Home Blog Page 1094

Cannes : આલિયા ભટ્ટના મેટ ગાલા ડેબ્યૂ પછી પહેલીવાર કાન્સમાં જોવા મળશે આ બોલિવૂડ એક્ટ્રેસ !

Cannes Alia Bhatt

  • Cannes Film Festivalમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણી હસ્તીઓ જોવા મળશે અને રેડ કાર્પેટ પર પોતાનો પાવર બતાવશે ! જ્યારે દરેકની નજર હજુ પણ મેટ ગાલાના ફોટા અને વીડિયો પર છે. ત્યારે હવે કાન્સની તૈયારીઓ ચાલી રહી છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Hindi film industry) વિશ્વની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીમાંની એક છે અને આપણા કલાકારો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા વિશ્વની સૌથી મોટી ફેશન ઈવેન્ટસમાંથી એક મેટ ગાલા 2023 (Matt Gala 2023) અભિનેત્રી આલિયા ભટ્ટે તેના સ્ટાર-સ્ટડેડ ડેબ્યૂ કર્યું હતું અને તેનો વ્હાઈટ ગાઉન લુક બધાને ખુબ પસંદ આવ્યો હતો.

મેટ ગાલા પછી હવે બીજી એક મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ આવી રહી છે જેનું નામ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળે છે અને અહીં રેડ કાર્પેટ પર હોવું એ મોટી વાત છે ! આલિયા ભટ્ટની (Alia Bhatt) મેટ ગાલા ડેબ્યૂ બાદ હવે આ મોટી એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ એક્ટ્રેસ કાન્સમાં પહેલીવાર જોવા મળશે :

શું તમે વીમા પોલિસી પર લોન લીધી છે ? તો ક્રેડિટ કાર્ડથી નહીં ચુકવી શકો તેના હપ્તા

0

Have you taken a loan on an  

  • Loan On Insurance Policy : જો તમે LICની પોલિસી પર લોન લીધી છે. અને ક્રેડિટ કાર્ડથી લોનની EMI ચુકવતા હતા તો હવે તમે આમ નહીં કરી શકો. કારણ કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ક્રેડિટ કાર્ડથી વીમા પોલિસી પર લીધેલી લોનની ચુકવણીનો વિકલ્પ બંધ કરવા જઈ રહી છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ લોનની ચુકવણીના માધ્યમ તરીકે ક્રેટિટ કાર્ડનો ઉપયોગ કરીને વીમા પોલિસી લોનની (Insurance policy loan) ચુકવણીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો તમે LICની પોલિસી પર લોન લીધી છે. અને ક્રેડિટ કાર્ડથી (Credit card) લોનની EMI ચુકવતા હતા તો હવે તમે આમ નહીં કરી શકો. કારણ કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ક્રેડિટ કાર્ડથી વીમા પોલિસી પર લીધેલી લોનની ચુકવણીનો વિકલ્પ બંધ કરવા જઈ રહી છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ જીવન વીમા કંપનીઓને વીમા પોલિસી સામે લોનની ચુકવણી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચુકવણીના મોડ તરીકે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વીમા પોલિસીઓ સામે લીધેલી લોનની ચુકવણીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમામ જીવન વીમા કંપનીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાત્કાલિક અસરથી વીમા પોલિસી સામે લોનની પુન:ચુકવણીના મોડ તરીકે ક્રેડિટ કાર્ડ સ્વીકારવાનું બંધ કરે.

ઓગસ્ટ 2022માં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ જાહેરાત કરી હતી કે તે નેશનલ પેન્શન સિસ્ટમ ટિયર-II એકાઉન્ટ્સમાં સબસ્ક્રિપ્શન અને યોગદાન માટે ક્રેડિટ કાર્ડની ચૂકવણી સ્વીકારવાનું બંધ કરશે.

ગ્રાહકો તેમની વીમા પોલિસી ગીરવે મૂકીને લોન મેળવી શકે છે. આ પ્રકારની લોન લેવી લોન લેનારાઓ માટે ફાયદાકારક છે કારણ કે અન્ય કોઈ સંપત્તિની જરૂર નથી. તમે વ્યક્તિગત લોન અથવા ક્રેડિટ કાર્ડ લોન લેવાના વિકલ્પ તરીકે તમારી જીવન વીમા પોલિસીમાંથી નાણાં ઉછીના લઈ શકો છો. લોનની રકમ તમારી પોલિસીના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. આ લોન પર વસૂલવામાં આવતો વ્યાજ દર, તેમજ લોનની ચુકવણીના વિકલ્પો, વીમા કંપનીઓના આધારે અલગ-અલગ હોય છે.

જાણ કરો કે તમે તમામ પ્રકારની જીવન વીમા પોલિસી સામે લોન લઈ શકતા નથી. તેથી પ્લાન ખરીદતા પહેલા તમારી વીમા કંપની સાથે તપાસ કરવી વધુ સારું છે. પરંતુ આખા જીવનની પોલિસી, મની-બેક પોલિસી, સેવિંગ્સ પ્લાન અને એન્ડોમેન્ટ પ્લાન જેવી પોલિસી જીવન વીમા પોલિસી સામે લોન આપે છે. કેટલીકવાર યુલિપ પોલિસી સામે લોન જેને યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (યુલિપ) તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમારા વીમાદાતાના આધારે મેળવી શકાય છે.

આ પણ વાંચો :-

 

મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત આવ્યું સામે, 42 લાખ રુપિયાને લઈને….

0
Mahatg Kiran Patel’s
  • મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીને Gpcb માંથી લાઈસન્સ અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા 42 લાખ 86 હજાર પડાવી લીધા હતા.

મહાઠગ કિરણ પટેલનું (Mahathg Kiran Patel) નવું કરતૂત સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીને Gpcb માંથી લાઈસન્સ (License) અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા 42 લાખ 86 હજાર પડાવી લીધા હતા. વર્ષ 2017 માં ફરિયાદી પાસે લાયસન્સ માટે કિરણ અને તેની પત્નીએ રુપિયા પડાવ્યા હતા.

કિરણ પટેલે ફરિયાદીને ક્લાસ વન અધિકારી અને સરકારમાં પોતાનું વર્ચસ્વ હોવાનો રોફ જમાવ્યો હતો. ફરિયાદીએ લાયસન્સ ન મળતાં કિરણ પટેલ પાસે આપેલ રકમ પરત માંગી હતી. જોકે કિરણે રૂપિયાની જગ્યાએ પોતાની નારોલની જમીન આપવાનું બહાનું બતાવ્યું હતું. હાલમાં અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો :-

 

સલમાનની ટાઈગર ૦૩માં શાહરુખના એક સીન પાછળ ખર્ચ થશે આટલા કરોડ રુપિયા

Salman’s Tiger
  • Salman Khan Tiger 3 : ‘ટાઈગર 3’ સલમાન ખાનની આગામી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક કેમિયો રોલ કરશે. બંને કલાકારોને મોટા પડદા પર એકસાથે જોવાએ ફેન્સ માટે ટ્રીટ હશે. કારણ કે આ સીન પાછળ પૈસા પણ પાણીની જેમ વહાવવામાં આવશે.

જ્યારે બોલીવુડ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) અને શાહરુખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મની વાત આવે ત્યારે લોકોમાં અલગ જ ક્રેઝ જોવા મળે છે. તેમાં પણ જ્યારથી દર્શકોએ સલમાન ખાનને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનમાં જોયો છે ત્યારથી દર્શકો પણ યે દિલ માંગે મોર. એવું કહી રહ્યા છે. ત્યારે શાહરુખ અને સલમાનના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ પઠાનમાં બંને કલાકારો સાથે જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર બંને કલાકારો ‘ટાઈગર 3‘માં સાથે જોવા મળવાના છે.

ટાઈગર 3‘ સલમાન ખાનની આગામી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક કેમિયો રોલ કરશે. બંને કલાકારોને મોટા પડદા પર એકસાથે જોવાએ ફેન્સ માટે ટ્રીટ હશે. કારણ કે આ સીન પાછળ પૈસા પણ પાણીની જેમ વહાવવામાં આવશે. જાણવા મળતી માહિતી અનુસારા ટાઈગર 3માં પણ સલમાન અને શાહરૂખ જબરદસ્ત એક્શન સીન કરતાં જોવા મળશે. સલમાન અને શાહરૂખના આ એક એક્શન સીન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

સલમાન અને શાહરૂખના એક એક્શન સીન માટે એક વિશાળ સેટ બનાવવામાં આવી રહ્યો છે. જેની કિંમત લગભગ 35 કરોડ છે. જેનુ શૂટિંગ 8 મેથી શરૂ થશે. ટાઈગર 3માં સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. એટલે આ દિવાળી સલમાન અને શાહરૂખ ખાનના ચાહકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે.

આ પણ વાંચો :-

 

ઈલેક્ટ્રીક ગાડીઓને પણ ટક્કર મારે તેવી છે સુરતના યુવકે બનાવેલી દેશી કાર્ટ, જુઓ તસ્વીરો

0

Electric trains

  • હાલ ઈલેક્ટ્રિક વાહનોનો જમાનો છે. પેટ્રોલ-ડીઝલના વાહનો પ્રદૂષણ પેદા કરે છે. આવામાં હવે ઈલેક્ટ્રીક વાહનો જ એક સોલ્યુશન છે.

સુરતમાં એક ઈલેક્ટ્રીક એન્જિનિયરે (Electric Engineer) એવી કાર્ટ બનાવી છે. સિનીયર સિટીઝનના (Senior Citizen) કામમાં આવે. મૂળ યુપીના રહેવાસી 22 વર્ષીય સંગમ મિશ્રા બી.ટેક કરે છે. આ યુવકને એવો આઈડિયા આવ્યો કે કોઈ સપનામાં પણ વિચારી ન શકે. પરંતુ તેના આઈડિયાથી અનેક સિનીયર સિટીઝન્સની તકલીફો દૂર થશે.

સંગમ મિશ્રાએ એક અનોખી શોપિંગ કાર્ટ બનાવી છે. જેને વૃદ્ધો સહેલાઈથી ઓપરેટ કરી શકે છે. આ કાર્ટને સિનિયર સિટીઝન જાતે જ ઓપરેટ કરી શકે છે. જે વૃદ્ધોને પગની તકલીફ છે. તેઓ ચાલી શક્તા નથી. પરંતુ તેઓને ઘરની બહાર જવુ છે અથવા શોપિંગ કરવા જવુ છે તે આ શોપિંગ કાર્ટ બેસ્ટ ઓપ્શન બની રહેશે.

વૃદ્ધોની પગની તકલીફ જોઈને સંગમ મિશ્રાને આ પ્રકારની કાર્ટ બનાવવાનો આઈડિયા આવ્યો. આ સંપૂર્ણ રીતે બેટરી ઓપરેટેડ કાર્ટ છે અને ઈલેક્ટ્રીસીટીથી ચાલે છે. આ કાર્ટ 200 કિલોગ્રામ લોડ હેન્ડલ કરી શકે છે. આ કાર્ટને ગમે ત્યાં સહેલાઈથી લઈ જઈ શકાય છે.

આ પણ વાંચો :-

સ્વિમિંગ પૂલમાં ઉતરતા જ થઈ જાય છે પેશાબ ? તેની પાછળનું કારણ ખાસ જાણો

Does the swimming pool descend to urine?
  • ગરમીમાં મોટાભાગે લોકો વોટર પાર્ક કે સ્વિમિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ સાથે જ ફિટ રહેવા માટે પણ સ્વિમિંગ એક સારી કસરત ગણાય છે.

રમીમાં મોટાભાગે લોકો વોટર પાર્ક (Water park) કે સ્વિમિંગ (Swimming) કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ સાથે જ ફિટ રહેવા માટે પણ સ્વિમિંગ એક સારી કસરત ગણાય છે. પરંતુ શું તમને એ વાત ક્યારેય મહેસૂસ થઈ છે કે જ્યારે પણ તમે ન્હાવા માટે સ્વિમિંગ પૂલ, નહેર કે નદીમાં ઉતરો તો તમને યુરિન (Urine) પાસ કરવાની ઈચ્છા થઈ જાય છે. આખરે આવું કેમ થાય છે. આ અંગે વિજ્ઞાન શું કહે છે ? આ તમામ સવાલોના જવાબ જાણો.

રમીમાં મોટાભાગે લોકો વોટર પાર્ક કે સ્વિમિંગ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. જેનાથી ગરમીમાં રાહત મળી શકે છે. આ સાથે જ ફિટ રહેવા માટે પણ સ્વિમિંગ એક સારી કસરત ગણાય છે. પરંતુ શું તમને એ વાત ક્યારેય મહેસૂસ થઈ છે કે જ્યારે પણ તમે ન્હાવા માટે સ્વિમિંગ પૂલ, નહેર કે નદીમાં ઉતરો તો તમને યુરિન પાસ કરવાની ઈચ્છા થઈ જાય છે. આખરે આવું કેમ થાય છે. આ અંગે વિજ્ઞાન શું કહે છે? આ તમામ સવાલોના જવાબ જાણો.

લોકો જાણી જોઈને નથી કરતા આ હરકત :

તમે માનો કે ન માનો. પરંતુ જે પણ સ્વિમિંગ પૂલમાં તમને ન્હાવા જાઓ છો તેમાં ઘણી માત્રામાં યુરિન ભળેલું હોય છે. આ યુરિન તેમાં તરતા લોકો જ કરતા હોય છે. જો કે કોઈ પણ આ વાત ખુલીને કબૂલ કરતા નથી. આ મુદ્દે એક સ્ટડી રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે લગભગ એક લાખ 10 હજાર ગેલનવાલા સ્વિમિંગ પૂલમાં લગભગ 8 ગેલન યુરિન ભળેલું હોય છે.

આવું લોકો જાણી જોઈને નથી કરતા પરંતુ અસલ વાત એ છે કે સ્વિમિંગ પૂલમાં થોડો સમય વિતાવતા જ તેમની બ્લેડર પર એટલું પ્રેશર બનવા લાગે છે કે તેઓ પોતાના યુરિન પર કંટ્રોલ કરી શકતા નથી અને તેને પૂલમાં જ રિલીઝ કરી દે છે.

 આ પણ વાંચો :-

 

 

 

CSK vs MI : આજે સૌથી વધુ વખત IPL જીતનાર 2 ટીમો વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઈંગ-11

0

CSK vs MI

  • MI vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આજે બપોરે ૩.૩૦ વાગ્યે આમને-સામને થશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. અહીં બંને ટીમો વધારાના સ્પિનર ​​સાથે ઉતરી શકે છે.

આજે (6 મે) IPLની બે સૌથી દિગ્ગજ ટીમો વચ્ચે મુકાબલો થશે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ચેપોકમાં ટકરાશે. IPLની અત્યાર સુધીની ૧૫ સિઝનમાં આ બંને ટીમો ૯ વખત ટ્રોફી જીતી ચૂકી છે. મુંબઈએ પાંચ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે જ્યારે ચેન્નાઈ ૦૪ વખત જીત્યું છે.

જ્યારે આ બંને ટીમો બપોરે સામસામે આવશે ત્યારે પ્લેઈંગ-11 પર ખાસ ફોકસ રહેશે. ખરેખર, ચેપોકની પીચ પર સ્પિનરો હંમેશા અસરકારક રહે છે સાથે આ પીચ બેટ્સમેનને પણ મદદગાર સાબિત થઈ રહી છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે બંને ટીમો તેમના પ્લેઈંગ-11માં વધારાના સ્પિનરને તક આપશે કે પછી કોઈ ફેરફાર કર્યા વિના જ રહેશે.

CSK ની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી

CSKની પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ) : ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), દીપક ચહર, મહિષ તીક્ષાના, મતિષા પથિરાના. (ઈમ્પેક્ટ પ્લેયર: તુષાર દેશપાંડે/અંબાતી રાયડુ)

CSKની પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), દીપક ચહર, મહિષ તિક્ષાના, મતિષા પાથિરાના, તુષાર દેશપાંડે. (ઈમ્પેક્ટ પ્લેયર: અંબાતી રાયડુ/તુષાર દેશપાંડે)

MI  ની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી

MIની પ્લેઈંગ-11 (પ્રથમ બેટિંગ) : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, નડાલ વાધેરા, પીયૂષ ચાવલા, જોફ્રા આર્ચર, ઋત્વિક શોકીન, આકાશ માધવાલ. (ઈમ્પેક્ટ પ્લેયરઃ કુમાર કાર્તિકેય/સૂર્યકુમાર યાદવ)

MIની પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ) : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, નડાલ વાધેરા, પીયૂષ ચાવલા, જોફ્રા આર્ચર, હૃતિક શોકીન, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય. (ઈમ્પેક્ટ પ્લેયર: સૂર્યકુમાર યાદવ/કુમાર કાર્તિકેય)

આ પણ વાંચો :-

 

ભારતનું સૌથી મોટું રેલ્વે જંકશન, દેશના કોઈપણ ખૂણે જવું હોય અહીંથી મળી જશે ટ્રેન

0

India’s largest railway junction

  • Largest Railway Junction : શું તમે જાણો છો કે દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન ક્યાં છે? આ એક એવું રેલવે જંકશન છે. જ્યાં 24 કલાક ટ્રેનોની અવરજવર ચાલુ રહે છે. આ જંક્શનમાં દેશનો અમૂલ્ય ઈતિહાસ પણ સમાયેલો છે.

ભારતીય રેલ્વે (Indian Railways) એ વિશ્વના 5 સૌથી મોટા રેલ્વે નેટવર્કમાંનું એક છે. તમે તેના વિશે જેટલું જાણશો તેટલું જ તમને ગર્વ થશે. આજે અમે તમને ભારતના સૌથી મોટા રેલવે જંક્શન (Railway Junction) વિશે જણાવીશું, જે ક્યારેય ખાલી નથી રહેતું. અહીં 24 કલાક ટ્રેનોની અવરજવર રહે છે. ભારતના કોઈપણ ખૂણે જવા માટે તમે આ જંકશનથી ટ્રેન પકડી શકો છો. આવો જાણીએ આ જંક્શન ક્યાં છે અને તેની વિશેષતાઓ શું છે.

દેશનું સૌથી મોટું મથુરા રેલ્વે જંકશન :

આ દેશનું સૌથી મોટું રેલ્વે જંકશન છે. મથુરા રેલ્વે જંકશન યુપીના મથુરામાં આવેલ છે. આ જંકશન ઉત્તર મધ્ય રેલવે હેઠળ આવે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓ માટે 7 જુદા જુદા રૂટની ટ્રેનો આ જંકશન પરથી પસાર થાય છે. આ સ્ટેશન પર કુલ 10 પ્લેટફોર્મ છે. જેના પર દરેક સમયે ટ્રેનોની અવરજવર રહે છે.

No description available.

ટ્રેનો સતત પસાર થતી રહે છે :

તમે આ જંક્શન (મથુરા રેલ્વે જંક્શન) પર દિવસ કે રાત ગમે ત્યારે આવી શકો છો. તમે અહીંથી સતત સેંકડો ટ્રેનો પસાર થતી જોશો. દેશના કોઈપણ ખૂણે જવા માટે તમે અહીંથી ટ્રેન પકડી શકો છો. આ જંક્શન પર 1875માં પ્રથમ વખત ટ્રેન દોડાવવામાં આવી હતી. આ પછી વર્ષ 1889 માં, મથુરા-વૃંદાવન વચ્ચે 11 કિલોમીટર લાંબી મીટરગેજ લાઇન શરૂ કરવામાં આવી.

સ્વચ્છતા વધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે :

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર મથુરા રેલવે જંક્શન દેશના 100 રેલવે સ્ટેશનોમાંથી એક છે જ્યાં સૌથી વધુ બુકિંગ થાય છે. આ સિદ્ધિ છતાં જંકશન પર સ્વચ્છતાનો અભાવ રેલ્વે માટે મોટી સમસ્યા છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI)ના 2018ના અહેવાલ મુજબ સર્વેક્ષણ કરાયેલા 75 મોટા સ્ટેશનોમાં આ સ્ટેશનને સૌથી ઓછું સ્વચ્છ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાં સતત સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

આ છે દુનિયાની સૌથી સુંદર અભિનેત્રીઓ, તમે પણ થઈ જશો ફિદા

These are the most beautiful actresses

  • તમે હોલિવૂડની ફિલ્મો તો જોઈ જ હશે. આ ફિલ્મોમાં એક્શન, રોમાન્સ દરેકને ગમે છે.

તે જ સમયે લોકો હોલિવૂડની (Hollywood) ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીઓના પણ દિવાના છે. તો આજે અમે એવી 10 હોલીવુડ અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમને જોઈને તમે પણ કહેશો કે તેઓ કોઈ અપ્સરાથી ઓછી નથી.

કેટ વિન્સલેટનું પૂરું નામ કેટ એલિઝાબેથ વિન્સલેટ (Kate Elizabeth Winslet) છે. જેણે ફિલ્મ ટાઇટેનિકમાં રોઝનો રોલ કર્યો હતો. પીપલ્સ મેગેઝિનના (People’s Magazine) પોલમાં કેટ વિન્સલેટને 50 સૌથી સુંદર સેલિબ્રિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેટ વિન્સલેટને 22 વર્ષની ઉંમરે બે ઓસ્કાર નોમિનેશન મળ્યા હતા.

Scarlett Johansson - Rare Photos | Childhood | Family | Lifestyle - YouTube

માર્વેલ સિરીઝમાં બ્લેક વિડોની ભૂમિકા ભજવતી અભિનેત્રી સ્કારલેટ જોહાન્સન અદ્ભુત છે. તેણે કેપ્ટન અમેરિકા સિરીઝ, LUCY અને એવેન્જર્સ ઈન્ફિનિટી વોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકોને તેની સુંદરતાના દિવાના બનાવ્યા છે.

સુંદર આંખો અને મનમોહક અભિવ્યક્તિઓ સાથે ઓસ્ટ્રેલિયન અભિનેત્રી કેથરિન લેંગફોર્ડને દરેક વ્યક્તિ હૃદય આપશે. તેની સુંદરતા સાથે કોઈ મેળ નથી. અભિનેત્રીએ ઈમ્પરફેક્ટ ક્વાડ્રેન્ટ, લવ સિમોન, નાઈવ્ઝ આઉટ, સ્પોન્ટેનિયસ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Anne Hathaway clearly won the Cannes fashion game, proves she hasn't aged a day | Hollywood - Hindustan Times

હોલીવુડની ફિલ્મોમાં જોવા મળતી અમેરિકન અભિનેત્રી એની હેથવે કોઈનું પણ દિલ ચોરી લે છે. તેનું બોડી ફિગર અને સુંદરતા લોકોનું ધ્યાન ખેંચે છે.

હોલિવૂડની સુંદર અભિનેત્રી અને એલેક્ઝાન્ડ્રા દદ્દારિયોનું નામ ન આવે તો તે અન્યાય થશે. 16 માર્ચ, 1986ના રોજ જન્મેલી અમેરિકન અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા ડેડારિયોએ ઘણી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

એમ્બર હર્ડ એક અમેરિકન અભિનેત્રી છે જેનું પૂરું નામ એમ્બર લૌરા હર્ડ છે. તાજેતરના દિવસોમાં, તે જોની ડેપથી છૂટાછેડાના કેસને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. તેની સાથે જ તેની પાસે દુનિયાના સૌથી સુંદર ચહેરાનો ખિતાબ પણ છે.

Happy Birthday Angelina Jolie:एंजेलिना जोली की बेबाक अदाओं से नजरें नहीं हटा पाएंगे आप, 46 की उम्र में भी ढा रहीं कहर - Happy Birthday Angelina Jolie Bold And Beautiful Picture Of Angelina - Entertainment News: Amar Ujala

એન્જેલીના જોલી એક અમેરિકન અભિનેત્રી અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીની ગુડવિલ એમ્બેસેડર છે. તેને ત્રણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ, બે સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ અને એકેડેમી એવોર્ડ મળ્યો છે. તેના કામની જેમ તે દેખાવમાં પણ એકદમ બોલ્ડ અને આકર્ષક છે.

આ પણ વાંચો :-

Electric Car : ન ચાર્જિંગની ઝંઝટ, ન તો રેન્જનું ટેન્શન, આપમેળે ચાર્જ થઈ જાય છે આ કાર

Electric Car

  • Self Charging Electric Car : જર્મન કંપની ન્યુટ્રિનો સેલ્ફ ચાર્જિંગ કારના મોડલ પર કામ કરી રહી છે. આ માટે ન્યુટ્રિનો માટે કેન્દ્ર તેમજ એક ભારતીય કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે.

વિશ્વભરની સરકારો અશ્મિભૂત ઈંધણ (Fossil Fuels) પરની નિર્ભરતાને દૂર કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. આ કારણે, ટકાઉ ઊર્જાની માંગમાં વધારો થયો છે. પરંતુ ટેક્નોલોજીના (Technology) સંપૂર્ણ વિકાસના અભાવે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવું કે સ્વીકારવું ખોટું છે.

ઈલેક્ટ્રીક કાર ટકાઉ ઉર્જા નિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે. અત્યારે આ ઈ-કારની સૌથી મોટી સમસ્યા ચાર્જિંગની છે. તેમને વારંવાર ચાર્જ કરવી પડે છે અને વિશ્વભરમાં જેટલા ચાર્જિંગ સ્ટેશનની જરૂર છે તેટલી સંખ્યા નથી. બીજી તરફ તેમના ચાર્જિંગમાં કલાકો લાગે છે.

આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે જર્મન કંપની ન્યુટ્રિનો એનર્જી ક્લીન રિન્યુએબલ પાવર એક શાનદાર ઉપાય લઈને આવી છે. કંપની હવે ક્વોન્ટમ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના એકીકરણની મદદથી ઊર્જા ઉત્પન્ન કરવા માટે કામ કરી રહી છે.

ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર તાજેતરમાં કંપનીએ ભારતીય કંપની સ્પેલ સાથે જોડાણ કર્યું છે જે સુપરકેપેસિટર બનાવવાનું કામ કરે છે. ન્યુટ્રિનોએ નવા પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર સાથે મળીને ગ્રીન એનર્જી ડેવલપમેન્ટ માટે 2.5 બિલિયન યુરોના રોકાણની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત કંપની સેલ્ફ ચાર્જિંગ ઈલેક્ટ્રિક કાર વિકસાવશે. આ કાર આગામી 3 વર્ષમાં માર્કેટમાં આવશે.

તે કેવી રીતે શક્ય હશે :

કંપનીએ તાજેતરમાં સબ-એટોમિક સ્તરે ન્યુટ્રોન ઈરેક્શન વિશે માહિતી શેર કરી છે. સંશોધકો કેટલીક વિશિષ્ટ સામગ્રીનો ઉપયોગ કરીને તેને જમ્પ લગાવીને ઊર્જાને રૂપાંતરિત કરશે. જો સાદી ભાષામાં સમજીએ તો આ ઊર્જા પરમાણુઓના વિભાજનથી ઉત્પન્ન થશે.

આ સમગ્ર પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઈંટલિજેંસની મદદથી માત્ર માળખાકીય વ્યવહારનો જ અભ્યાસ કરવામાં આવશે નહીં. પરંતુ તેના માટે સંપૂર્ણ રસ્તો પણ તૈયાર કરવામાં આવશે.

કાર પોતે કેવી રીતે ચાર્જ કરશે :

હવે આ ટેક્નોલોજીનો ઉપયોગ કારની બેટરી સાથે કરવામાં આવશે. તે ડાયનેમોની જેમ કામ કરશે જે કારને સતત ચાર્જ કરશે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમારી કાર ચાલશે તે એકસાથે ચાર્જ થઈ જશે. આના કારણે તેને ક્યારેય એક્સટર્નલ ચાર્જરની જરૂર પડશે નહીં અને તમે રેન્જને ધ્યાનમાં લીધા વગર કાર ચલાવી શકશો.

જો કે આ ટેક્નોલોજી પર કેટલો ખર્ચ થશે અને જ્યારે કાર તૈયાર થશે ત્યારે તેની કિંમત કેટલી હશે તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેને ઘણી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવશે. કંપની વધુ એકમોનું ઉત્પાદન કરશે અને તેને ઓછા માર્જિન પર ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો :-