Home Blog Page 1027

ગેસના પ્રોબ્લેમથી છો હેરાન, અતિશય માથું પણ ફાટે છે ? અજમાવો આ ઉપાય

  • Gastric Headache : શું તમને પણ ગેસથી થતો માથાનો દુ:ખાવો પરેશાન કરે છે ? જાણી લો આ ઘરેલૂ ઉપાય અને મેળવો તાત્કાલિક રાહત.

આજકાલની બદલતી લાઈફસ્ટાઈલનાં કારણે માથાનાં દુ:ખાવાની સમસ્યાં ઘણી સામાન્ય થઈ ગઈ છે. આ દુ:ખાવો માથાનાં કોઈ પણ ભાગમાં થઈ શકે છે. સામાન્ય રીતે આ દુ:ખાવો ૧-૨ કલાકમાં દૂર થઈ જાય છે.  વારંવાર થતાં માથાનાં દુ:ખાવાનું કારણ હોઈ શકે છે પેટમાં થતો ગેસ.

ઘણીવખત ખરાબ ડાઈજેશનનાં કારણે જમવાનું પચી નથી શકતું. આ કારણે પેટમાં ગેસ બનવા લાગે છે અને માથાનો દુ:ખાવો શરૂ થવા માંડે છે. જ્યારે આપણી બોડી કાર્બોહાઈડ્રેટ અને શુગરને સારી રીતે નથી પચાવી શકતું ત્યારે ગેસ બનવા લાગે છે અને પછી ગેસ્ટ્રિક સમસ્યાઓ શરૂ થાય છે.

ઠંડુ દૂધ :

એક ગ્લાસ ઠંડુ દૂધ પીવાથી ગેસ-એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે. તેમા કેલ્શિયમ હોવાને લીધે પેટમાં ગેસ અને એસિડને બનતાં કે વધતાં અટકાવે છે.

લીંબૂનો રસ :

માથાનો અને પેટનાં દુ:ખાવાથી છૂટકારો મેળવવા માટે લીંબુ પાણી પીવું જોઈએ. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. ગરમ પાણીમાં એક ચમચી લીંબુનું રસ નાખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.

વરિયાળીનું પાણી :

પેટમાં ગેસ થવાને લીધે દુ:ખાવો થતો હોય છે તેથી આદૂનું પાણી, અજમાનું પાણી, વરિયાળીનું પાણી પીવું જોઈએ.

(આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ગુજરાત ગાર્ડિયન આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

શું હવે અદાણી ગ્રુપનું ક્રેડિટ કાર્ડ આવશે ? જો તમારી હા હોઈ તો જાણી લો કોની સાથે ડીલ થઈ તે.

0
  • બ્લૂમબર્ગમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર, વિશ્લેષક સાથેના કોલમાં વિઝાના સીઈઓ રેયાન મેકઈનર્નીએ જણાવ્યું હતું કે કંપનીએ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે અદાણી ગ્રુપ સાથે કરાર કર્યા છે.

ટૂંક સમયમાં તમે અદાણી ગ્રુપના ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકશો. સાન ફ્રાન્સિસ્કો સ્થિત વિઝાએ વિશ્વની બીજી સૌથી મોટી કાર્ડ પેમેન્ટ સંસ્થાએ નવા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે અદાણી ગ્રુપ સાથે હાથ મિલાવ્યા છે.

બ્લૂમબર્ગમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર, વિશ્લેષક સાથેના કોલમાં વિઝાના સીઈઓ રેયાન મેકઈનર્નીએ જણાવ્યું હતું કે કંપનીએ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે અદાણી ગ્રુપ સાથે કરાર કર્યા છે. રેયાને જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ સાથેની ભાગીદારીથી અદાણી ગ્રૂપના એરપોર્ટ અને ઓનલાઈન સેવાઓ દ્વારા વિઝાને ૪૦૦ મિલિયન વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં મદદ મળશે.

સીઈઓ રેયાને જણાવ્યું કે અદાણી સિવાય, કો-બ્રાન્ડ ક્રેડિટ કાર્ડ માટે બ્રિઝ એવિએશન ગ્રૂપ અને એલિજિઅન્ટ ટ્રાવેલ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. છેલ્લા ક્વાર્ટરમાં, વિઝાએ ટ્રાવેલ અને રેસ્ટોરન્ટસમાં સારી માંગ પરત મળવાને કારણે બજારની અપેક્ષા કરતાં વધુ સારા કાર્ડ ખર્ચના આંકડા નોંધ્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ક્લિયરટ્રિપએ અદાણી ગ્રુપના અદાણી વન સાથે પણ હાથ મિલાવ્યા હતા. આ ડીલ બંને માટે ફાયદાકારક રહેશે. ક્લિયરટ્રિપને વિસ્તારવાની તક મળશે. યુઝર્સ અદાણી વનથી ફ્લાઈટ બુક કરી શકશે સાથે જ પાર્કિંગ, રિયલ ટાઈમ સ્ટેટસ ચેક, કેબ જેવી સુવિધાઓ પણ મેળવી શકશે.

આ પણ વાંચો :-

૦૧ ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમો સીધી જ અસર થશે તમારા ખિસ્સા પર, જાણો વિગત

0
  • જુલાઈનો મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારબાદ નવો મહિનો ઓગસ્ટ શરૂ થવાનો છે. ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો પણ આવશે. પરંતુ આ સાથે ઘણા નવા નિયમો લાગૂ થશે.

જુલાઈનો મહિનો પૂર્ણ થશે અને નવા મહિના ઓગસ્ટની શરૂઆત થશે. જુલાઈનો મહિનો ખુબ મહત્વનો મામલામાં આવે છે કારણ કે આ મહિનાના અંત સુધી એટલે કે ૩૧ જુલાઈ સુધી રિટર્ન ફાઈલ કરવાનું હોય છે. ઓગસ્ટની શરૂઆતથી ઘણા ફેરફાર થશે. તેવામાં તમારે આ બદલાતા નિયમો વિશે જાણવું જરૂરી છે. જાલો જાણીએ ૧ ઓગસ્ટથી ક્યા નિયમો બદલાશે.

ઓગસ્ટમાં ૧૪ દિવસ બેન્ક બંધ :

ઓગસ્ટ મહિનામાં તહેવારોને કારણે રજાઓની ભરમાર છે. રક્ષાબંધન, મુહર્રમ અને ઘણા અન્ય તહેવારને કારણે ૧૪ દિવસ બેન્ક બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.

ઓગસ્ટના મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાનો છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર કરી શકે છે. આ કંપનીઓ દર મહિનાની ૧ અને ૧૬ તારીખે એલજીપીની કિંમતોમાં ફેરફાર કરે છે. આ સિવાય PNG અને CNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. આ અંતિમ તારીખ તે ટેક્સપેયર્સ માટે છે જેણે પોતાના એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું નથી. જો તમે આ તારીખ સુધી આઈટીઆર ફાઈલ કરતા નથી તો દંડ ભરવો પડી શકે છે. આઈટીઆર ભરવામાં વિલંબ કરશો તો પાંચ હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે.

આ પણ વાંચો :-

 

૨૭ જુલાઈ / ભાગાદોડી અને ખર્ચ રહે, નિર્ણયમાં ઉતાવળ કરી તો ભોગવજો, આ રાશિના જાતકોનો ગુરુવાર રહેશે કપરો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતાવારણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ
અણગમતા સંજોગોનો સામનો કરવો રહે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઈસ્ક્રમીના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ
થોડું ગુસ્સાનું પ્રાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ
સૌંદર્ય, કલા અને રસીકતત્ત્વનાં સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઈલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતંુ જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈલે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઈલ ડીલર તથા ટ્રાવેલિંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રીશણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારું.

આ પણ વાંચો :-

અંબાલાલની આગાહી સાચી પડી તો ઉડી જશે છાપરાં, ઘરોમાં ઘુસી જશે નદીઓનું પાણી

0
  • ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, નદીઓમાં ઘોડાપુર આવશે.અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં ૨૭ તારીખથી વરસાદનું જોર વધશે. આ વિસ્તારોને મેઘરાજા બરાબર ઘમરોળશે.

ફરી એકવાર સામે આવી છે અંબાલાલ પટેલની ડરામણી આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે જે આગાહી કરી છે. જો એવી સ્થિતિ ઉભી થઈ તો પથારી ફરી જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરી છેકે, ફરી એકવાર ગુજરાતમાં બિપોરજોય જોવા ઘાટ ઘડાશે. ફરી એકવાર ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. જો આ આગાહી સાચી પડી તો ગુજરાતની હાલત ખરાબ થઈ શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં અંબાલાલે જણાવ્યું છેકે ગુજરાતમાં ૧૦૦ કિ.મી. ની રફતારથી સુસવાટા સાથે ભારે પવન ફૂંકાશે. પવનની સાથો-સાથ નદીઓમાં ઘોડાપુર આવશે. રાજ્યભરની મોટાભાગની નદીઓમાં આ સિસ્ટમની અસર જોવા મળશે. જો નદીઓમાં ભારે પુર આવ્યું તો ઘરોમાં પણ ઘુસી શકે છે નદીઓનું પાણી.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિતના વિવિધ જિલ્લાઓમાં હાલ સ્થિતિ ખુબ ખરાબ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરામતાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી. સામાન્ય જનજીવન અસ્તવસ્ત થઈ ગયું હતું અને હજુ પણ કેટલાક સ્થળોએ લોકોની રોજબરોજની જિંદગી પાટા પર ચઢી નથી.

વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ૨૬ જુલાઈએ એટલે કે આજે ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે. જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. ૨૭ અને ૨૮ તારીખે પશ્ચિમ ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની અસર જોવા મળશે.

આ પણ વાંચો :-

સંસદ પરિસરમાં AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાના માથામાં કાગડાએ ચાચ મારી, સામે આવી તસવીર

0
  • બુધવારે ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હતા. આ દરમિયાન સંસદ પરિસરમાં એક કાગડો રાઘવ ચઢ્ઢાને ચાચ મારી ગયો હતો.

બુધવારે ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હતા. આ દરમિયાન સંસદ પરિસરમાં એક કાગડો રાઘવ ચઢ્ઢાને ચાચ મારી ગયો હતો. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની વાયરલ થયેલી તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાઘવ ચઢ્ઢા કાગડાના હુમલાથી બચતા જોવા મળી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢા પર કાગડાના હુમલાની ઘટના બાદ દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આ તસવીર દરેક સાથે શેર કરી છે. દિલ્હી ભાજપે ટોણો મારતા લખ્યું છે કે – જૂઠ બોલે, કૌઆ કાટે. આજ સુધી તો માત્ર સાંભળ્યું હતું. પરંતુ આજે જોઈ પણ લીધું કે કાગડાએ ખોટાને બચકું ભરી લીધું !

સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ :

મણિપુર હિંસા મુદ્દે AAP સાંસદ સંજય સિંહને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવા પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, મણિપુરમાં માત્ર બંધારણની કલમ ૩૫૫ અને ૩૫૬નું ઉલ્લંઘન થયું નથી. પરંતુ ત્યાં માનવતાને પણ શરમજનક સ્થિતિમાં મુકવામાં આવી છે.

તેમણે આરોપ લગાવ્યો કે સરકાર શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે. કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ બહાર ગઈ છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક મણિપુરની બિરેન સિંહ સરકારને બરખાસ્ત કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

આ પણ વાંચો :-

 

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાએ ગટગટાવ્યું…

0
  • જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાનું એસિડ ગટગટાવવાથી નિપજ્યું મોત નિપજ્યુ છે.

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાનું એસિડ ગટગટાવવાથી નિપજ્યું મોત નિપજ્યુ છે. ભોગ બનનાર સંજયભાઈની પત્નીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૃતકની પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું મોત થયુ છે.

જૂનાગઢની દુર્ઘટનામાં મૃતકના પત્નીએ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના અને એસટીપીઓ બિપીન ગામિત પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર, એસટીપીઓ અને મકાન માલિક સામે કેસ દાખલ કરવાની મૃતકની પત્નીએ માંગ કરી હતી. સોમવારે દુર્ઘટનામાં સુભાષભાઈ તન્ના, સંજયભાઈ ડાભી અને તેમના બે પુત્રના મોત થયા હતા.મૃતકના પત્ની શાકભાજી લેવા જતા સદનસીબે બચી ગયા હતા.

જૂનાગઢના દાતાર રોડ પર કડિયાવાડમાં ઈમારત ધરાશાઈ થઈ હતી જેમાં ૦૪ લોકો કાટમાળ નીચે દબાયા હતા. દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્કયુ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બે બાળક અને બે પુરૂષનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ પણ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :-

રાતોરાત સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ

0
  • બંને કિંમતી ધાતુ સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પરમ દિવસે તેજીનો માહોલ હતો અને પછી કાલે બજારમાં કડાકો જોવા મળ્યો જ્યારે આજે રાતોરાત સોનાના ભાવમાં વધી પાછો ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

બંને કિંમતી ધાતુ સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પરમ દિવસે તેજીનો માહોલ હતો અને પછી કાલે બજારમાં કડાકો જોવા મળ્યો જ્યારે આજે રાતોરાત સોનાના ભાવમાં વધી પાછો ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. શરાફા બજારમાં ગઈ કાલે સોનું કડાકા સાથે ૫૯૧૪૩ના ભાવે બંધ થયું હતું જે આજે ભારે ઉછાળા સાથે જોવા મળી રહ્યું છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  bjarates.com મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૩૯૭ રૂપિયાના વધારા સાથે ૫૯૫૪૧ રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે ૯૧૬ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૩૬૫ રૂપિયા ઉછળીને ૫૪૫૪૦ રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ ચાંદીમાં પ્રતિ કિલો ૩૫૯ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને હાલ ભાવ ૭૪૨૯૮ રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે.

અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

આ પણ વાંચો :-

વિદેશ જતા ગુજરાતીઓ માટે કેનેડા કરતાં પણ બેસ્ટ છે આ દેશ અને ફ્રીમાં આપે છે…

  • દર બીજા ગુજરાતી વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે હાયર એજ્યુકેશન માટે વિદેશ જાય અને પછી ત્યાં જ સેટલ થઈ જાય. વળી માતા પિતા પણ બાળકોની આ ઈચ્છાથી સહમત હોય છે.

દર બીજા ગુજરાતી વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે હાયર એજ્યુકેશન માટે વિદેશ જાય અને પછી ત્યાં જ સેટલ થઈ જાય. વળી માતા પિતા પણ બાળકોની આ ઈચ્છાથી સહમત હોય છે. તેમનું માનવું હોય છે કે બાળકો વિદેશમાં સેટલ થઈ જાય તો ભવિષ્ય સુધરી જાય. જેના કારણે વિદેશમાં વસવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જાય છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે કેનેડા હોટફેવરિટ છે.

જાણો છો કે કેનેડા સિવાય પણ એવા દેશ છે જ્યાં ભણવું અને સેટલ થવું ભારતીય વિદ્યાર્થીઓ માટે વધારે સરળ છે? તેનું કારણ છે કે આ દેશમાં ભણવાનો ખર્ચ ખૂબ ઓછો છે. તો ચાલો આજે તમને જણાવીએ કે બાળકોને ભણવા મુકવા હોય તો કયો દેશ બેસ્ટ છે.

જર્મની :

અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાની વાત હોય તો જર્મની ટોચ પર છે. અહીંની યુનિવર્સિટીઓ અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને ફ્રી એજ્યુકેશન પણ ઓફર કરે છે. ખાસ વાત એ છે કે આ યુનિવર્સિટીઓ વૈશ્વિક રેન્કિંગમાં સારી રેટિંગ ધરાવે છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સારું શિક્ષણ મળે છે.

સ્પેન :

ભારતીય વિદ્યાર્થીઓએ સ્પેનિશ યુનિવર્સિટીમાં તેમના શિક્ષણ માટે અન્ય દેશોની સરખામણીમાં ઓછી ફી ચુકવવી પડે છે. સ્પેનમાં રહેવાનો ખર્ચ પણ પરવળે તેવો હોય છે. અહીં શિક્ષણની ગુણવત્તા પણ સારી હોય છે. પબ્લિક યુનિવર્સિટીઓ વાર્ષિક ટ્યુશન ફી આશરે ૧૦૦૦ યુરો એટલે કે આશરે ૮૫,૦૦૦ હોય છે.

ફ્રાન્સ :

ફ્રાન્સની ઘણી યુનિવર્સિટીઓમાં ફ્રી એજ્યુકેશનની ઓફર આપે છે. ક્યારેક અહીં નજીવી ટ્યુશન ફી ચુકવવી પડે છે છે. ફ્રાન્સ અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે એક સારો વિકલ્પ છે.

આ પણ વાંચો :-

તલાટી લાંચ લેતા પોલીસની સામે જ પકડાઈ જતાં નોટો ચાવી ગયો, મોંમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો તો…

0
  • મધ્યપ્રદેશના કટની જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક તલાટીએ લાંચની રકમ મોંઢામાં નાખીના ચાવી નાખી.

જણાવવામાં મળી રહ્યું છે તે પ્રમાણે, તલાટીને લોકાયુક્તની ટીમે લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જે બાદ તેણે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો અને લાંચની રકમ મોઢામાં નાખીને ગળી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, બિલહરી હળકા ગામમાં તૈનાત તલાટી ગજેન્દ્ર સિંહે ફરિયાદી ચંદન સિંહ લોધી પાસેથી જમીન કેસમાં ૪૫૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. ચંદન સિંહ લોધીએ આ અંગે લોકાયુક્ત જબલપુરને ફરિયાદ કરી હતી. આ પછી લોકાયુક્તની ટીમે સ્થળ પર પહોંચી તલાટીને લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો. પરંતુ પટવારી ગજેન્દ્રસિંહે લાંચરૂપે લીધેલી ૫૦૦-૫૦૦ની ૦૯ નોટો ચાવી નાખી હતી.

જ્યારે લોકાયુક્ત ટીમના સભ્યએ તલાટીના મોઢામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો તો તેણે તેમની આંગળીમાં બચકું ભરી લીધું હતું. આ દરમિયાન લોકાયુક્તના ૦૭ સભ્યોની ટીમે નોટો કાઢવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના મોઢામાંથી પૈસા ન નીકળતા તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ તલાટી ગજેન્દ્રસિંહે લાંચની ચાવેલી નોટો કાઢી લીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.

લોકાયુક્ત ટીમનું નેતૃત્વ કરી રહેલા કમલ સિંહ ઉઈકે કહે છે કે ફરિયાદી ચંદન લોધીની ફરિયાદ પર લાંચ લેનાર તલાટી ગજેન્દ્ર સિંહ ૪૫૦૦ રૂપિયા સાથે ઝડપાયો હતો. પરંતુ ટીમને જોઈને તેણે નોટ ખાઈ લીધી હતી. જો કે ટીમ પાસે વોઈસ રેકોર્ડિંગ સાથે અન્ય પુરાવા છે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી ગજેન્દ્ર સિંહ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-