Home Blog Page 1096

ભણવાની ઉંમરે 100 કરોડનો માલિક બન્યો આ છોકરો, તમે પણ કરી શકો આ કમાલ

0

This boy 

  • Sankarsh chanda net worth : જો તમને શેરબજારમાં થોડો પણ રસ હોય તો તમે સ્વર્ગસ્થ રાકેશ ઝૂનઝૂનવાલા, રાધાકિશન દમાણી, વિજય કિડિયા, આશિષ કોચલિયા અને ડોલી ખન્નાનું નામ જરૂર સાંભળ્યું હશે.

આ લોકોએ શેર બજારમાં (Share market) ટ્રેડિંગના દમ પર કરોડો-અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી લીધુ છે. ટ્રેડિંગની દુનિયામાં કેટલાક એવા નવા પણ નામ સામે આવ્યા છે જેમણે સ્ટોક ટ્રેડિંગના (Stock trading) દમ પર પોતાનું ભાગ્ય ચમકાવ્યું છે.

ટ્રેડિંગની દુનિયામાં કેટલાક એવા નવા પણ નામ સામે આવ્યા છે. જેમણે સ્ટોક ટ્રેડિંગના દમ પર પોતાનું ભાગ્ય ચમકાવ્યું છે. આવા લોકોમાં એક નામ એવું પણ સામેલ છે જે હૈદરાબાદના 23 વર્ષનાં સંકર્ષ ચંદાનું છે. સંકર્ષે શેર બજારમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી. તેમનું નામ દુનિયાના સૌથી મોટા રોકાણકારોની યાદીમાં સામેલ થયું છે.

પહેલીવાર માર્કેટમાં 2000 રૂપિયા રોકાણ કર્યું :

લિટિલ ઝૂનઝૂનવાલાના નામથી ઓળખાતા સંકર્ષને શરૂઆતના દૌરમાં પણ શેરબજારમાં નુકસાનનો સામનો કરવો પડ્યો નથી. સામાન્ય રીતે રોકાણકારોને શરૂઆતમાં શેરબજારમાં નુકસાન થતું હોય છે. 17 વર્ષની ઉંમરે શેર બજારમાં ટ્રેડિંગનું કામ શરૂ કરનારા સંકર્ષે 2016માં પહેલીવાર માર્કેટમાં 2000 રૂપિયાનું રોકાણ કર્યું હતું.

એ જ સમયે ગ્રેટર નોઈડા સ્થિત બેનેટ યુનિવર્સિટીથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કરી રહ્યો હતો. 23 વર્ષની ઉંમરે 100 કરોડના માલિક બનનારા સંકર્ષે બીટેક સેકન્ડ યરમાં પોતાના એજ્યુકેશનમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો અને પૂરો સમય સ્ટોક ટ્રેડિંગમાં આપ્યો.

સ્ટાર્ટઅપ શરૂ કરવા વેચ્યા શેર :

એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે મે બે વર્ષમાં સ્ટોક માર્કેટમાં લગબગ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. બે વર્ષમાં મારા શેરની માર્કેટ વેલ્યૂ વધીને 13 લાખ થઈ ગઈ. સંકર્ષે માત્ર રોકાણ જ નથી કર્યું સાથે સાથે તે આંતરપ્રિન્યોર પણ છે.

તેમણે સ્વોબોધ ઈન્ફિનિટી ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (Svobodha Infinity Investment Advisors Private Limited) નામે ફિનટેક સ્ટાર્ટઅપની પણ શરૂઆત કરી. તેમણે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે વર્ષ 2017માં 8 લાખ રૂપિયામાં શેર વેચ્યા હતા.

સંકર્ષે વાતચીતમાં જણાવ્યું કે અમેરિકી ઈકોનોમિસ્ટ બેન્જામિન ગ્રાહમનો એક લેખ વાંચ્યા બાદ તેમનો સ્ટોક માર્કેટમાં રસ પેદા થયો. ગ્રાહમને 14 વર્ષની ઉંમરે જ વેલ્યૂ ઈન્વેસ્ટિંગના જનક તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના સ્ટાર્ટઅપે પહેલા વર્ષે 12 લાખ, બીજા વર્ષે 14 લાખ રૂપિયા અને પછીના વર્ષે 32 લાખ રૂપિયા તથા નાણાકીય વર્ષ 2020-21માં 40 લાખ રૂપિયાનું રેવન્યૂ ભેગું કર્યું.

સ્ટાર્ટઅપથી કમાયેલા પૈસાને તેઓ ફરીથી રોકાણ કરતા રહ્યા અને આજે મોટું સામ્રાજ્ય બનાવ્યું. તેમણે કહ્યું કે મારી નેટવર્થ હવે 100 કરોડ રૂપિયા છે. આ મારા સ્ટોક માર્કેટ રોકાણ ઉપરાંત મારી કંપનીના મૂલ્યાંકન પર નિર્ભર છે.

આ પણ વાંચો :-

 

Gold Rate Today : સોનામાં આ શું જોવા મળી રહ્યું છે? ભારે ઉથલપાથલ વચ્ચે જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ

0

Gold Rate Today

  • Gold Rate : ભારતીય શરાફા બજારમાં આજે સોનાના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શુદ્ધ સોનાનો ભાવ 60 હજાર રૂપિયાને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 74 હજાર કરતા પણ વધુ રૂપિયા પ્રતિ કિલો છે.

ભારતીય શરાફા બજારમાં આજે સોનાના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં તેજી જોવા મળી રહી છે. શુદ્ધ સોનાનો ભાવ 60 હજાર રૂપિયાને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 74 હજાર કરતા પણ વધુ રૂપિયા પ્રતિ કિલો છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો આજના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 28મી એપ્રિલના રોજ 60168 રૂપિયા હતું જે આજે 52 રૂપિયા ચડીને 60220 રૂપિયાના સ્તરે છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 52 રૂપિયા વધીને 59979 ના સ્તરે છે.

916 પ્યોરિટીવાળું ગોલ્ડ 48 રૂપિયા વધીને 55162 રૂપિયા જોવા મળી રહ્યું છે. 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 39 રૂપિયા વધીને 45165 રૂપિયાના સ્તરે છે. 10 ગ્રામ 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 31 રૂપિયા વધીને 35229 રૂપિયા થયો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે પ્રતિ કિલો 365 રૂપિયા વધીને 74233 રૂપિયાના સ્તરે છે.

આ પણ વાંચો :

WhatsAppએ ભારતીયોને આપ્યો ઝટકો ! અચાનક Ban કરી દીધા ૪૭ લાખ એકાઉન્ટ

WhatsApp gave Indians a shake
  • WhatsApp Banned 47 Lakhs Indian Accounts : WhatsAppએ નવા IT નિયમો 2021ના પાલનમાં માર્ચ મહિનામાં ભારતમાં ૪૭ લાખથી વધુ આપત્તીજનક એકાઉન્ટના રેકોર્ડ પર પ્રતિબંધ મૂક્યો છે.

WhatsApp જે લોકો નિયમોનું પાલન નથી કરતા અને તેનું ઉલ્લંઘન કરે છે તેમના પ્રત્યે WhatsApp ખૂબ જ કડક છે. વોટ્સએપે (WhatsApp) નવા આઈટી નિયમો 2021ના પાલનમાં માર્ચ મહિનામાં ભારતમાં 47 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ બ્લોક (Account block) કર્યા છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી છે. આવો જાણીએ તેના વિશે વિગતવાર…

ઘણા બધા એકાઉન્ટ બ્લોક કર્યા :

WhatsAppએ જણાવ્યું હતું કે, ” વપરાશકર્તાઓ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલાં 1 માર્ચથી 31 માર્ચની વચ્ચે, 4715906 WhatsApp એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને આમાંથી 1659385 એકાઉન્ટને સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

ગ્રીવન્સ અપીલ કમિટી :

વધુમાં કંપનીએ ઉલ્લેખ કર્યો છે કે 1 માર્ચથી 31 માર્ચની વચ્ચે ફરિયાદ અપીલ સમિતિ તરફથી મળેલા આદેશો 3 હતા અને તેનું પાલન કરાયેલા આદેશો પણ 3 હતા. દરમિયાન લાખો ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સશક્ત બનાવવા માટે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી, રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ગ્રીવન્સ અપીલ કમિટી (GAC) ની શરૂઆત કરી છે..

મોટી ટેક કંપનીઓને કાબૂમાં લેવા માટે દેશના ડિજિટલ કાયદાને મજબૂત કરવા માટે નવી રચાયેલી પેનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિર્ણયો સામે વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવેલી અપીલ પર ધ્યાન આપશે. IT મંત્રાલયે ગયા મહિને સુધારેલા IT નિયમો 2021 હેઠળ જરૂરી ત્રણ GAC ની સ્થાપના માટે સૂચના આપી હતી.

આ પણ વાંચો :-

Viral Videos : હોટ યુવતીને જોઈને પતિ ઘેલો થઈ ગયો, પત્નીને ભૂલી કરવા લાગ્યો આ કામ

0
Viral Videos
  • પતિને કોઈ અજાણી વ્યક્તિ સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરતા જોઈને પત્નીની પ્રતિક્રિયા કેવી હોઈ શકે? કોઈ પણ મગજ પર કાબૂ ગુમાવી દે. હિંસક પણ બની શકે. એક મહિલા જો પોતાના પતિને હોટ ડાન્સર સાથે ડાન્સ કરતા જુએ તો?

પતિને કોઈ અજાણી વ્યક્તિ સાથે ફ્લર્ટ (Flirt) કરવાની કોશિશ કરતા જોઈને પત્નીની પ્રતિક્રિયા કેવી હોઈ શકે? કોઈ પણ મગજ પર કાબૂ ગુમાવી દે. હિંસક પણ બની શકે. એક મહિલા જો પોતાના પતિને હોટ ડાન્સર (Hot Dancer) સાથે ડાન્સ કરતા જુએ તો? અહીં એક એવો વાયરલ વીડિયો લઈને આવ્યા છીએ.

જેમાં એક વ્યક્તિને એક હોટ ડાન્સર સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. પરંતુ થોડીવાર બાદ તેની પત્ની પણ ત્યાં આવી પહોંચે છે અને પછી જે થાય છે તે વીડિયો જોઈને તમે હસી હસીને લોથપોથ થઈ જશો.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યંગ અને સિઝલિંગ મહિલા ભીડથી ઘેરાયેલી છે અને બિકિનીમાં ડાન્સ કરી રહી છે. જ્યં બે વ્યક્તિ ડાન્સર પાસે ઊભેલા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ યુવતી સાથે ડાન્સ કરવાનો શરૂ કરી દે છે. ડાન્સર તે વ્યક્તિ સાથે શરારત પણ કરવાનું શરૂ કરી દે છે.

અચાનક ભીડમાંથી એક મહિલા દોડીને આવે છે જેને જોઈને લાગે છે તે વ્યક્તિની તે પત્ની છે. ડાન્સર અને પતિ પાસે જાય છે અને પછી તરત લાફાવાળી કરે છે. મહિલા ગુસ્સામાં જોવા મળી રહી છે. પહેલા તેની પીઠ પર મારે છે અને પછી ગાલ પર લાફા ઝીકે છે.

જેવો પતિ પાછળ જુએ છે કે ગભરાઈ જાય છે અને પછી પીટાઈથી બચવાની કોશિશ કરે છે. તે પોતાના માથા પર હાથ રાખીને ચાલે છે. જેથી કરીને પત્ની વધુ પીટાઈ ન કરે. મહિલા પીટાઈ ચાલુ રાખે છે અને પતિને ભીડમાંથી બહાર લઈ જાય છે. The Figen દ્વારા ટ્વિટર પર શેર કરાયેલો આ વીડિયો ગણતરીની પળોમાં વાયરલ થઈ ગયો.

અનેક યૂઝર્સે મજેદાર કમેન્ટ્સ પોસ્ટ કર્યા જે તમને ખુબ હસાવશે. એક યૂઝરે લખ્યું કે આ મને મારી પત્નીની યાદ અપાવે છે. એક અન્ય યૂઝરે મજાકમાં લખ્યું કે મે સાંભળ્યું છે કે તેને લગભગ એક કે બે સપ્તાહ સુધી ખાવા પીવાનું મળ્યું નથી.

આ પણ વાંચો :-

Sharad Pawar : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ ! શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી

0

Sharad Pawar 

  • Maharashtra Politics : મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી ખટપટ ચાલુ છે. બીજી બાજુ શરદ પવારના ભત્રીજા અજીત પવાર ભાજપ સાથે જાય તેવી પણ અટકળો છે. આ બધા વચ્ચે દિગ્ગજ નેતા શરદ પવારના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) મહાવિકાસ આઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી ખટપટ ચાલુ છે. બીજી બાજુ શરદ પવારના (Sharad Pawar) ભત્રીજા અજીત પવાર (Ajit Pawar) ભાજપ સાથે જાય તેવી પણ અટકળો છે. આ બધા વચ્ચે દિગ્ગજ નેતા શરદ પવારના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. શરદ પવારે એનસીપીનું (NCP) અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે.

પવારના રાજીનામાં પાછળ અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા પવારની પુત્રી સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે આવનારા 15 દિવસમાં બે ધમાકા થશે. એવું લાગે છે કે તેમનો ઈશારો આ અંગે હતો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં વિદેશ જેવો પ્રોજેક્ટ, હવે અકસ્માત બાદ વાહનો ખીણમાં નીચે નહિ પડે

0

A project like Videsh in Gujarat 

  • Roller crash barriers : ડાંગ જિલ્લાના વધઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કારાયો. અકસ્માત નિવારણ માટે સંભવતઃ ગુજરાતનો પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ બેરીયર.

ડાંગ જિલ્લાના વધઈ-સાપુતારા (Vahai-Saputara) રાજ્યધોરી માર્ગ ઉપર પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ (Pilot project) શરૂ કારાયો છે. હવેથી રોલર ક્રશ બેરીયર (Roller Crush Barrier) ટેકનોલોજીથી માર્ગ અકસ્માતથી થતા માનવ મૃત્યુ તથા ખીણમા જતા વાહનોને અટકાવી શકાશે.

ગુજરાતના ઘાટી માર્ગમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમાં સંભવતઃ સૌ પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ ડાંગ (Dang) જિલ્લામા અમલી કરાયો છે. તેનુ સકારાત્મક પરિણામ પણ મળ્યું છે. આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામા નોધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઈ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રીશ્રી દ્વારા રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે.

શું છે રોલર ક્રશ બેરીયર્સ?

રોલર ક્રશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ 2006મા કોરીયામા નાંખવામા આવી હતી. ત્યારબાદ આજદિન સુધીમા કુલ 33 દેશમા રોલર બેરીયર્સ અકસ્માત સ્થળ પર નાંખવામા આવેલ છે. જેમા ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમા નેશનલ હાઈવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામા આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે.

આ પણ વાંચો :-

રાધિકા સાનગઢીયાએ 12 સાયન્સમાં એવું તે શું કર્યું કે આખું સુરત જોતું રહી ગયું ..

0

What did Radhika Sangarhia  

  • સુરતના વરાછામાં રહેતા રત્ન કલાકારની દીકરીએ બારમા ધોરણની પરીક્ષામાં એ 1 ગ્રેડમાં પાસ થઇને સુરતનું ગૌરવ વધાર્યું છે.

હવે તેને એરોસ્પેસ ક્ષેત્રમાં (Aerospace sector) જવાની મહેચ્છા છે. બે રૂમના ભાડાના ઘરમાં રહેતા મૂળ અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા ગામના ધર્મેશભાઈ સાનગઢીયાની દીકરી સામાન્ય પરિવારમાંથી આવીને અસામાન્ય પરિણામ લાવનારી બની છે. ધર્મેશભાઇ માત્ર બારમું ધોરણ જ ભણ્યા છે. તો તો રાધિકાની મમ્મી પણ ફક્ત દસમું ધોરણ જ ભણી છે.

એમ છતાં પોતાની ધગશ અને માતા-પિતાના સથવારે રાધિકાએ ધોરણા બારમાના સાયન્સની પરીક્ષા એ વન ગ્રેડમાં પાસ કરી છે. વરાછામાં રહેતી રાધિકા મૌની ઈન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. તેને ભણાવતા શિક્ષકોએ પણ તેનું હીર પારખી જઇને અભ્યાસમાં તમામ મદદ કરી છે.

આખું વર્ષ સખત મહેનત કરી રાધિકાએ ગુજકેટમાં પણ સારો દેખાવ કર્યો છે. તેણે ગુજકેટમાં 120 માંથી 113 માર્ક મેળવ્યા છે. તેણે કોઈ પણ ટ્યુશન વિના ગણિતમાં સોમાંથી સો માર્ક મેળવ્યા છે. જ્યારે કમ્પ્યુટર 100 માંથી 97 માર્ક મેળવ્યા છે.

આ પણ વાંચો :-

 

એવું તે શું થયું વિરાટ-ગંભીર મેદાન પર ઝઘડી પડયાં, આ અફઘાન ખેલાડી કોણ ?

0

What happened Virat-Gambir

  • Virat Kohli vs Gautam Gambhir IPL 2023 clash : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર થયેલી લડાઈમાં અફઘાની પ્લેયર નવીન ઉલ હકનું પણ નામ સામે આવ્યું છે. નવીન લખનઉની ટીમ તરફથી રમે છે. જાણો સમગ્ર કહાની

લખનઉના (Lucknow) ઈકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે જે મેચ રમાઈ ત્યારબાદ સ્ટિડેયમમાં જ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે જે થયું તેણે ફરીથી દેખાડી દીધુ કે આ બંને ખેલાડીઓ વચ્ચે સ્થિતિ નોર્મલ નથી. બંને ખેલાડીઓ સેરઆમ એકબીજા સાથે બાખડી બેઠા. ત્યારબાદ બંનેની 100 ટકા મેચ ફી પણ કપાઈ ગઈ.

આ સમગ્ર વિવાદ એક મેના રોજ લખનઉ અને બેંગ્લુરુ વચ્ચે રમાયેલી મેચ બાદ શરૂ થયો. આ મેચ આરસીબીએ જીતી લીધી. લખનઉની ટીમ આટલી લો સ્કોરિંગ મેચ અને તે પણ ઘર આંગણે હારી ગઈ. મેચ જીતવા માટે આરસીબીએ લખનઉને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં કેએલ રાહુલના નેતૃત્વવાળી ટીમ 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

વાત જાણે એમ છે કે મેચ બાદ તમામ ખેલાડીઓ પરસસ્પર મળી રહ્યા હતા. ત્યારબાદ આરસીબીના વિરાટ કોહલી, લખનઉના મેન્ટર ગૌતમ ગંભીર, લખનઉના ખેલાડી નવીન ઉલ હક પરસ્પર લડતા જોવા મળ્યા. ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટસ ટીમના મેન્ટર છે.

આખરે આ સમગ્ર વિવાદમાં શું થયું… જાણો મેચ બાદ થયેલા દંગલની કહાની !

આ વિવાદ મામલે આઈપીએલ તરફથી પણ મોટી કાર્યવાહી થઈ છે. આઈપીએલએ એક પ્રેસ રિલીઝ પર બહાર પાડી છે અને વિરાટ તથા ગૌતમ ગંભીર બંને આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 2 ના દોષિત ઠર્યા છે. બંનેએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. બંનેની 100 ટકા મેચ ફી કપાઈ ગઈ છે. બીજી બાજુ લખનઉ સુપર જાયન્ટસના નવીન ઉલ હકની પણ 50 ટકા મેચ ફી કપાઈ છે. નવીન ઉલ હક આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 1નો દોષિત ઠર્યો છે.

કયા કારણે શરૂ થયો વિવાદ?

વાત જાણે એમ છે કે ઈકાના સ્ટેડિયમના અનેક વાયરલ ફોટા સામે આવી રહ્યા છે. આ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી ફિલ્ડિંગ દરમિયાન ખુબ જોશમાં જોવા મળી રહ્યો હતો. જેવા લખનઉની ટીમના ક્રુણાલ પંડ્યા આઉટ થયો, તેણે દર્શકો તરફ ઈશારો કર્યો જે કદાચ ગૌતમ ગંભીર તરફ હોય તેવું જણાયું. ગોતમ ગંભીરે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ બાદ દર્શકો તરફ શાંત રહેવાનો આંગળીથી ઈશારો કર્યો હતો. જ્યારે કોહલીએ લખનઉના મેદાનમાં દર્શકોને આરસીબીનો જોશ વધારવા માટે હાથથી ઈશારો કર્યો હતો.

આ પણ વાંચો :-

વર્ષોથી ખુબ ઓડકાર આવતા હતા આ મહિલાને, ચેક કરાવ્યું તો ડોક્ટરના પણ હોશ ઉડી ગયા

This woman

  • અનેકવાર લોકોને ભોજન કર્યા બાદ ઓડકાર આવતા હોય છે જે આમ જોવા જઈએ તો એક સામાન્ય સમસ્યા છે. જો કે કેટલાક લોકોને સામાન્ય કરતા વધુ અને સતત ઓડકાર આવતા હોય છે જે પેટમાં ગેસ બનવાના કારણે થતું હો છે.

અનેકવાર લોકોને ભોજન કર્યા બાદ ઓડકાર (Belch) આવતા હોય છે જે આમ જોવા જઈએ તો એક સામાન્ય સમસ્યા છે. જો કે કેટલાક લોકોને સામાન્ય કરતા વધુ અને સતત ઓડકાર આવતા હોય છે જે પેટમાં ગેસ બનવાના કારણે થતું હો છે. આવી સ્થિતિમાં ડોક્ટરો (Doctor) મોટાભાગે સલાહ આપતા હોય છે કે તેઓ પોતાની આહાર વ્યવસ્થામાં સુધાર કરે જેથી કરીને પેટની ગેસ (Stomach Gas) બનવાની સમસ્યા ઓછી થઈ શકે.

વધુ ઓડકાર આવવા એ ક્યારેક શરમિંદગીનું કારણ બને છે અને સ્વાસ્થ્ય માટે પણ ખતરાની ઘંટી ઊભી થાય છે. એક 24 વર્ષની નર્સ બેલી મેકબ્રીનના કેસમાં વધુ ઓડકાર એક ઘાતક કેન્સરના ત્રીજા સ્ટેજ માટે પહેલી ચેતવણી બન્યું.

અમેરિકાના ફ્લોરિડામાં રહેતી નર્સ બેલી મેકબ્રીને કહ્યું કે તેને ઓછા ઓડકાર આવતા હતા. જો કે બે વર્ષ પહેલા ઓક્ટોબર 2021માં તેને વધુ ઓડકાર આવવા લાગ્યા હતાં પરંતુ તેણે તેને નજરઅંદાજ કર્યું. ફેબ્રુઆરી 2022માં મેકગ્રીનને વધુ એસિડ રિફ્લક્સની ફરિયાદ થઈ.

જેને ડોક્ટરોએ ચિંતાનું કારણ ગણાવ્યું. જો કે જાન્યુઆરીમાં તેને અહેસાસ થયો કે કઈક અસામાન્ય છે અને તેને ખુબ દુખાવો, ભૂખ ન લાગવી અને શૌચક્રિયામાં અસમર્થતા થઈ. એક CT સ્કેન બાદ જાણવા મળ્યું કે તેના કોલનમાં ટ્યૂમર (કોલન કેન્સર) છે.

વધુ ઓડકાર  કોલન કેન્સરનું પહેલું સંકેત?

પોતાના અનુભવો શેર કરતા બેલી મેકબ્રીને કહ્યું કે વધુ ઓડકાર આવવા તે તેના માટે પહેલો સંકેત હતો. રોજ 5-10 વાર જે અસામાન્ય હતું કારણ કે તેને પહેલા આટલા ઓડકાર ક્યારેય આવતા નહતા. તેને આ ખુબ અજીબ લાગ્યું પરંતુ તેણે વધુ વિચાર્યું નહીં. સ્ટેજ 3 કેન્સર ડિટેક્ટ થયા બાદ તેને ખુબ પરેશાની થઈ. પરંતુ ધીરે ધીરે તેણે સંઘર્ષ કર્યો અને બીમારીને હરાવવા માટે લાગી ગઈ.

કોલન કેન્સરના અન્ય સંકેત :

– કારણ વગર  થાક કે નબળાઈ

મળાશયથી બ્લિડિંગ

– મળમાં લોહી આવવું

– એવું મહેસૂસ થવું કે આંતરડા બરાબર ખાલી થયા નથી

– સતત ગેસ, પેટમાં કળતર, પેટ દુખાવો

–  આંતરડાની આંદરોમાં વારંવાર પરિવર્તન જેમ કે કબજિયાત, ઝાડા

– આંતરડા સ્થિરતામાં પરિવર્તન

આ પણ વાંચો :-

 

દ્વારકાધીશ મંદિર પર મોટું સંકટ આવવાની તૈયારી ? તૂટી રહ્યાં છે મંદિરના પથ્થરો

0

Dwarkadhish temple

  • Dwarkadhish Temple : દ્વારકામાં ત્રૈલોક્યસુંદર મંદિર હજારો વર્ષોથી અડીખમ ઉભુ રહ્યું છે. પરંતુ આ મંદિર હવે સમારકામ માંગી રહ્યું છે. તો બીજી તરફ, જીર્ણોદ્ધાર માટે આર્કિયોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે.

દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ કહેવાય છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગતના તાતના દર્શને આવે છે. ત્યારે આ મંદિર પર સંકટ આવી રહ્યું છે. દ્વારકાધીશ મંદિરના શિખરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. હાલ મંદિરના પત્થરોમાં તિરાડો જોવા મળી રહી છે. જો આ સ્થિતિ રહેશે તો જગત મંદિરની જાળવણી કરવી બહુ જ મુશ્કેલ બની જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાધીશ મંદિર સ્ટ્રક્ચરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. મંદિરમાં અનેક સ્થળોએ મોટા ગાબડા પથ્થરોના જોઈન્ટ ખુલ્લા પડી ગયા છે. આ જોઈન્ટસ ખૂલી જવાથી દિવાલોના પોપડા અને ધૂળની રજકણો પડી રહી છે.

દ્વારકામાં ત્રૈલોક્યસુંદર મંદિર હજારો વર્ષોથી અડીખમ ઉભુ રહ્યું છે. પરંતુ આ મંદિર હવે સમારકામ માંગી રહ્યું છે. તો બીજી તરફ, જીર્ણોદ્ધાર માટે આર્કિયોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે સાત માળના શિખરના મોટાભનાગ પિલર, કમાન, ફ્લોરીગમાં જોઈન્ટ ખૂલી રહ્યાં છે. એકબીજા સાથે જોડાયેલા પથ્થરોમાં તિરાડો પડી રહી છે.

બીજી તરફ મંદિરમાં જીર્ણોદ્વાર માટે અનેકવાર રીપેરીંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. છતા હજી સુધી કોઈ કામગીરી આગળ વધી નથી. જો આવું ને આવું થતું રહેશે તો મંદિર પર મોટુ સંકટ આવી પડશે. ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં આર્કિયોલોજી ઓફ ઈન્ડિયાની સર્કલ ઓફિસ પણ શરૂ કરાઈ છે. આ કચેરી દ્વારા મંદિર શિખરની જર્જરિત હાલત અંગે કોઈ કાર્યવાહી કરાઈ હોય તેવુ દેખાતુ નથી.

આ પણ વાંચો :-