચ દુનિયાના કોઇ સંગીતમાં નહીં હોય કારણ ભારતીય સંગીત ઇશ્વરના આત્માનો અવાજ છે. ભારતીય વાદ્યોની ઉદ્વેગ થઇ ગયેલા મનને શાંત કરે છે અને હારી ગયેલા મનને ફરી બેઠું પણ કરે છે. ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણમાં ઠાંસીઠાંસીને ભરેલી તાકાતની અનુભૂ‌િત કરાવે છે.

ઘણા લોકો ‘આરંગેત્રમ’ને ‘દાસીપ્રથા’ સાથે સરખાવે છે. પરંતુ આ નરી ગેરમાન્યતા છે. નૃત્યાંગના જ્યારે નૃત્યમાં નિપૂણ થઇને પ્રથમ વખત તેના ગુરૂજનો, પરિવારજનો અને સ્નેહીજનો સમક્ષ પોતે મેળવેલી કલા રજુ કરે છે એ પૂર્વે તેની કલાને ઇશ્વરને સમર્પિત કરે છે અને એટલે જ ભૂતકાળમાં પ્રથમ નૃત્ય સમારોહ ઇશ્વરના દરબારમાં એટલે મંદિર પરિસરમાં યોજવામાં આવતો હતો. સમય જતા વ્યવસ્થામાં બદલાવ થયો. એરકન્ડીશન્ડ થિયેટર અને હોલની સુવિધાઓ ઊભી થવાથી ‘આરંગેત્રમ’ નૃત્યના દિક્ષાંત સમારોહ જાહેર મંચ ઉપરથી રજુ કરવાની આખી પરંપરા ઊભી થઇ ગઇ અને પરિવારના સંતાનનું ‘આરંગેત્રમ’ એક પ્રતિષ્‍ઠાનો પ્રસંગ બની ગયો. દેશના મોટાભાગના ‘મેટ્રોસિટી’માં આવા પ્રસંગો પ્રતિષ્‍ઠાનું સ્થાન લઇ ચૂક્યા છે.

ભારતીય ધર્મ પરંપરામાં અધ્યાત્મ અને ઇશ્વરની પ્રા‌િપ્‍ત સાથે આરોગ્યને પણ વણી લેવામાં આવ્યું છે. યોગા, સાધના, મૌન સહિતની પ્રક્રિયામાં પ્રભુભક્તિ સાથે શરીરના આરોગ્યને પણ સતત વણી લેવામાં આવ્યા છે. આજે ‘યોગ’ એ આધુનિક શબ્દ બની જવા સાથે પોતે ‘યોગા’ કરી રહ્યો હોવાનું કહીને વ્યક્તિ ગૌરવ અનુભવે છે. પરંતુ આ યોગક્રિયા બીજું કઇ જ નહીં. ભારતીય ધાર્મિક પરંપરા સાથે વણાયેલી એક પ્રક્રિયા છે. આ ભારતીય પરંપરામાં છુપાયેલી શક્તિમાં આજે સમગ્ર વિશ્વને સુખનો અનુભવ થઇ રહ્યો છે.ખેર, સુરતમાં એક સુસંસ્કૃત ડૉકટર પરિવાર ડૉ.પારૂલ અને ડૉ. મેહુલ ભાવસારની દીકરી કુમારી બંસરીએ સખત અને સતત પરિશ્રમના અંતે ‘આરંગેત્રમ’માં નિપુણતા હાંસલ કરીને થોડા દિવસ પહેલા ડૉ.ભાવસાર પરિવારના લોકો, મિત્ર, શુભેચ્છકો અને ગુરૂજનોની હાજરીમાં અદ્‍ભૂત નૃત્ય કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વિવિધ નૃત્ય અને મુદ્રા સાથે ભાવ પ્રગટ કરીને લોકોના દિલોદિમાગમાં છવાઇ ગઇ હતી. બંસરીનો મૂળભૂત સ્વભાવ ‘અલ્લડ’ કહી શકાય. કારણ ડૉકટર દંપતિનું એકનું એક સંતાન એટલે કે લાડકોડમાં ઉછરેલી બંસરી અલ્લડ હોય એ માની શકાય પરંતુ બંસરીએ જ્યારે આરંગેત્રમ નૃત્ય રજુ કર્યું ત્યારે ભાગ્યે જ કોઇ કહી શકે કે આ ડૉકટર ભાવસાર દંપતિની ચુલબુલી દીકરી બંસરી હશે. જે લોકો બંસરીને નજીકથી ઓળખતા હતા એવા લોકો પણ બંસરીનું નૃત્યાંગનાનું રૂપ જોઇને અભિભૂત થઇ ગયા હતા. નૃત્યાંગનાની વેશભૂષામાં બંસરી તેની વાસ્તવિક ઉંમર કરતા અનેક ગણી મોટી, શાંત અને ઠરેલ લાગતી હતી. નૃત્યના પ્રકાર ભલભલા નિષ્ણાંતો પણ સમજી શકે નહીં એવા નૃત્યો ઇશ્વરીય ભાવ સાથે બંસરીએ રજુ કર્યા હતા. વળી ક્યાંય પણ ખચકાટ કે ભૂલ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે બંસરી છવાઇ ગઇ હતી.ભરતનાટયમ્ નૃત્ય શૈલીના ગુજરાતના સુવિખ્યાત નૃત્યકાર મૃણાલિની સારાભાઇએ અારંગેત્રમને ‘આરાધના’ નો પર્યાય શબ્દ આપ્યો હતો. કુ.બંસરીએ નટરાજવંદના, ગુરૂવંદના, સભાવંદના, અને મંગલાચરણ પછી અલારિપ્પુ, જતિસ્વરમ, શબ્દમ, વર્ણનમ, પદમ, તિલ્લાના શ્લોકમ, મંગલમ, જેવા સંગીત અને તાલમય, ભાવમય નૃત્ય રજુ કરીને કઠોર સંગીત સાધનાનો પરિચય કરાવ્યો હતો.

શાસ્ત્રીય સંગીતની ઉચ્ચત્તમ શૈલીમાં બંસરીએ ‘નવરસ’નું અદ્‍ભૂત નૃત્ય રજુ કરીને સંગીત ગુરૂ શ્રીમતી રા‌િધકા ઉમરજી સહિત સંગીતવૃંદને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ‘આરંગેત્રમ’માં વિવિધ ભાવ સાથે રજુ કરવામાં આવતા નૃત્યને આખરી કસોટી ગણવામાં આવે છે અને આ કસોટી ‘બંસરી’એ પાર પાડી દીધી હતી.

સુરતના સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટીનમ હોલમાં યોજવામાં આવેલા બંસરીના દિક્ષાંત સમારોહમાં સુરતના પ્રથમ હરોળના નાગરિકો, ડૉકટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા અગ્રણીઓ સહિત લગભગ બે હજાર લોકોએ હાજરી આપી હતી.કેન્દ્રીય જળશક્તિી મંત્રી સી.આર.પાટીલે બંસરીની નૃત્ય સાધનાની સરાહના કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંગીત પ્રત્યેના લગાવની એક ઉદાહરણરૂપ ઘટના રજુ કરી હતી. સી.આર. પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની માલિકીના ગાંધીનગરમાં જમીનના ચાર પ્લોટ હતા આ પ્લોટ તેમણે સંગીત સાધનાના કેન્દ્ર માટે અર્પણ કરી દીધા હતા. કદાચ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ જમીનના પ્લોટ ઉપર સંગીત અકાદમીની ૧૬ માળની બિલ્ડીંગ સાકાર થઇ ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં અહિંયા સંગીતજ્ઞની ડિગ્રી એનાયત કરવામાં આવતી હશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રાસંગિક જાહેરાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હૃદય-મનમાં ધરબાયેલા સંગીત પ્રેમને સી.આર. પાટીલે ઉજાગર કર્યો હતો.

પચરંગી પ્રજાથી ઉભરાતા સુરતમાં વેપાર, ઉદ્યોગની સાથે ભારતીય કલા અને સંગીત પ્રત્યેનો પ્રેમ સમાંતર વહી રહ્યો છે. અહિંયા રોજબરોજ ક્યાંકને ક્યાંક ભારતીય પરંપરાગત સંગીતના કાર્યક્રમ સાથે ‘આરંગેત્રમ’ જેવા દિક્ષાંત સમારોહ યોજાતા રહે છે. સુરતના તત્કાલિન પોલીસ કમિશ્‍નર રાકેશ અસ્થાનાએ સુરતમાં કાયદો, વ્યવસ્થાની જાળવણી સાથે સંગીતનો ગજબનો નશો કરાવ્યો હતો. શનિ અને રવિવાર સુરતમાં કલ્ચર કાર્યક્રમોની હારમાળા રહેતી હતી. રવિવારની વહેલી સવારે સ્ટ્રીટ પ્લે અને સાંજના સંગીતના કાર્યક્રમો આ સુરતની આદત બની ગઇ હતી. આવા કાર્યક્રમોને કારણે સુરતના લોકોમાં એક પારિવારિક ભાવના પેદા થઇ હતી. પો.કમિ.રાકેશ અસ્થાના સુરત છોડી ગયા પરંતુ તેમણે ઊભી કરેલી પરંપરાને કારણે આજે પણ પરિવારના તાંતણે બંધાઇ ગયેલા લોકોના થોડા થોડા સમયે ‘જલસા’ થતા રહે છે. ખરેખર સમજાય તો માનવીય જીવનનું આ જ તો સત્ય છે.

ડૉ.પારૂલ અને ડૉ.મેહુલ ભાવસારની દીકરી બંસરીના દિક્ષાંત સમારોહની ઘટનાએ સુરતીઓના સંગીત, નૃત્ય પ્રત્યેના પ્રેમને ફરી ઉજાગર કર્યો હતો. ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, લંકાિવજય હનુમાન આશ્રમના ગાદીપતિ સીતારામ દાસબાપુ, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન નિખિલ મદ્રાસી, સિવિલ હોસ્પિ.ના ડૉ. કેતન નાયક, ડૉ.મહેન્દ્ર ચૌહાણ, ડૉ.પ્રશાંત નાયક, વનિતા વિશ્રામના કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર નર્મદ ‌યુનિ.ના કુલપતિ કિશોરસિંહ ચાવડા, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપદાદા ‘ગુજરાત ગાર્ડિયન’ના તંત્રી મનોજ મિસ્ત્રી, ડૉ. તુષાર ધડુક, નર્સિંગ એસો.ના પ્રમુખ ઇકબાલ કડીવાળા, ધબકારના તંત્રી નરેશ વરીયા સહિત અનેક નામી અનામી લોકોની હાજરી વચ્ચે કુ.બંસરીનો ‘દિક્ષાંત’ સમારોહ ઉજવાયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, ડૉ.મેહુલ ભાવસાર લોકોની સેવાની ભાવના સાથે અમરોલી, કોસાડ, સાયણ િવસ્તારમાં ‘બંસરી’ નામથી હોિસ્પ. ચલાવે છે. જ્યારે ડૉ.પારૂલ વડગામા સુરત સિવિલ હોિસ્પ.ના ચેસ્ટ અને ટીબી િવભાગનાં એચઓડી તરીકે ફરજ બજાવે છે.

રાહુલ ગાંધી સામે બ્રિટિશ નાગરિકતા કેસમાં મોટો આદેશ: હાઇકોર્ટના FIR અને તપાસના આદેશ

0

કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. મળતી માહિતી મુજબ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત બ્રિટિશ નાગરિકતા કેસમાં FIR નોંધવા અને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. શુક્રવારે, સિંગલ બેન્ચે ફરિયાદી વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી પૂર્ણ કરી, ત્યારબાદ કોર્ટે આ મામલે FIR નોંધવા અને તપાસ શરૂ કરવાના નિર્દેશ આપ્યા.

જાણો શું છે સમગ્ર મામલો?

છેલ્લા ઘણા દિવસોથી, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ રાહુલ ગાંધીની કથિત બેવડી નાગરિકતા અંગેની અરજી પર સુનાવણી કરી રહી છે. અહેવાલો અનુસાર, આ અરજી કર્ણાટક ભાજપના કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી.

આ અરજીમાં લખનૌની સ્પેશિયલ એમપી/એમએલએ કોર્ટના 28 જાન્યુઆરી, 2026ના આદેશને પડકારવામાં આવ્યો છે, જેમાં એફઆઈઆર દાખલ કરવાની અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકતાનો મુદ્દો તેના અધિકારક્ષેત્રમાં આવતો નથી.

અરજીમાં શું માંગણી કરવામાં આવી હતી?
અરજદાર વિગ્નેશ શિશિરે માંગ કરી છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ BNS, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ FIR નોંધવામાં આવે અને વિગતવાર તપાસનો આદેશ આપવામાં આવે. હાઈકોર્ટે રાહુલ ગાંધીની કથિત બ્રિટિશ નાગરિકતા અંગેની ફરિયાદ પર લેવામાં આવેલી કાર્યવાહી અંગે કેન્દ્ર સરકાર પાસેથી માહિતી માંગી હતી. કોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી કેસ સંબંધિત રેકોર્ડ પણ મંગાવ્યા હતા. આ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી.

સુરતમાં ભાજપનો કડક નિર્ણય: ‘આપ’માં ગયેલા બે નેતા 6 વર્ષ માટે સસ્પેન્ડ

0

સુરતની રાજનીતિમાં હાલ ઉથલપાથલ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટીએ તેના બે મહત્વપૂર્ણ કાર્યકરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ખાસ વાત એ છે કે, આ બંને નેતાઓ હવે ભાજપમાં નથી રહ્યા અને ‘આમ આદમી પાર્ટી’ના સત્તાવાર ઉમેદવાર બની ચૂક્યા છે. પક્ષ વિરુદ્ધ જઈને ચૂંટણી લડવાનો નિર્ણય લેતા સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે બંનેને પ્રાથમિક તથા સક્રિય સભ્યપદ સહિત તમામ જવાબદારીઓમાંથી દૂર કર્યા છે.

શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલ AAPમાં જોડાયા
ભાજપે જે બે નેતાઓ સામે કાર્યવાહી કરી છે તેમાં શર્મિષ્ઠાબેન વરીયા અને ધ્રુમિલ પંચાલનો સમાવેશ થાય છે. શર્મિષ્ઠાબેન વોર્ડ નંબર 1ની શહેર કારોબારી સભ્ય હતી, જ્યારે ધ્રુમિલ પંચાલ વોર્ડ નંબર 30ના યુવા મોરચાના મંત્રી હતા. બંને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ ટિકિટ ન મળતા અસંતોષ વ્યક્ત કરીને પક્ષ છોડ્યો અને ‘આપ’માં જોડાઈ ગયા.

AAPના બેનર હેઠળ ચૂંટણી મેદાનમાં
હાલમાં ધ્રુમિલ પંચાલ વોર્ડ નંબર 29માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે શર્મિષ્ઠાબેન વરીયા વોર્ડ નંબર 1માંથી AAPના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ અને શિસ્તભંગને કારણે ભાજપે બંને સામે સસ્પેન્શનની કડક કાર્યવાહી કરી છે.

ટિકિટ ન મળતા બગાવત, પક્ષ બદલ્યો
ભાજપમાં ટિકિટ માટે ભારે સ્પર્ધા ચાલી રહી હતી. જ્યારે બંનેને ઉમેદવારી ન મળતા તેમણે બગાવત કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. ત્યાંથી તરત જ ઉમેદવારી મળતા ભાજપે આ વર્તનને પક્ષ સાથેની ગદ્દારી ગણાવીને તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.

એકનો રાજીનામું, બીજા પર ટેકનિકલ મુદ્દો
શર્મિષ્ઠાબેન વરિયાએ 10 એપ્રિલે ભાજપમાંથી વિધિવત રાજીનામું આપી દીધું હતું. જોકે, ધ્રુમિલ પંચાલે ઉમેદવારી નોંધાવ્યા છતાં ભાજપમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપ્યું નહોતું. આ કારણે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.

સસ્પેન્શન લેટરમાં નામની ભૂલ
ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા સસ્પેન્શન પત્રમાં પણ ભૂલ જોવા મળી હતી. તેમાં ધ્રુમિલ પંચાલની જગ્યાએ ‘ધ્રુમિલ પટેલ’ લખાઈ ગયું હતું. હાલ ધ્રુમિલ પંચાલ આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નં. 29ના ઉમેદવાર છે.

પરેશ પટેલનો કડક સંદેશ
સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે, બંને નેતાઓએ પક્ષમાં મહત્વના પદ પર હોવા છતાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેઓ હવે અન્ય પક્ષના સત્તાવાર ઉમેદવાર છે, તેથી તેમને ભાજપમાં રાખવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ નિર્ણય દ્વારા પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ સહન નહીં કરવામાં આવે.

નેપાળના વડા પ્રધાન બાલેન શાહના ભારત પ્રવાસ પર સસ્પેન્સ: મોદી સાથે બેઠકની ચર્ચા તેજ

નેપાળના નવા યુવા વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલેન શાહને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે. શાહની મુલાકાત પહેલા ભારત અને નેપાળ વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુલાકાતો પણ થવા જઈ રહી છે. ભારતમાં નેપાળના રાજદૂત ડૉ. શંકર પ્રસાદ શર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ માહિતી આપી છે. નેપાળના રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાલેન શાહે ભારતના વડાપ્રધાન મોદીનું ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે પણ તાજેતરમાં કહ્યું હતું કે પીએમ બાલેન શાહે વડાપ્રધાન મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે.

ભારતમાં નેપાળના રાજદૂતે આ વાત કહી

  • ભારતમાં નેપાળના રાજદૂત ડૉ. શંકર પ્રસાદ શર્માએ WION ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “મારું માનવું છે કે, જેમ આપણા વિદેશ મંત્રીએ કહ્યું છે તેમ, અમે વડા પ્રધાનની ભારત મુલાકાત પહેલાં થનારી બીજી ઘણી મુલાકાતો માટે તૈયારી કરી રહ્યા છીએ. અમે તેમને પણ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. પરંતુ મને લાગે છે કે પસંદગી કરવા માટે ઘણી બધી બાબતો છે.”
  • હકીકતમાં, નેપાળના વિદેશ પ્રધાન શિશિર કુમાર ખાનાલે તાજેતરમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન સ્વાભાવિક છે. જોકે, સમય અને વિગતો સંબંધિત બાબતોને બંને મંત્રાલયો વચ્ચે પરામર્શ પછી જ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ખાનાલે મોરેશિયસમાં 9મા હિંદ મહાસાગર પરિષદમાં હાજરી આપ્યા બાદ આ ટિપ્પણી કરી હતી. ખાનાલે પરિષદ દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી.

રાજદૂતે કહ્યું – આયુષ અને સ્વાસ્થ્યમાં પ્રગતિ

  • ડૉ. શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 18 મહિનામાં ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા દોઢ વર્ષમાં, અમે રોકાણ, આરોગ્ય, આયુષ અને સુરક્ષા સંબંધો સંબંધિત ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. તેથી, આગામી ઉચ્ચ-સ્તરીય મુલાકાત દરમિયાન, તમે ઘણા એમઓયુ પર હસ્તાક્ષર, નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ જોશો.”
  • નેપાળના રાજદૂતે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે આરોગ્ય અંગેના એમઓયુને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તેના પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થઈ શકે છે.
  • પરંપરાગત દવા અંગે તેમણે કહ્યું કે ભારતે આયુર્વેદમાં ભાગીદારીનો પ્રસ્તાવ મૂક્યો છે. મોટાભાગના આયુર્વેદ વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરે છે. તેથી, યુનિવર્સિટી, દવા અને દવાના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે ભાગીદારી મજબૂત છે.

ક્યારેક ચીન તો ક્યારેક ભારત નેપાળમાં વળે છે

  • નેપાળે ઘણીવાર એવી વિદેશ નીતિ અપનાવી છે જે ચીન અને ભારત તરફ ઝુકાવ રાખે છે. જો કોઈ જમણેરી કે મધ્યમ પક્ષ સત્તામાં આવે છે, તો તે સ્વાભાવિક રીતે જ ભારત તરફ પક્ષપાત દર્શાવે છે.
  • દરમિયાન, ડાબેરી પક્ષો ચીન તરફ ઝુકાવ ધરાવે છે. ચીન પણ નેપાળને જીતવા માટે મોટા પાયે રોકાણ કરી રહ્યું છે. જોકે, ભારત નેપાળ માટે ખોરાક પૂરો પાડનાર રહ્યું છે.
  • ભારતથી નેપાળમાં ખાદ્ય પદાર્થો અને અન્ય વસ્તુઓ લઈને સેંકડો ટ્રકો દરરોજ કાઠમંડુ જાય છે. ભારત હંમેશા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે નેપાળ કોઈપણ પરિસ્થિતિમાં ભારત પ્રત્યે મૈત્રીપૂર્ણ વલણ જાળવી રાખે.

ભારતમાં નેપાળ દૂતાવાસ ખાતે આરોગ્ય વાટિકા

  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને નેપાળે પરંપરાગત આરોગ્યસંભાળ સેવાઓ પર ભાર મૂક્યો છે . નેપાળના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ અને 15 એપ્રિલના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય આરોગ્ય દિવસ નિમિત્તે ભારતીય દૂતાવાસ ખાતે ‘આરોગ્ય વાટિકા’ અથવા હર્બલ હેલ્થ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
  • ડૉ. શર્માએ સમજાવ્યું, “આ બગીચો આવતીકાલે આંતરરાષ્ટ્રીય આરોગ્ય દિવસ સાથે સુસંગત બનાવવા માટે બનાવવામાં આવી રહ્યો છે. તે નેપાળના પ્રસ્તાવ પર આધારિત છે, જેને ભારત અને અન્ય દેશો તરફથી મજબૂત સમર્થન મળ્યું છે. તેથી, અમે અહીં આરોગ્ય વાટિકા શરૂ કરી છે.”

હર્બલ ગાર્ડન ભારત-નેપાળ સંબંધોને મજબૂત બનાવશે

  • શર્માએ નેપાળની સમૃદ્ધ જૈવવિવિધતા પર ભાર મૂક્યો, ખાસ કરીને હિમાલય પ્રદેશમાં, જે તેના ઔષધીય છોડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. નેપાળમાં મોટી સંખ્યામાં આયુર્વેદિક પ્રેક્ટિશનરો પણ છે. નેપાળ ઔષધીય છોડ અને ઔષધિઓમાં ખૂબ સમૃદ્ધ અને વિશ્વભરમાં પ્રખ્યાત છે.
  • તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની વ્યાપક સંશોધન કુશળતા અને તેના 28,000 થી વધુ હર્બલ બગીચા સહયોગ માટે તકો પ્રદાન કરે છે. નેપાળી દૂતાવાસમાં બગીચાની સ્થાપના નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે, જેનાથી આપણે બંને દેશોની પરંપરાઓ અને વારસો શેર કરી શકીશું.

વારાણસીમાં બે સંગઠનો અથડાયા: પથ્થરમારમાં ACP સહિત પોલીસકર્મીઓ ઘાયલ

0

વારાણસી કમિશનરેટના ચોલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નેહિયામાં આંબેડકર અને ભગવા ધ્વજ હટાવવાને લઈને બીજા દિવસે પણ હોબાળો થયો હતો. બંને સંગઠનો વચ્ચે થયેલા વિવાદમાં ભારે પથ્થરમારો થયો હતો. જેમાં એસીપી સારનાથ વિદુષ સક્સેનાના માથામાં ફ્રેક્ચર થયું હતું. ઘટના બાદ ઘાયલ એસીપી સારનાથને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પથ્થરમારામાં સબ-ઇન્સ્પેક્ટર સહિત બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. દરમિયાન, બંને સંગઠનો વચ્ચે થયેલા વિવાદમાં પથ્થરમારા બાદ પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

ડીસીપી વરુણા ઝોન પ્રમોદ કુમાર, લાલપુર પાંડેપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, સારનાથ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને અન્ય પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે હાજર છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર SDM પિંડરા, તહસીલદાર પિંડરા કુલવંત સિંહ તેમજ એડિશનલ CP પણ પહોંચ્યા અને ઘટનાની માહિતી મેળવી.

શું છે સમગ્ર મામલો?
માહિતી મુજબ, 14 એપ્રિલે આંબેડકર જયંતિ નિમિત્તે ગામમાં આવેલા ભૈરવ બટુક ધામ તરફ જતાં ગેટ પર કેટલાક લોકોએ આંબેડકરનો ઝંડો લગાવ્યો હતો। આરોપ છે કે બાદમાં કેટલાક અસામાજિક તત્વોએ આ ઝંડાને ફાડી ને સળગાવી દીધો। આ બાબતની જાણ થતાં જ ભીમ આર્મીના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો અને વિરોધ પ્રદર્શન સાથે રસ્તા જામ કરી દીધો.

પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ જ્યારે હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો પણ સ્થળ પર પહોંચી ગયા। બંને પક્ષ આમને-સામને આવી જતા માહોલ ગરમાયો અને વિવાદ વધ્યો। સ્થળ પર પહોંચેલી પોલીસે ભારે મહેનત બાદ બંને પક્ષોને શાંત પાડ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી। જોકે, શુક્રવારે ફરી બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા.

બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકી આપનારો સાણંદમાંથી ઝડપાયો

0

બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીને જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં મુંગેર પોલીસે ગુજરાતના સાણંદથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ બાંકાના રહેવાસી શેખર યાદવ તરીકે થઈ હતી. મુંગરે પોલીસ તેને ટ્રાંઝિટ રિમાન્ડ પર બિહાર લઈ જઈ રહી છે. આ અહેવાલા રાજ્યના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કેસની ગુપ્ત તપાસ શરૂ કરી હતી.

આરોપી સાણંદમાં રહીને મજૂરી કામ કરતો હતો. તે બાંકા જિલ્લાનો રહેવાસી છે. તેણે મોબાઈલથી સીએમને જાનથી મારવાની ધમકી આપતો કોલ કર્યો હતો. આ મામલે મુંગેર પોલીસે કેસ નોંધી તપાસ શરી કરી હતી. તપાસ દરમિયાન ધમકી આપનારા મોબાઈલ નંબરનું લોકેશન ગુજરાત નીકળ્યું હતું.

બિહાર પોલીસે ગુજરાત આવીને અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરીથી મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેસ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. જરૂરી કાર્યવાહી બાદ બિહાર લઈ જવામાં આવી રહ્યો છે. બાંકામાં તેના નિવાસ સ્થાને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. તેણે સમ્રાટ ચૌધરીને ધમકી કેમ આપી, તેની પાછળ શું હેતુ હતો જેવી તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્ય પ્રધાન બન્યા બાદ સમ્રાટ ચૌધરીએ કાનૂન વ્યવસ્થા સુધારવા પર ભાર મુક્યો હતો. તેમણે ગુનેગારોને ચેતવણી આપી હતી. જેની ઘણી અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં ગુનેગારોએ પોલીસના ઓપરેશન સામે હથિયાર હેઠા મૂક્યા છે. વૈશાલીમાં સોના લૂંટના આરોપીને ઠાર કરાયો હતો. મુખ્ય પ્રધાન બન્યા બાદ સમ્રાટ ચૌધરીએ લૉ એન્ડ ઑર્ડરને સરકારની પ્રાથમિકતા ગણાવી હતી. આ સ્થિતિમાં તેમને જાનથી મારવાની ધમકી આપવાના અહેવાલ ચોંકાવનારા હતા.

સંસદમાં રાહુલના નિવેદન પર રાજકીય તોફાન: રાજનાથ સિંહની માફીની માંગ, ‘ઓપરેશન સિંદૂર’ ચર્ચામાં

0

મહિલા અનામત લાગુ કરવા માટે બેઠકોના સીમાંકન સંબંધિત ત્રણ સુધારેલા બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીના એક નિવેદનથી શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા. શાસક પક્ષના સાંસદોએ રાહુલના નિવેદનનો ભારે વિરોધ કર્યો, જેના કારણે ગૃહમાં હોબાળો અને સૂત્રોચ્ચાર થયા.

તેમણે સરકાર પાસે 2023 ના મહિલા અનામત બિલને ફરીથી રજૂ કરવાની માંગ કરી, અને કહ્યું કે વિપક્ષ તેના તાત્કાલિક અમલીકરણને સંપૂર્ણ સમર્થન આપશે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર અન્ય પછાત વર્ગો (OBC) ને સત્તા અને પ્રતિનિધિત્વ આપવાનું ટાળવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ સરકારનો સાચો હેતુ હોય તેવું લાગે છે.

“છુપી શક્તિ” નો મુદ્દો ઉઠાવતા
રાહુલ ગાંધીએ કહ્યું, “મને બગીચાની વાર્તા પર પાછા જવા દો. દાદીએ કહ્યું, ‘સાંભળો, રાહુલ, હું ઇચ્છું છું કે તમે અંધારામાં જોવાનું શીખો. વાસ્તવિક શક્તિ અંધારામાં રહેલી છે.’ આ એક મહાન રાજકીય પાઠ છે. વાસ્તવિક શક્તિ ગુપ્ત રીતે કામ કરે છે, પોતાને દેખાડતી નથી. હું તમને આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે બધા જાણે છે કે આપણા જાદુગરો અને ઉદ્યોગપતિઓ વચ્ચે ભાગીદારી છે.” આનાથી NDA સાંસદોમાં હોબાળો મચી ગયો. રાહુલે કહ્યું, “હું પીએમનું નામ નથી લઈ રહ્યો. મેં પીએમનો ઉલ્લેખ નથી કર્યો. સાહેબ, આ ભાગીદારી મજબૂત છે, પરંતુ તે છુપાયેલી છે. જાદુગરના ઇતિહાસમાં આ શક્તિ છુપાયેલી છે. તે અહીં આવ્યા ત્યારથી જ ચાલી રહી છે. ભાજપ જાણે છે કે આ બિલ પસાર થઈ શકતું નથી. તેઓ એટલા મૂર્ખ નથી. તેઓ તે જાણે છે. તેથી જ તેઓએ ચૂંટણી નકશો બદલવા માટે મહિલા અનામતનો આશરો લીધો. સત્ય એ છે કે જાદુગર પકડાઈ ગયો છે. ઓપરેશન સિંદૂર, નોટબંધીનો જાદુગર પકડાઈ ગયો છે.”

રાજનાથ સિંહે વ્યક્ત કરી કડક આપત્તિ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ મુદ્દાને પ્રધાનમંત્રી અને દેશની ગૌરવ સામેનું ગણાવ્યું. તેમણે કહ્યું કે આવી ભાષાનો ઉપયોગ કરવો અયોગ્ય છે અને તેની કડક નિંદા થવી જોઈએ. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ પણ આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે જવાબદાર પદ પર બેઠેલા નેતાએ આવા શબ્દોથી દૂર રહેવું જોઈએ. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી દેશના ચૂંટાયેલા નેતા છે અને તેમના પ્રત્યે સન્માન જાળવવું જરૂરી છે.

સ્પીકરે કાઢી નાખ્યા આપત્તિજનક શબ્દો
વિવાદ વધતા લોકસભા અધ્યક્ષે હસ્તક્ષેપ કર્યો અને રાહુલ ગાંધીના ભાષણના કેટલાક અંશો કાર્યવાહીમાંથી દૂર કરવાની સૂચના આપી. રિજિજુએ કહ્યું કે તેમને સમગ્ર ભાષણથી આપત્તિ નથી, પરંતુ કેટલીક ટિપ્પણીઓ અયોગ્ય અને નિયમો વિરુદ્ધ છે.

ભાષણ નિયમ મુજબ આપવાનો આગ્રહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે પણ કહી રહ્યા છીએ કે ભાષણ નિયમોના આધારે આપો. વારંવાર પ્રધાનમંત્રીનો મજાક ઉડાવવો યોગ્ય નથી. પ્રધાનમંત્રી માત્ર તમારાં કે મારાં નથી, પરંતુ સમગ્ર દેશના છે. આ દરમિયાન રાહુલ ગાંધી ફરી બોલવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં સત્તારૂઢ પક્ષની અંદર જ ગુંચવણ છે. જોકે વધતા હોબાળા વચ્ચે સ્પીકરે તેમને બેસી જવા જણાવ્યું.

જાતિ જનગણના મુદ્દે પણ ઉઠાવ્યા પ્રશ્નો
સદનમાં બોલતા રાહુલ ગાંધીએ જાતિ જનગણના મુદ્દે પણ સરકારને ઘેરી. તેમણે કહ્યું કે માત્ર જાતિ જનગણના શરૂ કરવી પૂરતી નથી, પરંતુ તેનો ઉપયોગ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે થશે કે નહીં તે સ્પષ્ટ હોવું જોઈએ. તેમણે સરકાર પર આરોપ મૂક્યો કે તે જાતિ જનગણનાને ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વથી અલગ રાખવાની યોજના બનાવી રહી છે, જે સામાજિક ન્યાયની ભાવનાના વિરુદ્ધ છે.

10 કરોડ વર્ષ પછી બ્લેક હોલ સક્રિય થતાં ઊર્જાનો વિસ્ફોટ થયો

સાવ અચાનક જ અંધારૂ હોય અને વિજળી ઝબકારો મારે અને આપણે અંજાઈ જઈએ એમ અવકાશમાં સાવ ઘોરઅંધકાર હોય અને અચાનક જ ઊર્જાનો મોટો જથ્થો ફેલાય એ જોતાં વિજ્ઞાનીઓ અચંબિત થઈ ગયા છે. 10 કરોડ વર્ષ પછી એક બ્લેક હોલને ઈંઘણ પેટે પદાર્થ મળતાં તેણે એ પદાર્થ ગળવા માંડ્યો અને એ સાથે જ બ્લેક હોલના વિસ્ફોટથી ઊર્જાના મોજાં પેદા થયા હતા.

અત્યાર સુધી, આપણે માનતા હતા કે બ્લેક હોલ એ જ રીતે વર્તે છે, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે તેઓ લાખો વર્ષો સુધી સુષુપ્ત રહી શકે છે અને પછી અચાનક જાગી શકે છે. બ્લેક હોલના વિસ્ફોટ જેવી ઘટનાઓ લાંબા સમય સુધી ચાલતી હોવાને કારણે તેનું અવલોકન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. ખગોળશાસ્ત્રીઓ કહે છે કે આ ઘટના આપણને બ્લેક હોલ બીજા તારા વિશ્વો સાથે કેવી રીતે ક્રિયા- પ્રતિક્રિયા કરે છે, એ સમજવામાં મદદ કરશે. આ શોધ એ પણ પુષ્ટિ કરે છે કે બ્લેક હોલ ફક્ત વિનાશક જ નથી, પરંતુ તારાવિશ્વોના ઉત્ક્રાંતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    બ્લેક હોલની આસપાસ પદાર્થ કે ગેસનું ઈંઘણ હશે ત્યાં સુધી બ્લેક હોલ સક્રિય રહે છે. એકવાર તેની આસપાસનો ગેસ અને ધૂળ ખતમ થઈ જાય, પછી તેઓ લાખો વર્ષો સુધી ફરીથી સુષુપ્ત થઈ જતા હોય છે. વૈજ્ઞાનિકો માટે પડકાર એ છે કે આ ઊર્જા વિસ્ફોટોની આગાહી કરવી કેવી રીતે કરવી?

સુરતમાં ઝેરી લાડુ કાંડ: પ્રેમલગ્નની અદાવતમાં પરિવારને મારવાનો પ્રયાસ, મહિલાની ધરપકડ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમલગ્નની અદાવત રાખીને પાડોશમાં રહેતી મહિલાએ એક વૃદ્ધ અને તેમના પરિવારને ઝેરી લાડુ આપીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે ઉષા નાકરાણી નામની મહિલાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આરોપી મહિલાનો પુત્ર પીડિત પરિવારના જર્મનીમાં અભ્યાસ કરતા દીકરાને ફોન કરીને ધમકીઓ આપી રહ્યો હતો.

ધમકીઓમાં ‘બીજી ટીકડી નાખી હોત તો કામ પૂરું થઈ જાત’ જેવી વાતો
આ કેસમાં પીડિત પરિવાર દ્વારા મીડિયામાં આક્ષેપો કરવામાં આવ્યા બાદ આરોપી મહિલાના પુત્રએ કિરણબેન ડોંડાના પુત્રને ફોન કરીને ધમકી આપી હતી. કોલ દરમિયાન તેણે કહ્યું હતું કે જો બીજી પ્રકારની દવા નાખી હોત તો મામલો કાયદેસર રીતે પૂરો થઈ ગયો હોત. સાથે જ તેણે પીડિત પરિવારને મામલો અંદરખાને સમાધાન કરવા દબાણ પણ કર્યું હતું. આ વાતચીતે કેસને વધુ ગંભીર બનાવી દીધો છે.

પ્રસાદી સમજી ખાધેલા લાડુ બન્યા જીવલેણ
ઘટના 10 એપ્રિલની છે, જ્યારે 70 વર્ષીય ગોરધનભાઈ ડોંડા તેમના ઘરના બહાર મૂકેલી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા લાડુને પ્રસાદી સમજી ખાધા હતા. તેમણે આ લાડુનો એક ભાગ પોતાની પુત્રવધૂ કિરણબેનને પણ આપ્યો હતો. થોડા સમય બાદ ગોરધનભાઈને ચક્કર આવી જતા તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર બાદ તેઓને ભાન આવ્યું હતું.

પુત્રવધૂ પણ ઝેરી અસરનો ભોગ બની
લાડુ ખાધા બાદ કિરણબેનની તબિયત પણ બગડી ગઈ હતી અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બંનેની સ્થિતિ ગંભીર હોવા છતાં સમયસર સારવાર મળતા જાનહાનિ ટળી હતી. આ બનાવ પછી ઉત્રાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી છે.

પ્રેમલગ્નની અદાવતથી ઉદ્ભવેલો વિવાદ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ પ્રેમલગ્નને લઈને જૂની અદાવત જવાબદાર છે. હાલ પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપી મહિલાના પુત્રની સંડોવણી અંગે પણ વધુ માહિતી એકત્રિત કરી રહી છે.