Home Blog Page 1015

સંસદ પરિસરમાં AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાના માથામાં કાગડાએ ચાચ મારી, સામે આવી તસવીર

0
  • બુધવારે ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હતા. આ દરમિયાન સંસદ પરિસરમાં એક કાગડો રાઘવ ચઢ્ઢાને ચાચ મારી ગયો હતો.

બુધવારે ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હતા. આ દરમિયાન સંસદ પરિસરમાં એક કાગડો રાઘવ ચઢ્ઢાને ચાચ મારી ગયો હતો. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની વાયરલ થયેલી તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાઘવ ચઢ્ઢા કાગડાના હુમલાથી બચતા જોવા મળી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢા પર કાગડાના હુમલાની ઘટના બાદ દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આ તસવીર દરેક સાથે શેર કરી છે. દિલ્હી ભાજપે ટોણો મારતા લખ્યું છે કે – જૂઠ બોલે, કૌઆ કાટે. આજ સુધી તો માત્ર સાંભળ્યું હતું. પરંતુ આજે જોઈ પણ લીધું કે કાગડાએ ખોટાને બચકું ભરી લીધું !

સરકારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ :

મણિપુર હિંસા મુદ્દે AAP સાંસદ સંજય સિંહને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવા પર રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, મણિપુરમાં માત્ર બંધારણની કલમ ૩૫૫ અને ૩૫૬નું ઉલ્લંઘન થયું નથી. પરંતુ ત્યાં માનવતાને પણ શરમજનક સ્થિતિમાં મુકવામાં આવી છે.

તેમણે આરોપ લગાવ્યો કે સરકાર શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે. કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ બહાર ગઈ છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક મણિપુરની બિરેન સિંહ સરકારને બરખાસ્ત કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

આ પણ વાંચો :-

 

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાએ ગટગટાવ્યું…

0
  • જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાનું એસિડ ગટગટાવવાથી નિપજ્યું મોત નિપજ્યુ છે.

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવનારી મહિલાનું એસિડ ગટગટાવવાથી નિપજ્યું મોત નિપજ્યુ છે. ભોગ બનનાર સંજયભાઈની પત્નીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૃતકની પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું મોત થયુ છે.

જૂનાગઢની દુર્ઘટનામાં મૃતકના પત્નીએ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના અને એસટીપીઓ બિપીન ગામિત પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર, એસટીપીઓ અને મકાન માલિક સામે કેસ દાખલ કરવાની મૃતકની પત્નીએ માંગ કરી હતી. સોમવારે દુર્ઘટનામાં સુભાષભાઈ તન્ના, સંજયભાઈ ડાભી અને તેમના બે પુત્રના મોત થયા હતા.મૃતકના પત્ની શાકભાજી લેવા જતા સદનસીબે બચી ગયા હતા.

જૂનાગઢના દાતાર રોડ પર કડિયાવાડમાં ઈમારત ધરાશાઈ થઈ હતી જેમાં ૦૪ લોકો કાટમાળ નીચે દબાયા હતા. દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડ અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્કયુ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બે બાળક અને બે પુરૂષનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ પણ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :-

રાતોરાત સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ

0
  • બંને કિંમતી ધાતુ સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પરમ દિવસે તેજીનો માહોલ હતો અને પછી કાલે બજારમાં કડાકો જોવા મળ્યો જ્યારે આજે રાતોરાત સોનાના ભાવમાં વધી પાછો ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

બંને કિંમતી ધાતુ સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પરમ દિવસે તેજીનો માહોલ હતો અને પછી કાલે બજારમાં કડાકો જોવા મળ્યો જ્યારે આજે રાતોરાત સોનાના ભાવમાં વધી પાછો ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. શરાફા બજારમાં ગઈ કાલે સોનું કડાકા સાથે ૫૯૧૪૩ના ભાવે બંધ થયું હતું જે આજે ભારે ઉછાળા સાથે જોવા મળી રહ્યું છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  bjarates.com મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૩૯૭ રૂપિયાના વધારા સાથે ૫૯૫૪૧ રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે ૯૧૬ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ સોનું ૩૬૫ રૂપિયા ઉછળીને ૫૪૫૪૦ રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ ચાંદીમાં પ્રતિ કિલો ૩૫૯ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને હાલ ભાવ ૭૪૨૯૮ રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે.

અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

આ પણ વાંચો :-

વિદેશ જતા ગુજરાતીઓ માટે કેનેડા કરતાં પણ બેસ્ટ છે આ દેશ અને ફ્રીમાં આપે છે…

  • દર બીજા ગુજરાતી વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે હાયર એજ્યુકેશન માટે વિદેશ જાય અને પછી ત્યાં જ સેટલ થઈ જાય. વળી માતા પિતા પણ બાળકોની આ ઈચ્છાથી સહમત હોય છે.

દર બીજા ગુજરાતી વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે હાયર એજ્યુકેશન માટે વિદેશ જાય અને પછી ત્યાં જ સેટલ થઈ જાય. વળી માતા પિતા પણ બાળકોની આ ઈચ્છાથી સહમત હોય છે. તેમનું માનવું હોય છે કે બાળકો વિદેશમાં સેટલ થઈ જાય તો ભવિષ્ય સુધરી જાય. જેના કારણે વિદેશમાં વસવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અમેરિકા, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જાય છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે કેનેડા હોટફેવરિટ છે.

જાણો છો કે કેનેડા સિવાય પણ એવા દેશ છે જ્યાં ભણવું અને સેટલ થવું ભારતીય વિદ્યાર્થીઓ માટે વધારે સરળ છે? તેનું કારણ છે કે આ દેશમાં ભણવાનો ખર્ચ ખૂબ ઓછો છે. તો ચાલો આજે તમને જણાવીએ કે બાળકોને ભણવા મુકવા હોય તો કયો દેશ બેસ્ટ છે.

જર્મની :

અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાની વાત હોય તો જર્મની ટોચ પર છે. અહીંની યુનિવર્સિટીઓ અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને ફ્રી એજ્યુકેશન પણ ઓફર કરે છે. ખાસ વાત એ છે કે આ યુનિવર્સિટીઓ વૈશ્વિક રેન્કિંગમાં સારી રેટિંગ ધરાવે છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સારું શિક્ષણ મળે છે.

સ્પેન :

ભારતીય વિદ્યાર્થીઓએ સ્પેનિશ યુનિવર્સિટીમાં તેમના શિક્ષણ માટે અન્ય દેશોની સરખામણીમાં ઓછી ફી ચુકવવી પડે છે. સ્પેનમાં રહેવાનો ખર્ચ પણ પરવળે તેવો હોય છે. અહીં શિક્ષણની ગુણવત્તા પણ સારી હોય છે. પબ્લિક યુનિવર્સિટીઓ વાર્ષિક ટ્યુશન ફી આશરે ૧૦૦૦ યુરો એટલે કે આશરે ૮૫,૦૦૦ હોય છે.

ફ્રાન્સ :

ફ્રાન્સની ઘણી યુનિવર્સિટીઓમાં ફ્રી એજ્યુકેશનની ઓફર આપે છે. ક્યારેક અહીં નજીવી ટ્યુશન ફી ચુકવવી પડે છે છે. ફ્રાન્સ અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે એક સારો વિકલ્પ છે.

આ પણ વાંચો :-

તલાટી લાંચ લેતા પોલીસની સામે જ પકડાઈ જતાં નોટો ચાવી ગયો, મોંમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો તો…

0
  • મધ્યપ્રદેશના કટની જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક તલાટીએ લાંચની રકમ મોંઢામાં નાખીના ચાવી નાખી.

જણાવવામાં મળી રહ્યું છે તે પ્રમાણે, તલાટીને લોકાયુક્તની ટીમે લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જે બાદ તેણે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો અને લાંચની રકમ મોઢામાં નાખીને ગળી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, બિલહરી હળકા ગામમાં તૈનાત તલાટી ગજેન્દ્ર સિંહે ફરિયાદી ચંદન સિંહ લોધી પાસેથી જમીન કેસમાં ૪૫૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. ચંદન સિંહ લોધીએ આ અંગે લોકાયુક્ત જબલપુરને ફરિયાદ કરી હતી. આ પછી લોકાયુક્તની ટીમે સ્થળ પર પહોંચી તલાટીને લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો. પરંતુ પટવારી ગજેન્દ્રસિંહે લાંચરૂપે લીધેલી ૫૦૦-૫૦૦ની ૦૯ નોટો ચાવી નાખી હતી.

જ્યારે લોકાયુક્ત ટીમના સભ્યએ તલાટીના મોઢામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો તો તેણે તેમની આંગળીમાં બચકું ભરી લીધું હતું. આ દરમિયાન લોકાયુક્તના ૦૭ સભ્યોની ટીમે નોટો કાઢવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના મોઢામાંથી પૈસા ન નીકળતા તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ તલાટી ગજેન્દ્રસિંહે લાંચની ચાવેલી નોટો કાઢી લીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.

લોકાયુક્ત ટીમનું નેતૃત્વ કરી રહેલા કમલ સિંહ ઉઈકે કહે છે કે ફરિયાદી ચંદન લોધીની ફરિયાદ પર લાંચ લેનાર તલાટી ગજેન્દ્ર સિંહ ૪૫૦૦ રૂપિયા સાથે ઝડપાયો હતો. પરંતુ ટીમને જોઈને તેણે નોટ ખાઈ લીધી હતી. જો કે ટીમ પાસે વોઈસ રેકોર્ડિંગ સાથે અન્ય પુરાવા છે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી ગજેન્દ્ર સિંહ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

 

આ તારીખથી ભંગાર થઈ જશે આ Smartphones, શું તમારો ફોન તો નથી ને ?

0
  • જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો આ તમારા માટે મોટા સમાચાર હોઈ શકે છે. કેટલાક સ્માર્ટફોન્સ પર હવે Google સપોર્ટ કરશે નહીં. હવે સવાલ એ છે કે આ કયા ફોન છે. તો કહેવાય છે કે ગૂગલે એન્ડ્રોઈડ ૪.૪ કિટકેટ માટે એન્ડ્રોઈડ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો. તો આ એક મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે ગૂગલે કેટલાક સ્માર્ટફોન માટે એન્ડ્રોઈડ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમારો ફોન યોગ્ય રીતે કામ કરશે નહીં. તમે તેમાં કોઈપણ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો નહીં અને તમારા ડેટાની સુરક્ષા પણ શંકાના દાયરામાં આવી શકે છે. જો કે હવે સવાલ એ છે કે આ કયા ફોન છે તો કહેવાય છે કે ગૂગલે એન્ડ્રોઈડ ૪.૪ કિટકેટ માટે એન્ડ્રોઈડ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કિટકેટ એન્ડ્રોઈડ વર્ઝન વર્ષ ૨૦૧૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આનો અર્થ એ છે કે જો તમારો સ્માર્ટફોન કિટકેટ અથવા તેના પહેલાના એન્ડ્રોઈડ વર્ઝન પર આધારિત છે તો ગૂગલ તેનો સપોર્ટ બંધ કરી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો ગૂગલ સિસ્ટમ લગભગ ૧૦ વર્ષ જૂના સ્માર્ટફોન પર કામ કરશે નહીં. અહેવાલો અનુસાર આ સ્માર્ટફોન્સમાં ૦૧ ઓગસ્ટથી સમગ્ર દેશમાં Google સપોર્ટ બંધ થઈ શકે છે.

રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, હાલમાં માત્ર ૦૧% એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને ટેબ્લેટ એન્ડ્રોઈડ કિટકેટ એન્ડ્રોઈડ સિસ્ટમ પર આધારિત છે. આ સ્માર્ટફોન પર ગૂગલ પ્લે સર્વિસ સપોર્ટ કરશે નહીં.

સુરક્ષિત રહેશે નહીં

જ્યારે Google Play સપોર્ટ બંધ થઈ જાય છે. ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે. આ ફોન ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે નહીં. આવી સ્થિતિમાં ફોનને બદલવાનો એકમાત્ર વિકલ્પ છે.

આ પણ વાંચો :-

 

 ઢગલો પૈસા છે પણ આ શહેરમાં કોઈ જવા તૈયાર નથી ! ન જવા પાછળનું કારણ જાણો 

  • નોરિલ્સ્ક એ રશિયાનું સૌથી ઉત્તરનું શહેર છે. તે પૂર્વી રશિયાના સાઈબિરીયાના ક્રાસ્નોયાર્સ્ક ક્રાઈ પ્રદેશમાં સ્થિત છે. ત્યાંની હાલત એટલી ખરાબ છે કે ત્યાં એક રસ્તો પણ જતો નથી.

જો તમને પૂછવામાં આવે કે તમે પૈસા માટે શું કરી શકો છો ? મોટાભાગના લોકોનો જવાબ કંઈપણ હશે. પરંતુ જો તમને પૂછવામાં આવે કે રાસાયણિક વરસાદ, શૂન્યથી ઓછું તાપમાન અને હાનિકારક ગેસો સાથે ૪૫ ‘દિવસ’ અંધારામાં રહેવાનું કહેવામાં આવે તો શું? તો તમારો જવાબ શું હશે? આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ઓછા પૈસામાં સારી જગ્યાને પ્રાધાન્ય આપશે. પરંતુ એક શહેર એવું છે જ્યાં લોકો આ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ રશિયાના નોરિલ્સ્ક શહેરની. આ શહેરને વિશ્વનું ‘મોસ્ટ ડિપ્રેસિંગ સિટી’ કહેવામાં આવે છે.

નોરિલ્સ્કએ રશિયાનું સૌથી ઉત્તરનું શહેર છે. તે પૂર્વી રશિયાના સાઈબિરીયાના ક્રાસ્નોયાર્સ્ક ક્રાઈ પ્રદેશમાં સ્થિત છે. ત્યાંની હાલત એટલી ખરાબ છે કે ત્યાં એક રસ્તો પણ જતો નથી. શહેરમાં અને ત્યાંથી માત્ર એક ફ્રેટ લાઈન ચાલે છે. આ શહેર હવાઈ માર્ગે પણ જોડાયેલું છે. પરંતુ આ શહેરમાં જવાની હિંમત બહુ ઓછા લોકો કરે છે.

કઠોર પરિસ્થિતિઓ હોવા છતાં આ શહેર આશરે 170,000 લોકોનું ઘર છે. નોરિલ્સ્કમાં મોટાભાગના લોકોની સરેરાશ માસિક આવક US$986 છે. આ રશિયનોની સરેરાશ માસિક આવક (US$739) કરતાં ઘણું વધારે છે. આ શહેર પૃથ્વી પર નિકલ-કોપર-પેલેડિયમના સૌથી મોટા થાપણની નજીક આવેલું છે. આ ખનિજોના નિષ્કર્ષણમાંથી શહેર તેના પૈસા કમાય છે. શહેરના મોટાભાગના લોકો નોરિલ્સ્ક નિકલ માટે કામ કરે છે.

પ્રદૂષણને કારણે નોરિલ્સ્કમાં વહેતી ડુલ્ડિકેન નદીનો રંગ ઘેરો લાલ થઈ ગયો છે. નદીમાં વહેતા પાણીનો રંગ અગાઉ પણ વિચિત્ર હતો. ધીમે ધીમે તે ઘટ્ટ લાલ થઈ ગયો. જ્યારે તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે મોટી ફેક્ટરીઓના કારણે નદીના પાણીનો રંગ લાલ થઈ ગયો છે. નિકલ પ્લાન્ટમાંથી ૨૦ લાખ ટનથી વધુ ઝેરી ગેસ છોડવામાં આવે છે. આ રાસાયણિક વરસાદ અને પ્રદૂષિત જળાશયોમાં પરિણમે છે. જેના કારણે રહેવાસીઓના જીવન પર અત્યંત વિપરીત અસર પડી રહી છે. એટલું બધું કે નોરિલ્સ્કમાં વ્યક્તિનું સરેરાશ આયુષ્ય ૫૯ વર્ષ છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૬૯ વર્ષ છે.

આ પણ વાંચો :-

 

પાકિસ્તાનમાં અંજૂએ નસરુલ્લા સાથે કર્યા નિકાહ અને ભારતમાં છલકાયું પિતાનું દર્દ કહ્યું…

0
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મિત્રતા કર્યા પછી યુપીના કેલરની રહેવાસી અંજુ તેના કથિત મિત્ર નસરુલ્લાને મળવા પાકિસ્તાન ગઈ હતી.

જો કે અંજુ કાયદેસર રીતે વિઝા લઈને પાકિસ્તાન ગઈ હતી. પરંતુ હવે તેણે ત્યાં પોતાનો ધર્મ બદલીને તેના જ મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કર્યા. અંજુએ પણ પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું. દીકરીના આ કૃત્યથી અંજુના પિતાનું દર્દ છવાઈ ગયું છે.

અંજુ ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાને મળવા પાકિસ્તાન ગઈ ત્યાં ધર્મ બદલીને તેની સાથે લગ્ન કર્યા. અંજુએ હવે પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. દીકરીના આ પગલાથી તેના પિતાનું દર્દ છવાઈ ગયું છે. અંજુના પિતાએ કહ્યું કે હવે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી અને તે તેના માટે મરી ગઈ છે.

મધ્યપ્રદેશના ટેકનપુરમાં રહેતા તેના પિતાએ કહ્યું, “તે અમારા માટે મૃત્યુ પામી છે.” તેણે કહ્યું, ‘મને કંઈપણ ખબર નથી, હવે તેની સાથે કોઈ લેવાદેવા નથી તે જે ઈચ્છે તે કરી શકે છે. દીકરીના પાકિસ્તાન જવાના સવાલ પર પિતાએ કહ્યું કે હું તેના મનની વાત શું સમજીશ, મેં તેની સાથે એક વર્ષથી વાત કરી નથી.

તેણે કહ્યું, જે છોકરીએ તેના બાળકોને છોડી દીધા છે તેની સાથે અમારો સંબંધ પૂરો થઈ ગયો છે. પતિને છોડી દીધો સાથે સાથે પોતાનાં સંતાનોને છોડી ગયેલી દીકરી સાથે મારે કોઈ સંબંધ કેવી રીતે રાખી શકાય. બીજી તરફ તેના વિઝાની મુદત પૂરી થયા પછી દેશમાં પરત ફરવાના પ્રશ્ન પર અંજુના પિતાએ કહ્યું કે વિઝા પૂરો થાય છે કે તે પોતે જ ખત્મ થઈ જાય છે. મારે હવે તેની સાથે કોઈ લેવાદેવા નથી.

પિતાએ કહ્યું, ‘જો તેણીએ આ બધું કરવું હતું, તો તેણે પહેલા છૂટાછેડા લઈ લેવા જોઈતા હતા, તે બધું અહીંથી કરીને જતી. તેણે તેના પતિની અને તેના બે બાળકોની પણ જિંદગી બગાડી છે. હવે તેના ૧૪ વર્ષના પુત્ર અને ૫ વર્ષની પુત્રીના ઉછેરની જવાબદારી કોણ લેશે.

પાક મીડિયાના અહેવાલ મુજબ અંજુએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. ધર્મ બદલ્યા પછી અંજુનું ઇસ્લામિક નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. લગ્ન જિલ્લા કોર્ટમાં થયા હતા અને અંજુએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો. મલાકુંડ ડિવિઝનના ડીઆઈજી નાસિર મેહમૂદ દસ્તીએ અંજુ અને નસરુલ્લાના લગ્નની પુષ્ટિ કરી હતી. બંનેના લગ્ન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ડીઆઈજી માલકુંડની કોર્ટમાં થયા હતા. ત્યારબાદ અંજુને પોલીસ સુરક્ષામાં ઘરે લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ભૂલથી પણ આ નંબર પરથી કોલ આવે તો ઉપાડશો નહીં, ઉડી જશે બધા પૈસા

0
  • કૌભાંડમાં લોકોને વોટસએપ પર કોલ આવી રહ્યા છે અને લોકો આ કૌભાંડમાં ફસાઈ રહ્યા છે. આ સ્કેમર્સ +92 કન્ટ્રી કોડથી શરૂ થતા ફોન નંબર ધરાવતા લોકો સુધી પહોંચે છે અને તેમને મફત iPhones અને Appleના અન્ય ઉત્પાદનો ઓફર કરીને લોકોને કૌભાંડમાં ફસાવી રહ્યા છે.

ભારતમાં ઓનલાઈન કૌભાંડો સતત વધી રહ્યા છે. સ્કેમર્સ લોકોની મહેનતની કમાણી ચોરી કરવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. તાજેતરમાં જ યુટ્યુબ કૌભાંડ, OTP કૌભાંડ, વર્ક ફ્રોમ હોમ સ્કેમ સામે આવ્યા હતા. હવે વધુ એક ઓનલાઈન કૌભાંડ હેડલાઈન્સમાં આવ્યું છે.

આ કૌભાંડમાં લોકોને વોટસએપ પર કોલ આવી રહ્યા છે અને તેઓ આ કૌભાંડમાં ફસાઈ રહ્યા છે. આ સ્કેમર્સ +92 કન્ટ્રી કોડથી શરૂ થતા ફોન નંબર ધરાવતા લોકો સુધી પહોંચે છે અને તેમને મફત iPhones અને Appleના અન્ય ઉત્પાદનો ઓફર કરીને તેમના કૌભાંડમાં ફસાવી રહ્યા છે.

અમદાવાદથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ Instagram પર એક કૌભાંડીના લીધે 7 લાખ રૂપિયા ગુમાવ્યા. સ્કેમરે તેને મફત iPhone 14 આપવાનું વચન આપ્યું હતું. સ્કેમરે પીડિતને એપ પર મેસેજ મોકલ્યો, ‘અભિનંદન! તેના મોટા ભાઈ અને નાના ભાઈ પાસેથી મફત iPhone 14 જીત્યો છે. તમારે માત્ર 3 હજાર રૂપિયાની નાની રકમ ચૂકવવી પડશે. આપેલ નંબર પર ચુકવણી કરવા માટે UPI નો ઉપયોગ કરો.

પેમેન્ટ કર્યા બાદ પીડિતા એકદમ ખુશ હતી અને iPhone 14ની રાહ જોઈ રહી હતી. બીજા જ દિવસે છેતરપિંડી કરનારે ફરી તેનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેનો આઈફોન ડિલિવરી થવાનો છે અને પાર્સલ સુરત એરપોર્ટ પર આવી ગયું છે. ત્યારબાદ સ્કેમરે ડિલિવરી માટે 8,000 રૂપિયાની માંગણી કરી. પીડિતાએ તરત જ પેમેન્ટ કર્યું. ઘણા દિવસો સુધી રાહ જોયા પછી પણ કંઈ થયું નહીં.

સૌથી ખરાબ ત્યારે થયું જ્યારે તેણે પોતાનું બેંક એકાઉન્ટ ચેક કર્યું. જાણવા મળ્યું કે થોડા દિવસોમાં તેના ખાતામાં 6.76 લાખની છેતરપિંડી થઈ હતી. પીડિતાએ જાણ થતાં જ સ્કેમરને ફોન કર્યો તો તે બંધ હતો. તમને જણાવી દઈએ કે, પીડિતાએ સ્કેમરને તેના બેન્કની વિગતો પણ શેર કરી હતી.

+92થી કોલ્સ આવી રહ્યા છે. +92એ પાકિસ્તાન માટે દેશનો કોડ છે, અને એવા અહેવાલો છે કે સ્કેમર્સ ભારતીય નાગરિકોને નિશાન બનાવવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે. પરંતુ મહેરબાની કરીને જણાવી  દઈએ કે કોલ પાકિસ્તાનથી નથી આવી રહ્યા. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

કરોડપતિ નબીરાની બહેનપણીઓ ગળાનો ગાળિયો બની : જોડે હતા એ…..

0
  • અમદાવાદમાં અકસ્માત સર્જનાર તથ્ય પટેલને કડક સજા મળે તે માટે તંત્ર દ્વારા તમામ પૂરાવા ભેગા કરવામાં આવી રહ્યાં છે. જગુઆર કંપનીનો રિપોર્ટ અને એફએસએલનો રિપોર્ટમાં જે ખુલાસા થયા છે તેનાથી લાગી રહ્યું છે કે તથ્ય પટેલની અકસ્માતમાં મોટી ભૂલ હતી.

ગુજરાતમાં હાલમાં સૌથી ચર્ચાસ્પદ કોઈ કેસ હોય તો તથ્ય પટેલનો છે. પોલીસ માટે આબરૂનો સવાલ છે કારણ કે આ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓ પણ મોતને ભેટ્યા છે. પોલીસ આ કેસમાં દાખલો બેસાડવા માગે છે. સરકારે પણ લીલીઝંડી આપી દેતાં પોલીસ નાનામાં નાની ઘટના મામલે ચોક્સાઈ પૂર્વક પૂરાવા ઉભી કરી રહી છે.

આ કેસ હવે મીડિયા ટ્રાયલ બની ગયો છે. ઈસ્કોન બ્રિજ પર ૧૪૨ની ઝડપે બેફામ જેગુઆર કાર હંકારીને ૯ લોકોને મોતના મુખમાં ધકેલનાર આરોપી તથ્ય પટેલ સાથે કારમાં બેઠેલી 3 યુવતી અને બે યુવકોએ મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ નિવેદન આપ્યાં છે. આરોપી તથ્ય પટેલના મિત્રો જ તાજના સાક્ષી બનતાં તેની સામેનો કેસ વધુ મજબૂત બન્યો છે.

કોઈ વ્યક્તિ તાજના સાક્ષી બને ત્યારે મુખ્ય આરોપી સામેનો કેસ વધુ મજબુત બનતો છે. સીઆરપીસીની કલમ ૧૬૪નું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવે છે. જેમા મેજિસ્ટ્રેટ તાજના સાક્ષીને સવાલ કરે છે આ સાથે તે વાતની પુષ્ટી કરે છે કે આ નિવેદન આપવા તૈયાર છો એમાં પોલીસના ડર અને ભયથી નિવેદન આપતા નથી ને? તેમજ કોઈ ધમકી, લાલચ કે પ્રલોભનને આધારે તો તાજના સાક્ષી બનવા માંગો છો.

નિવેદન નોંધવામાં આવે ત્યારે તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે તાજના સાક્ષી બનનારને મેજિસ્ટ્રેટ દ્વારા સમજ આપવામાં આવે છે કે તમે આપેલા નિવેદનોમાંથી કાર્યવાહી દરમિયાન ફરી ગયા તો તમારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે. કોઈ કેસમાં તાજના સાક્ષી ફરી જાય તો જે મેજિસ્ટ્રેટે નિવેદન નોંધ્યું હોય તેમની કોર્ટમાં જુબાની લેવામાં આવે છે.

આથી સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ નિવેદન આપી તાજના સાક્ષી કોઇ બને તો કેસમાં ગુનો સાબિત કરવામાં મહત્ત્વનું નિવેદન ગણાય છે. હવે આ કેસમાં તથ્ય પટેલની બેહનપણીઓ અને મિત્રો જ પોલીસના તાજના સાક્ષી બની જતાં તથ્ય પટેલ સામે પોલીસનો કેસ અતિ મજબૂત બન્યો છે. જે તથ્ય પટેલ પોતાની ગાડીમાં લઈને ફરતો હતો એ જ મિત્રો તથ્ય માટે મુસિબતનું કારણ બન્યા છે.

આ પણ વાંચો :-