Home Blog Page 1139

ધડામ થયા સોનાના ભાવ, દાગીના-લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

0

Gold prices have exploded 

  • Gold Rate Today : દુનિયાભરમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં સોનાના ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને 60455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પણ પહોંચી ગયા. પરંતુ હાલ સોનામાં નબળાઈ જોવા મળી રહી છે.

દુનિયાભરમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર સોનાના ભાવ (Gold Rate) પર જોવા મળી રહી છે. ઘરેલુ બજારમાં સોનાના (Gold) ભાવ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને 60455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પણ પહોંચી ગયા. પરંતુ હાલ સોનામાં નબળાઈ જોવા મળી રહી છે. ડોલરની (Dollar) સરખામણીએ રૂપિયાની મજબૂતાઈથી કિંમતો ઉપર પણ અસર જોવા મળી રહી છે.

MCX પર સોનાનો ભાવ :

MCX પર ગોલ્ડ સવારે 116 રૂપિયા સસ્તું થઈને 59157 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું. જ્યારે સિલ્વર પર 112 રૂપિયા ઘટીને 70299 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યું.

શરાફાબજારમાં સોનાનો ભાવ :

શરાફા બજારના ભાવ  ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. આજે શરાફા બજારના ભાવ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 650 રૂપિયા તૂટીને 59003 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 647 રૂપિયા ઘટીને 58767 રૂપિયાની સપાટીએ છે.

916 પ્યોરિટીવાળું ગોલ્ડ 10 ગ્રામના 596 રૂપિયા ઘટીને 54046ની સપાટીએ છે. 750 પ્યોરિટીવાળું સોનું 488 રૂપિયા તૂટીને 44252ની સપાટીએ છે. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું 381 રૂપિયા તૂટીને 34516ની સપાટીએ છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં સોનાની સરખામણીએ ઓછો ઘટાડો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી 176 રૂપિયા તૂટીને હાલ શરાફા બજારમાં 69580ની સપાટીએ જોવા મળી છે.

આ પણ વાંચો :-

Aaliya સાથે સમાધાન માટે Nawazuddin Siddiquiએ ભર્યું પહેલું સ્ટેપ, 100 કરોડના માનહાનિના કેસ બાદ એક્ટરે..

Nawazuddin Siddiqui 

  • Nawazuddin Asks for Settlement With Wife: શું નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે બધું બરાબર થઈ જશે. અભિનેતાએ આ સંબંધને બીજી તક આપવા માટે પહેલું પગલું ભર્યું છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની (Nawazuddin Siddiqui) પ્રોફેશનલ લાઈફ સારી ચાલી રહી છે. પરંતુ તેનું અંગત જીવન ખૂબ જ વિવાદાસ્પદ બની ગયું છે. આલિયા (Alia) અને નવાઝ વચ્ચેના સંબંધોમાં ઘણી ખટાશ આવી ગઈ છેબંને વચ્ચે આરોપ-પ્રત્યારોપની પ્રક્રિયા ચાલુ છે.

જ્યારે આલિયાએ નવાઝુદ્દીન સામે બળાત્કારનો કેસ (Rape) દાખલ કર્યો છે. ત્યારે અભિનેતાએ તેની પત્ની અને ભાઈ શમસુદ્દીન સિદ્દીકી (Shamsuddin Siddiqui) વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ વિવાદો વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે બંને પોતાનો ઝગડો પતાવવા માંગે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા વચ્ચે બધુ સારું થશે?

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા વચ્ચે બધુ બરાબર થઈ જશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. આ માટે બંને આગળ વધી ગયા છે. સેટલમેન્ટ બાદ આલિયા તેના પતિ નવાઝુદ્દીન સિદ્દીકી પાસે જશે. આ મામલામાં પ્રતિક્રિયા આપતા આલિયાના વકીલ રિઝવાન સિદ્દીકીએ આ વાત સાચી હોવાનું જણાવ્યું છે.

નવાઝુદ્દીને આ સંબંધ માટે પહેલું પગલું ભર્યું હતું :

ઈ-ટાઈમ્સના સમાચાર મુજબ નવાઝુદ્દીન સિદ્દીકીએ કરાર માટે પહેલું પગલું ભર્યું છે. અભિનેતાએ આલિયાને એક ડ્રાફ્ટ મોકલ્યો હતો જેમાં કેટલીક શરતો હતી. જેમાં લખ્યું હતું કે બંને આ મામલે વાતચીત કરશે. તેમના લગ્ન જીવનમાં જે વિવાદો આવી રહ્યા છે. તેના વિશે તેઓ સાથે મળીને વાત કરશે.

તમને જણાવી દઈએ કે વિવાદો વચ્ચે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાએ એકબીજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને કોર્ટ સુધી તેમનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હવે બંને આ લડાઈનો અંત લાવવા માંગે છે. હવે સવાલ એ થાય છે કે શું નવાઝની પત્ની સાથે સમાધાનની ઈચ્છા પૂરી થશે કે નહીં. આલિયા આ માટે સહમત થશે કે નહીં આ બધી બાબતો જોવામાં આવશે.

અહીં આલિયાના વકીલ રિઝવાને ઈ-ટામ્સને કહ્યું, ‘નાઆલિયા ક્યારેય નવાઝ પાસે નહીં જાય. પરંતુ તે એક પરિપક્વ વ્યક્તિની જેમ તેના બંને બાળકોના ભલા માટે ચોક્કસ સારું કરશે.

આ પણ વાંચો :-

આર્થિક રીતે સદ્ધર ગુજરાતીઓ કરે છે આવું, ગુજરાતમાં બાળલગ્ન માટે બહારથી લાવવામાં આવે છે…

Economically prosperous Gujaratis  

  • Child Marriage In Gujarat : ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન બાળલગ્નના કેસમાં વધારો થયો છે. વર્ષ 2019 થી 2021 સુધીના ત્રણ વર્ષમાં બાળલગ્ન કેસમાં 186 લોકોની ધરપકડ કરાઈ.

ગુજરાતીઓનો વિશ્વભરમાં ડંકો વાગે છે. ગુજરાતીઓની ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે. બિઝનેસ (Business) કરવામાં ગુજરાતીઓ અવ્વલ છે. ત્યારે ભણેલાગણેલા ગુજરાતી સમાજમાં કેટલાક દૂષણોમાં પણ વ્યાપેલા છે. જેમાંથી એક છે બાળ લગ્ન. કોઈ વિચારી પણ ન શકે ગુજરાતમા બાળલગ્નોના (Child Marriages) પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન બાળલગ્નના 47 જેટલા કેસ નોંધાયા છે.

2021ના આંકડા અનુસાર 273 બાળલગ્નોની ફરિયાદ સાથે કર્ણાટક રાજ્ય મોખરે છે. તો ઝારખંડમાં 169 કેસ, આસામમાં 155 કેસ, પશ્વિમ બંગાળમાં 105 કેસ નોંધાયા છે. વર્ષ 2021 ના આંકડા અનુસાર, ગુજરાતમાં 3 વર્ષ દરમિયાન બાળલગ્નના 47 કેસ નોંધાયા છે.

જોકે ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન બાળલગ્નના કેસમાં વધારો થયો છે. વર્ષ 2019 માં બાળલગ્નની ગુજરાતમાં માત્ર 20 ફરિયાદ નોઁધાઈ હતી. જેમાં 83 લોકોની ધરપકડ કરાઈ હતી તો 2020 ના વર્ષમાં 15 ફરિયાદ નોઁધાઈ અને 66 લોકોની ધરપકડ કરવામા આવી. પરંતુ 2021 માં બાળલગ્નની 12 ફરિયાદમાં 37 લોકોની ધરપકડ થઈ. આમ ત્રણ વર્ષમાં બાળલગ્ન કેસમાં 186 લોકોની ધરપકડ કરાઈ.

તો બીજી તરફ, ગુજરાતમાં બાળલગ્ન માટે બહારથી બાળાઓ લાવવાનું ષડયંત્ર પણ સામે આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોની ગરીબ છોકરી (બાળા)ઓને ગુજરાત અને રાજસ્થાનના ગામડામાં લગ્ન કરવા માટે વેચી દેવામાં આવે છે.

આ મહિનામાં વિધાન પરિષદના સભ્ય મહાદેવ જાનકર દ્વારા વિધાન પરિષદના સભાગૃહમાં ઉઠાવવામાં આવેલા બાળકી અને મહિલાઓની તસ્કરી અંગેના પ્રશ્નનો લેખિતમાં જવાબ ફડણવીસે જણાવ્યું હતું. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને (બાળવધૂ) લગ્ન પુખ્ત વયના પુરુષ સાથે કરાવવામાં આવે છે. જે ભારતમાં આ પ્રથા અપરાધ ગણાય છે. અને તેની સામે સખત કાર્યવાહી કરાય છે.

આ વર્ષે જાન્યુઆરીમાં લગ્નના બહાને મહિલા અને બાળવધૂઓનું કથિત અપહરણ કરવા માટે ૨૪ જેટલા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૧માં ૪૪૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યની ગરીબ મહિલાઓ અને બાળવધુઓને રાજસ્થાન અને ગુજરાતમાં વેચવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં પ્રથમવાર મહિલા કાર રેલીનું આયોજન, કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે પણ દેખાડ્યા અજીબોગરીબ કરતબ

0

First women’s car rally organized in Gujarat 

  • રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણના દરિયાકિનારે આજે પ્રથમ વખત મહિલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દમણ (Daman) અને આસપાસના વિસ્તારની પ્રતિષ્ઠિત મહિલાઓએ ભાગ લીધો હતો. કાર રેલીમાં દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર (Coast Guard helicopters) પણ જોડાઈ અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

અનાયા મહિલા ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર રેલીનો હેતુ બેટી બચાવો બેટી પઢાઓ, મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવાની સાથે દમણના દરિયાની સુંદરતાને લોકો સમક્ષ મૂકવા અને સાથે સ્વચ્છતાનો સંદેશ આપવાના હેતુ સાથે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનાયા વુમેન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ આ મહિલા કાર રેલીમાં તમામ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ હતી. વિશેષ કરીને દમણ કોસ્ટ ગાર્ડની મહિલા જવાનો પણ આ કાર રેલીમાં જોડાઈ હતી. કાર રેલીમાં દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પણ જોડાઈ અને કરતબ બતાવ્યા હતા. અને સ્પર્ધકોનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો :-

આકાંક્ષા દુબેના મોત પહેલાં આખરે શું થયું હતું ? વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે આકાંક્ષાનો છેલ્લો વીડિયો

happened before the death of Akanksha Dubey? 

  • Akanksha Dubey Mobile : ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ રવિવારે વારાણસીની એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુના થોડા કલાકો પહેલા તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પણ આવી હતી. જેની પોલીસ તપાસ કરી રહી છે.

ભોજપુરી (Bhojpuri) અભિનેત્રી આકાંક્ષા દુબેએ (Akanksha Dubey) રવિવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. 25 વર્ષની આકાંક્ષાનો મૃતદેહ સારનાથની એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. આકાંક્ષા દુબેના (Akanksha Dubey) મોત પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુના માત્ર 15 કલાક પહેલા જ આકાંક્ષાએ તેનો છેલ્લો વીડિયો શેર કર્યો હતો અને થોડા કલાકો પહેલા તે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર લાઈવ પણ આવી હતી. આ દરમિયાન તે રડતી જોવા મળી હતી.

આકાંક્ષા શૂટિંગ બાદ હોટલમાં રોકાઈ હતી :

આકાંક્ષા દુબેની લાશ વારાણસીના સારનાથમાં એક હોટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટિંગ પછી તે હોટલમાં રોકાઈ હતી અને સવારે તેનો મૃતદેહ ફાંસીથી લટકતો જોવા મળ્યો હતો. સવારે મેક-અપ આર્ટિસ્ટે આકાંક્ષાને ફોન કર્યો.

પરંતુ તેણે ફોન ન ઉપાડતાં તે હોટલ પહોંચી. જ્યાં આકાંક્ષાનો રૂમ અંદરથી બંધ હતો. આ પછી પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસની હાજરીમાં માસ્ટર કી વડે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો તો આકાંક્ષાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આપઘાત પહેલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે :

આપઘાત કરતા પહેલા આકાંક્ષા દુબેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી મોં ઢાંકીને રડતી જોઈ શકાય છે. રવિવારે પોતાના જીવનનો અંત લાવવાના થોડા કલાકો પહેલા આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી અને રડી પડી. હાલ પોલીસ દરેક એંગલથી તપાસમાં લાગેલી છે.

આકાંક્ષાના મૃત્યુનું રહસ્ય મોબાઈલ દ્વારા ખુલશે :

આકાંક્ષા દુબેએ કથિત રીતે માત્ર 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે પોલીસ તેના મોબાઈલની તપાસ કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેના મોતનું રહસ્ય બહાર આવી શકે છે. કારણ કે વીડિયોમાં આકાંક્ષા રડતી જોવા મળી રહી છે. હવે મોબાઈલ ચેક કરવાની સાથે પોલીસ તેમના રડવાનું કારણ પણ શોધી રહી છે.

આ પણ વાંચો :-

MGNREGA Wage : મનરેગાના મજૂરો માટે સારા સમાચાર, સરકારે વિવિધ રાજ્યોમાં વેતન દરમાં કર્યો વધારો

0

MGNREGA Wage

  • MGNREGA Wage : કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતન દરોમાં ફેરફાર અંગે સૂચના બહાર પાડી છે. જે અંતર્ગત મજૂરોનું વેતન રૂ.7 થી વધારીને રૂ.26 કરવામાં આવ્યું છે.

મનરેગાના (MGNREGA) કામદારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે (Central Govt) નાણાકીય વર્ષ 2023-24 માટે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ મજૂરોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ વેતન દરોમાં ફેરફાર અંગે સૂચના બહાર પાડી છે.

આ સૂચના મનરેગા એક્ટ 2005ની કલમ 6(1) હેઠળ જારી કરવામાં આવી હતી. આ અંતર્ગત મજૂરોનું વેતન 7 રૂપિયાથી વધારીને 26 રૂપિયા કરવામાં આવ્યું છે, જેમાં નવા દર 1 એપ્રિલથી લાગુ થશે. આ વધારા પછી, હરિયાણામાં સૌથી વધુ દૈનિક વેતન 357 રૂપિયા પ્રતિ દિવસ અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સૌથી ઓછું 221 રૂપિયા પ્રતિ દિવસ હશે.

રાજસ્થાનમાં વેતનમાં સૌથી વધુ વધારો થયો છે :

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર તેના લાભાર્થીઓ માટે વેતન દર નોટિફિકેશન દ્વારા નક્કી કરી શકે છે. ગત વર્ષના દરની સરખામણીએ વેતનમાં સૌથી વધુ ટકાવારીનો વધારો રાજસ્થાનમાં થયો છે. રાજસ્થાન માટે સંશોધિત પગાર 255 રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. જે 2022-23માં 231 રૂપિયા હતો.

બિહાર અને ઝારખંડમાં લગભગ 8 ટકાનો વધારો :

બિહાર અને ઝારખંડમાં આ યોજના હેઠળ મજૂરોના વેતનમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ બંને રાજ્યોમાં દૈનિક વેતન રૂ. 210 હતું, જે હવે ઘટાડીને રૂ. 228 કરવામાં આવ્યું છે.

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછું વેતન :

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછું દૈનિક વેતન રૂ. 221 છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. 2022-23માં બંને રાજ્યોમાં મજૂરોનું દૈનિક વેતન 204 રૂપિયા હતું. કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુર એવા રાજ્યો છે. જેણે સૌથી ઓછી ટકાવારી વૃદ્ધિ નોંધાવી છે.

આ પણ વાંચો :-

 

ઓનલાઈન સાઈટ પર પાર્ટનર શોધનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતની શિક્ષકાના 17 લાખ ગયા, જુઓ શું બન્યું

Red light case for partner seekers

  • સુરતની શિક્ષિકાને શાદી ડોટ કોમ પર રજિસ્ટ્રેશન કરાવવું ભારે પડયું. લંડનના ડૉ.પ્રશાંત પીટરના નામે ગઠિયાએ શિક્ષિકાનો સંપર્ક કરી 17.48 લાખની છેતરપિંડી કરી.

સુરતની (Surat) શિક્ષિકાને શાદી ડોટ કોમ (Shaadi.Com) પર રજીસ્ટ્રેશન કરાવવું ભારે પડયું. લંડનના (London) ડોક્ટરના નામે શિક્ષિકા સાથે 17.48 લાખની છેતરપિંડી (Fraud) કરી. લંડનના ડો.પ્રશાંત પીટરના નામે ગઠીયાએ શિક્ષિકાનો કર્યો હતો સંપર્ક. ગઠીયાએ દિલ્લી એરપોર્ટ (Delhi Airport) પર લંડનના DDને રૂપિયામાં કનવર્ટ કરવાના નામે પૈસા પડાવ્યા અને જુદી જુદી સર્વિસના ચાર્ડના બહાને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

ગઠીયો પોતાના પરિવાર સાથે ઈન્ડિયા આવી રહ્યાની કરી હતી વાત કરતો રહ્યો અને  શિક્ષિકાએ પણ વાતમાં આવી જઈ ધડાધડ રૂપિયા ટ્રાન્સફર કરતી રહી હતી. આખરે છેતરાયાનો અહેસાસ થતાં શિક્ષિકાએ સુરત સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ છે.

આ પણ વાંચો :-

માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટ એટેક આવતા નીચે ઢળી પડયા

0

Bhuva died in Mataji’s care, he collapsed due to a heart attack

  • Bhuvo Death In Mataji Mandavao : ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ઘૂણતા ભુવાનું મોત થયું છે, હાર્ટ અટેક આવી જતા અચાનક જ ઢળી પડયા ભુવા.

ગુજરાતમાં હાર્ટએટેકથી (Heart attack) મોતની ઘટના સતત વધી રહી છે. લોકોને હવે ચાલુ કાર્યક્રમોમાં હાર્ટએટેક આવી રહ્યાં છે. જેને કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ભાવનગરના (Bhavnagar) કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત થયું છે.

માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું ધૂણતા ધૂણતા મોત નિપજતા સૌ કોઈ ચોંકી ગયા હતા. ઘડીભર તો લોકો સમજી શક્યા ન હતા કે ભુવાનું શું થયું છે. કારણ કે તેઓ માતાજીના માંડવામાં ધૂણી રહ્યા હતા અને અચાનક જ ધૂણત ધૂણતા તેઓ નીચે ઢળી પડયા હતા.

માંડવામાં ધૂણતા ભુવાનું મોત :

કુડા ગામમાં માતાજીના માંડવાનું આયોજન કરાયુ હતું. જેમાં ગાયકો સ્ટેજ પર ભજનો લલકારી રહ્યા હતા અને નીચે મકાભાઈ ગોહિલ નામના ભુવા ધૂણી રહ્યા હતા. માતાજીના રમેળ કાર્યક્રમમાં તેઓ નાચી રહ્યા હતા. ત્યારે અચાનક જ નીચે ઢળી પડયા હતા. તેઓ બેસવાની સ્થિતિમાં હતા. જેથી લોકો પણ પહેલા સમજી ન શક્યા. બાદમાં ખબર પડી કે તેમનું મોત નિપજ્યું છે. આમ મકાભાઈ ગોહિલને ધૂણતા-ધૂણતા હાર્ટ એટેક આવ્યો હતો. ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો : 

આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવું જોતા હશો કે કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવું ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો.

આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો.

વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે.

જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે. ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.

આ પણ વાંચો :-

જાડેજા-હાર્દિકને મળ્યું પ્રમોશન, રાહુલને મોટો જબરદસ્ત મોટો ઝટકો

0

Jadeja-Hardik

  • BCCI Annual Contract List : બીસીસીઆઈએ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું પ્રમોશન થયું છે.  બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ યાદીમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે.

બીસીસીઆઈએ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની (Annual Contract) યાદી જાહેર કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું (Ravindra Jadeja) પ્રમોશન થયું છે અને હવે તે ગ્રેડ A+ માં આવી ગયો છે. જ્યારે કે એલ રાહુલને (KL Rahul) ગ્રેડ A માંથી ગ્રેડ B માં ડિમોટ કરી દેવાયો છે. બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ યાદીમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે.

ગ્રે A+માં કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઈજાનો સામનો કરી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની જગ્યા જાળવી રાખી છે. હવે રવિન્દ્ર જાડેજા પણ આ ગ્રેડમાં સામેલ થઈ જવાથી ખેલાડીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે. આ ચારેય ખેલાડીઓને ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીના સમયગાળા દરમિયાન 7 કરોડ રૂપિયા મળશે.

હાર્દિક-અક્ષરનું પણ પ્રમોશન :

હાર્દિક પંડયા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત, અને અક્ષર પટેલને ગ્રેડ A માં સામેલ કરાયા છે. અક્ષર પટેલ પહેલા ગ્રેડ B અને હાર્દિક પંડયા ગ્રેડ Cમાં હતો. પરંતુ હવે તેમનું પ્રમોશન થયું છે. અનુભવી બેટર ચેતેશ્વર પૂજારા, કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ગ્રેડ B નો ભાગ છે. શુભમન ગિલની પણ આ વખતે પદોન્નતિ થઈ છે.

ગ્રેડ B માં સામેલ થયેલા ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળે છે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ અને વિકેટકિપર બેટર કેએસ ભરત ગ્રેડ C નો ભાગ છે અને તેમને એક કરોડ રૂપિયા મળશે. ભરત, ઈશાન કિશન અને અર્શદીપ સિંહને પહેલીવાર કોન્ટ્રાક્ટમાં જગ્યા મળી છે.

આ ખેલાડીઓ કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર :

ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને દિગ્ગજ બેટર અજિંક્ય રહાણે હવે  કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી. રહાણે અને ઈશાંતને ગત સીઝનમાં ગ્રેડ B કોન્ટ્રાક્ટ અપાયો હતો. વિકેટકિપર બેટર ઋદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટર હનુમા વિહારી, ઓપનર મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચહરની પણ છુટ્ટી થઈ ગઈ છે.

સેન્ટ્રલર કોન્ટ્રાક્ટ પ્લેયર્સ (ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી) :

ગ્રેડ A+ : (વાર્ષિક 7 કરોડ રૂપિયા)- વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ A : (વાર્ષિક 5 કરોડ રૂપિયા)- હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ.

ગ્રેડ B : (વાર્ષિક 3 કરોડ રૂપિયા)- ચેતેશ્વર પૂજારા, કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ.

ગ્રેડ C : (વાર્ષિક 1 કરોડ રૂપિયા)- ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત.

આ પણ વાંચો :-

કચ્છી કોયલ ગીતા રબારીના ભજનો પર થીરક્યા બાબા રામદેવ, Video માં જુઓ

0

Thirakya Baba Ramdev

  • Geeta Rabari And Baba Ramdev : હરિદ્વારના પતંજલિ આશ્રમમાં સંન્યાસ દીક્ષા સમારોહમાં ગીતા રબારીના ભજનો પર બાબા રામદેવ ઝૂમ્યા હતા.

ધાર્મિક નગરી હરિદ્વારમાં (Haridwar) કચ્છી કોયલ ગીતા રબારી (Geeta Rabari) છવાયા હતા. યોગ ગુરુ બાબા રામદેવના (Baba Ramdev) પતંજલિ આશ્રમમાં સંન્યાસ દીક્ષા સમારોહમાં ગીતા રબારીએ પોતાના કોયલ કંઠથી લોકોને ઝુમાવ્યા હતા. તો આશ્રમમાં ભગવા રંગ અને ભોલે બાબાના ભજન પર ખુદ બાબા રામદેવ થીરક્યા હતા.

બાબા રામદેવે ગીતા રબારી સાથે ઢોલ પર હાથ અજમાવ્યો હતો. ગીતા રબારીના ભજનોથી આશ્રમમાં ભોલે બાબાની ભક્તિનો માહોલ છવાયો હતો. હરિદ્વારમાં આવેલ પતંજલિ આશ્રમમાં ભારતીય સનાતન સંગીતની પ્રસ્તુતિનો કાર્યક્રમમાં ગીતા રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીનું સન્માન કરાયું હતું.

યોગ ગુરુ સ્વામી રામદેવે હરિદ્વારમાં 100 યુવાઓના સંન્યાસને દીક્ષા આપવાના છે. પતંજલિ સંન્યાસ આશ્રમના તત્વાવધાનમાં 31 માર્ચ સુધી 10 દિવસો મહોત્સવ શરૂ થયો છે. જેના બાદ રામનવમી પર 40 બાળકો અને 60 બાળિકાઓને બાબા રામદેવ સંન્યાસની દીક્ષા પ્રદાન કરવામાં આવશે. આ સાથે જ 500 યુવાઓને આચાર્ય બાલકૃષ્ણ બ્રહ્મચર્ય દીક્ષા આપશે.

આ પણ વાંચો :-