Home Blog Page 1003

જૂની લોન ચૂકવી શકતા નથી અને લેવી છે નવી લોન, તો જાણો કેવી રીતે કરશો એપ્લાય

0
  • જો તમે પાછલી લોન ચૂકવવામાં સક્ષમ નથી અને નવી લોન લેવા માંગો છો. તો થોડા સમય પછી તમે તેના માટે અરજી કરી શકો છો. પરંતુ આ દરમિયાન તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

જો તમે બેંક પાસેથી લોન લીધી છે અને તેને ચૂકવવામાં અસમર્થ છો. તો બેંક તમને ડિફોલ્ટર ગણશે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. બેંક પહેલા તેની માહિતી ક્રેડિટ બ્યુરોને આપે છે. જો તમે ડિફોલ્ટ કરશો તો તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થઈ શકે છે. ઉપરાંત તમારી વિશ્વસનીયતા લાંબા ગાળે પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં પૈસાની સમસ્યા ઊભી થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ લોન માટે અરજી કરે છે. તો તેની યોગ્યતા તપાસ્યા પછી બેંક તેની ક્રેડિટ હિસ્ટ્રી તપાસે છે. જો ક્રેડિટ હિસ્ટ્રી સારી હોય તો બેંક તરત જ લોન મંજૂર કરે છે. પરંતુ જો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો લોન લેવી તમારા માટે પડકારરૂપ બની શકે છે. મૂળભૂત રીતે તેના પરિણામો અલગ અલગ હોઈ શકે છે. જો તમે સુરક્ષિત લોન પર ડિફોલ્ટ કરો છો તો નાણાકીય સંસ્થાને તમારી બાકી રકમ વસૂલવા માટે હરાજી કરવાનો અધિકાર છે.

તો બીજી તરફ જો કોઈ વ્યક્તિ પર્સનલ લોનની ચુકવણીમાં વિલંબ કરે છે અથવા ડિફોલ્ટ કરે છે, તો તેનો ક્રેડિટ સ્કોર ખરાબ થશે. જેના કારણે તેને લોન અથવા ક્રેડિટ કાર્ડ વગેરે જેવી નાણાકીય પ્રોડક્ટ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડશે.

એવામાં પ્રથમ પગલું ધિરાણકર્તાઓ સાથે વાટાઘાટો કર્યા પછી તમારા લેણાંની પતાવટ કરવી જોઈએ. બીજી બાજુ જો તમે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરો છો અને લોનની ચુકવણીમાં થોડો સમય લાગી શકો છો. તો તમારો ક્રેડિટ સ્કોર સારો થઈ શકે છે અને આ દરમિયાન તમે લોનની ચુકવણી કરીને ફરીથી લોન માટે અરજી કરી શકો છો.

ક્યારે ફરીથી લોન માટે કરી શકો છો એપ્લાય :

જો તમે લોન લીધી હતી અને હવે તમે ડિફોલ્ટ થયા છો. તો નવી લોન માટે અરજી કરતા પહેલા વધુ રાહ જુઓ. આ કિસ્સામાં તમે કોઈપણ બાકી લોન પર સમયસર ચૂકવણી કરીને તમારી બાકી લોન બેલેન્સમાં ઘટાડો કરીને અને જવાબદાર નાણાકીય વ્યવહાર પ્રદર્શન કરીને તમારા ક્રેડિટ સ્કોરને સુધારી શકો છો. જેમ જેમ સમય જતાં તમારો ક્રેડિટ સ્કોર સુધરતો જાય છે. તેમ ધિરાણકર્તા તમારી લોન અરજી પર વિચાર કરી શકે છે.

ડિફોલ્ટર થતાં શું કરવું જોઈએ :

જો તમે લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા છો તો તે મહત્વનું છે કે તમે તમારા ક્રેડિટ ઇતિહાસને સુધારવાનો પ્રયાસ કરો. એકવાર તમારો ક્રેડિટ સ્કોર સુધરે, ધિરાણકર્તા તમને લોન આપવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

BIGG BOSS OTT 2 માં ઉર્ફી જાવેદની એન્ટ્રી : ચોંકી ગયા ઘરના લોકો, એલ્વિશ યાદવે કહ્યું આમના માટે

  • BIGG BOSSના ઘરમાં અચાનક ઉર્ફી જાવેદની એન્ટ્રી થઈ હતી. ઉર્ફીને જોઈને ઘરના લોકો ચોંકી ઉઠ્યા હતા. એલ્વિશ યાદવે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તે ઉર્ફી જાવેદ માટે આઉટફિટ ડિઝાઈન કરવા માંગે છે.

BIGG BOSS OTT સિઝન 1નો ભાગ રહેલી ઉર્ફી જાવેદે હાલમાં જ સીઝન ૨માં સ્પેશિયલ અપીયરન્સ કર્યું. ઉર્ફી જાવેદની ઘરમાં એન્ટ્રીથી ઘરના લોકો ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા હતા. ઘરના બધા સદસ્યોનું વર્તન ઉર્ફી પ્રત્યે અલગ અલગ રહ્યું. જ્યાં પૂજા ભટ્ટે ઉર્ફી જાવેદને લેજેન્ડ કહ્યું ત્યાં જ બેબિકા ઘુરવે એક ટાઈટ હગની સાથે તેનું વેલકમ કર્યું. ઉર્ફી જાવેદ અને એલ્વિશ યાદવની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ રહી હતી.

એલ્વિશ યાદવે કહ્યું કે તે ઉર્ફી જાવેદના માટે આઉટફિટ ડિઝાઈન કરવા માંગે છે. ઘરમાં વાતચીત વખતે ઉર્ફી જાવેદે કહ્યું, “કદાચ બિગ બોસ મારાથી ઈંસ્પાયર થઈ ગયા છે. કદાચ એટલા માટે રિસાઈક્લિંદની થીમ અહીં જોવા મળી રહી છે. જે રીતે હું મારા કમાલના આઉટફિટ તૈયાર કરુ છું.” મહત્વનું છે કે ઉર્ફી કોઈ પણ વસ્તુથી આઉટફીટ તૈયાર કરવાને લઈને ચર્ચામાં રહે છે.

બાદમાં જ્યારે ઉર્ફી જાવેદ એલ્વિશ યાદવને મળી અને તેને પુછ્યું કે તે તેના માટે કયું આઉટફિટ ડિઝાઈન કરવા માંગે છે તો એલ્વિશે જવાબ આપ્યો, “હું ડ્રેસ બનાવવા માંગુ છું.” ઉર્ફીએ એલ્વિશને કહ્યું, “એવું નથી કે હું ડ્રેસ નથી પહેરતી, હું મારા શરીરને લઈને ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ કરૂ છું અને હું જે પણ કંઈ પહેરું છું તે પહેરવું મને પસંદ છે.”

ઉર્ફી જાવેદે સ્પેસિફાઈ કર્યું કે જો એલવિશ તેના માટે કંઈક ડિઝાઈન કરે તો તે ગ્રીન કલરનો ડ્રેસ હોવો જોઈએ. તેણે પ્રોમિસ કર્યું કે તે ફાઈનલ એપિસોડમાં તેને પહેરશે.

આ પણ વાંચો :-

જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો

0

જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો

  • ગાંધીનગરના જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે થયેલ ભુસ્ખલનને કારણે ફસાયા છે.

જય અંબે પરિવારના સભ્યો ચારધામ યાત્રાના પ્રવાસે ગયા છે. પરંતુ ઋષિકેશથી ૪૦ કિલોમીટર દૂર ભુસ્ખલન થતા રોડ બંધ થયો છે.

ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો

૨૧ જેટલા સભ્યો અટવાયા છે. તો પરિવારના અન્ય સભ્યો સહી સલામત ઋષિકેશ પહોંચ્યા છે.
ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
ગાંધીનગરઃ જય અંબે પરિવારના સભ્યો ઋષિકેશ પાસે ભુસ્ખલનને કારણે ફસાયા, જુઓ તસવીરો
આ પણ વાંચો :-

ચાલુ બસમાં જ મહિલાઓ બાખડી પડી, છૂટા હાથે મારામારી

0
  • ચાલુ બસમાં જ મહિલાઓ વચ્ચે બબાલ, મહિલાઓ છૂટા હાથે મારામારી કરતી જોવા મળી.

બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારીની ઘટનાઓ સામાન્ય રીતે સામે આવતી હોય છે. પરંતુ સુરતમાં મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં બીઆરટીએસ બસમાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. ચાલુ બસમાં જ મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી અને જોત જોતાં જ મહિલાઓ વચ્ચે મારમારીના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે કેટલીક મહિલાઓ મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાઓ બેફામ રીતે છૂટાહાથે મારામારી કરતી જોવા મળી હતી.

સુરતના ચાલુ બીઆરટીએસ બસની આ ઘટના છે. જ્યાં કોઈ મુદ્દે મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતાં જ મમાલો વળસ્યો હતો અને મહિલાઓ બેકાબૂ બની હતી. મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી અને લાફા મારતી જોવા મળી હતી. ઘટનાને પગલે બસમાં જાણે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. અન્ય પેસેન્જર્સે પણ તેમને છોડાવવાના પ્રયાસ કર્યા હતા.

મહિલાઓ વચ્ચે મારામારીની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. વીડિયો પરથી મહિલાઓના બે ગ્રુપ વચ્ચે બબાલ થઈ હોવાનું કહી શકાય છે. જ્યાં બન્ને ગ્રુપની મહિલાઓએ છૂટા હાથે મારામારી કરી રહી છે. જો કે કેટલીક મહિલાઓ દ્વારા તેમને છૂટા પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે ક્યાં કારણોસર મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. તે જાણી શકાયું નથી.

આ પણ વાંચો :-

 

 

સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, પોલીસનો નથી રહ્યો ડર, BRTS ટ્રેક પર બનાવી રીલ્સ

0
  • આજકાલના યુવકોમાં રિલ્સનો નશો તો એવો ચડયો છે કે તેઓ લોકોના જીવની પણ પરવાહ નથી કરતા. ગમે ત્યારે ગમે ત્યાં રિલ્સ બનાવવા લાગે છે. જો આ રિલ્સના શોખીનો પર કાયદાનો કંટ્રોલ નહીં લાવવામાં આવે તો આ રિલ્સ કોઈના જીવ લઈ લેશે.

રાજ્યના યુવાધનમાં ચડેલો રિલ્સનો નશો બીજા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે તેમ છે. સૌથી પહેલાં સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરના આ ૩ દ્રશ્યો જુઓ. સુરતમાં નબીરાઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેની સાબિતી પુરતા આ દ્રશ્યો છે. જેમાં એક જગ્યાએ મોપેડ પર ૪ સવારી લોકો જઈ રહ્યા છે. તો બીજી તરફ જીપ પર ઉભા રહીને બે યુવકો રિલ્સ બનાવી રહ્યા છે. જ્યારે ત્રીજા વીડિયોમાં તો યુવકો જોખમી રીતે brts રૂટમાં જ રિલ્સ બનાવી રહ્યા છે.

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જેમાં લોકોની માત્ર લાઈક્સ અને કમેન્ટ મેળવવા માટે આવા લોકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. જોખમી સ્થળો પર કઈપણ વિચાર્યા વગર જ આ લોકો રિલ્સ બનાવવા લાગે છે. પોતાના જીવની તો ચિંતા નથી કરતા સાથે જ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકે છે.

આ વીડિયો સુરતનાં સરથાણા વિસ્તારનો છે. જેમાં બે લબરમુછિયા યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. એક યુવક ખુલ્લી જીપ ચલાવી રહ્યો છે. જ્યારે બીજો યુવક જીપના બોનેટ પર ચડીને રિલ્સ બનાવી રહ્યો છે. એટલું જ નહીં આ લોકો જાહેર રસ્તા ઉપર પણ આવી જ રીતે વીડિયો બનાવતા નજરે પડયાં. આ વીડિયો અંગે સરથાણા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના આ લોકોએ તો રિલ્સ બનાવવામાં હદ જ કરી દીધી. BRTS રૂટ પર બનેલી રેલિંગ પર બે યુવકો ચડી ગયા. અને ત્રીજો યુવક BRTS રૂટમાં મોબાઈલ હાથમાં લઈને વીડિયો બનાવી રહ્યો છે. જ્યાં આ લોકો રિલ્સ બનાવી રહ્યા છે, તેની બાજુમાં જ ચેતવણીનું બોર્ડ છે. જેમાં સ્પષ્ટ લખ્યુ છે કે રસ્તો સાવધાની પૂર્વક પસાર કરવો. તેમ છતાં રિલ્સ બનાવવામાં ભાન ભૂલેલા આ યુવકોને કોઈ ફર્ક પડતો નથી અને તેઓ બિંદાસપણે BRTS રૂટમાં રિલ્સ બનાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

દાદાએ પૌત્ર માટે ચાઈનીઝ રમકડું ખરીદ્યુ, અને બીજા જ દિવસે તૂટ્યું, કોર્ટમાં પહોંચ્યો મામલો

0
  • કોર્ટે કહ્યું કે રમકડા પર ભારતીય બજાર ગેરેન્ટી આપી શકે નહિ. તેમજ ખરીદનાર અને ગ્રાહક વચ્ચે થયેલા આર્થિક વ્યવહારને ધ્યાનમાં રાખીને કારની ખરીદ કિંમત પરત આપવા આદેશ કર્યો.

ચાઈનીઝ વસ્તુઓ ખરીદતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ૧૬ હજારનું ચાઈનીઝ રમકડું ખરીદીને ૨૪ કલાકમાં તૂટી જ જતા ગ્રાહકે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ગ્રાહક કોર્ટમાં અરજી કરતા કોર્ટે એવી ટકોર કરી કે, ચાઈનીઝ રમકડા પર ભારતીય બજાર ગેરેન્ટી આપી શકે નહિ.

બન્યું એમ હતું કે અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા દુષ્યંત તનેજાએ તેમના પૌત્ર માટે ચાઈનીઝ બનાવટની ૧૬ હજારની કિંમતની ઈલેક્ટ્રીક અને બેટરીવાળી બાઈક ખરીદી હતી. મોંઘીદાટ ઈલેક્ટ્રીક બાઈક ખરીદ્યાના ૨૪ કલાકમાં જ તે તૂટી ગઈ હતી. કાર પર ૦૭ વર્ષની વોરંટી હોવાછી તેઓ કાર બદલવા ગયા હતા. પરંતુ દુકાનદારે તેમને ન તો કાર બદલી આપી ન તો રિફંડ આપ્યુ. તેથી તેઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

તેમજી અરજી પર ગ્રાહક કોર્ટે ટકોર કરી કે, ચાઈનીઝ બનાવટના રકમડા હોવાથી ભારતીય બજાર તેની ગેરેન્ટી નથી આપતું. ચાઈનીઝ રમકડાની અંદર કયા સ્પેરપાર્ટસ છે, તેના પર વોરંટી છે કે નહિ તેના અંગે વોરંટી કાર્ડ પર સૂચના લખઈ હોય તો તે વાંચ્યા વગર મોંઘા રમકડા ખરીદવા છતા તેના પર વળતર મળતુ નથી. બેટરી સંચાલિત કારના છુટા સ્પેરપાર્ટસ જુદા હોવાથી તે તૂટી જાય છે. તેથી તેનુ વળતર ચૂકવી શકાય નહિ. બેટરીને લઈને કોઈ સમસ્યા હોય તો જ તેનુ વળતર મળે.

કોર્ટે કહ્યું કે રમકડા પર ભારતીય બજાર ગેરેન્ટી આપી શકે નહિ. તેમજ ખરીદનાર અને ગ્રાહક વચ્ચે થયેલા આર્થિક વ્યવહારને ધ્યાનમાં રાખીને કારની ખરીદ કિંમત પરત આપવા આદેશ કર્યો છે.

ભૂલ કોની :

દુષ્યંત તનેજાએ પોતાના પૌત્રને જન્મદિવસ પર આ કાર ગિફ્ટ આપી હતી. જેને ૧૬ હજારમાં ખરીદાઈ હતી. કારની બનાવટ ચાઈનીઝ છે. જેમાં કારની વોરન્ટી ૦૭ વર્ષની અને બેટરીની ૪ વર્ષની છે. ચાઈનીઝ રમકડા પર સૂચના લખાયેલી હતી કે ૧૨ વર્ષ અને ૩૫ કિલોથી વધુના વજનના લોકોએ તેના પર બેસવુ નહિ. તેમના પૌત્રનું વજન ૨૨ કિલો છે. તે કાર પર બેસતા બીજા જ દિવસે તેનું સ્ટીયરિંગ તૂટી ગયું હતું. કારની સીટ પણ તૂટી ગઈ હતી

આ પણ વાંચો :-

 

Mahindra Thar : મહિન્દ્ર થારના શોખીનો માટે ખુશખબર, આ તારીખે ઈલેક્ટ્રિક થાર પરથી ઉઠશે પડદો

0
  • ઓટો મેકર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બહુ જલદી મહિન્દ્રા થાર ઈલેક્ટ્રિક (Mahindra Thar Electric) પરથી પડદો ઉઠાવશે. થારનો કોન્સેપ્ટ EV 4X4 સેટ અપ હશે. કોન્સેપ્ટ ઈવીમાં ક્રેબ સ્ટીયર કે ક્રેબ વોક ક્ષમતા સાથે ક્વાડ-મોટર સેટઅપ હોવાની આશા છે.

ઓટો મેકર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બહુ જલદી મહિન્દ્રા થાર ઈલેક્ટ્રિક (Mahindra Thar Electric) પરથી પડદો ઉઠાવશે. થારનો કોન્સેપ્ટ EV 4X4 સેટ અપ હશે. કોન્સેપ્ટ ઈવીમાં ક્રેબ સ્ટીયર કે ક્રેબ વોક ક્ષમતા સાથે ક્વાડ-મોટર સેટઅપ હોવાની આશા છે. એસયુપી બહુ ઓછી જગ્યામાં પણ ઘૂમી શકે છે. આ સાથે જ તે ૩૬૦ ડિગ્રી ઘૂમી શકે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧૫ ઓગસ્ટના રોજ મહિન્દ્રા થાર ઈલેક્ટ્રિક પરથી પડદો ઉઠાવશે. ઈલેક્ટ્રિક થારની કિંમત અને લોન્ચ ડેટની ડીટેલ હજુ બહાર પાડવામાં નથી આવી. કંપની ઈલેક્ટ્રિક થાર માટે નવા ઈવી પ્લેટફોર્મને વિક્સિત કરશે. અત્રે જણાવવાનું કે મહિન્દ્રાએ આ વર્ષની શરૂઆતમાં મહિન્દ્રા થારની નવી રેન્જની રજૂઆત કરી હતી. તેની શરૂઆત એક્સ શોરૂમ કિંમત ૯.૯૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Mahindra Thar અલગ અલગ એન્જિનના ઓપ્શનમાં આવે છે. આ કાર પેટ્રોલ અને ૨ ડીઝલ એન્જિન ઓપ્શનમાં મળે છે. કંપનીએ આ કારમાં ૨.૦ લીટરનું પેટ્રોલ એન્જિન આપ્યં છે. જે ૬ સ્પીડ મેન્યુઅલ અને ૬ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમીશન સાથે આવે છે. આ એન્જિન ૧૫૨ પીએસની મેક્સિમમ પાવર અને ૩૦૦-૩૨૦ નો ટોર્ક જનરેટ કરે છે.

જ્યારે ડિઝલ વેરિએન્ટની વાત કરીએ તો ૧.૫ લીટર ડીઝલ એન્જિન ૧૧૨ પીએમસનો મેક્સિમમ પાવર અને 300nM નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે ૬ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. આ ઉપરાંત એક ૨।૨ લીટરનું ડીઝલ એન્જિન વેરિએન્ટ પણ છે. ૧૩૨ પીએમનો પાવર અને 300 nM નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં ૬ સ્પીડ મેન્યુઅલ અને ૬ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમીશન મળે છે.

આ પણ વાંચો :-

ISKCON Bridge Case : તથ્ય પટેલે કોર્ટમાં શું કરી અરજી, જાણીને ચોંકી જશો

0
  • તથ્ય પટેલે ૧૯મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં ૦૯ લોકોને જીવતા કચડી નાખ્યા હતા.

શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જેગુઆર કારથી અકસ્માત સર્જી ૦૯ લોકોના જીવ લેનારા તથ્ય પટેલે મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે જેલમાં પોતાના ભણતરની વ્યવસ્થા કરવા અને ઘરનું ભોજન આપવા માંગ કરી છે. આગામી દિવસો કોર્ટ આ મુદ્દે નિર્ણય લેશે. તથ્ય પટેલને જેલમાંથી આજે કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતુ કેસને લગતા ડોક્યુમેંટ આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે તેથી તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

તથ્ય પટેલની આંખોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા વિવિધ પાસા અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે તથ્ય પટેલની આંખોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે તથ્ય પટેલની આંખોમાં કોઈ ખામી ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. તથ્ય પટેલનો આઈ વિઝન ટેસ્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે.

તથ્ય પટેલે ૧૯મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં ૯ લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ૧૪૦ કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા.

જોકે તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે ૧૭૦૦ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર ૧૦ દિવસની અંદર ૯ લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં ૫૦ લોકોના પોલીસને નિવેદન લીધા હતા.

અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધરાતે સર્જાયેલા અકસ્માત મામલે ઈસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં ૯ લોકોના મોત નીપજ્યા હતા.

જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ આ કેસમાં કારચાલક તથ્યનો આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ૯ લોકોના મોતના આરોપીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

શરીર માટે ‘અમૃત’ સમાન છે આ શાકભાજી, માર્કેટમાં માત્ર ૦૪ મહિના જ આપે છે દેખાડો

  • પોષકતત્વોનાં ભંડાર એવા કાચરી સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી હોય છે. તેનું શાક જમવાથી શરીર બીમારીઓથી દૂર રહે છે.

દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં શાક બનાવવામાં અને ઊગાડવામાં આવે છે. એવું જ એક ગુણકારી વેજીટેબલ છે કાચરી. કાચરીમાં અનેક પ્રકારનાં પોષકતત્વો હોય છે જે શરીર માટે અત્યંત જરૂરી હોય છે. આ શાક રાજસ્થાનમાં સૌથી વધુ ઊગે છે અને ૩-૪ મહિના માટે જ બજારમાં ઉપલબ્ધ હોય છે. અંગ્રેજીમાં તેને Mouse Melon કહેવામાં આવે છે. કાચરી શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. માહિતી અનુસાર લીલી કાચરી બજારમાં ૬૦-૮૦ રૂપિયે કિલો વેંચાતી હોય છે.

રીરને બીમારીઓથી બચાવી શકાય છે

કાચરીનું શાક પ્રોટીનનો બેસ્ટ સોર્સ હોય છે. તેનાં સેવનથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલની પીડા પણ દૂર થાય છે. કેટલાક લોકો એવું પણમાને છે કે કાચરીનું સેવન કરવાથી શરીરને બીમારીઓથી બચાવી શકાય છે. કાચરીમાં અનેક પાવરફુલ એંટીઓક્સીડેંટસ હોય છે જે સ્વાસ્થ્ય માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. કાચરીને સુકાવીને ખાવામાં આવે છે એટલું જ નહીં તેનો પાઉડર પણ બનાવવામાં આવે છે. KACHRI POWDER રાજસ્થાની વ્યંજનોમાં ખાસ ઉપયોગમાં લેવાય છે.

કાચરીનું શાક ખાવાનાં ૫ મોટા ફાયદાઓ :

  1. કાચરીમાં એંટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે જેના લીધે આપણાં શરીરની ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થઈ શકે છે. પરિણામે બીમારીઓનો ભય પણ ઓછો થઈ જાય છે.
  2. કાચરીમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે તેથી તેના સેવન બાદ મસલ્સને મજબૂતી મળે છે.
  3. માનવામાં આવે છે કે કાચરીનાં સેવનથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ઈંફેક્શન સહિત અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેનું સેવન પેટ માટે લાભદાયી હોય છે.
  4. ડાયટમાં કાચરીનો સમાવેશ કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે.
  5. કાચરીને ડાયાબિટીઝનાં દર્દીઓ માટે લાભકારી માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

આ પણ વાંચો :-

Rashifal 2023 : વૃશ્ચિક રાશિના જાતકોએ શત્રુથી સાવધાન રહેવું, જુઓ શું કહે છે અન્ય રાશિના જાતકોનું આજનું રાશિફળ

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. આવકમાં વધારો થાય. પરિવાર માં થોડો મતભેદ જણાય. મિલકત માં કરેલા રોકાણો થી ફાયદો થાય. નોકરી-ધંધા માં રાહતનો અનુભવ થાય. અગ્નિ થી સાચવવું.

વૃષભઃ
દિવસ ની શરૂઆત મોજ શોખ થી થાય. ભાગ્ય સાથ આપતું જણાય. આવકમાં વધારો થાય. માન-સન્માન વધે. વિશ્વાસઘાત નો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગથી સાચવવું.

મિથુનઃ
જક્કી અને જડ વલણનો ત્યાગ કરવો. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. સંતાન સાથે મતભેદ રહે. ફસાયેલા નાણાં છુટા થાય. અ‌શક્તિનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. આવક આવતી અનુભવી શકાય. પરિવાર માં મતભેદ ની શક્યતા છે. શેર બજાર થી લાભ મળે. જીવનસાથી સાથે આનંદ થી દિવસ વ્યતિત થાય. દગા-ફટકાનો ભોગ બની શકાય.

સિંહઃ
પ્રભાવમાં વધારો થાય. માન-સન્માન વધે. સફેદ વસ્તુની ખરીદી થાય. આર્થિક ઉપાર્જન સારૂં થાય. સ્થવાર-જંગમ મિલકતથી લાભ, સંતાનની ચિંતા રહે. શરદી, ખાંસી, કફનો ઉપદ્રવ રહે. ડાયાબીટીસ ના દર્દીઓએ સાચવવું.

કન્યાઃ
વાણી ઉપરનો પ્રભાવ વધે. આનંદ થી દિવસ વ્યતિત થાય. નાણાં ની વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં શાંતિ મનમેળ રહે. સંતાન તરફ થી આનંદ ના સમાચાર મળે. ભાગ્ય માં વૃદ્ધિ થાય. આદ્યાત્મિક પ્રગતિ થાય.

તુલાઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. ખોટું લાગે એવા પ્રસંગો બને. પ્રોપર્ટી થી લાભ મેળવી શકાય. કુટુંબ માં શાંતિ અને સંપ રહે. તંદુરસ્તી જળવાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવાર માં સુખ-શાંતિ જળવાય. મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય સુખમાં આનંદ અનુભવી શકાય. પડવા-વાગવા થી સાચવવું.

ધનઃ
માનસિક રીતે અજંપો રહે. આવક માટે દિવસ સામાન્ય છે. પરિવાર માં મનમેળ રહે. માતૃસુખ સારૂ મળે. ખોટા વિચારોથી દૂર રહેવું. શરદી-કફ ના રોગોથી સાવચેતી રાખવી. એકંદરે સામાન્ય દિવસ વ્યતિત થાય.

મકરઃ
ખુબજ સુંદર રીતે દિવસ વ્યતિત થાય. આવક આવતી જણાય. પરિવાર માં આનંદ. સંતાનોની પ્રગતિથી મન હરખાય. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. નોકરી, ધંધા માં પ્રગતિ થાય.

કુંભઃ
મક્કમ મનોબળની અનુભૂતિ થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પરિવાર માં આનંદ. સંતાનોથી ચિંતા રહે. આંખના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થાય. ધાર્મિક કાર્ય કરી શકાય. નોકરી-ધંધામાં સારૂં.

મીનઃ
મિલનસાર સ્વભાવ રહે. નાણાંની આવક વધતી જણા. પરિવાર માં ખુશી. સ્થાવર-જંગમ મિલકત, શેરબજાર માં રોકાણ ટાળવું. માતાની તબિયતનું ધ્યાન રાખવું. સંતાનો તરફથી આનંદ. નોકરી-ધંધા બાબતે અસંતોષ રહે.

આ પણ વાંચો :-