હિરાનાં વેપારીઓ માટે મહત્વનાં સમાચાર ! આ હીરાના ભાવમાં વધારો થવાથી વેપારમાં વધારો થવાની આશા

Share this story

Important news for diamond traders

  • છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) કારણે ડાયમંડ ઉદ્યોગમાં (Diamond Industry) મંદીનો દોર જોવા મળી રહ્યો હતો.

પરંતુ હાલમાં થોડા સમય માટે ખોલવામાં આવેલી ડિટીસીની (DTC) સાઈટ પર રફ હીરાના ભાવમાં વધારો આવ્યો છે. આ ભાવ વધારાને કારણે હીરા ઉદ્યોગકારોને વેપારમાં વધારો થવાની આશા છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં ડાયમંડ ટ્રેડિંગ કોર્પોરેશન (Diamond Trading Corporation) દ્વારા બીજી સાઈટ ખોલવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં ખુલેલી આ સાઈડમાં પાતળા રફ હીરાના ભાવમાં સાત ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો જ્યારે જાડા રફના ભાવ સ્થિર જોવા મળ્યા હતા. 0.75 કેરેટ થી નાના હીરાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે જાણકારોના મત મુજબ ને કારણે હીરા બજારમાં રફની 30 ટકા જેટલી અછત હોવાથી ભાવ વધ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

રફ હીરાના ભાવ વધવાનું મુખ્ય કારણ એ પણ લાગી રહ્યું છે કે આગામી એક માર્ચ થી પાંચ માર્ચ સુધી હોંગકોંગ ખાતે ડાયમંડ ઉદ્યોગને લગતું એક એક્ઝિબિશન યોજવાનું છે આ એક્ઝિબિશનને કારણે પણ હીરાની માંગમાં વધારો થવાની શક્યતાને જોતા રફ ડાયમંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

માર્ચની પહેલી તારીખથી પાંચમી તારીખ સુધી હોંગકોંગમાં યોજાનારા એક્ઝિબિશનને કારણે રફ હીરાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હીરાના વેપારીઓ પણ આ એક્ઝિબિશન સારી રીતે થાય તેવી આશા સીવી રહ્યા છે જો આ એક્ઝિબિશન સારી રીતે ન થાય અને ત્યાંથી હીરાની માંગમાં વધારો ન થાય તો જે રફ હીરાના ભાવ વધ્યા છે એ રફ હીરાના ભાવ વેપારીઓના પેટ પર પાટું પડ્યા સમાન થશે. હાલની આ સ્થિતિને જોતા હીરા ઉદ્યોગો કારો એક્ઝિબિશન ની સફળતા માટે આશાવાદી બન્યા છે.

હીરા વેપારીઓને હાલ એક માત્ર હોંગકોંગ ના એક્ઝિબિશનથી આશા છે ત્યારે જો આ એક્ઝિબિશનમાં હીરાની માંગ ન વધી તો રફ હીરાના વધેલા ભાવો વેપારીઓને મુશ્કેલીમાં મૂકશે.

આ પણ વાંચો :-