Home Blog Page 1186

રોજના આટલા કપથી વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક….

Drinking more than this cup

  • ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસમાં 7-8 કપ ચા પીતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ વિશે જાણવું જરૂરી છે.

દરેક ઉંમરના લોકો ચાના (Tea) શોખીન હોય છે. મોસમ ગમે તે હોય, ચા પીનારાઓની સંખ્યા હંમેશા વધુ હોય છે. તેને વિશ્વનું સૌથી લોકપ્રિય પીણું (Popular Drink) ગણી શકાય. અબજો લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. શિયાળામાં તો ચા પીવાનું ચલણ વધી જાય છે.

આ સિઝનમાં લોકો ચા એક વાર નહીં પણ ઘણી વખત પીતા હોય છે. કેટલાક લોકો તો ચાના વ્યસની બની જાય છે અને દિવસમાં ઘણી વખત ચા પીતા હોય છે. જો કે ચાની વધુ પડતી આદત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ચાના વધુ પડતા સેવનથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.

હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર લોકોએ દિવસમાં ત્રણ કે ચાર કપથી વધુ ચા ન પીવી જોઈએ. જો તમે એક દિવસમાં 710 mlથી વધુ ચા પીઓ છો તો ઘણી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી ઘણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

ઘણા સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે વધુ પડતી મીઠી ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તમામ લોકોએ ધ્યાનથી ચાનું સેવન કરવું જોઈએ અને વધુ પડતા સેવનથી બચવું જોઈએ કારણ કે આવી બેદરકારી ખૂબ મોંઘી પડી શકે છે.

વધુ પડતી ચા પીવાની 4 આડઅસર :

-ચામાં કેફીન ભરપૂર માત્રામાં હોય છે. કેફીનના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો, તણાવ અને ચિંતામાં વધારો થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી ગભરામણ પણ થઈ શકે છે. એવું પણ કહી શકાય કે આનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

-જો તમે આયર્નની ઉણપથી પણ પરેશાન છો તો તમારે વધુ ચા પીવાનું ટાળવું જોઈએ. ચામાં રહેલા ઘટકો આયર્નનું શોષણ ઘટાડે છે અને આ જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે. આવા લોકોએ તરત જ ચાથી દૂર રહેવું જોઈએ.

-વધુ પડતી ચા પીવાના કારણે કેટલાક લોકોને ઊંઘમાં પણ તકલીફ થઈ શકે છે. ચામાં રહેલું કેફીન તમારા ઊંઘના ચક્રને પણ અસર કરી શકે છે. ઊંઘવાના 6 કલાક પહેલા કેફીનનું સેવન કરવાથી ઊંઘ બગડી શકે છે.

-સગર્ભા સ્ત્રીઓ માટે ચાનું વધુ પડતું સેવન અત્યંત જોખમી બની શકે છે. કેફીનનું વધુ પડતું સેવન ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. આ ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને પણ અસર કરે છે.

આ પણ વાંચો :-

કેનેડાથી માત્ર 5000 રુપિયા લઈ ભારત આવી હતી આ અભિનેત્રી, બની ‘નંબર 1 આઈટમ ગર્લ’, હવે છે 39 કરોડની માલકીન

This actress who came to India from Canada

  • બિગ બોસ સિઝન 10માં નોરાએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી બિગ બોસના ઘરમાં આવી હતી. ભલે ત્યારે તે શોમાં વિનર ન બની પંરતુ બિગ બોસનું ઘર તેના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયું.

બોલીવૂડ એક્ટ્રેસ અને ફેમસ ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) સલમાન ખાનના શો બિગ બોસથી ચર્ચામાં આવી હતી. બિગ બોસ સિઝન 10માં નોરાએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી બિગ બોસના ઘરમાં આવી હતી. ભલે ત્યારે તે શોમાં વિનર ન બની પંરતુ બિગ બોસનું ઘર તેના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયું.

બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ બોલીવૂડમાં તેને ખૂબ જ કામ મળ્યું. આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચોપ ડાન્સરની વાત કરવામાં આવે તો નોરા ફતેહી (Nora Fatehi Dance Moves) નું નામ પહેલાન નંબર પર આવે છે. નોરા (Item Number in Movies) હવે ભારતની દિલબર ગર્લ બની ગઈ છે.

નોરા ફતેહીનો આજે  જન્મદિવસ છે. તેનો જન્મ 6 ફેબ્રુઆરી 1991ના રોજ કેનેડાના ક્યૂબેક શહેરમાં થયો હતો. આજે તે 31 વર્ષની થઈ ગઈ છે. આમ તો નોરા ફતેહી 2014 થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે પરંતુ તેને સફળતા 2018માં આવેલી ફિલ્મ ‘સત્યમેવ જયતે’ ના ગીત ‘દિલબર દિલબર‘ થી મળી. આ ગીત પછી  તે દર્શકોના દિલ પર છવાઈ ગઈ.

5000 રૂપિયા લઈને મુંબઈ પહોંચી હતી :

તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે નોરા કેનેડાથી ભારત આવી ત્યારે તેની પાસે માત્ર 5 હજાર રૂપિયા હતા. પરંતુ આજે તે કરોડપતિ છે. એકવાર નોરાએ બોલિવૂડ લાઈફને આપેલા ઈન્ટરવ્યુમાં તેના સંઘર્ષના દિવસોનો ખુલાસો કર્યો હતો.

રિપોર્ટ અનુસાર નોરાએ જણાવ્યું હતું કે જ્યારે તે ભારત આવી હતી ત્યારે તેની સાથે માત્ર 5000 રૂપિયા લઈને મુંબઈ પહોંચી હતી. જોકે તે જે એજન્સીમાં કામ કરતી હતી. તેને અઠવાડિયાના 3000 રૂપિયા મળતા હતા. એ જ 3000 માં તેણે પોતાની દિવસનો ખર્ચ મેનેજ કરવો પડતો હતો.

નોરા પાસે 39 કરોડની સંપત્તિ છે :

નોરાનો શરુઆતનો સમય ખરાબ અને સંઘર્ષમય પસાર થયો હતો પરંતુ આજે નોરા ફતેહી કરોડો રુપિયાની માલિકન છે. Oprice.com વેબસાઈટનું માનીએ તો 2022માં નોરા પાસે 39 કરોડની સંપત્તિ છે. રિપોર્ટ મુજબ નોરા ફતેહી એક પરફોર્મન્સના 40થી 50 લાખ ચાર્જ કરે છે.

સોશિયલ મીડિયામાં જાહેરાત માટે 5થી 7 લાખ રુપિયા ચાર્જ કરે છે. એક રિપોર્ટ અનુસાર ગુરુ રંધાવાના ગીત નાચ મેરી રાની માટે નોરાએ 45 લાખ રુપિયા લીધા હતા. નોરા ભારતમાં સૌથી વધુ ફી લેનારી ડાન્સર છે.

આ પણ વાંચો :-

લોન માટે વારંવાર ફોન આવતા યુવકે બેંક જઈને ન કરવાનું કરી દીધું, જુઓ વિડીયો 

0

The young man, who was repeatedly called for a loan, refused to go to the bank

  • ગુજરાતના (Gujarat) નડિયાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બેંક (Bank) ઓફ ઈન્ડિયાની શાખામાં આવેલા બે યુવકોએ એક કર્મચારી સાથે મારપીટ કરી હતી.

આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV Camer) કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને યુવકો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે બેંકવાળા એટલા બધા ફોન કરતા હતા કે તેઓ પરેશાન હતા. તેથી જ તેમને પાઠ ભણાવવા માટે આ ઘટના કરવામાં આવી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત બેંકર મનીષ ધનગરે જણાવ્યું કે તે બેંક ઓફ ઈન્ડિયાની (Bank of India) નડિયાદ-કપડવંજ (Nadiad-Kapadvanj) શાખામાં પોસ્ટેડ છે અને અહીં લોન ડેસ્ક સંભાળે છે. તેણે જણાવ્યું કે શુક્રવારે બપોરે સમર્થ બ્રહ્મભટ્ટ નામનો યુવક શાળામાં આવ્યો અને સીધો તેની પાસે ગયો અને મારપીટ કરવા લાગ્યો.

દરમિયાન આ યુવક સાથે આવેલા પાર્થ નામના યુવકે પણ તેને લાતો અને મુક્કો માર્યો હતો. પોલીસે મનીષની ફરિયાદ પર કેસ નોંધીને સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. વીડિયોમાં આરોપીઓની ઓળખ કર્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.

બેંકર મનીષ ધનગરે જણાવ્યું કે આરોપીઓને બેંકમાંથી બોલાવવામાં આવી રહ્યા છે. તેઓને ઘર વીમા પોલિસીની કોપી જમા કરાવવા માટે સતત કહેવામાં આવતું હતું. પરંતુ આરોપીઓ તેને જમા કરાવતા ન હતા. પરંતુ બેંકના કર્મચારીઓને ધમકાવતા હતા. બીજી તરફ આરોપીએ જણાવ્યું કે તેણે બેંકમાંથી હોમ લોન લીધી હતી.

ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે તેણે તેની હોમ ઈન્સ્યોરન્સ પોલિસી જમા કરાવી નથી. તેણે કહ્યું કે બેંકવાળા એટલા ફોન કરી રહ્યા હતા કે તે નારાજ થઈ ગયો. તેણે બેન્કરોને પાઠ ભણાવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો :-

રવીન્દ્ર જાડેજા થયો ઈમોશનલ : ટીમ ઈન્ડિયામાં વાપસી પર ખુદને ગણાવ્યો ભાગ્યશાળી, આ શખ્સને કહ્યું – થેન્ક યુ

0

Ravindra Jadeja got emotional

  • ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં ફક્ત 4 દિવસ બચ્યા છે. પહેલા મુકાબલા માટે બંન્ને ટીમો તૈયાર જોવા મળી રહી છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja is the star player of the Indian cricket team) બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પહેલા પોતાના ઘુંટણની ઈજાથી ફીટ થઈ ગયા છે. તેમણે એનસીએમાં પ્રેક્ટિસ કરતા ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધી છે. જ્યાર બાદ તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 9 ફેબ્રુઆરીએ થવા જઈ રહેલા નાગપુર ટેસ્ટ (Nagpur Test) માટે ટીમનો ભાગ બનવાના છે.

પરંતુ તે પહેલા તેમણે પોતાની ફિટનેસ અને રિહૈબમાં મદદ કરતા ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ માટે એક સંદેશ મોકલ્યો છે અને પોતાની વાપસીને લઈને એક મોટુ નિવેદન જાહેર કર્યું છે.

Ravindra Jadejaએ મેચ પહેલા આપ્યું આવું નિવેદન :

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં ફક્ત 4 દિવસ બચ્યા છે. પહેલા મુકાબલા માટે બંન્ને ટીમો તૈયાર જોવા મળી રહી છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત છે. આ વચ્ચે તેમણે મેચ શરૂ થતા રહેલા એક મોટુ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું- “મેં ફરીથી ભારતીય જર્સી પહેરવા માટે ધન્ય છું. એનસીએ ટ્રેનર્સ માટે ધન્યવાદ કરૂ છું. તેમણે મને ખૂબ પ્રેરિત કર્યા છે. પરંતુ અહીં સુધી કે રવિવારે તેમણે રિહૈબ માટે કામ કર્યું અને મને દેશ માટે રમવા માટે પ્રોત્સાહિત કર્યો છે.”

જાડેજાના ટેસ્ટ કરિયર રેકોર્ડ :

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા પોતાના ઘૂંટણની ઈજાના કારણે ટીમમાંથી બહાર હતા. તે એશિયા કપ બાદથી ટીમની બહાર હતા. આજ કારણે તે ટી20 વિશ્વ કપમાં પણ ટીમનો ભાગ ન હતા. જેની લોસ ટીમને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ફાઈનમાં 10 વિકેટની સાથે થયો હતો.  તેમની કમી ટીમ ઈન્ડિયાને તે સમયે ખૂબ વધારે લાગી હતી. ત્યાં જ તે પોતાની ઈજાથી એકદમ ફિટ થઈ ગયા છે અને વારસીને લઈને ઉત્સાહીત છે. ]

આ પણ વાંચો :-

સરકારી કર્મચારીઓની હોળી સુધરી જશે, આટલા ટકા વધી શકે મોંઘવારી ભથ્થું, વધવાનું કારણે આવ્યું સામે

0

Holi of government employees will improve

  • કેન્દ્ર સરકાર માર્ચના પહેલા અઠવાડિયામાં તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કરે તેવી સંભાવના છે.

કેન્દ્ર સરકાર (Central Govt) તરફથી સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવવાના છે. કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થું હાલના 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે સરકાર. આ અસર માટે નક્કી કરવામાં આવેલા ફોર્મ્યુલા હેઠળ મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) પૂરા 4 ટકાનો વધારો થઈ શકે છે.

શ્રમ મંત્રાલયના AICPI આંકડા પરથી વધી શકે 4 ટકા ડીએ :

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 4 જાન્યુઆરી અને 4 જુલાઈથી મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીએ)માં વધારો કરવાનો નિયમ છે. સરકાર દ્વારા હાલનું મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે.  આ માટે એક ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે.

કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી દર મહિને લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવાંક (સીપીઆઇ-આઇડબલ્યુ)ના આધારે કરવામાં આવે છે. લેબર બ્યૂરો શ્રમ મંત્રાલયનો ભાગ છે.

નવું ડીએ 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે :

ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “ડિસેમ્બર, 2022 માટે સીપીઆઇ-આઇડબલ્યુ 31 જાન્યુઆરી, 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા થાય છે. પરંતુ સરકાર ડીએમાં દશાંશ લેતી નથી. આવી સ્થિતિમાં, ડીએ ચાર ટકા પોઇન્ટ વધી શકે છે. તેને 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકાય છે.

નાણાં મંત્રાલયનો ખર્ચ વિભાગ ડીએ વધારવાનો પ્રસ્તાવ મૂકશે એમ તેમણે જણાવ્યું હતું. તે તેની આવકની અસર વિશે પણ જણાવશે. આ પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તે 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે.

હોળી પહેલા મળી શકે ડીએ વધારો :

મીડિયા રિપોર્ટ અનુસાર હોળી-ધૂળેટીના તહેવાર પહેલા સરકાર કર્મચારીઓને ડીએ વધારાની ભેટ આપી શકે છે.

આ પણ વાંચો :-

1200 કરોડમાં વેચાય માત્ર આટલાં ફ્લેટ, દેશનો સૌથી મોટો સોદો આ શહેરમાં થયો

0

Only so many flats sold for 1200 crores

  • ગુજરાતમાં જંત્રીના ભાવ વધતાં કાગારોળ છે. રાજ્યમાં જમીન અને મકાનના ભાવોમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં જ મુંબઈમાં એક નવો સોદો થયો છે. જેને પગલે પ્રોપર્ટી માર્કેટમાં નવો ધડાકો થયો છે. મુંબઈની ગગનચુંબી ઈમારતોમાં ફલેટના ભાવ ભલે ગમે તેટલા વધે પણ માલેતુદાર લોકો એ ગમે એટલી ઉંચી કિંમતે ખરીદી લે છે.

ગુજરાતમાં જંત્રીના ભાવ (Prices of Machinery) વધતાં કાગારોળ છે. રાજ્યમાં જમીન અને મકાનના ભાવોમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં જ મુંબઈમાં એક નવો સોદો થયો છે. જેને પગલે પ્રોપર્ટી માર્કેટમાં નવો ધડાકો થયો છે. મુંબઈની (Mumbai) ગગનચુંબી ઈમારતોમાં ફલેટના ભાવ ભલે ગમે તેટલા વધે પણ માલેતુદાર લોકો એ ગમે એટલી ઉંચી કિંમતે ખરીદી લે છે. વરલી વિસ્તારમાં (Worli area) તાજેતરમાં ૨૩ ફલેટ ૧૨૦૦ કરોડ રૂપિયામાં વેચાયા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ડી- માર્ટના સ્થાપક રાધાકિશન દામાણીની નજીકના લોકો એમના સંબંધીઓ અને મિત્રોએ આ ફલેટ ખરીદ્યા છે. હાલ વરલીમાં એની બેસન્ટ રોડ પર બંધાઈ રહેલા થ્રી સિકસટી વેસ્ટના ટાવર- બીમાં આ ફલેટસ ખરીદાયા છે. જેને પગલે મુંબઈમાં આ રેકોર્ડબ્રેક નવો સોદો છે. 5000 ચોરસ ફૂટનો ફ્લેટનો ભાવ અહીં 75થી 80 કરોડ રૂપિયા ચાલે છે પણ સામટા 23 ફ્લેટની ખરીદીથી એક ફલેટ દીઠ અહીં 20 કરોડનો ફાયદો થયો છે. આમ ગુજરાતમાં 20 કરોડના ફ્લેટની કલ્પના મુશ્કેલ છે પણ અહીં એક ફ્લેટમાં 20 કરોડનો ફાયદો થતાં 1200 કરોડમાં એક સાથે 23 ફ્લેટ ખરીદાયા છે.

અધધ ભાવને પગલે રિયલ્ટી માર્કેટમાં પણ મોટો ઘડાકો થયો છે. ફલેટની ખરીદી માટે દામાણીના નજીકના વર્તુળો અને બિલ્ડર  વચ્ચે લાંબા અરસાથી વાતચીત ચાલતી હતી. ૪-૫ મહિના બાદ આ ડીલ ફાઈનલ થઈ હોવાનું મનાય છે. તમામ ફલેટસનું શુક્રવારે રજિસ્ટ્રેશન પાર પડયું છે. ગયા વર્ષે થ્રી સિકસ્ટી વેસ્ટના અમુક એપાર્ટમેન્ટ ૭૫થી ૮૦ કરોડમાં વેચાયા હતા.

મુંબઈના આ પ્રોજેક્ટમાં વેચાયેલા તમામ એપાર્ટમેન્ટ ૫૦૦૦ ચો. ફુટના છે. જેની કિંમતે અંદાજે ૫૦થી ૬૦ કરોડ રૂપિયા છે. સંબંધિત બિલ્ડર આ ૨૩ ફલેટ વેચીને એક કરોડ રુપિયાનું ફાઈનાન્સ કંપનીનું ધિરાણ ચૂકવશે તેમ જાણવા મળે છે. રિયલ એસ્ટેટના જાણકારોના મતે પ્રોપર્ટી મોટા ડિસ્કાઉન્ટમાં વેચાઈ છે.

કારણ કે એકી સાથે ૨૩ ફલેટનો સોદો થયો છે. બિલ્ડર પર ફાઈનાન્સ કંપનીનું ધિરાણ ચૂકવવા દબાણ હોય એટલે તેમણે સસ્તા ભાવે આ સામૂહિક ડીલ માટે સંમતિ દાખવી હોય એ શક્ય છે. જોકે એક સાથે થયેલી આ ડિલને પગલે રિયલ્ટી માર્કેટમાં પણ મોટી તેજી આવે તેવી સંભાવના છે.

ગુજરાતમાં જંત્રી મામલે પેચ ફસાયો છે ત્યારે આગામી દિવસોમાં સરકાર કેવો નિર્ણય લે છે તેની પર મોટો આધાર છે. દામાણી પરિવારે છેલ્લાં થોડા વરસોમાં કેટલીક મોટી પ્રોપર્ટી ડીલ કરી છે. રાધાકિશન અને એમના ભાઈ ગોપીકિશન દામાણીએ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં એક બંગલો ૧૦૦૧ કરોડ રૂ.માં ખરીદ્યો હતો.

આ પણ વાંચો :-

 કાળજું કઠણ રાખીને વાંચજો આ ઘટના, દીકરા-દીકરીના લગ્ન પહેલા પિતાની અર્થી ઉઠી

0

Read this incident carefully

  • દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાનું મોત નિપજ્યુ હતું. ભાલીયા પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. કોઈ વિચારી પણ ન શકે તેવુ આ પરિવાર સાથે બન્યુ હતું.

ક્યારેક કેટલાક લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવુ લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર જ વરસી રહ્યો છે. ત્યારે એવુ થાય છે કે આવું અમારી સાથે જ કેમ થયું. વાઘોડિયાના ભાલીયા પરિવાર સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે. જ્યાં દીકરા-દીકરીના લગ્નના (Son-daughter marriage) એકસાથે ઢોલ વાગવાના હતા. તેને બદલે પિતાના મોતના મરસિયા ગાવા પડ્યાં . દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ પિતાના મોતના સમાચાર આવ્યા. કાળજું કઠન કરીને આ ઘટના વાંચજો.

બન્યું એમ હતું કે, વાઘોડિયા તાલુકાના સિંહાપુરા ગારમાં રહેતા રાજુભાઈ છગનભાઈ ભાલીયાના ઘરે તેમની દીકરી અને દીકરાના એકસાથે લગ્ન લેવાયા હતા. બે દિવસથી ઘરની બહાર મંડપ બંધાયો હતો. લગ્નના ઢોલ ઘરની બહાર વાગી રહ્યા હતા. સોમવારે 6 ફેબ્રુઆરી 2023એ રાજુભાઈની દીકરીના લગ્ન હતા. તો રાજુભાઈએ દીકરાના 7મી ફેબ્રુઆરીના રોજ જાન લઈ હર્ષોલ્લાસ સાથે પરણવા જવાના અરમાનો સજાવ્યા હતા.

આજે સાંજે જ દીકરાના લગ્નનો વરઘોડો પણ નીકળવાનો હતો. દીકરાના લગ્ન ખેડા કરમશીયા ગામે નક્કી કરવામાં આવ્યા છે. જાન લઈ મંગળવારે સવારે જવાનું હતું. ભાલીયા પરિવારના આ બધા પ્લાનિંગ વચ્ચે કુદરતે કંઈ બીજુ જ નક્કી કર્યુ હતું. તેમને ખબર ન હતી કે, તેમના પરિવાર પર એક મોટી આફત આવી પડશે.

લગ્નને બે દિવસ બાકી હતા અને રાજુભાઈ અને તેમનો આખો પરિવાર પત્ની, દીકરો અને દીકરી આદલવાડા વેવાઈના ઘરે લગ્ન માટે હાજરી આપવા નીકળ્યા હતા. ત્યાંથી પરત ફરતા સમયે તેમની રીક્ષાને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજુભાઈનું મોત નિપજ્યુ હતું. તો રીક્ષામાં સવાર તેમના પત્ની અને દીકરા-દીકરી ઈજાગ્રસ્ત થયા હતા.

આ જાણીને જ પરિવાર પર આભ તૂટી પડયું હતું. દીકરીના લગ્નના એક દિવસ પહેલા જ પિતાનું મોત નિપજ્યુ હતું. ભાલીયા પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. કોઈ વિચારી પણ ન શકે તેવુ આ પરિવાર સાથે બન્યુ હતું. પરિવારના મોભી જ મોતને ભેટ્યા હતા.

પરિવારનો આનંદનો ઉત્સવ ગાયબ થઈ ગયો હતો. જ્યાં દીકરા દીકરીના લગ્નની શરણાઈઓ વાગવાની હતી. ત્યાં પિતાની અર્થી ઉઠી હતી. આ ઘટનાથી પરિવારજનોમાં રોકકળ મચી હતી. લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતા લગ્નનો ઘરે સજાવવામાં આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

06 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોનો દિવસ રહેશે શુભ -લખો ‘હર હર મહાદેવ’

06 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે, ત્યારબાદ મોજ-શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતું જણાય.

મિથુન
હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઈક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્ક
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્રવર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યા
આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલા
દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિક
નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય.‌ વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધન
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડિટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકર
માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેતું જણાય.

કુંભ
આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદ-ખાંસી રહે. આઈસ્ક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીન
નાના ભાઈ-બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

 

05 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : આ 6 રાશિના જાતકોના તમામ કષ્ટ હરશે માં ખોડલ- લખો “જય શ્રી ખોડિયાર”

05 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણ મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્ક
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે, બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહ
રોગપ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકર-ધંધામાં પ્રગતિ.

કન્યા
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિક
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનોસાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્યું છે. આજે સંભાળજો. શરદી-ખાંસી, તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

સુંદર યુવતીના ચક્કરમાં ફસાયા વૃદ્ધ વેપારી : પાટણમાં ઝડપાઈ હનીટ્રેપની ગેંગ, પડાવતા હતા લાખો રૂપિયા

0

Old businessman caught in the circle of a beautiful girl

  • પાટણ તાલુકાના એક વ્યક્તિને ટોળકી દ્વારા હનીટ્રેપમાં ફસાવી તેની પાસે પૈસાની માંગણી કરી હતી. વેપારીએ આ ઠગ ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટોળકીને ઝડપી પાડી હતી.

પાટણમાં ઈંટોના વ્યવસાય (Brick business) સાથે સંકળાયેલા વ્યક્તિને મહિલા દ્વારા ફોન કરી તેઓને મળવા બોલાવ્યા હતા. જે બાદ વેપારી સામે કેસ કરવાની મહિલા સાથે રહેલ અન્ય આરોપીઓ દ્વારા પણ વેપારીને ફરિયાદ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

વેપારી સાથે મારઝુડ કરી પૈસાની માંગણી કરી :

મળતી માહિતી મુજબ હનીટ્રેપનો ભોગ બનનાર વ્યક્તિએ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ તેઓના મોબાઈલ નંબર પર એક અજાણી મહિલાનો ફોન  આવ્યો હતો અને તેમને મહિલાએ મળવા બોલાવ્યા હતા. ભોગ બનનાર મહિલાને મળવા ગયા હતા. મહિલા સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા.

બીજા દિવસે પણ મહિલાએ તેઓને બાલીસણા મળવા બોલાવ્યા હતા. ત્યારે ભોગ બનનાર પોતાની ગાડી લઈને બાલીસણા મહિલાને મળવા ગયા હતા. ત્યારે બાદ મહિલાને ખેતરમાં લઈ જઈ તેની સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા. તે દરમ્યાન પાંચ શખ્શો ત્યાં આવી ચડ્યા હતા અને વેપારી સાથે મારઝુડ કરી વેપારીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવ્યો હતો.

મામલાની પતાવટ માટે ટોળકીએ વેપારી પાસે પાંચ લાખની માંગણી કરી :

મહિલા તેમજ તેની સાથે આવેલા પાંચ શખ્શોએ વેપારીને કહેલ કે તમે મહિલા પર બળાત્કાર કર્યો છે અને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી રૂપિયા દસ લાખની માંગણી કરી હતી. પાંચ શખ્શોએ વેપારીના ખીસ્સા તપાસી રૂપિયા એક લાખ પડાવી લીધા હતા.

ત્યારે સમગ્ર મામલાની પટાવટ માટે પાંચ લાખની માંગણી કરી વેપારીને ઘરે મોકલ્યો હતો. વેપારીએ ઘરે પહોચ્યા બાદ તેના પુત્રને સમગ્ર આપવીતી જણાવી હતી. જે બાદ પુત્રએ પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા વેપારીએ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાંચ આરોપીઓ ઝડપાયા જ્યારે બે આરોપીઓ ફરાર :

હનીટ્રેપની તપાસ પાટણ એલ.સી.બી.ને સોંપવામાં આવતા પોલીસે પૂજા સંજયકુમાર જોષી,  સંજયજી સોમાજી ઠાકોર, મંગાજી બચાજી ઠાકોર, અનિલ પરમાર, રાજપૂત હિંમતસિંહને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બે આરોપીઓ ઠાકોર નવઘણજી દેવાજી અને ઠાકોર વામનજી ભેમાજીની શોધખોળ હાથ ધરી પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4 લાખ 61 હજારનો મુદ્દામાદ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો :-