કરોડપતિ નબીરાની બહેનપણીઓ ગળાનો ગાળિયો બની : જોડે હતા એ…..

Share this story
  • અમદાવાદમાં અકસ્માત સર્જનાર તથ્ય પટેલને કડક સજા મળે તે માટે તંત્ર દ્વારા તમામ પૂરાવા ભેગા કરવામાં આવી રહ્યાં છે. જગુઆર કંપનીનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટમાં જે ખુલાસા થયા છે તેનાથી લાગી રહ્યું છે કે તથ્ય પટેલની અકસ્માતમાં મોટી ભૂલ હતી.

ગુજરાતમાં હાલમાં સૌથી ચર્ચાસ્પદ કોઈ કેસ હોય તો તથ્ય પટેલનો છે. પોલીસ માટે આબરૂનો સવાલ છે કારણ કે આ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓ પણ મોતને ભેટ્યા છે. પોલીસ આ કેસમાં દાખલો બેસાડવા માગે છે. સરકારે પણ લીલીઝંડી આપી દેતાં પોલીસ નાનામાં નાની ઘટના મામલે ચોક્સાઈ પૂર્વક પૂરાવા ઉભી કરી રહી છે.

આ કેસ હવે મીડિયા ટ્રાયલ બની ગયો છે. ઈસ્કોન બ્રિજ પર ૧૪૨ની ઝડપે બેફામ જેગુઆર કાર હંકારીને ૯ લોકોને મોતના મુખમાં ધકેલનાર આરોપી તથ્ય પટેલ સાથે કારમાં બેઠેલી 3 યુવતી અને બે યુવકોએ મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ નિવેદન આપ્યાં છે. આરોપી તથ્ય પટેલના મિત્રો જ તાજના સાક્ષી બનતાં તેની સામેનો કેસ વધુ મજબૂત બન્યો છે.

કોઈ વ્યક્તિ તાજના સાક્ષી બને ત્યારે મુખ્ય આરોપી સામેનો કેસ વધુ મજબુત બનતો છે. સીઆરપીસીની કલમ ૧૬૪નું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવે છે. જેમા મેજિસ્ટ્રેટ તાજના સાક્ષીને સવાલ કરે છે આ સાથે તે વાતની પુષ્ટી કરે છે કે આ નિવેદન આપવા તૈયાર છો એમાં પોલીસના ડર અને ભયથી નિવેદન આપતા નથી ને? તેમજ કોઈ ધમકી, લાલચ કે પ્રલોભનને આધારે તો તાજના સાક્ષી બનવા માંગો છો.

નિવેદન નોંધવામાં આવે ત્યારે તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે તાજના સાક્ષી બનનારને મેજિસ્ટ્રેટ દ્વારા સમજ આપવામાં આવે છે કે તમે આપેલા નિવેદનોમાંથી કાર્યવાહી દરમિયાન ફરી ગયા તો તમારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે. કોઈ કેસમાં તાજના સાક્ષી ફરી જાય તો જે મેજિસ્ટ્રેટે નિવેદન નોંધ્યું હોય તેમની કોર્ટમાં જુબાની લેવામાં આવે છે.

આથી સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ નિવેદન આપી તાજના સાક્ષી કોઇ બને તો કેસમાં ગુનો સાબિત કરવામાં મહત્ત્વનું નિવેદન ગણાય છે. હવે આ કેસમાં તથ્ય પટેલની બેહનપણીઓ અને મિત્રો જ પોલીસના તાજના સાક્ષી બની જતાં તથ્ય પટેલ સામે પોલીસનો કેસ અતિ મજબૂત બન્યો છે. જે તથ્ય પટેલ પોતાની ગાડીમાં લઈને ફરતો હતો એ જ મિત્રો તથ્ય માટે મુસિબતનું કારણ બન્યા છે.

આ પણ વાંચો :-