Home Blog Page 1065

WTC Final : પ્રથમ સદી ફટકારી ટ્રેવિસ હેડે રચ્યો ઈતિહાસ, આક્રમક બેટિંગ કરી ઓસ્ટ્રેલિયાની સ્થિતિ કરી મજબૂત

0

WTC Final

  • ટ્રેવિસ હેડ WTC ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટસમેન બની ગયો છે.

WTC Final, Travis Head :  લંડનના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાએ (Australia) કબજો જમાવી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 3 વિકેટે 327 રન બનાવ્યા છે. જેમાં પાંચમા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા બેટસમેન ટ્રેવિસ હેડે (Travis Head) અત્યાર સુધી અણનમ 146 રનનું યોગદાન આપ્યું છે.

ફાઈનલમાં પ્રથમ સદી ફટકારી :

ટ્રેવિસ હેડ WTC ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટસમેન બની ગયો છે. લંચ પછી એટલે કે બીજા સેશનમાં 25મી ઓવરમાં માર્નસ લાબુશેનની વિકેટ પડયાં બાદ હેડ ક્રિઝ પર આવ્યો હતો. તેણે મેદાન પર ઉતરતાની સાથે જ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ દિવસના અંત સુધીમાં હેડે 156 બોલમાં 22 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 146 રન ફટકાર્યા હતા. હેડે 65મી ઓવરમાં 106 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. હેડે વિદેશી ધરતી પર આ પ્રથમ ટેસ્ટ સદી હતી.

ભારતીય ઝડપી બોલરો પ્રથમ દિવસે કંઈ ખાસ કરી શક્યા ન હતા :

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. જોકે પ્રથમ દિવસે ફાસ્ટ બોલરો બહુ અસરકારક સાબિત થઈ શક્યા ન હતા. ફાસ્ટ બોલરો માત્ર 3 વિકેટ જ લઈ શક્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 20 ઓવર નાંખી જેમાં તેણે 77 રન આપીને 1 વિકેટ લીધી છે.

આ સિવાય શાર્દુલ ઠાકુરે 18 ઓવરમાં 75 રન આપીને 1 વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજે 19 ઓવરમાં 67 રન આપીને 1 વિકેટ લીધી છે. આ રીતે ઝડપી બોલરો પ્રથમ દિવસે કંઈ ખાસ કરી શક્યા ન હતા. દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ અણનમ 146 અને સ્ટીવ સ્મિથે અણનમ 95 રન બનાવીને પરત ફર્યા હતા.

આ પણ વાંચો :-

ઉનાળામાં ખોટા સમયે અને વધારે પ્રમાણમાં છાશ પીવાથી થાય છે નુકસાન

Drinking buttermilk at the  ses

  • Buttermilk Side Effect : ઉનાળાના દિવસોમાં છાશ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. મોટાભાગે લોકો ભોજનની સાથે અથવા તો ભોજન કર્યા પછી છાશનું સેવન કરતા હોય છે. આ સિવાય ઘણા લોકો ગરમીમાંથી આવ્યા પછી પણ ઠંડી ઠંડી છાશ પી લેતા હોય છે.

ઉનાળો (Summer) શરૂ થતા જ લોકો કેટલીક ઠંડી વસ્તુઓનું સેવન વધારે પ્રમાણમાં કરવા લાગે છે. ખાસ કરીને ઘરમાં દહીં અને છાશનો ઉપયોગ વધારે થવા લાગી છે. આ બંને વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અન્ય ઠંડા પીણાંની સરખામણીમાં ઉનાળા દરમિયાન છાશ (Buttermilk) પીવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે અને ઘણી બીમારીઓથી બચાવ થાય છે. છાશ પીવાથી શરીરને એનર્જી પણ મળે છે.

તેથી ઉનાળાના દિવસોમાં છાશ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. મોટાભાગે લોકો ભોજનની સાથે અથવા તો ભોજન કર્યા પછી છાશનું સેવન કરતા હોય છે. આ સિવાય ઘણા લોકો ગરમીમાંથી આવ્યા પછી પણ ઠંડી ઠંડી છાશ પી લેતા હોય છે.

છાશ પીવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી. ગરમીના દિવસોમાં છાસ શરીરને ઠંડક આપે છે પરંતુ જો તમે ખોટા સમયે અને વધારે પ્રમાણમાં છાશ પીવાની આદત ધરાવો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોટાભાગના લોકો માને છે કે છાશ કોઈ પણ સમયે પી શકાય છે પરંતુ તેવું નથી.

છાશનું સેવન કરવાથી શરીરને લાભ થાય છે પરંતુ છાશ પીવાથી ફાયદો ભોજન કર્યા પછી તેનું સેવન કરવામાં આવે તો સૌથી વધુ થાય છે. ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશ પીવાથી પેટને ફાયદો થાય છે. છાશની અંદર સ્વસ્થ બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ હોય છે. જે ભોજન ને સારી રીતે બચાવવામાં મદદ કરે છે. સાથે જ મેટાબોલિઝમને પણ સુધારે છે. તેથી ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશ પીવી ખૂબ જ લાભકારી છે.

ભોજન કર્યા પછી છાશ પીવાથી ભોજન પછી અને ઊર્જામાં પરિવર્તિત થાય છે. સાથે જ પેટમાં બળતરા એસીડીટી જેવી તકલીફથી પણ રાહત મળે છે. આ રીતે ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશ પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે.

આ પણ વાંચો :-

વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસની પોલ ખૂલી, 35 ટિકિટ વેચી હોવાનો થયો રિપોર્ટમાં ખુલાસો

0

The report revealed that after

  • Gujarat Congress : ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર. એઆઈસીસી રચિત ફેકટ ફાઈડીંગ સમિતિએ રીપોર્ટ કર્યો તૈયાર. કોંગ્રેસે 35 ટીકીટ વેંહચી માર્યો હોવાનો અહેવાલમા ઘટસ્ફોટ.

2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની (Gujarat Congress) હાર મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. કોંગ્રેસે 35 ટિકિટ વેચી હોવાનો અહેવાલમાં પર્દાફાશ થયો છે. આ એ જ અહેવાલ છે જે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે તૈયાર કર્યો હતો. જેમાં હારના કારણોનું વિશેષ મંથન કરતા ચોંકાવારા તથ્યો સામે આવ્યા છે. જેમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે પૈસા લઈને ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં કોંગ્રેસ જે રિપોર્ટ તૈયાર કર્યો હતો. એમાં એ વાત પણ સામે આવી હતી કે AICC એ ચૂંટણી માટે જે ફંડ આપવામાં આવ્યું હતું તેની અનિયમિત વહેચણી થઈ હતી. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યુ તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા મળ્યા. એવામાં આજે જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે અને કદાચ આ જ કોંગ્રેસની હારનું મોટું કારણ હોઈ શકે છે.

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર કરાયો છે. AICC રચિત ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જે અત્યંત ચોંકાવનારો છે. 28 ફેબ્રુઆરી બાદ એહેવાલ એઆઇસીસીને રિપોર્ટ સુપરત કરાશે. આ અહેવાલમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટમા જણાવાયું કે, એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ છે. તથા ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ છે.

રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસની ઢીલી નીતિ છે. છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી કોંગ્રેસને નુકસાન થયું છે. ચૂંટણી માટેના જરૂરી રિસોર્સ ઉમેદવારો સુધી મોડા પહોંચ્યા હતા. એઆઇસીસી દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડની અનિયમિત વહેંચણી કરવામાં આવી. ચૂંટણી ફંડની વહેચણીમાં વ્હાલા દવાલાની નીતિ પણ સામે આવી છે.

એઆઈસીસી દ્વારા આપવામાં આવતાં વિરોધના કાર્યક્રમ ગુજરાતમાં પરિપુર્ણ ન થતા હોવાનું પણ સામે આવ્યું. ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટે કરી પાંચ બેઠક અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠક કરી હતી. ફેફ્ટ ફાઈન્ડિંગ સમિતિમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો.

નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં સૌથી વધુ ચોંકાવનારી માહિતી એ છે કે કોંગ્રેસે 35 ટીકીટ વેંહચી માર્યો હોવાનો અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે. હવે આ મામલે આગળ કેવા રાજકીય સમીકરણો જોવા મળે છે તે સમય આવ્યે જોવા મળશે.

આ પણ વાંચો :-

આ મંદિરની ચાની પ્રસાદી લેવા દુર દુરથી આવે છે લોકો, દર્શન કરવાથી દૂર થઈ છે આ બીમારી

0

People come from far

  • Harsiddhi Mata Temple : સામાન્ય રીતે મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રસાદી તરીકે સાકર, શ્રીફળ, મીઠાઈ કે ફળ મળે છે. પરંતુ આ મંદિરમાં માતાજીની પ્રસાદી તરીકે ચા આપવામાં આવે છે. આ મંદિરની ચાનો અનોખો મહિમા છે.

સૌરાષ્ટ્રની (Saurashtra) ધરતીને સંત અને સુરાની ધરતી કહેવાય છે. આ પવિત્ર ધરતી પર અનેક મંદિર અને પવિત્ર સ્થળ આવેલા છે. આ જગ્યાઓ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંના કેટલાક મંદિરો તેની અનોખી પરંપરાના કારણે પણ પ્રખ્યાત છે. આજે તમને આવા જ એક મંદિર વિશે જણાવીએ જે સૌરાષ્ટ્રમાં આવેલું છે.

આ મંદિર જામકંડોરણા (Jamkandorana) તાલુકાના જશાપર ગામે આવેલું છે. આ મંદિર હરસિદ્ધિ માતાજીનું છે. આ મંદિર સાથે એક અનોખી માન્યતા જોડાયેલી છે. સામાન્ય રીતે મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રસાદી તરીકે સાકર, શ્રીફળ, મીઠાઈ કે ફળ મળે છે. પરંતુ આ મંદિરમાં માતાજીની પ્રસાદી તરીકે ચા આપવામાં આવે છે. આ મંદિરની ચાનો અનોખો મહિમા છે.

આ મંદિર ખાતે દુર દુરથી લોકો દર્શન કરવા અને ચા પીવા આવે છે. લોકોનું માનવું છે કે માતાજીની પ્રસાદી ચા પીવાથી હરસ, ભગંદર, હાથ પગના દુખાવા જેવી બીમારી મટી જાય છે.

હરસિદ્ધિ માતાનું આ મંદિર વર્ષો જુનું છે. અહીં માતાજી હાજરા હજુર બીરાજે છે તેવું ભક્તોનું માનવું છે. આ મંદિર ખાતે લોકો માનતા પણ રાખે છે. લોકોનું કહેવું છે કે માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ખાતે શુક્રવારે અને રવિવારે દર્શન કરવાનો અનેરો મહિમા છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Gujarat Guardian કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

૦૮ જૂન/ સમયનો સદઉપયોગ કરી લેજો નહીંતર. આ રાશિના જાતકોને ગુરુવાર ભાગ્ય ઉઘડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

08 June / Make good use of time otherwise

મેષઃ
શરીરમાં શક્તિ અને સ્ફુર્તિનો અનુભવ થાય. આવક જળવાય. આવક અંગે નવી તકો પ્રાપ્ત થાય. પરિવારમાં શા‌ંતિ રહે. સંતાન ની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સારૂં રહેશે. જીવનસાથી સાથે મતભેદની સંભાવના.

વૃષભઃ
નાણાંકીય બાબતો અંગે શુભદિવસ છે. પરિવારમાં મનમેળ રહે. ભાગ્યના જોરે કાર્ય સફળતા કાર્ય સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસના યોગનું નિર્માણ થાય. ગેસ ટ્રબલ તથા પેટની તકલીફ રહે.

મિથુનઃ
સ્વભાવનાં જીદ્દી પણાનો અનુભવ થાય. દીલ દુભાય એવા પ્રસંગો બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સ્થાવર જંગમ મિલકત માટે સારો દિવસ. સામાન્ય શરદી-ખાંસીની સમસ્યા રહે.

કર્કઃ
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગો થી સાવચેતી જરૂરી. જીવન સાથી સાથે પ્રેમ જળવાય. વાહનસુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે.

સિંહઃ
શરદી-ખાંસી, તાવની સમસ્યા નો સામનો કરવો પડે. માથાની ઇજા થી સાવધાની જરૂરી. ખોટા વિચારો ને કારણે ડીપ્રેશન માં ન અવાય એનું ધ્યાન રાખવું. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ.

કન્યાઃ
સંતાન સુખમાં વૃદ્ધિ. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીમિત્રો ને સફળતા. જુના મિત્રોની મુલાકાત શક્ય બને તથા એમના તરફથી સહકાર મળતો જણાય.

તુલાઃ
નવા વાહન મિલકતની ખરીદી શક્ય બને. માતાની તબિયત સારી રહે. માતૃસુખમાં વધારો થાય. નોકરીયાતને બઢતી ના યોગ, ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. ટ્રાવેલીંગ, ઠંડાપીણા ના ધંધામાં વિશેષ ફાયદો.

વૃષિકઃ
પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. ભાગ્યનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સાથે મતભેદ ટાળવા.

ધનઃ
ઉત્તમ વિચારની પ્રા‌િપ્‍ત થાય. સામાજીક ક્ષેત્રે અગ્રેસર થવાય. આવકનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. બહેનોને ગર્ભાશય સંબંધી સમસ્યાથી સાવધાની જરૂરી.

મકરઃ
દ્રઠ મનોબળ નો અનુભવ થાય છતાં થોડી ઉદાસીનતા વર્તાય. વૈવાહીક જીવનમાં અશાંતિના પ્રસંગો બને. ધંધા માં સાવધાની થી કાર્ય કરવું. પડવા-વાગવા થી સાચવવું. આંખની કાળજી રાખવી.

કુંભઃ
નાણાંની લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. નાણાં ઉધાર લેવા કે આપવા નહીં. આવક સામાન્ય રહેશે. ખોટા ખર્ચ ટાળવા. સંતાન સાથે લાગણી શીલતા વધે. મિત્રોથી સાથ સહકાર મેળવી શકશો. આરોગ્ય જળવાશે.

મીનઃ
આત્મવિશ્વાસ સાથે ગુસ્સાનો અનુભવ થાય. નવા મિત્રોની ઓળખાણ થાય. તથા તેમનો સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન ની પ્રગતિ ના સાથી બની શકાય.

આ પણ વાંચો :-

હોમ ડિલિવરી કરવા આવેલા વિધર્મી યુવકે કરી એવી હરકત કે પોલીસ બોલાવવી પડી

0
The heathen youth who came
  • સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને ઈન્ટરનેટ પર થતી ખરીદીને લઈને આજકાલ હોમ ડિલિવરીનું પ્રમાણ ખાસું વધી ગયું છે.

હોમ ડિલિવરી (Home Delivery) કરવા આવનારાથી સાવધાન રહેવું પડે તેવો કિસ્સો સુરતમાં (Surat) સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ કંઈક સામાન મંગાવ્યો હોય છે. જોકે હોમ ડિલિવરી કરવા આવનારાએ યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો. જેથી આ યુવકને લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો હતો.

યુવતીએ બૂમાબૂમ કરી :

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગરમાં રહેતી યુવતીએ આઇન્ટરનેટના માધ્યમથી સામાન મંગાવ્યો હતો. આ સામાન આપવા આવનાર જુઓ કે યુવતીની એકલતાનો લાભ લઈને છેડતીનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીએ બૂમાબૂમ કરી હતી અને આસપાસમાંથી લોકોને એકઠા કરી લીધા હતા. તેથી યુવતીનો બચાવ થયો હતો અને એકઠા થયેલા લોકોએ યુવકને જાહેરમાં મેથીપાક આપ્યો હતો.

યુવકને પોલીસ હવાલે કરાયો :

છેડતીનો પ્રયાસ થતાં જ યુવતીએ બૂમાબૂમ કરી મૂકી જેથી આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થયા અને યુવકને પકડીને સૌપ્રથમ માર માર્યો બાદમાં પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જેથી પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવકને સાથે લઈ ગયા હતા. બીજી તરફ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો યુવતીની હિંમતને બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

અમદાવાદના ત્રણ પોલીસ જવાનો બન્યા દેવદૂત, એકટીવા ચાલકની તબિયત બગડતા રસ્તા પર

0

Three policemen of Ahmedabad have  

  • આ પોલીસ કર્મીઓનું કહેવુ છે કે ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની સાથે લોકોની સુરક્ષા કરવી તેમની ફરજ છે.

સામાન્ય રીતે શહેરના રસ્તાઓ પર જ્યારે ટ્રાફિક પોલીસને (Traffic Police) જોઈ લોકો ડરના માર્યા પોતાના વાહનો પાછા વાળી લેતા હોય છે ! પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ત્રણ જવાનોએ એવું કામ કર્યું છે કે લોકો હવે પોલીસની સામે ચાલી મદદ માંગવા જઈ શકે છે !

ત્રણ ટ્રાફિક પોલીસ કર્મીઓએ પોલીસના સુરક્ષા શાંતિ અને સલામતી ના સૂત્રને સાર્થક કર્યું છે. ટ્રાફિક પોલીસના મુસ્તાક નરેશભાઈ અને હસમુખ ભાઈ નામના ટ્રાફિક પોલીસકર્મી કાલુપુર સર્કલ (Kalupur Circle) વિસ્તારમાં પોતાના પોઇન્ટ પર હતા તે દરમિયાન એકટીવા પરથી પસાર થઈ રહેલ રફીક અબ્દુલ નામના વ્યક્તિની તબિયત બગડી અને તેમની પાસે આવ્યો અને બેસી ગયો.

તેમની પાસે આવેલ વ્યક્તિને છાતીમાં દુખાવો થતા તાત્કાલિક ત્રણેય પોલીસ કર્મીઓએ તેને CPR આપવાનું શરૂ કર્યું. જેથી સમય સૂચકતાના કારણે આ વ્યક્તિનો જીવ બચી શક્યો. ત્રણ પોલીસ કર્મીઓની ઉમદા કામગીરીને લઈ વેસ્ટ ટ્રાફિક ડીસીપી દ્વારા પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું.

ટ્રાફિક પોલીસના જવાનોની આ કામગીરીની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે. વ્યક્તિનો જીવ બચાવનાર ત્રણેય પોલીસ કર્મીઓ પાસે પોતાની ભાવના વ્યક્ત કરવા માટે શબ્દો નથી ! આ પોલીસ કર્મીઓનું કહેવુ છે કે ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની સાથે લોકોની સુરક્ષા કરવી તેમની ફરજ છે. એક વ્યક્તિનો જીવ બચાવવો તેમનાં માટે ગર્વની બાબત છે. વર્ષ 2021 માં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને CPR ની તાલીમ આપવામાં આવી હતી.

જેથી કોઈ વ્યક્તિના છાતીમાં દુખાવો થાય અથવા તો સમસ્યા હોય ત્યારે CPR થકી તેમનો જીવ બચાવી શકાય. રાહદારી રફીક અબ્દુલ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 ને કોલ કરી તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા જ્યાં તેમની સારવાર થઈ અને સ્વસ્થ રીતે ઘરે પહોંચ્યા. આ ત્રણ ટ્રાફિક પોલીસ જવાન પૈકી મુસ્તાકમીયા નામના પોલીસ જવાને બે વર્ષ પહેલા પણ એક વ્યક્તિ નો જીવ આ જ પ્રકારે બચાવ્યો હતો. CPRની તાલીમ લેવા ના કારણે તેઓ આ બંને વ્યક્તિનો જીવ બચાવી શક્યા છે.

આ પણ વાંચો :-

 

 

ખૂંખાર વાઘે યુવતી પર કર્યો હુમલો, નજર ચૂકવીને હાથ લઈ લીધો જડબામાં

0

The hoofed tiger attacked the girl 

  • Tiger Viral Video : વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી વાઘની નજીક આવે છે અને તેના માથા પર હાથ ફેરવવા લાગે છે. જો કે વાઘ અલગ જ મૂડમાં જોવા મળી રહ્યો છે.

ઘણી વખત લોકો ભયાનક પ્રાણીઓને હળવાશથી લેવાનો પ્રયાસ કરે છે. તેઓ એવું પણ વિચારતા નથી કે માનવભક્ષી પ્રાણીઓ પર વિશ્વાસ કરવો પણ ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રાણી ભલે તમને સારી રીતે ઓળખતું હોય તેમ છતાં તમારે તેમનાથી અંતર જાળવીને રાખવું જોઈએ. કારણ કે આવા કેટલા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં પ્રાણીએ તેના માલિક પર હુમલો કર્યો હોય. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી વાઘની નજીક આવે છે અને વાઘના માથા પર હાથ ફેરવવા લાગે છે. જો કે વાઘને આ લાડ પસંદ નથી આવતા અને એ ઝપાક મારીને યુવતીનો હાથ પોતાના જડબામાં લઈ લે છે. આ હરકત જોઈ યુવતી પર ડરી જાય છે જો કે તે ડરવાને બદલે હિંમત બતાવે છે અને વાઘને પંપાળવા લાગે છે સાથે સાથે તે જડબામાંથી હાથ પણ છોડવતી જોવા મળે છે.

યુવતીએ ટાઈગરથી પોતાનો હાથ છોડાવવા માટે લાખો પ્રયત્નો કર્યા. પરંતુ તેમ છતાં ટાઈગર તેની પકડ ઢીલી કરતો નથી. ઘણી જહેમત બાદ છોકરી પોતાનો હાથ છોડાવવામાં સફળ થાય છે. પરંતુ પછી ટાઇગર જાંઘને પકડવાનો પ્રયાસ કરવા લાગે છે.

હાથ બાદ જાંઘ પકડવાનો કરે છે પ્રયાસ :

વીડિયોમાં યુવતી પોતાની જાંઘને ટાઈગરથી છોડાવવાનો પ્રયાસ કરે છે. પણ પછી ટાઈગર તેની કમર પર ઝપટે છે. યુવતી સતત ડરી રહી છે. તે સતત વાઘને શાંત કરવા માટે તેના માથા પર હાથ ફેરવી રહી છે. આ વીડિયો જોઈને તમે સમજી જ ગયા હશો કે વાઘ ગુસ્સામાં નહી પરંતુ પ્રેમ દર્શાવી રહ્યો છે જો કે આ ઉગ્ર પ્રેમ જોઇને યુવતી ડરી જાય છે તેમ છતાં હિંમત હાર્યા વિના તે સતત પ્રયાસ કરતી રહે છે.

યુઝર્સે ઘટનાને ખતરનાક ગણાવી :

જો કે આ વીડિયો જોયા બાદ યુઝર્સ હજુ પણ આશ્ચર્યમાં છે. કારણ કે વાઘ જેવા ભયાનક પ્રાણી પર વિશ્વાસ કરવો એટલો સરળ નથી. તેનો એક હુમલો પણ વ્યક્તિને મારવા માટે પૂરતો છે. કેટલાક યુઝર્સે ટાઈગર અને યુવતી વચ્ચેના પ્રેમભર્યા સંબંધોના વખાણ કર્યા છે. જ્યારે કેટલાક યુઝર્સે યુવતીના આ પગલાને મૂર્ખ ગણાવ્યું છે અને કહ્યું છે કે તેણે માત્ર વીડિયો માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે.

આ પણ વાંચો :-

 

 

ઓડિશા ટ્રેન અકસ્માતમાં પીડિતોની વ્હારે આવ્યો ટીમ ઇન્ડિયાનો આ પ્લેયર, આટલા લાખ કર્યા ડોનેટ

0
This player of Team India came
  • બાલાસોરમાં થયેલ ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા અને 1100થી વધુ લોકો ઘાયલ થયા. એવામાં ટીમ ઈન્ડિયાના યુઝવેન્દ્ર ચહલે આ દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે યોગદાન આપ્યું છે.

ઓડિશાના (Odisha) બાલાસોરમાં શુક્રવાર 2 જૂનની રાત્રે ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 275 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા.

એવામાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahle) પણ આ દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે યોગદાન આપ્યું છે. જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલે ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

સ્કાઉટ ગેમિંગ ચેનલ દ્વારા આયોજિત સ્ટ્રીમમાં ચહલે ઓડિશા ટ્રેન અકસ્માત માટે 1 લાખનું દાન આપ્યું હતું. ચહલ તાજેતરમાં રાજસ્થાન રોયલ્સ માટે IPL 2023 રમી હતી જ્યાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. જણાવી દઈએ કે રાજસ્થાને 14માંથી 7 મેચ જીતી હતી અને તેના કારણે તેની ક્વોલિફિકેશન થઈ શકી નથી.

એ વાત મહત્વની છે કે યુઝવેન્દ્ર ચહલને મોબાઈલ ગેમ રમવાનું પસંદ છે અને PUBG જેવી ગેમ ખૂબ જ પસંદ છે અને તે ઘણીવાર YouTubers સાથે ગેમ રમતા જોવા મળે છે.આ દરમિયાન તેમણે આ દાન આપ્યું છે. ઘણા યુટ્યુબર્સે અત્યાર સુધીમાં આવી સ્ટ્રીમ્સ કરી છે જ્યાં તેઓ ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદ કરવા માટે ઓડિશા સરકારને દાન આપી રહ્યા છે. જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે આ આપત્તિમાંથી બહાર આવી શકે.

આ પણ વાંચો :-

Zara Hatke Zara Bachke ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

Zara Hatke Zara Bachke  

  • Zara Hatke Zara Bachkeને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. વિકી અને સારાની આ ફિલ્મ સારું કલેક્શન કરી રહી છે. ફિલ્મે મંગળવારે પણ સારી કમાણી કરી છે.

વિકી કૌશલ (Vicky Kaushal) અને સારા અલી ખાનની (Sara Ali Khan) ‘જરા હટકે જરા બચકે’ને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે ઓપનિંગ વીકએન્ડ પર શાનદાર કમાણી કરી છે. જોકે અઠવાડિયાના દિવસો હોવાને કારણે સોમવારે અને હવે મંગળવારે પણ ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે.

આમ છતાં તે સારી કમાણી કરી રહી છે. ‘ધ કેરલા સ્ટોરી‘ અને ‘સ્પાઈડર-મેનઃ એક્રોસ ધ સ્પાઈડર-વર્સ’ની સ્પર્ધા છતાં, ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ચાલો જાણીએ કે ‘ઝરા હટકે જરા બચકે‘એ તેની રિલીઝના પાંચમા દિવસે એટલે કે પહેલા મંગળવારે કેટલી કમાણી કરી છે.

રોમેન્ટિક કોમેડી ઝરા હટકે ઝરા બચકેમાં વિકી અને સારા પ્રથમ વખત સાથે સ્ક્રીન પર દેખાયા છે. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે અને દર્શકોને પણ તેમની ઓનસ્ક્રીન જોડી ખુબ પસંદ આવી રહી છે. સૈકનિલ્કના અર્લી ટ્રેડ રિપોર્ટ અનુસાર, ‘ઝરા હટકે જરા બચકે‘ એ 5માં દિવસે એટલે કે મંગળવારે 4 કરોડનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ ફિલ્મે સોમવારે 4.14 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 30.73 કરોડ રૂપિયા થઈ ગયું છે. જોકે સત્તાવાર આંકડાઓ આવ્યા બાદ આ આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો :-