દરિયો તોફાની બનતા 170ની સ્પીડે ફૂંકાશે પવન ! વિનાશ વેરવા આવ્યું વાવાઝોડુ

Share this story

Wind will blow at a speed of 170

  • Gujarat Cyclone Biporjoy : અહેવાલો મુજબ વેરાવળ, દ્વારકા, જાફરાબાદ તેમજ નવલખી,જામનગર, પોરબંદર સહિત તમામ બંદરોએ ઉપરાંત દક્ષિણ ભારતના કોયલમથી કાલીકટ થઈને તલપોના સુધીના તમામ બંદરો ઉપર ભયસૂચક સિગ્નલ લાગ્યા છે. માછીમારી તા.1 જૂનથી બંધ કરાઈ છે અને હાલ દરિયો નહી ખેડવા ચેતવણી વકી છે.

ગુજરાત માટે આ જોખમી સમાચાર છે. ગુજરાત પર ત્રાટકી શકે છે વિનાશક વાવાઝોડું (A devastating storm). હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 24 કલાક ગુજરાત પર ભારે છે. ગુજરાતના માથે મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ચક્રવાત ભીષણ રૂપ ધારણ કરી શકે છે.

એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છેકે, તા.9, 10ના રોજ 150-170 કિમીની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાશે. આગામી 9 જૂનથી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયેલો રહેશે.હાલ દરિયો તોફાની બન્યો છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાતા ગુજરાતના બંદરોએ સિગ્નલ લાગ્યા હતા.

કયા કયા બંદરો પર લાગ્યા અલર્ટના સિગ્નલ?

અહેવાલો મુજબ વેરાવળ, દ્વારકા, જાફરાબાદ તેમજ નવલખી, જામનગર, પોરબંદર સહિત તમામ બંદરોએ ઉપરાંત દક્ષિણ ભારતના કોયલમથી કાલીકટ થઈને તલપોના સુધીના તમામ બંદરો ઉપર ભયસૂચક સિગ્નલ લાગ્યા છે. માછીમારી તા.1 જૂનથી બંધ કરાઈ છે અને હાલ દરિયો નહી ખેડવા ચેતવણી વકી છે.

દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં આજે ડીપ ડીપ્રેસન સાયક્લોનમાં ફેરવાયું છે. અને ૧૩ દેશોએ આપેલા નામ મુજબ આ વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે આપેલા નામ મુજબ ‘બિપોરજોય રાખવામાં આવ્યું છે.  બંગાળની ખાડીમાં મોખા પછી પ્રિમોન્સૂન સીઝનમાં આ બીજુ વાવાઝોડુ ત્રાટકી રહ્યું છે. જેના પગલે ગુજરાતના દમણ,ભરુચથી માંડીને કચ્છના જખૌ સુધીના તમામ બંદરો જારી કરાઈ છે. ઉપર ચેતવણી સુચક DW-2 સિગ્નલ લાગ્યા છે. આ ચક્રવાત આજે સાંજની સ્થિતિએ પોરબંદરથી ૧૧૩૦ કિ.મી.અને ગોવાથી ૯૦૦ કિ.મી.દૂર હતું.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને વ્યાપક અસરની સંભાવના :

આ શક્તિશાળી ચક્રવાતની દિશા બદલાતી રહે છે અને જો તે જરાક પૂર્વ દિશા તરફ વળે તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આ વ્યાપક અસર થવાની સંભાવના છે. ખાસ કરીને તા.૧૩ આસપાસ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર નજીક આ વાવાઝોડુ આવી પહોંચવાની શક્યતાઓ રહેલી છે.

વાવાઝોડાની ક્યાં વ્યાપક અસરની સંભાવના છે?

ખુબ જ તીવ્રતાથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જે આગળ જતા ‘વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘માં ફેરવાશે. આ વાવાઝોડાની ગુજરાતના કચ્છથી મહારાષ્ટ્ર થઈને કર્ણાટક, દક્ષિણ ભારત સુધી વ્યાપક અસર થશે. બીજી તરફ ગુજરાતમાં આજે નૈઋત્યના પવનો એટલેકે, જે દિશાએથી વરસાદ અને હાલ વાવાઝોડુ આવવાની પણ સંભાવના છે તે પણ આવવાના શરૂ થયા છે. 13 જૂન આસપાસ આ વાવાઝોડાને કારણે ગુજરાતને અસર પહોંચી શકે છે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં થઈ શકે છે વરસાદ?

વાવાઝોડા અને પવનની ગતિ બદલાઈ રહી છે. સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે. જેને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ખાસ કરીને તા.૯ અને તા.૧૦ ગુજરાતમાં ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ભાવનગર સહિત જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ છે.

આ પણ વાંચો :-