વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસની પોલ ખૂલી, 35 ટિકિટ વેચી હોવાનો થયો રિપોર્ટમાં ખુલાસો

Share this story

The report revealed that after

  • Gujarat Congress : ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર. એઆઈસીસી રચિત ફેકટ ફાઈડીંગ સમિતિએ રીપોર્ટ કર્યો તૈયાર. કોંગ્રેસે 35 ટીકીટ વેંહચી માર્યો હોવાનો અહેવાલમા ઘટસ્ફોટ.

2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની (Gujarat Congress) હાર મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. કોંગ્રેસે 35 ટિકિટ વેચી હોવાનો અહેવાલમાં પર્દાફાશ થયો છે. આ એ જ અહેવાલ છે જે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે તૈયાર કર્યો હતો. જેમાં હારના કારણોનું વિશેષ મંથન કરતા ચોંકાવારા તથ્યો સામે આવ્યા છે. જેમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે પૈસા લઈને ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં કોંગ્રેસ જે રિપોર્ટ તૈયાર કર્યો હતો. એમાં એ વાત પણ સામે આવી હતી કે AICC એ ચૂંટણી માટે જે ફંડ આપવામાં આવ્યું હતું તેની અનિયમિત વહેચણી થઈ હતી. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યુ તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા મળ્યા. એવામાં આજે જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે અને કદાચ આ જ કોંગ્રેસની હારનું મોટું કારણ હોઈ શકે છે.

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર કરાયો છે. AICC રચિત ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જે અત્યંત ચોંકાવનારો છે. 28 ફેબ્રુઆરી બાદ એહેવાલ એઆઇસીસીને રિપોર્ટ સુપરત કરાશે. આ અહેવાલમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટમા જણાવાયું કે, એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ છે. તથા ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ છે.

રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસની ઢીલી નીતિ છે. છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી કોંગ્રેસને નુકસાન થયું છે. ચૂંટણી માટેના જરૂરી રિસોર્સ ઉમેદવારો સુધી મોડા પહોંચ્યા હતા. એઆઇસીસી દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડની અનિયમિત વહેંચણી કરવામાં આવી. ચૂંટણી ફંડની વહેચણીમાં વ્હાલા દવાલાની નીતિ પણ સામે આવી છે.

એઆઈસીસી દ્વારા આપવામાં આવતાં વિરોધના કાર્યક્રમ ગુજરાતમાં પરિપુર્ણ ન થતા હોવાનું પણ સામે આવ્યું. ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટે કરી પાંચ બેઠક અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠક કરી હતી. ફેફ્ટ ફાઈન્ડિંગ સમિતિમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો.

નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં સૌથી વધુ ચોંકાવનારી માહિતી એ છે કે કોંગ્રેસે 35 ટીકીટ વેંહચી માર્યો હોવાનો અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે. હવે આ મામલે આગળ કેવા રાજકીય સમીકરણો જોવા મળે છે તે સમય આવ્યે જોવા મળશે.

આ પણ વાંચો :-