6 ફૂટ લાંબો સળિયો શ્રમિકના શરીરના આરપાર નીકળ્યો, કટરથી કાપીને બચાવી લેવાયો જીવ

Share this story

A 6-foot long rod protruded across the

  • Surat News : સુરતમાં આવાસના બાંધકામ દરમિયાન ત્રીજા માળેથી 6 ફૂટ લાંબો સળિયો પડતાં કારીગરની ગરદનથી છાતી સુધી ઘુસ્યો.

સુરતના (Surat) પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું (Pradhan Mantri Awas Yojana) કામ ચાલી રહ્યું છે. ત્યારે અહી કામ કરતા એક શ્રમિક પર ત્રીજા માળેથી લોખંડનો સળીયો પડતા સળીયો ડોકથી પીઠ સુધી ઘુસી ગયો હતો. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ સાથી કર્મચારીઓએ કટર વડે સળીયો કાપીને શ્રમિકને ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ ચાલી રહ્યું છે. અહી કામગીરી દરમ્યાન આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. અહી મોહમદ રફિક આલમ નામનો વ્યક્તિ કામ કરી રહ્યો હતો તે દરમ્યાન ઉપરથી અકસ્માતે સળિયો પડ્યો હતો અને આ સળીયો તેના ડોકના ભાગેથી પીઠના ભાગમાં અંદર ઘુસી ગયો હતો.

આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. ઈજાગ્રસ્ત સાથીને જોઈ અન્ય શ્રમિકો પણ ત્યાં દોડી આવ્યા હતા. શ્રમિકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ડોકના ભાગેથી સળીયો ઘુસી ગયો હતો.

બીજી તરફ સળિયો લાંબો હોવાથી ઘટના સ્થળે અન્ય શ્રમિકોએ કટર વડે સળીયો કાપી ૧૦૮ને તાત્કાલિક જાણ કરી હતી. જેથી 108 ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાદમાં શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સિવિલમાં લાવ્યા બાદ તાત્કાલિક કારીગરને દુખાવા નું ઇન્જેક્શન અને ધનુરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત જરૂરી મેડિસિન અને બોટલો પણ આપી સારવાર ચાલુ કરવામાં આવી હતી.

આ ઘટના વિશે સિવિલ હોસ્પિટલના સીએમઓ ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે મોહમદ રફિક આલમ નામના દર્દીને સારવાર અર્થે લાવવામાં આવ્યો છે. દર્દી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ કરી રહ્યો હતો, તે વેળાએ ત્રીજા માળથી સળીયો ઉપરથી પડ્યો હતો અને તેના ડોકમાં ઘુસી ગયો હતો. સળીયો ખુબ જ લાંબો હતો.

કટરથી ઘટના સ્થળે સળીયો કાપીને તેણીને ૧૦૮ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બે થી અઢી ફૂટ જેટલો સળીયો અંદર ઘુસી ગયો હોવાનું જાણવા મળ્યું રહ્યું છે. દર્દીની તાત્કાલિક સારવાર ચાલુ કરવામાં આવી છે. દર્દી હાલમાં ભાનમાં છે નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.

તો આ વિશે 108 ના અધિકારી પરાગભાઈ હડિયાએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતા જ સિંગણપોર લોકેશનની ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી ગયી હતી. દર્દીને સળીયો ડોકના ભાગેથી પીઠના ભાગ સુધી ઘુસી ગયો હતો. જેથી ઉપરના ભાગેથી ૨ થી ૩ ફૂટ જેટલો સળિયો કાપવામાં આવ્યો હતો અને બાદમાં દર્દીને ૧૦૮માં જરૂરી સારવાર આપી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-