ગુજરાતની આ જગ્યાએ બનશે વિશ્વની સૌથી ઉંચી હોલિકા, પૂતળું બનાવવાની તડામાર તૈયારી શરૂ

Share this story

The world’s tallest Holika will be built

  • જામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળુ. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2023 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.

અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહન (Holika Dahan). જામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળુ. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2023 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.

સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો.

ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલા થી ત્યારીઓ માં લાગી જાય છેઅને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથરા,કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે.

જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે. જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે. આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે.

હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરુંપાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશ ભાઈ વારા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે, અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે. સાંજના સમયે આમંત્રિત મહેમાનો ના વરદહસ્તે હોલિકા નું દહન કરવામાં આવે છે.

6-3-2023ને  સોમવારને રોજ સાંજના સમયે હોલિકાનું દહન થાય છે. હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા પહોંચે છે અને અસત્ય ઉપર સત્યની જીતને લોકો સાક્ષી બને છે. આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાતકાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો :-