ગુજરાતમાં ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ જવાને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે આફત સર્જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરુપ બતાવ્યુ છે. રાજકોટમાં વહેલી સવારે ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં મોટાભાગના એરિયામાં પાણી ભરાયા છે. સૌરાષ્ટ્ર સૌથી મોટા ગણાતા રાજકોટના મેળાને બંધ રાખવાની ફરજ પડી છે.
રાજકોટમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મહિલા કોલેજ અંડરબ્રિજ બંધ કરાયો છે. રેલનગર અંડરબ્રિજ અને પોપટપરા અંડરબ્રિજ બંધ કરાયા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્રની અપીલ છે. છેલ્લા 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શહેરમાં તાત્કાલિક અસરથી BRTS સેવા બંધ કરી દેવાઇ છે. અનેક ઈમરજન્સી સેવાના ફોન નંબર પણ ઠપ થયા છે.
ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમને કારણે અનેક તાલુકામાં સોમવારે ભારે વરસાદ પડ્યો. 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં મેઘ મહેર થઈ. મોરબીના ટંકારામાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ હતી. ગોધરાના મોરવા હડફમાં પણ 14 ઇંચ વરસાદ પડ્યો. જ્યારે નડિયાદ અને બોરસદમાં 13-13 ઇંચ, તો વડોદરામાં પણ છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો, આણંદ, પાદરા, ખંભાત અને ગોધરામાં પણ 12-12 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક તાલુકાઓમાં આઠથી 10 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો :-