Home Blog Page 1145

Toll Plaza પર જો 10 સેકન્ડથી વધુ સમય થાય તો નહીં ભરવો પડે ટોલ ટેક્સ, જાણો નિયમ

0

Know the rule if you spend

  • થોડા વર્ષો પહેલા સુધી ટોલ પ્લાઝા પર ખુબ ભીડ લાગતી હતી અને લોકોને પ્લાઝા પાર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારે FASTag ની વ્યવસ્થા કરી અને તેને જરૂરી કરી દેવાઈ. આ મામલે National Highway Authority of India એ કેટલાક નિયમો પણ બનાવ્યા જેનો હેતુ FASTag વ્યવસ્થાને વધુ સારી રીતે લાગૂ કરવાનો હતો.

થોડા વર્ષો પહેલા સુધી ટોલ પ્લાઝા (Toll Plaza) પર ખુબ ભીડ લાગતી હતી અને લોકોને પ્લાઝા પાર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારે FASTag ની વ્યવસ્થા કરી અને તેને જરૂરી કરી દેવાઈ. આ મામલે National Highway Authority of India એ કેટલાક નિયમો પણ બનાવ્યા જેનો હેતુ FASTag વ્યવસ્થાને વધુ સારી રીતે લાગૂ કરવાનો હતો. FASTag વ્યવસ્થાથી બે વાત ખાસ થઈ. એક તો ટોલ ટેક્સનું કલેક્શન વધી ગયું અને બીજુ ટોલ પ્લાઝા પર ભીડ લાગવાની ઓછી થઈ ગઈ.

મે 2021માં NHAI એ દિશા નિર્દેશ બહાર પાડ્યા જે મુજબ દરેક ટોલ પ્લાઝા પર પ્રતિ વાહન સર્વિસ ટાઈમ 10 સેકન્ડથી વધુ હોવો જોઈએ નહીં. આ નિયમ પીક અવર્સ (એવો સમય કે જ્યારે ટોલ પ્લાઝા પર સૌથી વધુ ટ્રાફિક હોય) માં પણ લાગૂ રહેશે. સર્વિસ ટાઈમનો અર્થ છે કે એ સમય જેમાં ટોલ ટેક્સ વસૂલ કરીને વાહનને આગળ જવા દેવામાં આવે.

આ સાથે જ નવા દિશાનિર્દેશમાં એમ પણ કહેવાયું કે ટોલ પ્લાઝા પર વાહનોની 100 મીટરથી વધુ લાંબી લાઈન હોવી જોઈએ નહીં. આ માટે NHAI એ ટોલબૂથથી 100 મીટરના અંતર પર એક પીળી પટ્ટી બનાવવાની પણ જોગવાઈ કરી જેનાથી ટોલથી પહેલાના 100 મીટરના અંતરની લોકોને જાણકારી મળી શકે.

શું કહે છે નિયમ :

નિયમ મુજબ નેશનલ હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝા પર  જો કોઈ વાહનને ટોલ કાપીને આગળ જવામાં 10 સેકન્ડથી વધુનો વેઈટિંગ ટાઈમ લાગે તો તે ટોલ ટેક્સ આપ્યા વગર જઈ શકે છે. આ સિવાય ટોલ પ્લાઝા પર વાહનોની જો 100 મીટરથી વધુ લાંબી લાઈન હશે તો વાહનોને ટોલ બૂથના 100 મીટરના દાયરામાં લાઈન સુધી પહોંચવા ટોલ ચૂકવ્યા વગર જવા દેવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 

CNG Kit કારમાં લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો ? ભૂલથી પણ આ 4 ભૂલો ના કરતા

Planning to install CNG Kit in the car?

  • જો તમે પણ તમારી કારમાં CNG કિટ લગાવવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. આમ ન કરતાં તમારો જીંદગીભર પસ્તાવાનો વારો આવી શકે છે. સીએનજી કિટ સાથે જોડાયેલી તે કઇ વાતો છે, આજે અમે તેના વિશે જણાવીશું.

CNG Kit Fitting in Car : લોકોની આ બદલાયેલી માનસિકતાના કારણે તેમને પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel) વધેલા ભાવથી રાહત મળી રહી છે. પરંતુ આ આદત ક્યારેક જીવલેણ પણ બની શકે છે.  પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે આજકાલ દરેક પોતાની કારને CNGમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે લોકો કોઈપણ પરિચિત મિકેનિક (Mechanic) પાસેથી કારમાં સીએનજી કિટ (CNG Kit in Car) લગાવી રહ્યા છે.

CNG કિટ લગાવવામાં રાખો આ સાવચેતી :

જો તમે પણ તમારી કારમાં CNG કિટ લગાવવાનું વિચારી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. આમ ન કરતાં તમારો જીંદગીભર પસ્તાવાનો વારો આવી શકે છે. સીએનજી કિટ સાથે જોડાયેલી તે કઇ વાતો છે, આજે અમે તેના વિશે જણાવીશું.

ફક્ત અધિકૃત ડીલર પાસેથી જ કીટ ઇન્સ્ટોલ કરો :

CNG કિટ ખરીદ્યા પછી, તેને લોકલ મિકેનિક અથવા ડીલર પાસેથી ઇન્સ્ટોલ કરાવવાની ભૂલ કરશો નહી. આવા મિકેનિક આ પ્રકારની કીટ ઇન્સ્ટોલ કરવા માટે એકપર્ટ હોતા નથી. એવામાં રોડ પર જતી કારમાં ગેસ લીકેજ અને આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે. અધિકૃત ડીલર અથવા એજન્સી પાસેથી જ આવી કીટ ઇન્સ્ટોલ કરાવવી વધુ સારું રહેશે.

નકલી કિટ ભૂલથી ન ખરીદો :

આજકાલ દરેક વસ્તુની ડુપ્લીકેટ નકલ બજારમાં સરળતાથી મળી રહે છે. તેમાં કાર માટેની CNG કિટ પણ સામેલ છે. આવી કીટ મૂળ કરતાં સસ્તી છે પરંતુ તેની ગુણવત્તા પર વિશ્વાસ કરી શકાતો નથી. આવી ડુપ્લિકેટ કિટના વાયરિંગમાં ઘણી વખત ખામી હોય છે. જેના કારણે વાહનમાં સ્પાર્કિંગ અને આગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી અધિકૃત ડીલર પાસેથી જ CNG કિટ ખરીદો.

શોરૂમમાંથી કીટ લગાવવી સારી :

તમે જ્યાંથી વાહન ખરીદ્યું છે તે શોરૂમમાંથી કારમાં CNG કિટ (CNG Kit in Car) ઇન્સ્ટોલ કરાવો. તેનું કારણ એ છે કે જો તમે શોરૂમની બહારથી CNG કિટ લગાવો છો. તો કંપની તરફથી કારના એન્જિન પર મળનારી વોરંટી સમાપ્ત થઈ જાય છે. જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

જૂની કારની ક્ષમતા તપાસો :

જો તમારી કાર જૂની છે અને તમે તેમાં CNG કિટ (CNG Kit in Car) લગાવવા માંગો છો, તો પહેલા એ જાણી લો કે તમારું વાહન CNG કિટને સપોર્ટ કરશે કે નહીં. ઘણી વખત જૂની કારમાં સીએનજી કીટ લગાવ્યા બાદ કારમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી : આ તારીખો નોંધવી હોય તો નોંધી લેજો

0

Ambalal Patel’s Biggest Prediction

  • હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી (Mawtha forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી (Thunderstorm activity) સાથે વરસાદ રહી શકે છે.

આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. કાલે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ દાહોદ તરફ વરસાદની આગાહી છે. આગામી 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજયનમાં વરસાદ રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. પૂર્વ દિશામાં ટ્રફ સર્જાયો હોવાથી વરસાદી માહોલ રહેશે. ખેડૂત માટે વરસાદને લઈને ધ્યાન રાખવા અપીલ કરાઈ છે. ખેડૂતોને પાક થઈ ગયો હોય તો લઈ લેવા વિનંતી કરાઈ છે. આજે પોરબંદરમાં હિટવેવની આગાહી છે, જ્યારે અમદાવાદ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 2 દિવસ તાપમાનમા કોઈ ફેરફાર નહિ થાય. 2 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી તાપમાન ઘટશે. વરસાદને પગલે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે. ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14,  15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે. જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે.

આ પણ વાંચો :-

15 માર્ચ 2023 : આજનો દિવસ આ પાંચ રાશિ માટે છે ખુબ ફળદાયક, વાંચી લો બુધવારનું રાશિફળ

15 March 2023 horoscope Gujarat Guardian

મેષઃ
મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ
મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગતીથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુનઃ
નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છૂટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતી થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.

કર્કઃ
દિવસ દરમિયાન માનસિક‌ ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહઃ
નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી નિર્ણયો રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ
નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાા યોગ બને છે. માતૃસુખ ઉત્તમ, નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી, ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ
નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતી બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ
માનસિક શાંતી વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મકરઃ
આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળ તી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ
નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધા શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ, પ્રતિ‍ષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો  પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

Gold Rate : સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, દાગીના-લગડી ખરીદવાના હોવ તો ખાસ જાણો રેટ

0

Tremendous jump in the price  

  • Gold Rate Today : સોના અને ચાંદીમાં હવે આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જો તમે સોનાના દાગીના કે લગડી લેવાનું વિચારી રહ્યા હોવ તો એકવાર લેટેસ્ટ કિંમત ખાસ ચેક કરી લો..

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 14 માર્ચ 2023ના રોજ સોનું અને ચાંદી મોંઘા થયા છે. સોનાની કિંમત 57 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. જ્યારે ચાંદીનો ભાવ (Silver price) 66 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 પ્યોરિટીવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાનો  ભાવ 57772 રૂપિયા છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ 66621 રૂપિયા પ્રતિ કિલો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) મુજબ સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 56968 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 57772 રૂપિયા પર આવી ગયું છે.

શું છે આજે સોના અને ચાંદીના ભાવ :

999 ટચનું 10 ગ્રામ સોનું 804 રૂપિયા મોંઘુ થઈને 57772 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 801 રૂપિયા વધીને 57541 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 ટચનું 10 ગ્રામ સોનું 737 રૂપિયા વધીને 52919ના સ્તરે પહોંચ્યું છે.

750 ટચનું સોનું 603 રૂપિયા મોંઘુ થઈને 43329ના સ્તરે પહોંચી ગયું છે.  585 પ્યોરિટીવાળું ગોલ્ડ 471 રૂપિયા વધીને 33797ના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 2955 રૂપિયા વધીને 66621 રૂપિયાના સ્તરે પહોંચી છે.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ :

ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો.

આ પણ વાંચો :-

India Toll Tax News : આ લોકોએ નથી ચૂકવવો પડતો ટોલ ટેક્સ, દેશમાં ક્યાંય પણ કરી શકે છે સફર

0

These people do not have  

  • India Toll Tax :  એક્સપ્રેસ વે (Expressway) હોય કે સ્ટેટ અને નેશનલ હાઈવે દરેક જગ્યાએ લોકોએ ટેક્સ આપવો પડે છે. હવે તો એમાં પણ ફાસ્ટ ટેગ આવી જતા પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે દેશમાં કેટલીક ગાડીઓ એવી છે. જેમણે ક્યાંય પણકોઈ જ પ્રકારનો ટોલ નથી આપવો પડતો. આ માટે પરિવહન મંત્રાલયે (Ministry of transport) એક યાદી જાહેર કરી છે. જેમાં લગભગ 25 લોકોનો સમાવેશ થાય છે.

ભારતનું (India) રસ્તાનું માળખું હવે સુગ્રથિત અને વ્યવસ્થિત બની રહ્યું છે. હાઈવે પર સફર કરવી આસાન બની રહી છે. પરંતુ આ માટે આપણે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. એક્સપ્રેસ વે હોય કે સ્ટેટ અને નેશનલ હાઈવે (National Highway) દરેક જગ્યાએ લોકોએ ટેક્સ આપવો પડે છે. હવે તો એમાં પણ ફાસ્ટ ટેગ (Fast tag) આવી જતા પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે દેશમાં કેટલીક ગાડીઓ એવી છે. જેમણે ક્યાંય પણકોઈ જ પ્રકારનો ટોલ નથી આપવો પડતો. આ માટે પરિવહન મંત્રાલયે એક યાદી જાહેર કરી છે. જેમાં લગભગ 25 લોકોનો સમાવેશ થાય છે.

આ લોકોને નથી ભરવાનો ટોલ ટેક્સ :

ભારતના રાષ્ટ્રપતિ
ભારતના ઉપરાષ્ટ્રપતિ
ભારતના પ્રધાનમંત્રી
કોઈ પણ રાજ્યના રાજ્યપાલ
ભારતના ચીફ જસ્ટિસ
લોકસભા અધ્યક્ષ
કેબિનેટ મંત્રી
કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી

સુપ્રીમ કોર્ટના જજ
સંઘના રાજ્યમંત્રી
કેન્દ્ર શાસિત પ્રદેશોના એલજી
પૂર્ણ સામાન્ય કે સમકક્ષ રેન્કના ચીફ ઑફ સ્ટાફ
કોઈ રાજ્યની વિધાનસભા પરિષદના સભાપતિ કે વિધાનસભાના અધ્યક્ષ
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
હાઈકોર્ટના જજ
સાંસદ

થલ સેનાના સેના કમાન્ડર અને અન્ય સેવાઓના સમકક્ષ, રાજ્ય સરકારના મુખ્ય સચિવ, ભારત સરકારના સચિવ, સચિવ, રાજ્યોની પરિષદ, લોકસભા સચિવની ગાડીઓને ટોલ ટેક્સ નથી આપવો પડતો.

આમને પણ મળે છે છૂટ :

આ સાથે અર્ધ સૈનિક બળો અને પોલીસ સહિતના યુનિફોર્મમાં કેન્દ્રીય અને રાજ્યના સશસ્ત્ર બળ, એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ, ફાયર ફાયટર ડિપાર્ટમેન્ટ, શબ વાહિનીને પણ ટેક્સ નથી આપવો પડતો. આ સિવાય રાજકીય યાત્રા પર આવેલા ગણમાન્ય, કોઈ રાજ્યની વિધાનસભાના સભ્ય અને સંબંધિત રાજ્યની અંદર કોઈ પણ રાજ્યની વિધાન પરિષદના સભ્ય, જો કે પોતાનું માન્ય ઓળખપત્ર બતાવે તો તેમન ટોલ ટેક્સમાંથી છૂટ મળી શકે છે.

અહીં એ જાણવું જરૂરી છે કે વાહનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તાનું નિર્માણ કરવા માટે ટોલ ટેક્સનો ઉપયોગ કરી શકાય છે. આ ગતિવિધિ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયંત્રણમાં છે. ટોલ વસૂલવા માટે ભારત સરકારે ફાસ્ટ ટેગની રજૂઆત કરી છે જે કેશલેસ ટોલ ટ્રાવેલ ચૂકવવાની પ્રક્રિયા છે.

આ પણ વાંચો :-

શું તમારા ત્યાં પણ કબૂતરોએ AC પર બનાવ્યું છે ઘર ? જોજો ઠંડી હવાના બદલે ડબ્બામાંથી નીકળશે ધૂમાડા

Is your pigeons built on AC too?
  • ભારતમાં ખૂબ જ ગરમી છે. એટલા માટે 6 મહિના માટે AC જરૂરી છે. વધુ પડતા ઉપયોગથી ફિલ્ટરમાં ગંદકી ભરાઈ જાય છે. વધુ પડતી ગંદકીના કારણે AC ઠંડક ઘટાડે છે અને વધુ વીજળી વાપરે છે. આ કિસ્સામાં, ફિલ્ટરને ચાલુ કરતા પહેલા તેને સાફ કરો.

ગરમીની (Heat) સિઝન શરૂ થઈ ગઈ છે. ઉનાળો (Summer) આવતાની સાથે જ આપણને એસી યાદ આવે છે. એમાંય છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેનું મોટું કારણ છે વધતુ જતું પ્રદૂષણ. ત્યારે ગરમીથી બચવા લોકો ઘરે એસી લગાવતા હોય છે. પણ એમાંય કબૂતરોનો (Pigeons) ત્રાસ હોય છે. જો તમારા એસી પર પણ જો કબૂતરો આવીને બેસતા હોય તો ચેતજો નહીં તો ઠંડી હવાના બદલે ડબ્બામાંથી નીકળશે ધૂમાડા.

એર ફિલ્ટર્સ સાફ કરો :

ભારતમાં ખૂબ જ ગરમી છે. એટલા માટે 6 મહિના માટે AC જરૂરી છે. વધુ પડતા ઉપયોગથી ફિલ્ટરમાં ગંદકી ભરાઈ જાય છે. વધુ પડતી ગંદકીના કારણે AC ઠંડક ઘટાડે છે અને વધુ વીજળી વાપરે છે. આ કિસ્સામાં, ફિલ્ટરને ચાલુ કરતા પહેલા તેને સાફ કરો.

કન્ડેન્સર કોઈલ સાફ કરો :

કન્ડેન્સર કોઈલ AC ના આઉટડોર યુનિટ પર સ્થિત છે. બહાર હોવાથી કબૂતરો તેમના માળાઓ બનાવે છે. જો ત્યાં વધુ પડતો કચરો હોય, તો તેઓ ગરમીને યોગ્ય રીતે મુક્ત કરી શકશે નહીં અને મશીનને ઠંડુ થવાથી અટકાવશે. કબૂતરોથી બચાવવા માટે તેની આસપાસ જાળી મૂકી શકાય છે.

જેથી પક્ષીઓ તેના પર બેસી ન જાય અને તેમનું ઘર ન બનાવે. કોઈલને સોફ્ટ બ્રશથી સાફ કરો અને તમે તમારી નળીનો ઉપયોગ કરીને બધી ધૂળ દૂર કરવા માટે હળવેથી પાણીનો છંટકાવ કરી શકો છો.

થર્મોસ્ટેટ સેટિંગ તપાસો :

જો તમારું AC અચાનક બંધ થઈ ગયું હોય તો તમારે તેનું થર્મોસ્ટેટ ચેક કરવું જોઈએ. થર્મોસ્ટેટ રૂમનું તાપમાન સેટ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે AC ને ચાલુ અને બંધ કરે છે. થર્મોસ્ટેટને યોગ્ય તાપમાન પર સેટ કરો. તે પછી પણ જો પ્રોબ્લેમ આવે તો તરત જ એન્જિનિયરને ફોન કરો.

એસી મોટર તપાસો :

જો ACના કારણે તમારું વીજળીનું બિલ વધારે આવે છે. તો તેની પાછળનું કારણ ACમાં રહેલી મોટર હોઈ શકે છે. જો મોટર બગડતી હોય તો ચોક્કસપણે સર્વિસિંગ કરાવો.

કોમ્પ્રેસર તપાસો :

ખરાબ AC કોમ્પ્રેસર કૂલિંગ સિસ્ટમને અસર કરી શકે છે. જો કોમ્પ્રેસર ખરાબ હોય. તો સાફ કરવા કરતાં કોમ્પ્રેસર બદલવું વધુ સારું છે.

આ પણ વાંચો :-

આ બોલિવુડ એક્ટ્રેસે ઝીલવા પડ્યાં અનેક રિજેક્શન, હાથમાંથી છૂટી ગઈ અનેક સારી ફિલ્મો, કારણ જાણી ચોંકી જશો

The Bollywood actress has
  • બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ જણાવ્યું કે તેણે ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ સહન કર્યા છે. ઘણી વખત તો પોતાની સુંદરતાના કારણે તેને રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે.

બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood Film Industry) અભિનેત્રીઓના પ્રોજેક્શનને લઈને હંમેશા ડિબેટ થાય છે. અમુક વર્ગનું કહેવું છે કે એક્ટ્રેસના નક્કી કરવામાં આવેલા પેરામીટર્સમાં જ તેમનું સિલેક્શન થાય છે. એટલે કે તેમનો રંગ ગોરો હોય, દેખાવમાં સુંદર હોય, પાતળી હોય, લાંબી હોય.

અમુક એક્ટ્રેસે (Actress) આ વાત કબૂલી છે કે ઘણી વખત તે ખર્ચામાં ફિટ ન હોવાના કારણે તેમને ફિલ્મો ગુમાવવી પડે છે. પરંતુ અહીં દિયા મિર્જાનું સ્ટેટમેન્ટ ઈન્ડસ્ટ્રીનું અલગ પાસુ દર્શાવે છે.

દિયા મિર્જાનો મોટો ખુલાસો :

એક ખાસ વાતચીતમાં દિયાએ જણાવ્યું કે પાછલા 20 વર્ષોથી વધારે એક્ટિંગ ફિલ્ડમાં સક્રિય રહેવા છતાં તેમને ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ સહન કરવા પડ્યા છે.

Dia Mirza, Vaibhav Rekhi announce birth of first child

તેમને ઘણા પ્રકારના સ્ટીરિયોટાઈપમાંથી ગુજરવું પડ્યું છે. ઘણી વખત તો તેમને પોતાની સુંદરતાના કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે.

દિયાને આ કારણે કરવો પડ્યો રિજેક્શનનો સામનો :

દિયા તેના પર ડિટેલમાં વાત કરતા કહે છે કે હું હંમેશા એવા મેકર્સની સાથે કામ કરવાની ઈચ્છા રાખે છે. જેમનું સીરિયસ સિનેમા પર ફોકસ હોય. ઘણા લોકોએ મને પોતાની ફિલ્મોનો ભાગ એટલા માટે નથી બનાવી કારણ કે મારો લુક આગળ આવી જાય છે.

Dia Mirza: People Still Identify With 'Rehnaa Hai Terre Dil Mein' And It Has Become A Cult Film

મારા પર ફિલ્મ મેકર્સ એક્યુઝ લગાવે છે કે હું ખૂબ જ સુંદર દેખાઉ છું અને આ કારણે કામ નથી મળી શકતું. એવું નથી કે મને પોતાના લુકથી કમ્પલેન છે કે હું પોતાને પસંદ નથી કરતી. પરંતુ આ વાતમાં સંપૂર્ણ સત્યતા છે ઘણા એક્ટર્સને તેમના લુકના કારણે સીમિત કરી દેવામાં આવે છે. જે એક આર્ટિસ્ટ માટે સારી વાત નથી.

ફિલ્મ ‘ભીડ’ને લઈને ચર્ચામાં દિયા :

મહત્વનું છે કે દિયા હાલ અનુભવ સિન્હાની ફિલ્મ ભીડને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ લોકડાઉન પર આધારિત છે. તેમાં દિયા એક પ્રીવિલેજ્ડ માતાની ભુમિકામાં જોવા મળી રહી છે. જે પોતાની દિકરીને હોસ્ટેલથી લેવા માટે ઘરથી નિકળે છે.

આ પણ વાંચો :-

Shocking ! વિદાય ટાણે અચાનક વરરાજા કપડાં ફાડવા લાગ્યા, પરિજનોએ હાથમાં ચપ્પલ લીધી અને….જે થયું જાણીને સ્તબ્ધ થશો

0

Bye-bye, suddenly the bridegroom started tearing his clothes, the family members took

  • લગ્નોમાં જ્યારે વિવાદ થાય છે ત્યારે અનેકવાર એવું થાય છે કે મામલો મંડપથી લઈને પોલીસ મથક સુધી પહોંચી જતો હોય છે. કેટલાક કેસના પતાવટ થઈ જાય છે પરંતુ કેટલીકવાર એવું પણ થાય છે કે જાન દુલ્હનને લીધા વગર જ પાછી ફરી જાય છે.

લગ્નોમાં (Marriages) જ્યારે વિવાદ થાય છે ત્યારે અનેકવાર એવું થાય છે કે મામલો મંડપથી લઈને પોલીસ મથક સુધી પહોંચી જતો હોય છે. કેટલાક કેસના પતાવટ થઈ જાય છે પરંતુ કેટલીકવાર એવું પણ થાય છે કે જાન દુલ્હનને (Bride) લીધા વગર જ પાછી ફરી જાય છે.

આવા કેસોમાં મોટાભાગે ભૂલ છોકરાવાળાઓની જોવા મળતી હોય છે. હાલ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઝાંસીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં જાનનું છોકરીવાળા દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ લગ્નની તમામ રસ્મો પણ શરૂ થઈ. જયમાલા બાદ દુલ્હા દુલ્હનના (bride bride) ફેરા પણ પતી ગયા. હવે વિદાયનો સમય આવ્યો. જેવા વરરાજા કારમાં બેઠા તો પડી ગયા. જમીન પર પડતાની સાથે જ વરરાજાએ એવી હરકતો ચાલુ કરી દીધી કે દુલ્હન તો સ્તબ્ધ થઈ ગઈ.

તેણે સાસરે જવાની ના પાડી દીધી. આ જોઈને મામલો ગરમાઈ ગઓ. સીધો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જાનૈયાઓ કોઈ પણ ભોગે દુલ્હનને લઈ જવા માટે માથાપચ્ચી કરી રહ્યા હતા. જ્યારે દુલ્હન પક્ષ વરરાજાને વાઈની બીમારી છૂપાવવા બદલ દીકરીને સાસરે ન મોકલવા માટે મક્કમ હતા.

અલીગોળ ખિડકી રહીશ દીપક શાક્યની 28 વર્ષની બહેન આરતીના લગ્ન પ્રેમનગર પોલીસ મથક હદના રાજકુમાર સાથે નક્કી થયા હતા. બે મહિના પહેલા સગાઈ થઈ અને 11 માર્ચે લગ્ન થયા. ધૂમધામથી લગ્ન થયા અને 12 માર્ચે વિદાયનો સમય આવ્યો તો બહેનને કારમાં બેસાડ્યા બાદ જ્યારે વરરાજા કારમાં બેસવા ગયા ત્યારે અચાનક બેભાન થઈને પડી ગયા. શરીર અકડાતા અને કપડાં ફાટતા જોઈને પરિજનોએ ચપ્પલ સૂંઘાડવા માંડ્યા ત્યારબાદ વરરાજા ઠીક થયા. આ જોઈને દુલ્હન ભડકી ગઈ અને કાર નીચે ઉતરીને વરરાજા સાથે જવાની ના પાડી દીધી.

બીજી બાજુ સસારીયાઓ દુલ્હનને પોતાની સાથે લઈ જવાની જીદ કરવા લાગ્યા. જેને કારણે વિવાદની સ્થિતિ સર્જાઈ ગઈ અને હંગામો મચી ગયો. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. દુલ્હન પક્ષનો આરોપ છે કે વરરાજાના વાઈની બીમારીથી પીડિત છે એ વાત તેમણે લગ્ન સમયે જણાવી નહીં. બીજી બાજુ વરરાજા પક્ષના લોકોનું કહેવું હતું કે વરરાજાને ખેંચ આવતી નથી. આ મામલો હાલ મેડિકલ તપાસ સુધી પણ પહોંચી ગયો છે. પોલીસ સમગ્ર મામલે સામાન્ય સહમતિ બનાવવામાં લાગી છે.

આ પણ વાંચો :-

બેંક-ATM માંથી રૂપિયા કાઢીને રીક્ષામાં બેસતા પહેલા સાવધાન, નહિ તો થઈ શકે છે આવું

0

Be careful before getting

  • Navsari News : બેંક અને ATM માંથી રૂપિયા ઉપાડી નીકળતા લોકોને નિશાન બનાવી, રિક્ષામાં બેઠા બાદ મુસાફરોના સ્વાંગમાં રૂપિયા મોબાઈલ ચોરી લેતી ટોળકી ઝડપાઈ.

બેંક કે ATM માંથી રૂપિયા ઉપાડી નીકળતા લોકોને નિશાન બનાવી રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસીને તેમની નજર ચૂકવી રોકડ, મોબાઈલ ચોરતી ટોળકીના ત્રણને નવસારી (Navsari) એલસીબી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કર્યા છે. આરોપીઓ પકડાતા આંતર જિલ્લા ચોરીઓનો ભેદ ઉકેલાયો છે.

નવસારી શહેરમાં બેંક કે ATM માંથી રોકડ રૂપિયા લઈને નીકળતા લોકોને રિક્ષામાં આવતી ટોળકી છેતરતી હોવાની ફરીયાદો વધતા જિલ્લા પોલીસ સતર્ક બની હતી. જેમાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેંક અને ATM ના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. જેની સાથે જ શહેરમાં લગાવવામાં આવેલા નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ મેળવી તમામનું એનાલીસિસ કરતા ઘણી જગ્યાએ સુરત પાસિંગની રિક્ષા ઓળખાય હતી.

જેની વોચ દરમિયાન પોલીસે બાતમીને આધારે શહેરના ઝવેરી સડક પર આવેલા ચાંદની એપાર્ટમેન્ટ નજીકથી ઓળખ થયેલ સુરત પાસિંગની રિક્ષાને અટકાવી હતી. આ રીક્ષામાં બેસેલા ત્રણ યુવકોની શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસે તેમને ઝડપી આકરી પૂછપરછ કરી હતી.

સઈદ શેખ, રઈસ ઉર્ફે લલ્લા શેખ અને ઈમરાન એહમદખાનને અટકમાં લઈ પૂછપરછ કરાઈ. જેમાં થોડા દિવસો અગાઉ નવસારીમાં એક યુવાનને રિક્ષામાં બેસાડી તેના પેન્ટના ખિસ્સામાંથી 15 હજાર ચોરી કર્યાં સાથે જ શહેરમાંથી 10 ચોરીઓ કબૂલી હતી.

નવસારી એલસીબી પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ સુરતના રહેવાસી છે અને તેઓ સુરતથી રિક્ષા ભાડે ફેરવવાના બહાને લાવતા હતા. રિક્ષામાં બે આરોપી પાછળ મુસાફરના સ્વાંગમાં બેસતા હતા. તેઓ બેંક કે ATM બહાર ઉભા રહીને જે ગ્રાહક રોકડ લઈ રિક્ષાની શોધ કરે એને ટાર્ગેટ કરીને બાદમાં મુસાફરના સ્વાંગમાં તેની સાથે બેસી તેની નજર ચૂકવી રોકડ કે મોબાઈલ ચોરી લેતા હતા. જોકે નવસારી પોલીસને હાથે ચઢ્યા બાદ આ ત્રણેય આરોપીઓ ગુજરાતના અલગ અલગ ગુનામાં જેલની હવા ખાશે.

આ પણ વાંચો :-