- પરિવારનું એકનું એક સંતાન અને નાનીવયની ચીલબુલી જેવી બંસરીને નૃત્યાંગનાની વેશભુષામાં જોઈને લોકો દંગ થઈ ગયા; બંસરી તેની વાસ્તવિક ઉંમર કરતાં મોટી-શાંત અને ઠરેલ લાગતી હતી; બંસરીએ રજુ કરેલા એક એક નૃત્યમાં ભાવ, તાલ અને લયનો અદ્ભુત સુમેળ તરી આવતો હતો
- પ્રસંગોપાત કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન મોદીએ ગાંધીનગર િસ્થત પોતાની માિલકીના ચાર પ્લોટ સંગીત અકાદમી માટે ફાળવી આપ્યા હોવાની વાત કરીને વડાપ્રધાન મોદીના ભારતીય સંગીત પરંપરા પ્રત્યેના પ્રેમને ઉજાગર કર્યો હતો
- સુરતીઓના હૃદયમાં પણ સંગીત વહે છે એ વાત બંસરીએ ફરી પુરવાર કરી બંસરીના આરંગેત્રમના સાક્ષી બનવા લગભગ બે હજાર જેટલા લોકો ઉમટી પડ્યાં હતા
- સુરતના તત્કાલિન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પણ સુરતીઓને સંગીત પ્રત્યેનો ગજબનો નશો કરાવ્યો હતો; અસ્થાનાએ સુરતીઓને શનિ-રવિની રજામાં સ્ટ્રીટ પ્લે અને સાંજના સંગીતના સથવારે પારિવારીક તાંતણે બાંધી દીધા હતા
લગભગ પાંચ હજાર વર્ષ પુરાણી ભારતીય નૃત્યકલા પૈકી ‘આરંગેત્રમ’ નૃત્યને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન શિવ, કૃષ્ણ અને રામને સાંકળી લેતી આ નૃત્યકલા અત્યંત કઠિન તપશ્ચર્યા છે. ભારતના દિક્ષણના રાજ્યમાં પ્રચલિત કલા ‘આરંગેત્રમ’માં નિપુણ થવું એ એક શિક્ષણની સર્વોત્તમ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા બરાબર છે. લગભગ સાત વર્ષની સતત તપશ્ચર્યાને અંતે ‘આરંગેત્રમ’માં નિપુણતા હાંસલ કરી શકાય છે.

દિક્ષણ ભારતમાં અત્યંત પ્રચલિત આરંગેત્રમ પાછલા દાયકાઓથી દેશભરના રાજ્યોમાં પ્રતિષ્ઠાનું સ્થાન લઇ ચૂકી છે. ઘર, પરિવારની દીકરી, પુત્રવધુ ‘આરંગેત્રમ’માં નિપુણ હોય તો પરિવાર માટે ગૌરવ ગણાય છે. એવું કહેવાય છે કે હિંદુ પરંપરામાં ‘આરંગેત્રમ’ પણ એક સંસ્કાર છે.
એક વાત ચોક્કસ છે. નૃત્યના અનેક પ્રકાર છે પરંતુ ‘આરંગેત્રમ’માં વ્યક્તિનું વ્યક્તિત્વ ખીલી ઊઠવા સાથે સુખદ ચારિત્ર્યનું નિર્માણ થાય છે. ‘આરંગેત્રમ’માં નિપુણ થયેલી વ્યક્તિના વાણી, વહેવાર અને સમર્પણભાવ નિખરી ઊઠે છે અને એટલે જ સુખી, સંપન્ન અને સંસ્કારી પરિવારોમાં દીકરીઓને ‘આરંગેત્રમ’ તરફ વાળવાના આગ્રહમાં વધારો થઇ રહ્યો છે. જાણે સમય પાછો ફરી રહ્યો છે. પશ્ચિમના સંગીતથી ઉબકાઈ ગયેલા, થાકી ગયેલા લોકોને હવે ભારતીય સંગીત પરંપરામાં સુખ અને શાંતિની અનૂભુતિ થઇ રહી છે. કારણ ભારતીય સંગીત પરંપરા દેવોને ઇશ્વરને સમર્પિત છે. આખી દુનિયામાં ભારતીય સંગીત પરંપરામાં મનને શાંતિ મળે છે, એ કદાચ દુનિયાના કોઇ સંગીતમાં નહીં હોય કારણ ભારતીય સંગીત ઇશ્વરના આત્માનો અવાજ છે. ભારતીય વાદ્યોની ઉદ્વેગ થઇ ગયેલા મનને શાંત કરે છે અને હારી ગયેલા મનને ફરી બેઠું પણ કરે છે. ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણમાં ઠાંસીઠાંસીને ભરેલી તાકાતની અનુભૂિત કરાવે છે.
ઘણા લોકો ‘આરંગેત્રમ’ને ‘દાસીપ્રથા’ સાથે સરખાવે છે. પરંતુ આ નરી ગેરમાન્યતા છે. નૃત્યાંગના જ્યારે નૃત્યમાં નિપૂણ થઇને પ્રથમ વખત તેના ગુરૂજનો, પરિવારજનો અને સ્નેહીજનો સમક્ષ પોતે મેળવેલી કલા રજુ કરે છે એ પૂર્વે તેની કલાને ઇશ્વરને સમર્પિત કરે છે અને એટલે જ ભૂતકાળમાં પ્રથમ નૃત્ય સમારોહ ઇશ્વરના દરબારમાં એટલે મંદિર પરિસરમાં યોજવામાં આવતો હતો. સમય જતા વ્યવસ્થામાં બદલાવ થયો. એરકન્ડીશન્ડ થિયેટર અને હોલની સુવિધાઓ ઊભી થવાથી ‘આરંગેત્રમ’ નૃત્યના દિક્ષાંત સમારોહ જાહેર મંચ ઉપરથી રજુ કરવાની આખી પરંપરા ઊભી થઇ ગઇ અને પરિવારના સંતાનનું ‘આરંગેત્રમ’ એક પ્રતિષ્ઠાનો પ્રસંગ બની ગયો. દેશના મોટાભાગના ‘મેટ્રોસિટી’માં આવા પ્રસંગો પ્રતિષ્ઠાનું સ્થાન લઇ ચૂક્યા છે.

ભારતીય ધર્મ પરંપરામાં અધ્યાત્મ અને ઇશ્વરની પ્રાિપ્ત સાથે આરોગ્યને પણ વણી લેવામાં આવ્યું છે. યોગા, સાધના, મૌન સહિતની પ્રક્રિયામાં પ્રભુભક્તિ સાથે શરીરના આરોગ્યને પણ સતત વણી લેવામાં આવ્યા છે. આજે ‘યોગ’ એ આધુનિક શબ્દ બની જવા સાથે પોતે ‘યોગા’ કરી રહ્યો હોવાનું કહીને વ્યક્તિ ગૌરવ અનુભવે છે. પરંતુ આ યોગક્રિયા બીજું કઇ જ નહીં. ભારતીય ધાર્મિક પરંપરા સાથે વણાયેલી એક પ્રક્રિયા છે. આ ભારતીય પરંપરામાં છુપાયેલી શક્તિમાં આજે સમગ્ર વિશ્વને સુખનો અનુભવ થઇ રહ્યો છે.ખેર, સુરતમાં એક સુસંસ્કૃત ડૉકટર પરિવાર ડૉ.પારૂલ અને ડૉ. મેહુલ ભાવસારની દીકરી કુમારી બંસરીએ સખત અને સતત પરિશ્રમના અંતે ‘આરંગેત્રમ’માં નિપુણતા હાંસલ કરીને થોડા દિવસ પહેલા ડૉ.ભાવસાર પરિવારના લોકો, મિત્ર, શુભેચ્છકો અને ગુરૂજનોની હાજરીમાં અદ્ભૂત નૃત્ય કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વિવિધ નૃત્ય અને મુદ્રા સાથે ભાવ પ્રગટ કરીને લોકોના દિલોદિમાગમાં છવાઇ ગઇ હતી. બંસરીનો મૂળભૂત સ્વભાવ ‘અલ્લડ’ કહી શકાય. કારણ ડૉકટર દંપતિનું એકનું એક સંતાન એટલે કે લાડકોડમાં ઉછરેલી બંસરી અલ્લડ હોય એ માની શકાય પરંતુ બંસરીએ જ્યારે આરંગેત્રમ નૃત્ય રજુ કર્યું ત્યારે ભાગ્યે જ કોઇ કહી શકે કે આ ડૉકટર ભાવસાર દંપતિની ચુલબુલી દીકરી બંસરી હશે. જે લોકો બંસરીને નજીકથી ઓળખતા હતા એવા લોકો પણ બંસરીનું નૃત્યાંગનાનું રૂપ જોઇને અભિભૂત થઇ ગયા હતા. નૃત્યાંગનાની વેશભૂષામાં બંસરી તેની વાસ્તવિક ઉંમર કરતા અનેક ગણી મોટી, શાંત અને ઠરેલ લાગતી હતી. નૃત્યના પ્રકાર ભલભલા નિષ્ણાંતો પણ સમજી શકે નહીં એવા નૃત્યો ઇશ્વરીય ભાવ સાથે બંસરીએ રજુ કર્યા હતા. વળી ક્યાંય પણ ખચકાટ કે ભૂલ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે બંસરી છવાઇ ગઇ હતી.ભરતનાટયમ્ નૃત્ય શૈલીના ગુજરાતના સુવિખ્યાત નૃત્યકાર મૃણાલિની સારાભાઇએ અારંગેત્રમને ‘આરાધના’ નો પર્યાય શબ્દ આપ્યો હતો. કુ.બંસરીએ નટરાજવંદના, ગુરૂવંદના, સભાવંદના, અને મંગલાચરણ પછી અલારિપ્પુ, જતિસ્વરમ, શબ્દમ, વર્ણનમ, પદમ, તિલ્લાના શ્લોકમ, મંગલમ, જેવા સંગીત અને તાલમય, ભાવમય નૃત્ય રજુ કરીને કઠોર સંગીત સાધનાનો પરિચય કરાવ્યો હતો.

શાસ્ત્રીય સંગીતની ઉચ્ચત્તમ શૈલીમાં બંસરીએ ‘નવરસ’નું અદ્ભૂત નૃત્ય રજુ કરીને સંગીત ગુરૂ શ્રીમતી રાિધકા ઉમરજી સહિત સંગીતવૃંદને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ‘આરંગેત્રમ’માં વિવિધ ભાવ સાથે રજુ કરવામાં આવતા નૃત્યને આખરી કસોટી ગણવામાં આવે છે અને આ કસોટી ‘બંસરી’એ પાર પાડી દીધી હતી.
સુરતના સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટીનમ હોલમાં યોજવામાં આવેલા બંસરીના દિક્ષાંત સમારોહમાં સુરતના પ્રથમ હરોળના નાગરિકો, ડૉકટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા અગ્રણીઓ સહિત લગભગ બે હજાર લોકોએ હાજરી આપી હતી.કેન્દ્રીય જળશક્તિી મંત્રી સી.આર.પાટીલે બંસરીની નૃત્ય સાધનાની સરાહના કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંગીત પ્રત્યેના લગાવની એક ઉદાહરણરૂપ ઘટના રજુ કરી હતી. સી.આર. પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની માલિકીના ગાંધીનગરમાં જમીનના ચાર પ્લોટ હતા આ પ્લોટ તેમણે સંગીત સાધનાના કેન્દ્ર માટે અર્પણ કરી દીધા હતા. કદાચ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે આ જમીનના પ્લોટ ઉપર સંગીત અકાદમીની ૧૬ માળની બિલ્ડીંગ સાકાર થઇ ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં અહિંયા સંગીતજ્ઞની ડિગ્રી એનાયત કરવામાં આવતી હશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રાસંગિક જાહેરાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હૃદય-મનમાં ધરબાયેલા સંગીત પ્રેમને સી.આર. પાટીલે ઉજાગર કર્યો હતો.
પચરંગી પ્રજાથી ઉભરાતા સુરતમાં વેપાર, ઉદ્યોગની સાથે ભારતીય કલા અને સંગીત પ્રત્યેનો પ્રેમ સમાંતર વહી રહ્યો છે. અહિંયા રોજબરોજ ક્યાંકને ક્યાંક ભારતીય પરંપરાગત સંગીતના કાર્યક્રમ સાથે ‘આરંગેત્રમ’ જેવા દિક્ષાંત સમારોહ યોજાતા રહે છે. સુરતના તત્કાલિન પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ સુરતમાં કાયદો, વ્યવસ્થાની જાળવણી સાથે સંગીતનો ગજબનો નશો કરાવ્યો હતો. શનિ અને રવિવાર સુરતમાં કલ્ચર કાર્યક્રમોની હારમાળા રહેતી હતી. રવિવારની વહેલી સવારે સ્ટ્રીટ પ્લે અને સાંજના સંગીતના કાર્યક્રમો આ સુરતની આદત બની ગઇ હતી. આવા કાર્યક્રમોને કારણે સુરતના લોકોમાં એક પારિવારિક ભાવના પેદા થઇ હતી. પો.કમિ.રાકેશ અસ્થાના સુરત છોડી ગયા પરંતુ તેમણે ઊભી કરેલી પરંપરાને કારણે આજે પણ પરિવારના તાંતણે બંધાઇ ગયેલા લોકોના થોડા થોડા સમયે ‘જલસા’ થતા રહે છે. ખરેખર સમજાય તો માનવીય જીવનનું આ જ તો સત્ય છે.
ડૉ.પારૂલ અને ડૉ.મેહુલ ભાવસારની દીકરી બંસરીના દિક્ષાંત સમારોહની ઘટનાએ સુરતીઓના સંગીત, નૃત્ય પ્રત્યેના પ્રેમને ફરી ઉજાગર કર્યો હતો. ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, લંકાિવજય હનુમાન આશ્રમના ગાદીપતિ સીતારામ દાસબાપુ, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન નિખિલ મદ્રાસી, સિવિલ હોસ્પિ.ના ડૉ. કેતન નાયક, ડૉ.મહેન્દ્ર ચૌહાણ, ડૉ.પ્રશાંત નાયક, વનિતા વિશ્રામના કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર નર્મદ યુનિ.ના કુલપતિ કિશોરસિંહ ચાવડા, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપદાદા ‘ગુજરાત ગાર્ડિયન’ના તંત્રી મનોજ મિસ્ત્રી, ડૉ. તુષાર ધડુક, નર્સિંગ એસો.ના પ્રમુખ ઇકબાલ કડીવાળા, ધબકારના તંત્રી નરેશ વરીયા સહિત અનેક નામી અનામી લોકોની હાજરી વચ્ચે કુ.બંસરીનો ‘દિક્ષાંત’ સમારોહ ઉજવાયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે, ડૉ.મેહુલ ભાવસાર લોકોની સેવાની ભાવના સાથે અમરોલી, કોસાડ, સાયણ િવસ્તારમાં ‘બંસરી’ નામથી હોિસ્પ. ચલાવે છે. જ્યારે ડૉ.પારૂલ વડગામા સુરત સિવિલ હોિસ્પ.ના ચેસ્ટ અને ટીબી િવભાગનાં એચઓડી તરીકે ફરજ બજાવે છે.