Home Blog Page 1161

સરકારી કર્મચારીઓના પગારમાં થઈ ગયો 17 ટકાનો તોતિંગ વધારો, આ રાજ્ય સરકારે ભરી દીધા ખિસ્સાં

0

A whopping 17 percent increase

  • કર્ણાટક સરકારે તેના કર્મચારીઓના પગારમાં 17 ટકાના તોતિંગ વધારાની જાહેરાત કરતા કર્મચારીઓ ખુશથી ઉછળી પડ્યાં હતા.

કર્ણાટકના (Karnataka) મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ (Basavaraj Bommai) બુધવારે આંદોલનકારી સરકારી કર્મચારી સંગઠનને શાંત કરવા માટે 17 ટકાના વચગાળાના પગાર વધારાની જાહેરાત કરી છે. સાતમા પગાર પંચની (Seventh Pay Commission) ભલામણોના આધારે પગારમાં સુધારો કરવાની અને નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ને પાછી ખેંચી લેવાની માગણી સાથે કામ પડતું મૂકવાના એસોસિયેશનના નિર્ણયને કારણે કર્ણાટકમાં સરકારી સેવાઓ (Government service) ખોરવાઈ ગઈ હતી જેના પગલે સીએમ બોમ્મઈએ પગાર વધારાની જાહેરાત કરીને તેમને શાંત પાડ્યાં હતા.

17 ટકાના પગાર-વધારાની જાહેરાત સાથે શું બોલ્યાં સીએમ બોમ્મઈ :

સીએમ બોમ્મઈએ કહ્યું કે અમે 7માં પગાર પંચની નિમણૂક કરી દીધી છે. એસોસિએશન સાથે વાતચીત પછી, અમે એક કરાર પર પહોંચ્યા છીએ. વચગાળાની રાહત તરીકે, અમે સરકારી કર્મચારીઓને 17 ટકાનો વધારો આપીશું. આદેશો જારી કરવામાં આવી રહ્યા છે.

ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ) અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજનાને ફરીથી રજૂ કરવા માટે વધારાના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. બે મહિનામાં તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવશે.

લેખિત ઓર્ડર મળે પછી જ આંદોલન ખતમ કરીશું- એસોસિએશન પ્રમુખ  

એસોસિએશનના પ્રમુખ સીએસ શાદાક્ષરીએ જણાવ્યું કે જ્યાં સુધી લેખિત આદેશ બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી એસોસિએશન પોતાનું પ્રદર્શન પાછું નહીં ખેંચે. અમે આ ખાતરીઓ પહેલાં પણ સાંભળી છે. અમે સ્પષ્ટ રીતે કહ્યું છે કે અમે ખાતરીઓ સ્વીકારીશું નહીં. અમે ઓર્ડરની અપેક્ષા રાખીએ છીએ. એકવાર આદેશો જારી થયા પછી.

આ પણ વાંચો :-

Do you know : ચા સાથે આ વસ્તુઓ ઝેર સમાન છે, જરૂરી છે જાણકારી હોવી

Do you know

  • Side Effect : આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી વસ્તુઓ જ જણાવીશું કે ચા સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આવો જાણીએ..

foods with tea : ક્યારેક ખોટી માહિતીના કારણે ચા (Tea) સાથે લોકો એવી એવી વસ્તુઓનું સેવન કરતા હોય છે કે જેના કરાણે તેમને સ્વાસ્થ્ય (Health) સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં લોકોને એ ચીજોની માહિતી હોવી જરૂરી છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી વસ્તુઓ જ જણાવીશું કે ચા સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આવો જાણીએ.

ક્યારેક ખોટી માહિતીના કારણે ચા સાથે લોકો એવી એવી વસ્તુઓનું સેવન કરતા હોય છે કે જેના કરાણે તેમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં લોકોને એ ચીજોની માહિતી હોવી જરૂરી છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવી વસ્તુઓ જ જણાવીશું કે ચા સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આવો જાણીએ.

ચા સાથે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

– વ્યક્તિએ ચા સાથે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. અત્રે જણાવવાનું કે ઠંડી વસ્તુઓમાં સોડા, કોલ્ડ ડ્રિંક વગેરે પણ સામેલ છે. આવામાં તેમના સેવનથી વ્યક્તિની ડાઈજેસ્ટિવ સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે.

– ચા સાથે હળદરવાળી ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. હળદરમાં લિક્વિડ એલિમેન્ટ રહેલા છે જે કેમિકલ રિએક્શન કરીને તમારી પાચન ક્રિયાને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.

– વ્યક્તિએ ચા સાથે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ નહીં. લીલા પાંદડાવાળા શાકભાજીમાં સરસવ, બ્રોંકલી, શલજમ, મૂળા, ફ્લાવર, વગેરે સામેલ છે.

– વ્યક્તિએ ચા સાથે કાચા શાકભાજીનું સેવન જેમ કે સલાડ, ઉકાળેલા ઈંડા, સ્પ્રાઉટ, અનાજ વગેરેનું પણ સેવન કરવું જોઈએ નહીં.

આ પણ વાંચો :-

ચાર્જિંગમાં લાગેલા મોબાઈલ પર હેલો બોલતા જ મળ્યું મોત ! શરીરના ઉડી ગયા ચિથડે-ચિથડાં !

0

He died while saying hello

  • Mobile Users : આજના સમયમાં મોબાઈલ વગર કોઈને પણ ચાલે તેમ નથી. દિવસનો મોટા ભાગનો સમય લોકો મોબાઈલ પર જ પસાર કરે છે. ત્યારે હવે આ મોબાઈલ તમારા માટે જીવનું જોખમ બની ગયું છે. જો તમે પણ મોબાઈલ ચાર્જિંગમાં રાખીને વાત કરતા હો તો ચેતી જજો. નહીં તો જીવ જઈ શકે છે.

ઉજજૈન (Ujjain) જિલ્લાના બાડનગરમાં મોબાઈલ ચાર્જિંગમાં રાખી એક વ્યક્તિ વાત કરતો હતો. જેવું તેણે હોલો કહ્યું કે સિધુ મોબાઈલે (Moblie) તેને મોત આપ્યું. દયારામ બારોડ નામનો 65 વર્ષનો વૃદ્ધ મોબાઈલ ચાર્જિંગમાં (Mobile charging) રાખી વાત કરવા જતા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. જેનાથી એ વૃદ્ધ મોતને ભેટ્યો હતો. ત્યારે તેના એક મિત્રએ પોલીસને જાણ કરી હતી કે દયારામ બારોડનું (Dayaram Barod) મોત થયું છે. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચતા ત્યાં વૃદ્ધના શરીરના ટૂકડા અને મોબાઈલના સ્પેરપાર્ટ વિખેરાયેલા જોવા મળ્યા.

મોબાઈલમાં બ્લાસ્ટ, શરીરના થયા ટૂકડા :

મોબાઈલમાં એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે દયારામ નામના વૃદ્ધના શરીરના ટૂકડા થઈ ગયા. ઘટના સ્થળના દ્રશ્યો જોતા પોલીસને અંદાજ આવ્યો કે આ મોબાઈલમાં બ્લાસ્ટ થવાથી ઘટના બની છે. વૃદ્ધ મોબાઈલ ચાર્જિંગમાં રાખી વાત કરી રહ્યો હતો. જેનાથી મોબાઈલમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી છે. પોલીસને સ્થળ પરથી એવી કોઈ સામગ્રી નથી મળી જેનાથી વૃદ્ધનું મોત થઈ શકે. ત્યારે મોબાઈલ બ્લાસ્ટથી મોતની ઘટનાથી ચારેતરફ ફફડાટ ફેલાયો છે.

શું તમામ મોબાઈલમાં થઈ શકે છે બ્લાસ્ટ?

ચાર્જિંગમાં રાખીને મોબાઈલ પર વાત કરવામાં થયેલા બ્લાસ્ટની ઘટનાથી અનેક સવાલ ઉઠ્યા છે. હાલના સમયમાં મોબાઈલ બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોની પ્રાથમિકતા બની ગયો છે. ત્યારે નાનામાં નાની એક પણ ભૂલ કરશો તો મોતને ભેટી શકો છો.

આ પણ વાંચો :-

4 માર્ચ પછી અલગ અંદાજમાં દેખાશે ગુજરાતનું આકાશ ! આંધી-પવન સાથે..

0

After March 4, the sky of Gujarat will

  • Gujarat Weather : કેટલાંક ભાગોમાં આંધી પવન સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત માર્ચ મહિના દરમિયાન ગરમી વધતા તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

૪થી માર્ચ બાદ રાજ્યમાં હવામાન (Weather) પલટો શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ૪થી ૮માર્ચ દરમિયાન માવઠાની (Mawtha) શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ શકે છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં આવી શકે છે વાતાવરણમાં પલટો. જેના કારણે દેશમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ થઈ શકે છે. 2 માર્ચ સુધી દેશમાં ઉત્તરીય પર્વતીય ભાગો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, યૂપી સહિતના રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.

 જ્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં 4 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાંક વિસ્તારોમાં 8 માર્ચ સુધી કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને ઉત્તર-મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, પૂર્વ ગુજરાત, પંચમહાલ , ઉત્તર ગુજરાતના મહેસાણા, સમી, હારિજ, કડી, બેચરાજી,  વિસનગર, સિદ્ધપુર, વડનગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠું પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. તા. ૧૪ માર્ચથી ૧૯મી સુધી અને એ પછી પણ હવામાનમાં પલટો આવી શકે છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ છે.

તા. 20, 21 માર્ચ દરમિયાન ગરમી વધશે. જ્યારે તા. 24, 26 દરમિયાન સાગરમાં હલચલ આવી શકે છે. કેટલાંક ભાગોમાં આંધી પવન સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત માર્ચ મહિના દરમિયાન ગરમી વધતા તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો :-

બહેનની ફ્રેન્ડ સાથે પ્રેમમાં પડ્યો આ ભારતીય ખેલાડી, પહેલી મુલાકાતમાં જ થયો પ્રેમ

0

This Indian player fell in love with

  • Ravindra Jadeja Love Story :  ટીમ ઈન્ડિયાનો અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વ્યસ્ત છે. તેણે છેલ્લી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. રવિન્દ્ર જાડેજાની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. ખરેખર તેને તેની બહેનની મિત્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એક પાર્ટીમાં મળ્યા હતા. જાડેજાએ મુલાકાતના થોડા મહિના પછી જ સગાઈ કરી લીધી હતી.

ટીમ ઈન્ડિયાનો અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (All-rounder Ravindra Jadeja) બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં (Border Gavaskar Trophy) વ્યસ્ત છે. તેણે છેલ્લી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. રવિન્દ્ર જાડેજાની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. ખરેખર તેને તેની બહેનની મિત્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એક પાર્ટીમાં મળ્યા હતા. જાડેજાએ મુલાકાતના થોડા મહિના પછી જ સગાઈ કરી લીધી હતી.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેના શાનદાર પ્રદર્શન માટે જાણીતો છે. હાલમાં તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વ્યસ્ત છે. રવિન્દ્ર જાડેજાની પત્ની ગુજરાતમાં ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં, તમે ચોક્કસપણે તેમની લવ સ્ટોરી જાણવાનું પસંદ કરશો.

રવિન્દ્ર જાડેજા રાજપૂત પરિવારમાંથી આવે છે. તેનો પરિવાર ઈચ્છતો હતો કે જાડેજા જલ્દી લગ્ન કરે. પરંતુ રવિન્દ્ર જાડેજાનું ધ્યાન ક્રિકેટ સિવાય અન્ય કોઈ બાબતમાં ગયું ન હતું. લગ્ન પહેલા તે પોતાનું કરિયર વધુ સારું બનાવવા માંગતો હતો.

No description available.

જાડેજાએ વર્ષ 2016માં રીવાબા સોલંકી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. ખાસ વાત એ છે કે રીવાબા તેની બહેનની મિત્ર હતી. જાડેજા એક પાર્ટી દરમિયાન તેમને મળ્યા હતા.

રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાએ જાડેજાનો પરિચય રીવાબા સાથે કરાવ્યો. જાડેજા પહેલી જ મુલાકાતમાં તેના પ્રેમમાં પડી ગયો હતો. જાડેજા અને રીવાબાએ પાર્ટીમાં નંબર એક્સચેન્જ કર્યા અને અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ.

લગભગ 3 મહિનાની મુલાકાત પછી જ જાડેજા અને રીવાબાની સગાઈ થઈ ગઈ. પછી તરત જ તેણે લગ્ન પણ કરી લીધા. લગ્નના 1 વર્ષ પછી રીવાબાએ પુત્રીને જન્મ આપ્યો. તેઓએ પુત્રીનું નામ નિધ્યાના રાખ્યું છે.

No description available.

રીવાબાએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તે હાલમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે. તેઓ ગુજરાતના જામનગર ઉત્તરના ધારાસભ્ય પદ પર છે.

આ પણ વાંચો :-

Heat Wave : કૂદકે ભૂસકે વધતી ગરમીથી સરકાર ચિંતાતૂર, ગરમીથી બચવા માટે આ ઉપાય અજમાવો

0

Heat Wave

  • Heatwave Alert : ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કેટલાક રાજ્યોમાં તાપમાનમાં અસામાન્ય વધારો જોતા કેન્દ્ર સરકારે હીટવેવ અને લૂ અંગે એલર્ટ જાહેર કર્યું છે.

ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કેટલાક રાજ્યોમાં તાપમાનમાં (temperature) અસામાન્ય વધારો જોતા કેન્દ્ર સરકારે હીટવેવ અને લૂ (Heatwave and the loo) અંગે એલર્ટ જાહેર કર્યું છે તથા ગરમીને પહોંચી વળવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે 28 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવું પડ્યું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને હીટવેવથી બચવાના ઉપાય જણાવ્યાં છે. અત્રે જણાવવાનું કે અત્યારથી અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં તો તાપમાન 35 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે.

એક માર્ચથી ગરમીથી થતી બીમારીઓના ડેટા નોંધાશે :

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું છે કે 1 માર્ચ 2023થી ગરમીથી થતી બીમારીઓ, તેજ ગરમીનો ભોગ બની રહેલા દર્દીઓ અને હીટવેવથી થનારા મોતના આંકડા નોંધવાનું શરૂ કરી દેજો.

ક્લાઈમેટ ચેન્જ પર સરકારે શરૂ કરી ડેટાની નોંધણી :

પત્રમાં કહેવાયું છે કે ભારતના અનેક  ભાગોમાં અત્યારથી જ સામાન્ય રીતે તાપમાન વધી ગયું છે. આવામાં સરકારના નેશનલ ક્લાઈમેટ ચેન્જ પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને ડેટા ભેગો કરવામાં આવે કે કયા રાજ્ય અને કયા જિલ્લામાં કેટલા લોકો ગરમીનો ભોગ બનીને બીમાર પડી રહ્યા છે કે પછી જીવ ગુમાવી શકે છે.

આ સમયમાં ઘરમાંથી બહાર ન નીકળવું :

સરકાર ગરમીથી બચવા સામાન્ય લોકો માટે પણ એડવાઈઝરી બહાર પાડી છે અને બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ સાથે જ સરકારે એક હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે. જેથી કરીને કોઈ પણ ઈમરજન્સી હાલતમાં આ નંબરો પર સંપર્ક થઈ શકે. ગરમીનો ભોગ થવા પર નાગરિકો હેલ્પલાઈન નંબર 108 અને 102 નો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો :-

Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી; જુઓ વીડિયો

The water turned back

  • Mahindra Scorpio Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્કોર્પિયો-એનની અંદર પાણી પડતું જોવા મળી રહ્યું છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

Mahindra Scorpio Viral Video : ઘણીવાર તમે લોકોને પાઈપ વડે વાહન ધોતા જોયા હશે. શું તમે ક્યારેય કોઈને ધોધના પાણીની નીચે કાર ધોતા જોયુ છે? જો નહીં તો અત્યારે જ જુઓ કારણ કે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો ચોંકી ગયા છે તો કેટલાક લોકો હસી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની કારમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે એક ધોધ જોયો, તેથી તેણે તેની સ્કોર્પિયો કાર લીધી અને તેને કુદરતી રીતે ધોવા માટે ધોધની નીચે પાર્ક કરી. આ દરમિયાન તે કારનું સનરૂફ પણ બંધ કરી દે છે.

થોડી સેકન્ડો પછી Scorpio-N ની અંદર અચાનક પાણી પડવા લાગે છે. SUVની સનરૂફ અને છત પર લગાવેલા સ્પીકર્સમા પણ સતત પાણી વહેવા લાગે છે. પાણીને કારણે આખું ડેશબોર્ડ ભીંજાઈ ગયું હતું. આટલું જ નહીં SUVના ઘણા ઈલેક્ટ્રોનિક પાર્ટ્સમાં પણ પાણી ઘૂસી ગયું હતું.

આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડીયો રાહુલ નાયર નામના એકાઉન્ટ દ્વારા તેને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

ઘણા લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. જો કોઈએ સ્ક્રિપ્ટેડ વિડિયો કહ્યું છે. તો કેટલાક યુઝર્સ કહે છે કે સનરૂફ સંપૂર્ણપણે બંધ હોવું જોઈએ બાકી અંદર પાણી આવશે. હાલમાં આ વીડિયોને લઈને મહિન્દ્રા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો :-

Investment : પગાર આવતા તત્કાલ કરો આ કામ, પૈસાથી બનાવી લેશો પૈસા

0

Investment : Do this work immediately

  • Saving Tips : મોટાભાગના લોકો પગાર મેળવે છે. તે જ સમયે, ઘણા લોકો તેમનો પગાર મળતાની સાથે જ ખર્ચ કરે છે.

જો કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પગાર આવતા જ તે પૈસામાંથી કેવી રીતે પૈસા કમાઈ શકાય છે. ખરેખર પગાર (Salary) આવતાની સાથે જ તેનો અમુક હિસ્સાનું રોકાણ કરવું જોઈએ. પગારમાં રોકાણ (Investment) કરવાની ઘણી રીતો છે.

મોટાભાગના લોકો પગાર મેળવે છે. તે જ સમયે ઘણા લોકો તેમનો પગાર મળતાની સાથે જ ખર્ચ કરે છે. જો કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પગાર આવતા જ તે પૈસામાંથી કેવી રીતે પૈસા કમાઈ શકાય છે. ખરેખર પગાર આવતાની સાથે જ તેનો અમુક હિસ્સાનું રોકાણ કરવું  જોઈએ. પગાર દ્વારા રોકાણ કરવાની ઘણી રીતો છે. આવો જાણીએ તેના વિશે.

શેરબજારશેરબજારમાં સ્ટોક્સ કંપનીમાં માલિકીનું પ્રતિનિધિત્વ કરે છે અને લાંબા ગાળે ઊંચા વળતરની સંભાવના પ્રદાન કરી શકે છે. જો કે શેરોમાં વોલેટિલિટી અને નુકસાનના ઊંચા જોખમ સાથે પણ આવે છે.

મ્યુચ્યુઅલ ફંડ – મ્યુચ્યુઅલ ફંડ એ વ્યવસાયિક રીતે સંચાલિત રોકાણ વાહન છે. જે સ્ટોક્સ, બોન્ડ્સ અથવા અન્ય સિક્યોરિટીઝનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ખરીદવા માટે સંખ્યાબંધ રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરે છે. તેઓ વૈવિધ્યકરણ અને વ્યાવસાયિક વ્યવસ્થાપન માટે સંભવિત ઓફર કરે છે પરંતુ ફી અને ખર્ચ સાથે આવે છે.

રિયલ એસ્ટેટ – રિયલ એસ્ટેટના રોકાણમાં આવક અથવા મૂડીની વૃદ્ધિ પેદા કરવા મિલકત ખરીદવા, ભાડે આપવા અથવા વેચવાનો સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ રોકાણો સ્થિર આવક અને લાંબા ગાળાના રોકાણની સંભાવના પ્રદાન કરી શકે છે.

આ પણ વાંચો :-

SBI ના ખાતાધારકો માટે મહત્વના સમાચાર, બેંકે ગ્રાહકોને ચેતવ્યા, જાણો શું કહ્યું

0

Important news for SBI account holders

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે તેઓ તમામ પ્રકારની છેતરપિંડીથી બચે. આ સાથે બેંકે લોકોને એક નવા પ્રકારની છેતરપિંડી વિશે જણાવ્યું છે અને તેનાથી બચવાની સલાહ આપી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (State Bank of India) તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે તેઓ તમામ પ્રકારની છેતરપિંડીથી બચે. આ સાથે બેંકે લોકોને એક નવા પ્રકારની છેતરપિંડી (Fraud) વિશે જણાવ્યું છે અને તેનાથી બચવાની સલાહ આપી છે.

જો તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે. તો તમારે આ સમાચાર પર ધ્યાન આપવું જોઈએ. તાજેતરમાં છેતરપિંડી કરનારાઓએ લોકોને મૂર્ખ બનાવવા અને તેમની બેંકોમાંથી નાણાં ઉપાડવા માટે એક નવી યુક્તિ શોધી કાઢી છે.

ઘણા લોકો આ નવા પ્રકારની છેતરપિંડીમાં ફસાઈને તેમના પૈસા ગુમાવી રહ્યા છે. તેથી SBIએ આ માટે એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને આ પ્રકારની છેતરપિંડીથી બચવાની સલાહ આપી છે.
સર્વેના નામે છેતરપિંડી

છેતરપિંડી કરનારાઓનું એક જૂથ લોકોને એક પ્રકારના સર્વેમાં ભાગ લેવા માટે મેસેજ કરી રહ્યું છે. અને જો તેઓ આ સર્વેમાં જીતશે તો તેમને ગિફ્ટ કાર્ડ અથવા રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. લાલચમાં આવીને લોકો સર્વેના નામે તેમની મહત્વપૂર્ણ વિગતો આપી રહ્યા છે અને પછી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે.

SBIએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે કે આવા મેસેદજ અથવા સર્વે ટાળવા જોઈએ જે તમારી વ્યક્તિગત વિગતો વિશે માહિતી માંગે છે. આ સાથે છેતરપિંડીની માહિતી આપવા માટે સાયબર ક્રાઈમનો રિપોર્ટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

LPG Cylinder : હોળી પહેલા ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ, LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો

0

LPG Cylinder

  • LPG Cylinder Price : માર્ચના પહેલા દિવસે જ મોંઘવારીનો મોટો માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે ઘરેલુ એલપીજી સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હોળી પહેલા આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.

માર્ચના પહેલા દિવસે જ મોંઘવારીનો (Inflation) મોટો માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધી ગયા છે. હવે દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયા થયો છે. હોળી પહેલા આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો થયો છે. જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ સિલિન્ડર હવે 2119.50 રૂપિયાનો મળશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થયા છે.

ક્યાં શું ભાવે મળશે સિલિન્ડર :

ઘરેલુ સિલિન્ડરમાં 50 રૂપિયાનો ભાવ વધારો થવાથી હવે દિલ્હીમાં 1053નો બાટલો 1103 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં 1102.5, કોલકાતામાં 1129, ચેન્નાઈમાં 1118.5 રૂપિયામાં મળશે.

જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં 2119.5 રૂપિયામાં, મુંબઈમાં 2071.5 રૂપિયામાં, કોલકાતામાં 2221.5, અને ચેન્નાઈમાં 2268 રૂપિયામાં બાટલો મળશે.

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક મહિનાથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ ઓઈલ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જબરદસ્ત વધારો કરી નાખ્યો.

આ વખતે 350.50 રૂપિયાનો વધારો થયો. આ વધારા સાથે હવે ગેસ સિલિન્ડરનો ભાવ 2119.50 રૂપિયા પહોંચ્યો છે. દિલ્હીમાં આ જ સિલિન્ડર પહેલા 1769 રૂપિયામાં મળતો હતો. એક જાન્યુઆરીએ બાટલામાં 25 રૂપિયાનો વધારો થયો હતો.

આ પણ વાંચો :-