Home Blog Page 1168

Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી; જુઓ વીડિયો

The water turned back

  • Mahindra Scorpio Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્કોર્પિયો-એનની અંદર પાણી પડતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

Mahindra Scorpio Viral Video : ઘણીવાર તમે લોકોને પાઈપ વડે વાહન ધોતા જોયા હશે. શું તમે ક્યારેય કોઈને ધોધના પાણીની નીચે કાર ધોતા જોયુ છે? જો નહીં તો અત્યારે જ જુઓ કારણ કે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો ચોંકી ગયા છે તો કેટલાક લોકો હસી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની કારમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે એક ધોધ જોયો, તેથી તેણે તેની સ્કોર્પિયો કાર લીધી અને તેને કુદરતી રીતે ધોવા માટે ધોધની નીચે પાર્ક કરી. આ દરમિયાન તે કારનું સનરૂફ પણ બંધ કરી દે છે.

થોડી સેકન્ડો પછી Scorpio-N ની અંદર અચાનક પાણી પડવા લાગે છે. SUVની સનરૂફ અને છત પર લગાવેલા સ્પીકર્સમા પણ સતત પાણી વહેવા લાગે છે. પાણીને કારણે આખું ડેશબોર્ડ ભીંજાઈ ગયું હતું. આટલું જ નહીં SUVના ઘણા ઈલેક્ટ્રોનિક પાર્ટ્સમાં પણ પાણી ઘૂસી ગયું હતું.

આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયો રાહુલ નાયર નામના એકાઉન્ટ દ્વારા તેને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

ઘણા લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. જો કોઈએ સ્ક્રિપ્ટેડ વિડિયો કહ્યું છે. તો કેટલાક યુઝર્સ કહે છે કે સનરૂફ સંપૂર્ણપણે બંધ હોવું જોઈએ બાકી અંદર પાણી આવશે. હાલમાં આ વીડિયોને લઈને મહિન્દ્રા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો :-

Investment : પગાર આવતા તત્કાલ કરો આ કામ, પૈસાથી બનાવી લેશો પૈસા

0

Investment : Do this work immediately

  • Saving Tips : મોટાભાગના લોકો પગાર મેળવે છે. તે જ સમયે, ઘણા લોકો તેમનો પગાર મળતાની સાથે જ ખર્ચ કરે છે.

જો કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પગાર આવતા જ તે પૈસામાંથી કેવી રીતે પૈસા કમાઈ શકાય છે. ખરેખર પગાર (Salary) આવતાની સાથે જ તેનો અમુક હિસ્સાનું રોકાણ કરવું જોઈએ. પગારમાં રોકાણ (Investment) કરવાની ઘણી રીતો છે.

મોટાભાગના લોકો પગાર મેળવે છે. તે જ સમયે ઘણા લોકો તેમનો પગાર મળતાની સાથે જ ખર્ચ કરે છે. જો કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પગાર આવતા જ તે પૈસામાંથી કેવી રીતે પૈસા કમાઈ શકાય છે. ખરેખર પગાર આવતાની સાથે જ તેનો અમુક હિસ્સાનું રોકાણ કરવું  જોઈએ. પગાર દ્વારા રોકાણ કરવાની ઘણી રીતો છે. આવો જાણીએ તેના વિશે.

શેરબજારશેરબજારમાં સ્ટોક્સ કંપનીમાં માલિકીનું પ્રતિનિધિત્વ કરે છે અને લાંબા ગાળે ઊંચા વળતરની સંભાવના પ્રદાન કરી શકે છે. જો કે શેરોમાં વોલેટિલિટી અને નુકસાનના ઊંચા જોખમ સાથે પણ આવે છે.

મ્યુચ્યુઅલ ફંડ – મ્યુચ્યુઅલ ફંડ એ વ્યવસાયિક રીતે સંચાલિત રોકાણ વાહન છે. જે સ્ટોક્સ, બોન્ડ્સ અથવા અન્ય સિક્યોરિટીઝનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ખરીદવા માટે સંખ્યાબંધ રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરે છે. તેઓ વૈવિધ્યકરણ અને વ્યાવસાયિક વ્યવસ્થાપન માટે સંભવિત ઓફર કરે છે પરંતુ ફી અને ખર્ચ સાથે આવે છે.

રિયલ એસ્ટેટ – રિયલ એસ્ટેટના રોકાણમાં આવક અથવા મૂડીની વૃદ્ધિ પેદા કરવા મિલકત ખરીદવા, ભાડે આપવા અથવા વેચવાનો સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ રોકાણો સ્થિર આવક અને લાંબા ગાળાના રોકાણની સંભાવના પ્રદાન કરી શકે છે.

આ પણ વાંચો :-

SBI ના ખાતાધારકો માટે મહત્વના સમાચાર, બેંકે ગ્રાહકોને ચેતવ્યા, જાણો શું કહ્યું

0

Important news for SBI account holders

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે તેઓ તમામ પ્રકારની છેતરપિંડીથી બચે. આ સાથે બેંકે લોકોને એક નવા પ્રકારની છેતરપિંડી વિશે જણાવ્યું છે અને તેનાથી બચવાની સલાહ આપી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (State Bank of India) તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે તેઓ તમામ પ્રકારની છેતરપિંડીથી બચે. આ સાથે બેંકે લોકોને એક નવા પ્રકારની છેતરપિંડી (Fraud) વિશે જણાવ્યું છે અને તેનાથી બચવાની સલાહ આપી છે.

જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે. તો તમારે આ સમાચાર પર ધ્યાન આપવું જોઈએ. તાજેતરમાં છેતરપિંડી કરનારાઓએ લોકોને મૂર્ખ બનાવવા અને તેમની બેંકોમાંથી નાણાં ઉપાડવા માટે એક નવી યુક્તિ શોધી કાઢી છે.

ઘણા લોકો આ નવા પ્રકારની છેતરપિંડીમાં ફસાઈને તેમના પૈસા ગુમાવી રહ્યા છે. તેથી SBIએ આ માટે એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને આ પ્રકારની છેતરપિંડીથી બચવાની સલાહ આપી છે.
સર્વેના નામે છેતરપિંડી

છેતરપિંડી કરનારાઓનું એક જૂથ લોકોને એક પ્રકારના સર્વેમાં ભાગ લેવા માટે મેસેજ કરી રહ્યું છે. અને જો તેઓ આ સર્વેમાં જીતશે તો તેમને ગિફ્ટ કાર્ડ અથવા રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. લાલચમાં આવીને લોકો સર્વેના નામે તેમની મહત્વપૂર્ણ વિગતો આપી રહ્યા છે અને પછી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે.

SBIએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે કે આવા મેસેદજ અથવા સર્વે ટાળવા જોઈએ જે તમારી વ્યક્તિગત વિગતો વિશે માહિતી માંગે છે. આ સાથે છેતરપિંડીની માહિતી આપવા માટે સાયબર ક્રાઈમનો રિપોર્ટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

LPG Cylinder : હોળી પહેલા ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ, LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો

0

LPG Cylinder

  • LPG Cylinder Price : માર્ચના પહેલા દિવસે જ મોંઘવારીનો મોટો માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે ઘરેલુ એલપીજી સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હોળી પહેલા આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.

માર્ચના પહેલા દિવસે જ મોંઘવારીનો (Inflation) મોટો માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધી ગયા છે. હવે દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયા થયો છે. હોળી પહેલા આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો થયો છે. જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ સિલિન્ડર હવે 2119.50 રૂપિયાનો મળશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થયા છે.

ક્યાં શું ભાવે મળશે સિલિન્ડર :

ઘરેલુ સિલિન્ડરમાં 50 રૂપિયાનો ભાવ વધારો થવાથી હવે દિલ્હીમાં 1053નો બાટલો 1103 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં 1102.5, કોલકાતામાં 1129, ચેન્નાઈમાં 1118.5 રૂપિયામાં મળશે.

જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં 2119.5 રૂપિયામાં, મુંબઈમાં 2071.5 રૂપિયામાં, કોલકાતામાં 2221.5, અને ચેન્નાઈમાં 2268 રૂપિયામાં બાટલો મળશે.

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક મહિનાથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ ઓઈલ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જબરદસ્ત વધારો કરી નાખ્યો.

આ વખતે 350.50 રૂપિયાનો વધારો થયો. આ વધારા સાથે હવે ગેસ સિલિન્ડરનો ભાવ 2119.50 રૂપિયા પહોંચ્યો છે. દિલ્હીમાં આ જ સિલિન્ડર પહેલા 1769 રૂપિયામાં મળતો હતો. એક જાન્યુઆરીએ બાટલામાં 25 રૂપિયાનો વધારો થયો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતની આ જગ્યાએ બનશે વિશ્વની સૌથી ઉંચી હોલિકા, પૂતળું બનાવવાની તડામાર તૈયારી શરૂ

0

The world’s tallest Holika will be built

  • જામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળુ. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2023 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.

અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહન (Holika Dahan). જામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળુ. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2023 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.

સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો.

ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલા થી ત્યારીઓ માં લાગી જાય છેઅને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથરા,કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે.

જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે. જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે. આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે.

હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરુંપાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશ ભાઈ વારા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે, અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે. સાંજના સમયે આમંત્રિત મહેમાનો ના વરદહસ્તે હોલિકા નું દહન કરવામાં આવે છે.

6-3-2023ને  સોમવારને રોજ સાંજના સમયે હોલિકાનું દહન થાય છે. હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા પહોંચે છે અને અસત્ય ઉપર સત્યની જીતને લોકો સાક્ષી બને છે. આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાતકાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો :-

લક્ષ્મીજી આ પાંચ રાશિના લોકોનું ચમકાવશે ભાગ્ય -વાંચો તમારું આજનું રાશિફળ

Lakshmiji will brighten the fate of these

મેષઃ
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ જળવાય. પરિવારના તમામ સભ્યો સાથે પરસ્પર પ્રેમની ભાવના મજબૂત થાય. નવા રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. નવા રોકાણો બપોર પછી કરવા. ભાગ્યનો સાથ મળશે.

વૃષભઃ
પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નવા કાર્યની શરૂઆત સફળતાપૂર્વક કરી શકાય. લોખંડ, એન્જિનિયરિંગના ધંધામાં વિશેષ સફળતા મળતી જણાય. પાચનશક્તિ મંદ પડે. મિત્રો સાથે આનંદ વધે.

મિથુનઃ
ધગશ અને ઉત્સાહમાં વધારો થાય. વ્યવહારિક બુદ્ધિને કારણે યોગ્ય નિર્ણય લઈ શકાય. દરજી, ફોટોગ્રાફી એસ્ટેટ, વિજળીના સામાનને લગતા ધંધામાં વિશે લાભ. ખભાના દુઃખાવા તથા તાવથી પરેશાની રહે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. સિદ્ધાંતવાદી વલણને કારણે અપ્રિય થવાય. નાણાકીય આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. હયાત રોકાણોથી લાભ. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગ્ય બળવાન.

સિંહઃ
નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. કપડા, અનાજ, કરીયાણા, દવા તથા ઠંડાપીણાના વેપારમાં વિશેષ લાભ. મિત્રોનો સાથ સહકાર મળે. નવી ઓળખાણથી લાભ સંભવે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળતો જણાય.

કન્યાઃ
માતૃસુખમાં વધારો થાય. માતાનું આરોગ્ય જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. એકાઉન્ટ્સ, વકીલ, હોટલના ધંધામાં વિશેષ પ્રગતિ થતી જણાય. આંખની તથા માથાના દુઃખાવાથી સાવચેતી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. હાથમાં આવેલી તક સરી જતી જણાય. ખોટું લાગે એવા પ્રસંગોનું નિર્માણ થાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ બહેનોના પ્રશ્નો ઉકેલાતા જણાય. પરિવારમાં વાદ‌-વિવાદ ટાળવા. ભાગ્યનો સાથ મળતો નથી. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. પ્રેમીપાત્રનું મિલન મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ
બપોર બાદ માનસિક ચિંતા હળવી થાય. આવકનું પ્રમાણ વધે. પરિવારમાં શાંતિનું પ્રમાણ જળવયા. સ્થાવર જંગમ મિલકતોથી લાભ મળતો જણાય. વડીલો સાથે મતભેદ ટાળવા. શરદી-ખાંસી, કફથી સાવચેતી જરૂરી.

મકરઃ
માનસિક પરેશાની વધે. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત સાચવવી. આંખની કાળજી જરૂરી. આવક જળવાય પરંતુ બપોર બાદ આવકનું પ્રમાણ ઘટતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ જળવાય.

કુંભઃ
સંતાનસુખમાં વધારો થાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીવર્ગને માટે શુભ દિવસ. સ્થાવર જંગમ મિલકતમાંથી આવકનું પ્રમાણ જળવાય. નવું વાહન મિલકતની ખરીદી શક્ય બને. માનસિક રોગોથી પરેશાની રહે.

મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. પોતે જ સાચા એવી ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. પડવા-વાગવાથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

આ પણ વાંચો :-

Reema Sen Photos : ગેંગ્સ ઓફ વાસેપુરની આ અભિનેત્રીનો જુઓ બોલ્ડ અંદાજ

Reema Sen Photos

  • Gangs of Wasseypur Reema Sen : રીમા સેન એક ફિલ્મી ફેમિલીમાંથી આવતી હોવાથી પહેલાંથી જ તેનામાં એક્ટીંગ અંગેની સુઝબુજ છે. પણ આજકાલ બોલીવુડમાં એક્ટીંગ જોવે છે કોણ.

ખાસ કરીને અભિનેત્રીને (actress) એક્ટીંગ નહીં પણ તેના ફિગર અને લુકના આધારે જજ કરવામાં આવે છે. આ મામલામાં રીમા સેન લક્કી છે. રીમા તેના સેક્સી ફિગરને (Sexy figure) કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયામાં (Social media) ફરી વાયરલ થઈ છે. જોઈને તમારું મન પણ બેકાબુ બની જશે.

રીમા સેને હમ હો ગયે આપકે કે બાદ જાલ, માલામાલ વીકલી અને સની દેઓલની ફિલ્મ જાલ ધ ટ્રેપમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે રીમા સેને વર્ષ 2012માં દિલ્લીનાપ્રખ્યાત હોટલિયર શિવકરણ સિંહ સાથે લગ્ન કર્યા હતા.

41 વર્ષની ઉંમરમાં પણ રીમા સેનની બોલ્ડનેસની ચર્ચા ખુબ થઈ રહી છે. રીમા સેને ગેંગ્સ ઓફ વાસેપુરમાં મનોજ બાજપેયી સાથે જોરદાર બોલ્ડ સીન આપ્યા હતા. જેના પછી અભિનેત્રી ખુબ લાઈમલાઈટમાં આવી.

તાજેતરમાં રીમા સેનના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેત્રી ગ્રીન બોલ્ડ ઑફ-શોલ્ડર ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીના આ ફોટા જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે શું તે ખરેખર રીમા સેન જ છે.

રીમા સેન પોતાની એક્ટિંગની સાથે સાથે બોલ્ડનેસ માટે પણ જાણિતી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રીમા સેન અભિનેત્રી મૂન મૂન સેનની મોટી દીકરી છે.

રીમા સેનની કારકિર્દીની વાત કરીએ તો અભિનેત્રીએ ફરદીન ખાનની સામે ફિલ્મ હમ હો ગયે આપકેથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. રીમા સેને બોલિવૂડમાં આવતા પહેલા સાઉથની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.

આ પણ વાંચો :-

અમીરોની દુનિયા ! ઈશા અંબાણીની પાર્ટીમાં પહોંચી નીતા, ગુજરાતી લૂકમાં છવાયા શેઠાણી, રાધિકા-પૃથ્વી તો જોવા જેવા

Nita arrives at Isha Ambani’s party

  • ઈશા અને આનંદ પીરામલે ગોઠવેલી બેબીની વેલકમ પાર્ટીમાં આખો અંબાણી પરિવાર હાજર રહ્યો હતો.

ઈશા અંબાણી (Isha Ambani) અને તેમના પતિ આનંદ પીરામલે (Anand Piramle) તેમના જોડિયા બાળકોના સ્વાગત માટે એક વેલકમ પાર્ટી ગોઠવી હતી જેમાં આખો અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. ખાસ વાત એ હતી કે અંબાણી પરિવાર (Ambani family) આ વખતે ટ્રેડીશનલ કપડાંમાં જોવા મળ્યો હતો. તેમનો ટ્રેડિશનલ આઉટફીટથી (Traditional outfit) લોકોની આંખો અંજાઈ ગઈ હતી.

ઈશાની પાર્ટીમાં તેના પપ્પા, મુકેશ અંબાણી, મમ્મી નીતા, બન્ને ભાઈઓ, ભાભીઓ અને દાદી કોકિલાબેન હાજર રહ્યાં હતા. ખાસ વાત એ હતી કે આકાશ અંબાણીનો ટેણિયો પૃથ્વી પણ હાજર રહ્યો હતો. આકાશ અંબાણી, પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી અંબાણી સાથે જોવા મળ્યા હતા.

અંબાણી પરિવાર રોયલ્ટી અને લાવણ્ય સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાયો :

મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમની પુત્રી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલના વરલી સ્થિત નિવાસ સ્થાને જોવા મળ્યા હતા. આ દરમિયાન અંબાણી પરિવાર રોયલ્ટી અને લાવણ્ય સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાયો હતો.

નીતા અંબાણીએ સિલ્ક બ્લૂ કલરની સાડી પહેરી હતી :

દીકરીની પાર્ટીમાં હાજરી આપવા આવેલી નીતા અંબાણીએ સિલ્ક બ્લુ કલરની સાડી પહેરી હતી, જેમાં સુંદર એમ્બ્રોઇડરી હતી. તેણે વાળની જોડી પહેરી હતી અને ભારે ઝવેરાત પણ પહેર્યા હતા. નીતા અંબાણી બન્ને વહુ, શ્લૌકા અને રાધિકા પર ભારે પડતી હોય તેવું પણ તસવીરો જોઈને લાગતું હતું.

મુકેશ અંબાણી બ્લૂ કલરના કૂર્તામાં શોભી ઉઠ્યાં 

આ પ્રસંગે મુકેશ અંબાણીએ બ્લૂ કલરનો કુર્તા પાયજામો અને આકાશ અંબાણીએ સી ગ્રીન કલરનો કુર્તા પાયજામો સેટ પહેર્યો હતો

પીળા રંગના કુર્તામાં ક્યૂટ લાગ્યો પૃથ્વી અંબાણી  :

પૃથ્વી અંબાણી પીળા રંગના કુર્તામાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. તે તેના દાદા મુકેશનો હાથ પકડેલો જોવા મળ્યો હતો.

શ્લોકા પણ દેખાઈ સુંદર કપડાંમાં :

અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકાએ ભાભીની પાર્ટી માટે ટ્રેડિશનલ આઉટફિટ પણ કેરી કર્યું હતું. શ્લોક યલો કલરની ફુલ સ્લીવ્ઝ ટોપ અને સ્કર્ટમાં સ્ટાઇલિશ લાગી રહ્યો હતો.

માતા કોકિલાબેન પણ રહ્યા હાજર :

ઈશાની પાર્ટી હોય પછી દાદી કોકિલાબેન કેમ ભૂલી શકે. કોકિલા અંબાણી પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં હતા અને પ્રસંગ શોભાવ્યો હતો.

આ પણ વાંચો :-

Photos : શ્વેતા તિવારીની પુત્રીની બોલ્ડ અને હોટ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી, જોઈને લોકોને પરસેવો છૂટી ગયો.

The bold and hot pictures  

  • Palak Tiwari Photos : ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ઘણી ફેમસ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરતી રહે છે. હાલમાં જ પલક એ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેના માટે તેની ટીકા પણ થઈ રહી છે.

Palak Tiwari Photos : ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની (TV actress Shweta Tiwari) દીકરી પલક તિવારી (Palak Tiwari) ઘણી ફેમસ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કરતી રહે છે. હાલમાં જ પલકએ સોશિયલ મીડિયા (Social media) પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેના માટે તેની ટીકા પણ થઈ રહી છે. તસવીરો પર ઘણી અભદ્ર કમેન્ટ્સ પણ આવી છે.

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી તેના નવા પ્રોજેક્ટ્સ સાથે શોબિઝમાં ચમકી રહી છે. યુવા અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય છે, જ્યાં તે તેની આગામી ફિલ્મો, મ્યુઝિક વીડિયો વિશે પોસ્ટ કરે છે અને પ્રચાર કરે છે. એટલું જ નહીં. તે ફોટોશૂટ અને વેકેશન તસવીરો દ્વારા ચાહકોને તેના જીવનની ઝલક આપવાનું પણ પસંદ કરે છે. તાજેતરમાં તેણે આવું જ કંઈક કર્યું હતું પરંતુ તે તેના પર ફરી વળ્યું હતું. હકીકતમાં પલકની આ તસવીરો જોઈને લોકો ખૂબ ગુસ્સે થઈ ગયા.

પલક તિવારીએ પ્રિન્ટેડ ટ્રાઉઝર સાથે જાંબલી બોડીસૂટમાં કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી હતી. તેણીએ ગ્લોસી મેકઅપ અને તેની સાથે કાઉબોય ટોપી પહેરી હતી. જ્યારે તે એકદમ સ્ટાઇલિશ છે, ત્યારે તેની કેટલીક ક્લોઝ તસવીરોને નેટીઝન્સને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકો દ્વારા તેણીની ટીકા કરવામાં આવી હતી. એક યુઝરે લખ્યું, ‘બૂબ્સ બતાવીને લોકપ્રિયતા નહીં મળે. એકે કોમેન્ટ કરી, ‘તમે તમારો ચહેરો કેમ બતાવો છો, જે બતાવવા માગો છો તે દેખાઈ રહ્યું છે.’

પલકના ચાહકોએ વખાણ કર્યા :

પરંતુ અન્ય લોકો પણ હતા જેમણે તેણીની ‘કુદરતી સુંદરતા‘ અને ‘ગ્લેમરસ’ દેખાવ માટે પ્રશંસા કરી હતી. એક ચાહકે લખ્યું, ‘વાહ…અદ્ભુત ડ્રેસ.’ ઘણા લોકો હાર્ટ અને ફાયર ઇમોજી પણ મૂકી છે.

આ પણ વાંચો :-

Hair Care Tips : ક્યારે પણ ન કરો આ ભૂલો, 25 વર્ષની ઉંમરે જ વાળ થઈ જશે ધોળા

Hair Care Tips

  • Hair Mistakes To Avoid : વ્યક્તિના વાળ તેને વધારે સુંદર બનાવે છે. પણ આજના સમયમાં લોકોના જીવનમાં વધારે દોડધામ હોવાના કારણે નાની ઉંમરમાં જ તેમના વાળ ખરી જાય છે. અને આવી સ્થિતિમાં જો તમે પણ વાળના સફેદ થવાના કારણે પરેશાન છો.

Hair Mistakes To Avoid : વાળ કોઈ પણ વ્યક્તિને વધારે સુંદર અને દેખાવડો બનાવે છે. જો તમારા વાળ નાની ઉંમરમાં જ ઓછા અથવા તો સફેદ (White) થવા લાગે છે. તો તમારે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ. હા આજકાલ દરેક વ્યક્તિ ઈચ્છે છે. કે તેના વાળ કાળા અને ઘટ્ટ હોવા જોઈએ.

વાળને સફેદ થતાં રોકવા માટે ક્યારે પણ ન કરો આ ભૂલો :

1. ભરપૂર માત્રામાં પાણી પીવો :

જો તમે પાણી ઓછું પીવો છો. તો તમારા શરીરમાં મેલનિનની માત્રા ઓછી થઈ જાય છે. જેના કારણે શરીરમાં તેની ઉણપ થઈ જાય છે. બીજી તરફ જો તમે પૂરતું પાણી ન પૃીતા હો તો ડિહાઈડ્રેશનની સમસ્યા શરૂ થઈ જાય છે. અને તે તમારા વાળને અસર કરે છે.

પાણીની ઉણપને કારણે વાળ બેજાન અને સફેદ થવા લાગે છે. પાણી સિવાય તમે તમારા આહારમાં નારિયેળ પાણી, શાકભાજીનો રસ અને લીંબુપાણીનું પણ તમે સેવન કરી શકો છો. આના સેવનથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે.

2. દરરોજ તડકામાં સમય પસાર કરવાનું ટાળો :

જો તમે તાપના વધુ સંપર્કમાં આવતા હોવ છો. તો તમારા શરીરમાં મેલનિનનું પ્રમાણ ઘટવા લાગે છે. મેલાનિનથી બચવા માટે તમારે સીધા તડકામાં જવાનું ટાળવું જોઈએ. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારા વાળનું વધારે ધ્યાન રાખો. તથા દરરોજ તડકામાં સમય પસાર કરવાનું ટાળો. આમ કરવાથી તમારા વાળ સૂર્યથી પ્રભાવિત થશે નહીં.

3. તણાવ લેવાનું ટાળવું જોઈએ :

જો કોઈ વ્યક્તિને વધારે પડતું ટેન્શન હોય છે. તેને વધારે સફેદ વાળ આવવાની સમસ્યા થવા લાગે છે. તો તમારે વધુ પડતા તણાવ લેવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો :-