Home Blog Page 1154

મુસાફરોને આનંદો ! લોકપ્રિય બનેલી આ ત્રણ મીની બસ સેવા ફરીથી શરૂ

0

Relaunch of this popular three

  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યુ બ્રાન્ડ પુશબેક સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા રોજિંદા અપડાઉન્ન કરતા ટ્વીન સિટી માટે સુરત-નવસારી માટે તદ્દન ન્યુ બ્રાન્ડ મિની બસ શહેરના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવી હતી.

મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશ-બેકની સુવિધા સુરત-અંબાજી (Surat-Ambaji) અને સુરત-ડીસા તથા સુરત-નવસારી માટે મીની બસ સેવા શરૂ થઈ છે. લક્ઝરી બસ તથા બ્રાન્ડ-ન્યુ મીની બસની (Brand-new mini bus) સેવા જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે શરૂ કરવામાં આવી છે.

સુરત શહેરીજનો અને મુસાફર જનતા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યુ બ્રાન્ડ પુશબેક સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા રોજિંદા અપડાઉન્ન કરતા ટ્વીન સિટી માટે સુરત-નવસારી માટે તદ્દન ન્યુ બ્રાન્ડ મિની બસ શહેરના જિલ્લા પ્રમુખ ભાવેશ પટેલના હસ્તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી લીલી ઝંડીથી પ્રસ્થાન કરાવી હતી.

મુસાફર જનતા અને શહેરીજનોને ધામક યાત્રા સર્વિસ અને રોજીંદા અપ-ડાઉન મુસાફરોની સુખાકારીમાં ઉમેરો થયો છે. S.T સુરતથી અંબાજી અને ડીસા માટે ધાર્મિક યાત્રા લકઝરી બસને આજે લીલી ઝંડી અપાઈ છે. સુરતથી નવસારી માટે બ્રાન્ડ ન્યુ મીની બસને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી શરૂ કરાઇ છે.

આ અંગે એસટી નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશ-બેક (ટૂબાયટૂ)ની સુવિધા સાથે સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા સુરત-નવસારી માટે મીની બસની આજથી શરૂઆત કરાઈ છે.

આ પણ વાંચો :-

બ્રિટિશ PM સુનક પટ્ટા વિના કૂૂતરાને લઈને ફરવા નીકળ્યાં, એમની જ પોલીસે બતાવ્યો નિયમ !

British PM Sunak went for

  • બ્રિટનના વડા પ્રધાન સુનકે સેન્ટ્રલ લંડનના હાઈડ પાર્કમાં પરિવાર સાથે ફરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જે બાદ મેટ્રોપોલિટન પોલીસ ફોર્સે તેમને નિયમોની યાદ અપાવી હતી.

બ્રિટનના (Britain) વડા પ્રધાન ઋષિ સુનક (Rishi Sunak) અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને (Akshata Murthy) હાઈડ પાર્કમાં તેમના કૂતરાને ‘ચેન’ બાંધ્યા વિના ચાલતા જોવામાં આવ્યા હતા. જે નિયમોની વિરુદ્ધ હતું. તેનો કૂતરો ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો. આ પછી બ્રિટિશ પોલીસે તેમને અટકાવ્યા અને નિયમોની યાદ અપાવી.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં પીએમ ઋષિ સુનક તેમના બે વર્ષના કૂતરા સાથે પાર્કમાં ફરતા જોવા મળે છે. તેનો ‘લેબ્રાડોર રિટ્રીવર‘ (Labrador Retriever) બ્રીડનો કૂતરો ‘ધ સર્પેન્ટાઈન’ તળાવના કિનારે સાંકળ વગર ચાલતો જોવા મળે છે.

જો કે આ વિસ્તારમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે અહીં આવતા લોકોએ પોતાના કૂતરાઓને સાંકળો બાંધીને રાખવા જોઈએ જેથી કરીને અન્ય કોઈને કોઈ સમસ્યા ન થાય. સુનક તેની પત્ની સાથે અહીં પહોંચ્યો હતો. તેના કૂતરા સાથે ફરતા તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘટના વિશે વાત કરતાં મેટ્રોપોલિટન પોલીસે સુનકની પત્ની અક્ષતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે સમયે પાર્કમાં હાજર એક પોલીસ અધિકારીએ મહિલા સાથે વાત કરી અને તેને ત્યાંના નિયમો વિશે જણાવ્યું. આ પછી કૂતરાને સાંકળથી બાંધી દેવામાં આવ્યો હતો.

પીએમ ઓફિસના પ્રવક્તાએ આ સમગ્ર મામલે કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, પોલીસે કહ્યું કે આ મામલે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ ઘટના પહેલા સુનકને સીટ બેલ્ટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

ખાલી પેટ દૂધ પીવાથી ફાયદાના બદલે થશે આ નુકસાન, તો ખાસ વાંચો… નહીં તો પસ્તાશો

Drinking milk on an empty stomach

  • દૂધનું સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ કે નહીં? શું સવારે ખાલી પેટે દૂધ પીવું ફાયદાકારક છે ખરું? સવારે તમે જે પણ ચીજનું સેવન કરો તેની અસર આખો દિવસ રહી શકે છે. આથી સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ અને શું નહીં તે ખાસ જાણવું જરૂરી છે.

Milk Side Effect : દૂધને (Milk) સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે દૂધમાં શરીરને જરૂરી તમામ પોષક તત્વો રહેલા છે. રોજ દૂધના સેવનથી તમારું શરીર (Body) એકદમ તંદૂરસ્ત રહે છે. પરંતુ જો દૂધનું સેવન ખોટા પ્રકારે કરવામાં આવે તો ફાયદા તો દૂરની વાત રહે પરંતુ સમસ્યા ચોક્કસપણે ઊભી થઈ શકે છે. તમે પણ જો દૂધ નિયમિતપણે પીતા હોવ તો આ લેખ ખાસ વાંચજો.

અનેક લોકો દૂધને સંપૂર્ણ આહાર ગણીને તેનું સવારે ખાલી પેટે જ સેવન કરતા હોય છે. એમ સમજે છે કે સ્વાસ્થ્ય માટે તે ખુબ સારું છે. તમારા માટે એ જાણવું ખુબ જરૂરી છે કે દૂધનું સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ કે નહીં? શું સવારે ખાલી પેટે દૂધ પીવું ફાયદાકારક છે ખરું? સવારે તમે જે પણ ચીજનું સેવન કરો તેની અસર આખો દિવસ રહી શકે છે. આથી સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ અને શું નહીં તે ખાસ જાણવું જરૂરી છે.

ખાલી પેટે દૂધનું સેવન :

દૂધમાં જે પોષક તત્વો છે તેને તે સંપૂર્ણ આહાર બનાવે છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ સવારે ઉઠીને ફર્સ્ટ મીલ તરીકે દૂધનું સેવન નુકસાનકારક નીવડી શકે છે. દૂધના સેવન અંગે આયુર્વેદમાં અનેક વાત કહેવામાં આવી છે. આર્યુવેદ મુજબ સવારે ખાલી પેટે દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. આ ઉપરાંત દૂધ પીવા અંગે કેટલાક રિસર્ચ અને અભ્યાસમાં પણ એવું જાણવા મળ્યું છે કે સવારે ખાલી પેટે દૂધ પીવાથી કેટલાક લોકોને નુકસાન થઈ શકે છે.

સવારે ખાલી પેટે દૂધનું સેવન દરેક વ્યક્તિની પાચન ક્ષમતા પર નિર્ભર કરે છે. જો તમે ગેસની સમસ્યાથી પીડાતા હોવ તો સવારે ખાલી પેટે દૂધ પીવું તમારા માટે નુકસાનકારક બની શકે છે. તમારી પાચનક્રિયા ધીમી પડી શકે છે. જો કે દરેક વ્યક્તિમાં તે અલગ અલગ રીતે હોય છે આથી સવારે ખાલી પેટે દૂધ પીતા પહેલા તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

થઈ શકે છે આ નુકસાન :

દૂધ સંપૂર્ણ આહાર ગણાતો હોવાના કારણે સવારે કેટલાક લોકો નાશ્તા સાથે કે નાશ્તામાં તેનું સેવન કરે છે. પરંતુ દૂધ પીતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ખાલી પેટે દૂધ પીવું કેટલાક લોકો માટે નુકસાનકારક નીવડી શકે છે. પાચન સંબધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હાઈપર એસિડિટીની સમસ્યાવાળા લોકોએ સવારે ખાલી પેટે દૂધ પીતા બચવું જોઈએ.

1. જેમનું પાચનતંત્ર નબળું હોય તેમણે ખાલી પેટે દૂધ પીવું ન જોઈએ. નબળી પાચનક્રિયાવાળા લોકો માટે સવારે ખાલીપેટે દૂધ પીવું નુકસાનકારક નીવડી શકે છે. ગેસ્ટ્રિક સમસ્યાઓ થઈ શકે છે. ડાયેરિયા કે ઉલ્ટીની સમસ્યા પણ થઈ શકે છે.

2. કોઈ એલર્જીથી પીડાતા હોવ તો સવારે ખાલી પેટે દૂધ ન પીવું જોઈએ. ખાલી પેટે દૂધ પીવાથી સમસ્યા વધી શકે છે.

જો કે તમારા માટે એ વાત જાણવી પણ એટલી જ જરૂરી છે કે સવારે ખાલી પેટે દૂધ પીવાથી કેટલાક લોકોને ફાયદો પણ થઈ શકે છે. પરંતુ જો ઉપર જણાવેલી કોઈ પરેશાનીથી પીડાતા હોવ તો તમારે તેના ખાલી પેટે સેવનથી બચવું જોઈએ. લેક્ટોઝ ઈનટોલરન્સવાળા લોકો માટે પણ સવારે ખાલી પેટે દૂધનું સેવન નુકસાનકારક હોય છે.

આ પણ વાંચો :-

Mobile Number : સરકાર લાવી મોટો નિયમ, હવે બંધ થશે આ 10 અંકના નંબર

Mobile Number

  • TRAI એક નવો નિયમ લઈને આવ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના આ નિયમથી ટેલીમાર્કેટિંગ કંપનીઓને આંચકો લાગી શકે છે. ટ્રાઈનો નવો નિયમ કહે છે કે ટેલિમાર્કેટિંગ કંપનીઓના અનરજિસ્ટર્ડ નંબર 7 દિવસમાં બંધ થઈ જશે.

Mobile: આજના યુગમાં દરેક પાસે મોબાઈલ છે (Mobile) અને મોબાઈલમાં વાપરવા માટે સિમ કાર્ડ (Sim Card) પણ છે. દરેક સિમ કાર્ડનો પોતાનો અનન્ય નંબર હોય છે અને ભારતમાં આ નંબર 10 અંકનો હોય છે. જો કે હવે આ 10 અંકોમાંથી કેટલાક નંબર બંધ થવા જઈ રહ્યા છે. આ માટે કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તે જ સમયે સરકાર આ નંબરોને રોકવા માટે કહી રહી છે.

મોબાઈલ નંબર :

વાસ્તવમાં Telecom Regulatory Authority of India (TRAI) એક નવો નિયમ લઈને આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના આ નિયમથી ટેલીમાર્કેટિંગ કંપનીઓને આંચકો લાગી શકે છે. ટ્રાઈનો નવો નિયમ કહે છે કે ટેલિમાર્કેટિંગ કંપનીઓના અનરજિસ્ટર્ડ નંબર 7 દિવસમાં બંધ થઈ જશે. આવી સ્થિતિમાં તે ટેલિમાર્કેટિંગ કંપનીઓ જે પ્રમોશન માટે 10 અંકોનાં અનરજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરે છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

ટેલિકોમ : તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓ દ્વારા બિઝનેસ કેટેગરીમાં ટેલીમાર્કેટિંગ કંપનીઓને અલગ-અલગ મોબાઈલ નંબર આપવામાં આવે છે. આમ કરવામાં આવે છે જેથી સામાન્ય નંબર અને પ્રમોશનલ નંબર વચ્ચેનો તફાવત કરી શકાય અને સામાન્ય લોકો તેના વિશે જાણી શકે. આવી સ્થિતિમાં લોકોને એ પણ ખબર પડશે કે કયો નંબર પ્રમોશનલ છે.

ટેલીમાર્કેટિંગ :

જો કે, હાલમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં ઘણી ટેલિમાર્કેટિંગ કંપનીઓ દ્વારા પ્રમોશન માટે સામાન્ય નંબરોનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં TRAI આ નંબરો પર કડક પગલાં લઈ રહ્યું છે. જેથી ટેલિમાર્કેટિંગ કંપનીઓ સામાન્ય લોકોને બળજબરીથી કોલ અથવા મેસેજ ન કરે. ટ્રાઈએ હવે ટેલીમાર્કેટિંગ કંપનીઓને આવા સામાન્ય નંબરો પરથી કોલ-મેસેજ ન કરવા અને તેને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો :-

17 માર્ચ 2023, આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના સાંઇબાબાની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

17 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ

આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આધ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભઃ

ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.

મિથુનઃ

ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાકીય રોકાણોનું આયોજન ફાયદાકારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્ની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્કઃ

આવક અંગે મધ્યમ દિવસ છે, પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્રવર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ

સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારું રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.

કન્યાઃ

ગઈકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતાપિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલાઃ

આવકનું પ્રમાણ જળવાતા માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.

વૃશ્ચિક:

ગઈકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારું રહે.

ધનઃ

આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટીવી જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકરઃ

આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર વાણાની સગવડ થઈ જશે. દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભઃ

શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલિંગ જેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જૂના મિત્રોને મળવાનું શક્ય બને. તેમનો સાથ સહકાર મળતો જણાય.

મીનઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. સામાજિક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

આ પણ વાંચો :-

સગા વ્હાલા વચ્ચે સિગારેટ ફૂંકતી જોવા મળી અનન્યા પાંડે ? વાયરલ Photo જોઈ ઉઠ્યા સવાલ

Ananya Pandey was seen smoking a cigarette among relatives 

  • બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તાજેતરમાં તેની કઝિન અલાના પાંડેની મહેંદી સેરેમનીમાં સામેલ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રીના લૂકે બધાના મન જીતી લીધા.

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) તાજેતરમાં તેની કઝિન અલાના (Cousin Ala) પાંડેની મહેંદી સેરેમનીમાં (Mehendi ceremony) સામેલ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રીના લૂકે બધાના મન જીતી લીધા. પિંક કલરના ચણિયા ચોળીમાં અનન્યા કોઈ બાર્બી ડોલ જેવી લાગતી હતી. તેને જોઈને નેટિઝન્સે તેના ખુબ વખાણ કર્યા હતા. જો કે અલાનાના મહેંદી ફંકશનથી અનન્યાનો એક એવો ફોટો સામે આવ્યો કે બધા ચોંકી ગયા.

ઈન્ટરનેટ પર અનન્યા પાંડેની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટામાં અભિનેત્રી સ્મોકિંગ કરતી જોવા મળે છે. અનન્યા બહેન અલાનાની મહેંદી સેરેમનીમાં સિગરેટ પીતી જોવા મળી છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં અનન્યાની ચારેબાજુ ગેસ્ટ જોવા મળી રહ્યા છે. જ્યારે અભિનેત્રી એક કોર્નરમાં સ્મોકિંગ કરતી જોવા મળે છે. જો કે હજુ સુધી આ તસવીરની પુષ્ટિ થઈ શકી નથી.

ટ્વિટર પર આ ફોટાને શેર કરતા @BEINGRADHEYA નામના એક યૂઝરે કટાક્ષ કરતા લખ્યું કે અનન્યા પાંડે પાસેથી આ પ્રકારે સ્મોકર હોવાની આશા નહતી. કઈ રીતે નેપો કિડ્સ હેલ્થ ફ્રીક હોવાની બડાઈઓ મારે છે.

અત્રે જણાવવાનું કે બહેન અલાનાની મહેંદી સેરેમનીમાં અનન્યાએ બેબી પિંક કલરના ખુબસુરત ફ્લોરલ ચણિયા ચોળી પહેર્યા હતા. અભિનેત્રીએ મિનિમલ જ્વેલરી અને ન્યૂડ મેકઅપ સાથે પોતાના લુકને કમ્પલિટ કર્યો હતો. આ લુક પર તેણે મિડલ પાર્ટેડ હેર સ્ટાઈલ પોની બનાવી હતી. આ બધાના કારણે અનન્યા કોઈ પરીથી જરાય કમ નહતી લાગતી.

અલાના પાંડેની વાત કરીએ તો તેણે પોતાની મહેંદી સેરમનીમાં ગ્રીન કલરના ચણિયા ચોળી પહેર્યા હતા. તેના ચણિયા પર એમ્બ્રોઈડરી વર્ક કરેલું હતું. આ લુકમાં અલાનાએ પણ ફેન્સના દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો :-

Latest Gold Rate : ચાંદી તો સસ્તી થઈ પણ તો સોનું… જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0
Latest Gold Rate
  • ભારતીય શરાફા બજારમાં આજે 16 માર્ચના રોજ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેજીનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનું અને ચાંદીએ મહિનાના અંતમાં જબરદસ્ત કડાકો પણ જોયો. પરંતુ એકવાર ફરીથી સોનું ઉચકાઈ રહ્યું છે.

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 16 માર્ચના રોજ સોનાના (Gold) ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના (Gold and Silver) ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેજીનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનું અને ચાંદીએ મહિનાના અંતમાં જબરદસ્ત કડાકો પણ જોયો.

પરંતુ એકવાર ફરીથી સોનું ઉચકાઈ રહ્યું છે. જોકે ચાંદીના  ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સોનું 58500 અને ચાંદી 71000ની સપાટીએ પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ સોનામાં 3000 રૂપિયા સુધીથી વધુનો અને ચાંદીમાં લગભગ 8000 રૂપિયા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. હવે એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે.

આજના સોના ચાંદીના ભાવ :

અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 999 ટચનું 10 ગ્રામ સોનું 213 રૂપિયાના વધારા સાથે 58115ની સપાટીએ જોવા મળ્યું. જ્યારે 995 ટચનું સોનું 211 રૂપિયાના વધારા સાથે 57882ની સપાટીએ જોવા મળ્યું.

916 પ્યોરિટીવાળું સોનું 195 રૂપિયાની તેજી સાથે 53233ની સપાટીએ જોવા મળ્યું છે. 750 પ્યોરિટીવાળું સોનું 43586ની સપાટીએ અને 585 ટચનું સોનું 10 ગ્રામે 33997 રૂપિયાના ભાવે જોવા મળ્યું. ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક કિલોએ 361 રૂપિયાના ઘટાડા સાથે ભાવ 66500 પર પહોંચ્યા છે.

65,000 પહોંચવાનું અનુમાન :

વિશેષજ્ઞોનું અનુમાન છે કે આ દિવાળી સુધીમાં સોનું અને ચાંદી જબરદસ્ત ઉચકાઈ શકે છે. એક્સપર્ટે સોનાના ભાવ 65000 રૂપિયા અને ચાંદીના ભાવ 80,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તાજેતરમાં 58500 રૂપિયાના હાઈ લેવલ સુધી પહોંચનારું સોનું ફરીથી ચડીને 58000 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યું છે. ચાંદીમાં જો કે હાલ તો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો :-

ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય આ 5 વસ્તુ ખાવાથી સુધરી જાય છે મૂડ. ગુસ્સો આવે તો કરી લો ટ્રાય

No matter how angry you are 

  • Food Good For Mood : ગુસ્સો આવતો હોય તો તેની પાછળ મુખ્ય કારણ પેટ હોય છે. જ્યારે પેટમાં કોઈ સારી વસ્તુઓ ન જાય તો મૂડ ખરાબ થવા લાગે છે અને ગુસ્સો આવે છે. તેની સાથે જ ખાવામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી મૂડ સુધરી જાય છે.

મૂડ ખરાબ હોય અને ગુસ્સો (Gusso) આવતો હોય તો તેની પાછળ મુખ્ય કારણ પેટ હોય છે. જ્યારે પેટમાં કોઈ સારી વસ્તુઓ ન જાય તો મૂડ ખરાબ થવા લાગે છે અને ગુસ્સો આવે છે. તેની સાથે જ ખાવામાં (Eat) કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી મૂડ સુધરી જાય છે.

એક રિપોર્ટ અનુસાર જે લોકો વિટામિન ડી (Vitamin D) યુક્ત આહારનું સેવન કરે છે તેમને આ પ્રકારની સમસ્યા થતી નથી. જે લોકો વિટામિન ડી યુક્ત આહારનું સેવન નથી કરતા તે લોકોમાં ગુસ્સો વધારે જોવા મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ કેટલીક વસ્તુઓની યાદી પણ બનાવી છે જેનું સેવન કરવાથી મૂળ સુધરે છે.

ડાર્ક ચોકલેટ : ડાર્ક ચોકલેટ ન્યુરોને પ્રોડક્ટ કરે છે જે મૂડને સુધારે છે. એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે ડાર્ક ચોકલેટ ખાવાથી 70% લોકોમાં ડિપ્રેશન ના લક્ષણ જોવા મળ્યા નથી.

બદામ : બદામ મગજને તેજ કરે છે તે વાત સૌ કોઈ જાણે છે. બદામ સહિતના ડ્રાયફ્રુટમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે મગજના ફંકશનને તુરંત સક્રિય કરે છે. તેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે અને મેમરી પણ સુધરે છે.

મસાલા : ભારતીય રસોઈમાં જે મસાલાનો ઉપયોગ થાય છે તે ખૂબ જ ફાયદાકારક છે. ભોજનમાં ઉપયોગમાં આવતા મસાલા મૂડને સુધારે છે. મસાલામાં ઘણા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે મગજને ફ્રી રેડીકલ્સથી મુક્ત કરે છે અને સ્ટ્રેસ વધવા દેતા નથી.

આ પણ વાંચો :-

 

આટલાં રૂપિયામાં તો કંઈ નથી મળતું જેટલામાં મળી રહી છે આ શાનદાર સ્માર્ટ વોચ !

Nothing can be found in such  

  • Smart Watch : આ વોચની બેટરી લાઈફ કંપનીના દાવા પ્રમાણે ખૂબ જ વધારે છે. સિંગલ ચાર્જમાં તે સાત દિવસ સુધી ચાલી શકે છે. સાથે તેમાં કેમેરા, મ્યુઝિક કંટ્રોલ, વેધર અપડેટ, નોટિફિકેશન્સ, ફાઈન્ડ માય ફોન અને મિનિ ગેમ્સના ફીચર્સ છે.

બૉલ્ટ (Boult) કંપનીએ એક નવી સ્માર્ટ વોચ (Smart watch) લોન્ચ કરી છે. Boult Audio Drift Plusમાં ઝિંક અલોય ફ્રેમ અને રાઈટ સાઈડમાં ફિઝિકલ બટન સાથે સ્કવેર ડાયલ આપવામાં આવ્યું છે. આ વોચ વૉટર રેસિસ્ટન્ટની સાથે IP68 રેટેજ છે. એમાં 500 nits પીક બ્રાઈટનેસ અને HD રિઝોલ્યૂશનની સાથે 1.85 ઈંચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

આ વોચમાં 100થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. વોચ બ્લૂટૂથ કોલિંગને પણ સપોર્ટ કરે છે. સાથે તેમાં બિલ્ટ ઈન માઈક અને સ્પીકર છે. વોઈસ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ છે. આ સાથે તેમાં હાર્ટ રેટ મોનિટર, બ્લડ ઓક્સીજન સેન્સર. સ્લીપ ટ્રેકર અને મેન્સ્ટ્રૂઅલ સાઈકલ મોનિટર પણ આપવામાં આવ્યું છે. તેમાં સિડેન્ટ્રી અને હાઈડ્રેશન રિમાઈન્ડર પણ છે.

આ વોચની બેટરી લાઈફ કંપનીના દાવા પ્રમાણે ખૂબ જ વધારે છે. સિંગલ ચાર્જમાં તે સાત દિવસ સુધી ચાલી શકે છે. સાથે તેમાં કેમેરા, મ્યુઝિક કંટ્રોલ, વેધર અપડેટ, નોટિફિકેશન્સ, ફાઈન્ડ માય ફોન અને મિનિ ગેમ્સના ફીચર્સ છે. આ વોચ એકદમ અફોર્ડેબલ છે. તેની કિંમત 1499 રૂપિયા છે. તેને ટેન, આઈસી બ્લ્યૂ, બ્લેક, બ્લેક કૉફી, ડેનિમ બ્લૂ અને સ્નો લેધર કલર ઓપ્શન આપવામાં વ્યા છે. આ વોચને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટથી ખરીદી શકાય છે.

આ પણ વાંચો :-

Farmers Income : ખેડૂતોની આવક બમણી કરવા ખાસ યોજના, કેવી રીતે મેળવી શકો છો લાભ ?

0

Special plan to double the income of farmers 

  • આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. એટલા માટે જ કેન્દ્ર સરકાર ખેતીના વિકાસ પર વધુ ભાર આપે છે. સાથે ખેડૂતોની આવક બમણી કરવાના સૂત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. ત્યારે કેટલીક એવી યોજનાઓ છે જેનાથી ખેડૂતોને ખુબ જ ફાયદો થાય છે.

ભારતમાં ખેડૂતોને (Farmers) અન્નદાતા માનવામાં આવે છે. ખેડૂતોના લીધે જ દેશમાં ધાન પાકે છે જેનાથી લોકોને પેટ ભરાય છે. એટલા માટે જ ખેડૂતોના ફાયદા માટે અનેક યોજનાઓ ચલાવાય છે. ત્યારે આવી જ એક યોજના કેન્દ્ર સરકાર (Central Govt) ખેડૂતોના લાભ માટે ચલાવે છે. જેમાં ખેડૂતોને સારું વ્યાજ મળે છે.

ખેડૂતો માટે KVP યોજના :

પોસ્ટ ઓફિસના માધ્યમથી કિસાન વિકાસ પત્ર એટલે કે KVP યોજના ચાલે છે. જેમાં ખેડૂતોને રોકાણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ખેડૂતોને પોસ્ટ ઓફિસની આ યોજનામાંથી સારું વળતર મળે છે. આ યોજનામાં ખેડૂતો માત્ર 1 હજાર રૂપિયાથી રોકાણ કરી શકે છે. જો કે આમા વધારે રૂપિયાનું રોકાણ કરવા અંગે કોઈ મર્યાદા નથી.

ઊંચા વ્યાજ દરથી સારી આવક :

આ યોજનામાં હાલ ખેડૂતોને 7.2 ટકા વ્યાજ કંપાઉન્ડિંગ આધાર પર વાર્ષિક આપવામાં આવે છે. આ યોજનામાં તમે ઈચ્છો તેટલા ખાતા ખોલાવી શકો છો. પરંતુ આ યોજનામાં માત્ર ખેડૂતો જ ખાતું ખોલાવી શકે છે.

યોજનામાં 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ પોતાના એકલાનું અથવા સંયુક્ત રીતે 3 સભ્યોનું ખાતું પણ ખોલાવી શકે છે. 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના સગીરનું ખાતું વાલીને સાથે રાખી ખોલાવી શકાય છે.

ક્યારે બંધ કરાવી શકો છો આ ખાતું :

પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ કિસાન વિકાસ પત્ર યોજનાના ખાતાને બંધ કરવા માગતા હો તો રોકાણ કર્યાની તારીખથી 2 વર્ષ અને 6 મહિના બાદ બંધ કરાવી શકો છો. પરંતુ કેટલી ખાસ પરિસ્થિતિઓમાં ખાતાને સમયમર્યાદા પહેલાં પણ બંધ કરવામાં આવે છે. જો ખાતાધારકનું મૃત્યુ થાય, ગેઝેટેડ અધિકારી મારફત ગીરવે મુકો અને કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવે ત્યારે સમય મર્યાદા પહેલા પણ ખાતું બંધ થઈ શકે છે.

આ પણ વાંચો :-