Home Blog Page 1062

Electric Scooter Comparison : સિંપલ વન, એથર 450X, ઓલા એસ1 પ્રો, જાણો ત્રણમાંથી કોણ છે બેસ્ટ

Electric Scooter Comparison 

  • Electric Scooter Comparison : સિમ્પલ વન ખૂબ ખર્ચાળ છે અને તેનું કારણ નવી FAME-2 સબસિડી સ્કીમ છે. જો કે Ola S1 Pro અને Ather 450X પણ ખૂબ મોંઘા છે. તેથી સિમ્પલ વન તેના સ્પર્ધકોથી પાછળ નથી.

સિમ્પલ વન ઈલેક્ટ્રિક સ્કૂટર તાજેતરમાં જ દેશમાં રૂ. 1,45,000ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં 750 વોટનું ચાર્જર પણ ઉપલબ્ધ હશે. જો કે આ કિંમત પ્રારંભિક અંદાજિત કિંમત કરતા વધારે છે. પરંતુ તેને મોટા બેટરી પેક અને વિશિષ્ટતાઓ સાથે અપડેટ કરવામાં આવી છે. સિમ્પલ વન હવે ફિક્સ્ડ અને રિમૂવેબલ બેટરી સાથે આવે છે જે 212 કિમીની રેન્જ આપે છે. તે 2.77 સેકન્ડમાં 0-40 kmphની સ્પીડ પકડી લે છે. તેને 8.5kwની ઇલેક્ટ્રિક મોટર મળે છે. તે ઈકો, રાઈડ, ડેશ અને સોનિક જેવા ચાર રાઈડ મોડ પણ મેળવે છે.

સૌથી ભારે ઈલેક્ટ્રિક સ્કૂટર :

આમાં આઈઆઈટી-ઈન્દોરના સહયોગથી વિકસિત થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ કંપની ભવિષ્યમાં વધુ મોડલ લાવશે. પરંતુ સવાલ એ છે કે તમારે તેને ખરીદવું જોઈએ? સિમ્પલ વન એ સૌથી ભારે ઈલેક્ટ્રિક સ્કૂટર છે. પરંતુ તે અન્ય ઈ-સ્કૂટર કરતા લાંબો વ્હીલબેઝ પણ ધરાવે છે. ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં 7-ઈંચની TFT ડિસ્પ્લે, LED લાઇટિંગ, બ્લૂટૂથ અને 4G કનેક્ટિવિટી અને OTA અપડેટસ પણ છે.

Over 45,000 orders placed for Ola S1, S1 Pro electric scooters | Autocar  India

કોનું પ્રદર્શન વધુ સારું છે

જો આપણે તેના મુખ્ય સ્પર્ધકો વિશે વાત કરીએ તો તે Ather 450X અને Ola S1 Pro સાથે સ્પર્ધા કરે છે. આ ત્રણેય પાવરફુલ ઈલેક્ટ્રિક સ્કૂટર છે જે ઘણી બધી સુવિધાઓથી સજ્જ છે. પરફોર્મન્સના સંદર્ભમાં ઓછા સમયમાં 0-40 kmphની સ્પીડના સંદર્ભમાં સિમ્પલ વન સૌથી ઝડપી છે. જ્યારે Ola S1 Pro 116 kmph અને Ather 90 kmphની હાઈ સ્પીડ ધરાવે છે.

કોની પાસે વધુ જગ્યા છે :

Ola S1 Pro પાસે 36 લિટરની સૌથી મોટી બૂટ સ્પેસ છે જ્યારે સિમ્પલ વનમાં 30 લિટર અને Ather 26 લિટર છે. સિમ્પલ વનને પણ લાંબી સીટ મળે છે અને તે Ola S1 Pro જેવી જ ગ્રાઉન્ડ ક્લિયરન્સ ધરાવે છે. ત્રણેયમાં લગભગ સમાન અને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.

Ather 450X Price, Range, Images & Reviews

તારણ :

સિમ્પલ વન ખૂબ ખર્ચાળ છે અને તેનું કારણ નવી FAME-2 સબસિડી સ્કીમ છે. જો કે Ola S1 Pro અને Ather 450X પણ ખૂબ મોંઘા છે. તેથી સિમ્પલ વન તેના સ્પર્ધકોથી પાછળ નથી. પરંતુ મર્યાદિત ઉપલબ્ધતાને કારણે તેની સરખામણી અન્ય બે સ્કૂટર સાથે કરી શકાતી નથી. જો કે તેનું પ્રદર્શન અને ટોર્ક વધારે છે. અમે હજી નવા સિમ્પલ વનનું પરીક્ષણ કરવાનું બાકી છે. જ્યારે Ola અને Ather બંનેએ તેમના અત્યાર સુધીના પ્રદર્શનથી અમને પ્રભાવિત કર્યા છે.

આ પણ વાંચો :-

કમરતોડ મોંઘવારીમાં પણ આ ગામમાં નથી થતો દૂધનો વેપાર, ફ્રીમાં થાય છે દૂધ, દહીં, લસ્સીનું વિતરણ

0

Even in Kamartod Monghwari 

  • Interesting Facts : હાલ દૂધના ભાવની વાત કરીએ તો દૂધ 50 થી 60 રૂપિયા લિટરના ભાવથી મળે છે. ગરીબ પરિવાર માટે તો દૂધ લેવું પણ મુશ્કેલ થતું જાય છે. તેવામાં ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં દૂધ, દહીં જેવી વસ્તુનો વેપાર થતો નથી અને લોકોને ફ્રીમાં આપવામાં આવે છે.

દેશમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. ખાસ કરીને ખાવા પીવાની વસ્તુઓના ભાવ દિવસેને દિવસે વધતા જાય છે. તેમાં પણ દૂધના ભાવ તો દર થોડા દિવસોમાં વધી જાય છે. દૂધ એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં રોજેરોજ થાય છે.

હાલ દૂધના ભાવની વાત કરીએ તો દૂધ 50 થી 60 રૂપિયા લિટરના ભાવથી મળે છે. ગરીબ પરિવાર માટે તો દૂધ લેવું પણ મુશ્કેલ થતું જાય છે. તેવામાં ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં દૂધ, દહીં જેવી વસ્તુનો વેપાર થતો નથી અને લોકોને ફ્રીમાં આપવામાં આવે છે.

આજના આ સમયમાં ફ્રીમાં દૂધ સહિતની વસ્તુઓનો વિતરણ થાય તે વાત માનવામાં ન આવે પરંતુ આ હકીકત છે. હરિયાણા રાજ્યમાં એક એવું ગામ છે જ્યાં કોઈપણ વ્યક્તિ દૂધનો વેપાર કરતો નથી. હરિયાણાના ભીવાની નામના ગામ પાસે એક નાનકડો ગ્રામ્ય વિસ્તાર આવેલો છે જ્યાં લગભગ 750 ઘર છે. આ ગામને નાથુવાસ ગામ કહેવાય છે. આ ગામના દરેક ઘરમાં બે થી ત્રણ ગાય અને ભેંસ હોય છે. પરંતુ તેમ છતાં અહીંનો એક પણ પરિવાર દૂધનો વેપાર કરતો નથી. કોઈ વ્યક્તિને જરૂર હોય તો દૂધ પૈસા લીધા વિના જ આપી દેવામાં આવે છે.

દૂધનો વેપાર ન કરવાનું કારણ જણાવતાં સ્થાનિકો કહે છે કે આજથી સો વર્ષથી પણ વધુ સમય પહેલા આ ગામમાં ભયંકર મહામારી ફેલાઈ હતી. મહામારીના કારણે પ્રાણીઓ મરવા લાગ્યા હતા. તે સમયે એક મહંતે જેટલા પ્રાણીઓ જીવતા બચ્યા હતા તેને એક ઝાડ સાથે બાંધી દીધા. ત્યાર પછી લોકોને એકત્ર કરીને જણાવ્યું કે આજ પછી ક્યારેય આ ગામમાં દૂધ કે દૂધથી બનેલી વસ્તુનો વેપાર કરવામાં ન આવે. તે દિવસથી અહીં રહેતા લોકો મહંતની આજ્ઞાનું પાલન કરે છે. ગામમાં રહેતા કોઈપણ વ્યક્તિએ જ્યારે પણ દૂધ વાંચવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે તે વ્યક્તિ સાથે દુર્ઘટના બની છે. આવી ઘટનાઓ બન્યા પછી લોકોએ દૂધ કે દૂધ સાથે સંબંધિત વસ્તુનું વેચાણ કરવાનું બંધ કરી દીધું.

જોકે આ વાતને આસ્થા કહેવી કે અંધશ્રદ્ધા પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં અહીંના પ્રાણીઓમાં કોઈ પણ પ્રકારની મહામારી જોવા મળી નથી. ગામમાં પરંપરા છે કે કોઈપણ ઘરે લગ્ન કે પ્રસંગ હોય તો તેને દૂધ ફ્રી માં આપવામાં આવે. લોકો અહીં દૂધમાં મિલાવટ પણ કરતા નથી.

આ પણ વાંચો :-

Aadhaar Card Update Free : આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તક, જાણો કઈ વિગતો ફ્રીમાં અપડેટ કરી શકાશે

0

Aadhaar Card Update Free

  • Aadhaar Card Update Free of Cost : આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની આ છેલ્લી તક છે. આવતીકાલ પછી ફ્રી અપડેટની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. આવો જાણીએ કેવી રીતે અપડેટ કરવું.

સરકારે આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે. સરકારે કહ્યું છે કે જેમનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તેમણે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ. લોકોએ આધાર કાર્ડમાં સરનામું, નામ અને અન્ય માહિતી અપડેટ કરવી જોઈએ.

તમે મફતમાં આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકો છો. UIDAI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તમારા આધારને મજબૂત રાખવા માટે, ડોમોગ્રાફિક વિગતો અપડેટ રાખવી જોઈએ. તેમણે કહ્યું કે આધાર કાર્ડ 10 વર્ષ પહેલા અપડેટ કરવામાં આવ્યું હતું અને ક્યારેય અપડેટ કરવામાં આવ્યું નથી તેથી તમારે ઓળખનો પુરાવો અને સરનામું ઓનલાઈન અપડેટ કરવું જોઈએ. મફતમાં અપડેટ કરવા માટે તમે  https://myaadhaar.uidai.gov.in લિંક પર જઈને માહિતી અપલોડ કરી શકો છો.

મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક :

સરકારે આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટે 14 જૂન, 2023 સુધીની છેલ્લી તારીખ નક્કી કરી છે. આ સુવિધા 15 માર્ચ 2023થી શરૂ કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે હવે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવતીકાલ સુધીનો જ સમય છે.

છેલ્લી તારીખ પછી કેટલા પૈસા લેવામાં આવશે :

આધાર કાર્ડ અપડેટ કરવા માટે સરકારે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. UIDAI દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સેવાને માત્ર myAadhaar પોર્ટલ પર અપડેટ કરી શકાય છે. જો કે, અપડેટ કરવાની સુવિધા પછીથી ઉપલબ્ધ થશે અને 50 રૂપિયાના ચાર્જ સાથે અપડેટ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

ગુજરાતને 10 દિવસ ધમરોળશે બિપોરજોય વાવાઝોડું ! તૌકતે જેવી ખાનાખરાબી સર્જે તેવી દહેશત

0

Biporjoy cyclone will hit Gujarat for 10 days

  • Gujarat Weather Update : ગુજરાતના માથે વાવાઝોડા બિપોરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ વાવાઝોડાની કેટેગરી પાછી બદલાઈ છે. બિપોરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. પરંતુ આમ છતાં તેની અસરની સંભાવના હજી પણ યથાવત છે.

ગુજરાતના માથે વાવાઝોડા બિપોરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ વાવાઝોડાની કેટેગરી પાછી બદલાઈ છે. બિપરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. પરંતુ આમ છતાં તેની અસરની સંભાવના હજી પણ યથાવત છે. સાયક્લોન હાલ પોરબંદરથી 290 કિમી , દેવભૂમિ દ્વારકાથી 300 કિમી, જખૌથી 360 કિમી અને નલિયાથી 370કિમી દૂર છે.

13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બધા વચ્ચે હજુ પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વાવાજોડું બિપરજોય થોડા સમય પહેલા ગુજરાતની હચમચાવી નાખનારા તૌકતે વાવાઝોડા જેટલી જ તારાજી સર્જે તેવી શક્યતા છે. વર્ષ 2021માં આવેલું તૌકતે નામનું વાવાઝોડું ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કરી ગયું હતું.

બિપોરજોય નામનું આ વાવાઝોડું તૌકતે જેવું જ ભયાનક હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તિએ જણાવ્યું હતું. અત્રે જણાવવાનું કે વર્ષ 2021માં આવેલા આ વાવાઝોડાએ ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કર્યું હતું. તે સમયે મે મહિનામાં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું સર્જાયું હતું અને 17મી મેના રોજ ગુજરાતના ઉના અને વેરાવળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ થયું હતું.

તે વખતે પવનની ઝડપ કલાકના 180 કિમી સુધી પહોંચી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદે નુકસાન સર્જ્યું હતું. અંદાજે 45 લોકોએ જીવ પણ  ગુમાવ્યા હતા. તૌકતેએ તે સમયે કૃષિ-બાગાયત, મેરિટાઈમ, પંચાયત, પાણી પૂરવઠો, માર્ગ-મકાન, શહેરી વિકાસ, વન, શિક્ષણ જેવા વિભાગોમાં નુકસાન કર્યું હતું. 23 જિલ્લાઓમાં વિનાશ વેરાયો હતો. 17મીએ ત્રાટકેલા આ વાવાઝોડાએ 28 કલાક સુધી ગુજરાતને ધમરોળ્યું હતું. સૌથી વધુ નુકસાન અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર અને જૂનાગઢમાં જોવા મળ્યું હતું.

આ વખતે પણ બિપોરજોય વાવાઝોડાથી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છ વિસ્તારોમાં તારાજી સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે. તૌકતે વખતે પણ હવામાન વિભાગ દ્વારા વેરાવળ જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ મુકાયું હતું. આ વખતે પણ અનેક બંદરો પર 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે.

10 દિવસ ગુજરાતને ધમરોળશે :

6ઠ્ઠી જૂનથી સક્રિય થયેલું આ બિપોરજોય વાવાઝોડું લગભગ 10 દિવસ સુધી સમગ્ર ગુજરાતને ધમરોળશે એવું લાગે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલા વાવાઝોડા જોઈએ તો બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ લાંબા સમય સુધી અસર જોવા મળશે. બિપોરજોય વાવાઝોડું કચ્છ સહિત ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકે તેવું અનુમાન છે.

આગામી સમયમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે. વાવાઝોડાનો સમયગાળો લાંબો હોવાથી માછીમારીના દિવસોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે માછીમારોની રોજીરોટી પર સીધી અસર થતી જોવા મળશે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશમાં બની એવી ઘટના કે સીએમ શિવરાજે મોદીને કરવી પડી વાત અને માંગવી પડી મદદ 

0

An incident happened

  • ભોપાલમાં લાગેલી આગ ૬ કલાક બાદ પણ કાબુમાં ન આવતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે આવેલ સરકારી ઈમારતમાં લાગેલી આગ ઓલાવાનું નામ જ લેતી નથી. ઘણો સમય વીતી ગયો હોવા છતાં સતપુરા ભવનમાં લાગેલી આગ પર હજુ સુધી કાબુ ના આવ્યો હોવાથી હવે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું છે. ત્યારે આગ ઓલવવા માટે સેના બાદ હવે એરફોર્સનો આસરો પણ લેવાની નોબત આવી છે.

પરિણામે મધરાતે એરફોર્સના હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ રાત્રે ભોપાલ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. બીજી તરફ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી ઘટના અંગે માહિતી પણ આપી હતી.

આર્મી, એરફોર્સ, ભેલ, CIASFના કામોની આપી વિગત :

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલી વાતચીતમાં તેમને સતપુરા ભવનની આગથી વાકેફ કર્યા હતા. વધુમાં મુખ્યમંત્રીએ તેમને આગ ઓલવવા માટે રાજ્ય સરકારના દ્વારા કરવામાં આવેલી કામગીરી વર્ણવી હતી અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો જેવા કે આર્મી, એરફોર્સ, ભેલ, CIASF, એરપોર્ટ સહિતનાઓ તરફથી મળેલી મદદ વિશે જાણકારી આપી હતી તો પીએમ મોદીએ પણ બનતી તમામ મદદની ખાતરી આપી હતી.

સતપુરા ભવનના 4 માળ આગની ઝપટમાં આવી જતા સાવ ખંડેર થઈ ગયા છે, આદિજાતિ કલ્યાણ વિભાગનો એક માળ અને આરોગ્ય વિભાગનો ત્રણ માળ આગમાં હોમાઈ જતા સીએમ હેલ્પલાઈન, સ્વનિર્ભર ભારત અને આરોગ્ય વિભાગના જરૂરી દસ્તાવેજો આગમાં ખાક થઈ ગયા હતા.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે આ તારીખે અને આટલાં વાગ્યે ટકરાશે બિપોરજોય, ૧૩૫ KMPHની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી

0

Biporjoy is expected to hit Saurashtra

  • ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટુ સંકટ આવી રહ્યું છે. વાવાઝોડું બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ટકરાવાનું છે. વાવાઝોડાને લીધે રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

બિપોરજોય વાવાઝોડું આફત બનીને ત્રાટકે તેની આડે ગણતરીના કલાકો જ બાકી છે. જે ઝડપે ભારતના હાઈવે પર વાહનો નથી ચલાવી શકાતા, તે ઝડપે વાવાઝોડું ફૂંકાશે, તેની કલ્પના જ વ્યક્તિને હચમચાવી મૂકે છે. 1998ના કંડલાના વિનાશક વાવાઝોડા બાદ ગુજરાતે આવા વાવાઝોડાનો અનુભવ નથી કર્યો.

બિપોરજોય…આ નામમાં ભલે જોય જેવો હળવો શબ્દ હોય, પણ આ નામ જેને અપાયું છે તે વાવાઝોડું વિનાશ વેરે તેમ છે.. તેનું કારણ છે વાવાઝોડાનું કદ અને પવનની ગતિ. વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠે આગળ વધી રહ્યું છે, તેમ તેમ વિકરાળ સ્વરૂપ ધારણ ધારણ કરી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી કરાઈ છે.

૧૪મીએ સવાર સુધી વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધશે ત્યારબાદ તે જમણી તરફ ફંટાઈને ઉત્તર પૂર્વ તરફ એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા તરફ આગેકૂચ કરશે અને ૧૫મી જૂને એટલે કે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યા સુધી કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીના તટ વચ્ચે ટકરાશે.

હવામાન વિભાગનું માનીએ તો વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ પર સૌથી પહેલા ત્રાટકશે. વાવાઝોડાનું લેન્ડફોલ ભલે કચ્છમાં થશે પણ સૌરાષ્ટ્રના સાત જિલ્લા પર પણ તેની ગંભીર અસર વર્તાશે. આ દરમિયાન પવનની ગતિ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

૫૦૦ કિલોમીટરથી વધુના ઘેરાવા સાથે આગળ વધી રહેલું બિપોરજોય વાવાઝોડું જ્યારે દરિયાકાંઠા પર ટકરાશે, ત્યારે રાક્ષસી ગતિએ પવનો ફૂંકાશે. ૧૪મી જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. જો કે ૧૫મી જૂને વાવાઝોડા સમયે કચ્છ જામનગર અને દ્વારકામાં પવનની ગતિ વધીને ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે.

એટલે કે જે ઝડપે ભારતના હાઈવે પર વાહનો નથી ચલાવી શકાતા તે ઝડપે વાવાઝોડું ફૂંકાશે. તે સમયે કાંઠાના વિસ્તારોના માહોલની કલ્પના કરવી પણ અઘરી છે.

આ પણ વાંચો :-

૧૩ જૂન / આકસ્મિક ધનલાભ, પ્રેમ પામશો, આ રાશિના જાતકોના આજે ઉઘડશે ભાગ્યના દ્વાર, જુઓ મંગળવારનું રાશિ ભવિષ્ય

June 13 / Sudden wealth gain

મેષઃ
માનસિક ઉગ્રતા રહે, પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રાપ્તિ અટકે. સ્વાસ્થ સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃ પક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારૂ, મિત્રોથી લાભ મળે. દામપત્ય જીવનમાં એક રાગિતા રહે. ભાગ્ય સારૂ રહે. નોકરી ધંધામાં રાહત.

મિથુનઃ
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યગો છે. સાંજે પરિસ્થિતીમાં સુધારો જણાય.

કર્કઃ
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવામાં મનમેળ રહે. શરદી-ખાંસી-કફથી સાચવવું. સંતાન અંગે ચિતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિથતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસું મજબુત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવા થી કાળજી રાખવી.

તુલાઃ
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું ‌વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિકઃ
આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઈ શકાશે. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ
નાણાંકીય આવક વધતી જણાય. નાના, ભાઈ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃ સુખ સારૂ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય. પરિણામે યશ-પ્રતિ‌ષ્ટા વધે. પરિવારમાં આનંદ અન કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય સાડી, ડ્રેસ મટીરીયલ, તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબુત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યનોના બળે. ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ
મનમાં ચંચળતા ‌વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

આ પણ વાંચો :-

હવે ગૂગલ તમને ચહેરા વગર પણ ઓળખી લેશે, ફોટો એપમાં પાછળનો ભાગ જોઈને જ કહી દેશે કે કોની છે તસવીર

0

Now Google will recognize you even without 

  • ટૂંક સમયમાં જ તમને ગૂગલ ફોટોઝમાં આ સુવિધા મળશે કે આ એપ તમારી પાછળની બાજુથી લીધેલી તસવીરોને પણ ઓળખી લેશે. મતલબ તે કહેશે કે કયું ચિત્ર તમારું છે અને કયું ચિત્ર બીજાનું છે.

અત્યારે આ ફીચર ગૂગલ ફોટોઝમાં (Google Photos) ઉપલબ્ધ છે કે આ એપ તમને ચહેરાના આધારે ફોટો ઓળખવામાં મદદ કરે છે. એટલે કે તે ચહેરાને જોઈને તે બધા સમાન ફોટાને ફોલ્ડરમાં રાખે છે અને ફોટા શોધવાનું સરળ બને છે.

જો કે આ માટે શરત એ છે કે ફોટોગ્રાફ્સમાં (Photographs) વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ. તે પછી જ તે બધાને જુદા જુદા ફોલ્ડરમાં વહેંચે છે. હવે એપમાં ટૂંક સમયમાં એક અદ્ભુત અપડેટ આવવાનું છે અને તે પાછળની બાજુથી લીધેલી તસવીરોને પણ ઓળખશે અને વ્યક્તિના હિસાબે ફોલ્ડરમાં એડજસ્ટ કરશે.

આ છે અપડેટ :

એન્ડ્રોઈડ ઓથોરિટીને આપેલા જવાબમાં ગૂગલે કહ્યું કે કંપની તેની સેવાઓને સુધારવા માટે સતત કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ યુઝર્સને ફોટો એપમાં તેમના ફોટાને વધુ સારી રીતે ગોઠવવાની સુવિધા મળશે. કંપનીએ જણાવ્યું કે હવે એપ એપ પર બેકસાઈડથી લીધેલા ફોટાને પણ ઓળખશે અને વ્યક્તિના હિસાબે તેને અલગ-અલગ ફોલ્ડરમાં વિભાજિત કરશે. આ માટે ફોટો એપ કપડાં અને અન્ય વિઝ્યુઅલ એલિમેન્ટસની મદદ લેશે અને તે જ સમયમર્યાદાની આસપાસ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા તમામ ફોટાને ઓળખશે.

એક લેખમાં અલ ખૌરીએ ગૂગલના નવા અપડેટની તસવીરો પણ શેર કરી છે. જેમાં તેણે કહ્યું છે કે ગૂગલે હવે તેના પતિની પાછળથી લીધેલી તસવીરોને તે જ ફોલ્ડરમાં શોધવાનું શરૂ કરી દીધું છે. જે સૂચવે છે કે કંપનીનું નવું ફીચર ટૂંક સમયમાં લાવવામાં આવશે.

શું તે આવા તમામ ફોટાને ઓળખી શકશે ?

અલ ખૌરીના જણાવ્યા મુજબ Google Photos એ હાલમાં 70 થી 80% ફોટાને ઓળખી કાઢ્યા છે જે પાછળની બાજુથી લેવામાં આવ્યા હતા. તે કેટલાક ચિત્રો શોધવામાં અસમર્થ છે જેના વિઝ્યુઅલ વગેરે તે સમજી શકતો નથી. ખાસ કરીને તેને ક્લોઝ-અપ્સ સમજવામાં તકલીફ પડી રહી છે. જેને કંપની આવનારા સમયમાં સુધારી શકે છે.

આ પણ વાંચો :-

જો તમારો સામાન ટ્રેનમાં રહી જાય તો ચિંતા ન કરશો, આ રીતે મેળવો પરત

0

Don’t worry if your luggage gets left on the train 

  • Indian Railway Rules : મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પરત કરવા માટે આપવામાં આવતી સુવિધા માટે રેલ્વે કોઈ ચાર્જ લેતી નથી.

ઘણી વાર એવું જોવા મળે છે કે ટ્રેનમાં (Train) મુસાફરી કરતી વખતે ઘણા લોકો પોતાનો સામાન ટ્રેનમાં જ ભૂલી જાય છે. આ પછી જ્યારે મુસાફરને યાદ આવે છે કે તે પોતાનો સામાન ટ્રેનમાં જ ભૂલી ગયો છે, ત્યારે તે વિચારે છે કે હવે તેનો સામાન કોઈ પણ કિંમતે મળશે નહીં.

જો કે એવુ નથી.. રેલવે મુસાફરોના ભુલી ગયેલા સામાનની સંભાળ રાખે છે અને પૂછપરછ પછી તે સામાન જે વ્યક્તિનો છે તેને પરત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારો સામાન ટ્રેનમાં ભૂલી જાઓ છો. તો તમને તે કેવી રીતે પાછો મળશે? જો નહીં તો આવો આજે અમે તમને આખી પ્રક્રિયા વિશે જણાવીશું.

ખોવાયેલી વસ્તુઓ અહીં જમા કરવામાં આવે છે :

રેલ્વેએ ટ્રેનમાં ભુલી ગયા હોય તે સામાનને તેના હક્કદાર માલિકને પહોંચાડવા માટે યોગ્ય નિયમો બનાવ્યા છે. સૌ પ્રથમ, જ્યારે ટ્રેન તેના છેલ્લા સ્ટેશન પર પહોંચે છે. ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેશન સ્ટાફ દ્વારા આખી ટ્રેનની તપાસ કરવામાં આવે છે. તે દરમિયાન જો તેઓને કોઈપણ મુસાફરનો છુટી ગયેલ સામાન મળે તો તેઓ તે સામાનની રસીદ બનાવે છે અને સ્ટેશન માસ્ટરને જમા કરાવે છે.

ખોવાયેલા સામાનની વિગતો નોંધવામાં આવે છે :

આ પછી સ્ટેશન માસ્ટર દ્વારા આ સામાનની વિગતો એક રજિસ્ટરમાં દાખલ કરવામાં આવે છે. આ પછી કુલ વસ્તુઓની સૂચિ બનાવવામાં આવે છે. જેમાંથી ત્રણ નકલો તૈયાર કરવામાં આવે છે. ત્રણ નકલોમાંથી, એક નકલ ખોવાયેલા સામાનના રજિસ્ટરમાં રાખવામાં આવે છે. બીજી તે સામાનમાં અને ત્રીજી નકલ રેલવે પ્રોટેક્શન ફોર્સ પાસે જમા કરવામાં આવે છે. આ પછી ખોવાયેલા સામાનને સીલ કરવામાં આવે છે.

આ રીતે તમે તમારી ખોવાયેલી વસ્તુઓ મેળવી શકો છો :

હવે જો કોઈ વ્યક્તિ સ્ટેશન પર આવે છે અને તેની ખોવાયેલી વસ્તુનો દાવો કરે છે તો સ્ટેશન માસ્ટર તેની પાસેથી કેટલીક જરૂરી વિગતો લે છે. જો સામાન તેજ વ્યક્તિનો હોવાનું જણાય તો સ્ટેશન માસ્ટર તેને પરત કરે છે. જો કે, આ સમય દરમિયાન ખોવાયેલા માલના રજિસ્ટરમાં વ્યક્તિનું સંપૂર્ણ સરનામું દાખલ કરવામાં આવે છે અને તે વ્યક્તિની સહી પણ લેવામાં આવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે રેલવે આ સુવિધા માટે પેસેન્જર પાસેથી કોઈ ફી લેતું નથી.

તમારી વસ્તુ 2 દિવસમાં મેળવો :

સામાન ગુમ થયા પછી સ્ટેશન માસ્ટર સાત દિવસ સુધી સામાનને પોતાની દેખરેખમાં રાખે છે. જે પછી તે વસ્તુને લોસ્ટ પ્રોપર્ટી ઓફિસમાં મોકલે છે.

આ પણ વાંચો :-

 

આજે ફરી રોકેટ થયો આ સ્ટોક, ૬ મહિનામાં રોકાણકારોને આપ્યું ૧૩૪% રિટર્ન, હજી થશે ૨૦૦ને પાર

0

This stock rocketed again today 

  • Stock to Buy : માર્ચ ૨૦૨૩માં કંપનીએ ૪.૪૫ કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે ૨૦૨૨માં કંપનીએ ૨.૨૩ કરોડની કમાણી કરી હતી. આ તમામ સ્થિતિને જોતા નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી ૪થી ૬ મહિનામાં શેર ૨૩૦નો આંકડો પાર કરશે.

શેર માર્કેટમાં નફો કમાવા માટે રોકાણકારો એવા સ્ટોક્સ રાખવા ઈચ્છે છે જે બંપર રિટર્ન આપે. આ કામમાં માર્કેટ એક્સપર્ટ મદદ કરતા હોય છે. આ સ્ટોક્સ પર અત્યાર સુધીમાં લોકોને ૧૩૪ ટકા રિટર્ન મળ્યું છે અને આ સ્ટોક આજે પણ રોકેટ થયો છે.

સોમવારની ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં હરિયાળી જોવા મળી હતી. એટલે ટ્રેડિંગ ગ્રીન નિશાન સાથે શરુ થઈ હતી. શેર બજારમાં આ સ્ટોક ગ્રીન નિશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકમાં પૈસા લગાડવાથી જોરદાર રિટર્ન મળશે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે Integra Engineering Indiaમાં રોકાણ કરી શકાય છે. આ શેર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને દ્રષ્ટિએ ફાયદો કરાવનાર છે.

આ શેર બીએસઈ લિસ્ટેડ છે. જો કે તેના વોલ્યૂમ્સમાં સુધારો જોવા મળે છે. પરંતુ આ સ્ટોકનો ભાવ ઘટે એટલે તેને ખરીદી પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. આ કંપની ૧૯૮૭થી કામ કરી રહી છે. આ કંપની રેલ્વે સિગનલિંગ જેવા કામ કરે છે. પ્રાથમિક રીતે તે રેલવેને જ કેટર કરે છે. કંપનીની રિટર્ન ઓન ઈક્વિટી ૨૧ ટકા છે અને છેલ્લા ૩ વર્ષથી પ્રોફિટ ગ્રોથ ૪૭ ટકા છે અને સેલ્સ ગ્રોથ ૨૯ ટકા છે. આ કંપની પર કરજ પણ ૨૦ કરોડનું જ છે.

માર્ચ ૨૦૨૩માં કંપનીએ ૪.૪૫ કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે ૨૦૨૨માં કંપનીએ ૨.૨૩ કરોડની કમાણી કરી હતી. આ તમામ સ્થિતિને જોતા નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી ૪થી ૬ મહિનામાં શેર ૨૩૦ નો આંકડો પાર કરશે.

(અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી)

આ પણ વાંચો :-