Home Blog Page 1026

રોકીભાઈએ તો જાપાન ગાંડું કર્યું, લોકો યશના માસ્ક પહેરીને KGF-2 જોવા પહોંચ્યા

  • જાપાનમાં ફિલ્મ KGF ચેપ્ટર 2ને લઈ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. થિયેટરમાં લોકો યશના માસ્ક પહેરીને ‘સલામ રોકી ભાઈ’ ના નારા લગાવતા જોવા મળ્યા. વિડીયો વાયરલ

KGF ચેપ્ટર 2 ફિલ્મે ભારતમાં ઘણી ધૂમ મચાવી હતી અને આ ફિલ્મને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો અને વૈશ્વિક સ્તરે પણ ધમાલ મચાવી હતી. હવે જોવા મળી રહ્યું છે કે આ ફિલ્મને વિદેશમાં પણ પસંદ કરવામાં આવી રહી છે.

વાત એમ છે જે ફિલ્મ KGF 2 જાપાનમાં ૧૪ જુલાઈના રોજ રિલીઝ થઈ હતી અને ભારતની જેમ જાપાનમાં પણ આ ફિલ્મને લઈને ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલ તેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

KGF 2ના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં દર્શકો થિયેટરમાં જોવા મળી રહ્યા છે અને તેઓ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ સાથે જ જોવાલાયક વાત એ છે કે વીડિયોમાં દર્શકો યશના માસ્ક પહેરેલા છે અને ‘સલામ રોકી ભાઈ‘, ‘સલામ રોકી ભાઈ’ના નારા લગાવતા જોવા મળે છે. આ વીડિયોમાં લોકોનો ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલ ચાહકો વચ્ચે આ ફોટા અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

નોંધનીય છે કે KGFનો પહેલો ભાગ ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રિલીઝ થયો હતો અને દર્શકોને તે ઘણો પસંદ આવ્યો હતો.ફિલ્મના પહેલા ભાગને જોરદાર વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી મળી હતી અને તેના કારણે બીજા ભાગને લઈને ઘણી હાઈપ મળી હતી. KGF 2 ફિલ્મને રૂ. ૫૩.૯૫ કરોડની ઓપનિંગ મળી હતી. ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન ૪૩૪.૭૦ કરોડ રૂપિયા રહ્યું.

KGF 2 ૧૪ એપ્રિલ ૨૦૨૨ ના રોજ રિલીઝ થઈ ત્યારથી ચાહકો તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી ફિલ્મ સાલારનું પણ તેની સાથે કનેક્શન હશે. જણાવી દઈએ કે આ ફિલ્મ અન્ય ઘણા દેશોમાં પણ રિલીઝ થઈ રહી છે અને પસંદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

તથ્ય વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર, ૫૦થી વધારે લોકોના લેવાયા નિવેદન

0
  • અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ શકે છે. આરોપી તથ્ય પટેલે ૧૯ જુલાઈએ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારીને ૯ લોકોને કચડી માર્યા હતા.

એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસ આજે ૫ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી શકે છે. આ કેસમાં કલમ 308નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. પોલીસે તથ્ય પટેલ, પ્રજ્ઞેશ પટેલ, તથ્યના મિત્રો સહિત કુલ ૫૦ લોકોથી વધુના નિવેદન લેવાયા છે.. ચાર્જશીટમાં FSL, DNA અને જેગુઆર કંપનીના રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસે સમગ્ર રૂટ પરના CCTV ફૂટેજ પણ પુરાવા તરીકે મૂક્યા છે. આ ઉપરાંત તથ્ય પટેલે ઈસ્કોન પહેલા કરેલા અન્ય ૨ અકસ્માતોની વિગતોનો પણ ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે આ કેસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે તથ્ય પટેલના ૨૪ જુલાઈએ સાંજે ૪ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. આજે જ્યારે ઈસ્કોન અકસ્માત કેસમાં તથ્યને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પોલીસે આગળના રિમાન્ડ ન માંગતા તેને હવે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તથ્યને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

 

આગ્રામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી, સદ્દભાગ્યે કોઈ મુસાફરને ઈજા નહીં

0
  • ઉત્તર પ્રદેશના આગ્રામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે આગ્રા રેલ્વે વિભાગમાં ભોપાલથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનના કોચના કાચ તૂટી ગયા હતા.

રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર આગ્રા રેલ્વે ડિવિઝનના મનિયા અને જાજૌ સ્ટેશનો વચ્ચે ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી અને સી-૦૭ કોચની સીટ નંબર ૧૩-૧૪ની બારીના કાચ તૂટી ગયા હતા. માહિતી મળતા જ રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આગ્રા રેલ્વે ડિવિઝનના પીઆરઓ પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભોપાલથી નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે ચાલતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

અમેરિકા ભણવા ગયેલી છોકરી રસ્તા પર ભૂખમરાની હાલતમાં મળી, માતાએ વિદેશમંત્રી પાસે માગી મદદ

  • હૈદરાબાદની મહિલા સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. તે શિકાગોના એક રોડ પર ભૂખમરીની હાલતમાં જોવા મળી હતી.

તેલંગાણાની પાર્ટી મજલિસ બચાવો તેહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લા ખાને તેમની આ સ્થિતિનો ખુલાસો કર્યો હતો.

એક ટવિટમાં અમજદ ઉલ્લા ખાને મહિલાનો એક વીડિયો શેર કર્યો જેમાં તે કેટલાક સામાન સાથે રોડની બાજુમા બેઠેલી જોવા મળી રહી છે. મહિલાને તેનું નામ જણાવવામાં મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે તેમની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમના શરીરમાંથી લોહીના નમૂના લેવામાં આવ્યા બાદ તેમની તબિયત વધુ બગડી હતી.

મિન્હાજની માતા સૈયદા વહાજ ફાતિમાએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને મદદ માંગી છે અને તેમની પુત્રીને ભારત પરત લાવવાની માંગ કરી છે. પત્રમાં ફાતિમાએ જણાવ્યું કે સામાન ચોરાઈ ગયા બાદ તેની પુત્રી ડિપ્રેશનમાં છે અને ભૂખમરાની આરે છે.

તેમણે લખ્યું, “મારી પુત્રી સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી, જે તેલંગાણાના મૌલા અલીની રહેવાસી છે. ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન ડેટ્રોઈટની ટ્રાઈન યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરવા ગઈ હતી અને તે ઘણીવાર અમારા સંપર્કમાં રહેતી હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી તે મારા સંપર્કમાં નથી અને તાજેતરમાં હૈદરાબાદના બે યુવકો દ્વારા અમને ખબર પડી કે મારી પુત્રી ડિપ્રેશનમાં છે અને કોઈએ તેનો સામાન ચોરી લીધો છે જેના કારણે તે ભૂખે મરી રહી છે. મારી પુત્રી શિકાગો, યુએસએની શેરીઓમાં જોવા મળી હતી.

મિન્હાજની માતાએ એ પણ કહ્યું કે મોહમ્મદ મિન્હાજ અખ્તરની મદદથી તેમની પુત્રીને શોધી શકાય છે અને તેને પરત લાવવા માટે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ અને શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને વિનંતી કરી હતી.

આ પણ વાંચો :-

માછીમારી કરવા ગયેલા ૦૨ યુવકો દરિયામાં ડૂબ્યા, એકનું મોત તો એકની શોધખોળ

0
  • ગુજરાત મહારાષ્ટ્રની હદ પરના દહાણુંમાં ડૂબી ગયેલા બે યુવકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય એક યુવકની હેલિકોપ્ટર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

ગુજરાત-મહારાષ્ટ્રની હદ પરના દહાણુંમાં ૨ યુવક ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. દરિયામાં માછીમારી કરવા માટે ગયેલા ૨ યુવકો ડૂબી જતાં એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે એક લાપતા છે. ફાયર વિભાગની ટીમ અને દહાણું પોલીસની ટીમ દ્વારા લાપતા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

૦૧ યુવકનો મૃતદેહ મળ્યો, ૦૧ લાપતા

આ દરમિયાન દરિયામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ભૂપેન્દ્ર અંભિરે નામના યુવકનો અત્તોપત્તો મળ્યો નહતો. ફાયર વિભાગ અને દહાણું પોલીસ લાપતા યુવકની શોધખોળ કરી રહી છે. હેલિકોપ્ટર દ્વારા દરિયામાં ડૂબેલા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

 

Gadar 2 Trailer : ગદર ૨નું આ ટ્રેલર જોઈ રૂંવાડા થઈ જશે ઊભા

  • એક્શન અને ડ્રામાથી ભરપૂર ગદર ૨નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. ખાસ વાત એ છે કે ગદર ૨ માં તારા સિંહનો અંદાજ ફરીથી લોકોને આકર્ષિત કરી રહ્યો છે.

સની દેઓલ અને અમીષા પટેલની ગદર ૨ ફિલ્મ હવે થોડા જ દિવસોમાં ઘરમાં જોવા મળશે. જેમ જેમ ફિલ્મ રિલીઝની ડેટ નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. તેવામાં એક્શન અને ડ્રામાથી ભરપૂર ગદર ૨નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. ખાસ વાત એ છે કે ગદર ૨માં તારા સિંહનો અંદાજ ફરીથી લોકોને આકર્ષિત કરી રહ્યો છે.

ગદર ૨નું ટ્રેલર જોઈને લોકો પણ રોમાંચિત થઈ ગયા છે. લોકો ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ફિલ્મ બ્લોકબસ્ટર છે.. ટ્રેલર જોઈને રુવાડા ઉભા થઈ જાય છે. કેટલાક યુઝરનું કહેવું છે કે ફિલ્મ સુપરહિટ સાબિત થશે. કેટલાક યુઝરનું કહેવું છે કે તેઓ ગદર ૨ જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે.

ગદર ૨માં સની દેઓલના દીકરાનું પાત્ર ઉત્કર્ષ શર્મા ભજવી રહ્યો છે. વર્ષ ૨૦૦૧માં ગદર રિલીઝ થઈ હતી અને તે સમયે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. આ ફિલ્મે ૧૩૩ કરોડનો બિઝનેસ કર્યો હતો જ્યારે ફિલ્મનું નિર્માણ ૧૯ કરોડમાં જ થયું હતું. ગદરનો પહેલો ભાગ ૧૫ જૂન ૨૦૦૧ના રોજ રિલીઝ થયો હતો.

અનિલ શર્માની ફિલ્મ ગદર ૨ આગામી ૧૧ ઓગસ્ટે રીલીઝ થવાની છે. જોકે આ દિવસે બોક્સ ઓફિસ પર ત્રણ ફિલ્મોની ટક્કર થશે. ૧૦ ઓગસ્ટે રજનીકાંતની ફિલ્મ જેલર રિલીઝ થવાની છે જ્યારે ૧૧ ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી ૨ પણ રિલીઝ થશે.

આ પણ વાંચો :-

સતત વાદળ ફાટવાની ઘટનાથી હિમાચલ બેહાલ, શિલ્લાઈ-સિમલા રોડ બ્લોક

0
  • હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસું કહેર બનીને વરસી રહ્યું છે. જેના કારણે અત્યાર સુધીમાં રેકોર્ડ જાનમાલનું નુકસાન થયું છે.

ચિંતાની વાત એ છે કે ૦૧ ઓગસ્ટ સુધી પણ વરસાદથી રાહત મળવાની આશા નથી. હવામાન કેન્દ્ર સિમલાએ આજે ​​અને આવતીકાલ માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આગામી ૪૮ કલાક દરમિયાન ચંબા, કાંગડા, સિમલા, કુલ્લુ, મંડી, બિલાસપુર, સોલન અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વાદળ ફાટવા જેવી ઘટનાઓ પણ બની શકે છે. એટલા માટે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારો અને વહેતી નદીઓ અને નાળાઓની નજીક ન જવાની સલાહ આપવામાં આવે છે.

બુધવારે સિમલા જિલ્લાના રામપુરમાં વાદળ ફાટવાના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. સરતારા પંચાયતના કંડાર ગામમાં વાદળ ફાટવાને કારણે પ્રાથમિક શાળા, યૂથ ક્લબ સહિત ૫ મકાન ધરાશાયી થયાં હતાં. આ વિસ્તારમાં આવેલા પૂરના કારણે ૧૫થી વધુ લોકોનાં પાલતુ પ્રાણીઓ તણાઈ ગયાં હતાં. સફરજનના ઘણા બગીચા નાશ પામ્યા હતા.

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મલાના પાવર પ્રોજેક્ટ-2ના ડેમમાંથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે.NDRFની ટીમ પહોંચી હતી.

અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને ૬ જેટલાં વાહનોને પણ નુકસાન થયું હતું. લોકો પણ જીવ બચાવવા દોડી આવ્યા હતા. વાદળ ફાટતાં વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે અને સિરમૌર જિલ્લાના રોનહાટ રોડ પર સમગ્ર પહાડી ગુફામાં આવી ગઈ. જેના કારણે શિલ્લાઈ-સિમલા રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. ૨૪ જૂનથી અત્યાર સુધીમાં અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ૪૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૭ થી ૧૧ જુલાઈ વચ્ચે ભારે વરસાદમાં ૪૨ લોકોનાં મોત થયાં છે.

આ પણ વાંચો :-

 

 

 

 

રોડ પર દોડતી સિટી બસમાંથી પડી ગયેલા મુસાફર પર ટાયર ફરી વળ્યું અને ૦૨ સેકન્ડમાં…

0
  • સુરતના કતારગામ વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસમાંથી એક મુસાફર રોડ પર પડયો હતો. જે બસના પાછળના ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સુરતના કતારગામ વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસમાંથી એક મુસાફર રોડ પર પડ્યો હતો. જે બસના પાછળના ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની આ સમગ્ર ઘટના CCTV  કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે બસમાંથી નીચે પડયા ૦૨ સેકન્ડમાં જ મુસાફર પર ટાયર ફરી વળે છે.

CCTVમાં કેદ થયેલી આ તસવીરો સુરતના કતારગામ દરવાજા વિસ્તારની છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે બુધવારે બપોરે લગભગ ૨:૩૨ વાગ્યે એક વાદળી રંગની બસ રોડ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસના દરવાજે ઉભેલો એક મુસાફર અચાનક રોડ પર આવી ગયો અને બસનું પાછળનું ટાયર તેના ઉપર ચડી ગયું અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. સમાચાર મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અકસ્માતમાં મૃતક યુવકની ઓળખ સિંગણપોર વિસ્તારમાં આવેલી વિશ્રામ નગર સોસાયટીમાં રહેતી ૩૮ વર્ષીય સુબ્રતી સફરખાન તરીકે થઈ હતી. જેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસ નંબર ૨૫૪માં ચડયાં બાદ કતારગામ ફાટક પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો.

આ પણ વાંચો :-

પોલીસ ડ્રાઈવ વચ્ચે પણ નબીરાઓ હજુ પણ બેફામ BMW ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો

0
  • શહેરમાં થોડા દિવસો પહેલા ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેરમાં એક બાદ એક નબીરાઓના અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.

બે દિવસ પહેલા મણીનગર બાદ હવે શહેરના પોશ ગણાતા માણેકબાગ વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જ્યો છે. ખાસ વાત છે કે પોલીસ દ્વારા હાલમાં શહેરભરમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ વચ્ચે પણ નબીરાઓ બેફામ બનીને દારૂ પીને વાહન લઈને નીકળી રહ્યા છે.

વિગતો મુજબ શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કાર હંકારીને અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકસાન પહોંચાડયું હતું. જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. રાત્રે ૦૧ વાગ્યે કાર ચાલક આંબાવાડી પોસ્ટ ઓફિસ પાસે જઈ રહ્યો હતો અને સર્પાકાર રીતે કાર હંકારી રહ્યો હતો.

જેથી સ્થાનિકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે રોકાયો નહીં અને ફૂટપાથ સાથે કાર ટકરાઈ હતી. જે બાદ સેટેલાઈટ પોલીસ કાર ચાલકનો પીછો કરીને માણેકબાગથી તેને ઝડપી પાડયો હતો. પોલીસ દ્વારા કાર ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

 

હિન્દુઓને મંદિર સામે ફાંસી પર લટકાવીશું અને જીવતા બાળીશું ! કાર્યકરોની નારેબાજી, જાણો શું છે સમગ્ર ઘટના

0
  • ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રેમ શુક્લાએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર આકરા પ્રહાર કર્યા છે. શુક્લાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કેરળના મુસ્લિમ લીગ યુથ વિંગના કાર્યકરો હિન્દુ વિરોધી નારેબાજી કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રેમ શુક્લાએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર આકરા પ્રહાર કર્યા છે. શુક્લાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કેરળના મુસ્લિમ લીગ યુથ વિંગના કાર્યકરો હિન્દુ વિરોધી નારેબાજી કરી રહ્યા છે. ભાજપના નેતાએ રાહુલ ગાંધીને સીધો સવાલ કર્યો છે કે તમે I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ આ પાર્ટી હિન્દુઓ વિશે આવી સોચ ધરાવે છે તો તમે કેવો ઈરાદો ધરાવો છો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ભાજપ નેતા પ્રેમ શુક્લાએ લખ્યું કે હિન્દુઓના મંદિરોની સામે ફાંસી પર લટકાવીશું અને જીવતા બાળી મૂકીશું ! ની ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકી આપી છે રાહુલ ગાંધી દ્વારા ગઠિત રાજકીય ગઠબંધન I.N.D.I.A. ના પાર્ટનર મુસ્લિમ લીગ (IUML)એ કેરળના કાસરગોડમાં મુસ્લિમ લીગના યુથ વિંગના કાર્યકરોએ હિન્દુ વિરોધી નારા લગાવીને મોરચો કાઢ્યો. તમે સમજી શકો છો કે રાહુલ ગાંધી, કોંગ્રેસ અને તેમના સાથી પક્ષ હિન્દુઓ વિશે શું ઈરાદો ધરાવે છે. શું આ જ વિપક્ષના I.N.D.I.A.ની સોચ છે?

અત્રે જણાવવાનું કે બેંગલુરુમાં 26 વિપક્ષી દળોએ સંયુક્ત વિપક્ષી મોરચો બનાવ્યો અને તેનું નામ I.N.D.I.A. રાખ્યું છે. આ ગઠબંધનમાં મુસ્લિમ લીગ જેવી પાર્ટીઓ પણ સામેલ છે. આ પાર્ટીના કાર્યકરોની નારેબાજીને શેર કરતા પ્રેમ શુક્લાએ વિપક્ષને સીધો સવાલ કર્યો છે.

ગઠબંધનનું પૂરું નામ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝીવ એલાયન્સ (I.N.D.I.A.) રાખવામાં આવ્યું છે. આ ગઠબંધન વિશે હાલમાં જ પીએમ મોદીએ કટાક્ષ કર્યો હતો અને તેની સરખામણી ઈન્ડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયા સાથે કરી હતી.

આ પણ વાંચો :-